________________
બીક છેડી દઈને તારા પતિ અને દિયરને મારી બલાત્કારે તારે સંગ કરીશ.”
રાવણનાં એવાં આક્ષેપ વચન સાંભળીને જાનકીને મૂચ્છી આવતાં ભૂમી ઉપર પડી ગઈ ડીવારે સંજ્ઞા પ્રાપ્ત થતાં એ મહા સતીએ અભિગ્રહ કર્યો કે “જે રામ–લક્ષ્મણનું અશુભ હું સાંભળું ત્યારથી મારે પણ અનશન વ્રત છે?”
સીતાને આ અભિગ્રહ સાંભળીને રાવણે મનમાં વિચાર કરવા લાગ્યું. “ઓહ! આ સીતાને રામની સાથે કે અપૂર્વ સ્નેહ છે? મારે સીતા ઉપર રાગ કરે એ પત્થર ઉપર કમળ રેપવા જેવું છે. હા? મેં બંધુ વિભીષણની અવજ્ઞા કરી એ સારું ન કર્યું. પૂર્વે જ્ઞાનીએ પણ કહ્યું હતું કે હવે પછી થનારા રામ-લક્ષ્મણને હાથે જાનકીના નિમિત્તે તમારે વિનાશ થશે. આજે એ સમય સાક્ષાત્ આવી પહોંચે છે. ભવિતવ્યતાએ મને ભૂલ છે, જ્ઞાનીનું સ્થાન સત્ય જ હોય, પરદારાને મેં નિયમ લીધે છતાં બલાત્કારે સીતાનું હરણ કરીને નિયમ ભંગ કર્યો. વિભીષણનું કહેણ ન માન્યું. ઉત્તમ એવા મારા મંત્રીઓનું મેં અપમાન કર્યું, કહ્યું છે કે “વિનાશકાળે વિપરિત બુદ્ધિ”
ઉન્નતિના સમયે મનુષ્યની સદબુદ્ધિ રહે છે, ભાવી અવનતિ આવવાની હોય ત્યારે અનીતિનું આચરણ થાય છે. અસ્પૃદયના સમયમાં જ્યારે નલકુબેરને હું જીતવા ગયા તે સમયે પશ્વિની સમાન તેની સ્ત્રી ઉપરંભા મારા ઉપર અનુShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com