________________
પ્રકરણ ૩ જુ : કષાયો અને વિષયો કષાય એ કર્મબંધનને પાંચ પૈકી એક હેતુ છે, એટલે વૈરાગ્ય માટે એમને બરાબર સમજવા જોઈએ. કારણ કે તે [કષાયે] કર્મબંધનના આંતરિક હેતુઓ છે. અને જેમ એક કપડાને રંગ કેટલે ચઢાવ તેને નિર્ણય પ્રાણું કરે છે, તેમ કર્મ કેવું છે, ક્યારે ફળ આપશે, કેવું ફળ આપશે અને કર્મના ઉદય વખતે તે કે ભાગ ભજવશે તેને નિર્ણય કષાય કરનાર હોવાથી મિથ્યાત્વ, અવિરતિ, યોગ અને પ્રમાદ સાથે એને કર્મના બંધનના હેતનું સ્થાન આપવામાં આવ્યું છે. તે માટે કષાયને વિગતવાર સમજવાની જરૂર છે અને સમજીને તેમને ત્યાગ કરવા ગ્ય છે.
કષાયને સમજવા માટે બાળ જીવેને માટે ઉદયરત્નની ચારે કષાય પરની સજઝાય જાણવા ગ્ય છે. એમણે સાદી અને વહેવારુ ભાષામાં સમજાય તેટલા માટે સારું વિવેચન કર્યું છે, અને પાંચ પ્રતિક્રમણના પુસ્તકમાં તેને યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આપણે કષાયને તેટલા માટે બરાબર સમજીને તેમનું સ્થાન કયાં છે, તે સારી રીતે જાણી લઈએ જેથી કર્મબંધનની intensity, એનું ભારે-હળવાપણું શું થાય છે અને કેમ થાય છે, તે ગ્રાહ્યમાં બરાબર આવી જાય. કર્મથી ડરી જવાની જરૂર નથી, કારણ કે પુરુષાર્થથી કર્મ પર પણ સામ્રાજ્ય મેળવી શકાય છે. અને ઘણાએ તેના પર વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે કષાયને સમજવાની બહુ જરૂર છે, આત્માને હિતકારી છે અને અંતે આ સર્વ ઉપાધિને ત્યાગ કરાવનાર છે. આપણે ગ્રંથકારના વચનને સમજીએ તે, તેમાંથી આત્મકલ્યાણ થાય તેમ છે. આપણે તે સમજવા પ્રયત્ન કરશું. પણ તે પહેલાં એ ક્રેધ, માન, માયા અને લેભને બરાબર સમજવા અહીં યત્ન કરીએ, કારણ કે કષાયમાં એ ચારે મને વિકારને સમાવેશ થાય છે. - ક્રોધ–આ પ્રથમ કષાય છે એ શ્રેષના ઘરને હોય છે. જેમ આગ લાગી હોય અને ઘરને બાળે છે અને જળને જગ ન થાય તે, પાસેની વસ્તુને પણ બાળે છે, તેમ ક્રોધનું પણ છે. ક્રોધને યશવિજય અને ઉદયરત્ન કૃશાનુ (અગ્નિ સાથે સરખાવ્યો છે અને અગ્નિ જેમ ઘરને અને, પાણીને જેગ ન થતાં, પાસેની ચીજ, ગમે તેવી હોય તેને, બાળી મૂકે છે તેમ ક્રોધ પણ કરે છે. એટલે એની અગ્નિ સાથે સરખામણી, સ્વભાવની બાબતમાં, કરવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org