________________
(૫૦ ) ઈંદ્રજીતને એ તો બાંધે કે તે શ્વાસ લેવાને પણ અશક્ત થતાં પૃથ્વી ઉપર પડી ગયે. લક્ષમણની આજ્ઞાથી વિરાધ ઇંદ્રજીતને ઉંચકીને પોતાના રથમાં નાખી છાવણીમાં લઈ ગયા. રામે પણ નાગપાશના અસ્ત્રથી કુંભકર્ણને બાંધી છાવણીમાં મોકલાવી દીધો.
આ બનાવ જોઈ રાવણને હાડે હાડ લાગી ગઈ. ક્રોધ અને શેકથી આકુલ વ્યાકુલ થતા વિભીષણની ઉપર જય. લક્ષ્મીને સૂચન કરનારૂં ત્રિશૂળ મૂકયું. એ ત્રિશૂળને આવતાંજ લક્ષમણે છેદી નાંખ્યું. રાવણે ગુસ્સે થઈને વિજયને આપનારી અને ધરણે આપેલી અમેઘ વિજયશકિતને હાથમાં લઈને ભમાવી. ધગધગ શબ્દ કરતી, ને તડતડ થતી પ્રલયકાળના વિદ્યુત્પાત સમી શક્તિને રાવણે છેડવાની તૈયારી કરી. એ વખતે એનું તેજ જોઈને દેવતાઓ ખસી ગયા, સૈનિક ભય પામીને નેત્રો બંધ કરવા લાગ્યા. પરાક્રમી વીર પુરૂ પણ એનું દુસહ તેજ સહન કરી શક્યા નહિ. એ દિવ્ય શકિતનું અપૂર્વ તેજ જોઈ રામ બોલ્યા “ બંધુ? આ દિવ્ય. શક્તિ જે વિભીષણ ઉપર પડશે તે જરૂર એનો નાશ થઈ જશે. માટે આશ્રિતને કેઈપણ રીતે બચાવવાની જરૂર છે.
રામનાં વચન સાંભળીને ગરૂડ ઉપર બેઠેલા લક્ષ્મણ (-નારાયણ) વિભીષણને પાછળ રાખીને આગળ આવ્યા એટલે રાવણ બેલ. “અરે લક્ષમણુ! આ શકિત મેં તને મારવા બેલાવી નથી. છતાં તું વિભીષણને બચાવવા આડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com