________________
(૯૦) રસોઈયાને કયાંથી પણ માંસ મલ્યું નહી. જેથી એક મરેલું બાળક તેના જેવામાં આવતાં તેણે એનું માંસ સુધારીને સેદાસને આપ્યું. એ માંસને ખાતે સૈદાસ એનાં વખાણ કરવા લાગ્યું. “આહા? શું સ્વાદિષ્ટ માંસ છે.” એમ વખાણતાં એણે રસોઈયાને પૂછયું કે “આ કયા જીવનું માંસ છે ? ” તેણે કહ્યું કે “એ નરમાંસ છે.”
રાજાએ કહ્યું કે “હવેથી તું મને રેજ નરમાં જ સુધારીને આપતો રહેજે.”
રાજાની વાણી સાંભળીને રસોઈયાએ દરરોજ નગરના બાલકનું હરણ કરવા માંડયું. આ વાતની મંત્રીઓ અને સરદારોને ખબર પડતાં સર્વેએ એકત્ર થઈને રાજાને પદભ્રષ્ટ કરીને અરણ્યમાં કાઢી મૂક્યો અને તેના પુત્ર સિંહરથને ગાદી, ઉપર બેસાડ્યો. સોદાસ નરમાંસ ભક્ષણ કરતા પિશાચની માફક જ્યાં ત્યાં ભટકવા લાગ્યો.
એક દિવસે સેદાસે દક્ષિણે દિશામાં ભટકતાં ભટકતાં એક મહર્ષિને જોયા. તેમની પાસેથી એણે ધર્મ સાંભળ્યો. એના હદયમાં બરાબર પરિણમ્યો. જેથી એ પરમ શ્રાવક થયો. અનુકેમે તે મહાપુર નગરમાં આવ્યું. ત્યાંને રાજા અપુત્ર મરણ પામવાથી મંત્રીઓએ પાંચ દિવ્ય પ્રગટ કરવા વડે સદાસને રાજ્યાભિષેક કર્યો. જેથી સોદાસ ત્યાં રાજા થયા. પછી
દાસે દુત મોકલીને સિંહરથ રાજાને કહેવડાવ્યું કે “તું મારી આજ્ઞા માન્ય કર?” સિંહરથ રાજાએ દુતને તિરસ્કાર કરી કાઢી મુકયે. તે દુતે આવીને સદાસને યથાર્થ વાત કહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com