________________
પ્રકરણ ૮ મું. લક્ષ્મણની મૂછ અને વિશલ્યા -
રાવણ લંકામાં ગયે એટલે રામ, બંધુ લક્ષમણની પાસે આવ્યા. ત્યાં લક્ષમણને જોતાંજ “હા! બાંધવ લક્ષ્મણ ! લમણ!!” બેલનાં મૂચ્છિત થઈ પૃથ્વી ઉપર પડી ગયા. તે વારે સુગ્રીવ વગેરે વીર પુરૂષોએ આવીને રામની ઉપર શીતળ જળનું સિંચન કર્યું. કેટલીકવારે સંજ્ઞા પ્રાપ્ત થતાં રામ, લક્ષમણની પાસે બેસી તેનું મસ્તક ખોળામાં લઈને અત્યંત વિલાપ કરવા લાગ્યા. હા બાંધવ લક્ષ્મણ! બોલ, બોલ વીર, એકવાર બાલ! અરે આપણી પ્રીતિને શું એટલી વારમાં તું ભૂલી ગયે? બેલ, બંધુ, માત્ર એકજવાર બોલી મને ખુશી કર ! હે વિશ્વવત્સલ ! જે આ સુગ્રીવ વગેરે અનુચરે તારે પડતો બોલ ઝીલવાને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમને કંઈપણ આજ્ઞા સંભળાવ. શું રાવણ રણમાંથી જીવતો જતો રહ્યો એથી તે તે માનતા ધરી નથી ને? તે જે રાવણને હમણાં જ મારી નાખું છું. “અરે દુર રાવણ? ઉભું રહે, ઉભું રહે, શિયાળની માફક કયાં છટકી જાય છે? વીર હોય તે સામે આવી તારું બળ બતાવ.” એમ બોલતાં જનુનમાં આવી રામે ધનુષ્યનું આસ્ફાલન કર્યું. તે વારે સુગ્રીવાદિ વીર પુરૂષો બાલ્યા. “સ્વા મિન? આતો રાત્રી છે! નિશાચર રાવણ તા અત્યારે લંકામાં જતો રહ્યો છે ને અમારા સ્વામી લક્ષ્મણ શક્તિના પ્રહારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com