Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
માતુશ્રી પાલાઈન ગેલાભાઈ ગાલા દિવારા આયોજિત લાકડીઓથી શંખેશ્વ-સિદ્ધાચલ છરી પાલક સંઘ
[ મહા વ. ૧૨ થી ૨.શુપ, એક હજાઢ યાશિs ]
સીધાડા
ફા.સુદ-૫
૧૦-૩-૨૦૦૦, શુક્રવાર ચંદાવિજJય પયહા ગ્રંથી પ્રાદંભ.. * ભગવાને જે પદાર્થો કહ્યા, તે પદાર્થોનું વ્યવસ્થિત ગુંફન ગણધરોએ કરેલું છે. ભગવાને ફૂલો વરસાવ્યા તો એ ફૂલોમાંથી ગણધરોએ માળા બનાવી છે.
* ૪૫ આગમોમાંના ૧૦ પન્નામાં “ચંદાવિન્ઝય'નું પણ નામ છે. ભગવાનના જેટલા શિષ્યો હતા તે બધાએ પન્ના બનાવેલા. ૧૪ હાર પન્ના હતા. આજે ૧૦ જ બચ્યા છે. [પયન્નાની સંખ્યા થોડી વધુ છે, પણ ૪૫ આગમમાં ૧૦ની જ ગણના છે.]
એક વખત વિહાર કરીને સાંતલપુર ગયેલો ત્યારે લિસ્ટમાં ચંદાવિઝય પયન્નાનું નામ વાંચી હૃદય રાજી થયું. માત્ર ૧૭૫ ગાથાનો જ આ ગ્રંથ અદ્દભુત લાગ્યો. પછી રાણકપુરથી નાગેશ્વર છ'રી પાલક સંઘમાં તેની વાચના પણ રાખેલી.
૨૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