________________
(૫૪) બેશુદ્ધ થયેલા છે તે માટે કેઈ ઉપાય ચિંત.” સુગ્રીવનાં વચન સાંભળીને શુદ્ધિમાં આવેલા રામ વિલાપ કરતાં લક્ષ્મણ ઉપર પડયા. “હા! હા ! એ દુષ્ટ વિધિ ! તે આ શું કર્યું? પ્રિયાનું હરણ થયું, અનુજ બંધુ યુદ્ધ કરતાં રણમાં પડે અને તે બધાં દુ:ખ જેવાને હું જીવતો રહ્યો. રે દુષ્ટ હદય ! તું કેમ ફાટતું નથી? હે રામ તું હજી સુધી જીવીતને શામાટે ધારણ કરે છે? હાય ! બાંધવ! અયોધ્યામાં જઈને તારી માતાને હું લક્ષમણ કયાંથી પાછા આપીશ? અથવા તે વીરા ! જે તારી ગતિ તેજ મારી ગતિ ! તારા સિવાય જગતમાં આવીને મારે હવે શું કરવું છે ? જ્યાં તું ત્યાં જ હું.” એમ વિલાપ કરતાં રામ સુગ્રીવ તરફ ફરીને બેલ્યા. “હે સુગ્રીવ ! હે ભામંડલ ! હે હનુમાન ! હે નલ! હે અંગદ ! હે વિરાધ ! તમે હવે સિા તમારે સ્થાનકે જાવ? અને મિત્ર વિભીષણ ! કાલે સવારની પ્રભાતે રાવણને મારીને લંકાનો તાજ તમને પહેરાવી હું મારા અનુજ બાંધવ લક્ષમણુની પછવાડે જઈશ. કેમકે લક્ષમણ વગર આ ભવમાં મારે જીવિત અને સીતા શા કામનાં છે?” રામના એ વચનમાં નિશ્ચય જણાતા હતા. ગંભિરતાપૂર્વક એક એક વચન બોલાતું હતું. સર્વે જાણતા હતા કે સત્યપ્રતિજ્ઞ રામ જે બોલે છે તેજ પ્રમાણે વર્તે છે. બોલેલું અન્યથા કલ્પાંતે પણ કરતા નથી. રામનાં આ દુખપૂર્ણ વચનથી સમસ્ત સૈન્ય ખળ ભળી રહ્યું. ચોધાર આંસુએ રડવા લાગ્યું. સ્વામીના દુઃખે દુઃખી થઈને અનાથ-રંક બની ગયું-ઉદાસ ગમગીન થઈ રહ્યું.
પ્રભ? મેરૂપર્વત સમા ધીર વીર થઈને આપ આવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com