________________
(૩૫) “સમુદ્રના અમુક ભાગ ઉપર પાજ બાંધીને સેના સહીત રામ-લક્ષમણ લંકામાં જઈ રાવણ પાસેથી સીતાજીને લાવવા ઈચ્છે છે. અને સુલેહથી સીતા નહી આપે તે મહા યુદ્ધ થશે. ” નાગપતિએ કહ્યું.
એ વિશ્વવિજયી વીર રાવણને લડાઈ કરીને બંને બાંધવે જીતી શકશે?”
અવશ્ય. પરીણામે લક્ષ્મણ રાવણને મારીને આઠમા વાસુદેવ તરીકે પ્રગટ થશે. અને જગતમાં નારાયણના અવતાર તરીકે ગણાશે. રામચંદ્રજી આઠમા બળદેવ તરીકે પ્રસિદ્ધ થશે. એમના અંગરક્ષકે પ્રાત:કાળ થતાં મારા પ્રભાવથી સમુદ્રનું જળ થંભાયલું જોશે. ખુશી થતા તેઓ રામ-લક્ષમણને ખબર આપશે. જેથી રામ-લક્ષમણ ધ્યાનમુક્ત થઈ અથાગ જળના આકાશમાં ઉછળતાં મોજાંને એકદમ સ્થીર થયેલાં જોઈ આશ્ચર્ય પામશે. અને ભગવંત શ્રી પાર્શ્વનાથજીનું એ કેટી વિદ્યાધર સહીતરામ-લક્ષમણ સ્તુતિ કરીને “ સ્થંભન પાર્શ્વનાથ” એવું સાર્થકનામ સ્થાપન કરશે. ત્યારથી ભાવી કાળમાં એ પ્રભુ જ્યાં પ્રગટ થશે ત્યાં સ્થંભન પાશ્વનાથને નામે ઓળખાશે. પન્નગરાજની અમૃત જેવી મીઠી વાણી સાંભળીને સર્વે દેવો પ્રસન્ન થયા. આ તરફ પગરાજના પ્રભાવથી સમુદ્રનું જળ પ્રભાતમાં સ્થંભાઈ ગયું. !
પ્રાત:કાળમાં અરૂણની પ્રભા જગત ઉપર પ્રસરવા લાગી. એવા સમયમાં ચપળ વૃત્તિવાળા વાનરે અને વિદ્યાધર નિંદ્રાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com