________________
પ્રતિમાશતક ભાગ-૩| શ્લોક-૧ છે. જેમ ખોદાતા એવા ફૂપમાં પ્રાપ્ત થતા કાદવ ઉપલેપાદિમાં મંત્રવિશેષનું પ્રતિબંધકપણું છે, એ પ્રકારે ભાવ છે.
અહીં પ્રશ્ન થાય છે, તો પછી કોઈ જીવ પૂર્ણ વિધિપૂર્વક ભગવાનની ભક્તિમાં તન્મય હોય તે જીવને જેમ પૂજાકાળમાં લેશ કર્મબંધ થતો નથી, તે જ રીતે કોઈ જીવની ભગવાનની પૂજામાં બાહ્ય યતનાની ખામી વર્તતી હોય, આમ છતાં તે ભગવાનની ભક્તિમાં તન્મય હોય તો લેશ પણ કર્મબંધ થતો નથી, એમ માનીએ તો, સંપૂર્ણ વિધિવાળી પૂજા અને વિધિની ખામીવાળી પૂજા સમાન પ્રાપ્ત થશે. તેથી કહે છે –
તો ..... મોક્ષનો એ જ કારણથી અવિધિયુક્ત પણ ક્રિયા વ્યવધાનથી=અતિપરંપરાથી, ભક્તિ દ્વારા જ મોક્ષને આપનારી છે.
શ્લોક-૧૦ અને ૬૧ના અત્યાર સુધીના કથનથી ગ્રંથકારશ્રીએ એ સ્થાપન કર્યું કે, વિધિની ખામીવાળી પૂજામાં જે કાંઈ દ્રવ્યદોષો છે, તે ભક્તિની એકતાનતાથી પ્રતિબંધિત થઈ જાય છે, ત્યાં કૂપનું દૃષ્ટાંત સંગત થાય છે; અને વિધિશુદ્ધ પૂજામાં કૂપદષ્ટાંત નિર્વિષય છે. આ કથન ગ્રંથકારશ્રીની પોતાની કલ્પનાથી નથી, પરંતુ પૂ. હરિભદ્રસૂરિ મહારાજાના વચનની સાથે એકવાક્યતાવાળું છે, તે બતાવવા અર્થે કહે છે –
(શ્રુતરા:) શિષ્ટા.... માવઃ | શ્રતધર એવા શિણે આ અર્થમાં=પ્રસ્તુત શ્લોક-૬૧માં પ્રથમ કહ્યું કે, અમારા હદયમાં આ સ્કૂરણ થાય છે એ અર્થમાં, પ્રમાણ છે. શ્રતધર એવા શિષ્ટોની સાથે એકવાક્યપણું હોવાથી અહીંયાં પૂજાના વિષયમાં બતાવેલ ફૂપદગંતમાં, સ્વકપોલકલ્પિતપણું નથી, એ પ્રકારે ભાવ છે.
ટીકામાં “શિષ્ટા' પાઠ છે, ત્યાં કૃતધરા: શિષ્ટા.' એ પ્રમાણે પાઠની સંભાવના છે; કેમ કે મૂળ શ્લોકમાં ‘ઋતથા: શિષ્ટા: પ્રમા પુનઃ' એ પ્રમાણે પાઠ છે. અને તેનાથી એ પ્રાપ્ત થાય છે કે, સ્વ-અન્ય-દર્શન-સાધારણ એવા શિષ્ટો અમને પ્રમાણ નથી, પરંતુ ભગવદ્ ઉક્ત શ્રતને ધારણ કરનારા એવા પૂ. હરિભદ્રસૂરિ મહારાજા આદિ શિષ્યો અમને પ્રમાણ છે; કેમ કે પંચાશક, ષોડશક આદિ ગ્રંથોમાં તેમણે, અમે કહ્યું એ જ પ્રકારે કૂપદૃષ્ટાંત યોજ્યું છે.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે, પોતે કૂપદષ્ટાંતનું જે સ્પષ્ટીકરણ કર્યું છે, તે પૂ. હરિભદ્રસૂરિ મહારાજના વચનના બળથી કરેલ છે, પરંતુ સ્વમતિથી કરેલ નથી. આ પ્રકારે સ્પષ્ટીકરણ કરવાથી સ્થૂલદૃષ્ટિથી એમ લાગે કે, ગ્રંથકારશ્રીએ પૂ. અભયદેવસૂરિ મહારાજના વચનનું ખંડન કરીને કેચિત્કારના મતને આગમિક સ્થાપન કર્યો છે, તેથી ગ્રંથકારનું વચન પૂ. હરિભદ્રસૂરિ મહારાજના વચનોની સાથે એકવાક્યતાવાળું નથી. તે ભ્રમને દૂર કરવા માટે ‘યં વથી કહે છે –
ઘં ..... મતિ અને આ રીતે=શ્લોક-૬૦માં આવશ્યકલિથુક્તિનું કથન કર્યું તેની પહેલાં કહ્યું કે, ફૂપદષ્ટાંત કોઈને યથાશ્રુત આશંકાનું સ્થાન થશે ત્યારથી માંડીને જે કાંઈ ફૂપદષ્ટાંત અંગે ગ્રંથકારશ્રીએ પોતે સ્પષ્ટતા કરી એ રીતે, પૂ. અભયદેવસૂરિ મહારાજના વચનોનો અને ઉક્ત શેષોનો=પૂ. હરિભદ્રસૂરિ મહારાજના અને પ્રસ્તુત ગ્રંથમાં કહેવાયેલા આવશ્યકનિર્યુક્તિ આદિ ઉક્ત શેષ કથનોનો, ભક્તિમાત્રપ્રયુક્ત પૂજા જ વિષય છે અર્થાત વિધિ શુદ્ધ પૂજા વિષય નથી, પરંતુ