________________
(48)
પડે છે તેા તુ પણ લેતા જા ? ” એમ કહીને રાવણે વજાની માફ્ક - એ અભેદ્યશકિતને ભમાવીને લક્ષ્મણ ઉપર ડી. લક્ષ્મણની ઉપર ધસી આવતી એ વિજયાશકિત ઉપર સુગ્રીવ, હનુમંત, ભામંડલ, વિરાધ અને ખુદ રામ-લક્ષ્મણે અનેક અસ્રો તથા અમેાધ ખાણેા ફેંક્યા. પણ કાઇ શસ્ત્ર કે ખાણુ એ શકિતના વેગને સ્ખલના પહોંચાડી શક્યાં નહીં. ધસી આવતી એ ધરણેદ્રની અમેઘ વિજયાશકિત લક્ષ્મણુ ઉપર પડી. તેના:સખ્ત આઘાતથી લક્ષ્મણ પૃથ્વી ઉપર પડી ગયા. જેથી તેમના સૈન્યમાં હાહાકાર થયા. તરતજ રામ ક્રોધ કરીને રાવણુ ઉપર ધસ્યા ને રાવણના રથ ભાંગી નાખ્યા એટલે તે ખીજા રથમાં બેઠા. અદ્ભુત પરાક્રમવાળા રામે ક્રોધથી એવી રીતે પાંચવાર રાવણના રથ ભાંગી નાખ્યા.
યુદ્ધ કરતાં રાવણે વિચાર્યું કે “ હુવે મારે વ્યર્થ યુદ્ધના પ્રયાસ કરવાનુ શું પ્રયેાજન છે ? કેમકે લક્ષ્મણ ઉપર અતિ પ્રીતિવાળા રામ લક્ષ્મણના મરણુથી પાતે પશુ ઝુરી ઝુરીને મરી જશે. જેથી યુદ્ધ કરવું કે ના કરવું તે બધું સરખું જ છે.” એમ વિચારતા રાવણુ પાતાની છાવણીમાં આવ્યા. ત્યાં સૈન્યની વ્યવસ્થા કરીને તથા શત્રુની છાવણીની તપાસ રાખવાને ગુપ્તચરાની ચેાજના કરીને રાવણ લંકામાં ચાલ્યા ગયા. તેની સાથે સૂર્ય પણ અસ્તાચલ તરફ જવાની તૈયારી કરી રહ્યો.
લક્ષ્મણ ( નારાયણજી ) તેા વિજયાશકિતના પ્રહારથી નિશ્ચેષ્ટ થઈને જમીન ઉપર પડયા હતા. જેથી રામનું વિશાળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com