________________
( ૮૬ )
દીક્ષા લેવાને તત્પર થશે તા હું “પાછી પુત્ર વગરની થઇ જઈશ, ને આ પૃથ્વી ધણી વગરની થઇ જશે, માટે રાજ્યના હિત સારૂ આ મુનિ મારા પતિ છે, વ્રતધારી છે, નિરપરાધી છે છતાં નગરમાંથી એમને કાઢી મુકાવવા જોઇએ. ” એમ વિચારીને સહદેવીએ સીપાહે। મારફતે એમને બહાર કઢાવ્યા. એ વ્રતધારી સ્વામીને નગરની બહાર કાઢી મુકેલા જાણીને સુકેાશલની ધાવમાતા છુટે માંએ રડવા લાગી. જેથી રાજા સુકેાશલે એને પૂછ્યુ કે “ તુ કેમ રડે છે ? ”
એટલે શાકયુક્ત ગદ્ગદ્ સ્વરે તેણી એટલી. “ હે વત્સ ! જ્યારે તમે માળક હતા ત્યારે તમારા પિતાએ તમને રાજ્ય ઉપર બેસારીને દીક્ષા લીધી હતી. તેએ હમણાં ભીક્ષાને માટે આપણા નગરમાં આવ્યા હતા. તેમનુ દર્શન થતાંજ તમે વ્રત ગ્રહણ કરશેા એવી આશંકા પામીને તમારી માતાએ એમને નગર બહાર કઢાવ્યા છે. એ દુ:ખથી હું રૂદન કરૂં છું.
""
tr
ધાવમાતાનાં એવાં વચન સાંભળીને સુકેાશલ વિરક્ત થઈને પિતાની પાસે આવ્યા ને અજલી જોડીને વ્રતની યાચના કરી. તે વખતે એની પત્ની ચિત્રમાળા ગર્ભિણી હતી. તેણી મંત્રીઓની સાથે આવીને કહેવા લાગી. “ હે સ્વામી ? આ અનાથ રાજ્યના ત્યાગ કરવા તમારે યાગ્ય નથી. ’’ ચિત્રમાળાનાં એવાં વચન સાંભળીને સુકેાશલ ખેલ્યેા. “ દેવી ? તારા ઉદરમાં ગર્ભ રૂપે જે પુત્ર છે તેના મે` રાજ્યાજે ભિષેક કરી દીધા છે. કેમકે ભવિષ્યકાળમાં પણ ભૂતકાળના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com