________________
પ્રતિમાશતક ભાગ-૩ | શ્લોકક્કલ
૬૧ની ટીકામાં ‘મત્ર' નો અર્થ ઉક્ત પૂર્વપક્ષ કરેલ છે=પૂર્વમાં જે કથન કર્યું તે રૂપ કહેવાયેલ પૂર્વપક્ષ, જે પૂ. અભયદેવસૂરિ મહારાજના વચનરૂપ છે.
મૂળ શ્લોકમાં જે ‘ય’ શબ્દ છે, તેનો અન્વય “તપ ૩૫હતની સાથે છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, દ્રવ્યસ્તવમાં જે દૂષણ છે તે પણ ઉપહત થાય છે, અને ટીકામાં તેનું જોડાણ ‘તપ .... ૩૫હત મવતીતિ' એ પ્રકારે આગળના કથન સાથે છે, અને ટીકાના પ્રારંભમાં ‘પદ્રવ્યતવે ટૂષ' પછી જે “તત્ છે, તેની સાથે પણ તેનો સંબંધ છે. તે આ રીતે –
જે દ્રવ્યસ્તવમાં દૂષણ છે તે વિધિવૈગુણ્યકૃત છે અને તે પણ ભક્તિથી ઉપહત થાય છે, એ પ્રકારે જ્ઞાપન કૂપદૃષ્ટાંતનું ફળ છે, એમ તાત્પર્ય છે. અહીં પ્રશ્ન થાય કે, ગ્રંથકારશ્રી પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ શ્લો-૬૦માં કહ્યું કે, યુદ્ધમાવસ્ય નિર્વિષય: પવૃષ્ટાન્ત:=વિધિપૂર્વકની પૂજામાં કૂપદષ્ટાંત નિર્વિષય છે. ત્યાર પછી પૂ. અભયદેવસૂરિ મહારાજ સાહેબે ચતુર્થ પંચાલકની ટીકામાં કેચિત્કારના મતને અનાગમિક કહેલ, અને ચિત્કારે વિધિશુદ્ધ પૂજામાં કૂપદષ્ટાંતની થતી અસંગતિને જોડવા માટે કૂપદૃષ્ટાંતનું યોજના બીજી રીતે કરેલ, અને તે કેટલાકનો મત નિગમનયના આશ્રયથી સંગત છે, તેમ શ્લોક-૬૦ની ટીકાના અંતમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ સ્થાપન કરેલ, તેથી વિધિશુદ્ધ પૂજામાં પણ પોતાને કૂપદૃષ્ટાંત માન્ય છે, તે અર્થ ફલિત થાય છે; અને પૂર્વમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ સ્વયં કહેલ કે, શુદ્ધભાવનો નિર્વિષય કૂપદૃષ્ટાંત છે, આ રીતે બે વચનનો વિરોધ આવે છે. તેથી આ બે વચનના વિરોધના પરિહાર માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજાએ પ્રસ્તુત શ્લોક-૧૧ની અવતરણિકામાં કહ્યું કે, “વ્યવહારનયના આશ્રમમાં પણ પોતે વિચારેલ સમાધાનને શ્લોકમાં કહે છે.” તેનાથી એ ફલિત થયું કે, વ્યવહારનયને આશ્રયીને વિધિશુદ્ધ પૂજામાં કૂપદષ્ટાંત વિષય નથી અને નૈગમનયને આશ્રયીને શુદ્ધ પૂજામાં પણ કૂપદૃષ્ટાંતનું યોજન થઈ શકે છે.
પ્રસ્તુત શ્લોક-૬૧માં વ્યવહારનયને આશ્રયીને ગ્રંથકારશ્રી પોતે પૂ. અભયદેવસૂરિ મહારાજના કથનની સંગતિ કરી રહ્યા છે. તેથી પોતાને વ્યવહારનયથી કેચિત્કારના મતમાં અસ્વરસ કેમ છે, તે બતાવવા અર્થે જ પ્રવાસ વિ ..... પ્રાચીનપક્ષેડસ્વર: એ પ્રમાણે કથન વચમાં કહેલ છે. - અહીં પ્રશ્ન થાય કે, પ્રાચીન પક્ષમાં અસ્વરસ છે, એમ કહ્યું, ત્યાં “પ્રાચીન' શબ્દથી પૂ. અભયદેવસૂરિ મહારાજને ગ્રહણ ન કરતાં કેચિત્કારના મતને કેમ ગ્રહણ કર્યો ? તેનો આશય એ છે કે, પૂ. અભયદેવસૂરિ મહારાજ પંચાશકની ટીકા લખતાં એમ કહે છે કે, કેટલાકના મતે કૂપદષ્ટાંત આ રીતે છે. તેથી પૂ. અભયદેવસૂરિ મહારાજ કરતાં ફૂપદૃષ્ટાંતને બીજી રીતે યોજનાર કોઈ પૂર્વમાં થયેલ છે. તેથી પૂ. ઉપાધ્યાયજી મહારાજે તે કેટલાકના મતનો પ્રાચીન શબ્દથી ઉલ્લેખ કર્યો છે, અને તે કૂપદૃષ્ટાંતનો બીજી રીતે અર્થ કરનાર પૂ. અભયદેવસૂરિ મહારાજનો અર્વાચીન પક્ષથી ઉલ્લેખ કર્યો છે. બાકી પૂ. ઉપાધ્યાયજી મહારાજની અપેક્ષાએ તો બંને પ્રાચીન છે.
પ્રસ્તુત શ્લોક-૬૧માં કહ્યું કે, ઉક્ત પૂર્વપક્ષમાં અમારા હૃદયમાં આ ફુરે છે કે, દ્રવ્યસ્તવમાં જે દૂષણ છે, તે વિધિના વૈગુણ્યને કારણે છે અને તે પણ ભક્તિથી નાશ પામે છે, એ પ્રમાણેનું જ્ઞાપન કૂપદષ્ટાંતનું ફળ છે. એ કથનનો જે ભાવ છે તે બતાવતાં કહે છે –
પૂનાવિધિ. માવા, પૂજાવિધિવગુણયસ્થલીય પણ ઉપલેપમાં ભક્તિના પ્રાબલ્યનું પ્રતિબંધકપણું