Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* મોક્ષમાર્ગના મુખ્ય પ્રેરક ગુરુ છે. સૌ પ્રથમ એમનો વિનય કરવાનો છે.
* ચંદાવિય પયજ્ઞામાં આવતા સાત દ્વારો :૧. વિનય. ' ૨. આચાર્ય - ગુણો. ૩. શિષ્ય - ગુણો. ૪. વિનય - નિગ્રહ. ૫. જ્ઞાનના ગુણો. ૬. ચારિત્ર. ૭. સમાધિ મરણ.
વિનય ન હોય તો સમુદાય સાચવી જ ન શકાય. વિનયશિસ્ત વગેરે ખાસ જરૂરી છે.
* સાધ્વીજીઓને સંઘ માટે કેટલીક સૂચનાઓ : (i) ૧૧ વાગ્યા પહેલા કાપનું પાણી નહિ લાવવું. (i) રસોડામાં રસોઈઆને કોઈ સૂચના કરવી નહિ. (ii) અંધારામાં રખડવું નહિ. (i) સવારે ૫-૩૦ પહેલા વિહાર કરવો નહિ. હું ચાલતો
હતો, [ડોલી નહોતી આવી ત્યારે ] ત્યારે સૂર્યોદય વખતે
જ વિહાર થતો. સુરક્ષા માટે પણ આમ કરવું જરૂરી છે. ઘણા એવા પ્રસંગો બન્યા છે. વહેલા ગયા તે વહેલા ઉપર પહોંચી ગયા.
૩૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