Book Title: Vividh Vishay Vicharmala Part 01
Author(s): Ratnatrayvijay
Publisher: Ranjanvijay Jain Pustakalay
Catalog link: https://jainqq.org/explore/005487/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષ) -વિચારમાળ00 ભાગ-૧) સાધુ | જિનાલય સાધ્વીજી. જિનાગમ જિનબિંબા શ્રાવક શ્રાવિકા 998 'આચાર્યશ્રી ચાકરસૂરીશ્વરજી બાસા ના શિણા ' મુનિ રત્નત્રય વિજા.) For Nersonale www.jainelibrary.cs Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગોડીજી પાર્શ્વનાથાય નમઃ પ.પૂ. સ્વ. આચાર્યદેવેશ શ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય પ.પૂ. આ.શ્રી રત્નાકર સૂરીશ્વરજી મ.સા. આદિ શ્રમણ શ્રમણીના ૨૦૫૯ ના માલવાડાનગરમાં ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે અષાઢ સુદ-૭, તા. ૬-૭-૨૦૦૩, રવિવાર For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રી બુદ્ધિ-તિલક-રત્નશખર સદ્ગુરૂભ્યો નમઃ પૂજ્ય ૧૦૦૮ શ્રી મણિવિજયજી કૃત વિષય . વચારમાળા વિવિધ હિ ભાગ-૧ દિવ્યાશિષ દાતા સ્વ. આચાર્યદેવશ્રી રત્નશેખર સૂરીશ્વરજી મ.સા. શુભાશીર્વાદ દાતા કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યદેવશ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. પ્રેરણાદાતા પરમ પૂજ્ય યુવાચાર્ય શ્રીમદ્ વિજયરત્નાકર સૂરીશ્વરજી મ.સા. (પુનઃસંપાદનકર્તા) મુનિરાજશ્રી રત્નત્રય વિજયજી મ.સા. પ્રકાશક શ્રી રંજન વિજયજી જૈન પુસ્તકાલય માલવાડા, જી. જાલોર-૩૪૩૦૩૯ (રાજ.) Errrr rrrr ----------- - ----------------------- - dainelicana Page #5 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક નામ : વિવિધ વિષય વિચારમાળાભાગ-૧ સંપાદક : મુનિશ્રી મણિવિજયજી મ.સા. પુનઃસંપાદક : મુનિશ્રી રત્નત્રય વિજયજી મ.સા. પ્રથમ આવૃત્તિ : સંવત : ૨૦૫૯ નકલ ૫૦૦ : રૂ. ૮૦-૦૦ કિંમત પ્રાપ્તિસ્થાન અમદાવાદ મુંબઈ અમદાવાદ : શ્રી પારસ ગંગા જ્ઞાન મંદિર (રાજેન્દ્રભાઈ) ઓફીસઃ બી-૧૦૪, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલ સામે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦ ૦૦૪ ફોન (ઘર) ૨૮૬૦૨૪૭ : શ્રી મણીલાલ યુ. શાહ ડી.૧૨૦, સ્ટાર ગેલેક્સી, લોકમાન્ય તિલક રોડ, બોરીવલી (વે) મુંબઇ-૪૦૦ ૦૯૨ ફોન (ઘ) ૨૮૦૧૧૪૬૯, (ઓ) ૨૮૬૪૨૯૫૮, ૨૮૯૩૧૦૧૧ : શ્રી જેન પ્રકાશન મંદિર દોશીવાડાની પોળ, કાળુપુર, અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોનઃ (ઓ) પ૩પ૬૮૦૬ .: સરસ્વતી પુસ્તક ભંડાર ૧૧૨, હાથીખાના, રતનપોળ. અમદાવાદ ફોનઃ પ૩૫૬૬૯૨ શ્રી પાર્શ્વનાથ જૈન પુસ્તભંડાર ફુવારાની પાસે, તલેટી રોડ, પાલીતાણા-૩૮૪૨૭૦ (સૌ.) શ્રી મહાવીર જૈન ઉપક્રણ ભંડાર જૈન ભોજન શાળા પાસે, શંખેશ્વર, જિ. પાટણ ફોન: ૦૨૭૩૩-૭૩૩૦૬ : નવનીત પ્રિન્ટર્સ, નિકુંજ શાહ) ૨૭૩૩, કુવાવાળી પોળ, શાહપુર, અમદાવાદ.-૧ મોબાઈલ: ૯૮૨પર ૬૧૧૭૭ ફોન : ૫૬૨૫૩૨૬ અમદાવાદ પાલીતાણા શંખેશ્વર મુદ્રક For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સુકૃતના સહભાગી સંઘવી ભરૂવા૨8 ધામ તીર્થ આબુ-અનાદ્રા તળેટી આબુ રોડ, રાજસ્થાન ફોન : ૦૨૯૦૫ - ૨૪૪૧૬૫ તીર્થસ્થાપક) સંઘવી ભેરૂમલજી હકમાજી પરિવાર માંલગાવવાળા For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ૦ અનાદિ અનન્ત સમય પસાર થતાં અનેકવિધ પરિસ્થિતિનું દર્શન થતા તેમાં વિશેષ સમભાવ-સત્યસ્વરૂપ જાણવા માટે સમ્યકજ્ઞાન ની આવશ્યકતા સવિશેષ રહે. સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરવા માટે જ્ઞાનનાં સાધનોની સાથે સાથે જ્ઞાન પ્રત્યે રૂચિપણ અત્યંત આવશ્યક છે. જ્ઞાનનાં સાધનોમાં આગમ, ગ્રન્થ, ચરિત્ર તથા આગમ-ગ્રન્થને આધારિત પુસ્તકો પણ હોય. જયારે આપણે આગમ તથા ગ્રન્થોનું જ્ઞાન ન મેળવી શકીએ પરન્તુ આગમ તથા ગ્રન્થને આધારિત લખેલા પુસ્તકો તો સહેલાઈથી વાંચી શકીએ. તે હેતુને લક્ષમાં રાખીને પૂજય મુક્તિવિજયજી (મૂલચંદજી) મ.સા.નાં સમુદાયના પૂજય મુનિશ્રી મણિવિજયજી મહારાજસાહેબે આગમ તથા ગ્રન્થોની સહાયતા લઈને ઘણી જ મહેનત ઉઠાવીને વિવિધ વિષય વિચારમાળા નામના ૧ થી ૮ ભાગ સુધીના પુસ્તકો ઘણી જ વિશાળ સામગ્રીથી ભરપૂર તૈયાર કરેલાં છે. એમાં પ્રથમ બે ભાગમાં પ્રવચનને ઉપયોગી તથા વાંચવાથી પણ બોધ થાય તેવા ભરપૂર સુંદર દૃષ્ટાંતો આપેલા છે. એકથી આઠ ભાગો જોયા પછી એમ લાગ્યું કે આ સાહિત્ય ૪૦ વર્ષ પહેલા બહાર પડેલું તેના પછી અપ્રગટ હતું. માટે ફરીથી સંપાદન કરવાનું મન થયું. તે માટે આચાર્યદેવશ્રી ૐકારસૂરિજી મ.સા. સમુદાયના પરમપૂજય આચાર્યદેવશ્રી મુનિચંદ્ર સૂરિજી મ.સા. તથા પ. જીતુભાઈની સલાહ સૂચન પ્રાપ્ત થયેલ. તેથી આ કાર્યને તુરંત હાથ ધરી ૧ થી ૮ ભાગનું સંપાદન કરેલ. તેમાં પણ અમુકવિષયોનો વિશેષ વિસ્તાર હતો તેને સંક્ષિપ્ત કરેલ તથા અમુક ગ્રન્થોની માહિતી સાથે મુનિશ્રીએ પ્રગટ કરેલ છે. એવી જ રીતે ૧ થી ૮ ભાગ સંક્ષિપ્ત વિવરણ તથા ગ્રન્થોની માહિતી સાથે પ્રગટ કરવા માટે મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા.નો પ્રયાસ સફળ બને. ભવભીરૂ આત્મા આ એક થી આઠ ભાગ ક્રમસરવાંચી મનન કરી જ્ઞાનભાવનામાં આગળ વધીને સદ્ગતિને પ્રાપ્ત કરે. એજ શુભાભિલાષા સાથે આચાર્ય રત્નાકરસૂરિ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મના વિવિધ વિષયોનો અભૂત ખજાનો એટલે વિવિધ વિષય વિચારમાળા - ભાગ -૧ થી ૮ સંપાદકઃ મુનિશ્રી મણિવિજયજી પુનઃસંપાદક: પૂ. મુનિશ્રી રત્નત્રય વિજયજી જૈન ધર્મના જ્ઞાનનો ભંડાર અગાધ છે. સર્વજ્ઞકથિત સિદ્ધાન્તો અત્યન્ત સૂક્ષ્મ અને સચોટ છે. આગમાં અત્યંત ગંભીર અને રહસ્યાત્મક છે. આવી જૈન શાસનની ભવ્યજ્ઞાન સમૃદ્ધિ છે. પરંતુ આ સમગ્ર જ્ઞાનનો ખજાનો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં હોવાથી તથા ગુરૂગમ્ય હોવાથી બધાને માટે સુલભ નથી. આવા અપૂર્વ જ્ઞાન સમુદ્રને વલોવીને તેના સાર રૂપે સુંદર શૈલીમાં અને સરળભાષામાં રજૂ થએલ અમૃત એટલે જ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ આ આઠ ભાગોનો સંપુટ છેલ્લા કેટલાંક વર્ષોથી અપ્રાપ્ય હતો. તેની આવશ્યકતા જણાતા અમે આજના યુગ પ્રમાણે પુનઃસંપાદન કરી પુનઃપ્રકાશિત કરી રહ્યા છીએ. આ ગ્રંથો આબાલવૃદ્ધ સહુને ઉપયોગી છે. પૂ. સાધુ-સાધ્વીજી મ.સા. માટે તો આ એક અદ્દભૂત ખજાના સ્વરૂપ છે. તેમાં દેવ-ગુરૂ ધર્મને સ્વરૂપ બીજા અનેક ધાર્મિક અને વ્યવહારિક વિષયોનો સંગ્રહ છે. અનેક કથાઓ અને દષ્ટાંતો આ ગ્રંથમાં આપવામાં આવ્યા છે. હજારો દષ્ટાંતોથી ઓપતો આ સંપુટ અવશ્ય વાંચવા યોગ્ય છે. ( વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થી ૮ માં) આવતા વિષયોની ટૂંકી રૂપરેખા ભાગ-૧ દેવ, ગુરૂ, ધર્મનું સ્વરૂપ દેવપૂજા, પૂજાના પ્રકાર, ગુરૂની વ્યાખ્યા, સુગુરૂ-કુગુરુ આદિની વિગેરે ચર્ચા, ધર્મનું સભેદ વર્ણન તથા વિષયોને For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૨ ભાગ-૩ ભાગ-૪ ભાગ-૫ ભાગ-૬ સુંદર રીતે સ્પષ્ટ કરનાર ૧૨૫ થી વધુ અદ્ભૂત કથાઓનો સંગ્રહ શ્રાવકનું સ્વરૂપ, સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ આદિ વિષયો ઉપર સુંદર વિવેચન, વ્યવહાર શુદ્ધિ અને માનવભવની દુર્લભતા દર્શાવતા દૃષ્ટાંતો આદિ અનેક કથાઓ યુક્ત. એકથી ચોસઠ વિષયોનો સંગ્રહ, જૈન ધર્મના સંદર્ભ કોશની ગરજ સારનાર આ અદ્ભૂત ગ્રંથ જૈન ધર્મના મોટાભાગના બધા જ વિષયોની વિગતો આ વિભાગમાં આપને મળી રહેશે. સમ્યકત્વ અને મિથ્યાત્વ નું સ્વરૂપ તથા તેના ભેદ પ્રભેદો નુ દૃષ્ટાંત સહિત વર્ણન સાથે સાથે કુલક્ષણો, દુર્ગુણો, દુરાચારનું વર્ણન અને તેના ત્યાગ માટેના ઉપાયો, સુગુણ, સદાચાર, સદ્ધર્મનું સ્વરૂપ અને તેને સ્વીકારવાના સરળ ઉપાયો. જૈન ધર્મમાં ચોવીશ દંડકોનું વિશેષ મહત્ત્વ છે. આ દંડકોનું ચિંતન મનના ભાવોને સ્થિર, નિર્મિત અને ઉદાત્ત બનાવે છે. તેનું સુંદર સ્વરૂપ સાથે સાથે કષાયાદિજ વર્ણન પણ સુંદર રીતે કરવામાં આવ્યું છે. વ્યવહારિક જીવનને સુખી અને સમૃદ્ધ બનાવવા નીતિ અને સદાચારનો માર્ગ જ સર્વશ્રેષ્ઠ છે. તે માર્ગે જવાનું સદૃષ્ટાંત વર્ણન આ વિભાગમાં કરવામાં આવ્યું છે. પુરૂષ, કાળ દાન, અતિથિ નિહનવ, વ્રત, બત્રીસ લક્ષણો બુદ્ધિ, મૂર્ખ, ભક્ષ્યાભક્ષ્ય અને પ્રાયશ્ચિત જેવા અનેક વિષયો દૃષ્ટાંત સહિત વર્ણવવામાં આવ્યા છે. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૭ આત્મોન્નતિનો માર્ગ શુદ્ધ ધર્મનો અંગીકાર કરવો તે છે. તે માટે આત્માનું સ્વરૂપ, ભાવોનું સ્વરૂપ, આ વિભાગમાં વર્ણવવામાં આવ્યું છે. આ ગ્રંથમાં ૧૦૦૦ જેટલા વિવિધ વિષયોની વિચારણા કરવામાં આવી છે. ભાગ-૮ માનવ જન્મને સફળ કરવા ધર્મજ એક અનુપમ આશ્રય છે. તથા ૮/૧ જન્મ સાર્થક કરનાર નિઃશ્રેયસ અને અભ્યદય પ્રાપ્ત કરે છે. અભ્યદય મેળવવા માટેના ૩૨૦ જુદા જુદા મનોહર ભાવોનાં ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ કુલ આઠ ભાગમાં કુલ ૪૦૦૦ જેટલા વિષયોની વિચારણા કરવામાં આવી છે. જેમણે વ્યાખ્યાતા બનવું છે, જેમને જૈન ધર્મના અદૂભૂત જ્ઞાનની પીછાન કરવી છે જેમને જ્ઞાન પ્રાપ્ત કરવાની જિજ્ઞાસા છે. જેમને જુદા જુદા વિષયો જાણવાની રૂચિ છે તે તમામને આ ગ્રંથમાંથી નવું રજૂ જાણવા મળશે. એવા આ અદૂભૂત ગ્રંથ સંપુટને આપના જ્ઞાનભંડારનું, ઘરનું અને જીવનનું અનેરૂ આભૂષણ બનાવવું રખે ચૂકી જતા સંપુટ ખલાસ થાય તે પહેલા સંપર્ક સૂત્ર પાસેથી મેળવી લેવાં. આ સંપુટની જૂજ નકલો જ છાપવામાં આવી છે માટે જેમને મેળવી હોય તો પ્રાપ્તિ સ્થાન ના સરનામે સંપર્ક કરવો. આવો અદૂભૂત ખજાનો પ્રાપ્ત કરવા આપ વધુ રાહ ન જોશો ! For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ITી જે - 8 : હું ૨ ને --વિષયાનુક્રમણિકા નવીનજૈન મંદિર ............. જીર્ણોદ્ધાર ............... અઢારદોષરહિત તીર્થકર મહારાજા . વીતરાગનાં અતિશયો ........... સમવસરણનું સ્વરૂપ .... - જિનેશ્વર મહારાજાની વાણી...... જિનવંદનનું ફળ. પંચાંગ પ્રણામ ઉપર સુરેન્દ્રનું દૃષ્ટાંત................ ચૈત્યવંદન ઉપર શ્રી દત્તાનું દૃષ્ટાંત............. પ્રદક્ષિણા ઉપર વસુદેવની કથા........... પૂજા કરનારને ન્હાવાની વિધિ ......... પૂજા કરતી વખતે તિલક કરવામાં કેસર વાપરવાની ઉદારતા... પૂજા કરવામાં ધમાધમ............. પૂજા કરવામાં શુદ્ધિ .......... પુષ્પપૂજા સ્વરૂપ ............. પૂજાકરનારને હિતશિક્ષા ............ પૂજા ઉપર ધનપાલનું દૃષ્ટાંત ................ પૂજા ઉપર દેવપાલનું દૃષ્ટાંત.................. પૂજા ઉપર ભીલ-ભીલડીનું દષ્ટાંત ............ પૂજા ઉપર ધનસારનું દૃષ્ટાંત ................... ૨૧. પાંચ પ્રકારની જિનેશ્વરની ભક્તિ ..................૬૯ ૨૨. અરિહંતનાં ગુણગાનાર સુબુદ્ધિમંત્રીની કથા ......... ? ૧૩. ૧૪. ૧૫ ૧૬. ૧૭. ૧૮. ૧૯. ૨૦. . . For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ - 101 .......... LO ૨૫. ૨ ૬ ૨૮. ૨૯. • • • • • • • • • • • • • • C ૧૨. ૮૯ ૩૩. ૨૩. પૂજા વિષે વાલીરાજાની કથા...................... વાલીરાજર્ષિની કથા ............. જિનેશ્વરની આજ્ઞા આરાધના વિરાધવાનાં ફલો. ગુરૂવર્ગ અને ભાવસાધુનાં લક્ષણો .. ૨૭. જનકલ્પી .... જનકલ્પીની પરિકર્મણા પાંચ પ્રકારે સાધુ મનથી પણ ન ઇચ્છે ૩૦. બ્રહ્મ સાધુનું દૃષ્ટાંત .. મલ્લીનાથજી શિષ્ય દૃષ્ટાંત ........ દ્રવ્યમુગ્ધ ધારણમુનિની કથા....... આર્યાષાઢા આચાર્ય.............. ૩૪. સાધુને ઉપાશ્રયદાન ફળ .................... ૩પ. ગુરૂ તથા સાધુ વિહાર ...................... ૩૬. સંસારીમાણસો સમક્ષ સાધુઆહાર ન કરે. .......... ૯૮ ગુરૂ પ્રણિપાતે સુર અને સોમનું દષ્ટાંત .. ગુરૂસેવા ઉપર સેકશિષ્ય પંથક કથા.............. ગુરૂપદેશે રત્નસાર કથા ... સુગુરૂ-કુગુરૂ વિષયે સિંહ શૃંગાલકથા......... ગુરૂ અપલાપી ગોપાલની કથા .......... ગુરૂતથા મંત્રત્યાગે દુર્ગતિ ................ સાધુપણું વિનાશપામવાનાં કારણો. ગુરૂઆજ્ઞાવિરાધક અનંતસંસારી .................. કુસાધુનાં લક્ષણો ....... આવાં ગુરૂ તારવાવાળા ન કહેવાય. ........... ૪૭. પાસત્કાદિક પરિચયત્યાગ.. ૪૮. પાસત્થાનાં લક્ષણો .......... ૧૧૨ ••• ૯૬ ૩૭. OO : ૩૮. ૧૦૩ ૩૯ . ૧ /૪ : ૪૦. ૧ /૫ : ૪૧. O૭ : ૪૨. O૭ : ४३ - સારણી.... . ૧૦૮ • • • • • • • • : ૪૪ . ૧૦૮ ૪૫. • • • • • • ••• . . . . 1 02 : ૪૬. ૧૧૦ ( ૧૧ • • • | For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૪૯. ૫૦. ૫૧. પર. ૫૩. ૫૪. ૫૫. ૫૬. ૫૭. ૫૮. ૫૯. ૬૦. ૬૧. ૬૨. ૬૩. ૬૪. ૬૫. ૬૬. ૬૭. ૬૮. ૬૯. ૭૦. ૭૧. ૭૨. ૭૩. ધર્મનું સ્વરૂપ ધર્મશાકુનિની કથા. જૈનધર્મ અસ્તિત્વ મર્યાદા મુર્ખનું દૃષ્ટાંત .. ધર્મપક્ષે લલિતાંગની કથા ધર્મથી જય ઉપર સુરૂપા શેઠાણીની કથા ધર્મવિષે મુગ્ધભટ્ટનું દૃષ્ટાંત પાંચ પાંડવોનું દૃષ્ટાંત ૧૨૭ સમ્યકત્વ ઉપ૨ ચંપકમાલાનું દૃષ્ટાંત પુણ્યોદય ઉપર વૈદ્યકથા (૧) ૧૩૦ ૧૬૦ પુણ્યોદય ઉપર ચંદ્રશ્રેષ્ઠીની કથા (૨)........ ૧૯૩ પુણ્યોદય ઉ૫૨ અંબુચીય રાજાનું દૃષ્ટાંત (૩)...... ૧૬૪ પુણ્યોદય ઉ૫૨ વિક્રમને શનિશ્ચરે આપેલાવરની કથા (૪) ... પુણ્યોદય ઉપર વસ્તુપાલ મંત્રીની કથા (૫) પુણ્યોદય ઉપર ભીમરાજાની કથા (૬) પુણ્યોદય ઉપર ચારમિત્રોની કથા (૭) પાપનાં ભાગીદારો ૧૨ વસ્તુની દુર્લભતા જુદા જુદા નાતરાનાં ભેદો (અઢાર નાતરાની વ્યવસ્થિત સમજણ) વેશ્યા બ્રાહ્મણની કથા સુલભબોધિ દુર્લભબોધિ દૃષ્ટાંત યવરાજર્ષિની કથા. અજ્ઞાન ઉપર મૂર્ખાઓની કથા (૧) અજ્ઞાન ઉપર મૂર્ખાઓની કથા (૨) ૧૧૨ ૧૧૫ ૧૧૬ ૧૧૬ ૧૧૭ ૧૧૯ ૧૨૦ For Personal & Private Use Only ૧૬૬ ૧૬૮ ૧૬૯ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭૫ ૧૮૧ ૧૮૩ ૧૮૪ ૧૮૮ ૧૯૦ Page #14 -------------------------------------------------------------------------- ________________ આગમો લખવાનું ફળ - શાસ્રજાણવાનાં પ્રેમીભીમવણિકની કથા ૭૪. ૭૫. ૭૬. ૭૭. ૭૮. ૭૯. ૭૦. ૮૧. ૮૨. ૮૩. ૮૪. ૮૫. ૮૬. ૮૭. ૮૮. ૮૯. ૯૦. ૯૧. ૯૨. સત્યપ્રતિજ્ઞા વિષે વિક્રમાર્ક કથા ૯૩. સત્યઉપર સત્ય વિણકની કથા ૯૪. સત્ય વચને કમલશ્રેષ્ઠિ કથા ૯૫. પ્રતિજ્ઞાનિર્વાહ ઉપર વડવાનલની કથા ૯૬. ૯૭. ૯૮. ૯૯. ૧૯૨ ૧૯૪ ૧૯૭ ૧૯૯ ૨૦૧ શાસ્ત્રશ્રવણ ઉપર કીર્તિધર સુકોશલની કથા ઉત્સૂત્ર પ્રરૂપણાથી થતું નુકશાન ઇન્દ્રિયનિગ્રહ ઉપર વિજયકુમારની કથા. સ્પર્શેન્દ્રિય ઉપર મહેન્દ્રકુમારની કથા સ્પર્શેન્દ્રિય ઉ૫૨ સુકુમાલિકાની કથા રસનેન્દ્રિય ઉપ૨ મધુપ્રિયની કથા પ્રાણેન્દ્રિય ઉપર સુબંધુની કથા ૨૦૩ ૨૦૪ ૨૦૬ ૨૦૭ પ્રાણેન્દ્રિય ઉપર નરસિંહ રાજજાાનાં પુત્રની કથા ... ૨૦૮ ચક્ષુરિન્દ્રિય ઉપર લોલાક્ષની કથા .. ૨૦૯ શ્રોત્રેન્દ્રિય ઉપર ભુવનચંદ્રરાજાના પુત્ર રામની કથા ૨૧૦ કાલાદિ વિષયે સારંગ વણિકની કથા ૨૧૨ ૨૧૪ ૨૧૫ ૨૧૬ ૨૧૯ ૨૨૦ ૨૨૩ ૨૨૬ ૨૨૭ ૨૨૯ ૨૩૦ ૨૩૨ ૨૩૩ ૨૩૫ અહિંસાનું સ્વરૂપ જીવહિંસા ઉ૫૨ ખેંગાર રાજાનું દૃષ્ટાંત દયા ઉ૫૨ વિક્રમનું દૃષ્ટાંત.. અસત્ય ઉપર દૃષ્ટાંત જુઠીસાક્ષી પુરનાર હંસ-કાક ગ્રામ્ય લોકકથા .. સત્યવચન ઉપર જગતસિંહનું દૃષ્ટાંત સોગન ન ખાવાઉપર મદનસિંહનું દૃષ્ટાંત સોગન ખાનાર અનંતસંસારી થાય. . સત્યવચન વિષે ભીમસ્ત્રી દૃષ્ટાંત ....... For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ રેકર ૨૪૩ \"LL વા .......... ૨૪૮ ૧૦). ચોરી કરનારાઓની કથા .......... • • • • ••••••••••••..... ૨૩૮ ૧૦૧. અદત્તાદાનવિષયે વજસારકથા . ......... ર૩૯ ૧૦૨. આકાશગામિની વિદ્યાવિષે ધનાભિધ ચોરકથા ..... ૨૩૯ ૧૦૩. કામનું સ્વરૂપ . ........ ૨૪૧ ૧૦૪. કામની દસ અવસ્થા ... ......... ૧૦૫. આઠ પ્રકારનાં અંધ-સ્ત્રીચરિત્ર........... ૧૦૬. સ્ત્રીચરિત્રે મુકુંદપત્ની કથા . ૨૪૫ ૧૦૭. સ્ત્રીચરિત્રે રૂપવતી કથા ................ ........ ૨૪૬ ૧૦૮. માયા ઉપર પદ્મિની કથા ..................... ૧૦૯. ભોજરાજાની રાણીની કથા................... ૨પ૧ ૧૧૦. અસતીવિષયે યોગીની સ્ત્રીની કથા........... ...... ૨પર ૧૧૧. ત્રિવિક્રમ ભટ્ટપત્ની કથા .......................... ૨૫૪ ૧૧ર. સ્ત્રીચરિત્રે હરિણી બ્રાહ્મણની કથા ................ ૨૫૭ ૧૧૩. સ્ત્રીની શક્તિ વિષે માલની સ્ત્રી તથા નાપિતની કથા.......... ૧૧૪. શીયલવજિત દત્ત દુહિતૃ દૃષ્ટાંત ... ૧૧૫. કામ વિષયે કુબેરચંદ્રની કથા........ ૧૧૬, બ્રહ્મચર્યનું સ્વરૂપ .................... ૧૧૭. બ્રહ્મચર્યનાં દૂષણ ................... ૧૧૮. પરસ્ત્રી ત્યાગનું દૃષ્ટાંત ......... ૧૧૯. સુશીલસ્ત્રી ભીમભાર્યાની કથા ........... ...... ૧૨૦. શીયલવિષે સુરૂપાનીકથા ......................... ૨૭૮ ૧૨૧. શીલવતીની કથા......... ૨૭૯ ૧૨૨. શીયલનું રક્ષણ કરનાર રૂપશ્રીની કથા ............ ૨૮૧ ૧૨૩. શીયલમહાગ્યે ભીમ શ્રેષ્ઠી સ્ત્રીની કથા ........... ૨૮૨ ૧૨૪. શીયલપાલવા વિષે ગુણસુંદરીની કથા ............. ૨૮૩ ૧૨૫. શીયલઉપર સંગ્રામ સોનીની કથા ...... ..... • , , , , , , , - • • • • • • • • • ૫ • • •••••••...... ૨૬O ....... ...... • • • • • • • • • •••••........ ૨93. .......... . ૨૯૩ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ • ૨૯૪ ૩૦૯ જી ૧૨૬. ચાર કષાયો ઉપર દૃષ્ટાંત.... ૧૨૭. ક્રોધ કરનારની દુર્દશા ........... ૨૯૫ ૧૨૮. ક્રોધ ઉપર સુરનું દૃષ્ટાંત. ૨૯૬ ૧૨૯. માન ઉપર શ્રીધર આચાર્યનું દૃષ્ટાંત..... ૨૯૯ ૧૩૦. માન ઉપર દશાર્ણભદ્રનું દૃષ્ટાંત......... ૩૦૧ ૧૩૧. અભિમાની પુત્રનું દૃષ્ટાંત ........... ૩૦૫ ૧૩૨. શીયાળકોટનાં રાજપુત્રની કથા .... ૩૦૫ ૧૩૩. માયાનું સ્વરૂપ... ૩૦૬ ૧૩૪. માયા ઉપર દૃષ્ટાંત .............. ૩૦૭ ૧૩પ. કપટની દશા ... ૩૦૮ ૧૩૬, કપટ વિષે મદિરા વેશ્યાની કથા . ૧૩૭. દંભને વિષે ધૃતાંગ વિપ્રની કથા..... ૧૩૮. કપટથી કુટુંબનું વશીકરણ ......... ૩૧૪ ૧૩૯. ધૂર્તોની કથા ...... ............... ૩૧૬ ૧૪૦. લોભની દશા .... ૩૧૭ ૧૪૧. અર્થઅનર્થ કરનાર છે તે ઉપર ચાર જણાની કથા. ૩૧૮ ૧૪૨. અતિલોભે વાસુદેવ બ્રાહ્મણની કથા .. ........... ૩૧૯ ૧૪૩. અનર્થનું ભાજન લોભઉપર દૃષ્ટાંત................. ૧૪૪. કપિલ કેવલીનું દષ્ટાંત............. ૧૪૫. લોભ ઉપર સાગર શ્રેષ્ઠીની કથા .............. ૧૪૬, લોભ ઉપર બ્રાહ્મણની કથા ........... ૩૩૧ ૧૪૭. અનુરાગ ઉપર રણમલ્લની કથા ................ ૧૪૮. દુસ્તર સ્ત્રી વિયોગે પુરદર શ્રેષ્ઠી કથા ........... ૧૪૯. રાગને વિષે પુરંદર શ્રેષ્ઠી કથા ................. ૧૫૦. રાગવિષયે વસુભૂતિ-કમળશ્રી કથા................ ૩૩૮ ૧૫૧. મોહવિષયમાં પ્રિયનું વિપ્રસ્ત્રી કથા ............. ૩૩૯ • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • ૩૨૦ ૩૨૩ ૩૨૮ ૩૩૨ ૩૩૩ ૩૩૫ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨. મત્સરઉપર બ્રાહ્મણની કથા ...................... ૩૪૧ ૧૫૩. ષનાં સંબંધમાં શુક્રવેશ્યા કથા .......... ....... ૩૪૨ ૧૫૪. બ્રેષઉપર નંદનાવિક-યુગધર મુનિની કથા .......... ૩૪૫ ૧૫૫. કલેશવાદ ઉપર સોઢીને શ્રીમતીની કથા............ उ४७ ૧૫૬. અરસપરસ મર્મબોલી મરનાર બે સર્પનાં દૃષ્ટાંત ................................ ૩૪૯ ૧૫૭. પરદ્રોહ વિષે શ્રીધર તથા અંગની કથા ........... ૩૪૯ ૧૫૮. પરનાં અહિતમાં પોતાનું અહિત થાય તે વિષેધનશ્રીની કથા ... ઉપર ૧૫૯. હિતનાં વિષે સુરરાજ રાણી કથા................. ૩૫૩ ૧૬૦. ખાડોખોદનાર પડે તે ઉપર દૃષ્ટાંત.............. ૩૫૮ ૧૬૧. કલંકનું સ્વરૂપ ....... ૩૫૯ ૧૬ ૨. પરનાં અવગુણ બોલવા નહિં. .......... ૩૬૦ ૧૬૩. અભ્યાખ્યાન ઉપર દૃષ્ટાંત........................ ૩૬૦ ૧૬૪. પરધરે પ્રવેશ કરવાથી કલંક આવે............ . ૩૬૪ ૧૬૫. વરકન્યાનાં જોડેલા સંબંધી કાંઇક વર્ણન......... ૩૬૫ ૧૬૬ કજોડાની કથા .............. ................. ૧૬૭. ચાર જમાઈનું દૃષ્ટાંત ......................... ૧૬૮ લજ્જાને વિષે વિજ્યકુમારની કથા .............. ૧૬૯. આહાર અને લજ્જાને વિષે કુળપુત્ર કથા ......... ૩૭૬ ૧૭૦. મંત્ર જાણનાર ચટુ વણિકની કથા. .............. ૩૭૭ ૧૭૧. રાત્રિએ ગુહ્ય વાર્તાને કરવી તે ઉપર વરરૂચિની કથા ................. ૧૭૨. ભોજરાજાની કીર્તિની કથા. ......... ૩૮૦ ૧૭૩. ગ્રંથકાર પ્રશસ્તિ ...... ૩૮૧ ........ ............ •... ૩૬૫ بی ૩૭૪ ૩૭૯ ..... For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નવીન જૈનમવિર माणिक्य-हेमरत्नाद्यैः, प्रासादान् कारयंति ये । तेषां पुण्यैकमूर्तिनां, को वेद फलमुत्तमम् ॥१॥ ભાવાર્થ : જે મહાનુભાવો માણિક્ય, સુવર્ણ રત્નાદિક વડે કરી જિન પ્રાસાદોને કરાવે છે તે પુણ્યની તો એક જ મુર્તિના પિંડ સમાન ભાગ્યશાળી જીવોના ઉત્તમ ફળને કોણ જાણી શકનાર હતા ? काष्ठादीनां जिनावासे, यावन्तः परमाणव : । तावन्ति वर्ष लक्षाणि, तत्कर्ता स्वर्गभाग् भवेत् ॥२॥ ભાવાર્થ : જિનેશ્વર મહારાજના પ્રાસાદને વિષે કાષ્ટા-દિકોના જેટલા પરમાણુઓ રહેલા હોય છે, તેટલા લાખ વર્ષ સુધી જૈનપ્રાસાદ બાંધનાર સ્વર્ગનો ભોકતા થાય છે. साधूनामपि उपदेशकथनं युक्तम् उक्तम् राया अमच्च सिट्ठी कुडुंबिएवावि देसणं काउं । जिण्णे य जिणाययणे, जिणकप्पी वावि कारवइ ॥१॥ ભાવાર્થ : રાજા, અમાત્ય, શ્રેષ્ઠિ, કુટુંબિક વિગેરેને ધર્મદેશના આપી મુનિરાજ મહારાજે તે જીર્ણોદ્ધાર તેમજ નવીન જૈનપ્રાસાદ કરાવે અગર જીનકલ્પી પણ ઉપદેશ આપી કરાવે. વિવેચન : કેટલાક અત્યારે એમ બોલે છે કે સાધુઓને જિનમંદિર સંબંધી ઉપદેશ આપવો લાયક નથી. આવું બોલવું ભૂલ ભરેલું છે, કારણ કે કોઈપણ પ્રકારના ફળ વિના શાસ્ત્રકાર મહારાજા ઉપરોક્ત પ્રમાણે ફરમાન કરે નહિ, એમ જાણી કદાગ્રહી જીવોએ કદાગ્રહ છોડી વીતરાગના વચન ઉપર આસ્તા રાખી તે પ્રમાણે વર્તન કરવું તે જ હિતાવહ છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નવીન જૈનમંદિરનો ઉપદેશ છે, તે પ્રમાણે જીર્ણોદ્ધારનો પણ ઉપદેશ છે. અને જીર્ણોદ્ધાર ને વિષે પણ જ્ઞાની મહારાજે ભવ્ય જીવોને મહાન પુન્યકર્મ કથન કરેલ છે. CT નીuદ્ધાર ) जिणभवणाई जे उद्धरंति, भत्तिए सडिअपडिआइं । ते उद्धरंति अप्पं, भीमाओ भवसमुद्दाओ ભાવાર્થ : જે મહાનુભાવ જીવો જિનેશ્વર મહારાજની પ્રબળ ભક્તિને વિરક્ત થઈને શટિત પતિત વિધ્વંસ ભાવને પામેલા જિનેશ્વર મહારાજના ભવનોનો ઉદ્ધાર કરે છે, તે મહાત્મા ભયંકર ભવસમુદ્ર થકી પોતાના આત્માનો ઉદ્ધાર કરે છે. વળી પણ કહ્યું છે કે – अप्पा उद्धरिऔच्चिअ, उद्धरिओ तहय तेहि नियवंसो । अन्नेअ भव्वसत्ता, अणुमोअंताउ जिणभवणं રા ભાવાર્થ : જે ભાગ્યશાળી જીવોએ જીર્ણ જૈન મંદિરોનો ઉદ્ધાર કરેલો છે, તેમણે નિશ્ચય પોતાના આત્માનો ઉદ્ધાર કર્યો છે, એટલું જ નહિ પણ પોતાના વંશનો પણ ઉદ્ધાર કરેલો છે, વળી જિનેશ્વર મહારાજના મંદિરના ઉદ્ધારની જે ભવ્ય પ્રાણિયોએ અનુમોદના કરેલ છે, તેમણે પણ પોતાના આત્મા તથા વંશનો ઉદ્ધાર કરેલ છે વળી પણ કહ્યું છે કે – खविअं नीआगोअं, उच्चागोअं च बंधिअं तेहिं । कुगइपहो निठुविओ, सुगइपहो अज्जिओ तहय ॥२॥ - ભાવાર્થ – વળી જિર્ણોદ્ધારને કરાવનાર પુન્યશાળી જીવોએ પોતાના નીચગોત્રનો નાશ કરેલ છે, તેમજ ઉચ્ચ ગોત્રને બાંધેલ છે, તથા કુગતિ માર્ગને હણી નાખેલ છે, તેમજ સુગતિના માર્ગને ઉપાર્જન કરેલ છે. વળી પણ કહ્યું છે કે For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ इहलोगंमि सुकित्ती, सुपुरिसमग्गो अदेसिओ होइ । अन्नेसि भव्वाणं, जिणभवणं उद्धरंतेण ॥३॥ ભાવાર્થ : – જે ભવ્ય પ્રાણિયોએ જિનમંદિરનો ઉદ્ધાર કર્યો છે, તેમણે ઇહલોકને વિષે શ્રેષ્ઠ કીર્તિ ઉપાર્જન કરી, અન્ય ભવ્ય પ્રાણિયોને પણ શ્રેષ્ઠ પુર્ષાતનના માર્ગનો ઉપદેશ કર્યો છે તેમ જાણવું, કારણ કે જીર્ણોદ્ધાર કરાવનાર મહાત્માને દેખી ઘણા ઉત્તમ જીવો જીર્ણોદ્ધાર કરાવવા તત્પર થાય છે ને મુક્તિના અલૌકિક સુખને મેળવે છે. કહ્યું છે કે – सिझंति केई तेणव, भवेण सिद्धतणं च पाविंति । इंदसमा केइ पुणो, सुरसुक्खं अणुभवेउणं ભાવાર્થ – જીર્ણોદ્ધારને કરાવનાર કેટલાયક ઉત્તમ જીવો તેજ . ભવને વિષે મુક્તિમાં ગમન કરે છે, અને કેટલાક પૂણ્ય કર્મના બાંધવાથી ઈન્દ્રના સમાન ઋદ્ધિવાળા થઈ દેવતાઓના મનોહર સુખોને ભોગવી સિદ્ધિ પદને પામે છે. तं नाणं तं च विन्नाणं, तं फलासु अ कोसलं । सा बुद्धि पोरिसं तं च, देवकज्जेण जं वए ભાવાર્થ –શાસ્ત્રકાર મહારાજા કહે છે કે અમો વિશેષ શું કહીએ, તેજ જ્ઞાન કહેવાય છે, તેજ વિજ્ઞાન કહેવાય છે, તેજ કલાને વિષે કૌશલ્યપણું કહેવાય છે, તેજ બુદ્ધિ કહેવાય છે, તેજ પુર્નાતન કહેવાય છે કે જે દેવ કાર્યને વિષે જોડવામાં આવે છે. नवीन जिनगेहस्य, विधाने यत्फलं भवेत् । तस्मादष्टगुणं पुण्यं, जीर्णोद्धारेण जायते॥६॥ ભાવાર્થ – નવીન જિનમંદિર કરાવનારા ભાગ્યશાળી જીવોને જેટલું ફળ થાય છે, તે થકી અષ્ટગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવાથી થાય ભાગ-૧ ફર્મા-૨ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ (અઢાર દોષ રહિત તીર્થર મહારાજ )) सिद्धान्ते तथा संबोध प्रकरणे अन्नाण १, कोह २, मय ३, माण ४, लोह ५, माया ६, रह ७, अरई य ८, निद्दा ९, शोअ १०, अलियवयण ११, चोरिआ १२, मच्छर १३, मयाई १४ ॥१॥ पाणिवह १५, पेम १६, कीला १७, पसंगहासाया १८, जस्स ए दोसा अठ्ठारस वि पणठानमामि देवाहिदेवं तं ॥ २ ॥ ભાવાર્થ – અજ્ઞાન ૧, ક્રોધ ૨, મદ ૩, માન ૪, લોભ ૫, માયા ૬, રતિ ૭, અરતિ ૮, નિદ્રા ૯, શોક ૧૦, અલિકવચન ૧૧, ચોરી ૧૨, મત્સર ૧૩, ભય ૧૪, પ્રાણિવધ ૧૫, પ્રેમ ૧૬, ક્રીડાપ્રસંગ ૧૭, હાસ્ય ૧૮ એ જેના અઢાર દોષો નાશ થયેલા છે તેદેવાધિદેવને હું નમસ્કાર કરું . CT અઢાર દોષો તીર્થકર મહારાજાને ન હોય. O દાનાંતરાય ૧, લાભાંતરાય ૨, વીર્યંતરાય ૩, ભોગાંતરાય ૪, ઉપભોગાંતરાય ૫, હાસ્ય ૬, રતિ ૭, અરતિ ૮, ભય ૯, શોક ૧૦, જુગુપ્સા ૧૧, કામ ૧૨, મિથ્યાત્વ ૧૩, અજ્ઞાન ૧૪, નિંદ્રા ૧૫, અવિરતિ ૧૬, રાગ ૧૭, દ્વેષ ૧૮ આ અઢાર દોષો -જિનેશ્વર મહારાજાને હોતા નથી. - વીતરી ના તિશયો TO વિશ સ્થાનક તપની આરાધના કરવાથી અથવા વીશ સ્થાનકમાંથી એક બે અગર વધારે સ્થાનોનું આરાધના કરી ઉત્તમોત્તમ જીવ ત્રીજા ભવને વિષે તીર્થંકર નામ કર્મનો નિકાચીત બંધ કરે છે જ્યારે સાક્ષાત For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તીર્થકર મહારાજાનો ભાવને પામેલા હોય છે, જે માટે કહ્યું છે કે – ज्ञानमप्रतीमं यस्य, वैराग्यं च जगत्पतेः ।। ऐश्वर्य चैव धर्मस्य, सह सिद्ध चतुष्टयम् ॥१॥ ભાવાર્થ : જગતના સ્વામી શ્રીમાન જિનેશ્વર મહારાજને (૧) અસદશ જ્ઞાન, (૨) અસદેશ વૈરાગ્ય, (૩) અસદેશ ઐશ્વર્ય તથા (૪) અસદેશ ધર્મ પોતાની સાથે જ સિદ્ધભાવને પામેલા હોય છે. | વિવેચન-આઠ મહાપ્રતિહાર્ય, ચોત્રીશ અતિશય, પાંત્રીશ વચનયુક્ત વાણી, તીર્થંકર મહારાજને જ હોય છે. તીર્થકર મહારાજના વચનામૃતનું પાન કરી જીવો સંસારના પ્રબલ તાપને પ્રશાંત કરે છે, હિંસક, ઘાતકી પશુપક્ષીઓ જાતી સ્વભાવના કુર વૈરને દૂર કરી તીર્થકર મહારાજાની અમોઘ શીતલ વાણીનું પાન કરી, વૈરાગ્ય રંગીત થઈ સદ્ગતિ ગામી થાય છે. કહ્યું છે કે – वीतरागना अतिशयो सारंगी सिहशावं स्पृशति सुतधियानंदिनी व्याघ्रपोतं, मार्जारी हंसबालं प्रणयवरवशा केकिकांता भुजंगं । वैराण्या जन्मजातान्यपि गलित मदा जंतवोऽन्ये त्यजंति, श्रित्वा साम्यैकरुढं प्रशमितकलुषं श्री जिनं क्षीणमोहम् ॥१॥ ભાવાર્થ – એકાંત શાંત રસમાં મગ્ન થયેલા, તથા સર્વ પાપથી રહિત અને મોહકર્મ જેમનું નાશ પામ્યું છે એવા શ્રી જિનેશ્વર મહારાજનો આશ્રય કરીને જીવો મદનો ત્યાગ કરી જાતિવૈરને છોડી દે છે. હરણી સિંહના બચ્ચાને પોતાના પુત્રની બુદ્ધિ વડે કરી સ્પર્શ કરે છે, ગાય વાઘના બચ્ચાને સ્પર્શ કરે છે, તથા બિલાડી હંસના બચ્ચાને સ્પર્શ કરે છે તથા સ્નેહને વિષે પરવશ ભાવ પામી મયૂરી સર્પને સ્પર્શ કરે છે. For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સમવસરણ નું સ્વરૂપ જે અવસરે તીર્થંકર મહારાજાને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે અવસરે વાયુકુમાર દેવતાઓ માનનો ત્યાગ કરી, એક યોજન ભૂમિને શુદ્ધ કરે છે, મેધકુમાર દેવતાઓ તે શુદ્ધ ભૂમિને સુંગધી પાણીની વૃષ્ટિવડે સિંચન કરે છે, તે ભૂમિ ઉપર વ્યંતર દેવો ભક્તિથી પોતાના આત્માની પેઠે સુંદર કિરણોવાળા સુવર્ણ, માણિકય અને રત્નોના પાષાણથી ઉંડુ ભૂમિતલ બાંધે છે, તેના ઉપર જાણે પૃથ્વીથી જ ઉત્પન્ન થયેલ હોય ની શું ? એવા સુગંધી, પંચરંગી, નીચે ડીંટવાળા પુષ્પોની જાનુ પ્રમાણ વૃષ્ટિ કરે છે, તેની ચારે દિશામાં આભૂષણરૂપ કડીયા હોય, તેમ રત્નો માણિકય અને સુવર્ણના તોરણો બાંધે છે, ત્યાં ગોઠવેલી રત્નોની પુતલીના તેહના પ્રતિબિંબ એક બીજામાં પડવાથી, સખીયોને જાણે પરસ્પર આલિંગન કરતી હોય તેવી તેઓ ભાસતી હતી. સ્નિગ્ધ, ઈંદ્રનીલ મણિયોથી ઘડેલા, મઘરના ચિત્રો નાશ પામેલા કામદેવને છોડી દીધેલા, પોતાના ચિહ્નરૂપ મઘરના ભ્રમને ઉત્પન્ન કરનારા દેખાતાહતા. ભગવાનના કેવલજ્ઞાન કલ્યાણકથી ઉત્પન્ન થયેલા જાણે દિશાઓના હાસ્ય હોયએવા શ્વેત છત્રો ત્યાં શોભી રહે છે, અતિ હર્ષથી-પૃથ્વીએ પોતાને નૃત્ય કરવા માટે, જાણે પોતાની ભુજાઓ ઉંચી કરી હોય તેવી ધ્વજાઓ ફરકતી હતી, તોરણોના નીચે સ્વસ્તિકાદિક અષ્ટમંગલિકના શ્રેષ્ઠ ચિહનો કર્યા હતા, તે બલીપીઠનેજાવ જણાતા હતા, સમવસરણનો ઉપલો ભાગ પ્રથમગઢ વૈમાનિક દેવતાઓએ બનાવેલો હતો, તેથી જાણે રત્નગીરીની, રત્નમય મેખલા ત્યાં લાવ્યા હોય તેમ જણાતું હતું, તે ગઢના ઉપર જાતજાતના મણિયોના કાંગરા બનાવ્યા હતા, તે પોતાના કિરણોથી આકાશને વિચિત્ર વર્ણવાળું બનાવતા હોય એમ લાગતું હતું, મધ્યમાં જ્યોતિષી દેવતાઓએ જાણે પિંડરૂપ થયેલ પોતાના અંગની ૬ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જયોતિ હોય ને શું? એવા સુવર્ણથી બીજો ગઢ કર્યો હતો. તે ગઢ ઉપર રત્નમય કાંગરાઓ કર્યા હતા. તેજાણે સુર, અસુરની સ્ત્રીઓને મુખ જોવા માટે રત્નોના દર્પણો રાખ્યા હોય ને શું ? એવા જણાતા હતા. ભક્તિથી વૈતાઢય પર્વત જાણે ગોળ થયો હોય ને શું? તેવો રૂપાનો ત્રીજો ગઢ બાહ્ય ભૂમિ ઉપર ભુવનપતિએ રચેલો હતો, તે ગઢની ઉપર દેવતાઓની વાવડીઓના પાણીમાં, સુવર્ણનાં કમળો હોય એવા વિશાલ કાંગરાઓ બનાવ્યા હતા. તે ત્રણે ગઢની પૃથ્વી, ભુવનપતિ, જ્યોતિષી વિમાનાધિપતિની લક્ષ્મીના એક ગોળાકાર કુંડલ વડે શોભે તેવી શોભતી હતી, પતાકાના સમૂહવાળા માણિકામય તોરણો પોતાના કિરણોથી જાણે બીજી પતાકાઓ રચતા હોય તેમ જણાતા હતા. તે દરેક ગઢને ચાર ચાર દરવાજા હતા, તે જાણે ચતુર્વિધ ધર્મને ક્રીડા કરવાના ચાર ગોખલા હોયને શું? તેવા દેખાતા હતા. તે દરેક ધારોએ વ્યંતરોએ મૂકેલા, ધૂપના પાત્રો, ઇંદ્રનીલમણિના સ્થંભના જેવી ધૂમ્રલતાને છોડતા હતા, તે સમવસરણના દરેક દ્વારે ગઢની જેમ ચાર ચાર બારણાવાળી, સુવર્ણના કમલવાળી, વાવડીયો કરી હતી, અને બીજા ગઢમાં પ્રભુને વિશ્રામ કરવા માટે દેવછંદ બનાવેલ હતો. પ્રથમ ગઢના પૂર્વદ્વારમાં અંદર, બંને તરફ સુવર્ણના જેવા વર્ણવાળા, વૈમાનિક દેવો દ્વારપાળ થઈને રહ્યા હતા, દક્ષિણ દ્વારમાં બન્ને બાજુએ જાણે બીજાના પ્રતિબિંબ હોય તેવા ઉજ્જવળ વર્ણવાળા વ્યંતર દેવતા દ્વારપાળો થયા હતા. પશ્ચિમ દ્વારમાં સાયંકાળે જેમ સૂર્ય ચંદ્ર સામસામા આવીને રહે તેમ રક્ત વર્ણવાળા જયોતીષી દેવતા દ્વારપાળો થયા હતા, ઉત્તર દ્વારે જાણે ઉન્નતમેઘ હોય તેમ કૃષ્ણ વર્ણવાળા બે ભુવનપતિ દેવતા, બન્ને તરફ દ્વારપાળ થઈ રહેલા હતા, બીજા ગઢના ચારે દ્વારે બન્ને તરફ અનુક્રમે અભય, પાશ અંકુશ, મુદ્ગરને ધારણ કરનારી, શ્વેતામણિ, સ્વર્ણમણિ અને For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નીલમણિની ક્રાંતીવાળી, પ્રથમ પ્રમાણે ચાર નિકાયની, જયા, વિજયા, અજિતા, અપરાજિતા નામની બે બે દેવીઓ પ્રતિહારી થઈ ઊભી રહેલી હતી, છેલ્લા દ્વારના ચારે ગઢને ચારે દ્વારે તુંબરૂ, ખટ્વાંગધારી, મનુષ્ય મસ્તક માલાધારી અને જટા મુકુટમંડિત, એ નામના ચાર દેવતાઓ દ્વારપાળ થયા હતા. સમવસરણની મધ્યમાં વ્યંતરોએ, ત્રણ કોશ ઉંચું એક અશોક વૃક્ષ રચ્યું હતું. તે જાણે જ્ઞાન દર્શન, ચારિત્રારૂપી, રત્નત્રયનો ઉપદેશ કરતું હોય તેવું જણાતું હતું. તે વૃક્ષની નીચે વિવિધ રત્નોથી એક પીઠિકા રચી હતી તે પીઠિકા ઉપર અપ્રતિમ, મણિમય એક છંદ રચ્યો હતો. છંદની મધ્યમાં પૂર્વ દિશા તરફ જાણે સર્વ લમીનો સાર હોય તેવું પાદપીઠ સહિત રત્નમય સિંહાસન રચેલું હતું, અને તેની ઉપર ત્રણ જગતના સ્વામીપણાના ત્રણ ચિન્હો હોય તેવા ઉજજવળ ત્રણ છત્રો રચ્યા હતા. સિંહાસનની બે બાજુએ, બે યક્ષો, જાણે હૃદયમાં નહિ સમાવાથી બહાર આવેલા ભક્તિના બે સમૂહ હોય તેવા બે ઉજ્જવળ ચામરોને લઈ ઊભા રહ્યા હતા. સમવસરણના ચારે દ્વારની ઉપર, અદ્ભુત ક્રાંતિના સમૂહવાળું એક એક ધર્મચક્ર, સુવર્ણના કમલમાં રાખ્યું હતું. બીજાં પણ કરવા લાયક જે જે કર્તવ્ય હતું. તે સર્વ કૃત્ય વ્યંતરોએ કરેલું હતું. કારણ કે સાધારણ સમવસરણમાં તેઓ અધિકારી હોય છે. OT જિનેશ્વર મહારાજની વાણી HO ૧. વીતરાગની વાણી, ભરવલ્લી કૃપાણી, ભવ રૂપી વેલડીને કાપવામાં તરવાર સમાન છે. વીતરાગની વાણી, સંસાર સમુદ્ર તારિણી, સંસાર રૂપી સમુદ્રને પાર પાડવામાં વહાણ-જાતાજના સમાન છે. ૩. વીતરાગની વાણી, મહા મોહાંધકાર દિનકરાનુકારિણી, મહાન મોહરૂપી અંધકારને નાશ કરવામાં સૂર્ય સમાન છે. ન ૮ ~ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ૪. વીતરાગની વાણી, આગમોગારિણી, આગમના ઉદ્ગારને કરવાવાળી છે. ૫. વીતરાગની વાણી, ચતુર્વિધ સંઘમનોહારિણી, શ્રી ચતુર્વિધ સંઘના મનને હરણ કરવા વાળી છે. ૬. વીતરાગની વાણી, ભવ્યકર્ણામૃતશ્રવિણી, ભવ્ય જીવોના કાનને વિષે અમૃતના સ્ત્રાવ કરનારી (રેડનારી) છે. ૭. વીતરાગની વાણી, કુમતિ નિવારણી, કુબુદ્ધિને નિવારણ કરનારી વીતરાગની વાણી, સકલ સંશય હારિણી, ભવ્ય જીવોના સમગ્ર સંશયોને હરણ કરવા વાલી છે. ૯. વીતરાગની વાણી, યોજન વિસ્તારિણી, એક યોજન ભૂમિ સુધીમાં વિસ્તારને પામવાવાલી છે. ૧૦. વીતરાગની વાણી, મિથ્યાત્વછેદિની મિથ્યાત્વને છેદન કરનારી ૧૧. વીતરાગની વાણી, પાપ વિશોધિની પાપનું વિશોધન કરનારી છે. ૧૨. વીતરાગની વાણી ક્રોધદાવનલઉપથમિની-ક્રોધરૂપી દાવાનલને ઉપશાંત કરનારી છે. ૧૩. વીતરાગની વાણી, કલિમલમલયિની, કલિમલને પ્રલય કરનારી ૧૪. વીતરાગની વાણી, મન્મથíભિની, કામદેવનો નાશ કરનારી ૧૫. વીતરાગની વાણી, હૃદય આલ્હાદિની, હૃદયને આલ્હાદ ઉત્પન્ન કરનારી છે. For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ૧૬. વીતરાગની વાણી, અમૃતરસસ્વાદિની, અમૃત રસનો આસ્વાદન કરાવનારી છે. ૧૭. વીતરાગની વાણી, મુક્તિ માર્ગ પ્રકાશિની, મુક્તિના માર્ગને પ્રકાશ કરનારી છે. ૧૮. વીતરાગની વાણી, દુર્ગતિનિર્માશિની, દુર્ગતિનો નાશ કરનારી છે. ૧૯. વીતરાગની વાણી, અજરામરપદદાયિની, અજર અમરપદ અર્થાત્ નિર્વાણ-મોક્ષને આપનારી છે. जिनवंदन फल જૈન કુલને વિષે જન્મ પામી તે કુલ તથા માનવ જન્મ તેમજ પોતાના પવિત્ર આત્માનો ઉદ્ધાર કરવામાં નિરંતર દેવનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે દરેક વ્યક્તિઓનો ઉદ્ધાર દેવના વંદન, પૂજન નમસ્કાર કરવાથી જ થઈ શકે છે. જિનેશ્વરદેવ રાગદ્વેષાદિક અઢાર દોષોને જીતી વીતરાગ પદને પામેલા છે, અને જે જિનેશ્વર મહારાજને વંદન કરવાથી જ ભવ્ય જીવ સ્વર્ગ તેમજ અપવર્ગના સુખને પામે છે. શાસ્ત્રકાર મહારાજ સિદ્ધાંતોમાં જિન વંદનના ફળને નીચે મુજબ કથન કરે છે. जिणवंदणं कुणंतो, हाइ नरो दुठ्ठकम्मसंघायं । पावइ पुन्नं विउलं तहमेअ निसामेह 112 11 ભાવાર્થ :—જિનેશ્વર મહારાજને વંદન કરનાર માણસ પોતાના દુષ્ટ કર્મના સમૂહને હણી નાખે છે, તથા મહાન પુન્યને પામે છે, તેહ ભવ્ય જીવો ! તમે સાંભળો. ૧૦ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ होइ चउत्थोवासस्स, जं फलं चिन्तिएण मणसावि । छठ्ठोवासफलं पुणं, उठ्ठिय मत्तस्य संपडइ ભાવાર્થ –જિનેશ્વર મહારાજને વંદન કરવા માટે મનને વિષે ચિંતવન કરનાર માણસ એક ઉપવાસના ફળને પામે છે. અને વંદના કરવા ઉઠેલ માણસ છ8 (બે ઉપવાસ) ના ફલને પામે છે. પુનરપિगमणारंभे संपडइ, अठ्ठमत्तम्मि जं फलं भणिअं । गमणे पुण दसमकयं, होइ फलं तस्स नियमेण ॥३॥ ભાવાર્થ :–જિનેશ્વર મહારાજને વંદન કરવા માટે ગમન કરવાનો આરંભ (પ્રારંભ) કરનાર મનુષ્ય અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) ના ફલને પામે છે, અને ચાલવા માંડે છે તે સમયમાં ચાર ઉપવાસના ફલને પામે છે. अपि च वच्चंतस्सय जायइ, पुरिसस्स दुवालसम्मि तवकम्मं । पक्खोववास फलं पुण, मज्झपए से ठिओ लहइ ॥४॥ • ભાવાર્થ - જિનેશ્વર મહારાજને વંદન કરવા ચાલનાર માણસ બાર ઉપવાસના ફળને પામે છે તથા મધ્ય ભાગને વિષે પહોચેલ મનુષ્ય પંદર ઉપવાસના ફળને પામે છે. दिढे जिणिंदभवणे, वरिसोवासस्स जं फलं होई । वरिससओ वासफलं, जिणभवण पयाहिणे लहइ ॥५॥ ભાવાર્થ – જિનેશ્વર મહારાજના ભુવનને દેખનાર મનુષ્ય એક વર્ષના ઉપવાસના ફલને પામે છે, તથા જિનેશ્વર મહારાજના ભુવનને ૧૧ ૧૧ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રદક્ષિણા કરનાર માણસ સો વર્ષના ઉપવાસના ફલને પામે છે. अन्यच्च वरिस सहस्सो वासम्मि, जं फलं तं जिणिंददिढम्म । जिणवंदणं कुणंतो, अनंतं पुन्नं जिओ लहइ IF I ભાવાર્થ :- જિનેશ્વર મહારાજને, દૃષ્ટિથી દેખનાર મનુષ્ય એક હજાર વર્ષના ઉપવાસના ફલને પામે છે, અને વંદન કરતો છતો અનંત પુન્યને ઉપાર્જન કરે છે. दुरितं दुरतो याति साधुवादः प्रवर्तते । दारिद्रमुद्रा विद्राति, सम्यगू दृष्टे जिनेश्वरे ॥ १ ॥ ભાવાર્થ :—જિનેશ્વર મહારાજને સમ્યકૢ પ્રકારે ભાવ સહિત દેખવાથી પાપ કર્મ દૂરથી જ દૂર જાય છે, તથાજગતમાં યશોવાદ પ્રવર્તમાન થાય છે, તથા દારિદ્રપણું સર્વથા નષ્ટ ભાવને પામે છે. હવે જ્યારે જિનેશ્વર મહારાજને દેખવાથી જ ઉપરોક્ત સુખની, લાભની, યશની પ્રાપ્તિ થાય છે, ત્યારે અરિહંત મહારાજને નમસ્કાર કરવાથી કેટલા ફળની પ્રાપ્તિ થતી હશે ? તેનો વિચાર કરો. કિંબહુના! અહિત મહારાજને નમસ્કાર કરનારા ભવ્ય જીવોને સુખની સીમા જ રહેતી નથી. उक्तं च विशेषावश्यकसूत्रे, अरिहंत नमोक्कारो, जीवं मोएइ भव सहस्साओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए 11811 ભાવાર્થ :- અર્નિંહત મહારાજને કરેલો નમસ્કાર હજાર ભવથકી જીવોને મુકાવે છે. અને ભાવ થકી કરેલો નમસ્કાર વળી બોધિ બીજના લાભને માટે થાય છે. ૧૨ For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વિવેચન : ઇહાં નામ નમસ્કાર, સ્થાપના નમસ્કાર, દ્રવ્ય નમસ્કાર, અને ભાવ નમસ્કાર આ ચાર પ્રકારના નમસ્કાર કહેલા છે. તેમાં અહત શબ્દ જોડી કરી અહત આકાર યુક્ત સ્થાપના ગ્રહણ કરી શકાય છે. અને તેને નમસ્કાર કરવાથી સ્થાપના નમસ્કાર કહેવાય છે, તથા નમોકારો નમસ્કાર એ શબ્દ વડે નામ નમસ્કાર કથન કરી શકાય છે, તથા અંજલી આદિ વડે કરેલો નમસ્કાર તે દ્રવ્ય નમસ્કાર કથન કરી શકાય છે, તેમજ આત્માના અંતરઅધ્યવસાયથી કરેલ નમસ્કાર તે ભાવ નમસ્કાર કહેવાય છે, તેજ ઉત્તમોત્તમકારણથી અરિહંત મહારાજને કરેલ નમસ્કાર જીવને હજાર ભવ સુધી મુક્ત કરે છે, કિંબહુના ! અનંત ભવો થકી પણ મુક્ત કરી સંસારના પારને પમાડે છે. યધપિ જેના કર્મ કાંઈક બાકી રહેલા હોય, અને આયુષ્યની પૂર્ણાહુતિ થઈ જાય તો નમસ્કાર તદ્ભવ મુક્તિ આપતો નથી, તોપણ બીજા ભવને વિષે મુક્તિ જરૂરાજરૂર આપે છે, કદાચ ઘણા કર્મ બાકી રહેલા હોય તો પણ અન્ય જન્મને વિષે પણ બોધિબીજના લાભને માટે થાય છે બોધિ લાભ એટલે નિશ્ચય સ્વલ્પ ભવમાં મુક્તિના હેતુ ભૂત થાય अत्र भव्यम् अरहंता गारवई ठवणा, नाम मयं नमुक्कारो । भावेणं तिय भावो, दव्वं पुण कीरमाणोत्ति પા૨ા. इय नामाइ चउव्विह, बज्झब्भंतर विहाण करणाओ । सो मोएइ भवाओ, होइ पुणो बोहिबीयं च ॥२॥ ભાવાર્થ –અહંત આકાર યુક્ત સ્થાપના, નામ વડે કરી નામ, ભાવ વડે કરી ભાવ, અને અંજલી આદિથી કરેલ નમસ્કાર તે દ્રવ્ય નમસ્કાર કહેવાય છે. એ નામાદિ ચાર પ્રકારનો નમસ્કાર તે બ્રાહ્મ અત્યંતર વડે કરવાથી ભવથકી મુક્ત કરે છે. વળી પણ બોધિબીજની ૧૩ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રાપ્તિને કરે છે. अरहंत नमोक्कारो, धन्नाण भवखयं करंताणं । हिययं अणुमुयंतो, विसोत्तिया वारओ होइ ॥१॥ ભાવાર્થ :–ભવક્ષયને કરનારા, ધન્ય પુણ્યવંત જીવોના હૃદયને નહિ ત્યાગ કરનાર અહત નમસ્કાર જે છે તે ઉત્તમ જીવોના અસત્ માર્ગ પ્રત્યે ગમન કરવાના અધ્યવસાયને દૂર કરનાર થાય છે. अत्र भाष्यम् धन्नाण नाणाइ घणा, परित्त संसारिणो पयणुकम्मा । भवजीवियं, पुणब्भवो, तस्सेह क्खयं करिताणं ॥१॥ इह वि स्सोओ गमणं, चित्तस्स विस्सोत्तिया अवज्झाणं । अरहंतनमोक्कारो, हियैव गओ तं निवारेई ॥२॥ ભાવાર્થ :- ધન્ય જ્ઞાન દર્શન ચારિત્રાદિ ધનસંયુક્ત તથા પરિમિત સંસારી તેમજ સ્વલ્પ કર્મવાળા અને ભવ જીવિત એટલે ભવક્ષયને કરનારા, વિસ્ત્રોતિકા ગમનંચિત્ત અપધ્યાન તેને અંતઃકરણને વિષે પ્રાપ્ત થયેલા, અહત નમસ્કાર ચિત્તના અસદ્ વિચારોને દૂર કરે છે. तथाऽर्हन्नमस्कारस्यैव महार्थतां दर्शयति अरहंत नमोक्कारो, एवं खलुवण्णिओ मइत्थोत्ति । जो मरणम्मि उवग्गे, अभिक्खणं कीरइ बहुसो ॥२॥ ભાવાર્ય –અરિહંતને નમસ્કાર એ પ્રકારે નિશ્ચય મહાન અર્થયુક્ત વર્ણવેલ છે, (વર્ણન કરેલ છે.) તે નમસ્કાર મરણ દશા સમીપભાગને વિષે પ્રાપ્ત થયે છતે, વારંવાર કરવો કારણ કે વારંવાર અરિહંતને નમસ્કાર કરવાથી મહાન લાભને આપનાર થાય છે. હવે કેટલાયેક જિનમંદિરમાં પરમાત્માને નમસ્કાર કરતા જાય છે. પરંતુ પૂરા નહિ નમતાં તેમજ અંગોપાંગને નહિ નમાવતાં પૂર્ણ ફળને M૧૪ - ૧૪ For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રાપ્ત કરતા નથી, માટે તમામ જીવોએ પંચાગ નમસ્કાર કરવો, તેમ કરવાથી સુરેન્દ્ર દત્તના પેઠે મહાન સિદ્ધિ મેળવી પરમસુખને પામે છે તીર્થંકર મહારાજાઓને, તથા પ્રવચનીકોને, તથા યુગપ્રધાનને, તથા આચાર્ય મહારાજાઓને, તથા અતિશયવંત કેવળી મહારાજાને, તથા પૂર્વધરોને, તથા આમર્યાદિક ઔષધિઆદિ રિદ્ધિ પામેલાને નમસ્કાર કરવો. તેમનું દર્શન કરવું, તેમનાં ગુણોનું કીર્તન કરવું, ઉત્તમ સુગંધિ વસ્તુ વડે કરી પૂજન કરવું, સ્તોત્રાદિકવડે કરી સ્તવવું તેથી જીવોને દર્શનશુદ્ધિ થાય છે, તેઝારણ માટે નવ પ્રકારના ચૈત્યવંદનને વિષે પંચાંગ નમસ્કાર કરવો, તે ચૈત્યવંન ભાષ્ય અર્ધગાથાથી કહે છે. यथोक्तम्-पणिवाओ पंचंगो, दोजाणुकरदुगुत्तमंगं च પ્રણિપાત-બે ઢીંચણ, બે હાથ, ને એક મસ્તક આ પાંચને ભેગા કરવાથી કહેવાય છે, એટલે પાંચે નમ્રઅંગે ભૂમિને સ્પર્શ કરી નમસ્કાર કરવો, જે માટે આચારાંગ ચૂર્ણિમાં કહેલ છે. कहं नमंति सिरपंचमेण कारणं, इति. મસ્તક છે પાંચમું જેને વિષે એવા શરીર વડે કરીને કેવી રીતે નમસ્કાર કરે છે તે કહે છે. एकांगः शिरसो नामे, सद्वयंगः करयो द्वयोः। त्रयाणां नमने त्र्यंगः करयो शिरसस्तथा ॥१॥ चतुर्णां करयोर्जान्योनमने चतुरंगकः । शिरसा क रयोर्जान्वोः पंचागः पंचमो मतः ॥२॥ ભાવાર્થ –એકલું મસ્તક નમાવવાથી એક અંગથી નમસ્કાર કરેલ કહેવાય છે, અને બે હાથ જોડી નમસ્કાર કરવાથી બે અંગ વડે કરીને નમસ્કાર કરેલ કહેવાય છે, બે હાથ અને મસ્તક વડે કરેલ નમસ્કાર ત્રણ અંગવડે કરીને કરેલ નમસ્કાર કહેવાય છે, બે ઢીંચણ અને For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બે હાથ વડે કરેલો નમસ્કાર ચાર અંગવડે કરી નમસ્કાર કરેલો કહેવાય છે, અને બે હાથ તથા બે ઢીંચણો તથા એક મસ્તક એમ પાંચ અંગોથી કરેલ નમસ્કાર પંચાગ નમસ્કાર કહેલ છે-૨. એવી રીતે સાધુઓને પણ વંદના જે થાય છે તે પણ બહુ ગુણને માટે થાય છે, જે માટે ઉપદેશ માળામાં કહ્યું છેअभिगमण वंदण नमसण, पडि पुछणेण साहूणं । चिरसंचियंपिकम्मं, खणेण विरलतण मुवेइ ॥१॥ ભાવાર્થ :- સાધુઓના સન્મુખ જવાથી તથા તેમને વંદના નમસ્કાર કરવાથી તથા તેને પ્રતિપૃચ્છા કરવાથી લાંબા કાળથી સંચય કરેલું કર્મ પણ ક્ષણ માત્રામાં વિલય ભાવને પામે છે. O પંચાંગ પ્રણામ ઉપર સુરેંદ્રદત્ત કુમારનું દૃષ્ટાંત) ભરતક્ષેત્રમાં મથુરાનગરીને વિષે સમરસિંહ નામનો રાજા હતો, તેને લલિતા નામની રાણી હતી તેમને સુરેન્દ્ર દત્ત નામનો પુત્ર હતો. તે એકદા વનને વિષે કીડા કરવા ગયો. ત્યાં બહુ શિષ્યોના પરિવારવાળા ગુણધર આચાર્યને નમસ્કાર કરીને તેમના પાસે ધર્મોપદેશ સાંભળવા બેઠો ગુરૂમહારાજે પણ નીચે પ્રમાણે ઉપદેશ કર્યો કે “જે ભવ્ય પ્રાણી ઉત્તમોત્તમ બુદ્ધિને ધારણ કરીને પરમાત્માને પંચાગ પ્રણિતાતપૂર્વક નમસ્કાર કરે છે તે આ પૃથ્વીતલને વિષે પોતાના યશને વિષે કરીને અને દૂર્ગતિના દુઃખરૂપી વૃક્ષને કાપીને સદગતિ મેળવવા ભાગ્યશાળી બને છે, એટલું જ નહિ પણ તે આ લોકમાં મોટી રાજય લક્ષ્મીને મેળવે છે, એવી રીતે શ્રવણ કરી સુરેન્દ્રદત્તે જિનેશ્વર મહારાજ, તથા મુનિમહારાજને પંચાંગ પ્રણામથી વંદન કરવાનો અભિગ્રહ કર્યો. એકદા રાજસભામાં રાજા પાસે કુમાર બેઠો છે, તેવામાં દ્વારપાળ આવીને વિનંતી કરી કહે છે કે – “કુશવત્સલ નગરનો અધિપત For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ હરિવહન રાજાનો પ્રધાન બારણે આવીને ઉભો છે, તમારું દર્શન ઇચ્છે છે, તેને શી આજ્ઞા છે.” રાજાએ કહ્યું કે “તેને જલ્દી મોકલ. દ્વારપાળે મોકલ્યો એટલે રાજાને પ્રણામ કરી આપેલ આસન ઉપર બેસી કુશલ વાર્તા પૂછીને વિનંતિ કરે છે કે-“હે સ્વામિન ! મારા સ્વામિને આઠ છોકરીઓ રત્નાવતી આદિ છે, તેઓ સુરેન્દ્રદત્તનાં રૂપ, લાવણ્ય લીલાવિલાસાદિક સાંભળીને તેને જ વરીશું, બીજાને નહિ એવી રીતે નિશ્ચય કરી દ્રઢ રાગવાળીઓને પોતાના પ્રધાન પુરૂષો સાથે રાજાએ મોકલાવી છે, માટે શુભ દિવસે તેના મનોરથો ફળીભૂત હો.” એવી રીતે સાંભલી રાજાએ વનને વિષે તેના યોગ્ય આવાસો આપ્યા, તેમજ નિમિત્તવેત્તા જયોતિષિઓએ કહેવા પ્રમાણે સારા મુહૂર્ત આઠે કન્યાનું સુરેંદ્રદત્તે પાણીગ્રહણ કર્યું. વિસ્મયને પામેલા લોકો કુમારનાં સૌભાગ્યને વર્ણવે છે. એકદા ગુણધર આચાર્ય આવ્યા સર્વલોક સમક્ષ પંચાંગ પ્રણિપાત પૂર્વક સુરેન્દ્રદત્તકુમાર ધર્મને સાંભળે છે. यः सर्वांग गुरुप्रमादे पुलकः पंचांगभूस्पर्शनो, दुष्टानंगविद्यातिनो जिनपतेः पादद्वयं वन्दते । मुक्त्वाशेषषडं तरंगरिपुजित्सप्तांग राज्यश्रियम् । हत्वाष्टांगमशेषकर्मपटलं पाप्नोत्यसंगं पदम् ॥३॥ ભાવાર્થ : પોતાના સમગ્ર અંગને વિષે મહાન હર્ષને ધારણ કરી રોમાંચીત થઈ પંચાંગ નમાવી ભૂમિને સ્પર્શ કરી જે માણસ કામદેવના વિઘાત કરનારા જિનેશ્વર મહારાજના બંને ચરણ કમળને નમસ્કાર કરે છે તે ઉત્તમ પ્રકારની સાત પ્રકારની રાજયલક્ષ્મીને ભોગવી અર્થાત્ બાહ્યશત્રુઓને જીતી લઈને અત્યંતર છ શત્રુઓને હણીને તથા સમગ્ર કર્મ પટલને નાશ કરીને મુક્તિપદને મેળવે છે. એવા પ્રકારના પરમાત્માને પંચાંગ નમસ્કાર કરવાના ઉપદેશને ૧૭ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સાંભળીને સભા રંજન થઈ. ત્યાર પછી નગર લોકસહીત રાજા ગુરૂને પુછે છે કે ભગવંત આ સુરેન્દ્રદત્ત કુમારે પૂર્વ ભવમાં શું પુણ્ય કર્યું કે આ ભવમાં જે પુણ્યોદયથી મહાન સૌભાગ્યવાળો થયો ગુરૂ કહે છે કે પંચાંગ પ્રણામથી આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રને વિષે પારિભદ્ર ગામમાં આ સિંહ નામનો વ્યાપારી હતો તે જે કાર્ય કરે તે પાપના ઉદયથી નિષ્ફળ નિવડે તેથી ખેદ પામીને દેશાંતર ગયો પણ જયાં જાય ત્યાં દારીદ્રય તેની સાથેને સાથે જાય જે માટે કહે છે કે यथा रे दालिद्दविअक्खणा, वत्ता एक सुणिज्ज । अम्म देसांत्तर चलिया, तुं घरसार करिज्ज ॥१॥ ભાવાર્થ – રે વિચક્ષણદારીદ્રય તું એક મારી વાત સાંભળ અમે દેશાંતર પ્રત્યે જઇએ છીએ માટે તું ઇહાં રહીને ઘરની સારવાર કરજે આવું કહેવાથી દારીદ્રય બોલ્યું કે : – पडिवन्नउ गुरुआतणुओ, पडिवन्नह निव्वाण । तुम देसांतर चल्लिआं, अम्म पुण अग्गेवाण ॥१॥ ભાવાર્થ :– મોટા માણસો જેને પ્રથમથી પકડે છે તેને મરણ પર્યંત મુકતા નથી અર્થાત્ મેં તમને જન્મથી પ્રથમથી જ પકડેલ છે, માટે મારે મરણ સુધી તમને છોડવા જોઈએ નહિ, તમે જો દેશાંતર ચાલો છો તો અમો પણ તમારા આગેવાન થઈને આગળ જ ચાલશું. खल्वाटो दिवसेश्वरस्य किरणैः संतापितो मस्तके, वांच्छन् देशमनातपं विधिवशात् बिल्वस्य मूलंगतः । तत्राप्यस्य महाफलेन पतता भग्नं सशब्दं शिरेः, प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रेव यांत्यापदः ॥१॥ ૧૮ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાવાર્થ –જેને માથાને વિષે ટાલ પડી ગઈ છે તેવો કોઈ એક વિધુર માણસ રસ્તામાં ચાલ્યો જાય છે, તે વખતે સુર્યના તીક્ષ્ણ કીરણો વડે કરી મસ્તકમાં પીડા પામેલો તે જ્યાં છાયા હોય છે તે ભાગ પ્રત્યે જવાની વાંચ્છા રાખતો વિધિવશથી બીલીના વૃક્ષ નીચે ગયો. ત્યાં પણ અભાગ્યના યોગે બીલીના વૃક્ષનું ફળ તેના મસ્તક ઉપર પડવાથી શબ્દને કરતું મસ્તક ભાગી ગયું જેને માટે નીતિશાસ્ત્ર કહે છે કે નિર્ભાગ્ય માણસ જ્યાં જાય ત્યાં પ્રાયઃ કરીને આપત્તિને જ પામે છે. હવે નિર્વેદ પામી લક્ષ્મીનું મૂળ જાણીને તે સિંહ રોહણાચળ પર્વત ઉપર ગયો અને ત્યાં રાત્રી દિવસ નહિ ગણતો ખાણને ખોદવા લાગ્યો, અને જેટલા રત્નો નીકળ્યા તેને જીર્ણ વસ્ત્રને છેડે બાંધી ત્યાંથી પાછો ફર્યો. રસ્તાને વિષે થાકી જવાથી વગડાના ફળોને ખાઈને એક વૃક્ષ નીચે સૂઈ ગયો તેટલામાં વાંદરાનું ટોળું આવ્યું, તેમાંથી એકે રત્નની પોટલી લઈ લીધી. એટલામાં સિંહે જાગીને અરે વાંદરા, કયાં જાય છે મુકી દે, મુકી દે, મરી ગયો તું એમ કહી લાકડી લઈ તેની પાછળ દોડયો. વાંદરો પણ એક વૃક્ષથી બીજા વૃક્ષે બીજેથી ત્રીજે એમ પરંપરાએ જતો અદ્રશ્ય થઈ ગયો તેથી હા દેવ તે મને દારૂણ દુ:ખ દઈ હણી નાખેલ છે, કારણ કે વિધિ હૃદયમાં જે વિલાસ પામતો માણસ હોય તેમાં વિધિને કોઈ જુદા જ રૂપમાં મુકી દે છે એવી રીતે ચિંતા કરે છે, તેવામાં એકયોગી મળ્યો, તે કહે છે કે ચિંતાતુર કેમ છો ? તેને પોતાનો વૃત્તાંત કહ્યો, તેથી યોગીએ કહ્યું કે-મારી પાસે બહુ દ્રવ્યને આપવાવાળી રસસિદ્ધિ છે, માટે તું આવ તને તે હું આપું. તે યોગીના જોડે સિદ્ધિ વાળા કુવા પાસે ગયો ત્યાં માંચીને દોરડા બાંધી એક રસ ભરવાની તુંબડી આપી કુવામાં ઊતાર્યો તુંબડી ભરી જેવો સિંહ ઉપર આવે છે તેવામાં યોગીએ તે માગ્યું અને કહ્યું કે લાવ પણ હું આપીશ તો દોરડું કાપી નાંખશે તે ભયથી આપ્યું ૧૯ ભાગ-૧ ફર્મા-૩ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નહિ. સુખેથી કુવામાંથી નીકળ્યો અને યોગીની સાથે ચાલ્યો યોગીએ ચિંતવ્યું કે રસ લઈ મારી નાખ્યું પણ કદાચ તે પણ મને મારે તો પછી આ રસના તુંબડાનો કોણ ઉપયોગ કરશે. એવું ચિંતવી માયા કપટ કરવા લાગ્યોકેટલીક ભૂમિ ગયા પછી વિશ્વાસ ઉત્પન્ન કરી સિંહને યોગિએ હયું કે હું તને સોનાનો પુરૂષ આપીશ પરંતુ હમણાં આપણે ભોજન કરીએ. એવી રીતે એક ગામના બહાર વડના વૃક્ષ નીચે બેસી યોગીએ બે સોનામહોર આપી સિંહને ગામમાંથી ભોજન લાવવા કહ્યું વિશ્વાસ પામી રસનું તંબડુ મુકી સિંહ ગામમાં ગયો પાછળથી યોગી તુંબડાને લઈ કાગડાના પેઠે નાઠો ક્ષણમાં ભોજન લઈને આવ્યો અને યોગીને દીઠો નહિ. તેથી હણાઈ ગયો એમ કહીને મૂછને પામ્યો ચેતના આવવાથી વિચાર કરે છે કે, મોટા મોટા ધનના ઢગલા દેખાડી દઈ ક્ષણ માત્રામાં હરી લે છે કાંઈક ભોજન કરી સિંહ પછી યોગિની શોધ કરવા ચાલ્યો, અને એક પર્વત ઉપર ગયો, ત્યાં તત્કાળ કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલા અનેક દેવદેવી મનુષ્યોએ સેવેલા પ્રભાસ નામના મુનિમહારાજાને નમસ્કાર કરી ધર્મ શ્રવણ કરવા બેઠો. इह तुल्ले वि नमो, एगे षटपहुणो दरिद्दिणो अन्ने । धम्माधम्मफलं नाउं, भविआ ता कुणह धम्मंतु ॥१॥ ભાવાર્થ – આ મનુષ્ય લોકોને વિષે મનુષ્યપણુ જીવોને સમાન છતાં પણ એક પ્રભુ થાય છે અને અન્ય દરિદ્ર થાય છે તે ધર્મ અને અધર્મના ફળને જાણીને હે ભવ્ય લોકો તમે ધર્મને વિષે ઉદ્યમ કરો, नह इहलोइअंमि कज्जे, सव्व पामण उज्जमइ लाओ । ब तह जइ लक्खं सेणवि, परलोए ता सुही हुज्जा ॥२॥ ભાવાર્થ – આ સંસારમાં જે લોકો લૌકીક કાર્યને વિષે સર્વ બળ વડે કરીને ઉદ્યમ કરતા નથી, તે લોકો લક્ષાંશે પણ પરલોકને વિષે સુખી ન ૨૦) For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થયા વિના રહેતા નથી, અર્થાત્ સંસારમાં લૌકિક કાર્યને વિષે પણ જીવો મંદ પરિણામને ધારણ કરે છે, તેને લક્ષાંશે પણ પરલોકને વિષે સુખ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. धम्मेण विणा जइ चिंतिआई, लब्भंति इत्थ सुक्खाइं । ता तिहुअणे वि सयले , न कोवि अ दुक्खिओ हुज्जा ॥३॥ ભાવાર્થ :- જો કોઈ પણ માત્ર આ દુનિયામાં ધર્મ વિના પોતાના ચિંતવેલા સુખને મેળવતો હોય તો સમગ્ર ત્રિલોક ને વિષે કોઈ પણ જીવ કદાપિ કાળે દુઃખને પામત નહિ. માટે ધર્મ કર્મથી જ ઇહલોક પરલોકને વિષે સુખની પ્રાપ્તિ થાય છે, એ ઉપદેશ સાંભળી સિંહ કહે છે કે-હે સ્વામિનું આપે કહ્યું તે સત્ય છે સાક્ષાત તેનો અનુભવ મેં કર્યો માટે કૃપા કરીને મારા લાયક ધર્મ મને આપો. અઢાર દુષણ રહિત દેવને વંદન કરવું, ઉત્તમ પ્રકારે જિનેશ્વર મહારાજનું પંચાંગ નમસ્કાર કરવો જોઈએ. પંચાગ નમસ્કારનો સિંહે નિયમ લીધો ને તે એવી રીતે કે જિનેશ્વર મહારાજ અગર જિનમૂર્તિને નમસ્કાર કરીશ ત્યારે જ મુખને વિષે પાણી નાંખીશ એવી પ્રતિજ્ઞા કરી ત્યાર પછી મુનિ વિહાર કરી ગયા. સિંહ પણ હર્ષ પામી પર્વત ઉપરથી નીચે ઉતર્યો અને જિનેશ્વર મહારાજને નમસ્કાર કર્યા આહાર છોડીને, બે દિવસે અટવીને ઉલ્લંઘન કરી જેમ તેમ મલય પુરે ગયો ત્યાં ઉદ્યાનને વિષે શ્રી યુગાદિ દેવાધિદેવની પ્રતિમાને પ્રફુલ્લિત નેત્રે ભાવથી વંદન કર્યું. તેના સત્વથી રંજન થયેલો ગોમુખ યક્ષ પ્રગટ થયો અને કહ્યું વર માગ સિંહે કહ્યું કે દ્રવ્ય આપો ગોમુખ યક્ષ જ્ઞાનથી જોવે છે તેવામાં તેજ યોગીને ગીરી ગુફાને વિષે મરેલો જોયો ને તેનુ રસનું તુંબડું પડેલું દેવું. તેજ રસનું તુંબડું લાવીને આપ્યું સિંહે કહ્યું કે મલ્યુ વળી જીર્ણ વસ્ત્રને છેડે બાંધેલી રત્નની પોટલી વાંદરાને મુખથી પડેલી તે પણ લાવી આપી For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આથી સુખી થયેલા સિંહે યક્ષને કહ્યું કે-મારા ગામે તું મને મુકી દે યક્ષે તેમ કર્યું કુટુંબમાં મોટો થયો અને જીવતા સુધી જિનેશ્વર મહારાજને પંચાંગ પ્રણામ કરવાથી-ત્યાંથી સિંહનો જીવ આવી આ સુરેંદ્રદત્ત કુમાર થયો છે તે સર્વ પંચાંગ નમસ્કારનું જ ફળ છે એવું સાંભળી કુમારને જાતિ સ્મરણ જ્ઞાન થયું, અને જિન નમનાદિ યુક્ત શ્રાવક ધર્મ અંગીકાર કર્યો અનુક્રમે નિયમની સાથે નિરતિચાર રાજયનું પ્રતિપાલન કરી પ્રાંતે સાધુપણું અંગીકાર કરી મહાશુક્ર દેવ થશે. ત્યાંથી સાત આઠ ભવ મનુષ્ય દેવના કરી મોક્ષે જશે. ઇતિસુરેન્દ્રદત્તકુમાર કથા. ચૈત્યવંદન ઉપર શ્રીદત્તાનું દૃષ્ટાંત DO જિનેશ્વર મહારાજના મૂળ બિંબની જમણી બાજુએ પુરૂષોએ અને સ્ત્રીઓએ મૂળ બિંબની ડાબી બાજુએ બેસી ચૈત્યવંદન કરવું, પરમાત્માની આશાતના ટાળવા માટે તેમનાથી જઘન્ય નવ હાથ દૂર બેસી ચૈત્યવંદન કરવું અને ઉત્કૃષ્ટ સાઠ હાથ અવગ્રહ મૂકી ચૈવંદન કરવું. પંચ સ્થાનકને વિષે હરિભદ્રસૂરિ આદિએ, ઉત્કૃષ્ટ, મધ્યમ, જઘન્ય, ૬૦-૫૦-૪૦-૩૦-૧૮-૧પ-૧૦-૯-૩-૨-૧ હાથ પ્રમાણે કહેલ છે. એવી રીતે વિધિ પ્રધાનતાવડે કરીને કરેલ ધર્માનુષ્ઠાન ફળીભૂત થાય છે. કહ્યું છે કેधर्मानुष्ठान वै तथ्यात्, प्रत्यापापो महान् भवेत् । ૌદ્રધનનો, દુ:પ્રવૃmiદવૌપધાત્ III ભાવાર્થ – જેવી રીતે ખરાબ ઔષધથી મહાન દુઃખની પ્રાપ્તિ થાય છે, તેવી જ રીતે ધર્મકરણિ વિના જીવોને ભયંકર દુઃખના સમૂહને કરનાર મહાન આપત્તિ પ્રાપ્ત થાય છે. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ अविधि चेइयाइं वंदिज्जा तस्सणं पायच्छितं उ वंदसिज्जा । जओ अविहिए चेइआइं वंदमाणो, अन्नेसि असद्धं जणेइ ॥ इअ काउणं इति महानिशीथसूत्रे सप्तम अध्ययने । ભાવાર્થ :- જે અવિધિથી દેવોને વંદન કરે તેઓને પ્રાયશ્ચિત લાગે, આવો ઉપદેશ કરવો, જે કારણ માટે કહ્યું છે કે:- અવિધિથી ચૈત્યોને વંદન કરતો બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. તેથી કરીને વિધિથી ચૈત્યવંદન કરવું. એમ મહાનિશીથસૂત્રના સાતમા અધ્યયનમાં કહેલું જાણી અવિતત્થપણાથી જ ચૈત્યવંદન ધર્માનુષ્ઠાન કરવું તેજ શ્રદ્ધાનું લક્ષણ છે. જે માટે હરિભદ્રસૂરિ મહારાજાએ લલિત વિસ્તરાવૃત્તિમાં કહ્યું છેविहिसारं चिय सेवइ, सद्वालु सत्तिमं अणुठाणं । दव्वाह दोसनिहओ, विपक्ख वाई वहइ तंमि ॥१॥ | ભાવાર્થ :- શ્રદ્ધાળુ માણસ પોતાની શક્તિ અનુસાર વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે. દ્રવ્યાદિ દોષવડે કરીને હણાયેલો તેને વિષે વિપક્ષપાતપણાને વહન કરે છે. એમ કરવાથી ચૈત્યવંદન કરવા ઉપર શ્રી દત્તાનું દૃષ્ટાંત કહે છે : હાંજ પૂર્વવિદેહ વિજયમાં મનોહર વૈતાઢય પર્વત ઉપર શિવમંદિર નગરીને વિષે વિદ્યાધરનો સ્વામી કીર્તિધર રાજા હતો તેને અનિલા નામની દેવી રાણી હતી. તેને ગજ, વૃષભ, કલશ સ્વમ સૂચિત પ્રતિવાસુદેવ દરિમીતા નામનો પુત્ર થયો એકદા પુત્રને રાજય આપી, શાંતિનાથ જિન પાસે કીર્તિઘરે દીક્ષા લીધી. ત્યાર પછી ચક્ર જેને ઉત્પન્ન થયેલ છે તથા ખેચરોયે નમસ્કાર કરેલ છે, એવા તેણે વૈતાઢય વિજયાઈ ત્રણ ખંડ સાધ્યા તેની અચિરારાણીને કનકશ્રી નામની પુત્રીને પ્રસવી તે For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુત્રી અનુક્રમે યૌવન અવસ્થા પામી. એકદા કલેશ કરનાર, બહુ લોકોને મારનારો, કોલાહલ પ્રિય, ભંડનપ્રિય, સાવદ્ય યોગવાન, શીયલપાલક નારદ ઋષિ પ્રતિવાસુદેવની સભામાં આવ્યા. સર્વ સભાએ ઉભા થઈ માન આપ્યું અને ડાભનું આસન નાખીને ઉપર બેઠા. રાજાએ પૂછ્યું કે હે સ્વામિનિ ! કયાંથી પધારો છો ! નારદ કહે છે કે –“શું પૂછ્યું ? સાધુને તો અનિયત વિહારીપણું હોય છે. જો એમ છે તો, હે સ્વામિનું ! કાંઇક અદ્ભુત વાર્તા કહો. તેથી નારદે કહ્યું કે હાલમાં સ્વર્ગને વિષે પણ અસંભવિત એક આશ્ચર્ય દેખેલ છે.” રાજાએ કહ્યું કે-“ક્યાં.'! તેથી નારદ કહે છે કે “આજ શોભાપુરીને વિષે અપરાજીત રાજા છે. તેના પુત્રો અનંતવીર્ય નામે તથા મહાવીર્ય નામે છે, તે જગતને તૃણ પ્રાયઃ માનતા મહાન ગર્વને વહન કરે છે. स्वचित निर्मितो गर्वः कस्य चित्ते न विद्यते । उत्क्षिप्य टिट्टिभः पादो, शेते भंगभयादिव ॥१॥ | ભાવાર્થ :- પોતાના ચિત્તને વિષે કરેલો ગર્વ કોના ચિત્તને વિષે થતો નથી, કારણ કે ટિટ્ટિભ નામનું પક્ષી આકાશ નીચે પડશે તો દુનિયા દબાઈ જશે, એવો ઇરાદો ધારણ કરી પોતાનો પગ ઊંચો રાખીને સૂવે છે પણ પોતાની પ્રતિજ્ઞાના પ્રતિપાલક તે બને છે. તે અનંતવીર્ય અને મહાવીર્ય નામના બન્ને ભાઈઓ પાસે બે ચિલાતી દાસી છે તે નાચ કરે છે, તે નૃત્ય દેવલોકમાં ઇંદ્ર મહારાજને પણ દુર્લભ છે. તમે તો વિજયધર્મ ચક્રી છો સૌધર્મ ઇંદ્રની પેઠે વિજયાઈ વસ્તુનું ભાજન તમારા સિવાય બીજો નથી.” એમ કહી નારદમુનિ આકાશમાં ગયા. તે સાંભળી દમિતારીએ શોભા નગરીને વિષે દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે-જે અદભુત હોય તે સર્વ પ્રતિવાસુદેવનું છે. માટે દાસીઓ બન્નેને જલ્દી ૨૪ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મોકલવી. એ વાત સાંભળી અનંતવીર્ય અને મહાવીર્ય અને રાત્રિને વિષે મસલત કરે છે કે જો તેને બને દાસીઓ આપીશું તો આપણું સર્વ જાય છે. હવે પૂર્વે આરાધન કરેલી પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાઓએ કહ્યું કે “હે સ્વામિન ! અમારા લાયક કામ ફરમાવો” હવે પ્રભાતમાં તે દેવીઓની જેટલામાં પૂજા કરે છે, તેટલામાં દૂત આવ્યો અને રાજાને કહે છે કે - “હે દુખ ! નિર્લજ ! અશિષ્ટ ! દુષ્ટ વિમર્શ કારિન્ ! દાસીઓ બન્નેને નહિ મુકતો, બલવંતના સાથે વિરોધ કરતો નષ્ટ ન થા. જે માટે કહ્યું છે કે, અનુચિત કર્યારંભ કરવો નહિ.” રાજાએ પોતાના બન્ને પુત્રો પાસે બને દાસી માગી, તેથી તે બન્ને ભાઈઓએ બન્ને દાસીનું રૂપ લઇને અને પોતાને ઠેકાણે બને દાસીઓને સ્થાપન કરી ક્રોધાંધ, દૂતની સાથે ગયા. અનુક્રમે પ્રતિવાસુદેવ પાસે ગયા, લજજા વડે કરી નમ્ર બન્નેને પ્રતિવાસુદેવે કહ્યું કે – “અમારે કનકશ્રી કન્યા છે, તેની પાસે નાચ કરી તેને રંજન કરો.' બહુ સારું એમ કહી તે ગયા કન્યાના અંતઃપુરમાં, હવે તેઓ નામ મધ્યે મહાવીર્ય અને અનંતવીર્યને ગાય છે, ત્યારે કનકશ્રીએ કહ્યું કે “એ અનંતવીર્યકોણ પુરૂષ છે કે જેને તમે માન કરો છો. તે અવસરે માયાવી દાસી કહે છે કે – “હે સુંદરી ! સોભાપુરને વિષે તમિત સાગર રાજાનો પુત્ર અપરાજીત છે, તેનો મોટો પુત્ર ગજ, વૃષભ, સરોવર, ચંદ્ર, એ ચાર મહા સ્વપ્ર સૂચિત બળદેવ ઉત્પન્ન થયેલો છે, ને નાનો ભાઈ શ્રી, હરિ, રવિ, ઘટ, રત્નૌઘ, જલધિ, અગ્નિ, સાત સ્વમ, સૂચિત અનંતવીર્ય ઉત્પન્ન થયેલ છે. તેણે પોતાનાં રૂપથી કામદેવને પણ જીતે છે, કિંબહુના પુરૂષ રત્ન છે.” એ સાંભળી કનકશ્રી રાગિણી થઈ અને કહે છે કે તેમને કયારે જોઇશ.'કન્યારૂપ મહાવીર્ય બલદેવ તેને કહે છે કે “તારી ઇચ્છા હોય તો તેને હું અહીં લાવું,” ત્યારે કનકશ્રી કહે છે કે –“તો બધુ મળી ગયું.” તે જ અવસરે પ્રગટ કરેલા સ્વરૂપને કનકશ્રી ૨૫. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પરણી.અનંતવીર્ય વાસુદેવ કહે છે કે – “હે સુભગે ! ચાલ આપણે શોભાપુર જઈએ.” તેણીએ કહ્યું કે- સ્વામિન્ ! મારો પિતા વિદ્યાધરનો સ્વામિ પાછળ આવશે. તો આપણે બન્નેને હણશે તેથી મારા નિમિત્તે અનર્થ થશે.” તેણે કહ્યું કે- તું ભય ન પામ, અમારા પાસે તારો પિતા કોણ ગણત્રી માત્ર છે. એવી રીતે પ્રજ્ઞપ્તિ વિદ્યાના બલથી વિમાન રચી તેમાં બેસી સભા વચ્ચે આકાશમાં રહીને બોલ્યો કે-“એ ! હે ! સાંભળો ! અનંતવીર્ય પોતાના ભાઈના સાથે આવી કનકશ્રીને લઈ જાય છે. માટે પાછળથી બોલશો નહિ કે આ ચોરી કરીને લઈ ગયો.' એમ કહી ચાલ્યો, તુરત દપિતારીએ ભેરી વગડાવી, સૈન્ય લઈ પાછળ ગયો, તેવામાં તે બંને ના રહ્યા, રણસંગ્રામ થયો, સર્વશસ્ત્ર અનંતર ચક્ર મૂકયું. અનંતવી હાથના પ્રહારથી હણેલા ચકે દમિતારીનું મસ્તક લાવી અનંતવીર્યના હા માં આપ્યું. તેના ઉપર પુષ્પની વૃષ્ટિ થઈને વાસુદેવ પ્રગટ થયો, તેમ દ્યોષણા કરી, માર્ગે જતાં કનકગિરિ સમીપે ગયા. ત્યાં ખેચરોએ ક કે - “સ્વામિન્ ! તમે ભગવાનની આશાતના ન કરો, કારણ કે જિનેર મહારાજને વંદના નમસ્કાર કરી પૂજા કરી પછી આગળ જવું જોઇએ તેથી અનંતવીર્ય વિગેરે પ્રદક્ષિણા કરી ચૈત્યવંદન કરી જેવા બહાર નીકળે છે. તેવામાં એક વર્ષ સુધી કાયોત્સર્ગને વિષે * કાર્તિધર મહારાજને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું તેથી તુષ્ટમાન થઈ પ્રદક્ષિણા કરી વંદન કરી, આગળ બેઠા કેવલી મહારાજે દેશના આપીइह निव्वुइ परमंगाणि, जंतुणो दुल्हाणि चत्तारि । मणुअतं धम्मसुइ, सद्धा संजमंमि विरियं ॥१॥ ભાવાર્થ :- આ લોકને વિષે પ્રાણીઓને મોક્ષના ચાર પરમ અંગો અત્યંત દુર્લભ હોય છે. (૧) મનુષ્યપણું, (૨) ધર્મશ્રવણ, (૩) શ્રદ્ધા, For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ (૪) સંયમમાં વીર્ય, તે ચારને મેળવીને ભવ્યજીવોએ મુક્તિ મેળવવા શીઘ્રતાથી ઉજમાળ થવું. તે વખતે કનકશ્રીએ કેવળી મહારાજને પૂછ્યું કે હે નાથ ! મે શું પૂર્વે પાપ કર્યું કે હું માતા, પિતા, ભાઈની વિરહિણી થઈ ” જ્ઞાની કહે છે કે – “ઘાતકીખંડને વિષે પૂર્વભવમાં શંખપુરનગરમાં શ્રીદત્તા જન્મથી દરિદ્ર હતી બાલ્યવયમાં તેના માતા પિતા મરણને શરણ થયા. પર ઘરમાં તે ધંધો કરી ઉદર પોષણ કરે છે. એકદા પરમાં ઘર પણ કામ ના મળ્યું, તેથી વગડાના વિષે લાકડા લેવા ગઈ ત્યાં પર્વત ઉપર સત્યયશ મુનિને દેખ્યા. તેને વંદન કરી કહે છે કે - “જન્મથી ઉદરપુરણ કરવાને પણ હું મંદ ભાગી છું, માટે મને તેવા પ્રકારનો ધર્મોપદેશ આપો કે હું આવું દુઃખ પરભવે ન પામું.” તે મુનિએ તેના યોગ્ય ધર્મ ચક્રવાલ તપ બતાવ્યું. નિરંતર ચૈત્યવંદન કરવું, પરંતુ વિધિ વડે કરવું, પણ અવિધિથી નહીં જો અવિધિથી કરશો તો વિષ મિશ્રિત અન્નનાં પેઠે દોષિત થશે શ્રીદત્તાએ હું એમજ કરીશ એમ કહી ઘરે ગઈ વિધિવડે કરી દેવોને નમસ્કાર કરી સારે મૂહુર્ત તપ શરૂ કર્યો તેમાં પ્રથમ અઠ્ઠમ બે કર્યા પછી છઠ્ઠ ૨૭ કર્યા તેના પ્રભાવથી સાધર્મિકના ઘરે પારણાદિક તથા ભોજનને પામે છે તપ અને ચૈત્યવંદન રંજીત લોકો સારા સારા વસ્ત્રાદિક આપે છે તેથી તેનું દ્રારિદ્રય દૂર થયું. એકદા તપનું ઉજમણું ન થયું એવો વિચાર કરે છે તેટલામાં ઘરની ભીંતમાંથી એક ભાગેથી દ્રવ્યની પોટલી પડી ઘણું દ્રવ્ય નીકળ્યું તે દ્રવ્ય વડે કરી ઉજમણામાં ચાંદીનું ધર્મચક્ર દેરાસરમાં મૂકયું તપના પારણાના દિવસે દિશાનું અવલોકન કરતાં માસક્ષમણને પારણે દુર્બળ અંગવાળા મુનિમહારાજ સુવ્રત નામના આવ્યા ત્યારે હર્ષના આંસુ પૂર્ણ હૃદયવાળી શ્રીદત્તાએ પાડેલા. તથા પોતાના આત્માને ધન્ય માની બાકી રહેલ ભોજન પોતે કર્યું, સુવ્રત સાધુ પાસે લીધેલ શ્રાવક ધર્મનું પ્રતિપાલન કરી કેટલોક For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કાળ નિરતિચારપણે ગાળ્યો, એકદા કર્મના યોગે ચૈત્યવંદન અવિધિથી કરે છે. જિનમંદિરમાં પ્રદક્ષિણા દેતાં વાર્તા કરે છે તે ચૈત્યવંદનને વિષે બીજુ ધ્યાન કરે છે એકદા વળી તેજ મુનિ મહારાજ આવ્યા, તેને વાંદવા ગઈ રસ્તામાં વિદ્યાઘરનાં જોડલાને દેખી તેના રૂપથી મોહિત થઈ, રાગવાળી થઈ, તેનું જ ધ્યાન કરતી વ્યાખ્યાન સાંભળી ઘરે આવી તેની આલોચના કર્યા વિના તું કમકશ્રી થઈને પિતા ભાઈની વિયોગિની થઈ જે માટે કહ્યું છે કે – जह चेव मुक्खफला, आणा आराहिआजिणिंदाणं । संसारदुःखफलिआ, तह चेव विराहिआ होइ ॥१॥ ભાવાર્થ :- જે માટે કહ્યું છે કે જિનેશ્વર મહારાજની આજ્ઞાનું આરાધના કરવાથી મોક્ષ ફળને આપનારી થાય છે, તથા ભગવાનની આશાની વિરાધના કરવાથી સંસારના પરિભ્રમણ રૂપ દુખને આપવાવાળી થાય છે. માટે ભગવાનની આજ્ઞા પાળવી. એ સાંભળી કનકશ્રી વિચાર કરે છે કે પોતે કરેલ અલ્પ કર્મથી પણ મહાન દુઃખ થાય છે માટે સંસાર ભોગથી સર્યું, હવે હું દીક્ષા લઉં તેણીએ દીક્ષા લેવાની રજા માગી પણ આપી નહિ બન્ને ભાઈઓ તેને લઈ પોતાને નગર ગયા. અનુક્રમે વિમલનાથ પાસે દીક્ષા લઈ કનકશ્રી, મોક્ષે ગઈ. આ ઉપરોક્ત શ્રી કનકશ્રીનું દ્રષ્ટાંત વાંચી તમામ ભવ્યાત્મા જીવોએ વિધિ સહિત ચૈત્યવંદન કરવું, કે જેથી કરીને અલ્પ કાળમાં સંસારનો અંત થઈ અનંતુ મોક્ષ સુખ મળે. આ ૨૮ ~ For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ 0 ચૈત્યવંદન અને પ્રદક્ષિણાનું સ્વરૂપ છે સાધુના અને ગૃહસ્થોના સર્વ અનુષ્ઠાનનું મૂલ ચૈત્યવંદન કહેલ છે, ચૈત્યવંદન સમ્યકત્વના હેતુભૂત કહેલ છે, જે માટે કહ્યું છે કે – मिच्छादसणमहणं, सम्मदंसण विसुद्धहेउं च ।। चिइवंदणाइ विहिणा, पन्नत्ता वीयरागेहिं ભાવાર્થ :- મિથ્યાદર્શનને મર્દન કરનાર તથા સમ્યગ્દર્શનના હેતુભૂત વીતરાગદેવે વિધિ વડે કરી ચૈત્યવંદન કરવાનું કહેલું છે. હવે ચૈત્યવંદન કરતાં પ્રથમ ૧૦ ત્રિકસાચવવી જોઇએ. તે કહે છે – ૩ નૈષધિકા, ૩ પ્રદક્ષિણા, ૩ પ્રણામ, ૩ પૂજા (અંગ, અગ્ર ભાગ), ૩ અવસ્થા (છબસ્થ ૧, કેવળી ૨, સિદ્ધત્વ ૩,) ૩ દિશા જોવાની વિરતિ (ઉર્ધ્વ અધઃ તિર્યક) (વામ દક્ષિણ પાશ્ચાત્ય લક્ષણ વિરતિ), ૩ વર્ણાદિક ચૈત્યવંદન (ગતઅર્થ) ૩ આલંબન, (રૂપનીચિંતવના), ૩ મુદ્રા (જીનમુદ્રા યોગમુદ્રા મુકતાશુક્તિમુદ્રા) ૩ પ્રદક્ષિણા કરતી વખતે નીચેના દુહા બોલતાં પ્રદક્ષિણા કરવી. કાલ અનાદિ અનંતથી, ભવભ્રમણનો નહિ પાર, તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દેઉં ત્રણ વાર. ૧ ભમતિમાં ભમતાં થકાં, ભવભાવઠ દૂર પલાય, દર્શન જ્ઞાન ચારિત્રરૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ જન્મ મરણાદિ સવી ભય ટળે, સીઝે જો દર્શન કાજ, રત્નત્રય પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ. ૩ જ્ઞાનવર્ડ સંસારમાં, જ્ઞાન પરમ સુખ હેત, જ્ઞાન વિના જગ જીવડા, ન લહે તત્વ સંકેત ચય તે સંચય કર્મનો, રિક્ત કરે વળી જેહ, ચારિત્ર નામ નિર્યુકતે કહ્યું, વંદો તે ગુણ ગેહા. ૫ ૨૯ ) For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી નિરધાર, ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવ દુઃખભંજનહાર. ૬ અનાદિ અનંત કાળથી આ આત્મા ભવભ્રમણ કર્યા કરે છે, તે ભવભ્રમણ નિવારવાને માટે હું ત્રણવાર પ્રદક્ષિણા કરું છું. ૧ ભમતીમાં ભમવા થકી ભવની ભાવઠ દૂરે પલાય છે, તેથી જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપ ત્રણ પ્રદક્ષિણા દેવાય છે. ૨. જેના દર્શન કરવાથી જન્મ મરણાદિક સર્વ ભય દૂર ટળી જાય છે, પરંતુ કયારેક-દર્શનનું કામ સિદ્ધ થાય ત્યારે જ, તેની રત્નત્રયીને પ્રાપ્ત કરવા માટે જિનેશ્વર મહારાજના તમે દર્શન કરો. ૩. આ સંસારમાં જ્ઞાન મહાન છે. અને જ્ઞાનપરમ સુખના હેતુભૂત છે. જ્ઞાનની પ્રાપ્તિ વિના જગતના જીવો તત્ત્વના સંકેતને પામી શકતા નથી. ૪. હવે શાસ્ત્રકાર મહારાજા ચારિત્ર શબ્દનો અર્થ કરી દેખાડે છે, ચયએટલે કર્મનો સંચય (સમૂહ) તેને રિ કહેતાં રિક્ત કરે એટલે ખાલી કરે અર્થાત્ કર્મના સમૂહને હણી નાખે એવું જે ચારિત્ર નિર્યુકિતમાં કહેલું છે, તે ગુણના ઘર સમાન ચારિત્રને તમે વંદન કરો. ૫. એ જ્ઞાન દર્શન અને ચારિત્રરૂપી નિશ્ચય ત્રણ રત્નો કહેવાય છે અને ત્રણ પ્રદક્ષિણા તે કારણથી દેવાય છે અને તે ભવના દુ:ખને ભંજન કરનાર છે. અર્થાત્ પરમાત્માને ત્રણ વાર પ્રદક્ષિણા દેવાથી નિર્મલ, જ્ઞાન, દર્શન ચારિત્રરૂપી ત્રણ રત્નની પ્રાપ્તિ થાય છે અને તે ત્રણે રત્નો પ્રાપ્ત થયા પછી તત્કાલ ભવોનો ભય નાશ થઈ જાય છે, અર્થાત્ શીવ્રતાથી મુક્તિ મળી જાય છે, માટે તમામ ભવ્ય જીઓએ નિરંતર પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરવા ચુકવું નહિ. ત્રણ પ્રદક્ષિણા ઉપર વસુદેવનું દટાંત આO હવે ત્રણ પ્રદક્ષિણાનું વ્યાખ્યાન કરે છે. જે ત્રણ પ્રદક્ષિણા દે છે, તે સંસારને વિષે પરિભ્રમણ કરતા નથી. વિજયદેવે ત્રણ પ્રદક્ષિણા દીધી ( ૩૦૦ 30 For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે, તેનું વ્યાખ્યા ત્રીજા ઉપાંગને વિષે જીવાભિગમ વિવરણમાં શ્રીહરિભદ્રસૂરીએ વ્યાખ્યાન કરેલ છે. બાલચંદ્રા વિદ્યાધરીએ વૈતાઢય ઉપર સિદ્ધાયતને વિષે ત્રણ પ્રદક્ષિણા આપી છે. આ સર્વ વસુદેવ હીંડીને વિષે કહેલું છે તેમાં ઇહાં હરિકુટનો સંબંધ કહે છે. વૈતાઢ્ય પર્વત ઉપર વસુદેવ વસતો હતો. તે વખતે બાલચંદ્રા વિદ્યાધરી સ્ત્રીના સાથે રૂષભખેચર ગ્રહથી હરિકુટ પર્વત ઉપર ક્રીડા કરવા આવ્યો. ત્યાં મદન ખેચર નામના મિત્રને પૂછે છે કે - “શા નિમિત્તે અહિં ખેચર ખેચરીઓ આવજા કરે છે?” તે સાંભળી મદન કહે છે કે “ સ્વામિન્ ! અહિં અંબર તિલક નગરમાં દક્ષિણ શ્રેણિને વિષે વિદ્યાધરનો ચક્રવર્તિ ચિત્રવેગ પૂર્વે હતો. તેનો નાનો ભાઈ વિચિત્રવેગ હતો, તેનું અપરનામ હરિ હતું. એકદા વિમલગુપ્ત આચાર્ય પાસે લઘુભાઈ ઉપદેશ સાંભળે છે. તેને ગુરૂ કહે છે કે, ચિંતામણિ રત્નની પેઠે બહુ કલેશે કરી પ્રાપ્ત થયેલ માનવભવને હારીને જીવો ફરીથી પરિભ્રમણ કરે છે. તે ઉપર ભયદ્રમકનું દૃષ્ટાંત છે. રત્નપુરને વિષે ભયદ્રમક દુઃખી હતો. તે ગર્ભમાં આવ્યો ત્યારે પિતા મરણ પામ્યો અને ઉત્પન્ન થયો કે તુરત માતા મરણ પામી. દયાથી સજ્જનોએ તેનું પાલન કર્યું. ક્રમે તે યુવાન અવસ્થા પામ્યો. નગરના લોકોને ક્રિડાના વિષે તત્પર દેખી મારા જીવિતને ધિક્કાર છે. એમ તે ચિંતવના કરે છે. પૈસા વિના વિષયાદિકની પ્રાપ્તિ ન થાય તેથી તે વહાણમાં ચડ્યો અને સાર્થની સાથે રત્નદીપે ગયો ત્યાં તે ઉપરથી નીચે પડ્યો, ભૂમિએ ગ્રહણ કર્યો. તે ચિંતવે છે કે મારૂ કોઈ શરણું નથી. પછી રોહણાચળે ગયો, કોદાળી લઈને કમ્મરબાંધીને છૂટા કેશવાળા રત્નની ખાણને ખોદે છે. રત્ન નિકળ્યા છતાં અભાગ્યોદયથી વિચાર કરે છે કે-મારા દારિદ્રયને દુર કરનાર અક્ષયનિધિ ચિંતામણી રત્ન વિના મને કંઈ લાભ થવાનો નથી, માટે બીજા રત્ન ગ્રહણ કરવાથી શું ? એમ ૩૧ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ચિંતવી એક પણ રત્ન ન લીધું, હવે કેટલાક દિવસે તે સાર્થવાહો નાના પ્રકારનાં રત્નોને મેળવી પાછા ફર્યા, તે વખતે તેને બોલાવવાને આવ્યા એટલે કહે છે કે ચિંતામણી રત્ન વિના હું ઘરે નહિ આવું, તે કહે છે કે દ્રવ્ય વિના કંઈ પણ નહિ, માટે કેવી રીતે આવું. લોકોએ કરૂણાથી કહ્યું કે-ઘરે ચાલ, તને એક રત્ન આપીશું. તે પુછે છે કે-ચિંતામણી ! અરે તું પોતે જ તેવા ચિંતામણી જેવો છે, માટે ચિંતામણી લઈને આવજે.” એમ કહી ચાલ્યા ગયા. હવે તે શીત આપ સુધા તૃષા વિગેરે કલેશોને છે માસ સુધી સહન કરી રહ્યો. એટલે રાત્રિને વિષે રોહણાચળ દેવને તેને કહ્યું કે “ભાઈ શું કામ મહેનત કરે છે, ઘણાં રત્નો છે, તે લઇને જા. તારા ભાગ્યમાં ચિંતામણી રત્નની પ્રાપ્તિ નથી.” ત્યારે તે દેવને કહે છે કે “બસ ! લોકોને વિષે ચિંતામણીની પ્રાપ્તિજ નથી.” તે દેવ કહે છે કે બહુ છે, પણ તારા ભાગ્યમાં નથી.” તે દેવને કહે છે કે – “હું રોજે ખોઘા કરીશ હવે તે કયાં સંઘરશે,' એવી રીતે છ માસ ગયા રોહણાચળનો સ્વામી દેવ આવ્યો અને કહ્યું “હે દરિદ્ર ! બીજા રત્નો ગ્રહણ કરીને જા.' તેણે માન્યું નહિ. દેવ પ્રસન્ન થયો-પ્રભાતે તને ચિંતામણી મળશે. પ્રાત:કાળે ખાણ ખોદતાં ચિંતામણી મળ્યું તે વારે સ્નાન કરી તેને પૂજન કરી કહે છે કે જો તું સાચો ચિંતામણી છે તો પાંચસો સોનામહોરના ઢગલા ઉપર બેસી જા. તે પ્રકારે થઈ જવાથી નિશ્ચય થયો. હવે ચિંતવે છે કે-મારા દેશમાં જઈને રિદ્ધીના ફલને ભોગવું કારણ કે જે લક્ષ્મી કુટુંબના ભોગમાં નથી આવતી, વળી જે અન્ય દેશમાં હોય છે, પોતાના દેશમાં હોતી નથી, તથા પોતાના મિત્રના ખાવમાં આવતી નથી, તથા જેને પોતાના શત્રુઓ પણ દેખતા નથી તેવી પુષ્ટ લક્ષ્મી વડે કરીને શું ? એમ ચિંતવી વાંસના અગ્રભાગે તૃષનો પુલો બાંધી સમુદ્ર તટે આવ્યો, ત્યાં સમુદ્ર કિનારે વાણીયા આવ્યા, તેણે પુછ્યું કે તું કોણ છે ? તેણે કહ્યું કે, For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અશરણદીન દુઃખી છું, સાથેના લોકો મને મૂકીને ચાલ્યા ગયા. તેણે કહ્યું કે જયાં સુધી સમુદ્રને પાર ન પામે ત્યાં સુધી મહારે ઘરે જમવું, તેની સાથે વહાણમાં જાય છે. એક દિવસ ચિંતામણી યાદ આવે છે, ને પૂર્ણિમાનો ચંદ્રમાં પણ ઉદય પામેલ છે. ઉંચું નીચું જોતા રત્નને પવન પ્રેરિત સમુદ્રની અંદર પડેલ દેખી પોતે પાછળ પડવા માંડયો. લોકોએ તેને ધારણ કરી રાખ્યો, વૃત્તાંત પુછવાથી આંસુને પાડતો તમામ કહેવા લાગ્યો ને બોલ્યો બહુ કલેશ વડે પ્રાપ્ત કરેલ ચિંતામણી રત્ન હું પ્રમાદથી હારી ગયો.' લોકોએ કહ્યું કે ‘હે ભોળા ! સમુદ્રમાં પડી ગયેલું રત્ન કેમ મળે ? આ પ્રમાણે ભયક્રમક અત્યંત દુઃખી થયો. એવી રીતે મનુપ્ જન્મ પામીને હારી જવાથી ફરીથી તેની પ્રાપ્તિ થવી દુર્લભ છે. કદાચ દેવની કૃપાથી ચિંતામણી રત્ન કદીપાછું મળે, પરંતુ મનુષ્ય જન્મની ફરીથી પ્રાપ્તિ થવી દુર્લભ છે. જેમ વિધિ યુક્ત પુજન કરવાથી ચિંતામણી રત્ન સફલ થાય છે. તેમ માનવ ભવ પણ વિધિ સહિત ક્રિયાથી સફળ થાય છે તે અર્ચન બે પ્રકારનું છે. ૧ દ્ર, ૨ ભાવ માટે મહાનિશિથ સૂત્રમાં કહેલું છે કે - ne दव्वच्चणिह सावय, सीलं सक्कार पूअ दाणाइ । भावच्चणं चरित्ताणुठाणं उग्गतवचरणं भावच्चणमुग्गावहारयाय, दव्वच्चणं तु जिणपूया । पढमाजइण दुन्नवि, गिहीणपढमच्चिय अपसत्था TIRII ભાવાર્થ :- શીયલ સત્કાર પૂજા તથાદાનાદિક દ્રવ્ય અર્ચના શ્રાવકને કહેલ છે, ચારિત્રાનુષ્ઠાન ઉગ્ર તપ ચરણરૂપ ભાવ અર્ચન સાધુઓને કહેલ છે, ભાવઅર્ચનઉગ્રવિહાર રૂપ છે અને દ્રવ્ય અર્ચન જિન પૂજન કરવા રૂપ છે, પ્રથમ ભાવ અર્ચન મુનિઓને હોયછે, એને દ્રવ્ય અર્ચન તથા ભાવ અર્ચન શ્રાવકને હોયછે, પરંતુ પ્રથમ અર્ચન અપ્રશસ્ત 33 For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ હોય છે. દ્રવ્ય અર્ચનથી ભાવ અર્ચન પ્રધાન કહેલ છે જે માટે કહ્યું છે કે : कंचणमणि सोपाणे, थंभसयसहसभूसिअ सुवण्णतले । जो कारिअ जिणहरे, तउवि तवसंजमो अधिओ ॥१॥ | ભાવાર્થ :- જે કોઈ માણસ સોનાના તથા મહિના જેને વિષે પગથીયા છે, એવું અને લાખો થાંભલા વડે કરીને સુશોભિત જેનું સુવર્ણ તલ છે, એવું જિનેશ્વર મહારાજનું મંદિર કરાવે તેના કરતાં તપ સંયમને અધિક કહેલ છે. तव संजमेण बहुभवसमज्जियं पावकम्मललेवं । निरोविऊण अइरा, अणंत सोक्खं वए मोक्खं ॥२॥ ભાવાર્થ :- તપ સંયમનું આરાધના કરીને ઘણા ભવને વિષે ઉપાર્જન કરેલ પાપકર્મ રૂપી મળના લેપને સર્વથા પ્રકારે ધોઈ નાખીને થોડા જ કાળમાં અનંત સુખવાલા મોક્ષ પ્રત્યે ગમન કરે છે. જે પરમાત્માના પૂજનને નથી કરતો તેને માટે કહે છે – जे पुण निरच्चणोच्चिअ, सरीरसुहकच्चमित्त तल्लिच्छो । तस्स न य बोहिलाभो, न सोग्गइ नेव परलोगो ॥१॥ ભાવાર્થ :- વળી જે માણસ પરમાત્માની પૂજા કરતો નથી અને શરીરના સુખના તલાલનપણાને ધારણ કરે છે, તેને બોધીબીજનો લાભ થતો નથી, તેમ જ તેને સદ્ગતિ પ્રાપ્ત થતી નથી, તેમ જ પરલોકે મનુષ્ય જન્મપણ મેળવતો નથી. કેવળ નરક તિર્યંચ અને નિગોદમાં જ તે ભ્રમણ કરે છે. - રાજાઓએ, નરેંદ્રોએ,દેવોએ,દેવેન્દ્રોએ, પૂજેલા જિનચૈત્યોની રાગાદિકને જીતનાર હોવાથી જિન કહેવાય છે. તેના ચૈત્યો એટલે ચિત્તને પ્રમોદ ઉત્પન્ન કરનાર બિંબ (પ્રતિમા,) તેમની ગંધ, ધૂપ, પુષ્પ, - ૩૪) , For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વિગેરે દ્રવ્યોવડે તથા ચૈત્યવંદન, સ્તુતિ, ઉગ્ર વિહાર, આજ્ઞાપાલન, વિગેરે ભાવવડે કરીને પૂજા કરનાર શ્રાવક અને સાધુ મિથ્યાત્વ મોહનીય કર્મને જીર્ણ કરે છે જેમ નહિ જીર્ણ થયેલું અન્ન ભસ્મ, અર્ક, ગુટિકા, વિગેરે ઔષધોના ભક્ષણ કરવાથી જીર્ણ થાય છે, તેમકર્મનું જીર્ણ થાય છે, તે વિના નાશ થતું નથી તે સંબંધી મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે : ચૈત્યને વિષે અગર આલય (ઘર) ને વિષે રહેલી વીતરાગની પ્રત્યેક પ્રતિમાજીની એકાગ્ર ચિત્ત ભક્તિ સહિત સ્તુતિ કરવી તથા તેને વંદના કરવી. તથા ત્રણ લોકવડે પૂજીત તથા ધર્મ તીર્થને પ્રગટ કરનાર એવા જગતગુરૂનું દ્રવ્ય પૂજન તથા ભાવ પૂજન એમ બે પ્રકારનું અર્ચન પૂજન કહેલું છે, તેમાં જે ઉગ્ર વિહારાદિ જિનાજ્ઞાનું પાલન તે ભાવપૂજા કહેવાય છે, અને જિન પ્રતિમાની પૂજા કરવી તે દ્રવ્ય પૂજા કહેવાય છે. પહેલી ભાવ પૂજા મુનિઓને હોય છે, અને ગૃહસ્થોને બન્ને પ્રકારની પૂજા હોય છે. તેમાં ભાવપૂજા અત્યંત પ્રશંસનીય છે,પ્રશસ્ત છે, મુનિને મન, વચન, કાયાની શુદ્ધિએ કરીને જે ચારિત્ર્ય સંબંધી કષ્ટનું તથા બાવીશ પરિષહાદિકનું અને અનેક જાતિના ઉપસર્ગાદિકનું સહન કરવું તે તે સર્વનો ભાવપૂજાને વિષે સમાવેશ જાણવો, તથા શ્રાવક પવિત્ર થઈને સુગંધી જળ વડે કરીને જિનેશ્વરની પ્રતિમાને પ્રક્ષાલન કરી ગંધકષાયી વસ્ત્રવડે કરીને જંગલુંછન કરીને શ્રેષ્ઠચંદન, પુષ્પ, પુષ્પમાળા વિગેરેથી પૂજન કરે તે સર્વે દ્રવ્ય પૂજા જાણવી. એવું સાંભળીને વિમલગુપ્ત આચાર્યપાસે વિચિત્રવેગે દીક્ષા લીધી, અને અત્યંત ઉત્કૃષ્ટ તપ કરીને સૌધર્મેદ્ર થયો. ભાઈના મરણથી ખેચરચક્રી ચિત્રવેગ આવ્યો અને ભાઈના સ્નેહથી તે અત્યંત ખિન્ન થયો, શોકમગ્ન ચક્રવર્તીને દેખીને તે વખતે ત્યાં આવેલા વિમળગુપ્ત M૩૫) For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આચાર્યે તેમને પ્રતિબોધ કર્યા અને શુક્લ ધ્યાન વડે કેવળજ્ઞાન પામી તે જ દિવસેમોક્ષે ગયા. ઇંદ્ર વંદન કરવા આવ્યા, નિર્વાણ મહોત્સવ કર્યો અને ત્યાં સિદ્ધાયતન કર્યું, તેમાં રૂષભસ્વામી તથા પોતાના ભાઈની સુવર્ણમય પ્રતિમા સ્થાપી ધર્મરત્નને સ્થાને ચક્રરત્ન કર્યું. બાહરનાં ભાગે ભદ્રાસન સ્થાપન કર્યું, તેમાં ઉચ્ચમંડપ કર્યો.