________________
કે નમઃ | ॐ ह्रीं श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ।
જે નમઃ |
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી વાચક નિર્મિત સ્વોપજ્ઞાવૃત્તિયુત
પ્રતિમાશતક
શબ્દશઃ વિવેચન
ભાગ-૩
અવતરણિકા :
व्यवहारनयाश्रयणेऽपि स्वोत्प्रेक्षितं समाधानमाह - અવતરણિકાર્ય :
વ્યવહારનયના આશ્રયમાં પણ સ્વોપ્રેક્ષિત સમાધાન કહે છે – ભાવાર્થ :
પૂર્વમાં નૈગમનયને આશ્રયીને ધનાર્જનની ક્રિયાને પણ પૂજાની ક્રિયા સ્વીકારીને કૂપદૃષ્ટાંતની સંગતિ કરી. હવે વ્યવહારનય ધનાર્જનની ક્રિયાને પૂજાની ક્રિયા તરીકે સ્વીકારતો નથી, પરંતુ પૂજા અર્થે સ્નાનાદિની ક્રિયાથી જ પૂજાની ક્રિયા સ્વીકારે છે, તે વ્યવહારદૃષ્ટિનો આશ્રય કરીને પણ કૂપદષ્ટાંત કઈ રીતે સંગત થાય તેના વિષયમાં ગ્રંથકારશ્રી દ્વારા જે સમાધાન કરાયું છે તે બતાવે છે – શ્લોક :
अत्रास्माकमिदं हृदि स्फुरति यद् द्रव्यस्तवे दूषणम्, वैगुण्येन विधेस्तदप्युपहतं भक्त्येति हि ज्ञापनम् । कूपज्ञातफलं यतोऽविधियुताप्युक्तक्रिया मोक्षदा, भक्त्यैव व्यवधानतः श्रुतधराः शिष्टाः प्रमाणं पुनः ।।६१।।