________________
પ્રકરણ ૭ મું. યુદ્ધને ત્રીજે દિવસ–
ત્રીજા દિવસને પ્રાત:કાળ થતાં રામ અને રાવણનાં સૈન્ય સમરાંગણમાં આવ્યાં, પ્રલયકાળના સમાન દારૂણ યુદ્ધ શરૂ થયું. રાક્ષસેએ પોતાના અતિ પ્રબળ ધસારાથી વાનર સૈન્યમાં ક્ષે ઉત્પન્ન કર્યો. સેનાને નાશ ભાગ કરતી જોઈને સુગ્રીવાદિ પરાક્રમી વીર રાક્ષસ સેના ઉપર ધસી આવ્યા. એટલે ગરૂડેથી સર્પોની જેમ,જળથી કાચા ઘડાની જેમ રાક્ષસ પરાભવ પામી ગયા. રાક્ષસોને એવી રીતે ભંગ થતે જોઈ પર્વત સરખે રાવણ કોધ કરતે રથના ધ્વનિથી પૃથ્વીને ફાડી નાખતા હોય તેમ યુદ્ધભૂમિ ઉપર આવ્યો. તેની સામે યુદ્ધ કરવાને આવતા રામચંદ્રજીને નિષેધીને વિભીષણ પોતે યુદ્ધ કરવાને આવ્યું. બને બાંધવાનું વીર પુરૂષને પણ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવું યુદ્ધ થતાં પૂર્વે “અરે વિભીષણ? પિતાની આત્મરક્ષા કરનાર સામે ઠીક તારૂં કાસળ કાઢી નાખવાને મારી સામે મેકલ્યો છે. પણ મારી દયાથી તું જીવતે જતો રહે. એ રામ-લક્ષ્મણને તે હું સભ્ય સહીત મારી નાખીશ.” રાવણે ગર્જના કરી.
“માણસનું ધાર્યું કાંઈ પણ થતું નથી. ભાવી થવાનું હશે તેજ થશે. રામ પોતે સ્વયમેવ તારી સામે આવતા હતા. પણ મેં જ એમને અટકાવ્યા છે. હજી પણ સમજીને આપણું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com