________________
(૪૯) કુલને ક્ષય થતું અટકાવવા હે વડીલ બંધુ? સીતાજીને માનપૂર્વક રામને સ્વાધીન કર ?” રાવણનાં વચનનો વિભીષણે શાંતિથી જવાબ આપે.
અરે દુબુદ્ધિ રાંકડા ? મારા બળને જાણતાં છતાં તું મને શીખામણ આપે છે? મેં તો માત્ર બ્રાતૃહત્યાના ભયથી જ તને કહ્યું છે પણ હવે મારું પરાક્રમ જે?” રાવણે ક્રોધથી એ મુજબ તાડના કરીને ધનુષ્યને ટંકાર કર્યો અને ભયંકર અસ્ત્રો વરસાવવા લાગ્યું. તે સમયે ઇંદ્રજીત, કુંભકર્ણ ને બીજા રાક્ષસે પણ સ્વામીભક્તિથી દેડી આવ્યા. જગને ક્ષે ઉત્પન્ન કરે એવું ઘર યુદ્ધ પ્રવત્યું. કુંભકર્ણ સામે રામ, ઇંદ્રજીત સામે લક્ષ્મણ, સિંહજઘનની સામે નીલ, ઘટેદર સામે દુર્મષ, દુર્મતિની સામે સ્વયંભુ, શંભુની સામે નલ, મય રાક્ષસની સામે અંગદ, ચંદ્રનની સામે સ્કંદ, વિશ્વની સામે ચંદ્રોદરને પુત્ર વિરાધ, કેતુની સામે ભામંડલ, જંબુમાલીની સામે શ્રીદત્ત, કુંભકર્ણના પુત્ર કુંભની સામે હનુમંત, સુમાલીની સામે સુગ્રીવ, ધુમ્રાક્ષની સામે કુંદ ને સારણની સામે વાલીને પુત્ર ચંદ્રરમિ એ પ્રમાણે રાક્ષસો સામે તેમના બબરીયા વાનરપતીઓ અને વિદ્યારે ઉછળી ઉછળીને યુદ્ધ કરવા લાગ્યા. જેમ ફાવે તેમ અસ્ત્રો શસ્ત્રો વિદ્યા તેમજ બળ, યુકિતનો ઉપયોગ કરવા લાગ્યા. મહાભયંકર યુદ્ધ ચાલતાં ઇંદ્રજીતે લક્ષ્મણ ઉપર તામસાસ્ત્ર મુકયું એટલે લક્ષમણે પવનાસ્ત્રવડે એનું નિવારણ કર્યું. ને નાગપાશનું અસ્ત્ર મૂકીને
રહ્યું. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com