________________
પ્રકરણ ૪ થું. રાવણ દિવિજયઃ
એક વખતે રાવણ- દશાનન) પોતાના અનુજ બંધુએની સાથે માતાની પાસે બેઠા હતા. તેવામાં સહસા આકાશ તરફ તેની નજર ગઈ તો વિમાનમાં બેસીને આવતા એક અતિ સમૃદ્ધિવાન પુરૂષને દીઠે. એટલે એણે માતાને પૂછ્યું. “માતા ? આ કેણ છે ? કેવું એનું અદ્ભુત ભાગ્ય છે ?”
“બેટા! શું તુંય એ આપણા શત્રુને વખાણે છે?” માતાએ ગગદીત કંઠે કહ્યું.
“માતાજી? એમ કેમ કહો છો?” દશાનને ઉત્સુકતાથી પૂછ્યું. અનુજ બંધુઓ પણ સાંભળવા અતિ આતુરવંત દેખાયા. અવસર આવેલ જેઈને માતા કૈકસી બોલી. “બેટા દશાનન ? એક દિવસ એ સમૃદ્ધિ આપણું હતી ? લંકાનું રાજ્ય આપણા વડીલોની કે પરંપરાથી ચાલ્યું આવતું હતું?”
હું લંકા શું? રાજ્ય શું? આપણે તે પાતાલ લંકામાં રહીયે છીએ, માતા?” ત્રણે બંધુઓ અજાયબ થયા ને દશાનનને પૂછયું.
“વત્સ? દમનએ આપણું લંકાનું રાજ્ય પડાવી લીધું એટલે આપણે પરાભવ પામીને તેમની દયાથી અહીંયા જીવીએ છીએ.” માતાએ કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com