________________
વૈરાગ્ય
૪૫
તમે જૈન ધર્મના કોઈ પણ ગ્રંથ વાંચા, તે તેમાં વૈરાગ્યની વાત આવશે. તમારે તે ધ્યાનપૂવ ક વાંચવી અને સમજવું કે, આપણે પાતે પણ અહીં બેસી રહેનાર નથી અને પરભવમાં ઢાલિયા ઢાળી રાખ્યા નથી. એટલે જે આવે તે સહન કરવું અને વસ્તુ વસ્તુગતે પેાતાના ધર્મ તરફ ખેંચાય છે. અને સ્ત્રી, પુત્ર કે માતા-પિતા કે મિત્રો કે સંબંધીઓ કોઈ આપણાં નથી. આ જીવ એકલા આવ્યો છે અને એકલે જવાના છે અને ઋદ્ધિ-સિદ્ધિ સર્વાં અહીંનું અહીં રહી જનાર છે. એમાં જે સારાં કે ખરાબ કામ કર્યાં, તે જ માત્ર સાથે આવે છે. અને આ જીવનની ફત્તેહના આધાર તે તેમાં સાધેલી મેાક્ષસન્મુખતામાં જ છે. એટલે આપણે સમજણપૂર્વક મેક્ષ નજીક ગયા તા ફેરા સફળ છે અને ખીજા સવ ફાંફાં છે.
"
વૈરાગ્ય સમજવા માટે જૈનના કોઈ પણ ગ્રંથ વાંચવા અથવા તેનાં ભાષાંતર વાંચવાં, વૈરાગ્ય કરવા માટે કોઈ પણ ધર્મગ્રંથ અનુકરણીય છે. યાગવાસિષ્ઠ ’ · અથવા ભર્તૃહરિનું • વૈરાગ્યશતક ' કે જૈનનું ‘વૈરાગ્યશતક ' વૈરાગ્યની ભાવનાને ખાસ પાર્ષે છે. એટલે જીવન સફળ કરવા માટે વૈરાગ્યગ્રંથે વાંચવા અને વૈરાગ્યની વાસનાના નિરંતર અભ્યાસ રાખવે. એ વાત ચીવટથી વળગી રહેવા લાયક છે અને જીવનની ફત્તેહમાં ખરાખર મદદ કરનારી છે, માટે વાંચવાનો અભ્યાસ રાખવા અને વાંચીને પચાવવું અને તેને જીવી જવું, નકામી કુવાર્તા કે કુકથા ન કરવી અને વૈરાગ્યભાવને જમાવવે. તે માટે આત્માવલેકન અને જગદવલેાકન, ઉઘાડી આંખ રાખીને, કરવું અને જીવનની અસ્થિરતા વિચારવી.
// તિ વૈરાયકરણ /
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org