આવી રીતે વસુદેવ હિંડીમાં પણ કહેલું છે. ઇંદ્ર કહ્યું કે આ જિનાલય ઉઘાડયા વિના દેવતા મહારા વચનથી બન્ને પ્રતિમા પૂજશે બહારના ભાગમાં દર વર્ષે બન્ને શ્રેણીઓને વિષે રહેલા ખેચરોએ પ્રતિવર્ષે ઉત્સવ કરવો જે નહિ કરશે તેની વિદ્યા નાશ થશે. તે કારણથી હું ઇહાં આવેલ છું. ખેચર ચક્રવર્તી અગર સમ્યકદષ્ટિ તેના માતાપિતા, યા સમ્યકર્દષ્ટિ તેનાં પિતરો, પુત્રો એ ઉત્તમ પુરૂષો આ સિદ્ધાયતનના બાર ઉઘાડશે અને તેના પ્રભાવવડે કરી બીજા પણ જાત્રાને કરશે, નાન્યથા એવું કહી શકેન્દ્ર ગયા. દેવલોકે તે શકનું બે ભવમાં હરિનામ હતું, તે માટે બહાં હરિકુટ એવું સર્વ જગ્યાએ નામ વિસ્તાર પામ્યું. આ દિવસે તેનો ઉત્સવ દિવસ છે, તે માટે મહિમા કરવાને ખેચરો મળ્યા છે, એવી રીતે ઘણો કાળ ગયો, ઘણા ઉત્તમ પુરૂષો સ્પર્ધાવડે કરી ઉઘાડવાને યત્ન કરે છે વર્ષે વર્ષે પરંપરાથી આવું સંભળાય છે, કે કોઈક ખેચર રાજાએ બારણું ઉઘાડ્યું. એવી રીતે મદન ખેચર મિત્રે કહેવાથી વસુદેવ જિનમંદિરને નમસ્કાર કરવા ગયો. ત્યાં વૈરનો ત્યાગ કરી ઉત્તમ પ્રકારના ખેચરોએ ગંભીર શબ્દો વડે કરી મનોહર ગીતગાન નાટારંભ વડે કરી રહેલા મહિમાને દેખે છે. હવે વિદ્યાધરો કહે છે કે સ્વામિન્ ! રૂષભાદિ ખેચરોએ, સુરાસુરોએ, જીનદ્વાર ઉઘાડવાને પ્રયત્ન કર્યા છતાં પણ નિષ્ફળ થયો છે. હાલમાં તમે પ્રયત્ન કરો એટલે પ્રથમ જીનમુખદેખી અને પ્રતિમાનું અર્ચન કરીએ. ' તેમ કહેવાથી વસુદેવે રનાન કરી , ચંદનનો લેપ કરી , શુકલવસ્ત્ર ધારણ કરી મુખકોશ બાંધી સુરઅસુર ખેચર યુક્ત જિનાલયને ત્રણ પ્રદક્ષિણા કરી દયા વડે ૩૬ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરી કપાટને પ્રમાર્જન કરી, પવિત્ર જલથી અભિસિંચન કરી, સુંગધી પુષ્પમાળા અલંકારાદિક વડે અર્ચન કરી, ધૂપ કરી, બહુ ફળો મૂકી બોલે છે કે – “જો હું સત્યતાથી ભવ્યજીવ અને સમ્યકૂદષ્ટિ હોઉં તો આ જિન મંદિરના બારણા જલદીથી ઉઘડી જાઓ.' એમ બોલતાની સાથે જ જિનેશ્વર મહારાજના મંદિરના બારણા ઉઘડી ગયાં.પ્રતિમા દેખવાથી નમો જિનેભ્યઃ એમ બોલી ખેચરોએ વિધિથી પ્રતિમાને પૂજી બન્નેને હર્ષ થયો વસુદેવે પણ બાલચંદ્રા વિદ્યાધરીના સાથે ઘરે આવ્યો એવી રીતે જિનેશ્વર મહારાજની આજ્ઞાનું પ્રતિપાલન કરવાથી લાભ મેળવ્યો, તેવી જ રીતે ભવ્યાત્મા જીવોએ ભાવથી ચૈત્યવંદનાદિક તથા પ્રદક્ષિણાદિક કરીને પરમાત્માનું દ્રવ્ય ભાવ એમ બે પ્રકારે પૂજન કરવું જોઈએ તથા જે ભવ્ય જીવો તે પ્રમાણે વર્તમાન કાળમાં કરે છે અને ભવિષ્યકાળમાં કરશે તે સંસારસાગરનો પાર વહેલો પામીને મુક્તિના સુખનો ભોક્તા થશે. ઇતિ વસુદેવ દૃષ્ટાંત परमात्मानी पूजा करनाराओए प्रथम देहशुद्धि करवानी હરજ્ઞ | પરમાત્માની પૂજા કરવા તત્પર થયેલા ભવ્ય જીવોએ પ્રથમ દેહ શુદ્ધિ કરવી જોઇએ કારણ કે દેહશુદ્ધિ કર્યા સિવાય અર્થાત્ પ્રાસુક કલ્પનીય શુદ્ધ પાણી વડે કરી દેહનું પ્રક્ષાલન કર્યા સિવાય વીતરાગ મહારાજને સ્પર્શ સરીખો પણ થઈ શકે નહિ. બાહ્ય થકી પાણીથી સ્નાન કરી પૂજા કરનારા ઘણા જ જોવામાં આવે છે પરંતુ તેને વિષે પણ મુખ્ય વૃત્તિથી વિવેકની ઘણી જ ખામી જોવામાં આવે છે. માટે વિવેકસહિત સ્નાન કરવું તેજ શ્રેયસ્કર છે. M૩૭ 39 ~ For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ 1 પૂજા ક્રનારને ન્હાવાનો વિધિ. TO “સ્નાન વરુપમ્ ” यदुक्तं श्राद्ध दिनकृत्येतसाहजीवरहिए भुमिभागे विसुद्धए । फासुएणं तु नीरेणं, इयरेणं गलिएणओ ભાવાર્થ : ત્રસાદિક જીવ રહિત શુદ્ધ ભૂમિ ભાગને વિષે બેસી ગળેલ અને પ્રાસુક પાણિવડે ભવ્ય શ્રાવક વિધિ સહિત સ્નાન કરે. तथा च-काउणं विहिणा पहाणं सेयवत्थनिदंसणो । मुहकोसं तु काउणं गिहबिंबाणि पमज्जए ॥२॥ ભાવાર્થ : વિધિસહિત સ્નાન કર્યા પછી શ્વેત વસ્ત્ર ધારણ કરી મુખ કોશ બાંધી શ્રાવક ગૃહબિંબોના પ્રમાર્જનને કરે. अपि च-वन्नगंधोवमेहिं च पुप्फेहिं पवरेहिय । नानापयारबंधेहिं कुज्जापूयं वियखणी ॥३॥ ભાવાર્થ : ત્યારબાદ કેસર બરાસ વિગેરે સુગંધિ દ્રવ્યો વડે કરી તથા સારા વર્ણવાળા તથા સારા સુગંધવાળા રાજચંપાદિકા સુગંધી પ્રવર પુષ્પોવડે કરી તથા વિવિધ પ્રકારની ગુંથણીથી ગુંથેલા પુષ્પના સમુહ વડે કરી વિચક્ષણ માણસ જિનેશ્વર મહારાજની પૂજા કરે. વિવેચન : પરમાત્માની પૂજા કરનારા ભવ્યજીવોને શ્રીમાન શાસ્ત્રકાર મહારાજ ફરમાન કરે છે કે દેહ શુદ્ધિને માટે પ્રાસુક પાણી વડે કરી પ્રથમ સ્નાન કરવું જોઇએ અને સ્નાન કરવા બેસવાની ભૂમિ પણ મળ મૂત્રાદિક અપવિત્ર પદાર્થ રહિત હોવી જોઇએ એટલું જ નહિ પરંતુ જીવજંતુ નીલ ફુલ વિગેરેથી વર્જિત અને સર્વથા શુદ્ધ હોવી જોઇએ. આવી શુદ્ધભૂમિને વિષે સ્નાન કરવા બેસનાર માણસોએ એટલું તો જરૂર 3૮ For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જ યાદ રાખવું જોઇએ કે સ્નાન કરવાનું ધોતીયું સર્વથા અલગ જુદું જ રાખવું કારણ કે શાસ્ત્રને વિષે શાસ્ત્રકાર મહારાજએ ભવ્યજીવોના ઉપકારના અનુગ્રહ માટે ભવ્યજીવોને જુદા જુદા સમયે પહેરવાના જુદાં જુદાં સાત ધોતીયાં કહેલાં છે તે સાતમાં સ્નાન કરવાનું ધોતીયું પણ સર્વથા જુદું જ કહેવું છે છતાં પણ ચાલતા જમાનામાં વિવેકરહિત જીવો વડીનીતિ તેમ જ લઘુનીતિ અમલમૂત્ર) ત્યાગ જે ધોતીયાએ કરેલ હોય છે તે ધોતીયું પહેરી સ્નાન કરીને પછી પૂજા કરવા જાય છે. આ કેવલ જુઠી રીતિ અજ્ઞાન જૈનોને પાપકર્મના ભોક્તા બનાવે છે માટે ડાહ્યા અને વિવેકી જેનોએ પૂજા કરવા સ્નાન કરવા માટે જુદું ધોતીયું રાખી અને નિરંતર સ્નાન સિવાય બીજા કોઈપણ કાર્યમાં નહિ વાપરતાં વીતરાગ મહારાજની આજ્ઞાનું પ્રતિપાલન કરવા તથા શાસ્ત્રકાર મહારાજનું બહુમાન કરવા તેમજ અજ્ઞાનતા દુર કરવા તથા પાતિક હણવા અને ભવસમુદ્ર તરવા માટે પૂજા કરવા સ્નાન નિમિત્તનું ધોતીયું જુદું જ રાખવું શ્રેયસ્કર છે. હવે બીજું કારણ અજ્ઞાનતાનું એ જણાવવાનું છે કે જે ધોતીયું પહેરીને જૈનો સ્નાન કરે છે તે ધોતીયું વડી નીતિ લઘુનીતિનું હોય અથવા તો સ્નાન કરતી વેળાએ પહેરીને સ્નાન કરવા માટે જુદું જ હોય તે ધોતીયું પહેરી સ્નાન કરી પહેલા ધોતીયાનો આગળનો છેડો કાઢીને બે હાથે નીચોવી તેજ ધોતીયા વડે કરી પોતાના હાથપગ મુખ અને શરીરને સાફ કરનારા તેમજ લુંછનારાઓ પણ ચાલુ જમાનમાં ઘણા જ જૈનો જોવામાં આવે છે અને આ પણ જૈનોની કેવલ અજ્ઞાન દશા જ છે કારણ કે સ્નાન કરેલા ધોતીયાથી પોતાના શરીરને સાફ કરી પરમાત્માની પૂજા કરવા જવું તે લાયક નથી, માટે વિવેકી માણસોએ શરીરને સાફ કરવા માટે કેવલ અલગ જુદો જ રૂમાલ રાખવો લાભકારી (૩૯ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ હવે સ્નાન કરી શરીર સાફ કર્યા બાદ શુદ્ધ કાંબલી પહેરી જેમ કોઈ માણસ સ્નાન કરીને ધૂળમાં લોટવાનો ધંધો કરે તેમ જ જૈનો પણ કાંબલી પહેરી સ્નાન કરેલા પોતિયાને કાઢી નાખી પાણી લઇ તે ધોતિયા ઉપર રેડીને બે હાથે ધબધબાવા મંડી જાય છે તે એવી રીતે કે જાણે ધોબી લુગડાં ધોવા બેઠો અથવા તો નદી તલાવે જઈને જાણે ધોવા બેઠા એવી ક્રિયા કરવા માંડે છે અને આવી રીતે કરતાં સ્નાન કરેલા શુદ્ધ શરીરના ઉપર તે ધોતીયાના અશુદ્ધ છાંટા ચોફેર પડે છે અને આવા અશુદ્ધ પૂજા કરતાં નિર્વિવેકી જૈનો પુન્યને બદલે પાપ કર્મ બાંધે છે એટલું જ નહિ પરંતુ શુદ્ધ કાંબલીના ઉપર અશુદ્ધ ધોતિયું ધોયેલા છાટા નાખી કાંબલીને પણ અશુદ્ધ કરે છે અને આવી રીતની અસભ્ય ક્રિયાથી લાભને બદલે તોટો થાય છે અને સ્નાન કરી દેહશુદ્ધિ કરવાની આવશ્યકતા પણ સર્વથા નિષ્ફળ પ્રાયઃ થાય છે ને સ્નાન કરવાનું પ્રયોજન પણ સર્વથા નકામું બની જાય છે. માટે સુજ્ઞ જૈનોએ નાન કરેલું ધોતિયું ધબધબાવવું છોડી દઈ એક બાજુ અલગ મુકી દેવું પરંતુ શરીરના ઉપર તેમજ કાંબલીના ઉપર એક પણ પાણીના બિંદુને પણ પડવા દેવું નહિ, કદાચ પૂજા કરતાં વિલંબ થતો હોય તો એવા ધીમા પ્રચારથી ધોતિયાથી પાણીને દૂર કરવું કે એક છાંટો માત્ર શરીર તેમજ કાંબલી ઉપર લાગે નહિ તો પૂજા કરનારા તમામ ભવ્ય જીવોયે ઉપરોક્ત બીના બરાબર લક્ષમાં રાખી તે પ્રમાણે વર્તવા ઉજમાળ થવું તેજ ભવ્ય જનોનું ભૂપણ છે. પૂજા ક્રનારાઓને ચાંદલા કરવામાં કેસર વાપરવાની ઉદારતા સ્નાન કરી કાંબલી પહેરી પૂજા કરનારા જૈનો જયાં પૂજા કરવાનાં વસ્ત્રો રહેલાં હોય છે ત્યાં આવે છે અને પૂજાના વસ્ત્રો ધારણ કરી ચાંદલા કરવા માટે કેશરની વાટકીઓ અને આરિસો હોય છે. ત્યાં M૪૦) For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આવે. અને હાથમાં આરિસો લઈ મુખડાને નિહાળતા જૈનો કેશરની વાટકીમાં આંગળી બોળી કેશરનું ટીલું કપાળમાં કરવા માટે ઉદ્યમ શરૂ કરે છે. કપાળમાં ટીલું કરી આરિસામાં મુખને જોતો જો ટીલું સારૂ થયું ન હોય તો હાથવતી લુંછીને સાફ કરે છે આવી રીતે બે ચાર દશ વાર કરતાં કેશરનો ઘાણ સારી રીતે જૈનો વાળે છે. ડાહ્યા ડમરા જૈનો સાધારણ ખાતાનું કેશર વાપરવામાં આવી મહાન ઉદારતા બતાવે છે, ઘરના કેશરના ચાંદલા કરવા માં આવતા હોય તો અલબત્ત ચક્ષુ ખુલી જજાય પરંતુ પરભારૂ પોણાબારૂ પચાસવાર ચાંદલા કરી લુંછીનાખે તો પણ તેમને શું બગડવાનું હતું? વળી વિશેષમાં તો કેટલાક જો બરાબર લાલ કેશર હોય નહિ તથા પાણી જેવું હોય તો દેહરાસરજીના પુજારીની ઉપર તિરસ્કારનાં વચનોનો મારો શરૂ કરે અને કોઈક સમજુ માણસ નાહક કેશર બગાડવું નહિ. આવો ઉપદેશ આપે તો ગાળોના વરસાદથી બિચારાને ત્યાં જ પુરેપુરો કરી દેવામાં ચુકે નહિં, લાગ પડે તો દેહરાસરજી ખાતાના મુનિમને પણ પ્રસાદ ચખાડ્યા સિવાય રહે નહિ. આવા વિવેકહીન લોકો પણ સ્થલે સ્થલે વારંવાર અત્યારે બાહુલ્યતાથી જોવામાં આવે છે તો આવી અજ્ઞાન દશાને દુર કરી વિવેકી જૈનોને સાધારણ ખાતાના કેશરના ચાંદલા નિમિત્તે થતો બગાડો સર્વથા દૂર કરવો જોઇએ છતાં શોખ હોય અને ટેવ પડી હોય તો પોતાના ઘરનું કેશર કાઢી ગમે તે પ્રકારે વર્તવામાં પોતાને હરકત આવશે નહિ પરંતુ સાધારણ ખાતાના કેશરનો બગાડો થતો દુર કરી જૈનોએ સાવચેતીથી વર્તવું જોઇએ. (“પૂના કરનારામોમાં શ્રેષ્ઠતા”) હવે સ્નાન કર્યા બાદ દેરાસરજીના ગભારામાં પૂજાનાં વસ્ત્ર પહેરી ચાંદલો કરી જેવો પ્રવેશ કરે છે કે તુરત દર્શન કરવા આવેલા લોકોના For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ટોળામાં ઘુસી જઇ મૂળ ગભારામાં પ્રવેશ કરી પરમાત્માની પૂજા કરવા મંડી જાય છે વાંચકવર્ગ! પૂજા કરનારાજૈનોની મૂર્ખતાની હદ આવી રહી તેનો તું ખ્યાલ કરજે. જયારે સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી હસ્તકમલમાં કેશર તથા પુષ્પાદિક લઈ સ્નાન નહિ કરવાથી અપવિત્ર રહેલા લોકોનો સ્પર્શ કરી પૂજા કરે તો તેમને સ્નાન કરવાનું તથા શુદ્ધ વસ્ત્રો પહેરવાનું પ્રયોજન શું હતું? બસ કાંઇ જ નહિ. માટે હે મૂર્ખ જૈનો ! સમજો અને વિચારો તથા સ્નાન કરી શુદ્ધ વસ્ત્ર પહેરી બીજા કોઈ પણ માણસનો સ્પર્શ કરવો જ નહિ આવો નિયમ ગ્રહણ કરી ભ્રષ્ટતા દૂર કરવા સમર્થમાન થાઓ. મહાનુભાવો, પરમાત્માના મૂળ ગભારામાં જઈ વિવેક રાખવાની ખાસ આવશ્યકતા છે. ઘણા ખરા જૈનો ગભારામાં પ્રવેશ કરી ખુલ્લે મુખે બરાડા પાડવા માંડે છે અને તેમ કરતાં થુંકના છાંટા તથા શ્વાસોશ્વાસની દુર્ગધ પરમાત્માને લાગે છે તેથી અજ્ઞાની માણસો ઘણા જ ચીકણાં કર્મ બાંધે છે માટે દરેક પૂજા કરનારા ઉત્તમ જીવોએ મુખ અને નાસિકાના વક નોને શ્વાસોશ્વાસ રોકવા માટે મુખ અને નાસિકા ઉપર સારી રીતે ઉત્તરાસંગનો છેડો આડો રાખી ધીમા અને ગંભીર સ્વરથી બોલવું તે જ શ્રેયસ્કર છે. ત્યારબાદ વીતરાગ મહારાજની ધૂપ વડે કરી પૂજા કરવા માટે જૈનો મોટામાં મોટી આંગલીના પર્વ (વેઢા) જેવડી અગરબત્તીના ટુકડાને લઈને મુખને વિષે વસ્ત્રનો છેડો આડો રાખ્યા સિવાય બુમો મારવા માંડે છે કે - અમે ધૂપની પૂજા કરીયેરે હો મન માન્યા મોહનજી, દુર્ગધ અનાદિની હરીયેરે હો મન માન્યા મોહનજી. 'ય વાંચક ! મહા અફસોસની વાર્તા છે કે આગલીના પર્વ ૪૨ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સમાન સુક્ષ્મમાં સુક્ષ્મ નાનો અગરબત્તીનો ટુકડો લેવાથી તેના અંદરથી ધૂમાડો સરખો પણ નીકળતો દેખાતો નથી તો પરમાત્માને ધૂપ તો થાય જ શાનો ?તથા પોતાની તેજ દિવસની દુર્ગંધ દુર થતી નથી તો અનાદિ કાલની દુર્ગધતા દૂર થાય જ શાની ? અલબત્ત ન જ થાય. કારણ કે મનોહર ધૂપધાણાને વિષે અગર બરાસ, કપૂર અને દશાંગ ધૂપને સારી રીતે નાખવાથી સમગ્ર જૈન મંદિર મઘમઘાયાન થઈ જાય ત્યારે જ ધૂપ પૂજા સત્યતાથી કરેલી માનવી અને પોતાની અનાદિકાલની દુર્ગંધ પણત્યારેજ દુર થયેલી જાણવી, વળી વિશેષ ખુબી તો એ દેખવાની છે કે લગાર માત્ર ધૂપના કકડાને લઈ ઠેઠ પરમાત્માની મૂર્તિ સુધીમાં નજીક લઈ તે કકડો બળવાથી થયેલી રખ્યા પરમાત્માના ઉપર નાંખી કેવલ આશાતના કરતા અત્યારે ઘણા ખરા જૈનો જોવામાં આવે છે. માટે તે બાંધવો ! મૂળ ગભારામાં ખુલ્લે મુખે બૂમ મારવી બંધ કરો તથા મુખ તેમજ નાસિકાના શ્વાસોશ્વાસને વસ્ત્રના છેડા વડે કરી રોકો તથા ધૂપ પણ સારો સુંગધીદાર વિશેષ રાખી પરમાત્માની નજદીકનો ભાગ છોડી દુર ઉભા રહી ધૂપને ઉખેવો કે તેમ કરવાથી ઘણા કર્મોને ક્ષણવારમાં નાશ કરવા શક્તિવંત થાઓ સુગંધિ ધૂપ તે જ ઈહલોક પરલોકમાં ઉત્તમ પ્રકારની સામગ્રીને સૂચવનાર છે તેમ શાસ્ત્રકાર મહારાજા કથન કરે છે. સિદ્ધાંતે - मयणाभिचंदणागरु, कप्पुर सुअंधगंध धूवेहिं । पूअइ जो जिणचंदं पुइज्जइ सो सुरिंदेहिं ભાવાર્થ :- કસ્તુરી તથા ચંદન તથા અગર તથા કપૂર તેમજ વિશેષ પ્રકારના સુગંધિદાર ગંધ ધૂપ વડે કરી જે ભવ્ય જિનેશ્વર મહારાજની પૂજા કરે છે. તે સુરેંદ્રના સમૂહ વડે કરી પૂજાને સમર્થમાન થાય છે. (૪3 ૪3. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કહેવાનું તાત્પર્ય એ છે કે મઘમઘાયમાન સુગંધ પદાર્થવાળા સુગંધિ દ્રવ્યો વડે કરી વીતરાગ મહારાજની પૂજા કરવાથી પૂજનાર પોતે પણ સ્વલ્પ કાળને વિષે સુરેંદ્રના સમૂહોથી પૂજાય છે. અર્થાત્ સમગ્ર કર્મને ક્ષીણ કરી સ્વર્ગ મૃત્યુને પાતાળના જીવોથી પોતે પણ પુજાય છે. તો તે ઉત્તમ જીવો, તમે જરા ખ્યાલ કરો આવા ઉપરોક્ત ઉત્તમ પ્રકારના સુગંધિ દ્રવ્યોથી જ પરમાત્માની પૂજા કરવાથી સંસાર ચક્રવાલને વિષે પરિભ્રમણ કરવું પ્રશાંતભાવને પામે છે માટે ઉત્તમ પ્રકારનો ધૂપને રાખી ધૂપ સહિત પૂજા કરી સ્વઆત્માને તારવા ઉજમાલ થાઓ. वीतराग महाराजने प्रक्षालन करतां राखववा लायक शान्तता। ત્યારબાદ જૈનો પરમાત્માને સ્નાત્ર કરવા ઉજમાલ થાય છે તે સમયે શાંતિ રાખવી જોઇએ તેના બદલામાં ઘણા ખરા લોકો ઉતાવળ કરતા હાલમાં માલુમ પડે છે પરમાત્માના આભૂષણો ઝપાઝપ ઉતારવા મંડી જાય છે. અને તેમ કરતાં પોતાના હાથનો અને આભૂષણોનો ઠપકો પરમાત્માની મૂર્તિને લગાવાથી આશાતના થાય છે. તેનું પણ ભાન ભાગ્યે જ જોવામાં આવે છે તથા આભૂષણ ઉતાર્યા પછી પણ મોર પિંછી શીવ્રતા વડે કરી અવિવેકથી પરમાત્માના ઉપર ફેરવવામાં આવે છે તેથી પરમાત્માની આશાતના થાય છે. તેનું પણ જ્ઞાન જૈનોને દેખાવવામાં આવતું નથી. ત્યારબાદ વાળાકુંચીને લઈ ધડાધડ ને તડાતડ પરમાત્માના ઉપર ઘસવા માંડે છે આહા? શું અજ્ઞાનતા?એટલું પણ લક્ષ હોતું નથી કે ઇહાં બસ વડે કરી વસ્ત્રો સાફ કરવાના નથી પરંતુ પરમાત્માના ઉપર ચડેલ કેશર વિગેરે સાફ કરવાનું છે, માટેધીમે અને પોચે હાથે વાલાફેંચી એવી રીતે ફેરવવી જોઇએ કે તેનો શબ્દ માત્ર પણ પાસે ઉભેલો માણસ સાંભળી શકે નહિ પરંતુ આવી રીતે નહિ વર્તવાથી જૈનો અવિવેકથી પુન્યને બદલે પાપ બાંધે છે તથા સ્નાત્ર સમયે ઉતાવળ કરવાથી દુધ અને પાણીથી ભરેલા કળશોનો તેમજ કળશ નાળચાનો ભાગ પરમાત્માની M૪૪ - For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મૂર્તિને ઠપકો લાગતાં વાર થતી નથી માટે આશાતના ટાળવા માટે અને સુકૃત કર્મ ઉપાર્જન કરવા માટે ઘણી જ કાળજી અને શાંતિપૂર્વક પરમાત્માના આભૂષણો ઉતારવા, મોરપિંછી ફેરવવી તથા વાળા કુંચી કરવી, સ્નાત્ર કરાવવું, એટલું જ નહિ પરંતુ અંગલુંછણાં કરતી વેળાએ પણ કોમળ હાથથી અંગલુંયણાં કરી જેઓને શાંતિ રાખી શાંતતાથી ઉપરોક્ત કર્તવ્યો કરવા જોઇએ અને તેમ કરવાથી જ જૈનો પૂરણ પુન્યના ભાગીદાર બને છે. (“પૂના રવીમાં ધમાધમ') ત્યારબાદ કેશરની વાટકી ભરી ઉતાવળથી પૂજા કરવા ઉજમાળ થાય છે. જેમ ભૂખ્યા માણસને ખાવાને માટે ભોજન આપેલું હોય છે તે ટપોટપ ભોજનના કોળીઆ ગળે ઉતારવા મંડી જાય છે અને ગટોગટ ગળી જાય છે તેમઉતાવળી માણસો પણ એક આંગળી વાટકીમાં અને બીજી પરમાત્માના અંગ ઉપર આવી રીતે સટાસટ લોચા વાળવા મંડી જજાય છે. પરંતુ પરમાત્માને આંગળીઓના ઘોદા પોતે મારે છે તથા પોતાના નખનો સ્પર્શ થાય છે અને આશાતનાનો પાર રહેતો નથી તેની કાંઈ પણ સૂઝ જૈનોને પડતી નથી માટે વિશેષતાથી શાંતિ રાખી મર્યાદા અને વિવેકસહિત પરમાત્માની પૂજા કરવી તેજ મહાનુભાવનો મહાન ધર્મ છે. વળી કેટલાક મનુષ્યો મુખકોશ પણ બરાબર બાંધતા નથી તેમજ કેટલાયક તો ઉત્તરાસંગથી મુખકોશ બાંધી પૂજા કરે છે તેમ કરવાથી પણ શ્વાસોશ્વાસાદિકનો રોધ બરોબર થતો નથી વળી કેટલાક તો બુકાની બાંધે છે તેમાં કેવલ દાઢીતો બંધ થાય છે અને નાસિકા તથા મુખ તો સર્વથા ખુલ્લાં રાખે છે ને એવી જ રીતે પૂજા કરી લાભને બદલે મહમલીન કર્મ બાંધે છે માટેદરેક ધર્મિષ્ઠ ભાઈઓએ મુખકોશ અને M૪૫ % For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નાસિકાનો અગ્રભાગ અષ્ટપડવાળા રૂમાલ વડે બાંધી વિધિ સહિત પરમાત્માની પૂજા કરવી જોઇએ કારણ કે શાસ્ત્રકાર મહારાજે અષ્ટપડ વડે કરી મુખકોશાદિક બાંધી પૂજા કરવાને માટે ભવ્ય જીવોને ફરમાન કરેલ (૧) ચાલુ વર્તમાન કાળમાં અજ્ઞાન શ્રાવક શ્રાવિકાઓ જૈન શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે મુખકોશ બાંધતા જ નથી એક જ વસ્ત્રનો છેડો નાકે લગાવી પૂજા કરે છે. તેથી પોતાના અંગોપાંગોની દુર્ગધતા પ્રભુને લાગવાથી પૂજા કરનારા લોકો ઘોરાતિઘોર પાપકર્મ બાંધે છે. (૨) તમાકું પીનારાના મુખ સદાયે ગંધાય છે. અને તેઓ પુઠેથી પણ પવનને વારંવાર છોડયા કરવાથી પ્રભુના પાસે દુર્ગધિતા ફેલાવી ઘોરાતિઘોર આશાતના કરી દુર્ગતિના ભાગીદાર બને છે. તમાકુ ખાનારા, પીનારા અને સુંઘનારાઓને પણ તેમજ, બીજા તમામ પૂજા કરનારાઓને આઠ પડ વડે કરી મુખ કોશ એવા પ્રકારે બાંધવા જોઇએ કે બહારથી આવેલો માણસ અડધી નાસીકા ઉપર આઠ પડ વાળું લંગડું બાંધવાથી ઓળખી પણ શકે નહિ. એવી રીતે મુખકોશ બાંધવો જોઇએ તેને બદલે એક પડ નાકે ચડાવી પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરી ઘોર પાપકર્મ બાંધે છે. (૩) હાલના અજ્ઞાની લોકો જાણે ભગવાન કોઈ રાજા મહારાજા છે તેથી તેના ખોળામાં માથું નાખી, પલાંઠીયે હાથ મૂકી, જાણે હમણાં જ ભગવાન મને લોચો આપી દેશે એવી ધારણા કરી ભગવાનના ખોળામાં પલાંઠીમાં, ઢીંચણે, પગે, મુખકોશ બાંધ્યા વિના જ હાથ લગાવી ઘોરાતિઘોર પાપ કર્મ બાંધે છે. (૪) અજ્ઞાની ભક્તાણીયો હાલ તુરતમાં, આ ભવમાં જ, મોક્ષનો લોચો લેવા માટે, તેલ, જૂ, લીખો વાળી પોતાના માથાના કેશની લટો ૪૬ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભગવાનના ઉપર નાંખી ઘોરાતિઘોર પાપ કર્મ બાંધે છે. બીજા કોઈ ઉપદેશ આપતા નથી. મારા જેવા કોઈ ઉપદેશ આપે તો તેની નિંદા વિકથા કરવા તૈયાર થાય છે. (૫) અહો ! અહો ! હાલમાં પૂજા કરનારા અજ્ઞાન શ્રાવક શ્રાવિકાઓ મુખકોશ આઠ પડ વિના, બાંધ્યા વિના પ્રભુનાદેદારને હાથ માથું લગાવવાથી પ્રભુને પૂજવાથી આવી આજ્ઞારહિત અને ઘોરાતિઘોર આશાતના સહિત પ્રભુની પૂજા કરવા થકી તમો પૂન્યને બદલે પાપ બાંધો છો, સુખને બદલે દુઃખ મેળવો છો, ભવના નાશને બદલે ભવનીવૃદ્ધિ કરો છો, માટે જૈન શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે આઠ પડ વડે કરી મુખકોશ બાંધીને પ્રભુને હાથ લગાવશો, પૂજા કરશો, આશાતના ટાળશો, તો જ તમો તરવાના છો નહિ તો ડુબવાના છો. એ નિશ્ચય માનજો. માટે આ ઉલ્લેખ વાંચી કોઈ પણ શ્રાવક શ્રાવિકાએ મુખકોશ બાંધ્યા સિવાય પ્રભુને પગે, ઢીંચણે, પલાંઠીમાં, ખોળામાં કે પ્રભુના અંગ ઉપર હાથ લગાવવો નહિ કેટલાક મૂઢ ભાઈઓ વ્હેનો તો ખુલ્લે મુખે લગાવે છે. પાછા તે જ હાથ પ્રભુના દેહ ઉપર લગાવી પોતાના શરીરે લગાવે છે. અજ્ઞાનીઓને ખબર નથી કે પોતાના શરીર ઉપર લગાડેલા હાથથી ધોયા વિના પ્રભુના દેહને સ્પર્શ કરી શકાય જ નહિ. માટે મૂઢ લોકોને પોતાની મૂઢતા છોડી આ ઘોરાતિઘોર આશાતનામાંથી બચવાને માટે હું મોટે ઘાટે પોકાર પાડીને કહું છું કે કોઈ પણ જીવો મુખકોશ બાંધ્યા સિવાય અને હાથ ધોયા સિવાય પ્રભુને અંગે પોતાની એક પણ આંગળી લગાડશો નહિ. (૬) કેટલાકતો અજ્ઞાન શ્રાવક શ્રાવિકાઓ પ્રભુ એટલે એક જાતના રમકડા, એમ માની જેમ સંસારી બાળકોને રમાડવાની કરણી કરે છે. તેવી રીતે પ્રભુના દેહ ઉપર હાથ લગાવી પ્રભુને રમકડાની For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પેઠેરમાડવાની ક્રિયા કરે છે. અહીં ! અજ્ઞાની જીવો ! પ્રભુ પૂજાને વિષે આવી અજ્ઞાન કરણી કરતા પાછા હઠો, પાછા હઠો, પાછા હઠો. " કિં બહુના ! શાસ્ત્રકાર મહારાજે ભવ્ય જીવોને પૂજા કરવાના સમયે સાત પ્રકારની શુદ્ધિ રાખવાને માટે ખાસ આગ્રહ પુર્વક સૂચના કરેલ છે. કહ્યું છે કે – यदुक्तं-मनोवाक्कायवस्त्रोर्वी पूजोपकरणस्थितौ । शुद्धिः सप्तविधा कार्या, श्रीजिनेन्द्रार्चनक्षणे ॥१॥ ભાવાર્થ : શ્રીમાન જિનેશ્વર મહારાજની પુજા સમયને વિષે મુક્તિ અભિલાષી જીવોયે મન શુદ્ધિ ૧, વચન શુદ્ધિ ૨, કાય શુદ્ધિ ૩, વસ્ત્ર શુદ્ધિ ૪, પૃથ્વી શુદ્ધિ ૫, પુજાના ઉપકરણની શુદ્ધિ ૬, તથા સ્થિતિ શુદ્ધિ ૭. આ સાત પ્રકારની છે. આ સાત પ્રકારની શુદ્ધિ રાખવાને માટે ફરમાન કરેલ છે માટે ભાગ્યવાન જીવોયે ઉપરોક્ત સાત પ્રકારની શુદ્ધિ જિનેશ્વર મહારાજની પૂજા સમયે જરૂરાજરૂર કરવી જોઇએ. ( પૂજા ક્રવામાં શુદ્ધિO યથા મન: શુદ્ધિ : પરમાત્માની પુજા કરવાના જીવોએ મનશુદ્ધિ કરવી. આ મનશુદ્ધિ ઘરબાર, દુકાન, વ્યાપાર, લક્ષ્મી, લેવડ દેવડ, સ્ત્રી, કુટુંબના પરિહાર વડે કરી થાય છે, પૂજા કરવા ગયેલ માણસનું પુગલકેવલ જિનેશ્વર મહારાજના ચૈત્યને વિષે જાય છે અને ચેતન તો સંસારની આળપંપાળ જંજાળની અંદર ફર્યા કરે છે તેવી રીતે પૂજા કરવાથી લેશ માત્ર ફાયદો થતો નથી પરંતુ પૂજા કરવામાં ચિત્ત નહિ હોવાથી પૂજા કર્યાનું ફલ તથા સંસાર સંબંધી લાભનાં ફલ પણ નષ્ટ થાય છે.કિંબહુના બન્ને થકી ભ્રષ્ટ થાય છે. માટે હે ભવ્ય જીવો ? પૂજા કરતી સમયે ચલાયમાન ચિત્તનો M૪૮ ४८८ - For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રોધ કરી ઉત્તમ પ્રકારે પૂજાના પૂર્ણ ફલને મેળવી પૂર્ણાનંદ પદ પ્રાપ્ત કરવું તેજ શ્રેયસ્કર છે. वचन शुद्धिः મનોવૃત્તિ અંગીકાર કરી સાવદ્ય (પાપ યુક્ત) વચનનો પરિહાર કરવો તેને શાસ્ત્રકાર મહારાજા વચન શુદ્ધિ કહે છે. અતએવ પૂજાને વિષે અવશ્ય મૌનવૃત્તિ ભવ્ય જીવોએ ધારણ કરવી જોઇએ જે માટે કહ્યું છે કેयदुक्तं - पडिलेहपूअभोअण, विआरभूमीपडिक्कमणकाले । मग्गे गच्छंतेण मुणिणा मोणं विहेयव्वं ॥ १ ॥ ભાવાર્થ : ડિલેહણ કરવાના સમયે તથા પૂજાના સમયે તથા ભોજન સમયે તથા વિહાર સમયે તેમજ વડીનિતિ લઘુનિતિ કરવાના સમયે, તેમજ માર્ગને વિષે ગમન કરતા છતા મુનિયોએ મૌન ધારણ કરવું જોઇએ. વિવેચન : ઉપરોકત તમામ કર્તવ્યોને વિષે મૌનવૃત્તિ ધારણ કરવી તે લાભદાયક છે તેમાં પણ વિશેષ કરી પૂજા કરવાના સમયે મૌનપણું ધારણ કરવું તે ભવ્ય જીવોએ એકાંત રીતે હિતકારક છે. ચાલતા વર્તમાન કાલને વિષે ઘણા ખરા જૈનો પૂજાને કરનારા જોવામાં આવી શકે છે પરંતુ તેને વિષે પણ મૌનવૃત્તિ ધારણ કરી પૂજા કરનારા પ્રાયઃ ઘણા જ સ્વલ્પ હશે તેનું કારણ એ છે કે પૂજા કરવાના સમયે ઘણા લોકોને દુહા વિગેરે બોલવાની ટેવ પડેલી હોય છે. યદ્યપિ દુહાબોલવામાં આવે તે મર્યાદા પૂર્વક બોલાય અને પોતાને આશાતના નહિ થતાં કાંઈપણ બાધ કરતાં ન થાય તો તે ઠીક છે. પરંતુ અવિવેકથી દુહા બોલવામાં આવે અને તેથી આશાતનાથવાનો સંભવ રહે તો મૌનવૃત્તિ ધારણ કરવી તેજ લાભદાયક છે. દુહા બોલવાના સમયે મુખ પરમાત્માની મૂર્તિ પાસે રાખવુ હાનિ કારણ કેમકે તેમ કરતાં શ્વાસોશ્વાસનો સ્પર્શ પરમાત્માને ૪૯ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થાય છે તથા અજ્ઞાનતાથી ઘૂંકના છાંટા પણ ઉડે છે માટે પૂજા કરવા સમયે મૌન કરવું તેજ શ્રેયસ્કર છે. વળી પૂજા કરવાના સમયે પાપમય વચનો પણ બોલવા લાયક નથી કારણ કે તેવા વચનોનો ઉદ્ગાર કાઢતાં મહાપાપ લાગે નિસિપિત્રિકને વિષે જ સાવધ વચનોને ત્યાગ કરવાનું આવી જાય છે. માટે આ સંબંધમાં ડાહ્યા માણસોએ બરાબર વિચાર કરવો લાયક છે, ચાલુ જમાનાને વિષે પૂજા કરવા જૈન મંદિરમાં પ્રવેશ કરનારાઓનો પંદરઆની ભાગ વચનશુદ્ધિ સાચવી શકતો નથી તેમા પણ અજ્ઞાની માણસ તો બિચારા એમ જ સમજે છે કે જૈન મંદિરમાં પૂજા કરવા નિમિત્તે પ્રવેશ કર્યા પછી જો આપણે કાંઈપણ બોલીશું તો આપણે દંડાશું આપણને પાપ લાગશે. એવી રીતે ડર ખાઈને મૌનવૃત્તિ ધારણ કરે છે. અથવા તો થોડું જ બોલે છે. પરંતુ વિશેષ બોલનારા પૈકી સુધરેલ સમાજ અત્યારે ઘણો જ જોવામાં આવે છે સાવદ્ય વચનોનોવરસાદ વરસાવી વીતરાગ મહારાજની આણાનો ભંગ કરી શાસ્ત્રકાર મહારાજાનાં વચનોને ઉત્થાપિ કેવલ મલીન અને ચીકણાં પાપકર્મ બાંધે છે તો તે જૈનોની મોટી ભૂલ છે કારણ કે જો સાવધ વચનો બોલવાં હોય તથા લડાઈ ટંટો કરવો હોય તથા બીજાને ગાળો દેવી હોય તેમજ નિંદા વિકથાદિ કરવા હોય તો પૂજા કર્યા પછી જૈન મંદિર બહાર જઇ કયાં થઈ શકતાં નથી. પરંતુ ભવભીરૂ જૈનોએ તો પૂજાકરવાના સમયે જરૂરાજરૂર મૌનવૃત્તિ ધારણ કરી વચનશુદ્ધિની વૃદ્ધિ કરી સાવદ્ય વચનોને સમુદ્રપાર કરવા તેજ શોભાયુક્ત છે. कायशुद्धिः મન તેમજ વચન શુદ્ધિ સ્થિર કર્યા બાદ પરમાત્માની પૂજા કરનારા જીવોને કાય શુદ્ધિ કરવાની ખાસ આવશ્યકતા છે અને પૂજાના સમયે સાવધકાર્યના સાધનભૂત હાંસી તેમજ ભ્રકુટિ વિગેરેની સંજ્ઞા પણ ન M ૫૦ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરવી એટલે જે સંજ્ઞા કરવાથી પાપાચરણનો દોષ પ્રાપ્ત થાય તેવી કાયા વડે કરી સંજ્ઞા પણ ન કરવી કારણ કે તેમ કરવાથી મનુષ્ય નિર્ધ્વસ પરિણામી કહેવાય છે એક બાજુ પરમાત્માની પૂજા કરે અને બીજી બાજુ કાયા વડે કરી પાપકર્મના માર્ગ બતાવે તેમજ જીવોનો ઘાત થાય તેવી ચેષ્ટાઓ કરે તો તે માણસ પૂજાના લાભને ગુમાવી દઈ એકાંત રીતે પાપ કર્મનો જ પોતે ભોકતા થાય માટે ઉત્તમ જીવોએ પરમાત્માની પૂજા સમયે કાયાની સર્વ સાવદ્ય કરણીયો અવશ્ય ત્યજવા લાયક છે. હવે કેટલાયેક મનુષ્યોની એવી ટેવ હોય છે કે સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્રો ધારણ કરી પૂજા કરવાના સમયે શરીરાદિકને ખણે છે. પરંતુ શાસ્ત્રકાર મહારાજા તેમ કરવાનો જીવોને નિષેધ કરે છે કહ્યું છે કેयदुक्तं - वत्थेण बंधीउणं आसं, अहवा जहा समाहीए । वज्जेयव्वं तु तया, देहमि विकंडुयणमाइ ॥१॥ कायकंडुयणं वज्जे, तहा खेलबिगंवणम् । थुइथुत्तमणणं चेव, पूअंतो जगबंधुणो ॥२॥ ભાવાર્થ - પરમાત્માની પૂજા કરનાર પ્રાણિ વસ્ત્રવડે એટલે અષ્ટપુટ વડે કરી પોતાના મુખ કમલને બાંધી અથવા તો પોતાને જે પ્રકારે સમાધિ થાય તે પ્રકારે મુખકોશ બાંધી લીધા પછી શરીરને વિષે ખાજ આવે તો ખણવાદિકનો ત્યાગ કરે તથા જગબંધવ એવા પરમાત્માની પૂજા કરતો કાયાના ખણવાનો ત્યાગ કરી મુખમાંથી તેમજ નાસિકામાંથી કફ તેમજ શ્લેષમાદિકના કાઢવાને પણ દૂર કરે એટલું જ નહિ પરંતુ તે સમયે સ્તુતિ સ્તોત્ર ભણવાને માટે શાસ્ત્રકાર મહારાજા મનાઈ કરે છે. આધુનિક સમયમાં પૂજાના અવસરે જે બુમો મારવાની ધમાલ ચાલે છે. તેને ડાહ્યા માણસોયે શીઘ્રતાથી દુર કરી પોતાના માનભવને સફલ કરવો જોઈએ. ૫૧ ૫૧ - ભાગ-૧ ફર્મા-૫ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ (વસ્ત્રશુદ્ધિ) હે ઉત્તમ ! પૂજા કરવાના સમયે વસ્ત્રશુદ્ધિ ધારણ કરવાની પણ પૂરેપૂરી ફરજ છે, જે માટે કહ્યું છે કે – यदुक्तं- न कुर्यात् संहितं वस्त्र, देवकर्मणि भूमिप । न दग्धं न तुपै छिन्नं , परस्य तु न धारयेत् ॥