________________
(૩૬) માંથી જાગતાં આશ્ચર્ય પામ્યા! હંમેશાંની માફક આજે કયાંક સમુદ્રની ગર્જના સંભળાતી નહોતી. જેથી તેઓ ઉત્સુક મનવાળા થઈ સમુદ્રના કિનારા તરફ દોડ્યા. કિનારે આવીને શું જુવે છે તે સમુદ્ર જાણે ઘણું દિવસ ઘંઘાટ કરી કંટાળીને શાંતિથી આરામ લેતે હાય તેમ નિસ્તબ્ધ જણાયે. જળની સ્થીરતા સ્થળ જેવી જણાઈ. વિદ્યાધરે અને વાનરો તાજુબ થયા ને સૈન્યમાં સમાચાર આપવા નાચતા-કુદતા દેડ્યા. અલ્પ સમયમાં સમસ્ત સૈન્યમાં આ સમાચાર પ્રસરી ગયા. જેથી બધા સમુદ્ર જેવાને ઉલટ્યા. સુગ્રીવ, નળ, નીલ, અંગદ, સમુદ્ર, સેતુ, વિરાધ અને ભામંડલાદિક સર્વે વિદ્યાધરપતિઓ પણ આવી રીતે સ્વામીનું કાર્ય સિદ્ધ થયેલું જોઈને તાજુબ થયા. એક તરફ સેન્યને પાજ બાંધવાને આજ્ઞા આપી. ને વિદ્યાધર નાયકે સ્વામીને ખબર કરવાને મંદિર તરફ આવી પહોંચ્યા.
આજે સાત માસ ને દશમા દિવસને પ્રાત:કાળ હતે. આજનો દિવસ કેક અલાકક જણાયે. એકાગ્રચિત્તે ધ્યાનમાં લયલીન થતાં રામ-લક્ષમણને આજે સાત માસ ઉપર નવ દિવસ વહી ગયા હતા. જ્યારે આજે દશમા દિવસની શરૂઆત હતી. તેવામાં મંદિરમાં મોટી દિવ્ય જ્યોતિ પ્રગટ થઈ. ધનધનાટ સાથે એક દિવ્ય પુરૂષ એ જ્યોતિપુંજમાંથી પ્રગટ થઈને બોલ્યા “વીર પુરૂષે ! તમારું ધ્યાન પૂર્ણ કરે અને કહો તમારું કયું વાંછિત કરૂં ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com