________________
પ્રકરણ ૧૩ મું. રામલક્ષ્મણ પૂર્વપરિચય –
ત્રીજા આરાના અંતમાં નાભિ કુલગરના પુત્ર પ્રથમ તીર્થકર રૂષભદેવના રાજ્યાભિષેક સમયે ઇંદ્રની આજ્ઞાથી કુબેરે વિનિતા નામે બાર જોજન લાંબી પહેલી નગરી વસાવી હતી. એનું બીજું નામ અયોધ્યા પડયું હતું. રૂષભદેવ ભગવાન પછી તેમના પુત્ર ભરત ચક્રવતી અયોધ્યાના રાજા થયા ચોથા આરાની શરૂઆતમાં એ પ્રથમ ચકવત્તી” હતા. તે પછી તેમની પાટે તેમને પુત્ર સૂર્યયશા થયે. એ સૂર્યયશાથી જગતમાં સૂર્યવંશ ચાલ્યો. ને રૂષભદેવના બીજા પુત્ર બાહુબલીને તેમના પુત્ર ચંદ્રયશાથી ચંદ્રવંશ પ્રવત્ય, સૂર્ય વંશમાં અનુક્રમે તેમની પછી ચેથા આરામાં અસંખ્ય રાજાઓ થઈ ગયા. જેમાંથી કેટલાક મોક્ષે ગયા કેટલાક સ્વર્ગ ગયા. લગભગ ચોથા આરાના મધ્ય સમયમાં બીજા અજીતનાથ તીર્થકર, સગર ચક્રવત્તિ પણ એજ વંશમાં અયોધ્યામાં થયા હતા. તે પછી ચોથા તિર્થંકર શ્રી અભિનંદન અને ચદમાં શ્રી અનંતનાથ પણ આ અયોધ્યામાં જ થયા હતા. પરંપરાએ સૂર્યવંશ એ પ્રમાણે ચાલ્યા આવતો હતો ને તેમનું કુલ ઈક્વાકુ હતું.
ચોથા આરાના અંત સમયમાં વીશમા મુનિસુવ્રત સ્વામી રાજગૃહી નગરીમાં થયા. તે સમયે અયોધ્યાની ગાદી. ઉપર સૂર્યવંશની પરંપરાએ વિજય નામે રાજા થયો. તેને હેમચુલા પતીથી વજાબાહુ અને પુરંદર એ બે કુમારો થયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com