१॥ ભાવાર્થ : હે રાજન્ ! દેવ પૂજાને વિષે સાંધેલું વસ્ત્ર પહેરવું નહિ તેમજ બળેલું તથા છેદાયેલ વસ્ત્રને પણ ધારણ કરવું નહિ તથા પરના વસ્ત્રને પણ પહેરવું નહિ. पुनरपि-कटिस्पृष्टं तु यद्वस्त्रं, पुरीषं येन कारितम् । मूत्रं च मैथुनं चापि, तद्वस्त्र परिवर्जयेत् ॥२॥ ભાવાર્થ :- વળી પણ પૂજા કરવાનો વિષ કટિસ્પષ્ટ થયેલું તથા મલમૂત્ર કરેલું તથા મૈથુન સેવેલું વિગેરે વસ્ત્રોને ત્યાગ કરવાં. अपि च-खंडितं संहितं छिन्न रक्तं रौद्रेः कुवर्णकैः ॥ दानं पूजा तपो होम संध्यादि निष्फलं भवेत् ॥३॥ ભાવાર્થ : ખંડિત થયેલું તથા સાંધેલું તથા છેડાયેલુ તથા લાલ તેમજ રૌદ્ર અને કુવર્ણાદિક વડે કરી ઉચ્છિષ્ટ ભાવને પામેલું વસ્ત્ર દાન, પૂજા, તપ, હોમ, સંધ્યાદિ ક્રિયા નિષ્ફલ થાય છે. કિં બહુના ! જૈનોની, વ્યવહાર માર્ગને વિષે જેટલી વસ્ત્રશુદ્ધિ જોવામાં આવે છે તેટલી ધર્મના કર્તવ્યોમાં લેશમાત્ર દેખાતી નથી તો આવા અજ્ઞાની મનુષ્યોએ વિચાર કરવો જોઇએ કે પરમાત્માની પૂજાના સમયે વસ્ત્રને વિષે જેટલી ખામી રખાય છે તેટલી જ ખામી પુન્યમાં આવી પડે છે કારણ અખંડ અને ઉજવલ વસ્ત્ર વડે કરી પરમાત્માની પૂજા કરવાથી અખંડ અને ઉજવળ શુભ કર્મ બંધાય છે અને ખંડિત થયેલા તેમજ છેદાયેલા ભેદાયેલા ઉપરોક્ત વસ્ત્ર વડે કરી પૂજા કરવાથી કરેલી ૫૨ For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ધાર્મિક ક્રિયાઓ સર્વથા નિષ્ફળ થાય છે. એટલું જ નહિ પરંતુ લાભને બદલે કેવલ હાનિજ થાય છે. આવું જાણી ઉત્તમ મહાનુભાવ પૂજા કરવામાં ભાવિક ભવ્ય બંધુઓએ શુદ્ધ સ્વચ્છ અખંડ ઉજ્વલ વસ્ત્રને ધારણ કરી પરમાત્માની પૂજા કરી અખંડલાભ મેળવવાનું ચૂકવું નહિ. पृथ्वीशुद्धिः વલી પણ પૂજા કરવાના સમયને વિષે ભૂમિશુદ્ધિ કરવી જોઇએ મલશ્લેષ્માદિક અશુચિમય પદાર્થોના સંગરહિત શુદ્ધ પવિત્ર કરવી જોઇએ કારણ કે ભૂમિ અશુદ્ધ અને અપવિત્ર હોય તો પણ લાભ લેશ માત્ર પ્રાપ્ત થતો નથી માટે ઉત્તમ જીવોએ પૂજા કરતી વેળાએ ભૂમિને પણ અશુચિ પદાર્થો વડે કરી રહિત કરવી. पुजोपकरणशुद्धिः વલી પણ પૂજા કરનારા ઉત્તમ જીવોએ પૂજાનાં ઉપકરણોની શુદ્ધિને રાખવી શ્રેયસ્કર છે. કારણ કે જો પૂજાના ઉપકરણો મલીન હોય તો અંદર સ્થાપન કરેલી વસ્તુઓ પણ મલીન ભાવને પામે છે એટલું જ નહિ પરંતુ આત્માના અધ્યવસાયના પરમાણુઓ પણ મલીન દશામાં મગ્ન થવાથી પૂજા કરનારા જીવો જોઇએ તેવા લાભને મેળવી શકતા નથી માટે કલશો તથા લોટા તથા રકાબીઓ તથા વાટકીયો શુદ્ધ અને સ્વચ્છ રાખવાં જોઇએ તેમજ પૂજાનાં ઉપકરણો પોતાના ઘર કર્તવ્યને વિષે કોઈ પણ દિવસ વાપરવાં પણ નહિ. स्थितिशुद्धि : પરમાત્માના પ્રાસાદને વિષે પ્રવેશ કર્યા બાદ ચોરાશી આશાતનાને દૂરથકી દૂર કરવી જોઇએ તેમજ દશ આશાતનાને ત્યાગ કરવી તથા ચૈત્યવંદન કરવાના સમયે મર્યાદાપૂર્વક બેસવું તેમજ ૫૩ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કાર્યોત્સર્ગ કરતી વેળાએ પણ શરીરને વિષય અવસ્થાએ સ્થાપન નહિ કરતા સ્થિરતાથીસ્થિર કરી સ્થિતિ શુદ્ધિ ધારણ કરવી આવી રીતે સાત પ્રકારની શુદ્ધિને ધારણ કરી વીતરાગ મહારાજની પૂજા કરનારા જીવો સ્વલ્પ કાલને વિષે જ અજરામર પદને પ્રાપ્ત કરવા સમર્થ માન થાય છે. “પૂજા સ્વરુપ”OTO (पुष्पपूजा स्वरुप) હવે સાત પ્રકારની શુદ્ધિને સાચવતા અને કેશર બરાસાદિક સુગંધી પદાર્થ વડે કરી પરમાત્માની પૂજા કર્યા પછી ભવ્યજીવો સુગંધિ છટાદાર પુષ્પના સમુહવડે પરમાત્માને પૂજે છે અને તેમ કરવાથી શાસ્ત્રકાર મહારાજાએ પુષ્પપૂજા કરનારને મહાન લાભ સૂચવેલો છે. यथोक्तं च-संसारपारगं वीतरागं मुक्तिसुखप्रदम् । चंपकादिकसद्यस्ककुसुमै : पुजयेद् बुधः ॥१॥ ભાવાર્થ : સંસારના પારને પામેલા તેમજ મુક્તિ સુખને આપવાવાળા એવા શ્રીમાન વીતરાગ મહારાજની ચંપાદિક તેજ દિવસના સુગંધિ તથા પ્રફુલ્લિત પુષ્પોવડે કરીને પંડિત પુરૂષ પૂજાને કરે તેજ દિવસના પ્રફુલ્લિત વિવિધ પ્રકારના પુષ્પવડે કરી જૈનો પરમાત્માની પૂજાને કરે, પરંતુ અપવિત્ર પુષ્પો વડે કરી તેમજ નિર્ગધ તથા મલીન પુષ્પો તેમજ જુઠા પુષ્પવડે કરી પુજા કરવાને માટે શાસ્ત્રકાર મહારાજા નિષેધ કરે છે માટે તેવા પ્રકારના અપવિત્ર પુષ્પો પુજાદિક કર્તવ્યોને વિષે વાપરવા નહિ. કહ્યું છે કેउक्तं च-हस्तात्प्रस्खलितं क्षितौ निपतितं लग्नं क्वचित्पादयो र्यन्मर्दोर्ध्वगतंधृतं कुवसनै भेरधो यद्धृतम् । ૫૪ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ स्पृष्टं दुष्टजनॆर्धनैरभिहतं यद् दूषितं कीटकै । स्त्याज्यं तत्कुसुमं दलं फलमथो भक्तै र्जिनप्रीतये ॥२॥ ભાવાર્થ : હાથથકી સ્કૂલના પામેલ તથા પૃથ્વીને વિષે પડી ગયેલ તથા પગને વિષે લાગેલ તથા મસ્તક થકી ઉંચે ગયેલ તથા ખરાબ વસ્ત્રમાં ધારણ કરેલ તથા નાભીકમલથી નીચે રાખેલ તથા દુષ્ટ લોકોએ સ્પર્શ કરેલ તથા મેઘથી હણાઈ ગયેલ તથા કીડાઓથી દુષિત થયેલ પત્રપુષ્પ અને ફલને ભક્તિવાલા માણસોએ જિનેશ્વર મહારાજની પ્રીતિને માટેત્યાગ કરવું જોઇએ અર્થાત્ ઉપરોક્ત પ્રમાણે દૂષિત થયેલા પત્રપુષ્પ અને ફલો જિનેશ્વર મહારાજને ચડાવવાં નહિ. વળી પણ કહ્યું છે કેतथा च-न शुष्कैः पूजयेद्देवं, कुसुमैर्न महीगतैः । न विशीर्णदलै : स्पृष्टै शुभै विकाशिभि : ॥३॥ ભાવાર્થ : શુષ્ક તથા ભૂમિ ઉપર પડેલા તથા શટન પટન થયેલા તથા અશુભ પદાર્થથી સ્પર્શ થયેલા તથા વિકસ્વરપણાને નહિ પામેલા એવા પુષ્પ તથા પત્રો વડે કરી જિનેશ્વર મહારાજની પૂજા કરવી નહિ. વળી પણ કહ્યું છે કે – अन्यच्च-पुतिगन्धान्यगन्धानि, अम्लगम्धानि वर्जयेत् । ટાપવિદ્વાન, શીuપપિતાનિ ૨ ૪l ભાવાર્થ : વળી પણ દુર્ગધવાલા તેમજ અન્ય ગંધ વાલા તથા અસ્ત ગંધવાલા તથા કીડાઓ તેમજ અન્ય જીવજંતુઓ તથા કેશાદિક વડે કરી વીંધાયેલા તથા વિશીર્ણ ભાવને પામેલા તેમજ કરમાઈ ગયેલા ગ્લાનપણાને પામેલા એવા પુષ્પપત્રોને પણ ઉત્તમ જીવોએ પરમાત્માની પુજા કરતાં ત્યાગ કરવાં વળી પણ કહ્યું છે કેकि च-पूजा कुर्वन्नंगल्नैर्धरायां पतितै : पुनः । ___यः करोत्यर्चनं पुष्पै रुच्छिष्टः सोहि जायते ૫૫ For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાવાર્થ : પુજા કરનારા માણસ પુજા કરતો છતો શરીરને વિષે લાગેલા તેમજ પૃથ્વીને વિષે પડેલા પુષ્પો વડે કરી વીતરાગ મહારાજની પુજાને કરે તો તે માણસ ઉચ્છિષ્ટ એટલે નીચ કુલને વિષે જન્મને પામે છે. માટે વિચક્ષણ જીવોએ પુજા કરતાં પુષ્પ ચડાવતી વેળાએ ઉપયોગતાથી ખાસ સાવચેતી રાખવી જોઈએ. पद्मपुराणेपि कीटकेशापविद्धानि, शीर्णपर्युषितानि च । वर्जयेदूर्णनामेत, वासित यदि शोभनम् ॥१॥ ભાવર્થ : કીડાઓ તથા કેશાદિક વડે કરી વીંધાયેલ તેમજ વિશીર્ણભાવને પામેલ તથા પ્લાન થઇ ગયેલ પુષ્પોને ત્યાગ કરવાં તથા ખરાબ વસ્તુથી વાસિત થયેલ પુષ્પ જો કે સારું હોય તો પણ ત્યાગ કરવું. વિવેચન : શાસ્ત્રકાર મહારાજા કથન કરે છે કે ઉપયોગ એ ધર્મ છે અને તેથી કરી જે જે કર્તવ્યો ઉપયોગ પૂર્વક કરવામાં આવે છે તેમાં બહુ જ આનંદ ઉપજે છે એટલું જ નહિ પરંતુ લાભ પણ ઘણો જ થાય છે. પરમાત્માની પૂજા કરનારા ભવ્ય બાંધવોને સર્વ કર્તવ્યો પુષ્પને વિષે ઉપયોગ રાખવાની આવશ્યકતા છે. હાલમાં પુષ્પશુદ્ધિનો ઉપયોગ ઘણો જ અલ્પ જોવામાં આવે છે, પરમાત્માની પુજા કરવામાં પુષ્પ ચડાવનારા બહુ જ નજરે પડે છે પરંતુ તેમાં વિચારશીલ માણસો ઘણા જ ઓછાં હોય છે, ખરું પુછાવો, તો પ્રથમ પુષ્પોને ભવ્યજીવોએ પોતાના હસ્તથી જ છોડ ઉપરથી ચુંટવા જોઇએ. તોપણ એવા તો કોમળપણાથી કે પુષ્પના છોડના જીવને તો શું પરંતુ પુષ્પના જીવને પણ કીલામણા થાય નહિ. તેવી રીતે કરવાથી જ જૈનોનો પ્રથમ ઉપયોગ સચવાય છે. આધુનિક સમયને વિષે હલકા વર્ણના માણસો પાસે પુષ્પો મંગાવવામાં આવે છે અને હલકા માણસોએ લાવેલા પુષ્પો લઈને પુજા For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરવામાં આવે છે તે ઘણું જ અનુચિત છે. કારણ કે લાવનાર માણસ હલકા વર્ણનો હોય છે તેથી તેમના શરીરની તેમજ વસ્ત્રની શુદ્ધિ તેમજ પુષ્પ લાવવાની છાબડી તેમજ ટોપલીની પણ શુદ્ધિ હોતી નથી તેમજ પુષ્પના છોડ ઉપરથી પુષ્પોને કયા પ્રકારે ગ્રહણ કરવા તે તેમને સ્વપ્રે પણ ખબર હોતી નથી. વળી તે માણસ અજ્ઞાની હોવાથી પુષ્પ ભરેલ છાબડી ટોપલા તેમજ વસ્ત્રને ઉચ્છષ્ટ ભૂમિ ઉપર મુકે છે તેથી પુષ્પો અપવિત્ર થાય તે પણ તેને ખબર નહિ હોવાથી દરેક જૈન ભાઈઓને વિચાર કરવા લાયક છે. આપણે તપાસ કરીને ચડાવીએ. પ્રથમ તો ચાલુ વડે કરીને પુષ્પોને તેમજ પુષ્પોની માલાને તેમજ ડમરાના પત્ર તથા કેવડાનાં પાન વિગેરેની તપાસ કરવી જોઇએ જો તેના અંદર કોઈપણ જીવો હોય તો મહાયતનાથીતે મરણ પામે નહિ તેવી રીતે એકાંત સ્થાને સ્થાપન કરવા જોઈએ ત્યારબાદ ઉપરોક્ત પ્રમાણે શટન પટન વિધ્વંસ ભાવ તેમજ દુર્ગધ તથા પ્લાની ભાવને પામેલાને તથા અંદર જે જે સ્થળે ખરાબ દેખાવામાં આવે તેને તેનાથી ગ્રહણ કરી દૂર મુકવાં જોઇએ કે જેના ઉપર કોઈ પણ માણસોનાં પગલા વિગેરે પડે નહિ હાલમાં ઘણા જ લોકો રસ્તાને વિષે પુષ્પો પત્રો વિગેરેને ફેંકી દે છેતે ઘણું શોચનીય છે કારણ કે તેથી જૈનોના નિર્ધ્વસ પરિણામ અનુમાન કરી શકાય છે. માટે તેમ નહિ કરતાં યતનાથી કાળજીપૂર્વક કાર્ય કરવામાં આવે ત્યારે જ જૈનોની બલીહારી કહેવાય. વલી ઘણા વિવેકરહિત જીવોને પુષ્પો વીંધાવીને જ હાર કરાવવાની ટેવ પડી હોય છે. તો તેપણ ખેદકારક છે. વિંધાવ્યાથી દયાનો ગંધ પ્રથમ રહેતો નથી. અને બીજી રીતે પુષ્પોને વીંધ્યા શિવાય ગુંથીનેહાર કરાવવાથી મનોહર અને દેદીપ્યમાન હાર થાય છે અને દોષાપત્તિ સર્વથા દૂર થાય છે તેમજ મહા લાભ પણ ઉત્પન્ન થાય છે માટે પુષ્પોને ગુંથવા વિશે ઉદ્યમવંત થવું જોઇએ. ૫૭ For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #75 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વળી એક બીજો પણ અન્યાય ઘણે ઠેકાણે ઘણા જૈનોને વિષે જોવામાં આવે છે તે એ છે કે કાચી કળીયો કે જે વિકસ્વર ભાવને પામેલી નહિ હોવા છતાં તેમને વીંધાવવામાં તથા ગુંથાવવામાં આવે છે આવું કર્તવ્ય કરવું પણ જૈનોને લાયક નથી જો કે પરિણામે બંધ છે અને ભાવના પ્રમાણે લાભ પ્રાપ્ત થઈ શકે છે તો પણ એટલું તો જરૂર યાદ રાખવું જોઇએ કે કાચી કલીયોના હાર ગુંથાવવા વીંધાવવા નહિ તેમજ કાચી કલીયોથી પરમાત્માની પૂજા પણ કરવી નહિ. વિકસ્વર પુષ્પો ચડાવવા તથા તેનાજ હારો ગુંથાવી પરમાત્માને ચડાવવામાં આવે તો કોઈ પણ પ્રકારનો બાદ આવી શકતો નથી. તથા ગ્લાનિ પામેલા તેમજ કરમાઈ ગયેલા પુષ્પ પત્રો પણ ચડાવતાં પહેલાં વિચાર કરવો અને ચક્ષુથી નિહાલી દષ્ટિ શુદ્ધ કરી કાયાથી પણ બરાબર તપાસ કરી અસાર ભાગને દુર કરી સારી પુષ્પાદિકથી પૂજા કરી પૂર્ણ લાભ મેળવવા જૈનોએ તત્પર થવું તેજ લાભદાયક છે. વળી વાસી પુષ્પો ચડાવવાં નહિ. પૈસાના લોભે રાત્રિપુષ્પો લાવી રાખી મુકે છે અને પાણી છાંટવાથી થોડા ઘણા જેવાને તેવા રહે છે અને તે પુષ્પો ઘણા ખરા જૈનો વિચાર કર્યા સિવાય તેમજ તપાસ કર્યા સિવાય ગ્રહણ કરી પરમાત્માને ચડાવે છે અને લાભને બદલે તોટો લેવા વાળા થાય છે માટે દરેક જૈનબાંધવોએ ઉપરોક્ત કથન પ્રમાણે સર્વથા પુષ્પોના દોષોનો ત્યાગ કરી પરમાત્માને પુષ્પો ચડાવી. અખંડ લાભનેઉત્પન્ન કરવો તેજ સર્વોત્કૃષ્ટ શ્રાવકપણાનું ભૂષણ છે. पूजा कर्या बाद पुजाना उपकरणोने विषे बैदरकारपणुं त्याग करवानी आवश्यकता. રૂઢીયો એવી તો ખરાબ થઈ ગઈ છે કે લોકોને ધાર્મિક ઉપકરણો M૫૮ - For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સાચવવાનુ ભાન પ્રાયઃ ઓછું જ લક્ષ બિંદુમાં આવી શકે છે. પૂજા કર્યા બાદ રકાબીયો કેશરની વાટકીયો કલશો વિગેરે જ્યાં ત્યાં રખડતા મુકી બેદ૨કા૨વાળા જૈનો ઘર પ્રત્યે ગમન કરવા દોડધામ કરી મુકે છે.પરંતુ તે લોકોને ખાસ જણાવવામાં આવે છે કે પૂજા કર્યા બાદ તમામ ઉપકરણો જ્યાંથી એટલે જે સ્થળેથી ગ્રહણ કર્યા હોય તેજ સ્થળે પાછાં યતનાપૂર્વક સ્થાપન કરવાં પરંતુ રખડતાં મૂકવાંનહિ કારણ કે તેમ કરવાથી દોષ ઉત્પન્ન થાય છે વળી પૂજાનાં પહેરેલાં વસ્ત્રો પણ તેજ સ્થળે સાચવીને મુકવાં પરંતુ જ્યાં ત્યાં ફેંકી દેવાં નહિ. તથા કામલીયો પહેરી નીચે આવતાં ધોતિયું પહેરતાં જે મૂર્ખાઈ કરવામાં આવે છે. તે મૂર્ખતાને સર્વથા ત્યાગ કરવી. આજકાલ બહુ લોકો પહેરતી વખતે કામલીને કેવલ ભ્રષ્ટતા જ કરે છે. કામલી કાઢી ખાસડા ઉપર ફેંકે છે તેમજ જે સ્થળે ખાસડાં પડેલાં હોય છે, તેજ સ્થળે બદલીને નાખીને ચાલતા થાય છે તથા ઉચ્છિષ્ટને અપવિત્ર જગ્યાએ વિષે નાખી દે છે એવી ક્રિયા પ્રાયઃ કદી કોઈક જ ગામને વિષે દેખવામાં નહિ આવે. અર્થાત્ ઘણા ભાગે તો તેમજ જોવામાં આવે છે. એવી રીતે ઉપરોક્ત પ્રમાણેકામલીયોને ભ્રષ્ટ કરે છે અને તે ભ્રષ્ટ થયેલી કામલીયોને પૂજા કરનારા નિરંતર પહેરે છે તેથી સ્નાન કરી પવિત્ર થયેલ છતાં ભ્રષ્ટ કામલીયોને પણ સ્પર્શ કરવાથી અપવિત્ર થઈ પૂજા કરે છે અને તેથી પાપકર્મના ભાગીદાર બેદ૨કારિપણાથી ઉચ્છિષ્ટ જગ્યાના ઉપર ફેંકનારા જૈનો જ થાય છે માટેમહાનુભાવો સમજો અને સર્વથા દોષાપત્તિનો ત્યાગ કરી નિર્મલતાથી પરમાત્માની પૂજા કરી સદગતિના ભોકતા થાઓ. ૫૯ For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પૂજા કરનારાને હિતશિક્ષા ૧. પૂજા કરનારાએ પ્રથમ સ્નાન કરવાનું વસ્ત્ર શુદ્ધ રાખવું અને તે સ્નાન સિવાય બીજા કોઈપણ કર્તવ્યોમાં વાપરવું નહિ. ૨. સ્નાન કરતી વેળાયે ભૂમિ શુદ્ધિ કરવી અને જીવાકુલ ભૂમિને સ્વચ્છ ભૂમિ ઉપર યતનાથી બેસી પ્રાસુક પાણિથી સ્નાન કરવું જોઇએ. ૩. સ્નાન કર્યા બાદ ધોતિયાને શરીરનું લુંછન કરવું નહિ કિંતુ બીજું વસ્ત્ર રાખવું જોઇએ. ૪. સ્નાન કર્યા બાદ અશુચિ પાણીના તેમજ મેલ વિગેરેના છાંટાઓ શરીરના ઉપર પડવા દેવા નહિ. ૫. કામલીયો સ્વચ્છ પહેરવી, સાધારણ ખાતાની પહેરવી નહિ પરંતુ પોતાના ઘરની રાખવી કારણ કે સાધારણ ખાતાની કામલીયો દરેક ભાઈઓએ પહેરેલી હોવાથી ઘણી જ ભીની રહે છે તેના અંદર કદાચ જીવ જંતુઆદિકની ઉત્પત્તિ થઈ જાયછે તથા લીલી પહેરવાથી કમ્મર વિગેરે વિષે ધાદર થાય છે ને ખણવાથી રૂધિર નીકળે છે તેથી પરમાત્માની પૂજા કરતાં અટકી પડે છે માટે સાધારણ ખાતાની કામલીયો નહિ પહેરતાં ઘરની કામલી રાખવી તથા આઠ દિવસે પ્રાસુક પાણિથી શુદ્ધ કરવી તેમજ વાયુ છૂટેલ હોયતો પણ પ્રાસુક પાણિ વડે કરી સાફ કરી શુદ્ધ કર્યા બાદ તેને વાપરવી. ૬. પૂજા કરવાનાં વસ્ત્રો પણ જુદાં જ રાખવાં અને તે પણ સાધારણ ખાતાનાં વાપરવાં નહિ. ઘરમાં રાખવાથી શુદ્ધતાઈ સારી રહે છે, આઠ દિવસેપ્રક્ષાલન કરી શકાય છે અને વિશેષ લાભ પ્રાપ્ત થાય છે. માટે પૂજા કરવાના વસ્રની જોડે પોતાના ઘરની જ રાખવીલાયક છે. ૭. ચાંદલા કરતી વખતે તેમજપૂજા કરતી વખતે સાધારણ ખાતાનું કેશર ઉપયોગ પૂર્વક વાપરવું પરંતુ “મફતકા ચંદન ઘસ બેલાલીયા” ૬૦ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરવું નહિ. કારણ કે તેમ કરવાથી મહાપાપ કર્મ લાગે છે અને કેશર થોડું જ બાકી રહેવાથી કેટલાક લોકો પૂજા કરતા અટકી પડે છે અને તેથી તે પાપના ભાગીદાર બેદરકારપણે કેશર વાપરનારાઓ થાય છે. ૮. કેશર બરાસ ધૂપ રકાબી વાટકી કલશ તથા કામલી તેમજ પૂજાના વસ્ત્રની જોડપણ પોતાના ઘરનાં રાખવાં શ્રેયસ્કર છે. બંધુઓ વિચાર કરો કે સંસાર માર્ગમાં બાર માસને વિષે કોઈના પાંચસો કોઈનો હજાર કોઈના બે હજાર અને કોઈના પાંચ હજાર કોઈના તેથી વિશેષ પણ ખર્ચ થાય છે તેનો કેવલ પાપનો પૈસો પાપ માર્ગમાં જ જાય છે અને તેથીદુનિયાના દિવના લોકો દેખતે દીવે કેવળ ભવ કુપમાં જ પડે છે, અસ્તુ તો પણ વિચાર કરે તો લાભપ્રદ છે. વ્યવહાર માર્ગના રૂપિયા પાપમાં જાય છે તે જો પૂજાના ઉપકરણોની જુજ રકમો ઉપર પ્રમાણે ઘરની રાખવામાં આવે તો લાભ ઘણો જ થાય છે ને સંસારના લાંબા ખર્ચમાં ધાર્મિક કર્તવ્યો કરવા માટે જુજ ખર્ચ હોય છે માટે પૂજાનાં ઉપકરણો ઘરનાં રાખી તમારા જૈનપણાને શોભાવા સમર્થમાન થાઓ. ૯. પૂજા કરતી વેળાયે પરમાત્માની આશાતના ન થાય તેવી રીતે મર્યાદા પૂર્વક બેસવું ઉભા રહેવું, ચૈત્યવંદન કરવું તથા કાઉસગ્ગ વિગેરે કરવા. ૧૦. દહેરાસરજીને વિષે પ્રવેશ કર્યા બાદ કોઈની સાથે લડાઈ ટંટો કરવો નહિ. ગાળો દેવી તેમજ ખાવી પણ નહિ તથા ક્ષમા રાખી કષાયોનો ત્યાગ કરવા. ૧૧. કોઈપણ સ્ત્રી નાની મોટી આવેલી હોય તેના સન્મુખ તેમજ શરીર તરફ જોવું નહિ કારણ કે તેમ કરવાથી ચપલ ચિત્ત જો તેમના પ્રત્યે ગમન કરે છે તો મહા અનર્થ થાય છે. અને આત્મા એકાંત રીતે પાપનો ભોકતા થાય છે માટે કોઈપણ સ્ત્રીના સન્મુખ દષ્ટિ નહિ દેતાં તમામ ૬૧ For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સ્ત્રીયોને માતા બેન પુત્રીપણે ગણવી. ૧૨. સ્ત્રીયો પૂજા કરતી હોય તો તેના ટોળામાં નહિ ઘુસી જતાં દૂર ઉભા રહેવું તથા સ્ત્રીયો પૂજા કરીને ગમન કરે ત્યારબાદ પૂજા કરવી કારણ કે સ્ત્રી મંડળમાં પ્રવેશ કરવાથી સ્ત્રીના અંગોપાંગોને પુરુષોનો સંઘટ્ટ થવાથી કોઈક કમનશીબ જીવોના પ્રભાવ મલીન થઈ જાય છે અને તેથી કરી મહા ચીકણાં કર્મ બાંધવા માટે તે સમર્થમાન થાય છે માટે ડાહ્યા તેમજ વિવેકી બંધુઓએ સ્થિરતા કરી શાંત વૃત્તિ રાખી સ્ત્રીયોએ પૂજા કર્યા બાદ પૂજા કરવી શ્રેયસ્કર છે. ૧૩. ધૂપ દીપ કરતી વખતે પણ મર્યાદા સહિત સાવચેતી રાખવી અને ચામર વીંજતી વેળાયે પણ પરમાત્માને ચામરના વાળ સ્પર્શ ન કરે તેવી રીતે વીંજવા. ૧૪. સ્નાન કરતી વખતે પરમાત્માના કોઈપણ બિંબોને ઠપકો લાગે નહિ તથા આશાતના થાય નહિ તેવી રીતે વર્તવું. વાલાકુંચી તથા અંગલુછણાં ઉપયોગપૂર્વક કરવાં ૧૫. શાંતચિત્ત રાખી ઉત્કૃષ્ટ પરિણામ ધારણ કરી દેરાસરજીના તમામ ઉપકરણોની સાર સંભાળ કરી વિધિ તથા વિવેક સહિત ઉત્તમ ભાવના ભાવતાં અને પરમાત્માની પુજાને કરી કષાયોને દૂર કરી સમાન શુદ્ધ વાસના ધારણ કરી વૈરાગ્ય યુક્ત થઈ પરમાત્માના ગુણગ્રામ કરતા છતા જૈન મંદિરોમાંથી પાછું ફરવું તેજ ભવ્યજીવોના ભયને દૂર કરી પરમપદ આપનાર છે. કિંબહુના ! પરમાત્માની ત્રિકાલ પુજા કરવાથી ઘણા ભવોનાં કરેલાં પાપકર્મ જે તે વિનાશ ભાવને પામે છે. કહ્યું છે કે – यतः जिनस्य पूजनं हन्ति, प्रातः पापं निशाभवम् । आजन्मविहितं मध्ये सातजन्मकृतं निशि ॥१॥ For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાવાર્થ : પ્રાતઃકાલને વિષે જિનેશ્વર મહારાજની પૂજા કરવાથી રાત્રિને વિષે ઉત્પન્ન થયેલું પાપકર્મ નાશ પામે છે. તથા મધ્યાન્હ પૂજા કરવાથી આ જન્મ પર્યત કરેલા પાપકર્મ નાશ પામે છે તથા સાયંકાલે પૂજા કરવાથી સાત જન્મને વિષે કરેલાં પાપ કર્મનાશ પામે છે. પ્રભાતે વાસક્ષેપ પૂજા ૧. મધ્યાન્હ કેશર બરાસ, ધુપ, દીપ, નૈવેદ્ય, અક્ષત વિગેરે વડે પૂજા ૨. તથા સાયંકાલે ધૂપ દીપ-આરતી પુજા ૩. આવી રીતે ત્રિસંધ્ય પુજા કરવાથી મનુષ્યો ઘણાં પાપકર્મને ક્ષીણ કરે છે. પુજા ઉપર દૃષ્ટાંતો” : - ધનપાલનું દૃષ્ટાંત ) ભોજ રાજાની સભાને વિષે વસનારા પાંચસો પંડિતોનો શિરોમણિ ધનપાલ મહાન પંડિત હતો.પોતાના બંધુ શોભનમુનિએ જૈની દીક્ષા લીધા પછી જૈન મુનિઓના ઉપર વૈર થવાથી ભોજરાજાનો માનીતો હોવાથી માળવા દેશમાં જૈનમુનિના પ્રવેશને પણ બંધ કરાવ્યો ત્યારબાદ શોભનમુનિને અન્ય સાધુઓએ કથન કરવાથી શોભનમુનિએ જઇને પોતાના બંધુ ધનપાળ પંડિતને બોધ કરવાથી મિથ્યાત્વને છોડી તે શુદ્ધ જૈનધર્મનો આરાધક થયો અને મન વચન કાયાથી જૈન ધર્મનું સેવન કરી દેવગુરૂ ધર્મનું આરાધન કરવા લાગ્યો. હવે જયારથી ધનપાલ પંડિતનું મિથ્યાત્વ ગયું, ત્યારથી તે પરમાત્માના પૂજનમાં વિશેષ ટાઈમ વ્યતીત કરવાથી અને ભોજ રાજાની સભામાં પોતાની હાજરી થોડી આપવાથી ભોજ રાજાએ પ્રશ્ન કર્યો કે હે પંડિત શિરોમણી ! તમે મારી સભામાં આવવાનું ઓછું કેમ કરી નાખ્યું? એટલે ધનપાળે કહ્યું કે નવીન પ્રભુની સેવા કરવામાં ચિત્ત વ્યગ્ર હોવાથી વિશેષ વાર મહારાથી સભાને વિષે આવી શકાતું નથી. ત્યારે રાજાએ કહ્યું કે, મારાથી પણ બીજો કોઈ અન્ય પ્રભુ વળી છે કે ? ધનપાલ પંડિતે કહ્યું કે હા સાંભળો-પ્રથમ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મિથ્યાત્વના પ્રબળ ઉદયથી કેટલાયક પુરનો સ્વામિ મતિમૂઢતાથી મેં સેવ્યો અને રાગદ્વેષાદિકને ભજનારાનું સેવન કર્યું, પરંતુ હાલમાં મને સમ્યકત્વનો ઉદય થવાથી પરમસુખને આપનાર ત્રણલોકના નાથ મળવાથી નિર્મલ બુદ્ધિ ધારણ કરી હું તે ત્રિભુવન પતિ ની જ એકાગ્રતાથી સેવા કરું છું. ફક્ત મહારો પ્રભુસેવા વિનાનો કાળ જેદિવસ રાત્રિરૂપ વ્યર્થ ગયો છે તેજ મહારા મનને પરમ સંતાપ કરે છે કે હા હા, સત્યદેવની સેવા વિનાના મહારા દિવસો નિષ્ફળગયા. હવે જે ત્રાણલોકના નાથની પૂજા કરૂ છું, તેમનો પ્રભાવ હે રાજા ! તમે સાંભળો. માતા પિતા બાળક ઉપર તુષ્ટમાન થાય છે ત્યારે દરદાગિના અને ખાનગી વસ્તુ આપે છે શેઠ નોકરના ઉપર તુષ્ટમાન થાય ત્યારે પગાર વધારી નામાઠામાની ખાનગી રીત ભાતો બતાવી બક્ષિસ કરે છે. ગુરૂ શિષ્યના ઉપર તુષ્ટમાન થાય, ત્યારે જ્ઞાનના ગુઢ ગંભીર અર્થને બતાવે છે. નાના ગામડાનો સ્વામી તુષ્ટમાન થાય ત્યારે એક ક્ષેત્ર (ખેતર) આપે છે મોટા ગામના અધિપતિ તુષ્ટમાન થાય ત્યારે એક નાનું ગામ આપે છે. દેશના અધિપતિ તુષ્ટમાન થાય ત્યારે મોટું ગામ આપે છે. ત્રણ ખંડનો સ્વામી વાસુદેવ તુષ્ટમાન થાય ત્યારે આખો દેશ આપે છે. અને ચક્રવર્તિ તુષ્ટમાન થાય ત્યારે અનર્ગલ ઋદ્ધિ આપે છે. ત્યારે હું જેની પુજા કરું છું તે મારો સ્વામી તુષ્ટમાન થાય ત્યારે પોતાની તીર્થકરની ઋદ્ધિ આપી અખંડ અવિચળ મુક્તિના સુખને આપે છે તો તેવા મુક્તિના ઉત્તમોત્તમ સુખ મેળવવા માટે હું પ્રતિદિન મહારા નવીન પ્રભુની સેવા કરું છું, તેથી જ હે મહારાજા ! આપની સભાની અંદર વિશેષ હાજરી મારી થઈ શકતી નથી. ધનપાલ પંડિતનાં આવાં વચનો સાંભળી ભોજરાજા બહુજ ખુશી થયો અને ધનપાલ પંડિત પણ વીતરાગ કથિત દેવ ગુરૂ ધર્મનું આરાધન કરી પરમાત્માનું પૂજન કરી સમાધિ પામી For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દેવલોકમા ગયો. આ દૃષ્ટાંતથી ધનપાલ પંડિત તમામ ઉત્તમ જીવોને એવું સુચવે છે કે, પ્રથમ મિથ્યાત્વના ઉદયથી પરમાત્માના પૂજન કર્યા શિવાયના વ્યર્થ ગયેલા દિવસો મારા મનને પરિતાપ કરાવે છે અને ત્યારબાદ સમ્યકત્વને પામી દેવગુરૂ ધર્મનું આરાધન કરવાથી પરમાત્માના પૂજનમાં ગયેલા દિવસો મારા મનને અત્યંત આનંદ આપે છે તો ઉત્તમ જીવો મારા પેઠે પરમાત્માના પૂજનમાં વિશેષ વખત ગાળી કર્મનું નિકંદન કરવા શક્તિમાન થાઓ ને સદ્ગતિને મેળવો. દેવપાલનું દષ્ટાંત ) દેવપાળ નામનો એક ગોવાળિયો નિરંતર ગાયોના સમુહને ચારતો હતો. તેણે એકદા પ્રસ્તાવે ગાયોને ચારતાં નદીના પડેલા કાંઠાને વિષે જિનેશ્વર મહારાજની મૂર્તિ દીઠી તેમને પ્રણામ પૂજાથી અંગીકાર કરી વગડાને વિષે એક ઝુંપડી કરી, તેમાં તે પ્રતિમાજી સ્થાપન કર્યા અને મહારે પૂજા કર્યા વિના ભોજન કરવું નહિ. એવો નિયમ અંગીકારકરી નિરંતર તે મૂર્તિનું ભાવથી પૂજન કરવા લાગ્યો. એક દિવસ વર્ષા ઋતુમાં નદીને વિષે સખત પાણીનું પૂર આવવાથી નદી પાણી વડે કરી છલોછલ બે કાંઠામાં થઈ રહી, તેથી દેવપાળને ભોજન કર્યા વિના સાત ઉપવાસ થયા. આઠમે દિવસે નદીનું પૂર ઉતરવાથી પરમાત્માની પૂજા કરી પછી ભોજન કર્યું, તેનો ઉત્તમ ભાવ તથા સત્ત્વ જોઈને શાસન દેવતા તુષ્ટમાન થયા ને કહાં કે વર માગ. તેથી દેવપાળે તે પોતે વસતો હતો તે નગરનું રાજ્ય માંગ્યું તેથી દેવતાએ આપ્યું. રાજય મળ્યું. પરંતુ સામંત વર્નાદિ અહંકારથી દેવની અવજ્ઞા કરવા માંડયા, તેથી દેવતાએચિત્રામણના સૈન્યને વિષે ઉતરી સામેતાદિક વર્ગને વશ કર્યો અને જીંદગી પર્યત રાજ્યનું પ્રતિપાલન કરી M૬૫ For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પરમાત્માનું વિશેષ પૂજન કરી તે દેવલોકમાં ગયો. અનુક્રમે મુક્તિના સુખને પામશે. હલકી જાતના એક ગોવાળીયાએ પરમાત્માની પૂજા કર્યા સિવાય ભોજન કરવું નહિ, આવો નિયમ ગ્રહણ કરી માવજજીવ સુધી નિયમ પાળ્યો, ત્યારે જૈન વર્ગને તો વિશેષ કરી પરમાત્માના પૂજનમાં રક્ત રહી આળસ પ્રમાદનો ત્યાગ કરી સંસાર સ્વલ્પ કરવાને માટે તત્પર રહેવું જોઇએ. ( ભીલ-ભીલડીનું ટાંત ) એક પર્વતને વિષે એક ભીલ ભીલડી વસતાં હતાં. કર્મયોગે ત્યાં મુનિ મહારાજનું આગમન થયું. તેમણે બન્નેને પાસે પરમાત્માના પૂજનનું ફળ કહ્યું. હળવા કર્મી હોવાથી જલ્દી તે ઉપદેશ ભીલડીને રૂચ્યો અને ભીલડીએ પૂજા કરવાનો નિયમ લીધો. હવે ત્યાં વનને વિષે શ્રી આદિનાથ મહારાજનું દેવળ હતું, તેના અંદર જઈ ભીલડી નિરંતર વનનાં પુષ્પો અને પત્રો વડે કરી પરમાત્માનું પૂજન કરવા લાગી. તેને પૂજા કરતી જોઈ ભીલ કહે છે, આ તો વાણિયાના દેવ છે, માટેનું પૂજા ન કર. તેમ વારંવાર નિષેધ કરવા માંડયો પણ ભીલડીએ ભીલના વચનને સાંભળ્યું જ નહિ, પરમાત્માના પૂજનને કરતી કેટલાયેક દિવસે ભીલડી મરીને રાજાની પુત્રી થઈ અનુક્રમે યૌવન અવસ્થા પામી. એક દિવસે તે રાજકુમારી મહેલના ઝરૂખામાં બેઠી હતી, તેવામાં નીચે પોતાના પૂર્વ ભવના સ્વામી ભીલડાને દેખી જાતિસ્મરણ પામી ને ભીલને બોલાવીને કહ્યું કે, તું મને ઓળખે છે? ભીલે કહ્યું કે, તું રાજાની પુત્રી છે, એટલું તને કોણ ઓળખતું નથી? સર્વ જનસમુદાય તને પીછાણે છે. કુમારીએ કહ્યું કે, એમ નહિ હું પૂર્વ ભવમાં તાહરી સ્ત્રી હતી પરમાત્માનું પૂજન કરવાથી રાજાની પુત્રી થઈ અને તું મને પૂજા કરવાને નિષેધ કરતો હતો તે અત્યાર સુધી આવા ભીલના નીચ વેષ અને For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દુઃખમાં જ રહ્યો છે, માટે હજી પણ તાહરે ઉત્તમ સુખ મેળવવું હોય તો પરમાત્માની પૂજા કરી સદ્ગતિ મેળવ. આવી રીતે ભીલને કહી પરમાત્માની પૂજામાં દઢ કર્યો અને તે કુમારી રાજયસુખનો અનુભવ કરી સ્વર્ગે ગઈ. અનુક્રમે મોક્ષે જશે. એ પણ એક વાત આશ્ચર્યની છે કે, વગડાને વિષે રહેનાર ભીલડીને મુનિનો ઉપદેશ જલ્દી લાગ્યો ને તે સુખી થઈ ત્યારે ચાલતા જમાનામાં કેટલાયક આળસુ પ્રમાદી જીવોને શહેર નગર ગામને વિષે વારંવાર પૂજા કરવાનો ઉપદેશ આપે છે છતાં લવલેશ માત્ર બોધ લાગતો નથી આવાં ભીલ ભીલડીના દ્રષ્ટાંતને વાંચી મનન કરી પોતાના કદાગ્રહ હઠવાદાદિનો ત્યાગ કરી વીતરાગ મહારાજાના વચનનું પ્રતિપાલન કરી પરમાત્માનું પૂજન કરવામાં કટિબદ્ધ થવું જોઇએ. CT ધનસારનું દૃષ્ટાંત TO કુસુમપુર નગરને વિષે ધનસાર નામનો શ્રેષ્ઠિ વસતો હતો. અને તે નિરંતર ત્રિકાલ પ્રભુપૂજામાં તત્પર રહી પુન્ય કર્મની વૃદ્ધિ કરતો હતો તેમણે ન્યાય વડે કરી ઉપાર્જન કરેલા પોતાના પૈસાથી જૈન પ્રાસાદ કરાવ્યો અને અંદર મનોહર પરમાત્માની મૂર્તિ સ્થાપન કરી તે પાપ કર્મના ઉદયથી તેમના પુત્રોને રૂચતું નહોતું. હવે અભાગ્યના ઉદયથી શ્રેષ્ઠિ નિધન થયો તેથી પુન્ય હીન છોકરા કહેવા લાગ્યા કે જૈન મંદિર કરાવ્યું તેથી જ નિધન તું થયો છે, આવી રીતે છોકરાઓએ કહ્યા છતાં પણ લક્ષ્મીના અભાવે શ્રેષ્ઠિ થોડું થોડું પુન્ય કરવા લાગ્યો. એકાદ ગુરૂ મહારાજે પુછ્યું કે તને સુખ છે, ત્યારે તેણે કહ્યું કે સંતોષ સુખ છે પણ લોકોને વિષે ધર્મની હિલના થાય છે કે જૈન મંદિર કરાવ્યું તેથી નિધન થયો. મને પૈસાની ઇચ્છા નથી પણ ધર્મનો ઉદ્દાહ થતો બંધ થાય તેવી ઇચ્છા છે. આવી રીતે શ્રવણ કરવાથી ગુરૂ મહારાજે મહામંત્રાધિરાજ ભાગ-૧ ફર્મા-૬ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પાર્શ્વનાથ મહારાજનો મંત્ર તેને આપ્યો. તે મંત્રને પોતે બનાવેલ જૈન પ્રાસાદને વિષે સ્થાપન કરેલ પરમાત્માની પ્રતિમાજીના પાસે ઉત્તમ પ્રકારના પૂજન સહિત તેમજ કમલની માલાની પૂજા સહિત સાધ્યો-જાપ કર્યો તેથી ધરણેદ્ર સંતુષ્ટ થયો. ને આવીને વર માગવાનું કહ્યું, ત્યારે શ્રેષ્ઠિએ કહ્યું કે પુષ્પની માળાનું પ્રભુને પૂજન કર્યું ને જેટલું પુન્ય ઉપાર્જન કર્યું તેટલું દ્રવ્ય આપો. ધરણેદ્રે કહ્યું કે તેટલું પુન્યચોસઠ ઈંદ્રો ભેગા થાયતો પણ આપવા શક્તિવંત નથી.