________________
( ૨૬ ) મહાભૂજ દશાનન અને આર્ય કુંભકર્ણ વૈશ્રવણને ગર્વ ઉતારવાને સમર્થ છે. ” રેષપૂર્વક વિભીષણે કહ્યું.
આહા ! માતા ! માતા ! તું વાથી પણ કઠોર હૃદયવાળી છે કે આવું દુશલ્ય ચિરકાળ થયાં ધારણ કરે છે. હવે જે, લીલામાત્રમાં એ ઇંદ્રાદિક સર્વે વિદ્યાધરોને હું મારા બાહુએ કરીને હણું નાખું તે? મારે મન એ સર્વે તૃણસમાન છે. જોકે ભૂજાના પરાક્રમથી એ શત્રુઓને જીતવાને સમર્થ છું. છતાં આપણું કુળમાં આવેલી વિદ્યાઓ આપણે સાધવી જોઈએ.” એમ કહીને માતાની રજા મેળવી અનુજ બંધુએની સાથે દશાનન ભીમ નામના અરણ્યમાં ગયો. ત્યાં ત્રણે બાંધો ધ્યાન ધરી એકાગ્રચિત્ત જાપ કરતાં નાસિકા ઉપર સ્થીર દષ્ટિ રાખીને બેઠા. જબુદ્વીપને અધિષ્ઠાયક એમને ચલાયમાન કરવા આવ્યા, પણ દશાનન લેશ પણ ડગે નહીં. દેવતાએ અનેક ઉપસર્ગ કર્યા ત્યારે કુંભકર્ણ ને વિભીષણનાં મન જરા ક્ષોભ પામી ગયાં પણ તત્વને જાણનાર રાવણ ડગ્યો નહી. પરિણામે એક હજાર વિદ્યાઓ દશાનન પાસે હાથ જડી આવીને ઉભી રહી–તેને પ્રસન્ન થઈ. પાંચ વિદ્યાઓ કુંભકર્ણને સિદ્ધ થઈ, ચાર વિદ્યાઓ વિભીષણને સાધ્ય થઈ. તે પછી દશાનને ઉપવાસ કરીને ચંદ્રહાસ ખર્ચ મેળ અને મય વિદ્યાધર રાજાની પુત્રી મદદરી રાવણના ગુણેથી પ્રસન્ન થઈને દશાનનને વરી. એની સાથે સુખ ભોગવતે રાવણુ કાલ
વ્યતિત કરતે હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com