________________
(૫૭) હવે અહીંયાં રામ-લક્ષમણની છાવણમાં–શિબિરમાં પહેલા કીલ્લાના દક્ષિણ દરવાજાના દ્વારપાલ ભામંડલ પાસે એક વિદ્યાધર આવીને કહેવા લાગ્યું “હે ભામંડલ? જે તમે રામના હિતસ્વી છે તે અત્યારે જ મને રામનું દર્શન કરાવે? હું તેમને લક્ષ્મણના સજીવનને ઉપાય કહીશ.”
વિદ્યાધરનાં એવાં વચન સાંભળીને ભામંડલ તેને રામની પાસે તેડી ગયે. એટલે તે વિદ્યાધર રામને નમીને હાથ જોડી કહેવા લાગ્યું “હે સ્વામી? સંગીતપુર નગરના સ્વામી શશિ મંડલનો હું પ્રતિચંદ્ર નામે પુત્ર છું. એક દિવસ સ્ત્રી સાથે હું ક્રિીડા કરતા આકાશ માર્ગે જતો હતો તેવામાં સહસ્ત્રવિજય નામના વિદ્યાધરે મને જે, ને સ્ત્રીના કારણે અમારે બન્નેને યુદ્ધ થયું. યુદ્ધમાં શકિત મારીને મને પૃથ્વી ઉપર પાડી નાખે. તે વખતે મહેંદ્રોદય નામના ઉદ્યાનમાં મને આળોટતે જેમાં અધ્યાપતિ ભરત રાજાએ કેઈ સુગંધિત જળ લાવીને મને સિંચ્યું એટલે પરગ્રહમાંથી જેમ ચાર નિકળે તેમ મારા શરીરમાંથી એ શક્તિ બહાર નિકળી ગઇ. ને મારે ઘા રૂજાઈ ગમે. મેં આશ્ચર્ય પામીને એ સુગંધિત જળનું માહાસ્ય તમારા અનુજ બંધુને પૂછયું એટલે તે બોલ્યા “એક દિવસ વિંધ્ય સાર્થવાહ અહીંયા આવ્યો. તેની સાથે એક પાડે હતે. તે અતિ ભારથી તુટી પડયે ને નગરના લોકો એના મસ્તક ઉપર પગ મુકીને ચાલવા લાગ્યા. અનુક્રમે તે પાડે પીડા ખમતે અકામનિ જેરાએ મરણ પામી ભુવનપતિ નિકાયમાં વાયુકુમાર નિકાયને દેવ થયે. અવધિજ્ઞાનથી પિતાનું મરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com