________________
(૬૫) રોષપૂર્વક રાવણની નજર આગળ મંદોદરીને ટીટેડીની જેમ કેશવડે ખેંચી. કરૂણુસ્વરથી રૂદન કરતી મંદોદરી રાવણને છોડાવવાની અરજી કરવા લાગી. તે પણ તત્વને જાણનારો રાવણ લેશ પણ ચલાયમાન થયે નહી, તેમ જ મદદરીના સામે મનથી પણ જોયું નહી. અગંદ વગેરે કપિ એાએ રાવણને ધ્યાનભંગ કરવાને અનેક રીતે પજજો; છતાં રાવણનું દ્રઢ મન લેશ માત્ર ચલાયમાન ન થયું. પ્રસન્ન થયેલી બહુરૂપી વિદ્યા આકાશમાં પ્રકાશ કરતી પ્રગટ થતી બોલી “હે માનદ ? હું તને પ્રસન્ન થઈ છું. કહે તારું શું પ્રિય કરૂં? કહે તે બધું વિશ્વ તારે વશ કરી આપું ? કહે તે રામ-લક્ષ્મણને બાંધીને તારી આગળ હાજર કરૂં ?”
“હે દેવી ? એ બધું તમારામાં સંભવે છે? પણ અત્યારે તે જાઓ. જ્યારે મને જરૂર પડે અને તમને યાદ કરું ત્યારે આવજે?” રાવણનાં એ પ્રમાણેનાં વચન સાંભળીને “ તથાસ્તુ' કહીને બહુરૂપી વિદ્યા અદશ્ય થઈ ગઈ. સર્વે વાનરે પવનની જેમ ઉડીને પોતાની છાવણમાં આવ્યા. રાવણ પોતાનું કાર્ય પૂર્ણ કરી બહાર આવતા અગંદ અને મંદોદરીને વૃત્તાંત સાંભળીને હુંકારપૂર્વક અભિમાનની મસ્તીમાં સ્નાન ભજન કરીને દેવરમણ ઉદ્યાનમાં જઈને સીતાને કહ્યું. “હે સુંદરી? હમણાં સુધી પરદારા સેવનના નિયમભંગની બીકે મેં તારી ઈચ્છા વિરૂદ્ધન કર્યું. પણ હવે તેવી
સ્થ. ૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com