________________
(૮૨) મળ્યું હતું. રેજના નજીક રહેનારા લાખો અને ઉત્સવમાં ભાગ લેતા ને રાત્રિએ પિતાને સ્થાનકે જતા હતા. અબજો માણસની એ મેદનીમાં રામચંદ્રજીએ ભગવાન પાર્શ્વનાથને સ્થંભન પાર્શ્વનાથ તરીકે જાહેર કર્યા. એ અસંખ્ય માણ
એ રામચંદ્રજીનો પડતો બેલ ઝીલી લીધો ને સ્થંભન પાર્શ્વનાથની જયઘોષણું આકાશમાં ગજવી. જગતમાં સ્થંભન પાશ્વનાથનું મહાસ્ય વધ્યું. જેમ નંદિશ્વરાદિક દ્વિપમાં દેવતાઓ પ્રભુને અઠ્ઠાઈ મહોત્સવ કરે છે, તેવી રીતે રામચંદ્રજીએ પણ અનગળ ઋદ્ધિનો વ્યય કરીને આઠ દિવસ પર્યત ભગવાનને અપૂર્વ મહત્સવ પ્રવર્તાવ્યો. જેમાં વિભીષણને સુગ્રીવાદિક સર્વે રાક્ષસ, વાનરે અને વિદ્યાધરેએ ભાગ લઇને એ મહોત્સવને અધિક શોભાવ્યું.
રામ-લક્ષ્મણ જેટલા દિવસ ત્યાં રહ્યા ત્યાં લગી પ્રતિદિવસ સ્નાત્ર કરીને ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરતા હતા. એ પૂજામાં સીતાજી પણ સાથે જ રહેતાં. સ્વામિના કાર્યને અનુસરનારા વિભીષણ ને સુગ્રીવ આદિ વીરે પણ ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરવા લાગ્યા. રામલક્ષ્મણ ત્યાં આવેલી કેટલીક ખેચર કન્યાઓ સાથે વિધિ પૂર્વક પરણ્યા. સુખ–ભેગવતા કેટલાક દિવસો પયંત ત્યાં રહ્યા.
તે સમયમાં વિધ્યસ્થલી ઉપર કાઉસગ્ગ ધ્યાને રહેલા ઇંદ્રજીત અને મેઘવાહન મુનિ કેવલ જ્ઞાન પામીને મુક્તિલક્ષ્મીને વર્યા. ત્યાં મેઘરથ નામે તીર્થ થયું અને નર્મદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com