________________
(૬૭) રાગિણું થઈ મને વરવાને કેવી આતુર હતી. સીતા કરતાં એમાં શું ખામી હતી? છતાં પરસ્ત્રીની બુદ્ધિથી મેં એને છડી એના સ્વામીને ગેરવથી પાછી આપી હતી. અસ્પૃદયના સમયમાં મને એવી સદ્દબુદ્ધિ હતી. આજે પણ હું તો એને એ જ છું. પણ સમય બદલાય છે. અભ્યદયના સમયમાં મારી ઉપર સ્નેહવાળી એવી પરસ્ત્રીને મેં છેડી દીધી જ્યારે આજે મને ધિક્કારતી આ સીતાનું મેં બલાત્કારે હરણ કર્યું છે. માટે સમજાય છે કે ભવિતવ્યતા અન્યથા નજ થાય. વિધિએ જે નીમણ કર્યું હશે તે અવશ્ય થશે, સીતાને હરી લાવીને મેં મારા કુળમાં કલંક લગાડયું છે. પરંતુ હવે કરવું શું? જે સીતાને છોડી દઉં તે લેકમાં મારી હાંસી થાય કે વિશ્વ વિજયી રાવણે રામથી ડરીને સીતા પાછી આપી. અત્યારે તે સાપે છછુંદર ગળ્યા જેવી વાત છે. એને છોડી દેવી એ લાભકારી નથી તેમજ રાખવી પણ ઊંચિત નથી. કોઈ રીતે રામને સીતા મારે અર્પણ તે કરવી જ જોઈએ. એ સતી સીતા મરતાં લગી પણ મારા સામું જોશે નહી, માટે રામ લક્ષ્મણને યુદ્ધમાં જીતીને અહીંયાં લાવી સીતા અર્પણ કરી એમનું માન વધારૂં? તેજ જગતમાં મારું એ કાર્ય ધર્મ અને યશને વધારનારૂં થશે.” એમ વિચારતે મનસ્વી, અભિમાની રાવણ પણ લંકામાં ચાલ્યા ગયા. અને સુખપૂર્વક કાંઈ કાંઈ નવા વિચાર કરતાં એણે રાત્રિ નિર્ગમન કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com