________________
( ૮૫ )
વાબાહુએ ગુણસાગર નામના મુનિની પાસે દીક્ષા અંગીકાર કરી. એ વાત સાંભળીને વિજય રાજાએ પણ પુરંદરને રાજ્યાભિષેક કરીને નિવણમેહ નામના મુનિ પાસે દીક્ષા લીધી. પુરંદરને પૃથ્વી રાણથી કીર્તિધર નામે પુત્ર થયો. એ કીર્તિધરને રાજ્ય સોંપીને પુરંદરે દીક્ષા લીધી. ને આત્મકાર્ય સાધ્યું. કીર્તિધર રાજાને સહદેવી નામે રાણું હતી. તે તેની સાથે સંસારસુખમાં કાળ નિર્ગમન કરતો હતો. એક દિવસ એને દીક્ષા લેવાની ઈચ્છા થઈ. પણ પુત્ર ન થયેલ હોવાથી મંત્રીઓએ રાજાને ગાદીવારસ થાય ત્યાં લગી થોભી જવા કહ્યું. જેથી તે મન નહી છતાં કારાગ્રહની માફક ગૃહવાસમાં રહ્યો. કેટલેક કાળ જતાં સહદેવી રાણુને સુકેશલ નામે પુત્ર થયો. રાણીએ પુત્રને ગોપવી દીધું. છતાં એ બાલકના જન્મની વાત રાજાને કાન આવી પહોંચી. કેમકે ઉદય પામેલ સૂર્ય ક્યારે પણ છુપાવ્યો છુપાતો નથી. જેથી કીર્તિધર રાજાએ સુકેશલને પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી વિ. જયસેનસૂરિ પાસે દીક્ષાગ્રહણ કરી. તીવ્ર તપસ્યા કરતા અનેક પરિસહ સહન કરતા એ કીર્તિધર રાજર્ષિ ગુરૂની આજ્ઞા માગીને એકદા વિહાર કરતા હતા. અનુક્રમે કીર્તિધર મુનિ માપવાસને પારણે ફરતા ફરતા અયોધ્યા-સાકેતપુર નગરમાં આવ્યા. મધ્યાન્હ સમયે ભીક્ષા માટે નગરમાં ભમવા લાગ્યા. એટલામાં રાજમહેલ ઉપર રહેલી સહદેવી રાણીએ રાજાને જેવાથી તેણીએ વિચાર્યું કે “ પતિએ તે દીક્ષા લીધી ને પુત્ર પણ જે એના બાપને આ સ્થીતિમાં જે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com