________________
(૬૯) વિદ્યા રાવણની આગળ આવીને પ્રગટ થઈ. તેના વડે રાવણે અનેક નાનાં મોટાં ભયંકર રૂપ વિકુવ્ય–બનાવ્યાં. પૃથ્વી ઉપર આકાશમાં, પિતાની પાછળ, આગળ, બન્ને બાજુએ અનેક પ્રકારનાં આયુધ વર્ષાવતા અનેક રાવણે યુદ્ધમાં એ ગરૂડ. ગામી નારાયણ-લક્ષમણના જોવામાં આવ્યા. પરંતુ એથી લક્ષ્મણ રંજ માત્ર પણ આશ્ચર્ય પામ્યા નહી ને વિશેષ પ્રકારે તીર્ણ બાણ મારતાં અનેક રાવણની મધ્યમાં પતે એકલા ધનુધરી થઈને નિર્ભયપણે યુદ્ધ કરવા લાગ્યા. એ અનેકરૂપ રાવણને મારવા લાગ્યા. વાસુદેવ લક્ષ્મણના અસહ્ય મારથી અનેક રૂપે પ્રગટ થયેલે રાવણ અનેક હાથે લડતાં છતાં પણ અકળાઈ ગયેા. એણે જે જે દિવ્ય આયુધ નાખ્યાં તે સર્વે ગરૂડ ઉપર બેઠેલા લક્ષ્મણજીએ વ્યર્થ કરી નાખ્યાં. ને ઉપરથી બાણે મારીને રાવણને મુંઝવી દીધો.
રાવણ વૃદ્ધાવસ્થાનો પરૂણે-મેમાન હતું. લક્ષ્મણ હજી ઉગતા યુવાન હતા. રાવણ યુદ્ધનીતિન પંડિત હતો, લક્ષ્મણ હજી શીખાઉ જેવા હતા. રાવણે અત્યાર આગમચ ઘણું યુદ્ધોમાં અનુભવ લઈને યુદ્ધની તાલિમ–છળભેદની તાલિમ લીધેલી હતી. લક્ષમણ અનુભવમાં હજી શરૂઆત જ કરતા હતા. એણે લક્ષ્મણને જીતવાના, ભય પમાડવાના અનેક પ્રયત્નો કર્યા, પણ એ સર્વે પ્રયત્ન એના નિષ્ફળ ગયા. જેથી આકુળ વ્યાકુળ થયેલા રાવણે પિતાનાં સર્વે અમેઘ અસ્ત્રો ખુટી જવાથી છેવટે એણે છેલ્લું ચકરત્નનું સ્મરણ કર્યું. હજાર આરાવાળું તે સહસ્ત્ર દેવોથી અધિષ્ઠિત એ ચક્ર જાજવલ્યમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com