________________
ના
પ્રકરણ ૧૨ મું. અઠ્ઠાઈ મહત્સવ–
સીતાને લઈને પાછા ફરેલા રામ અત્યારે ખુશીમાં હતા. વિભીષણ આદિ સુભટોની આગળ રામે આ ભગવાનના માહાતમ્યનાં વખાણ કરવા માંડયાં. વિભીષણ! આ વિશાળ સમુદ્ર ઉપર અમે પાજ બાંધીને અમારું સકલ સૈન્ય સમુદ્રની પાર ઉતારી લંકાની નજીક આયુંએ બધું કેમ બન્યું તે તમે જાણો છો કે?”
“આવા તોફાની સમુદ્રપર પાજ બાંધવાનું કામ મુશ્કેલ ભર્યું છે. તમે પાજ કેવી રીતે બાંધી તે સમજાતું નથી.” વિભીષણે સમુદ્ર ઉપર પાજ બાંધવાનું સાંભળી તેને મન કંક આશ્ચર્ય થતાં કહ્યું.
તે બધું આ ભગવાનના માહાસ્યથી બન્યું. આ ભગવાન પાર્શ્વનાથના માહાઓથી અમે તેફાની સમુદ્રનું આકાશમાં ઉછળતું જળ થંભાવી દીધું. પછી તેની ઉપર અમારા સુભટોએ પાજ બાંધીને સકલ સૈન્યને પેલે પાર ઉતાર્યું.”
“ આશ્ચર્ય ! ભગવાનને ચમત્કાર તે કાંઈક અદ્ભુત જણાય છે ને ?” વચમાં સીતાજી બોલ્યાં.
બેશક ! અદૂભૂતજ ! જેથી અમે આ પાર્શ્વનાથ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com