________________
(૩૨) પ્રહલાદને હુકમ કર્યો. રાવણને હુકમ થવાથી એને પુત્ર પવન નંજય વરૂણને જીતવાને ચાલ્યા. પવનંજયે વરૂણને જીતીને રાવણને આજ્ઞાધિન બનાવ્યું. એ પવનંજ્યને અંજના સુંદરીથી મહાબળવંત હનુમંત નામે પુત્ર ઉત્પન્ન થયે. વનવયમાં તે વાનરપતિ સુગ્રીવને માનિતે સુભટ ને રાવણનો પરમપ્રિય સનેહી તેમજ પાછળથી એ રામચંદ્રજીને ભક્ત થયે.
મહા પરાક્રમી રાવણે પિતાને જીતવા ગ્ય એકપણ રાજા બાકી રાખે નહોતો. અભંગ આજ્ઞાવડે રાજ્ય કરતાં રાવણને ઘણાં વરસ–મેં સેંકડાઓ વ્યતીત થઈ ગયા ને વન અવસ્થા વ્યતિક્રમીને પ્રાઢ અવસ્થામાં આવ્યું. તે સમયે દશરથ રાજાને રામ લક્ષમણ-આઠમા બળદેવ ને વાસુદેવને જન્મ થયે. વૈવનવયમાં રામચંદ્રજી સીતાજીને વર્યા. તે પછી પિતાની આજ્ઞાથી રામચંદ્રજી વનમાં જવાને નિકળ્યા. તેમની સાથે લક્ષ્મણ અને સીતાજી પણ નીકળ્યાં. વનમાંથી રાવણે એનની સમજાવટથી સીતાનું હરણ કર્યું. અહીંથી જ એ વિશ્વ વિજયી વીરની પડતીની શરૂઆત થઈ. રાવણને જીતવાને રામચંદ્રજી લક્ષમણ સહીત વાનરે અને વિદ્યાધરની સાથે લંકા ઉપર ચઢાઈ કરવાને નીકળેલા તે સમુદ્રને કિનારે પડાવ નાખીને રહેલા આપણે શરૂઆતમાંજ જોઈ ગયા છીએ.
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com