________________
(૪૦)
કરી સીતાને અર્પણ કર ? નહિતો એ રામ-લક્ષમણ આપણું કુળને ઘાણ કાઢીને સીતાને લેશે તે ખરાજ? એમણે સાહસગતિ વિદ્યાધરને માર્યો. આપણું બનેવી ખરવિદ્યાધરને પણ માર્યો. એમનું પરાક્રમ તે ધરે રહ્યું પણ એમને દૂત થઈને આવેલ હનુમંતનું પરાક્રમ પણ શું તું ભૂલી ગયો? ઈંદ્રથી પણ અધિક એવી આ સંપત્તિનો સીતાજીની ખાતર શામાટે નાશ કરવા ઈચ્છે છે?”
વિભીષણનાં વચન સાંભળીને ક્રોધથી આરકત નયને કરતાં ઇંદ્રજીત બાલ્યો. “અરે વિભીષણ કાકા? તમે તો જન્મથીજ બીકણ છે? અને એથી આપણું કુળને પણ તમે દુષીત કર્યું છે. ઈદ્રને પણ ગર્વ તેડનારા મારા સમર્થ પિતા માટે આવી કાયર સંભાવના કરતાં શરમાતા નથી ? ખરેખાત તમેને એ રામે લાંચ આપીને ભેળવ્યા છે. અન્યથા તમારા
એથી આવા વાકય ન નીકળે?” - મને તે કોઈ શત્રુઓએ ભેળવ્યું નથી પણ જણાય છે કે તુંજ કુળને નાશ કરનાર-કરાવનાર શત્રુરૂપે પુત્ર અવતર્યો છે. આ તારે પિતા જન્માંધની માફક કામથી અંધ થઈ ગયે છે. રે રાવણ ! યાદ રાખ ! આવા નહીં કરવા યંગ્ય સ્વછંદી આચરણથી તું અલ્પકાળમાંજ પતીત થઈશ. એ નારી સમજજે.” વિભીષણ રેષપૂર્વક બો.
અનુજબંધુનાં કટુક વચન સાંભળીને રાવણ કોયથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com