________________
( ૭૦ )
થતું દેવ મનુષ્ય અને વિદ્યાધરાને ભય પમાડતું રાવણની આગળ આવીને ઉભું રહ્યુ. રાષથી રાતાં નેત્ર કરતા રાવણે એ ચક્ર હાથમાં લઇને અંગુલીના ટેરવાપર રાખીને આકાશમાં ભમાવવા માંડયું.
ચક્ર એ રાવણની છેલ્લામાં છેલ્લી આશા હતી. એનું આ આખરનું જીવિતવ્ય હતુ. અને ખાત્રી હતી કે આ અમેાધ ચક્રથી લક્ષ્મણ હંમેશને માટે જગતમાંથી અસ્ત થઇ જશે. પરંતુ અલ્પજ્ઞ મનુષ્યને ક્યાંથી ખખર હાય કે માનવીની ઈચ્છા જીદ્દી હાય છે ત્યારે વિધિની મરજી પણ એથીય જુદી હાય છે. વિશ્વ વિજયી રાવણુ ગમે તેવા વીર ને પરાક્રમી છતાં એ મનુષ્ય હતા. મનુષ્યને ભાવી થતા પડકારની કયાંથી ખબર હાય ? સાક્ષાત્ અનર્થ જોતાં છતાં–ઉત્તમ જનાની અનેક પ્રકારે સમજાવટ છતાં પણ એની ધારણા તા કાંઇ જુદીજ હતી. ચક્રને ભમાવતાં રાવણ એ. “ અરે લક્ષ્મણ ! હજી પણ કહું છું કે આ મારા ચક્રને તું શિકાર ન થા ! મારી આજ્ઞા માની સુખે તું તારે વતન જા ? ”
“ અરે મૂર્ખ ? તારૂં સર્વ કુટુંબ પરવા, તારાં અસ્ત્રો ખુટયાં; છતાં આ એક ચક્રની મદદથી આટલે બધા ગાજે છે તા છે. એને ? અને જો એનું પરાક્રમ કે એ શુ કરે છે ? ” લક્ષ્મણનાંગ ભર્યા વચન સાંભળીને રાવણે ચક્રને ભમાવીને લક્ષ્મણ ઉપર છેડીમૂકયુ. વેગપુક ધસ્યુ આવતુ ચક્રને અટકાવવાને રામના અનેક વીરાએ ખાણા, અસ્ત્રો મારવા માંડયાં, પણ કાઇની પરવાહ ન કરતાં એ ચક્ર લક્ષ્મણુની પાસે આવીને અને ત્રણ પ્રદક્ષિણા દઇને એના જમણા હાથ ઉપર આવીને રહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com