________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોક-૬૧
प्राचीनत्वं नवीनत्वमप्यनेकान्तगर्भितं तत्तत्तात्पर्यभेदेन तन्त्रे नातिप्रसञ्जकम्, कूपदृष्टान्तविशदीकरणेऽधिकमादरात् प्रपञ्चेनोक्तमस्माभिस्ततस्तदवधार्यताम् ।।६१।।
ટીકાર્ય :
'315 .....
વૈજ્યેન', અહીંયાં=ઉક્ત એવા પૂર્વપક્ષમાં=શ્લોક-૬૦માં પંચાશકની ટીકામાં પૂજ્ય અભયદેવસૂરિ મહારાજાના વ્યાખ્યાનમાં બતાવ્યું કે ધર્માર્થપ્રવૃત્તિમાં પણ આરંભજનિત અલ્પ પાપનું ઇષ્ટપણું છે એ રૂપ પૂર્વપક્ષમાં, અમારા હૃદયમાં આ સ્ફુરાયમાન થાય છે – દ્રવ્યસ્તવમાં જે દૂષણ છે, તે વિધિના વૈગુણ્યને કારણે છે=ભક્તિમાત્ર એકતાનતાના કાળમાં સંભવી એવું જે વિધિવૈકલ્ય તેના કારણે છે.
શ્લોક-૬૦માં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ ઓધનિયુક્તિના કથન પછી આગળમાં કહ્યું કે, શુદ્ધભાવનો નિર્વિષય કૂપદૃષ્ટાંત છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, તેઓશ્રીને અશુદ્ધ દ્રવ્યસ્તવમાં જ કૂપદૃષ્ટાંતની સંગતિ બતાવવી છે, પરંતુ પરિપૂર્ણ વિધિશુદ્ધ પૂજામાં કૂપદૃષ્ટાંત ગ્રંથકારશ્રીને અભિમત નથી. તેથી શ્લોક-૬૦ની ટીકાના અંતમાં કેટલાકનો મત અનાગમિક નથી એમ કહીને નૈગમનયના ભેદના આશ્રયથી તેનું સમાધાન કર્યું, તેમાં પોતાનો અસ્વરસ છે તે યુક્તિથી બતાવે છે –
3
प्राक्काल ઽસ્વરસ:, પૂર્વકાળસંભવી આરંભદોષનો ફ્ળમાં સમારોપણ કરવામાં ગૃહસ્થાશ્રમ સંભવી દોષનો ચારિત્રકાળમાં સમારોપણ દ્વારા તેના શોધનમાં=ગૃહસ્થાશ્રમ સંભવી દોષના શોધનમાં, ત્યાં પણ=ચારિત્રના આચરણમાં પણ, કૂપદેષ્ટાંતના અભિધાનની આપત્તિ આવશે. એથી કરીને પ્રાચીનપક્ષમાં કેચિત્કારના મતમાં, અસ્વરસ છે.
પૂર્વમાં કહ્યું કે, દ્રવ્યસ્તવમાં જે દૂષણ છે, તે વિધિના વૈગુણ્યને કારણે છે. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે, જે જીવ વ્યુત્પન્ન અને વિધિમાં તત્પર હોય તે જીવ ભગવાનની પૂજા અર્થે જ્યારે સ્નાનાદિ કરે, ત્યારે તેના ચિત્તમાં આરંભ લાગે છે. તેને એવી બુદ્ધિ થાય છે કે, હું આરંભની ક્રિયા કરું છું, તેથી એ પ્રકારે આભિમાનિક આરંભ દોષ ત્યાં પ્રાપ્ત થાય છે, અને તેનું નિવારણ ભગવાનની પૂજાથી થાય છે; તેથી વિધિશુદ્ધ પૂજા કરનારને પણ કૂપદૃષ્ટાંત સંગત થશે. માટે વિધિના વૈગુણ્યથી જ દ્રવ્યસ્તવમાં દૂષણ છે તેવું નથી, પરંતુ સ્નાનાદિ આરંભનો ચિત્તમાં સ્પર્શ થાય છે, તત્કૃત દૂષણ પણ પૂજામાં છે. તેના નિવારણ અર્થે કહે છે
*****
स्नानादौ માવવોષત્વાત્, સ્નાનાદિવિષયક આરંભ ચિત્તમાં લાગે છે, એ પ્રકારે આભિમાનિક આરંભદોષ અધિકારીને સંગત નથી; કેમ કે અભિમાનનું ભાવદોષપણું છે=અભિમાન ચિત્તના પરિણામ-રૂપ છે.
.....
અહીં પ્રશ્ન થાય કે, કૂપદષ્ટાંતથી શાસ્ત્રમાં પૂજાનું ભાવન કરેલ છે. ત્યાં જો વિધિશુદ્ધ પૂજા કરનારને ભાવદોષ ઇષ્ટ નથી, તો દ્રવ્યસ્તવમાં જે દોષ બતાવેલ તે કયો દોષ ઇષ્ટ બની શકે ? તેથી કહે છે
अल्पदोषस्य રૂત્વાત્, દ્રવ્યરૂપ જ અલ્પ દોષનું ઇષ્ટપણું છે=પ્રમાદને કારણે કે અજ્ઞાનને કારણે બાહ્ય આચરણારૂપ થતનાની ખામીસ્વરૂપ અલ્પ દોષનું ઇષ્ટપણું છે.