________________
પ્રતિમાશતક ભાગ-૩/ શ્લોક-૧ અહીં પ્રશ્ન થાય કે, સ્નાનાદિકાળમાં ચિત્તમાં જે આરંભ લાગે છે, એ રૂપ આભિમાનિક દોષ અલ્પ છે, એમ માનીએ તો શું વાંધો છે ? તેથી કહે છે -
ગમનાના ... મશવયાત્રા, વિપર્યયરૂપ દોષસ્વરૂપ અભિમાનને અલ્પરૂપે કહેવું અશક્ય છે.
અહીં પ્રશ્ન થાય છે, તો પછી સંયમીઓને સ્નાનાદિમાં દોષપણાનું અભિમાન કેમ થાય છે ? તેથી કહે છે – - પિતાનાં ... રવિપાક, ઉપરમાં રહેનારા જીવોને=પૂજાના અધિકારી કરતાં ઉપરના ગુણસ્થાનકમાં રહેલા જીવોને, ત્યાં=સ્નાનાદિમાં, દોષત્વનું અભિમાન વળી વિપર્યય નથી.
અહીં પ્રશ્ન થાય કે, સ્નાનાદિમાં દોષત્વનું અભિમાન સમ્યગ્દષ્ટિને વિપર્યયરૂપ છે અને તે જ પ્રકારનું દોષત્વનું અભિમાન સંયમીઓને વિપર્યયરૂપ કેમ નથી ? તેથી કહે છે –
ચાકદિ ...., સ્વાદ્વાદમાર્ગમાં વસ્તુનું આપેક્ષિકપણું હોવાથી સમ્યગ્દષ્ટિને પૂજા અર્થે સ્નાનાદિમાં આરંભની બુદ્ધિ થતી નથી અને મુનિએ આરંભની બુદ્ધિ થાય છે.
ભગવાનની પૂજા અર્થે કરાતા સ્નાનાદિમાં સમ્યગ્દષ્ટિને આરંભની બુદ્ધિ થતી નથી અને તે જ ભગવાનની પૂજામાં મુનિને આરંભની બુદ્ધિ કેમ થાય છે ? તે બતાવતાં કહે છે – કે સ્થવિર .... ૩૫પ, સ્થવિરકલ્પિકનો જે માર્ગ તે જિનકલ્પિકની અપેક્ષાએ માર્ગ નથી, એની જેમ સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ પૂજા અર્થે સ્નાનાદિની ક્રિયામાં આરંભ દોષ નથી અને મુનિની અપેક્ષાએ આરંભ દોષ છે, એમ ઉપપન્ન=સંગત, થાય છે.
તા. ત્ય, ઉપરમાં એ સિદ્ધ કર્યું કે દ્રવ્યસ્તવમાં જે કાંઈ દોષ છે, તે વિધિવૈષ્ણકૃત છે તે પણવિધિવૈગુણ્યકૃત દ્રવ્યસ્તવનું દૂષણ પણ, ભક્તિ વડે=અધિકતર ભક્તિભાવ વડે, ઉપહત થાય છે દૂષણ કરતાં અધિક એવો ભક્તિનો શુભભાવ છે તેનાથી નાશ થાય છે, એ પ્રકારે જ્ઞાપન ફૂપદષ્ટાંતનું ફળ છે-કૂપદષ્ટાંતથી આ જણાય છે, એ પ્રકારે તાત્પર્ય છે.
છે ‘મત્ર=પૂર્વપક્ષેડી રિ કૃતિ' મૂળ શ્લોક-૧૧માં ‘મત્ર' છે, તેનો અર્થ ટીકામાં ઉક્ત પૂર્વપક્ષ કરેલ છે. આ ઉક્ત પૂર્વપક્ષ એટલે શ્લો-૬૦માં પંચાશકની ટીકામાં પૂજ્ય અભયદેવસૂરિ મહારાજના વ્યાખ્યાનમાં બતાવ્યું કે, ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપનું ઇષ્ટપણું છે તે રૂપ છે, અને તે ઉક્ત પૂર્વપક્ષમાં અમારા હૃદયમાં આ પ્રમાણે ફુરે છે, એમ ગ્રંથકારશ્રી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજા કહે છે.
અહીં પ્રશ્ન થાય કે, પૂ. અભયદેવસૂરિ મહારાજાના કથનને પૂર્વપક્ષરૂપે કેવી રીતે કહી શકાય ? તેનું સમાધાન એ છે કે, શ્લોક-૬૦માં ગ્રંથકારશ્રીએ કહ્યું કે, કેટલાકનો મત અનાગમિક ભાસતો નથી અને તેની સંગતિ ત્યાં નૈગમનયના ભેદના આશ્રયથી કરી, ત્યારે તેની સાથે પૂ. અભયદેવસૂરિ મહારાજના કથનનો વિરોધ પ્રાપ્ત થયો; કેમ કે પૂ. અભયદેવસૂરિ મહારાજે એ કથનને પંચાશકની ટીકામાં કેચિત્કારનો મત આગમ અનુપાતી નથી, એમ કહ્યું. તેથી જ્યારે ગ્રંથકારશ્રીએ કેચિત્કારના મતને આગમ અનુપાતી સ્થાપન કર્યો, ત્યારે તે મતને આગમ અનુપાતી નહિ કહેનાર પૂ. અભયદેવસૂરિ મહારાજનું વચન પૂર્વપક્ષરૂપે પ્રાપ્ત થાય છે. તેથી જ પ્રસ્તુત શ્લોક