________________
પિતાને અનુજબંધુ કુંભકર્ણ મુછિત થવાથી યમરાજ જેવા રાવણને યુદ્ધભૂમિ તરફ આવતાં અટકાવી ઇંદ્રજીત યુદ્ધભૂમિ ઉપર આવ્યું. ઇંદ્રજીતને જોઈને કપિ ભયભીત થઈને નાસવા લાગ્યા. એટલે સુગ્રીવ ઇંદ્રજીતની સામે આવ્યું ને ભામંડલ મેઘવાહનની સામે આવ્યા. અનુક્રમે તેમનું યુદ્ધ ચાલતાં ઇંદ્રજીત અને મેઘવાહને અતિ ઉગ્ર નાગપાશવડે સુગ્રીવ અને ભામંડલને બાંધી લીધા. એટલામાં કુંભકર્ણની મૂછો વળતાં હનુમંત ઉપર ગદાને સખત પ્રહાર કર્યો. જેથી હનુમંત મુછખાઈને પૃથ્વી ઉપર પડવાથી કુંભકર્ણ તેને કુક્ષીમાં દબાવ્યો.
તે સમયે વિભીષણે રામને કહ્યું “હે સ્વામી? સુગ્રીવ, ભામંડલ અને હનુમંતને શત્રુઓના હાથમાંથી છોડાવવાની - જરૂર છે માટે હું જઈને તેમને છોડાવી લાવું? રામની આજ્ઞા મળતાં વિભીષણ, ઇંદ્રજીત અને મેઘવાહનની સામે આવ્યો અને વીર અંગદ કુંભકર્ણની સામે થયે. કુંભકર્ણ અંગદને મારવાને હાથ ઉંચે કર્યો એટલે મારૂતિ કાંખમાંથી નિકળીને ઉડી ગયા.
હવે વિભીષણને યુદ્ધ કરવાને આવતે જોઈ છત અને મેઘવાહન વિચાર કરવા લાગ્યા કે-“કાકાની સાથે યુદ્ધ કરવું એગ્ય નથી. વળી સુગ્રીવ અને ભામંડળ તો નાગના બંધની અવશ્ય મરણ પામશે માટે એમને મુકીને આપણે ખસી જઈએ.” એમ ધારી બને બાંધવે રણભૂમિ છોડીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com