જે માટે શાસ્ત્રકાર મહારાજાએ કહ્યું છે કે સાગરોપમના આયુષ્યવાળો તથા શાસ્ત્રમાં પ્રવિણ તેમજ શરીરે સર્વથાનિરોગી હોય અને મુખને વિષે હજાર જીભ હોય પણ પરમાત્માના પૂજનના ફલનું વર્ણન કરવા તે માણસ સમર્થ થતો નથી. ત્યારે શ્રેષ્ઠિએ કહ્યું કે એક પુષ્પનું દ્રવ્ય આપોધરણેન્દ્રે ના પાડી તે પણ શક્તિ નથી. ત્યારે વળી શેઠે કહ્યું કે એક પત્રનું ફલ આપો તે પણ ના પાડી એટલે શ્રેષ્ઠિએ કહ્યું કે આપઆપના સ્થાનકે પધારો તેથી ધરણેન્દ્રે કહ્યું કે દિવસને વિષે વીજલી થાય તે અમોઘ છે એટલે જરૂર વરસાદ પડે તેમજ દેવનું દર્શન પણ અમોઘ છે, કદાપિ નિષ્ફળ થાય જ નહિ એમ કહી કહ્યું કે તાહારા ઘરના ચારે ખૂણાને વિષે રત્નથી ભરપૂર ભરેલો કલશોને સ્થાપના કરી જાઉં છું. એમ કહી અંતર્ધ્યાન થયા. ત્યારબાદ પોતાના નાસ્તિક પુત્રોને પુણ્યનું ફલ દેખાડી રત્નના કલશો પ્રગટ કરી ધર્મિષ્ઠ બનાવ્યા પોતાનું કુટુંબ પણ ધર્મિષ્ઠ બનાવી સુખ ભોગી થઈ એકાગ્રતાથી પરમાત્માનું પૂજન કરી શ્રેષ્ઠિ સદ્ગતિનો ભોકતા થયો. સુજ્ઞ વાચંક ! બલીહારી છે પરમાત્માના પૂજકને ચોસઠ ઈંદ્રો પણ એક પુષ્પની માળા, એક પુષ્પ અને એક પત્રના ફળને પણ આપવા શક્તિમાન નથી એટલું બધું પુન્ય કર્મ થાય છે ત્યારે પ્રતિદિન ભાવ સહિત પરમાત્માનું પૂજન કરનારનો બેડોપાર થઈ શીવ્રતાથી મુક્તિ મળે ૬૮ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેમાં શું આશ્ચર્ય છે, બસ કાંઈ જ નહિ. તે માટે જૈન બાંધવ ! અજ્ઞાન દશાને અશ્રદ્ધાને છોડી ઉત્તમોત્તમ પ્રકારના પદાર્થો ને ઉત્તમોત્તમ પુષ્પો વડે કરી પરમાત્માનું પૂજન કરી ઉત્તમોત્તમ ગતિ મેળવવા ઉજમાળ થા, જૈન શાસ્ત્રને વિષે પરમાત્માની પૂજાના ફલના દૃષ્ટાંતોનો પાર નથી, કેટલાં લખવાં તને કંટાળો આવશે. માટે જ થોડામાં વિશેષ સમજી પરમાત્માનું પૂજન એકાગ્રતાથી કરી શીવ્રતાથી મુક્તિ મેળવ. ( પાંચ પ્રકારની જિનેશ્વર ભક્તિ ) पुष्पाघर्चा १, तदाज्ञा च२, तद्रव्यपरिरक्षणम् । ३, उत्सवा ४, स्तीर्थ यात्रा ६, च भक्तिं पंचविधाजिने ॥१॥ ભાવાર્થ : પરમાત્માની પુષ્પાદિક વડે કરીને પૂજા કરવી ૧, તથા પરમાત્માની આજ્ઞાનું પ્રતિપાલન કરવું ૨, તથા દેવદ્રવ્યનું રક્ષણ કરવું, ૩, તથા જૈન મંદિરને વિષે ઉત્સવ કરવો જ તથા તીર્થયાત્રા કરવી પાંચ પ્રકારે જિનેશ્વર મહારાજાની ભક્તિ કહેલી છે. बहुवर्ति समायुक्तं, ज्वलंतं श्रीजिनाग्रत : । कुर्यादारात्रिकं यस्तु, कल्पकोटि दिवं वसेत् धूपो दहति पापानि, दीपो मृत्युविनाशकः । नैवेद्यैविपुलं राज्यं प्रदक्षिणा शिवप्रदा ॥२॥ રૂતિ ઉપદેશસારવૃત્ત. ભાવાર્થ : જે માણસ ઘણી વાટવડે કરી યુક્ત અને જવાજલ્યમાન આરતિને શ્રી જિનેશ્વર મહારાજ પાસે કરે છે તે કલ્પ કોટી સુધી સ્વર્ગને વિષે વાસ કરે છે. ૧. ભગવાનની પાસે ધૂપ કરનારો પાપને બાળી નાંખે છે અને દીપક કરવાથી મરણ નાશ કરે છે. નૈવેદ્ય ધારણ કરવાથી નિર્મલ રાજયની પ્રાપ્તિ થાય છે. અને પ્રદક્ષિણા કરવાથી મુક્તિ આપનાર થાય છે. ૨. ( ૬૯ For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અરિહંતના ગુણ ગાનાર સુબુદ્ધિ મંત્રી થા અરિહંતના ગુણ ભાગ્યશાળી ગાય છે. જુઓ, અરિહંત, જિનચૈત્ય,શ્રી સંઘ અને ધર્માચાર્યાદિકના સદ્ગુર્ણન કરવાથી જીવ સુલભ બોધિ થાય છે. અને અવર્ણવાદ બોલવાથી દુર્લભ બોધિ થાય છે, માટે સુજ્ઞ જીવોએ ઉપરોકત તમામના ગુણગ્રામ કરી, સમ્યકત્વને નિર્મલ કરી, ભવનો અંતકરવા ચૂકવું નહિ અરિહંત દેવના ગુણગ્રામનું કીર્તન કરનાર સુબુદ્ધિ મંત્રીનું ઉદાહરણ નીચે પ્રમાણે છે. કાશીમાં ક્રેષિયોના મુખ કમલોની પંક્તિને શાન્ત કરનાર અને શત્રુઓને દાસ બનાવનાર વિજયી જય નામનો રાજા હતો. તેને બળદ જેમ ભાર અને ગાડાને વહન કરે તે પ્રકારે બંને બાજુથી સબુદ્ધિને ધારણ કરનાર અને રાજ્ય ભારને વહન કરનાર વિશ્વવત્સલ સુબુદ્ધિ નામનો મંત્રી હતો. તે સર્વજ્ઞની આજ્ઞામાં લીન હતો. અને સદ્ગુરૂની ભક્તિ કરવામાં તત્પર હતો તેમજ શ્રી જૈન મત સંબંધી કમળને વિષે તેની બુદ્ધિ રૂપી ભમરી વિશેષપણાથી લીનપણાને પામી હતી. ગુણોને ધારણ કરનાર ગુરૂઓના તેમજ વીતરાગ મહારાજના ગુણગ્રામ કરી તેણે પોતાનું સમ્યકત્વ અત્યંત નિર્મલ કર્યું હતું. રાજાને દેવ-પૂજાદિક કર્મ કરવામાં આદરવાળો અને શિવને માનનારો સોમશર્મા નામનો પુરોહિત હતો. સૂર્ય-ચંદ્રમાનો પ્રકાશ વિદ્યમાન છતાં પણ તેના હૃદયરૂપ ઘરને વિષે પાર ન પામી શકાય. એવો મિથ્યાત્વ રૂપી ગાઢ અંધકાર ચોતરફ વ્યાપી રહેલો હતો. અન્યદા પ્રસ્તાવે રાજા સભા ભરીને બેઠો છે તે વખતે અરિહંત પરમાત્માના દ્વેષી તે પુરોહિતે રાજાને કહ્યું કે-હે સ્વામિન્ ! તમે કાંઈ જાણ્યું ! રાજાએ કહ્યું કે-શું જાણવાનું હતું ? પુરોહિત બોલ્યો કેવાણિયાના દેવો પ્રથમ મસ્તકના ઉપર પાણીને વહન કરતા હતા,' 90 For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કૌતુકી રાજાએ કહ્યું કે કેવી રીતે ! તે વાત સાંભળી પુરોહિતે કહ્યું કેહજી સુધી પણ તેના મસ્તકના ઉપર ઇંડોહીની (ઇંઢોણી) રહેલી છે તે સ્પષ્ટ દેખાય છે. એવા પ્રકારના વચનો સાંભળી મુખને વક્ર કરીને રહેલ સુબુદ્ધિ મંત્રીને કહ્યું કે-“આ પુરોહિત જે કહે છે તે તમે જાણો. તે અવસરે શઠતા પ્રત્યે શઠાચાર બતાવી તેને નિષ્ફર બનાવી અગ્નિ પ્રતિ અગ્નિના જ પેઠે બુદ્ધિવંત પુરુષોએ તેને તિરસ્કાર કરી જીતવો જોઇએ, કારણ કે આવું નિર્નિમિત્ત હાસ્ય સહન કરવું તે અમારા આત્માને ઉચિત નથી. એવો વિચાર કરી મંત્રીએ રાજાને કહ્યું કે-“અંદરનું તત્ત્વ શું છે તે તમો સાંભલો. આ પુરોહિત સત્યવાણીવાળો છતાં મૂળ વાર્તાને જાણતો નથી. રાજાએ કહ્યું કે-ત્યારે તત્ત્વ શું છે તે તું જ છે !' મંત્રીએ કહ્યું કે- ‘પૂર્વે જયારે લોકોને પીડા કરનાર દૈત્યો ઉત્પન્ન થયા ત્યારે તેણે કરેલી પીડાથી સર્વે દેવો ત્રાસ પામ્યા. અને દૈત્યના ભયથકી તેત્રીશ કોડ દેવતાઓ કંપાયમાન થઈ લક્ષ્મી, કૌસ્તુભ, કલ્પવૃક્ષ, ચંદ્રમાં આદિ ચૌદરત્નોને ભયથી સમુદ્રમાં ગુપ્ત રાખ્યાં, દેત્યોના સાથે બળવંત એવા મહાદેવના પુત્ર કાર્તિક સ્વામીએ યુદ્ધ કરી દૈત્યોનો ક્ષય કર્યો. ત્યારબાદ તે રત્નો મેળવવાને માટે સમુદ્ર મંથન કરવાનું વિચારી મેરૂને મંથાનક કર્યો. શેષનાગ નેત્રભૂત થયો. રવૈયો બલિષ્ટાત્મા હિમાચલ થયો. આવી રીતે કરી હર્ષયુક્ત થઈ સર્વ દેવો સમુદ્રનું મંથન કરવા લાગ્યા. આવો મહાઆરંભ દેખીને ઇંદ્ર મહારાજાએ દેવોને કહયું કે-હે દેવો ! આના અંદરથી કદાચ મહાઉત્પત્તિ ઉભો થાય તો તે ઉપદ્રવનો ઘાત કરવાને માટે સમર્થ એવા નેમિશ્વર ભગવાનને અહિયા લાવીને સ્થાપન કરો. દેવોએ પ્રાર્થના કરવાથી નેમનાથ ભગવાન પધાર્યા-કારણ કે મહાબુદ્ધિમાન પુરૂષો દાક્ષિણ્યતા વાળા હોય છે. હવે એકાકી ભગવાન શોભશે નહિ. એવું જાણી ભગવાનના પાસે ૭૧ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મહાદેવને બેસાડી ઇંદ્ર દેવતાઓને નિર્ભય કર્યા. હવે સમુદ્ર મંથન કરવાથી જે જે રત્નો નીકળ્યા. તે તે દેવતાએ પોતાના જાણી ગ્રહણ કર્યા. અને ગુપ્ત રાખેલી વસ્તુના લાભથી દેવો બહુ જ આનંદ પામ્યા. પરંતુ શ્રી નેમિનાથ ભગવાનની સેવા કરનાર મહાદેવના હાથમાં કંઈપણ આવ્યું નહિ. તેથી દેવો ફરીથી સમુદ્ર મંથન કરવા લાગ્યા. અને બોલ્યા કે જે જે પ્રાપ્ત થશે તે મહાદેવને આપીશું. આવી રીતે વાણીથી મહાદેવને સંતોષી જોરથી મંથન કરવાથી પાતાલક કુંભ ફુટી જવાથી અત્યંત ઉગ્ર કાલકૂટ વિષ નીકળ્યું. તેના ઉગ્ર આવેશથી તમામ દેવો મૂછ ખાઈને અકસ્માત ભૂમિ ઉપર પડી ગયા ત્યારે અરેરે ! લાભને વિષે અમારો મૂળથી ક્ષય થયો એવો અપ્સરાઓના સમૂહને વિષે અતિ હાહાકાર ઉછળ્યો એટલે જગતના જીવો ઉપર કૃપા ધારણ કરનારા પ્રભુ શ્રી નેમનાથ મહારાજા માથે ઘડો લઈને અમૃત લેવા દોડયા. તેવામાં મહાદેવને કહ્યું કે-“હું આપનો સેવક પાસે છે છતાં આપ શું કામે જાઓ છો ? મને ઘડો આપો. હું જાઉં તેથી પ્રભુએ ઘડો આપવાથી માથે ઘડો લઈને જલ્દીથી શંભુ ગયા અને અમૃત લાવ્યા. તેનું પાન કરાવવાથી તમામ દેવો વિષ રહિત થયા અને બધાને જીવાડવાથી ત્રણ જગત સ્વસ્થ થયું. તે દિવસથી ભગવાનના માથા ઉપર ઇંઢોણી રહે છે અને શંભુએ કાલકૂટ વિષનું ભક્ષણ કરવાથી તૃષાશાહિ સખત ઉપડવાથી શાન્તિને માટે પાણીની ગાગર હજી સુધી રાખેલી દેખાય છે. પ્રથમથી જ માટે ગંગા રાખી છે તેનું પાણી પડવાથી પણ શાન્તિ થઈ નહિ. હાલમાં પણ પાણીની ગાગર રાખેલી છે, એવી રીતે મંત્રીનાં કહેવાથી રાજાએ હાસ્ય કરીને પુરોહિતને કહ્યું કે “નિર્મલ બુદ્ધિવાળા આ મંત્રીએ તને કેવો ઉત્તર આપ્યો ?” તેથી વિના કારણે અરિહંતના અવર્ણવાદ બોલવાથી અને મંત્રીના ઉત્તરથી લજ્જાને પામેલા તેણે પોતાનું મુખ શ્યામ કર્યું. એટલું જ નહિ, પરંતુ પાપકર્મના અંદર ૭૨ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એકતાનવાળા તે પાપિષ્ટ જીવે ઘણો સંસાર ઉપાર્જન કર્યો. અને અરિહંત તેમજ સાધુના ગુણગ્રામ કરવાથી સુબુદ્ધિ મંત્રી ઇહલોકે તથા પરલોકે મહાન સુખનો નિધિ થયો. પૂજા વિષે વાલી રાજાની ક્યા કિષ્કિંધા નગરીને વિષે વાલી રાજા રાજ્ય કરતો હતો. તેણે ત્રિકાળ દેવપૂજા કરવાનો નિયમ ગ્રહણ કરતો હતો. તેણે ત્રિકાળ દેવપૂજા કરવાનો નિયમ ગ્રહણ કરેલ હોવાથી, દેવગુરૂ સિવાય કોઈને તે નમતો નહોતો. આવા પ્રકારનો તેનો સભા પ્રસંગે નિયમ સાંભળી રાવણને રોષ ચડયો તેથી જબરજસ્ત સૈન્ય લઇને રાવણ તે નહિ નમનાર વાલી રાજાને યુદ્ધ કરવાબોલાવ્યો. વાલીએ પણ જિનેશ્વર મહારાજને પૂજી યુદ્ધ કરવાનું કબૂલ કર્યું. પૂર્વાન્તકાળે કાળવેલાયે બંને સૈન્યનું યુદ્ધ થયે છતે વાલીએ ચંદ્રહાસ ખડ્ગ સહિત રાવણને કાખમાં ઘાલી મેરૂ પર્વતે દેવોનેનમસ્કાર કરી, તથા બીજા પણ તીર્થને વિષે દેવનો નમસ્કાર કરી જંબુદ્વીપને ત્રણ પ્રદક્ષિણા કરી રણક્ષેત્રમાં આવી કાખમાંથી તેને ખેંચી, પર્વતને પણ તોડી નાંખે તેવા ચંદ્રહાસ ખડગને હરણ કરી, કહ્યું કે રણસંગ્રામ કરવા તૈયાર થા. તેને પ્રણામને કરાવવાવાળા લંકેશને વિલક્ષણ ચિત્તવાળો જાણી વૈરાગ્યથી વાલીએ રાજ્યનો ત્યાગ કરી દીક્ષા લીધી, અને સુગતિભાગ થયા. स्वर्गपवर्गपदवी विहिता जिनार्चा, शस्यश्रियं जलदवृष्टिरिव प्रसूते, जग्मुर्नराधिपतयः सुगतितयैव, पौलस्त्यवालिनृप देवकुमारपाला 11211 ભાવાર્થ : જેમ મેઘની વૃષ્ટિ ધાન્યની લક્ષ્મીને ઉત્પન્ન કરે છે, 93 : For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેમજ જિનેશ્વર મહારાજની કરેલી પૂજા છે, તે સ્વર્ગ અને અપવર્ગની મોક્ષની પદવી આપે છે, જિનેશ્વર મહારાજની પૂજા કરવાથી રાવણ તથા વાલી રાજા તથા દેવપાલ તથા કુમારપાલ વિગેરે સુગતિના ભોકતા થયા છે. રાવણે જિન પૂજાથી તીર્થકર ગોત્ર બાંધ્યું છે માટે ભવિષ્યમાં મોશે જઈને સુખી થશે. 11 વાલી રાજર્ષિની ક્યા છે એકદા પ્રસ્તાવે લંકાનગરીથી, વૈતાઢય પર્વતે જવાની ઇચ્છા કરનાર રાવણ વિમાનમાં બેસી પોતાના પરિવાર સહિત ચાલ્યો, અને અષ્ટાપદ પર્વત ઉપર ચાલતો હતો. તેવામાં વિમાન ખલના પામ્યું. તે દેખીને ત્યાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલા વાલી મુનિને દેખીને પૂર્વ વૈરનું સ્મરણ કરીને અત્યંત ક્રોધ પામ્યો ને વિચાર કરવા લાગ્યો કે અહો ! આ તપસ્વી સાધુએ હજી સુધી પણ મારા ઉપરથી મત્સર છોડેલ નથી ને તેથી જ મારું વિમાન થંભાવી દીધું છે, માટે તેને હું પર્વત સહિત ઉપાડીને સમુદ્રમાં ફેંકી દઉં, એવી ઇચ્છા કરી, પર્વતને ઉપાડી નાંખી દેવાની ઇચ્છાથી રાવણ પર્વતની નીચે જઇને પર્વતની મુખશિલાને જોવામાં છેદી નાખે છે તેવામાં વાલિમુનિ પણ પર્વતના ઉચ્છેદ કરનારા રાવણને જાણીને ચિંતવના કરે છે, કે પર્વતને ફેંકવાથી મારા મરણની મને ચિંતા નથી, પણ પુરાતન જગતના જનોથી પવિત્ર આ તીર્થનો ઉચ્છેદ થશે, તેકારણમાટે આ તીર્થનું રક્ષણ કરવાથી મને મહાન લાભ થશે, એવો વિચાર કરી, વાલીમુનિ તેને શિક્ષા માત્ર કરવા માટે તેને મસ્તકે રહેલા પર્વતના શિખરને પોતાના ડાબા પગના અંગુઠાથી દબાવ્યો, તેથી તુરત તે પર્વતના ભાર નીચે આવેલી રાવણ ની કમ્મર ડોક વિગેરે ભાગવાથી રાવણ અત્યંત આક્રંદ કરવા લાગ્યો. તેના અરકારના શબ્દને સાંભળી, વાલી મુનિએ પણ દયાથી પગનો અંગુઠો ઉપાડી લેવાથી 9૪ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાવણ પર્વતની નીચેથી નીકળીને, તે મુનિને ખમાવીને તેના પગમાં પડયો વાલિ મુનિ પણ તેના પાસે તીર્થના પ્રભાવને પ્રકાશીને, તેને શુદ્ધ સમ્યકત્વ આપી બીજી જગ્યાએ વિહાર કરી ગયા. ત્યારબાદ રાવણે શ્રી અષ્ટાપદ તીર્થ ઉપર શ્રી ભરત મહારાજાએ કરાવેલા ચોવીશ જિનેશ્વર મહારાજના માનપ્રમાણ તેમની પ્રતિમાવાળા પ્રસાદોમાં ઋષભાદિક જિનેશ્વર મહારાજાદિકની મહાન પૂજા કરીને મંદોદરી આદિ સોળ હજાર સ્ત્રીઓના સાથે નાટારંભ કરતાં વીણાની તાંત તૂટવાથી જિનેશ્વર મહારાજના ગુણગાન કરવાના રંગમાં ભંગ થવાના ભયથી પોતાના હાથની નસ ખેંચીને તે તંતી સાથે સાંધી દીધી, તેથી શ્રી જિનેશ્વર પ્રત્યેની અત્યંત ભક્તિથી તેણે તીર્થકર ગોત્ર ઉપાર્જન કર્યું અને મહાવિદેહ ક્ષેત્રમાં તે તીર્થકર થશે. (જિનેશ્વરની આડા આરાધવાના અને વિરાધવાના ફલો) जह चेच मोक्ख फलया, आणा आराहिया जिणिंदाणं । संसारदुखफलया, तह चेव विरहिया होइ ॥१॥ ભાવાર્થ : આરાધના કરેલી જિનેશ્વર મહારાજની આજ્ઞા જે પ્રકારે મનુષ્યોને મોક્ષફલ આપનારી થાય છે, તેજ પ્રકારે વિરાધના કરેલી જિનેશ્વર મહારાજની આજ્ઞા મનુષ્યોને ઘોર સંસારના દુઃખો આપનારી થાય છે, અર્થાત્ આરાધના કરવાથી મુક્તિ અને વિરાધના કરવાથી દીર્ઘ સંસાર પ્રાપ્ત થાય છે. આપણે ન સમજીયે તો આપણી ભૂલ પણ આપણને પગલે પગલે ચેતવવા માટે તો કરૂણાના સમુદ્ર ભગવાન મહાવીર મહારાજાએ પ્રયત્ન કરવામાં તો કાંઈ ઉણપ રાખી નથી, બીજું કાંઈ ન થાય તો તેની આજ્ઞાનું સચોટ આપણને રૂચવાપણું થાય તો પણ તરવાપણું છે, નહિ તો ડુબવાનું આપણે માટે સરજાયેલું જ છે. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ 1 ગુરૂવર્ણ माता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो, गुरुवर्गः सतां मत : ભાવાર્થ : માતા, પિતા, કલાચાર્ય અને એનાં જ્ઞાતિના લોકો તથા વૃદ્ધ પુરૂષો તથા ધર્મના ઉપદેશ કરનારાઓ સજ્જન પુરૂષોએ ગુરૂવર્ગ માનેલ છે. ૧ વળી પણ કહેવું છે કે – राजपत्नी गुरोः पत्नी, मित्रपत्नी तथैव च, પ્રત્યુતા માતા , પંચૈતા માતર: મૃતા : પર ભાવાર્થ : રાજાની પત્ની, ગુરૂની પત્ની, મિત્રની પત્ની, પતિની માતા અને પોતાની માતા આ પાંચે માતા કહેવાય છે. ર जनिता चोपनेता च, यश्च विद्यां प्रयच्छति । अन्नदाता भयत्राता, पंचैते पितरः स्मृताः ॥४॥ ભાવાર્થ : પોતાનો ભાઈ તથા સાથે અભ્યાસ કરનાર તથા મિત્રો અને રોગીનું પ્રતિપાલન કરનાર તથા રસ્તામાં વાર્તાલાપ કરનાર જે હોય તે પાંચે ભાઈઓ કહેવાય છે. ૪ कृतज्ञतामात्मनि संनिधातुं मनस्विना धर्ममहत्वहेतो : । पूजाविधौ यत्नपरेण मातापित्रो : सदा भाव्यमिहोत्तमेन ॥५॥ તિ શ્રદ્ધTUવિવરપછે. ભાવાર્થ : પોતાના આત્માને વિષે કૃતજ્ઞપણું સ્થાપન કરવા માટે તેમજ ધર્મના મહત્વની વૃદ્ધિના હેતુ માટે બુદ્ધિમાન ઉત્તમ પુરૂષે માતા પિતાની પૂજા વિધિને વિષે નિરંતર તત્પર થવું જોઇએ. સારા ગુરૂ મહારાજનો પરિચય હવે શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ આપનાર ગુરૂ મહારાજ For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ હોવાથી સારા ધર્મગુરૂઓનો પરિચય કરાવે છે. पडिरुवो तेयस्सी, जुगप्पहाणागमण्णो महुरवक्को । गंभीरा धीमंतो, उवएसपरो य आयरिओ ॥१॥ अपरीस्सावी सोमो. संगहसीलो अभिग्गह मईओ । अविकत्थणो अचपलो, पसन्नहियओ गुरु होइ ॥२॥ | ભાવાર્થ : પ્રતિરૂપી તેજસ્વી, યુગપ્રધાન આગમ જાણનાર, મધુર મુખી, ગંભીર, ધીમાન ઉપદેશ તત્પર, આચાર્ય, અપરિશ્રાવી, સૌમ્ય, સંગ્રહશીલ, નાના પ્રકારના અભિગ્રહને ધારણ કરનાર, અવિકલ્થન, અચપળ તથા પ્રસન્ન અંત:કરણવાળા ગુરૂ કહેવાય છે. धर्मज्ञो धर्मकर्ता च, सदा धर्मप्रवर्तकः सत्वेयो धर्मशास्त्राणां, देशको गुरु रुच्यते Rારૂ I | ભાવાર્થ : ધર્મનો જાણનાર, ધર્મનો કરનાર, નિરંતર ધર્મનું પ્રવર્તન કરનાર, પ્રાણીઓને ધર્મશાસ્ત્રનો ઉપદેશ કરનાર ગુરૂ કહેવાય लज्जा दया संजम बंभचेरं, कल्लाणभागिस्स विसोहिठाणं । जे मे गुरु सययं अणुसासयंति,तेहं गुरु सययं पूयायामि ॥ | ભાવાર્થ : કલ્યાણના ભાગી મહાનુભાવો, લજજા, દયા, સંયમ, બ્રહ્મચર્ય વિગેરેની વિશુદ્ધિના સ્થાનભૂત જે ગુરૂ મહારાજ મને શિખામણ આપે છે, તે ગુરૂ મહારાજને હું પુછું છું. આવા ગુણયુક્ત ગુરૂની આજ્ઞા તોડનારા સંસારમાં રઝળનારા થાય છે. (માવ સાધુનાં નક્ષતો) निर्वाण साधकान् योगान्, यस्मात्साधयतेऽनिशं । समश्च सर्वभूतेषु, तस्मात्साधुरुदाहृतः 99 ~ For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૨|| વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ क्षात्यादिगुणसंपन्नो, मैत्र्यादिगुणभूषितः । अप्रमादी सदाचारे, भावसाधुः प्रकीर्तितः ભાવાર્થ : નિરંતર મુક્તિને સાધનારા યોગોનું આચરણ કરતો હોય તથા સર્વ જીવોની ઉપર સમભાવ રાખતો હોય તે કારણથી સાધુ કહેવાય છે. ૧ ક્ષાત્યાદિ ગુણસંપન્ન હોય તથા મૈત્રી આદિ ગુણોથી વિભૂષિત હોય તથા સદાચારને વિષે અપ્રમાદી હોય તેને ભાવસાધુ કહેલ છે. ૨ આવા ગુણયુક્ત મહાત્માઓ ભાવસાધુ કહેવાય છે અને આવાજ મહાત્માઓ સ્વપરના કલ્યાણને શીઘ્રતાથી કરે છે વિશેષે કરી ક્ષમા તે મુનિનો ધર્મ છે અને ક્ષમાના વિનાશથી મુનિનો ધર્મ વિનાશ પામે તે નિર્વિવાદ છે. માટે ક્ષમા તે જ ધારણ કરવાની આવશ્યકતા છે. ' જીનકભી DO જીનકલ્પીપણું ઇચ્છનાર સાધુ સમુદાયથી બહાર નિકળે, ત્યારબાદ પૂર્વે વિરોધ કરેલા સબાલવૃદ્ધ યથોચિત્ત સર્વ સંઘને અત્યંત ખમાવે, પછી કહે કે હું નિષ્કષાયી થઈ અને નિઃશલ્ય થઈને ખમાવું છું ત્યારબાદ પોતાના કાર્યમાં તત્પર થાય. છેલ્લી એક રાત્રિની પ્રતિમાનું વહન કરનાર ભિક, ત્રણ સ્થાન ઉપાર્જન કરે. (૧) પાત્ર, (૨) પાટા બાંધવાનું વસ્ત્ર, (૩) પાટા ઉત્થાપન કરવાનું વસ્ત્ર, (૪) પાત્ર કેશરીયા, (૫) પલ્લા, (૬) રજસ્ત્રાણ, (૭) ગુચ્છા, () (૯) (૧૦) ઉપર ઢાંકવાના ત્રણ લુગડા, (૧૧) રજોહરણ, (૧૨) મુખવસ્ત્રિકા (મુહપત્તિ) આ ૭૮ ૭૮ ~ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જીનલ્પીની પરિકર્મણા પાંચ પ્રકારે ) (૧) એક ઉપવાસથી છ માસ સુધી તપસ્યા કરે, ને પીડા પામે નહિ તો જીનકલ્પીપણાને ધારણ કરે, અન્યથા નહિ. ઇતિતપસા. (૨) નવ પૂર્વના જ્ઞાન સહિત હોય, તથા તેને તપસ્યા કરીને તપસ્યાના સાથે જ સૂર વડે કરીને, પથ્થાનુપૂર્વાથી ગણી શકે, ઇતિસૂત્રણે. (૩) માનસિક બળ વૈર્ય સબળ રાખે, ગમે તેવા ઉપસર્ગથી પણ ડગે નહિ. ઇતિ સત્વેન. (૪) એકાકીજ સત્વયુક્ત થઇને ફરે, ઇતિ એકત્વેન. (૫) ફક્ત પગના એક જ અંગુઠા ઉપર ઊભા રહેવું હોય તો રહી શકે. ઇતિ બલેન. જનકલ્પીની પાંચ ભાવના (૧) ભયથી આત્માનો ભય, દેવાદિક પણ ગ્લાનિ ન પામે, સર્વે સાધુઓ નિદ્રા કરીગયા પછી પણ ભય, નિદ્રા ત્યાગ કરવા માટેરાત્રિમાં કાઉસગ્ગ કરે. ઇતિ ભયેન. પ્રથમ ભાવના ઉપાશ્રયમાં (૨) ઉપાશ્રય બહાર, (૩) ચતુષ્પથે, (૪) શૂન્ય ગૃહ, (૫) સ્મશાને. (૨) સૂત્ર ભાવનાથી પોતાના નામના પેઠે, તમામ સૂત્રો ગણે, દિવસે, રાત્રે, ગમે તેવું શરીર ખરાબ છતાં પણ ખેદ ધારણ કરે નહિ, અને ક્ષણ માત્ર પણ સૂત્ર ગણ્યા વિના ન રહે તે સૂત્ર. (૩) સર્વ સમુદાય છોડીને એકાકી રહે, સુખ દુઃખ કથા વાર્તાદિકને તજીને બાહ્ય અત્યંતર મમત્વ ભાવને ધારણ કરે નહિ તે એકાકી. (૪) ગમે તેવા ઉપસર્ગમાં પણ, મન બળથી તેમજ શરીર બળથી આ ૭૯ ~ 96 For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગ્લાનિ કરે નહિ. (૫) ધૈર્ય બળથી કોઈ પણ રીતે તપમાં પણ, મન બળથી તેમ જ શરીર બળથી ગ્લાનિ કરે નહિ. સાધુ મનથી પણ ન ઇચ્છેHO एला लवंग केला, खयरयडी खयर सारकपुरा । खारकटुप्पर खजूरा, गुल सव्वफलसागा ॥१॥ अप्पेवि जो उ कच्चे एयाणिं किंचि सेवए साहू । सो पाविठ्ठो धिठों परमप्राणं च बोलेइ ॥२॥ ભાવાર્થ : એલચી, લવીંગ, કેળા, ખેરો કપૂર, ખારેક, ટોપરું, ખજૂર, ગોળ સર્વ જાતના ફલો તેમજ સર્વ જાતના શાકો વિગેરે અલ્પ કર્મનાયોગે પણ આ ઉપરોક્ત તમામમાંથી સાધુ કાંઈપણ વાપરે તો તે પાપિષ્ટ, દુષ્ટ પર એટલે બીજાને અને પોતાના અત્માને બાળે છે. બુડાડે છે. - બ્રહ્મ સાધુનું દૃષ્ટાંત TO એકદા શ્રી વર્ધમાન સ્વામી સર્વ સાધુના પરિવાર સાથે વિચરતાં વિચરતાં અપાપા નગરીને વિષે સમવસર્યા તે નગરીને વિષે ઘણા બ્રાહ્મણો વસે છે. ત્યાં એક વસુભૂતિ નામનો ચૌદ વિદ્યાનો પારગામી બ્રાહ્મણ છે. તેનો પુત્ર બ્રહ્મદેવ, પુરાણ, શ્રુતિ, સ્મૃતિ, શિક્ષકલ્પ, વ્યાકરણ, તર્કશાસ્ત્રદિમાં પારગામી છે. પોતે ભણે છે ને છાત્રોને ભણાવે છે. એકદા લોકના મુખથી સાંભળ્યું કે - “આજે સર્વજ્ઞ આવેલ છે.” બ્રહ્મ જાણ્યું કે-સર્વ નાનાતિ સ સર્વજ્ઞ કહેવાય હું તો કિંચિત્ જાણું છું, તે કારણ માટે સર્વજ્ઞ પાસે તેનું શાસ્ત્ર મારે ભણવું જોઇએ. જેથી કરીને હું પણ સર્વજ્ઞ થાઉં. એવું ચિંતવન કરી શ્રી વર્ધમાન સ્વામી પાસે ગયો. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે અવસરે સ્વામી કોઈના પૂર્વ ભવનું વર્ણન કરે છે. તે સાંભળી તે અત્યંત ચમત્કાર પામ્યો કે આ જરૂર સર્વજ્ઞ છે. જે માટે કહેવુ છે કેविद्यादंभः क्षणस्थायी, क्रियादंभो दिनत्रयम् । धनदंभा मासमेकं तु, स्त्रीदंभोऽयं त्रिवार्षिक : ॥१॥ | ભાવાર્થ : વિદ્યાનો દંભ ક્ષણવાર સુધી રહે છે, ક્રિયાનો દંભ ત્રણ દિવસ ટકે છે, પૈસાનો દંભ એક માસ રહે છે, સ્ત્રીનો દંભ ત્રણ વર્ષ રહે છે. ત્યારબાદ પર્ષદા ઉઠયા પછી બ્રહ્મ કહ્યું કે-“હે સ્વામિન ! સર્વજ્ઞપણું ઉત્પન્ન થાય તેવું શાસ્ત્ર મને ભણાવો.” સ્વામિએ કહ્યું કે-“જયારે દીક્ષા ગ્રહણ કરો ત્યારે સર્વજ્ઞ પણું પ્રાપ્ત થાય.” ત્યારબાદ સર્વજ્ઞપણું પ્રાપ્ત કરાવનાર શાસ્ત્ર ભણવાને માટે તે શ્રી વીરસ્વામીનો શિષ્ય થયો. અગીયાર અંગ ભણી ગયો, પણ સર્વજ્ઞપણું પ્રાપ્ત ન થયું એટલા સમયમાં જિનશાસનને વિષે શ્રદ્ધા ઉત્પન્ન થઈ, એટલો સમય પ્રભુનો દ્રવ્ય શિષ્ય હતો, હવે ભાવ શિષ્ય થયો, ફરીથી કાલાંતરે ભગવાનને પુછ્યું કે –“હું ક્યારે સર્વજ્ઞ થઈશ.” ભગવાને કહ્યું કે - कृतकर्मक्षयो नास्ति, कल्पकोटिशतैरपि, अवश्यमेव भोक्तव्यं, कृतकर्म शुभाशुभम् ॥१॥ ભાવાર્થ : કલ્પકોટી સેંકડો સુધી પણ કરેલા કર્મનો નાશ થતો નથી, માટે જે શુભાશુભ કર્મો કરેલ હોય તેને અવશ્ય ભોગવવા જ પડે હવે કર્મ ક્ષય કરવા ઉદ્યમ કર્યું છતે એક જબરજસ્ત ભેંશ અર્થાત્ જમીન બહેન હોયની શું ?તેવા બળ યુક્ત એક ભેંશ આવી. અને ઊંચા ૮૧ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તીક્ષ્ણ શીંગડા વડે કરીને, પગ વડે કરીને, ખુર વડે કરીને, મુખ વડે કરીને, કમ્મરમાં, પગમાં ઘર્ષણ કરી સાધુને પૃથ્વી ઉપર પાડયા. તેના ઉપર પગ મૂકયા તથાપિ તે ધ્યાનથી ચલાયમાન ન થયા, કારણ કે મહાસત્ત્વ વાળા શ્રાવકો ઉપસર્ગથકી પણ ચલાયમાન થતા નથી, તો પછી સાધુઓનું શું કહેવું ? તે માટે ઉપદેશ માલામાં કહ્યું છે કે देवेहिं कामदेवो, गिही नवि चालिओ तवगुणेहिं । मत्तभुयंगमरकस घोराटट्टहासेहिं 11211 ભાવાર્થ : ધ્યાનારૂઢ થયેલ કામદેવ ગૃહસ્થને દેવતાએ મદોન્મત સર્પ, હાથી,રાક્ષસનાં ઘોર અટ્ટ હાસ્યથી ઉપદ્રવ કર્યો પણ ચલાયમાન ન થયો. પ્રાતઃ કાળે ઉપસર્ગ શાંત થયો, ત્યારબાદ સંધ્યાને વિષે ફરીથી પણ એક ભેંશ આવી અને તેનો એક પાલક આવીને મુનિને કહે છે કે ‘હે સાધુ ! દૂર જા દૂર ! મારી ભેંશ મારકણી છે તે તને મારશે' એમ કહી આરા વડે કરી માર માર્યા. ત્યારબાદ ત્રીજે દિવસે બહુ ભેંશો મળી સાધુને ઉપદ્રવ કરે છે. ચોથે દિવસે ભેંશ મનુષ્યની ભાષામાં બોલી કે‘હે સાધુ ! તું સ્તનપાન કર, મારૂં દૂધ પી' એમ કરી કદર્થના કરી. આવી રીતે ઉપદ્રવ કરી. પંદર દિવસો વ્યતીત કર્યા ત્યારબાદ લોકો પણ આ રાક્ષસ છે, પિશાચ છે, પ્રેત છે, એમ બોલી નિરંતર મુનિને કદર્શના કરવા લાગ્યા. ત્યારબાદ ભગવાન મહાવીર મહારાજા પાસે આવ્યા અને ભગવાને તેનો પૂર્વભવ કહ્યો. આ ભવથી સો મે ભવે તું ગોવાળીયાનો બાળક હતો અને મહારાજની ગાયો, ભેંસો, બકરીઓ ચા૨વાને માટે તું જતો હતો. ત્યાં એક ભેંશ દુષ્ટ છે. તે ધીમે ધીમે ચાલે છે તેને આરા વડે કરી, દંડ વડે કરી તું કદર્થના કરતો. દૂધનું પાન કરતો, ધણી પાસે એમ કહેતો હતો કે આ દૂધ વિનાની નિર્દુગ્ધા ભેંશ છે. પ્રસવ સમયે તેની પાડી બીજાને ૮૨ For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આપી અને અન્યનું પાડું તે ભેંશ નીચે રાખીને ધણીનું મન ભાંગવા લાગ્યો. તેથી ધણીયે તને પોતાના ઘરેથી કાઢી મૂકયો અને ત્યારપછી પંદરમે માસે મરણ પામી, અનુક્રમે કેટલાયેક ભવોને વિષે ભમીને પુન્યના યોગથી અભિલિકા નગરીની શમશાન ભૂમિકા વિષે દેવી થી. આ વૃત્તાંત સાંભળી તે ચમત્કાર પામ્યો. ફરીથી ભગવાનને પૂછે છે કે - “ભગવાન ! હું સર્વજ્ઞ ક્યારે થઈશ? ભગવાને કહ્યું કે, “સર્વજ્ઞ બે પ્રકારના છે. શ્રુતજ્ઞાનથી, ૨.કેવળજ્ઞાનથી તે કારણ માટે પૂર્વનો અભ્યાસ કર, ત્યારબાદ મેઘ મુનિ પાસે પૂર્વાનુયોગ ભણ્યો. થોડા કાળમાં દશ પૂર્વ અર્થસહિત ભણ્યા બાદ મહાવીર મહારાજા પાસે આવીને કહે છે-“મારું આયુષ્ય થોડું છે, તે સ્વામિન્! મને કેવળજ્ઞાનથી સર્વજ્ઞપણું ક્યારે પ્રાપ્ત થશે ? ભગવાને કહ્યું કે-“આજે ગંગા તટે કાયોત્સર્ગ કરી રહેવાથી ચોથા પ્રહરને છેડે તને કેવળજ્ઞાન થશે” ત્યારબાદ શીતકાળ સંધ્યા સમયે આતાપના લેવાને માટે તેગયો. દશ વૈકાલિક સૂત્રમાં કહ્યું છે કેआयावयंति गिम्हेसु, हेमंतेसु अवाउडा । वासासु पडिसंलीणा, संजया सुसमाहिया ॥१॥ ભાવાર્થ : ગ્રીષ્મ ઋતુમાં આતાપના લે, હેમંત ઋતુમાં વસ્ત્ર રહિત રહે, વર્ષા ઋતુમાં અંગની સંસીનતાકરે આવી રીતે સંયતિઓ સદા સમાધિન ધારણ કરનાર હોય છે. ત્યારબાદ પાછલી રાત્રે રાણીનો હાર ચોરી ચોરો પલાયન થયા, તે વખતે પ્રાપારિકનોકોલાહલ સાંભળી કોટવાલ અગ્નિનો ઉદ્યોતુ કરી, “ચોર ક્યાં છે? ચોર કયાં છે ? એમ બોલતો ભૂમિને સ્પર્શ કરતો તેની પાછળ લાગ્યો. તેથી મરણ ભયથી વ્યાકુલ થએલા ચોરો ચારે દિશામાં નાશી ગયા. એક વૃદ્ધ ચોરના હાથમાં હાર રહેલો છે. તેણે થાંભલા જેવા સાધુને નહિ જાણીને હાર ૮૩ ભાગ-૧ : For Personal & Private Use Only For Personal & Private Use only Page #101 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેના ગળામાં નાખ્યો. અને પોતે કાગડાની પેઠે નાશી ગયો. કોટવાલ ચોરના પગલે પગલે ત્યાં આવ્યો. સાધુને ગળે હાર દેખવાથી તેને બાંધ્યો પ્રભાતે રાજાને નિવેદન કર્યું. રાજાએ નહિ જાણતા તે સાધુને શુલીએ ચડાવ્યો. તે અવસરે શુલી પુઠના હાડકાને ભેદી બહાર નીકળી. ને તે જ સમયે કેવળ જ્ઞાન થયું. અને મૌનપણું છોડ્યું. અહિં કર્મનો જ વિપાક છે, એમ બોલ્યા. અત એવ “એ” ઇતિ મન્નાક્ષર બીજને વિષે ભણે છે. પોતાનો પૂર્વ ભવ દેખ્યો. તેથી ગોકુળને વિષે પોતે પૂર્વભવે ગોપાળ હતો. એકદા વર્ષાકાળ આવ્યા ત્યારબાદ ગોવાળીઓ ઝાડ નીચે ગયો. ત્યાં જૂ પોતાના મસ્તકથી શરીર ઉપર પડી તેને બોરડીના કાંટા ઉપર ચડાવી બોલ્યો કે – અમારા દેહનું સર્વસ્વ રૂધિર પિનારી છે, તેથી શુળી ઉપર ચડવું પડયું .પછી બે ઘડીમાં અંતકૃત કેવળી થઈ મોક્ષે ગયા. કર્મનો વિપાક ઉત્કટ છે, એમ જાણી કર્મ કરતા પહેલાં વિચાર કરવાવાળા જીવો દુઃખદ અવસ્થાને પામતા નથી. આ ઉપરથી સમજવું કે-જિનતત્ત્વને વિષે કુશળ પણું હોય તો જ મુક્તિ આપનાર થાય છે. CT શ્રી મલ્લિનાથજી શિષ્ય દેટાંત O ઠાણાંગ સૂત્રને વિષે ચાર પ્રકારની પ્રવજયા કહેલી છે : - (૧) ઇહલોક પ્રતિબદ્ધા, (૨) પરલોક પ્રતિબદ્ધા, (૩) વિધાપિ પ્રતિબદ્ધા, (૪) અપ્રતિબદ્ધા, તેમાં ઈહલોકમાં પોતાનો નિર્વાહ કરવાની શક્તિ નહિ હોવાથી દીક્ષા લે તે ઇહલોક પ્રતિબદ્ધા. ૧ પરલોકમાં રાજય ઋદ્ધિ રમણીય કામભોગાદિકની પ્રાપ્તિ માટે દીક્ષા લે તે પરલોક પ્રતિબદ્ધા. ૨. ઈહલોક તથા પરલોકને માટે દીક્ષા લે તે દ્વિધાપિ પ્રતિબદ્ધા. ૩. કેવળ કર્મ ક્ષય કરવાને દીક્ષા લે તે અપ્રતિબદ્ધા કહેલ છે. તે દીક્ષા ૪ પ્રકારની છે - ૧ અવપાત, ૨ આખ્યાત, ૩, સંગર ૪. ८४ For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વિગ. ૧. જે સદ્દગુરુની સેવા માટે દીક્ષા લે છે તે અવપાત પ્રવજ્યા કહેવાય છે, ૨. જે કહેવાથી દીક્ષા લે તે આખ્યાત પ્રવજયા કહેવાય છે, આર્ય રક્ષિતના ભાઈ ફલ્યુરક્ષિતની પેઠે, ૩ જે સંકેત કરીને દીક્ષા લે તે સંગર પ્રવજયા કહેવાય છે, ૪ પક્ષીયો પોતાના પરિવારાદિકનો વિયોગ થવાથી જેમ બીજા દેશમાં જઈ રહે છે તેમ જ દારિદ્રપણાથી પરાભવ પામી દીક્ષા લે છે તે વિહગ પ્રવજયા કહેવાય છે. જેમ દારિદ્રયથી હણાઈ ગયેલા ચિત્રકુંભ ધારક બ્રાહ્મણપુત્ર મલ્લિનાથજીનો શિષ્ય થયો તેવી રીતે તે કહે છે. શાલ્મલી ગામે ગોધન આરામે, ગોધન પોષક-કમઠ નામનો કૃષિબલ રહેતો હતો. તેને દરિદ્રની મઢીસમાન, કમઠી નામની સ્ત્રી હતી. તે એકદા સગર્ભા થઈ ગર્ભસ્થ જીવના અભાગ્યથી તુરત કમઠ મરણ પામ્યો. જન્મ સમયે કમઠી પણ મરણ પામી કુટુંબીલોકોએ બકરીનું દૂધ પાઈ (જાતમાતૃક) ઉછેર્યો. આઠ વર્ષનો થયો. આજીવિકા માટે લોકોની ગાયો, વાછરડા ભેંસો વિગેરે ચારે છે. વગડામાં કોઇક પ્રસ્તાવે નાહાર વાછરડાને ફાડી ખાવા માંડયો, તેથી તેના સ્વામી (ધણી) લોકોએ મારા મારી કાઢી મૂકયો. પગલે-પગલે માર ખાતો ડાંગરના ક્ષેત્ર વાલાએ રક્ષણ કરવા રાખ્યો. તેના ક્ષેત્રને વિષે હળથી ખેડે છે, શાલી વાવે છે. એક દાણો પણ ન થયો. જયાં જાય છે, ત્યાં અભાગ્યાના ઉદયથી અવળું જ થાય છે. જે માટે કહ્યું છે કે – खल्वाटो दीवसेश्वरस्य किरणैः संतापितो मस्तके, वांच्छन् देशमनातपं विधिवशात् बिल्वस्य मूलं गतः । तत्राप्यस्य महाफलेन पतताभग्नं सशब्दं शिर, प्रायो गच्छति यत्र भाग्यारहितस्तत्रैव यांत्यापदः ॥१॥ ભાવાર્થ : જેને માથે ટાલ પડી ગઈ છે. તેવો કોઈ નિર્ભાગી M૮૫ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માણસ સૂર્યના કિરણોથી મસ્તકને વિષે પીડા ઉત્પન્ન થવાથી સંતાપને પામી પરદેશ જવાની ઇચ્છાને કરતો વગડામાં ગયો. ત્યાં પણ તાપથી પીડા પામી, છાયાવાળા પ્રદેશથી શોધખોળ કરતો વિધિના વશવર્તીપણાથી બીલીના ઝાડના નીચે જઈ પહોંચ્યો. ત્યાં પણ અભાગ્યના યોગે બીલાનું મોટું ફળ પડવાથી શબ્દના સાથે તેનું માથું ફુટી ગયું, જે માટે શાસ્ત્રકાર મહારાજાએ કહેલ છેકે ભાગ્યહીન માણસ જ્યાં જાય છે ત્યાં પ્રાયઃ કરીને આપત્તિ જ પામે છે. તેથી લોકોએ તેને ગામ બહાર કાઢયો. તે પૃથ્વીપીઠ ઉપર ફરતો ફરતો. રોહણાચળ પર્વત ઉપર ગયો. ત્યા ઘણી ખાણો ખોદતાં છતાં પણ કોઈ પણ નીકલ્યું નહિ, પરંતુકેવલ કાય કલેશ જ થયો. અને માનસિક દુઃખ થયું, કહ્યું છે કે – यत्र वा तत्र वा यातु, पाताले वा प्रगच्छतु । तथापि पूर्वाजीर्णानि, कर्माणि पुरतः प्रति ॥१॥ જ્યાં ત્યાં ગમે ત્યાં જાઓ, તથા પાતાલમાં પ્રવેશ કરો તો પણ પૂર્વ ઉપાર્જન કરેલો કર્મો જીર્ણ નહિ થવાથી, આત્મપ્રદેશથી નાશ નહિ પાવાથી માણસો જયાં જાય ત્યાં તેના આગળ જ તે કર્મો ચાલે છે. તેથી ત્યાંથી નિવર્તમાન થઈ દીન મુખવાળો અને દુષ્ટ કર્મોદયવાળો પરાભવ પામી વગડાને વિષે પરિભ્રમણ કરે છે. તેને કોઈ ભોજન આપવાને શક્તિમાન છે? એવું જોવાને માટે સૂર્ય પણ અસ્ત થઈ ગયો. હવે ફરતા ફરતા તેણે વગડામાં એક દેદીપ્યમાન દેવગૃહ દેખ્યું. તે મંદિરમાં દેદી પ્યમાન મનોહર ભદ્રિક આકારવાળો એક સિદ્ધ પુરૂષ રહેલો છે. તે એક ચિત્રકુંભની ફુલવડે કરીને પૂજા કરે છે. તેને દેખ્યો. તે અવસરે ફુલોથી પૂજાયેલા ઘડાયે ઘંટના રણકાર-શબ્દને કર્યો, ને સિદ્ધ પુરૂષે માગણી કરવાથી નવીન પ્રાસાદ કરી દીધો. ત્યાં દિવ્ય સ્ત્રીઓ પ્રગટ થઈ, ઉષ્ણ M૮૬ ~ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પાણી વડે સ્નાન કરાવ્યું ઉત્તમ પ્રકારની રસવતી તૈયાર થઈ ગઈ તેનું ભોજન કર્યું અને અન્ય પણ સર્વ કામભોગાદિક કરી એક ક્ષણની પેઠે રાત્રિ નિર્ગમન કરી. પ્રભાતે તમે હરણ કરી લીધું ફક્ત તે ચિત્રઘટને એક ખૂણામાં મૂકીને સિદ્ધપુરૂષ એક બાજુ માં બેઠો. તે સર્વેને એક ખૂણે પડી રહેલા આ દરિદ્રીએ દેખીને વિચાર કર્યો કે - “અહો હું આનું સેવન કરૂં તેથી મારૂ દારિદ્રય દૂર થાય.' એમ ચિંતવી તેના પગ દાબવા બેઠો ને કહ્યું કે – “હું નિભંગી, પાપી દરિદ્રી છું. મારૂ ઉદર પોષણ પણ મારાથી થતું નથી. હું દુર્દેવથી હણાયેલો છું. મને કોઈ શરણ નથી.” આવી રીતે વિનયયુક્ત વચન નમસ્કાર વિગેરેથી સંતોષ પમાડેલ સિદ્ધપુરૂષને અંતરમાં દયા આવી, કારણ કે વિનય જે છે તે દેવને પણ વશ કરે છે તો સિદ્ધપુરૂષ અગર મનુષ્યનું તો કહેવું જ શું? જે માટે કહ્યું છે કે – विनयः संपदां धाम, विनयः कीर्तिकार्मणः विनयो धर्मवारिधीन्दु, विनयो मूलमुन्नतेः | ભાવાર્થ : વિનય સંપત્તિનું ધામ છે, કીર્તિનું કામણ છે, વિનય ધર્મરૂપી સમુદ્રને ઉલ્લાસ કરવામાં ચંદ્રસમાન છે, તથા વિનય ઉન્નતિનું મૂળ છે, તેથી તે રાકના ઉપર દયા આવવાથી તે સિદ્ધપુરૂષ બોલ્યો કે“અરે ! હું તારા ઉપરતુષ્ટમાન થયો છું. માટે મુખથી માંગી લે.” એટલે તે અવસરે દરિદ્ર કહે છે કે – સર્વથા હું નિષ્પન્ય છું. માતા પિતા, સ્વજન, બાંધવ વિગેરે મરી ગયેલા છે. મંદપ્રકૃતિ વાળો કોઈ જેમ આકાશથી પડે તેમ હું એકલો જ છું, માટે તમારે શરણે આવેલો છું. મહાસત્ત્વશાલી પ્રાણીયો પરોપકારી જ હોય છે કહ્યું છે કે – दयालुत्व मनौद्धत्यं, दाक्षिण्यं प्रियभाषिता । परोपकारकारित्वं, मंडनानि महात्मनाम् ॥१॥ ( ૮૭ ૦ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાવાર્થ : દયાળુપણું, ઉદ્ધતા રહિતપણું, દાક્ષિણ્યતા, પ્રિયભાષિપણું, પરોપકાર કરવાપણું, આ મહાત્મા પુરૂષોના આભૂષણો કહેલા છે, તેથી સિદ્ધપુરૂષ પણ તેના ઉપર દયાથી ચિંતવના કરે છે કે સંપત્તિ પામીને સર્વ પ્રાણીઓનો ઉપકારક કરવો. તે જ મનુષ્યોનું ઉત્તમ કર્તવ્ય છે, અન્યથા કાગડો પણ પોતાના ઉદર પોષણ માટે ચોતરફ ફરતો ફરે છે, અગર પોતાનું કે પોતાના લાગતાવળગતાનું પોષણ તો તિર્યંચો પણ કરે છે, તો ઉપકાર રહિત મનુષ્યોમાં અને તિર્યચોમાં ફેર શું? માટે આ દરિદ્રિને હું સુખી કરી પરોપકારનું પુન્ય હાંસલ કરે એવી ચિંતવના કરી તે સિદ્ધ પુરૂષ બોલ્યો કે – “અરે પુરુષ ! તારી સેવાથી હું તારા ઉપર તુષ્ટમાન થયેલો છું. માટે જલ્દી તું બોલ તને મંત્ર આપું કે આ ચિત્રકુંભ આપું? તેથી દરિદ્રિયે વિચાર કર્યો કે ઘડો માંગુ કે મંત્ર માંગુ ને વિદ્યાનો અક્ષર ભૂલી જાઉ તો જે મંત્ર તે રદ થાય. ને કાંઈ વળે નહિ એવું ચિંતવી ઘડો માગ્યો સિદ્ધપુરૂષે આપ્યો. તે ચિત્ર ઘટને અંગીકાર કરી હૃદયમાં ચિંતવના કરે છે, કે તેવી લક્ષ્મી વડે કરીને શું ? કે જેને પામ્યા છતાં પણશત્રુનું અપકારીપણું થતું નથી, મિત્રનો ઉપકાર થતો નથી, કુટુંબ પોષણ થતું નથી,લોકોનો સત્કાર થતો નથી, માટે તે લઈને મારે ઘરે જવું સારું છે. બાદ તે ઘડો માથે મૂકી ઘરે ગયો લોકો તેનો પ્રથમ તિરસ્કાર કરતા હતા. પણ ચિત્રાકુંભસહિત દેખી આદરમાન દેવા લાગ્યા. તે દરિદ્રીએ પણ તેમના સમક્ષ પ્રતિદીન નવીન-ઘરભોગ સામગ્રી વિગેરે કરવા માંડ્યું, અને તમામ ભોગોપભોગ સામગ્રી કરી સુખે રહેવા લાગ્યો. એવી રીતે થોડા દિવસો મહાધનાઢય થયો. ભાઈઓ નહોતા પણ ભાઈઓ મલી ગયા, કુટુંબ પણ થયું,દ્રવ્યથી તમામ મળી ગયું. એકદા સારા પર્વને વિષે સ્વજનોને ભોજન કરવા નિમંત્ર્યા વિવિધ ખાન-પાનવડે કરી ભોજન કરાવ્યું. વસ્ત્રાલંકાર વડે ન ૮૮ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરી તૃપ્ત કર્યા. તે અવસરે સ્વજનવર્ગનાચવા માંડયા, તેથી ભાઈસાહેબ પણ ચિત્રઘટને પોતાના માથે સ્થાપન કરી નાચવા લાગ્યો અને નાચતાનાચતા હર્ષથી તાલીયો પાડતા ઘડો નીચે પડી જવાથી ફુટી ગયો. તેજ વખતે ગંધર્વનગ૨ના પેઠે સર્વ અલોપ થઇ ગયું. ઘડાના ભાંગવાથી પુન્ય પણ નષ્ટ થઇ ગયું. પાછા હતા એવા બંદા દરિદ્રી થઈ ગયા. તેથી લજ્જાથી ગામમાં રહી શકાયું નહિ. બાદ પરદેશ ગયો. ત્યાં ફરતા કુશાગ્ર દેશે મલ્લિનાથ મહારાજને દેખ્યા ત્યાં તેમની દેશના સાંભળી દીક્ષા લીધી. ચારેિત્ર પાલતા દ્વાદશાંગી ભણ્યો, કર્મક્ષીણ કરી, કેવળજ્ઞાન ઉપાર્જન કરી મોક્ષે ગયો. આ કથાનો સારાંશ એ છે કે માણસ ગમે તેવો દુ:ખી અગર સુખી હોય, પરંતુ સુખ દુઃખનું મૂળ કારણ પોતાના પૂર્વે ઉપાર્જન કરેલાં કર્મો જ છે. જ્યાં સુધી તે શુભાશુભ કર્મો ક્ષીણ ન થાય ત્યાં સુધી આત્માને અવ્યાબાધ મુક્તિના સુખો મળે નહિ. દેવ મનુષ્યોના સુખો પરિણામે વિનાશી છે, માટે જ તેને દૂર કરી અવિનાશ મુક્તિના સુખો મેળવવા ઉદ્યમ કરે-ત્યારે જ તે મળી શકે છે. દ્રવ્યમુગ્ધ ધારણ મુનિ ક્યા. દ્રવ્યની ભાવનામાં મુગ્ધ બનેલા ઉત્તમ ભાવનાથી યુક્ત થઇ મુક્તિ ગયેલા ધારણ મુનિ દ્રષ્ટાંત : धारणमुणी धणत्थी, सिद्धिसंपई मम प्रयच्छंतु । घोरे विय समसाणे, सिद्धिपत्तो स्तंते 118 11 ભાવાર્થ : હે ગુરૂ મહારાજ ! મને હાલમાં સિદ્ધિ આપો.આવા પ્રકારની ગુરૂ મહારાજ પાસે માગણી કરી ધનના અર્થી એવા ધારણ મુનિ ઘોર સ્મશાનને વિષે રાત્રિમાં સિદ્ધિને પામ્યા. જંબુદ્વિપના ભરતક્ષેત્રને વિષે મધ્ય ખંડે, વરૂણ નામનું નગર હતું, તે નગરનો સ્વામી પુન્યપાળ ૮૯ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નામે રાજા હતો અને તે અત્યંત પ્રતાપી હતો. તે નગરને વિષે ઉત્તમ પ્રકારની સમૃદ્ધિ વડે કરી યુક્ત ધારણ નામનો વ્યવહારી વસતો હતો તેને કમલા નામની પ્રિયા હતી. તેઓ સુખી હોવાથી સંસાર વ્યવહાર શાન્તિથી ચલાવતા-કાળ નિર્ગમન કરતા હતા. અન્યદા પૂર્વ કર્મના પાપોદયને લઈને તેની લક્ષ્મી નાશ પામી તેથી ધારણ મહાન ચિંતા સમુદ્રમાં પડયો ફક્ત એક જ સુવર્ણ પલંગ રહ્યો. ખાવું, પીવું, વડીનીતિ, લઘુનીતિ વિગેરે તેના અંદર જ કરે છે, છતાં નિદ્રામાં પલંગનો પણ નાશ થયો. તેથી વિશેષ ચિંતા થવાથી મૂઢ બની ગયો અને લક્ષ્મી ઉપાર્જન કરવા માટે વહાણમાં ચડી પરદેશ ગયો. ત્યાં દુઃખથી કાંઇક દ્રવ્ય ઉપાર્જન કર્યું. તેવામાં તેને કોઈ એક મિત્ર થયો. પરંતુ તે બહુ જ કપટી હતો, છતાં પણ તેને યોગે ઘણું દ્રવ્ય પ્રાપ્ત કર્યું. ત્યારબાદ પોતાના ગામ પ્રત્યે જવાની ઇચ્છા કરી તેવામાં કપટી મિત્રે તે દ્રવ્ય હરણ કરીને બીજાના વહાણનો આશ્રય લીધો, તેથી માખીના પેઠે હાથ ઘસતો ધારણ તેની પછીતેજ વહાણમાં ચડ્યો. અનુક્રમે ચાલતા તે વહાણ ભાગ્યું ધારણને ભાગ્યયોગે લાકડું હાથમાં આવવાથી સમુદ્રકાંઠે આવ્યો. નાવું ધોવું ખાવું પીવું વિગેરેનો ત્યાગ કરીને રાત દિવસ ધન ધન કરતો ચોતરફ ભટકવા લાગ્યો. હવે ચોતરફ ફરતા ફરતા એક ખાડામાં પડ્યો. પડયો પડયો મનુષ્યની ભાષા સાંભળવા લાગ્યો. ત્યાં પર્વતની ગુફામાં રહેલ એક જણ બીજાને સુવર્ણસિદ્ધિનો ઉપદેશ કરે છે તે સાંભળે છે. धम्मो मंगलमुक्किट्ठे, अहिंसा संजमोय तवो, देवावि तं नमसंति, जस्म धम्मे सयामणुओ ॥१॥ ભાવાર્થ : ધર્મ એટલે પારદ-પારો, મંગલ એટલે સંપૂર્ણ, ઉત્કૃષ્ટ એટલે તામ્ર-તાંબુ, અહિંસા એટલે કથીર, સંયમ એટલે અગમ્યવૃક્ષ તપ એટલે કાળો ધંતુરો, દેવાવિ એટલે પીપલાશ, પીળોખાખરો, બસ CO For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આટલા જ શબ્દ સાંભળી ધારણ વિચાર કરવા લાગ્યોકે - ‘અહો ! અરણ્યમાં મને આ બંને જણ સુવર્ણસિદ્ધિ આપનારા મળ્યા છે. હવે પ્રાતઃકાળે મુનિ મહારાજને દેખ્યા, તેથી તેને નમસ્કાર કરીને બોલ્યો કે મને સુવર્ણસિદ્ધિ આપો. સાધુએ કહ્યું કે દીક્ષા વિના સિદ્ધિ નહિ તેથી લોભાંધ થઇ સુવર્ણ માટે ધા૨ણે દીક્ષા લીધી. નિરંતર રાત્રિએ જાગરણ કરે છે, ક્રિયાને કરે છે, બંને સાધુના વચને વર્તે છે, પરંતુ સુવર્ણ સિદ્ધિ થઇ નહિ. વિચાર કરે છે કે સુવર્ણસિદ્ધિ થાય તો ઘરે જાઉં. આવી રીતે બાર વર્ષ વીતી ગયા. તેથી ગુરૂ મહારાજને કહ્યું કે સુવર્ણ સિદ્ધિ કયારે થશે ? માટે પ્રસન્ન થાઓ. સોનાસિદ્ધિ આપો. ગુરૂએ કહ્યું કે-સ્મશાને જા, કાઉસગ્ગ ધ્યાનકર, પરિષહ સહન કર, મનમાં વિપરીત ભાવ ના લાવ, ચિત્તની એકાગ્રતા કર, સિદ્ધોનું ધ્યાન કર તેથી સ્વયમેવ સિદ્ધિ થશે. ગુરૂના આવા પ્રકારના વચનો સાંભળી ધારણ મુનિએ તેમ કરવાથી કર્મ-પટલને હણી નાંખી જલ્દીથી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તેજ ટાઇમે નિર્વાણ કહેતાં સિદ્ધિ મેળવી પ્રથમ દ્રવ્ય ચારિત્ર હતું.પરંતુ પાછળથી ભાવ ચારિત્રથી લોભાર્થી એવા ધારણ મુનિએ મુક્તિ મેળવી આ ઉ૫૨થી વાંચક વર્ગે સમજવું જોઇએ કે સિદ્ધિ ભાવ ચારિત્રથી છે, માટે તે મેળવી અનંત સુખના ભોક્તા થવું બાકી લક્ષ્મીની લાલસા તો કેવળ દુર્ગતિની આપનારી છે, માટે તેનાથી પાછા હઠવું. આર્યાષાઢા આચાર્ય મહાન વત્સ નામનોગચ્છ છે આર્યાષાઢા આચાર્ય ભવ્યોને બોધ કરવાને ઉદ્યમવંત છે તેમના શિષ્યો જે જે કાળ કરવાની તૈયારીમાં છે તેમને નિર્યામના કરાવી દેવગતિમાંથી આવી દર્શન દેવું વિગેરેકહે છે. એવી રીતે ઘણા વળાવ્યા કોઈ આવ્યા નહિ છેવટે એક નાનો ક્ષુલ્લક સાધુ અત્યંત રાગી હતો તેની પાસે માગણી કરી તે પણ આવ્યો નહિ સુરિની ૧ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બુદ્ધિ ભ્રષ્ટ થઇ. કોઈ આવ્યો નહિ. માટે સ્વર્ગનરક નથી અને મિથ્યાત્વી થયો વેશ માત્ર રાખેલ છે ગચ્છ ત્યાગી વ્રત ત્યાગવા જાય છે. શિષ્ય દેવ અવધિથી ભ્રષ્ટ પરિણામ જોવે છે. બોધ કરવા નીચે આવે છે રસ્તામાં દિવ્ય નાટક કરે છે તેને જોતાં ગુરૂ છ માસ સુધી શુધા તૃપા દેવતાના અનુભાવ પામતો નથી ને નાટકને સંહરે છે અટવીમાં છકાય રૂપી કુમારોની વિદુર્વણા કરે છે તે બાળકો અલંકાર વસ્ત્રાદિકવડે કરી પરિપુર્ણ છે પ્રથમ પૃથ્વીમય નામનો બાળક મળે છે તેને દેખી ચિંતવે છે કે આને મારીને તેના અલંકારો લઈને ભોગાદિકને ભોગવું તે બાળકને કહે છે કે અલંકાર આપ તે ના પાડે છે આચાર્ય તેનું ગળું પકડી લેવા માંડયા એટલે તે બાળક કહે છે કે ઇહાં કોઈ મારૂ નથી માટે મારૂ રક્ષણ કરો બહુ કહેવા છતાંપણ પકડેલું ગળું મુકતો નથી એટલે બાલક કહે છે કે એક કથા સાંભળો પછી મનોયોગ્ય લાગે તેમ કરજો . ૧. કોઈક કુંભાર માટી ખોદે છે એક દહાડો માટીએ તેને દાબી નાખો લોકો તેને પુછે છે કે આ શું ? તે કહે છે કે જેનાથી બળીદીધી સ્વજનોનું પોષણ કર્યું તે પૃથ્વી જ મને મારે છે જેનું શરણ કર્યું તેનાથી જ ભય ઉત્પન્ન થયો માટે હું તાહરે શરણે આવેલ છું છતાં તું મને મારે છે તો શરણ થકી ભય થયો હે બાલક તું પંડિત છે એમ કહી તમામ અલંકાર લઈ લીધાને પાત્રામાં ભર્યા ૨. અપકાયકુમાર આવ્યો અલંકાર લેવા માંડયા ભયથી કંપાયમાન થઈ કથા કરે છે કે કોઈક તાલાચર ગાથા પાઠક ગંગા નદી ઉતરતો એક દિવસ ગંગા નદીના પુરથી તણાય છે તે દેખાવે કાંઠે રહેલા લોકો તેને કહે છે કે આમ કેમ થાય છે તેથી બોલે છે કે જેનાથી બીજોની ઉત્પત્તિ થાય છે તથા જેનાથી ખેડૂતો જીવે છે તે પાણીના મધ્યે હું ડુબી મરું છું માટેજેનું શરણલીધું છે તેનાથી જ મને ભય થયો તું પંડિત For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે તેમ કહી તેના પણ અલંકારો પાત્રામાં ભર્યા. ૩. તેઉકાય કુમાર આવે છે ભયથી તે પણ કથા કહે છે.કાંઇક અગ્નિહોત્ર કરનારના ઘરમાં અગ્નિ લાગવાથી લોકોએ પુછયું કે આ શું છે? તેથી તે કપાળે હાથ મુકી કહે છે કે રાત દિવસ જેને હું મધુ ધૃત વડે કરી તૃપ્ત કરું છું. તેણે જ માહરૂ ઘર બાળ્યું માટે મને શરણથી જ ભય થયો તેને પણ તું પંડિત છે ? કહી અલંકાર લઈ પાત્રામાં લઈ ચાલે છે. ૪. વાયુ કુમાર મળ્યો ને તે પણ ભયથી કથા કહે છે કે કોઈક યુવાન મહા પ્રાણવાયુથી જ જીવતો હતો તેને વૃદ્ધાવસ્થામાં વા આવવાથી લાકટીના ટેકે ચાલતા દેખી તેનો મિત્ર કોઈ પુછે છે કે આમ કેમ ? તેથી તે ઉત્તર આપે છે કે ગ્રીષ્મમાં જે સુખરૂપ લાગતો હતો તે પવને મારૂ શરીર ભાગી નાખ્યું તેથી જેનું શરણ કર્યું તેનાથી જ ભય થયો તું પંડિત છે. એમ કહી અલંકાર ગ્રહણ કરી પાત્ર ભરી આગળ ચાલ્યો. ૫. વનસ્પતિ કુમાર આવે છે, ભયથી તે પણ કથા કહે છે કોઈક વૃક્ષ ફાલેલકુલેલ છે તેમાં પક્ષિયે માળો કરિ ઇંડા મુકેલા છે. વૃક્ષના મુળમાંથી વેલડા ઉઠી તેના ઉપર સર્પ ચડી બચ્ચાઓને ખાધા કોઈ કહે છેકે જે વૃક્ષને વિષે પૂર્વે વસ્યા તેનું શરણ કરવાથી ભય થયો? તું પંડિત, અલંકાર લીધા,પાત્રામાં ભર્યા. ૬. ત્રસકાય કુમાર ભય પામી તેજ પ્રકારે કર્તાને કહે છે એક નગરને વિષે પરચક્ર ઘેરો ઘાલ્યાથી માતંગો જે બહાર રહેતા હતા તેઓ નગરમાં પ્રવેશ કરે છે હવે અંદર રહેલા લોકો તેને તિરસ્કાર કરી પેસવા દેતા નથી બહાર સૈન્યના માણસો ઉપદ્રવ કરે છે તેથી તે લોકો કહે છે કે અંદર પેસવા દેતા નથી બહારથી બીજા મારે છે માટે બીજી દિશાનું આલંબન કરો કારણ કે શરણથી ભય ઉત્પન્ન થયો આવું કહેવા છતાં આચાર્ય છોડતા નથી એટલે બીજી કથા કહે છે. કોઈ એક નગરીમાં For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાચોર છે. ને પુરોહિત તેને સાહાયક છે બન્ને જણા નગરમાં ચોરી કરી નગરને લુંટે છે તે વાતની લોકોને ખબર પડવાથી લોકો કહે છે કે જયાં રાજા પોતે જ ચોર છે અને પુરોહિત ગુઢપુરૂષ સહાય કરનાર છે તો તે નગરના લોકો હવે તમે વનમાં જાઓ શરણ થકી જ ભય ઉત્પન્ન થયેલ છે એવી રીતે કરવા છતાં પણ નહિ છોડવાથી બીજી કથા કહે છે કોઈક બ્રાહ્મણે સરોવર ખોદાવ્યું તેની પાળને વિશે દેવકુળ કરાવ્યું પાળને વિશે વૃક્ષોરોપ્યા પશુ મારવા રૂપ યજ્ઞ આરંભ્યો આવા કાર્યોકરી તે જ બ્રાહ્મણ બીજા જન્મને વિશે આર્તધ્યાનથી બકરો થયો તેજ પ્રકારે તેના છોકરાએ તેને મારવા આણ્યો સરોવર ને દેવકુલ દેખી જાતિસ્મરણ જ્ઞાન થયું યજ્ઞમાં હોમવા લઇ જતી વખતે તે બે કરવા માંડ્યો બેનો અર્થ માહરો આ ભવ બગડયો અને આગામી ભવ પણ મારો બગયો તે તેનો શબ્દ સાંભળી એક જ્ઞાની જતા હતા તેણે કહ્યું તે પોતે જ સરોવર ખોદાવ્યું, તે પોતે જ દેવકુલ બંધાવ્યું, તે પોતે જ વૃક્ષો રોપ્યા, તે પોતે જ યજ્ઞનું આરાધન કર્યું. હવે બે બે શા માટે કરે છે એ સાંભળી મૌન રહ્યો તેને છોકરાઓએ મૌનનો મંત્ર માગ્યો ત્યારે કહ્યું કે આ તમારો પિતા છે અશ્રદ્ધા નિધિ દેખાડશે દેખાડયો પ્રયત્ન હિંસાત્યાગ અણશણ સ્વર્ગ એ પ્રકારે રણથી ભય છતાં નહિ માનવાથી શું પંડિત છે એમ કહી તેનું ગલું મરડવા લાગ્યો વળી બાલક વૃદ્ધ પંગુચરિત્રો મુનિબંધ શરણાગતનો વધ મહાપાપનો કરાવનાર છે અરે વાચાલ મહાવાચાલ એમ કહી ગલુ મરડી દાગીના પાત્રમાં ભર્યા દેવતા વિચાર કરે છે કે આને ચારિત્રના પરિણામ નિશ્ચય ગયા છે હવે સમ્યત્વ છે કે નહિ તેની પરીક્ષા કરૂં, એવુ ચિંતવી સાધ્વીને સગર્ભા અલંકાર સહિત દેખાડી તેને આચાર્ય કહે છે કે સર્વાંગભૂષિને શીલદુષિને પાપિણી જૈનશાસનને મલીન કરનારી દુષ્ટ તું મારી નજરે કયાંથી પડી ? ન ૯૪૦ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે કહે છે કે પોરાકાના સરસવ જેટલા દોષોને દેખે છે ને પોતાના મેરૂ જેટલા દોષોને દેખતો નથી. સાધુઓ બ્રહ્મચારી હોય છે મણિ અને કાંચન તૃણ સમાન હોય છે, જો હે જયેષ્ટ આર્ય તાહરા પાત્રમાં શું છે? આવી રીતે તેણીયે કહેવાથી લજ્જાથી વિલક્ષણ થઈ આગળ ગયો દેવતા નાટક વિક્ર્વી રાજા થઈ હાથી ઉપર બેસી સન્મુખ આવે છે આચાર્યને દેખ્યો ભાવથી ઉપવાસનું પારણું હોવાથી વહોરવાની નિમંત્રણા કરી. આચાર્ય ભયથી ના પાડે છે જોર જુલમથી પાત્રામાં હાથ નાખતો દાગીના દેખી ભ્રકુટી ચડાવી હે અનાર્યકાર્યકર્તા હે ક્ષતવ્રત ! હે કુપાપી માહરા છે છોકરા માર્યા હવે કયાં જાય છે ? ભયભ્રાંત અને લજજાથી નીચુ ઘાલી રહ્યો તેવામાં તમામ હરણ કરી દેવ પ્રગટ થઈ બોધ નિમિત્તે કહે છે કે હાહાહા શ્રી સિદ્ધાન્તને ધારણ કરવાવાલા તમારા જેવાને આવા પ્રણામ ન ઘટે મારું આગમન સ્વર્ગથી ન થયું તેનું કારણ એ છે કે દેવતાઓ દિવ્યાનાટકાદિ વ્યાક્ષિપ્ત દેવાંગનાના પ્રેમ મનુષ્યકાર્યથી મુક્ત અશુભ દુર્ગધ પ00 યોજન ઉડવાથી વિષયાસકત વાસનાથી દેવતા મનુષ્ય લોકોમાં ન આવે એવું સાંભળી આચાર્ય વૈરાગી થઈ આત્મનિન્દા કરે છે. હા હા મનુષ્યપણું હણી નાખ્યું.જ્ઞાન હણ્ય, ધૈર્ય હણ્ય, બુદ્ધિહણી નાખી, પુરૂષાકાર હણ્યો,હે દુષ્ટદાયુક્ત જીવન ! જૈનશાસનનો સાર જાણ્યો છતાંય પણ આવી દુષ્ટ ભાવના ધારણ કરી ! અરે તે શું ધતુરો પીધો છે? તું શું અભવ્ય છે? જાણતો છતો પણ માર્ગ ભ્રષ્ટ થયો.સર્વથી લઘુ થયો હજી પણ બગડ્યુ નથી તપકર્મ કરી કર્મને ક્ષીણ કરૂં એવી રીતે સ્વસ્થ થયાદેવતા ખમાવી ભકિતથી નમસ્કાર કરી સ્વર્ગે ગયા અને આચાર્ય પોતાના વ્રતોમાં દઢ થઈ પોતે સદ્ગતિને વિશે ગયા. ૯૫ For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સાધુને ઉપાશ્રય દાનફળ ) __ साधवे वसतिदानफलम् उपाश्रयो य.न दत्तो, मुनिनाम् गुणाशालिनाम् । ते ज्ञानादुपष्टमंभ दायिना प्रददे न किम् ॥१॥ सुरर्दैि सुकुलोत्पत्ति भोगलब्धिश्च जायते, साधूनां स्थानदानेन, क्रमान्मोक्षश्च लक्ष्यते ॥२॥ ભાવાર્થ : ગુણયુક્ત મુનિ મહારાજને જેણે વાસ કરવાને માટે ઉપાશ્રય આપેલ છે, તેણે જ્ઞાનાદિકની પુષ્ટિ કરનારાઓ શું નથી આપ્યું? અર્થાત્ સર્વ આપેલ છે. ૧ - સાધુઓને સ્થાન આપવાથી દેવતાની ઋદ્ધિ તથાસારા કુળને વિષે ઉત્પત્તિ તથા ભોગસુખની લબ્ધિ પણ ઉત્પન્ન થાય છે. કિં બહુના અનુક્રમે મોક્ષપદ શોધતાથી મળે છે. ગુરૂ તથા સાધુ વિહાર ) धर्मज्ञो धर्मकर्ता च,सदा धर्मपरायण, ... सत्वानां सर्वशास्त्रार्थदेशको गुरुरुच्यते गुरुर्गृहीत शास्त्रार्थ : परां निःसंगतां गतः । ___ मार्तण्डमंडलसमो, भव्यांभोजविकाशने गुणानां पालनं चैव, तथा वृद्धिश्च जायते । यस्मात्सदैव स गुरु, भवकांतारनायक : ॥३॥ ભાવાર્થ : ધર્મના જાણકાર, ધર્મના કરનાર, નિરંતર ધર્મપરાયણ તથા જીવોને સર્વ શાસ્ત્રાર્થનો ઉપદેશ કરનાર ગુરૂ કહેવાય છે, (૧) શાસ્ત્રાર્થને ગ્રહણ કરનારા તથા ઉત્કૃષ્ટ નિઃસંગીપણાને પામેલ તથા ભવ્યજીવ રૂપી કમલોને બોધ કરવામાં સૂર્ય મંડળના જેવા ગુરૂ હોય છે. III For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ (૨) ગુણોનું પ્રતિપાલન તથાનિરંતર ગુણોની વૃદ્ધિ જેગુરૂથી પ્રાપ્ત થાય એવા ગુરૂ નિરંતર ભવરૂપી વનના નાયક બની જીવોને તારનાર હોય છે. ओघनिर्युक्तौ साधुविहार - मर्यादा उच्छूवोलिं तिवई, तुंबीओ जायपुत्त भंडाओ । वसहो जाय पामा, गामा पव्वाय चिक्खिल्ला ॥१॥ अप्पोदगायमग्गा, वसुहा विअपक्कमट्टीआजाया । अन्नोकंता पंथा,विहरणकालो सुविहियाणं ॥२॥ समणाणं सउणाणं, भमरकुलाणां च गोकुलाणं च, अनीयहा वस हीओ, सारड्याणं च मेहाणं ॥३॥ - ભાવાર્થ : શેરડીઓ વાડનું ઉલ્લંઘન કરે અર્થાત્ પરિપક્વ ભાવને પામે તથા તુંબડાની વેલડીયો તુંબડારૂપી પુત્રભાંડને ઉત્પન્ન કરે એટલે તુંબડા પણ તૈયાર થાય તેમ જ બળદો પણ ચોમાસાના ઘાસને ચરીને પુષ્ટ થાય તેમજ ગામડાં પણ અલ્પ કાદવવાળાં થાય તથા માર્ગને વિષે પણ ચોમાસામાં ભરાયેલું પાણી હોય તે અલ્પ થઈ જાયતથા પૃથ્વી પણસુકાઈ ને પાકી માટી જેવી થાયઅને તમામ લોકોને જવાનો માર્ગ સુલભ થાય,રસ્તામાં કોઈપણ પ્રકારનો ઉપદ્રવ ન હોય ત્યારે સુવિદિત ગીતાર્થ સાધુઓને વિહારકરવાનો કાળ કહેલ છે. વળી પણ શ્રમણોની, શકુનીની પક્ષિઓની, ભ્રમરકુળોની, અને ગોકુળની અનિયત વસતિ કહેલી છે. એટલે ઉપરોક્ત તમામ તેમજ શરદઋતુના મેઘો એક જગ્યાએ વાસ કરીને રહેતા નથી. આ ઉપરથી સાધુઓને એક જગ્યાએ નહિ રહેતા વિહાર કરવાનું સૂચવેલ છે. આ ૯૭ 69 - For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ (સંસારી માણસો સમક્ષ સાધુ આહાર ન કરે છે गृहस्थमसमक्षं साधूनां भोक्तुं न कल्पते प्रवचनोपघातसंभवात् अत एवोक्तमागमे ॥१॥ ભાવાર્થ : ગૃહસ્થ પાસે બેસી દેખતા હોય તે અવસરે સાધુઓને આહાર કહ્યું નહિ, કારણ કે તેમ કરવાથી પ્રવચનનો ઉપઘાત થાય છે. તે જ કારણથી આગમને વિષે નીચે મુજબ કહ્યું છે. छकायदयावंतोऽवि संजओ दुल्लहं कुणइ बोहि । आहारे नीहारे, दुगंछिए पिंडगहणेय ॥