________________
પ્રકરણ ૬ હું
લંકામાં
સમુદ્ર ઉપર જેમ જેમ પાક તૈયાર થતી ગઈ તેમ તેમ રામ-લક્ષ્મણ વિદ્યાધર સહીત લંકાની નજીક આવતા ગયા. અનુક્રમે પાજ પુરી થતાં તેઓ સમુદ્રના કિનારા ઉપર ઉતરી ગયા અને લંકાની નજીક હંસદ્વીપમાં રામ-લક્ષ્મણની આજ્ઞાથી એમનું અસંખ્ય સન્ય છાવણું નાખીને પડયું અને ત્યાંના રાજાને જીતી લીધું. સૈન્ય સહીત રામ-લક્ષ્મણના આગમનથી લંકા નગરીમાં કોલાહલ થયે. અને નગરજનોને ભયની શંકા થવા લાગી. રામનું સૈન્ય આવી રીતે નજીકમાં આવી પહોચેલું હોવાથી રાવણના સામતે હસ્ત, પ્રહસ્ત, મારિચ, મય, સારણ વગેરે હજારો રાક્ષસો યુદ્ધ કરવાને તૈયાર થયા. રાવણ પણ યુદ્ધનાં વાજીંત્ર વગડાવીને યુદ્ધની તૈયારી કરવા લાગ્યું.
તે સમયે રાવણને અનુજબંધુ વિભીષણ રાવણની પાસે આવી વિનયથી સમજાવવા લાગ્યો. “હે બાંધવ! ક્ષણભર તું પ્રસન્ન થા? ને મારું હિતકારી વચન સાંભળ? પૂર્વે સીતાનું - હરણ કરીને તે આપણા નિર્મળ કુલને કલંક લગાડયું એ કાર્ય તે વગર વિચારે કરેલું છે. પરસ્ત્રીનું હરણ કરીને આ રામ લક્ષમણુને તે જાણી જોઈને યુદ્ધ માટે નેતર્યા છે. એ રામચંદ્ર પોતાની સ્ત્રીને લેવા આવેલા છે તો તું તેમનું આતિથ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com