________________
(૫૯) તે પોતાની પાસે ઉભેલા નમસ્કાર કરતા ભામંડલ, હનુમંત ને અંગદને જોયા. ભરતે સંભ્રમથી ઉઠીને અકસ્માતું રાત્રીએ આવવાનું કારણ જણાવ્યું. તે વારે ભામંડલે સર્વે હકીકત ટુંકમાં કહી સંભળાવી. એટલે મારા ત્યાં આવવાથી કાર્ય સિદ્ધ થશે એમ જાણીને ભરત એમના વિમાનમાં બેસીને કેતુક મંગલ નગરે આવ્યા. ત્યાં ભરતે દ્રોણમેઘની પાસે વિશલ્યાની માગણી કરી. દ્રોણમેઘે પણ એક હજાર કન્યા સહિત વિશલ્યાને લક્ષમણ સાથે વિવાહ કરવાને આપી. પછી ભામંડલ વગેરે ભરતને અયોધ્યામાં મુકીને વિશલ્યા સહિત રામની પાસે ત્વરાથી આવી પહોંચ્યા. પ્રજવલિત દીપકની ત સમું ભામંડલનું વિમાન આવતું જોઈને ક્ષણભર સૈ કોઈને સૂર્યોદયનો ભ્રમ થયે અને લક્ષમણનું મરણ જાણીને હાહાકાર કરવા લાગ્યા. રામ પણ મુકતકંઠે વિલાપ કરવા લાગ્યા. એટલામાં તે ભામંડલ આદિ વિરે વિશલ્યા સહિત આવી પહોંચ્યા. ને વિશલ્યાને લક્ષમણ પાસે મુકી દીધી. વિશલ્યાએ લક્ષ્મણ પાસે આવીને એ મુછિત પણ સુંદર દેખાતા શરીર ઉપર હાથ ફેરવ્યું એટલે ધનુષ્યમાંથી બાણ છુટે તેમ લક્ષ્મણના શરીરમાંથી એ મહાશક્તિ બહાર નીકળી. તે સમયે બાજ પક્ષી જેમ ચકલીને પકડે તેમ હતુ. મંતે આકાશમાં ઉછળતી એ શક્તિને ઉછળીને પકડી લીધી. એટલે શક્તિ બેલી “હે વીર પુરૂષ? મને છેડી દે? હું પ્રકૃતિ વિદ્યાની બેન છું ? ધરણેન્દ્ર અને રાવણને આપેલી છે. તેથી હું અહીંયા આવી છું. પણ વિશલ્યાના પૂર્વભવના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com