________________
( ૭૬ )
કુંભકર્ણ, વિભિષણ આદિએ આવીને એમને વંદના કરીને ધર્મોપદેશ સાંભળે તથા ઇંદ્રજીત અને મેઘવાહને પોતાને પૂર્વભવ ગુરૂને પૂછયે.
ગુરૂને મુખે પૂર્વભવને વૃત્તાંત સાંભળીને કુંભકર્ણ, ઇંદ્રજીત, મેઘવાહન અને સંદેદરી વગેરેએ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી. એ મહામુનિઓ ભારંડપક્ષીની માફક તરતજ વિહાર કરી ગયા.
રામ-લક્ષ્મણ પણ એ મુનિઓને નમીને વિભીષણ ને સુગ્રીવ આદિ વિરેની સાથે લંકામાં આવ્યા. વિભીષણ છડીદારની માફક આગળ ચાલીને રામને લંકાનગરીને માર્ગ બતાવતે હતો ને વિદ્યાધરીઓ રામ-લક્ષમણનાં મંગલ ગીતે ગાતી હતી. અનુક્રમે દેવરમણ ઉદ્યાનમાં ગયા તે હનુમાને જેવાં વર્ણવ્યાં હતાં તેવાંજ સીતાજીને રામ-લક્ષમણે દીઠા.એટલે રામ હર્ષથી સીતાજીને મળ્યા. લક્ષ્મણ દૂરથીજ નમ્યા. તેમની સાથે ભામંડલ વગેરે બીજા વિદ્યાધરે પણ સીતાજીને નમ્યા. એ દેવરમણ ઉદ્યાનમાંથી રામ સીતાની સાથે ભુવનાલંકાર હાથી ઉપર બેસીને રાવણના મંદિરમાં આવ્યા. ત્યાં હજારે હીરામણિમય થંભયુક્ત એવા શ્રી શાંતિનાથ પ્રભુના ચૈત્યમાં આવીને ભગવાનને નમ્યા. ને સ્નાનથી શુદ્ધ થઈ પૂજાગ્ય વસ્ત્રો પહેરી રામે લક્ષ્મણ અને સીતાજીની સાથે ભગવાનની પૂજા કરી. પછી વિભીષણની ઈચ્છાથી રામ-લક્ષ્મણ અને સીતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com