________________
(૬૩) એ એકજ કઠોળમાં કેરડુ માફક રહી ગયો છે, છતાં હજી એના ખોટાં પરાક્રમ ગાતાં લાજતો નથી સત્વર જા, એ રાવણને પૃથ્વી ચાટતા કરવા જલદી મોકલ? તેને મારવાને મારા બાહુઓ સ્કૂરાયમાન થઈ રહ્યા છે. લક્ષ્મણે ગર્જના કરી. ત કાંઈક બોલવા જતું હતું. પરંતુ વાનરેએ ઉઠી ગળચી પકડીને સભામાંથી બહાર કાઢી મૂકે.
સામંતે રાવણની પાસે આવીને રામ-લક્ષમણનાં સર્વે વચનો કહી સંભળાવ્યાં તે વારે રાવણે પુનઃ મંત્રીઓને પૂછયું. “કહે હવે શું કરવું?”
“રામની માગણી મુજબ સીતાજીને પગે પડી સેપી દેવા એજ ઠીક છે? વિપરિત ફળનું પરિણામ તે જોયું. હવે અનુકુળ થઈ ફલ જુઓ. મહારાજા ? સમજે ! હજી તમારા પુત્રો અને બંધુઓ અક્ષય છે. તેમની સાથે આ રાજ્ય સંપત્તિ પણ વૃદ્ધિ પામશે” મંત્રીઓનાં વચન સાંભળીને પણ રાવણનું હૃદય નમ્ર થયું નહીં ને પ્રતિપક્ષીઓના નાશ માટે ચિંતા કરવા લાગ્યા.
આખરે એણે બહુરૂપિણે વિદ્યા સાધવાને નિશ્ચય કર્યો. કષાયે શાંત કરીને તે શાંતિનાથ ભગવાનના ચિત્યમાં સ્નાનથી શુદ્ધ થઈને ગયે. જળકલશથી પ્રભુનું સ્નાત્ર કર્યું, ને ગશીર્ષ ચંદનનું વિલેપન કરી દિવ્ય પુષ્પ વડે પૂજા તથા
સ્તુતિ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com