________________
( ૨૫ ).
પૂર્વજ મેઘવાહન-ધનવાહનને જેવાથી પૂર્વ ભવના પુત્રને સ્નેહથી ભેટીને આ રાક્ષસદ્વિપ સહીત લંકા નગરી અને પાતાલ લંકાનું રાજ્ય આપ્યું હતું. તે સિવાય રાક્ષસી વિદ્યા અને આ નવ માણિકય રત્નનો હાર પણ એમણે જ આગ્યો હતો કે જે હાર અત્યારે તારા ગળામાં શોભી રહ્યો છે. ત્યારથી એ ગાદી આપણું કુળમાં પરંપરા ચાલી આવતી હતી. તેને વૈતાઢયના સ્વામી ઇંદ્ર રાજાએ આપણું વડીલ માળી રાજા પાસેથી પડાવી લીધી. ” માતાએ ટુંક વિવેચનથી સમજાવ્યું.
માતા ! માતા ! આટલું બધું બન્યું છતાં તમે અમને તે હજી કાંઈ જણાવતાં નથી. આહ ! આપણી ગાદી પડાવીને શું એ શત્રુઓ સુખપૂર્વક વિચરી શકશે?” દશાનન ગર્જના કરતે બોલ્યા.
વત્સ? લંકાની ગાદી ઉપર તને બેઠેલો હું મંદભાગિની ક્યારે જોઈશ? તારા કારાગ્રહમાં પૂરાયેલા એ લંકાના લુંટારાને જોઈને હું કયારે ખુશી થઈશ?” માતાએ જણાવ્યું.
“માતા? માતા ? ખેદ ન કરે. શું તમારા પુત્રોનું પરાક્રમ તમે જાણતા નથી ? આ બળવાન દશાનન આગળ ઇદ્ર, વૈશ્રવણ અને અન્ય વિદ્યાધરે કેણ માત્ર છે? હા ! સુતલો સિંહ જેમ અજાણપણે ગજેંદ્રોની ગર્જના સહન કરે એમ અજાણ્યા એવા મારા ભાઈ દશાનને શત્રુઓના હાથમાં રહેલું લંકાનું રાજ્ય અજાણપણે સહન કર્યું છે. અરે ! એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com