________________
(૭૪) મુગટમણિ સમાન છે. માની પુરૂમાં તું અગ્રેસર છે. તારે વિચાર એક હતા, એક નિશ્ચય હતો. તેથીજ તું જગતમાં સાહસીક અને અદ્વિતીય વીર હતે. અમે તે કાયર ક્ષક્ષણમાં વિચારે બદલનારા નિ:સત્વ પુરૂષ છીએ. હે માની ! હે કુલમાં મુગુટરૂપ ? તારા જેવો સાદર જતાં જગતમાં આજે અમારે સર્વસ્વ નાશ પામ્યું.” વિભીષણે વિલાપ કરતાં કરતાં શેકના તીવ્ર આવેશથી એકદમ કટારી ખેંચી કાઢી પિતાના હદયમાં હલરાવી દેવા હાથ ઉપાડ. એ ઉંચે થયેલે હાથ એકદમ રામે પકડી લીધો. “હાં ! હાં!! વિભીષણ? રાક્ષસોમાં ઉત્તમ મુકુટ સમાન આ રાવણને શામાટે શોક કરે છે. એ પરાક્રમી સાથે યુદ્ધભૂમિ ઉપર બાથ ભીડવાને દેવતાઓ પણ શંકા પામતા હતા, તે માનવની તે શી તાકાત ? અંતપર્યત જેણે પોતાનું અપૂર્વ પરાક્રમ બતાવીને જગતને આશ્ચર્ય ચકિત કર્યા છે એ તે ખરેખર મૃત્યુ પામ્યા છતાં અક્ષય કીર્તિને ખાટી ગયો છે. એ વીરમાની પુરૂષ કદાચ અમને સીતા સંપીને જીવતો રહ્યો હોત તો એ જીવતર પણ મુવા સમાન હતું. બ૯ મુવા કરતાં પણ અધિક દુઃખદાયક હતું. કેમકે જગતમાં વિરપુરૂષની તે માત્ર એકજ સ્થીતિ હોય છે. વિશ્વમાં અદ્વિતીય વિજય અથવા તે મૃત્યુ ! વિજય એ તે એને જન્મસિદ્ધ હક્ક હોય છે. એના જીવતાં એ વિજય કોઇ એની પાસેથી લઈ શકતું નથી. આજ સુધી જેણે જગતમાં અપૂર્વ પરાક્રમ બતાવ્યું છે ને અંતમાં પણ જેણે પોતાના પરાક્રમથી આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com