________________
( ૮૦ ) તીર્થકરેમાં પણ એ પરીસાદાની પાસજી કહેવાય છે. આ લેકને પરલોકના સુખાથી જીવને એ જાગતા કલ્પવૃક્ષ સમાન છે. અમે તે એમનું મહાઓ કાને સાંભળ્યું હતું, આપને તો એને પ્રત્યક્ષ અનુભવ થયો છે.” વિભીષણે કહ્યું.
તીર્થકર અચિંત્ય પ્રભાવવાળા જ હોય છે. જે યુને તમારા બંધુ રાવણે શાંતિનાથ ભગવાનની આગળ ધ્યાન કરતાં : અલપકાળમાંજ બહુરૂપી વિદ્યા પ્રગટ કરી. આ પાર્થ નાથના પ્રભાવે અમે સમુદ્રનું જલ થંભાવ્યું ને ઉપર પાજ બાંધી શક્યા. એ અનંત શક્તિવાળાઓને પ્રભાવ આપણી અલ્પમતિથી ઘણું જ અગોચર જણાય છે.” રામે કહ્યું.
આપનું કહેવું સત્ય છે. લક્ષમણુજીને વાગેલી અમેઘ વિજ્યાશકિત કે જે સુદર્શન ચક કરતાં પણ રાવણને અતિ ઉપયોગી થઈ એ શક્તિ પણ ભગવંત ભકિતનું જ ફલ હતું.” વિભીષણે કહ્યું.
“એટલે ?” રામે પૂછ્યું.
“એક દિવસ રાવણ અંત:પુર સહિત અષ્ટાપદ પર્વત ઉપર શ્રી આદિનાથને વંદન કરવાને ગયા હતા. ત્યાં ભક્તિથી પોતે વીણા વગાડતા હતા ને મંદોદરી નૃત્ય કરતાં હતાં, એ નાટારંગમાં રાવણુ અને મંદરી એવાં તો એકાગ્રચિત્તવાળાં હતાં કે જગતનું બીજુ સર્વ કંઈ તે ભૂલી ગયાં હતાં. એ નાટક જેવાને દેવતાઓ પણ વિમાને બેસીને આકાશમાં ઉભા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com