१।। ભાવાર્થ : ષય જીવની દયા પાળનાર સંયમ મુનિ પણ બોધિદુર્લભતાને કરે છે, હવે તેમ થવાનું કારણ બતાવે છે. ગૃહસ્થના દેખતાં આહાર અને નિહાર (વીડીનીતિ તથા લઘુનીતિ) કરવાથી તથા દુર્ગક્નીક પિંડગ્રહણ કરવાથી દયાળુ સંયમી સાધુ પણ બોધિદુર્લભતાપામે છે. આ ભરતક્ષેત્રને વિષે કુમુદવતી નામની ઉત્તમનગરી હતી. તે ધન ધાન્યાદિક વિવિધ પ્રકારની સમૃદ્ધિ થી સંપૂર્ણ ભરેલી હતી. તે નગરીનો શૂર નામનો પ્રતાપી રાજા હતો. તેણે એક દિવસ સભામાં કોટવાળને પ્રશ્ન કર્યો કે અત્યારે કોઈ જ્ઞાની છે કે ? રાજાના વચનથી તેણે જુદા જુદા દર્શનીયો બોલાવ્યા. તેમાં એક બ્રાહ્મણ આવ્યો અને તેની ઇચ્છારાજાને ચમત્કાર દેખાડવાથી થવાથી તે બોલ્યો કે આજે સંધ્યા લગ્ન એક ધનાઢ્યની સ્ત્રી મળશે. એટલે રાજાએ પૂછયું કે બીજો કોઈ પંડિત છે કે? એટલે એક બૌદ્ધ બોલ્યો કે તેબાઈ વશ વર્ષ જીવશે, તેનું આ કથન શ્રવણ કરવાથી રાજાને આશ્ચર્ય ઉત્પન્ન થયું. ત્યારબાદ રાજાએ જૈનાચાર્ય શ્રી ગુણધરસુરિને બોલાવીને પ્રશ્ન કર્યો કે આ બાબતમાં આપનું જ્ઞાન શું કહે છે? તેથી સુરીશ્વરજી બોલ્યા કે તે બન્ને જણા સાચા For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે. આવા વાકયને શ્રવણ કરવાથી સૂરીશ્વરજીના વચન ઉપર રાજાને શ્રદ્ધા થઈ નહિ. હવે કોઈક ગામને વિષે કોઇક ખેડૂતનો છોકરો એક લાકડા ઉપર ઘાસનું ઝુંપડું બાંધી રહેતો હતો. અને પોતાના ખેતરનું રક્ષણ કરે છે. તેવામાં અકસ્માત સખત વરસાદ આવવાથી નદીને વિષે ઝુંપડું તણાવ્યું તે વખતે તે છોકરો ભરનિદ્રામાં પડેલો હતો. સખત વરસાદના ઝપાટાથી જાગી ઉઠયો, અને જ્યાં જુવે ત્યાં પોતાને નદીના પાણીમાં તણાતો દેખ્યો, અને ઝુંપડાના સર્પો, બીલાડા વિગેરેને ભરાયેલા દેખા,તેથી આશ્ચર્ય પામીને સર્પની તથા બીલાડીની પૂંછડીની ગાંઠ બાંધી એટલે સર્પને પીડા થવાથી છોકરાને કરડ્યો તેથી છોકરાએ તે સર્પનું મોડું પકડી અંદરથી મોણ લઇ, પાણીમાં ધોઈ પીવાથી તેનું વિષ ઉતરી ગયું તેથી સર્પ ઉતારવાનો ઉપાય તેના હાથને વિષે આવ્યો. એવામાં નદીમાં એક ઘડો તરતો આવ્યો છોકરાએ તે લઈ લીધો અને સર્પોને અંદર ભર્યા અને ઘડાના મોઢા ઉપર ભીનું લુગડું બાંધ્યું. હવે તેનું ઝુંપડું કુમુદવતી નગરીને કાંઠે અટકયું એટલે તેના ઉપરથી છોકરો ઉતર્યો અને ઉંચી ભૂમિ ઉપર ઉભો રહ્યો. આ વખતે પનીહારીઓ પાણી ભરવા જાય છે તેમાં એક પનીહારી પાણી ભરીને જતી હતી તેવામાં ઉંચે સ્થાને ઉભા રહેલા તે છોકરાએ તેના માથા ઉપરથી પાણીનો ઘડો ઉપાડી લઇને જલ્દીથી સર્પથી ભરેલો ઘડો મૂકી દીધો, પરંતુમનમાં વિચાર કર્યો કે અનર્થથશે, અને ભાઈએ પણ ભારથી કંઈ પણ જાણ્યું નહિ ત્યાર બાદ છોકરો તે બાઇની પાછળ ગયો તે બાઈએ શેઠને ત્યાં જ જઈને પાણીનું બેડું આપ્યુંઅને પોતાને ઘરે ગઈ નહિ અહિં તે શેઠને પોતાની સ્ત્રીના મરણની ખબર પડવાથી શેઠાણીને ઘરની અંદર પુરીને તાળું દીધું અને બહારબરાબર ચોકી પહેરા બેસાડયા, સંધ્યાકાળના ટાઈમે બાઇનું મરણ થયેલું હોવાથી ચોકી પહેરા તમામ ઉઠી ગયા. તે અવસરે પનીહારીયે શેઠાણીને બોલાવી કે આ તમારૂં પાણીનું બેડું લઈ લ્યો.તેથી શેઠાણીએ ૯૯ ભાગ-૧ ફર્મા-૮ For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બારણું ઉઘાડીપાણીનું બેડું લીધું, અને તુરત ઘડામાં હાથ નાખવાથી સર્પ તેને કરડ્યો અને તું મુછ પામી, એટલે આગળ ઉભેલા માણસોએ શેઠને ખબર આપી કે શેઠાણીને સર્પ કરડવાથી મૂછ પામેલ છે. તેણે પણ રાજાને જઈને કહ્યું, અને ઉપચાર કરવા માંડયા પરંતુ સર્પનું વિષ ઉતર્યું નહિ તેથી રાજા ચમત્કાર પામ્યો તે અવસરે બૌદ્ધે કહ્યું કે ઉપચાર કરો તો બાઈ જીવશે, મુછ આવેલી છે. તે ઉપચારથી વળી જશે. આવું કહેવાથી ઉપચાર કરવા માંડયા. આ અવસરે ખેડૂતનો છોકરો કોઇની દુકાનમાં નિદ્રા કરી ગયો હતો તે જયારે પ્રાતઃકાળને વિષે જાગૃત થયો ત્યારે તેને ચિંતા બહુ જ થવાથી તે શેઠને ત્યાં ગયો, અને મણીના પાણીનું પાન કરાવી તે બાઈનું વિષ દુર કર્યું, શેઠીયાએ જયજયકાર કરીને તમામને સારી રીતે દાન કર્યું રાજા પણ આશ્ચર્ય પામ્યો ગુણધરસુરિને બોલાવીરાજાએ વિશેષ માન આપી બહુ જ લક્ષ્મી આપવા માંડી. પરંતુ ત્યાગી હોવાથી નિષેધ કરવાથી સર્વ બોધ પામ્યા અને શ્રાવક ધર્મ અંગીકાર કરી સદ્ગતિ પામ્યા. OTગુરૂ પ્રણિપાત સુર અને સોમનું દષ્ટાંત રત્નપુરને વિષે કુરૂદત્તનામનો શ્રેષ્ટિ હતો. તેને સોમ અને સુર નામના બે પુત્રો સાથે જ ઉત્પન્ન થયેલા હતા. એકદા તે બન્ને બહુ દ્રવ્ય ઉપાર્જન કરવાને માટે પરદેશ ગયા. ત્યાં એક અટવીમાં ક્ષમાના ભંડાર મુનિમહારાજને દેખ્યા તેને નમસ્કાર કરી બંને આગળ ચાલ્યા, રસ્તામાં વૃક્ષના કોટરમાંથી નીકળવાથી તથા ઉત્તમ પ્રકારના શુકનથી તથા રાફડો દેખવાથી આમાં નિધાન છે, તેમ નિશ્ચય કર્યો. બન્ને ભાઈને લોભ ઉત્પન્ન થયો ને નિશાન ગ્રહણ કરવા માટે પરસ્પર તલવારથી લડવા માંડયા. તે અવસરે જ્ઞાની સાધુએ તેમનો પૂર્વભવ જ્ઞાનથી જાણી ત્યાં આવી તેને કહ્યું કે-“અરે ! હજી પણ પૂર્વભવના વૈરની પરંપરાને છોડતા ૧૦૦ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નથી? હજી પણ દુઃખના ડુંગરા દેનારા પાપના ઢગલાને અનુભવ્યા છતાં પણ તૃપ્ત થતા નથી ? તેવા સાધુનાં વચન સાંભળી સાધુના વચનથી વૈરનો ત્યાગ કરી પૂર્વભવનો વૃત્તાંત સાંભળવા બેઠા. સાધુ કહે છે કે – પૂર્વભવને વિષે વિજય અને ધન નામનાં બે ભાઈઓ વ્યાપારી હતા, તે પૈસા ઉપાર્જન કરવાને માટે રોહણાચળ પર્વતે ગયા, ખાણ ખોદવાથી રત્નનો ઢગલો મેળવ્યો તેનું પોટલું બાંધી બન્ને જણા જોવા જાય છે તેવામાં ભીલોએ ઘેર્યા. મરણ ભયથી ત્રાસ પામેલાબને તેની પોટલી છોડી દીધી – દાટી દીધી, તો પણ તેણે પકડી પલ્લિપતિના પાસે લાવી મુકયા તેણે તેમને કેદખાનામાં નાખ્યા, કંઈ પણ આહાર પાણી નહિ આપતાં, બહુ જ કદર્થના કરાતા, તથાદ્રવ્યની પ્રાર્થના કરાતા બને મરીને તે જ વનને વિષે ઉંદરો થયા. તારૂણ્ય અવસ્થા પામ્યા પછી ત્યાં જ દ્રવ્ય માટે બન્ને જણા લડતા મરણ પામી ધન નામનો તામ્રલિપિમાં જય નામનો સાર્થવાહ થયો અને વિજય તેજ વનમાં સિંહ થયો કદાચિત તે સાર્થવાહ લઈ ગમન કરતો આજ વનમાં તે વૃક્ષ નીચે આવી વિશ્રામો કરવા રહ્યો. તેવામાં તેજ સિંહ ધન લુબ્ધ હતો, તે તેને દેખી મારવા દોડયો, તેના પ્રાણ લીધા. ત્યાંથી મરી વનના પાસે ના ગામડામાં કુલપુરા થયો. ધનનો જીવ જે સિંહ છે, તેને પણ કોઇક દિવસે વાંદરાએ મારવાથી, તેજ વૃક્ષે વાંદરો થયો. એકદા કુલપુત્ર કુહાડો લઇ લાકડાં કાપવા જતાં તે વૃક્ષની નીચે આવ્યો, તેને ધનમાં લુબ્ધ થયેલા વાંદરાએ નખથી વિદારી નાંખ્યો કુલપુત્રે પણ કુહાડા વડે કરી તેને મારી નાખ્યો ત્યાંથી બન્ને મરીને હરણ ને વરાહ થયા. ધનને વિષે મૂછ પામવાથી વરાહ તેના ઉપર જ રહે છેએકદા હરણ ત્યાં આવેલ તેને વરાહે મારી નાખ્યો. સિંહે વરાહને માર્યો. બન્ને મરી કોલ્લાગ સશિવેશે દરિદ્ર બાહ્મણ પુત્રો થયા. એકદા પૈસા ઉપાર્જન કરવા માટે જતાં તેજ વૃક્ષની M૧૦૧ ૧૦૧ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નીચે સાર્થવાહની જોડે આવ્યા જો કે નિધાન કયાં છે, તેની તેને ખબર નથી, છતાં એકેક પ્રહાર અરસ પરસ કરવા વડે કરી નીચે પડ્યા તે જ વખતે હું સાધુ ત્યાં આવ્યો, મને દેખી કંઈક શુભ ભાવનાવાળા બને થયા, તે ત્યાંથી મરીને તમે બન્ને જણ થયેલા છો' એવી રીતે સાંભળી જાતિ સ્મરણ પામી હર્ષવાળા થઇ પોતાના કર્મને નિંદતી મુનિને નમસ્કારકરીને મુનિને કહે છે કે –“હે ભગવન્! આ પાપથી મુક્તિ કેવા પ્રકારે થાય.” મુનિએ કહ્યું કે આ નિધાન વડે કરીને જિન ભવન કરાવો.” બને ભાઈઓએ નિધાનને ગ્રહણ કર્યું, અને ઘરે આવી જિનમંદિર બંધાવી શ્રી આદિનાથજીના બિંબને સ્થાપન કરી, ત્રણ પાઠ વડે કરી, ત્રણ ખમાસમણ દઈ, ભગવંતને નમસ્કાર કરે છે. હવે સોમ અને સુર સાર્થવાહને ધર્મિષ્ઠ જાણી સોમની સ્ત્રી કુલટા હતી, તેણે વિશ્વના પ્રયોગોથી બન્નેને માર્યા તેથી આર્તધ્યાન વડે કરી બન્ને ચિત્ર પર્વત મયુરો થયા, ત્યાં પ્રતિમા કાઉસ્સગ ધ્યાનને વિષે રહેલા મુનિ મહારાજાને દેખી જાતિ સ્મરણ જ્ઞાન થવાથી, કેકારવ કરતાં, નાચ કરતાં ગાયન ગાતાં, ખમાસમણ પૂર્વક સાધુને નમસ્કાર કરે છે સાધુએ પણ ધર્મોપદેશ આપ્યો તે બન્ને શ્રાવકનાં વ્રતો અંગીકાર કરી અણશણ કર્યું. નમસ્કાર પરાયણ બન્ને જણા મરીને વૈતાઢય પર્વતે ભદ્દિલપુર રત્નશેખર રાજાના છોકરા થયા. તેજ મુનિને ત્યાં દેખી જાતિસ્મરણ પામી, દીક્ષા લીધી. અનુક્રમે આચાર્ય પદપામી આઠ કર્મને ક્ષીણ કરી મોક્ષે ગયા એવી રીતે પ્રણામનું સ્વરૂપ જાણી ગુરૂને પ્રણામ કરવો. હવે જેઓ ગુરૂ ઉપદેશને માને છે. તે જ જીવો ધર્મકરણી કરવામાં ઉજમાળ થઈ શકે છે, ધર્મ કર્મ વિના જીવો અનાદિ કાળથી સંસારમાં રઝળેલા છે, અને હજી પણ ધર્મ કર્મ નહિ કરે તો ભવિષ્યમાં સંસાર ચક્રવાલને વિષે દીર્ઘકાળ સુધી પર્યટન કર્યાજ કરશે. ૧૦૨ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગુરૂસેવા વિષયે સેલક શિષ્ય પંથક ક્યા સેલકપુરને વિષે સેલક રાજા હતો. તેને થાવસ્યા આચાર્યના શિષ્ય શુકાચાર્યે બોધ કરવાથી પાંચસો મંત્રીઓ સાથે તેણે દીક્ષા લીધી, તેમણે ૧૧ અંગોનું પઠન કર્યું.અનુક્રમે સૂરિ થયા,તથા પંથક પ્રમુખ પાંચસો શિષ્યો સાથે વિહાર કરે છે. અન્યદા પ્રસ્તાવે નિરન્તર લખો આહાર કરવાથી તેના શરીરમાં રોગો ઉત્પન્ન થયા, તે કારણથી તેના પુત્ર મુંડ રાજાએ તે સેલકાચાર્યને બોલાવી પરિવાર સહિત પોતા નગરમાં રાખ્યા. ત્યારબાદરાજાએ પોતાના પિતા મુની શરીરની રક્ષા કરવા નિમિત્તે સારા વૈદો પાસે તેનું ઔષધ કરાવવા માંડયું અને સ્નિગ્ધઆહારથી તેનું પોષણ કરવા લાગ્યો. અનુક્રમે નિરોગી થયા છતાં પણ તે સેલનાચાર્ય સ્નિગ્ધ આહારની લોલુપતાથી બહાર વિહાર કરતા નથી. તેથી તમામ તેના શિષ્યો પંથક મુનિને તેની વૈયાવચ્ચ કરવા રાખી બીજી જગ્યાએ વિહાર કરી ગયા. અન્યદા કારતક સુદી ચૌદશે પણ સરસ આહારને કરી સેલનાચાર્ય સૂઇ ગયા. પ્રતિક્રમણ વેલાએ પંથકે ખમાવવા માટે પોતાનું મસ્તક તેને પગે લગાડવાથી સૂરિ ક્રોધ કરી તેને કહે છે કે હે કુશિષ્ય ? તે મને શું કામ જગાડયો ? ત્યારે હાથ જોડીને પંથકે કહ્યું કે હે મહારાજ ! આજે ચોમાસી ખામણા કરવાને માટે મેં મારૂં મસ્તક આપને પગે અડકાવ્યું છે, તેથી મારો અપરાધ ક્ષમા કરો. તે સાંભળી વૈરાગ્ય પામેલા તે આચાર્ય વિચાર કરે છે કે રસને વિષે વૃદ્ધ થયેલા મને ધિક્કાર થાઓ ! એવી રીતે ચિંતવના કરી જેને સંવેગ રંગ ઉલ્લાસ ભાવને પામેલ છે. એવા તે આચાર્યે ત્યાંથી વિહાર કર્યો. અને ઉગ્ર વિહારથી વિચરવા લાગ્યા. અનુક્રમે તેના તમામ સાધુઓ તેને મળ્યા અને ઘણા જીવોને બોધ કરી શત્રુંજય અણશન કરી પાંચસો સાધુઓ સાથે સિદ્ધિપદને વર્યા તે માટે કહ્યું છે કે M૧૦૩ For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ सिढिलि संयम कज्जावि, होउण उच्चमंति जइ पछा, । संवेगाओ ए ए, सेलकुव्व आराहगा होइ, ॥१॥ ભાવાર્થ : પ્રથમ સંયમ માર્ગને વિષે શિથિલ થઈ ગયા છતાં પણ જે પાછલથી પશ્ચાતાપને કરીને સંયમના આરાધના કરવામાં ઉજમાળ થાય છે. તે સંવેગથી સેલનાચાર્યના પેઠે આરાધક થઇને મોક્ષને વિષે જાય છે. Yગુરૂપદેશે રત્નસાર ક્યા છે ચક્રપુર નગરને વિષે વજયુદ્ધ નામનો રાજા હતો. તેને ગુણવાન રત્નસાર નામનો પુત્ર હતો, અન્યદા મદોન્મત્ત એવા વગડાના હસ્તિને વશ કરી, તેના ઉપર આરૂઢ થયો. તે હાથી માયાવી હતી તેથી તેણે તેને ઉપાડી, વૈતાઢય પર્વત પર ઇંદ્રપુરે પદ્મોત્તર રાજા પાસે મૂકયો. ત્યારબાદ રાજાએ કહ્યું કે હે રત્નસાર ! મારી ચંદ્રલેખા નામની પુત્રી છે, નિમિત્તિયાએ તેનો વર તને કહેલ છે, માટે તું તેનું પાણી ગ્રહણ કર. વળી લગ્ન પણ આજનું જ છે, તેથી હસ્તિરૂપે તને મેં અતિ આણેલ છે. એમ કહી તેને ચંદ્રલેખા પરણાવી અન્યદાતેરાટીએસૂતો હતો તેવામાં કોઈ પુરૂષેતનું હરણ કર્યું અઈમાર્ગે જાગ્રત થઈ જેટલામાં તેને મારવાનો પ્રયત્ન કરે છે, તેટલામાં તે પુરૂષ કહે છે, કહે કુમાર ! આ વૈતાઢય પર્વત મલયપુર રાજા અપુત્ર મરણ પામેલ છે.તેથી રાજયની અધિષ્ઠાયિકા દેવીએ તે નગરનો સ્વામીનેકહેલો છે, તે કારણ માટે મેં તારું હરણ કરેલ છે. ત્યારબાદ મલયપુર જવાથી રત્નસારનો રાજયાભિષેક કર્યો કદાચિત ત્યાં જિનસૂરી આવ્યા. તેમણે ધર્મોપદેશ આપ્યો. દુર્ગતિને વિષે પડતાજીવોને ધારણકરવાથી ધર્મ કહ્યો છે, અને તેદાન, શીયળ, તપ, ભાવનારૂપ ચાર ભેદે કહેલ છે. લક્ષ્મીકોની સ્થિર છે? કોનું યૌવન તથા બુદ્ધિ સ્થિર છે ? આવું જાણી પુરૂષોએ સુપાત્રને વિષે દાન આપવું, ૧૦૪૦ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શીયલ કુલને વિષે પ્રધાન છે, જે ભાવ તે ભવોદધિતરણી સમાન છે, ભાવ સ્વર્ગ, અને અપવર્ગ રૂપ નગરનેવિષે નિસરણીસમાન છે, તથા ભાવ જીવોના ચિત્તિત પૂરણ કરવાને માટેઅચિન્ય ચિન્તામણી રત્ન જેવો છે. એ પ્રકારે સાંભળવાથીરાજા શ્રાવક થયો. પૂર્વ ભણે છે, દાન આપે છે, શીયળ પાળે છે, તપ તપે છે. એકદા વૈતાઢયનું રાજ્ય મંત્રીને આપીને ચંદ્રલેખા યુક્ત માતપિતાને મળવા માટે ચક્રપુરે ગયો. ત્યાં તેનો પ્રવેશ મહોત્સવ થયો. એકદા ત્યાં જૈનાચાર્ય આવ્યા તેમણે ધર્મદેશના આપી. जाव जरा न पीडेइ वाही जावनवढइ । जाविदिय न हायंति, ताव धम्मं समाचरे ॥१॥ ભાવાર્થ : જયાં સુધી અવસ્થા પીડા કરે નહિ. જ્યાં સુધી ઇંદ્રિયોની હાની થાય નહિ, જ્યાં સુધી વ્યાધિ વૃદ્ધિને પામે નહિ, ત્યાં સુધીમાં જ ધર્મનું સેવન કરી લેવું જોઈએ, કારણ કે પછી કાંઈ પણ બની શકતું નથી. વજયુદ્ધરાજા પોતાના પુત્રના વૈભવને દેખીને કેવલીને પુછે છે, તે ભગવાન્ ! આણે પૂર્વભવમાં શું પુન્ય કર્યું છે કે તે આવી ઋદ્ધિ પામ્યો, ગુરૂ કહે છે, કે પ્રતિષ્ઠાનપુરને વિષે વિમલપતિ નામનો શ્રેષ્ઠી હતો.તેણે માસોપવાસી સાધુને પારણે દાનદીધું તેના પ્રભાવથી દેવમુરૂ વિષે યુગલિયાપણે ઉત્પન્ન થયો ત્યારબાદ સૌધર્મ દેવલોકે દેવથયો. ત્યાંથી તારો પુત્ર રત્નસાર થયોતે સાંભળી બને પિતા-પુત્ર દીક્ષા લીધી, ને મોક્ષે ગયા. Ofસુગુરૂ ગુરૂ વિષયે સિંહ શૃંગાલથા O ભુરિભીષણ નામના વનને વિષે કુશોદર નામનો સિંહ રહેતો હતો, અને તેને હોસ્ત ટુક્કર શીયાલાદિતમામ ચતુષ્પદ જીવો, સેવકની જેમ સેવતા હતા. એકદા પ્રસ્તાવ અત્યંત વિશાળ કૂવાને વિષે રાત્રિ (૧૦૫ - For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સમયે પૂર્ણિમાના ચંદ્રમાને સંક્રાત થયેલો દેખી, શીયાલીયાઓ તેકુશોદર સિંહને વિનંતિ કરે છે કે હે નાથ ! હાલમાં આકાશનું ઉદર ફુટી ગયું છે તેથી કૂવાને વિષે પડેલો રાંકડો બીચારો ચંદ્રમાં ભયથી વારંવાર કંપે છે. તેવું સાંભળી કૃશોદર સિંહે કહ્યું કે મને દેખાડો,તેચંદ્ર કયા છે ! ક્યાકૂવાને વિષે તે પડેલો છે? જલ્દી તેને કૂવાથી હું બહાર કાઢે. એમ કહેવાથી આગળ શીયાલીયા ચાલ્યા. ને પાછળ સિંહ ચાલ્યો. એવી રીતે તેઓસર્વેકૂવાને કાંઠે આવ્યા ને તેઓએ ચંદ્રમાને દેખાડયો Hદેખી સિંહ વિચાર કરે છે કે અહો ! આ બધા મૂર્ખાઓ છે, કારણ કે પાણીને વિષે સંક્રાંત થયેલ ચંદ્રમાના બિબને આ સર્વે બુડતો ચંદ્રકહે છે ત્યારબાદ સિંહ તે બધાને કહે છે કે તમારા તમામમાંથી ફક્ત એક જ જણ મારું પુંછડું પકડી કુવામાં ઉતરી પાણી હિલોળી નાખવાથી ચંદ્રમાં બહાર નીકળશે.આવી રીતે સિંહે કહેવાથી તેમાંથી એક જણાએ તેમ કરવાથી તથાકૂવામાં ચંદ્રમાને નહિ દેખવાથીતેમજ આકાશમાં ચંદ્રમાને દેખવાથી કહેવા લાગ્યો કે અહો ! અમારા સ્વામિની બુદ્ધિથી કૂવામાંથી ચંદ્રમાનો ઉદ્ધાર કર્યો. ત્યારબાદ સિંહે પણ પોતાના બળથી પુંછડે લાગેલા તે શીયાળને કૂવાથી બહાર કાઢયો પછી સર્વે પોતપોતાને સ્થાનકે ગયા. વળી એકદા તેજ પ્રમાણે કૂવામાં ચંદ્રમાને દેખવાથી શીયાલિયો ચિંતવના કરે છે કે સ્વામીને વિજ્ઞપ્તિ કરવાનું શું કામ છે? અમો જ ચંદ્રમાને બહાર કાઢશું. એમ જાણી તેનામાંથી એકે પુંછડું લાંબુ કર્યું અને બીજાએ તેનું પુછડું પકડી જેવો કુવામાં પેસે છે, તેવામાં તેનો ભાર સહન નહિ કરી શકવાથી લાંબુ કરેલું પુંછડું છે જેનું તે તથા તેને પકડીને કુવામાં ઉતરનાર બંને કૂવામાં પડીને મરણ પામ્યા. એવી રીતે સુગુરૂ કુગુરૂ સિંહ શીયાળની પેઠે ભવરૂપીકૂવા થકી તારનારા અને ભવરૂપીકૂવામાં બૂડાડનારા છે. ૧૦૬ * For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ 1 ગુરૂ અપલાપી ગોપાળનીક્યા છે એકદા પ્રસ્તાવે કોઈકગોપાળ સરોવરના તીરે જઇને બેઠો તે વખતે એક બગલો તે સરોવરમાંથી એક માછલાને પકડી વારંવાર ઉછાળી ઉછાલી પોતાની ચાંચમાં પાછો તે માછલાને પકડવા લાગ્યો. તે દેખી પોતે પણ લાકડીને ઉછાળી ઉછાળી દાંતથીપકડવા શીખ્યો.આવી રીતે અનુક્રમે અભ્યાસ પડી જવાથી તે દાંત વડે કરી ભાલાને પણ પકડવા શીખ્યો. અને અનુક્રમે તે રાજાને મલ્યો રાજાએ પણ તેની કલા દેખીને સર્વે કળાવાળાઓ હતા તેને વિષે મુખ્ય શિરોમણિ કર્યા એકદા પ્રસ્તાવે કોઈ કલાવાળો વાદી તે રાજાની સભામાં આવ્યો તેણે ગોપાળની સાથે કળાનો વાદ કરવાથી તે હાર્યો. તેથી વૈદેશિક ગોપાળને પુછયું કે તારો કળા ગુરૂ કોણ છે? અને તું કોના પાસે કળા ભણ્યો છે? તે વખતે રાજા પાસે તે રાજમાન્ય ગોપાળે વિચાર કર્યો કે – “જો બગલાનું નામ લઈશ તો મારી લાજ જશે તેથી તેનું નામ ઓળવી, તે બોલ્યો કે મેં મારી મેળે જ આ કલા શીખેલી છે. તેથી વૈદેશિક વિચાર કર્યા કે ગુરૂ વિનાની શીખેલી કળા ચાલી શકે નહિ, વળી ગુરૂનો અપલાપ કરવાથી આ જરૂર હારી જશે. એવો વિચાર કરી કહ્યું કે ફરીથી તારીકળા બતાવ તેથી તે કળા બતાવવા જતાં ભાલ મુખમાં પડવાથી મરણ પામ્યો.તે માટે લગાર માત્ર પણ ગુરૂ મહારાજનો અપલાપ કરવો નહિ. છતાં પણ જે ગુરૂને ઓળવે છે, તેનું કલ્યાણ થતું નથી અને નિસ્ડવો ગણાય છે. CT ગુરૂ તથા મંત્રત્યાગે દુર્ગતિ ). गुरुत्यागे भवेद् दुःखी, मंत्रत्यागे दुर्गतिः । गुरुमंत्रपरित्यागी, सिद्धोपि नरकं व्रजेत् ॥१॥ ભાવાર્થ : ગુરૂનો ત્યાગ કરનાર દુઃખી થાય છે અને મંત્રાના ત્યાગ M૧૦૦) ૧૦૭ For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરનારને દરિદ્રપણું પ્રાપ્ત થાય છે ગુરૂ અને મંત્રી બન્નેના ત્યાગ કરવાથી સિદ્ધપુરુષ હોય તો પણ નરકને વિષે જાય છે. साधुपणु विनाश पामवानां कारणो फरुसवयणेण दिणतवं, अहिक्खिवंतो विहणइ मासतवं । वरिसतवं खवमाणो, हणई हणंतो विसामन्नं ॥१॥ ભાવાર્થ : કઠોર વચન બોલવા પડે સાધુ એક દિવસના કરેલ તપકર્મને હણે છે, અધિક્ષેપ કરવા પડે એક માસના તપકર્મને હણે છે, આક્ષેપ કરવા પડે એક વરસના તપ કર્મને હણે છે અને પરને હણવાથી પોતાના સાધુપણાને હણી નાખે છે. गुरु आज्ञा विराधक अनंत संसारी छठ्ठम दशम दुवालसेहि, मासद्वमासखमणेहि । अकरंतो गुरुवयणं, अणंत संसारीओभणिओ ॥१॥ ભાવાર્થ : છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દ્વાદશ, માસક્ષમણ, અર્ધમાસક્ષમણ, તપસ્યા કરનારા પણ જો ગુરૂ મહારાજના વચનનેમાનેનહિ તો અનંત સંસારીકહેલ છે. વિવેચન : નિરંતર ભક્ષ્ય ભોજન કરનાર હોય અથવા મહા તપસ્યા કરનાર હોય છતાં કર્મની નિર્જરા થવી અથવાસંસાર ઓછો કરવો તે ફક્ત જ્ઞાની મહારાજના વચન ઉપર શ્રદ્ધા અને જ્ઞાનીઓની આજ્ઞા અનુસાર ચાલવા ઉપર આધાર રાખે છે કારણ કે શાસ્ત્રો કહે છે કે માગો ધબ્બો આજ્ઞાને વિષે ધર્મકહેલો છે. ગુરૂ મહારાજની આજ્ઞા વિરાધવાથી જયારે આપણી દુર્દશા સંસાર પરિભ્રમણ થાય છે ત્યારે આપણે સમજવું જોઇએ અને આપણે આપણી દુમતિ નિવારી પરિમિત સંસારી થવા માટે જરૂર સદગુરૂની આરાધના કરવી જોઈએ. આપણામાં ઈર્ષ્યાનું જે ઝેરી બીજ રોપાયેલ છે તેનો માધ્યસ્થ ગુણ ધારણ કરી જો ૧૦૮ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તિલાંજલી આપીએ, તો પછી ગુરૂ આજ્ઞાના આરાધક થતાં આપણને વિલંબ થવાનો નથી, એમ સમજી ગુરૂ ભક્તિ કરી આત્મોન્નતિ કરવી તે સુજ્ઞ જીવોનાં લક્ષણો છે. સાધુનાં લક્ષણો સાધુ શબ્દોના અર્થો અનેક થાય છે.સાધુ એટલે શાહુકાર,સજ્જન, સારો, બાવો, અતીત, મહારાજ, જોષી સંન્યાસી, ભિક્ષુ, જૈન સાધુ વિગેરે થાય છે. આ ઉપરોક્ત શબ્દોનો અર્થ અઢારે વર્ણવાળા પોતપોતાની માન્યતા પ્રમાણે ગણી સાધુગુણ વિનાના હોયતેને પણ સાધુ માને છે. જેઓમાં શુદ્ધ સાધુપણું નથી ને જેઓ નામ ધારી છે તોઓમાંથી કેટલાયેકના લક્ષણો શાસ્ત્રકાર મહારાજાએ નીચે પ્રમાણે બતાવેલા છે કે તેઓ (૧) ઉંચે સાદે અધ્યયન કરે છે, (૨)રાજ કથા દેશ કથા,સ્ત્રી કથા, ભક્તકથાદિક કરે છે, (૩) સ્ત્રીયોનાસાથે આલાપસંલાપ વાર્તા આદિ કરે છે, (૪) સ્ત્રીયોના નાના નાના બાળ બચ્ચાંનેરમાડે છે, (૫) સંસારમાં મોટો માણસ અગર રાજા હોય તેને નમસ્કાર કરે છે, (૬) તેઓ દાન આપે છે, તેથીવધારી વધારી તેની ખોટી સ્તુતિ કરે છે, (૭) રાજાદિકના આદેશ આજ્ઞાને અંગીકાર કરે છે, (૮) વારંવાર દિશાદિક સ્ત્રીયાદિક, મનુષ્ય,પશુ,પક્ષી તથાદુનિયાના પદાર્થોનેજોયા કરે છે. (૯) પંડિતપણાનો લેશ કાંઇક હોય છે (૧૦) ઔષધ, નિમિત્તાદિક વગેરેને કથન કરનાર હોય છે, (૧૧) ગાડિ કાદિના પ્રયોગોને કરનાર હોય છે. (૧૨) અને મંત્ર જંત્ર, તંત્ર, કામણ, વશીકરણ વિગેરેનો ક્ષણે ક્ષણે ઉપયોગ કરનાર હોય છે. આ બાર ગુણો ભિક્ષુની અંદર કહેલ છે. આવા ગુણોવાળો ભિક્ષુક સાધુ નિશ્ચય પત્થરની નાવ સમાન થઇ સ્વપરને બુડાડવા વાળો હોય છે. ૧૦૯ For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આવા ગુરૂ તારવાવાળા ન હેવાય છે ये व्यापारपरायणाः प्रणयिनीप्रेमप्रवीणाश्च ये, ये धान्यादि परिग्रहाग्रहगृहं सर्वाभिलाषाश्च ये. ये मत्यावचनप्रपंचचतुरा येऽहर्निश भोजिन स्ते सेव्या न भवोदधौ कुगुरव : सच्छिद्रपोता इव ॥१॥ ભાવાર્થ : જે વ્યાપાર કરવામાં તત્પર હોય, જે સ્ત્રીઓના પ્રેમપાશમાં ફસાયેલા હોય, જે ધનધાન્યાદિ પરિગ્રહમાં વૃદ્ધિ કરી તેને વિષે દ્રઢ આગ્રહવાળા હોય, જે સર્વ વસ્તુપદાર્થની અભિલાષા કરવાવાલા હોય, જે અસત્ય વચનો બોલી પ્રપંચ કરવામાંચતુરાઇવાલા હોય જે નિરંતર ભોજન કરવાવાળા હોય તેવા ગુરૂઓ છિદ્રવાળા વહાણની પેઠે ભવ્ય જીવોને ભવસમુદ્રમાં સેવા કરવા લાયક નથી, કારણ કે વહાણમાં છિદ્ર-કાણાં હોય અને સમુદ્રને તરીને સામે પાર જવાની ઇચ્છાવાળા એવા માણસો વહાણમાં બેસશે તો છિદ્રદ્વારા પાણી ભરાવાથી તે વહાણ પોતે ડુબી જઈ અંદર બેસનારને ડુબાડે છે. તેમજ ભવસમુદ્રને તરવાની જેને ઇચ્છા હોય તેણે ઉપરના દુર્ગુણોને અંગીકાર કરેલા ગુરૂઓને સેવવા નહિ. છતાં સેવે છે તો તેવા કુગુરૂ અને પોતે ભવસમુદ્રમાં બુડવાને માટે શક્તિમાન થાય છે અર્થાત્ બુડે છે અને સંસારને વિષે પરિભ્રમણ કરે છે. પાંચ પ્રકારના કુશીલો पंचकुशीलादि सह आलापादि-वर्जनं पंच एसु महापावे, जो न विवज्ज गोयमा, संलावादी हि कुसीलादि, भमे हि सो सुमति जहा ॥१॥ इति महानिशीथ सूत्रे M૧૧૦) ૧૧૦ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ૨ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાવાર્થ : પાસત્થો ૧, ઓસન્નો ૨, કુસીલીયો ૩, સંસકત ૪, તથા યથાશ્ચંદી પ. આ પાંચને મહાપાપી કહેલા છે. તેને હે ગૌતમ ! જે ત્યાગ કરે નહિ તથા કુસીલાદિકના સાથે આલાપ-સંલાપાદિ કરે તે જેમ સુમતિ સંસારમાં પરિભ્રમણ કરનાર થયો. તેમ સંસારમાં પરિભ્રમણ કરનાર થાય છે. મહાનિશીથ સુત્રે કહેલ છે. __पासत्थादिक-परिचयत्याग आलावो संलावो, वीसंभो-संथवो पसंगो य। हीणायोरेहिं समं, सव्वजिणिदेहि पडिकुड्ढो इति उपदेशामालायम् ભાવાર્થ : પાસત્કાદિક હીન આચરણ વાળાઓની સાથે આલાપ, સંલાપ, વિઠંભ, સંસ્તવ, પ્રસંગ વિગેરે કરવાને માટે જિનેશ્વર મહારાજાએ નિષેધ કરેલ છે. એમ ઉપદેશમાલાને વિષે કહેલ છે. जीवे समाम्मग्गामाइन्ने, घोर वीरतवं चरे । अचयंतो इमे पंच, सव्वं कुज्झा निरत्थयं ॥१॥ इति महानिशीथसूत्रे ભાવાર્થ : સમ્યફ પ્રકારે સમ્યક્ત્વ ભાવવડે કરીને વ્યાપ્ત થયેલ જીવ વીરવૃત્તિ ધારણ કરનાર હોય, પરંતુ આઉપરોક્ત પંચ કુશીલાદિકના પરિચયને ત્યાગ નહિ કરવાથી તપસ્યાદિક તમામ કર્મને નિરર્થક કરે છે એમ મહાનિશીથ સૂત્રમાં કહેલ છે. कुसीलासन्नापासत्थे, सच्छंदे सबले तहा । दिठ्ठिए वि इमे पंच, गोयमा न निरक्खए इति महानिशीथसूत्रे ભાવાર્થ : કુસીલ ૧, આસનો ૨, પાસત્થો ૩, સ્વછંદી ૪, અને જૈનશાસન મુનિ સુવિહિત આચાર્યાદિકનો નિંદક ધર્મધ્વંસી, સ્વોત્કર્ષ ૧૧૧ For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ॥१॥ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ યથાતથાભાષી પ્રવચનનો ઉડાહ કરનાર સ્વ સબલ પક્ષી-આ પાંચને તે ગૌતમ દૃષ્ટિવડે કરીને પણ જોવા નહિ. આવી રીતે મહાનિશિથ સૂત્રને વિષે કહેલ છે. 00 पासत्थना सक्षो उपदेश रत्नाकरे पमाओ अ जिणिंदेहिं, भणिओ अठ्ठभेअओ । अन्नाणं संसओ चेव, मिच्छानाणं तहेव य रागो दोसो मइभंसो, धम्ममि अ अणायरो । जोगाणं दुप्पणीहाणं, अठ्ठहा वज्जिअव्वओ ॥२॥ भावार्थ : शान १, संशय. २, मिथ्याशान 3, २॥२॥ ४, द्वेष ५, મતિભ્રંશ ૬, ધરમને વિષે અનાદર ૭, અને યોગોનું દુપ્રણિધાનપણું ૮. આ આઠ પ્રકારનો પ્રમાદ જિનેશ્વર મહારાજાએ કહેલો છે, તે આઠે પ્રકારના પ્રમાદનો ઉત્તમ માણસોએ પ્રયત્નથી ત્યાગ કરવો. धर्मनु स्व३५० बीजं जीवदया यस्य, सद्वतं कंदमुच्यते, लज्जास्तंभो द्रढं ज्ञेयः सद्बुद्विस्त्वक्प्रकीर्तिता ॥१॥ दानशीलतपोभावा, मुख्यशाखाचतुष्टयम्, विचाराचारविनया : प्रतिशाखाशतं मतम् जीवाजीवादि तत्त्वानि, जिनपूजादिकं पुनः, भावनाद्वादशैवंच, पत्राणि विविधान्यपि ॥३॥ विवेकादिगुणौघो यस्य, नवीनः किसलोच्चयः, सज्जन्मस्वर्ग सौख्यानि, यस्या पुष्पाणि भूतले ॥४॥ ॥२ ॥ ૧૧૨ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ II,II TITI વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ अक्षयं सुखामाप्नोति, नरो मोक्षस्य यत्सदा, फलं पुन्यतरोरेतत्, कथितं श्रीजिनागमे મિત્રપુત્રત્રાળ, બાંધવી: સ્વઝના: ઘનમ્, धान्यंचेति गृहस्थानां छाया यस्य शुशीलता T૬ ! મન:શુદ્ધિ:પૂરત, વૃદ્ધિ છિતિ : સવા, दीनानाथविहंगानाथाधारः सर्वदा पि यः TIT यत्फलास्वादनां रम्यं, जीवाः कुर्वन्त्यनेकशः, सप्त क्षेत्रमयीशुद्धा, भूमिर्दोषविवर्जिता, भो भव्यां श्रृयतां सम्यक्, मानसे दंभवजिते, धर्मं कल्पद्रुमः सोऽयम्, सेवनीयः सदादरात् I ! + રૂતિ થર્મતત્પરે ભાવાર્થ : જેમ સારી ભૂમિને વિષે રહેલ ઉત્તમ વૃક્ષનું સારૂં બીજ હોય છે તેમ કંદ હોય છે. તથા સ્કંધ (થડ) હોય છે તથા છાલ હોય છે. તથા મુખ્ય ચાર શાખા હોય છે તથા સેંકડો પ્રતિ શાખા હોય છે તથા વિવિધ પ્રકારના પત્રો હોય છે. તથા નવીન કુંપલિયાનો સમૂહ હોય છે. તથા પુષ્પો હોય છે તથા ફળો હોય છે તથા તે ભૂમિ પ્રત્યે ધાન્ય હોય છે તથા વૃક્ષની શીતલ છાયા હોય છે. તથા ઉત્તમ પાણિના સમૂહ થકી જે વૃક્ષવૃદ્ધિ પામેલ હોય છે. તેમજ દીન અનાથ પક્ષિઓને સદા આધારભૂત હોય છે તથા જેનાં મનોહર ફળોને અનેક પ્રકારના જીવો ભક્ષણ કરનાર હોય છે. અને તે વૃક્ષની ભૂમિ પવિત્ર હોય છે અને તે વૃક્ષના ફળ ફુલ છાયા વિગેરેને આશ્રય કરી જેમ અનેક જીવો સુખી થાય છે. તેમજ હે ભવ્ય જીવો તમો પણ આ ધર્મરૂપી કલ્પવૃક્ષ જે છે તેનો આશ્રય કરી તેનું સેવન કરો. કે જેથી કરીને તમારો ભવનો ફેરો શાન્ત થાય હવે ધર્મરૂપી કલ્પદ્રુમનું સ્વરૂપ સાંભલો. ૧૧૩ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જે ધર્મરૂપી કલ્પવૃક્ષનું જીવદયારૂપી બીજ છે.તથા સારા વ્રતરૂપી જેનો કંદ છે તથા લજજારૂપી દઢ સ્કંધ) થડ વડા તથા શ્રેષ્ઠ બુદ્ધિરૂપી જેની છાલ કહેલી છે. તથા દાન શીલ તપ ભાવ રૂપી જેની મુખ્ય ચાર શાખા રહેલી છે. તથા વિચાર આચાર વિનયાદિક સેંકડો પ્રતિ શાખાઓ રહેલી છે. ૨. જીવ અજવાદિ નવતત્વો જિનેશ્વર મહારાજની પૂજાદિક તથા બાર ભાવનાદિક વિવિધ પ્રકારનાં જે પત્રો રહેલા છે. ૩. તથા વિવેકાદિક ગુણના સમૂહ રૂપી જેના નવીન કુંપાલિયાનો સમુહ રહેલો છે, તથા ભૂતલને વિષે ધનધાન્ય, સુખની સમૃદ્ધિભૂત એવા સારાકુળને વિષે મનુષ્ય જન્મ તથા સ્વર્ગના સુખરૂપી જેનાં ઉત્તમોત્તમ પુષ્પો રહેલાં છે. તથા એ પુન્યરૂપી કલ્પવૃક્ષનું અક્ષય મોક્ષ રૂપી ફળ સદાજિનેશ્વર મહારાજના આગમને વિષે કહેલ છે. ૫. તથા ગૃહસ્થોનો મિત્ર, પુત્ર, કલત્ર, બાંધવ, સ્વજન, ધન, ધાન્ય વિગેરે જેની સારી શીતલતા રૂપી છાયા કહેલી છે. ૬. તથા જે ધર્મરૂપી કલ્પવૃક્ષ ચિત્તની શુદ્ધિરૂપી પાણીના સમૂહથી નિરંતર વૃદ્ધિ પામ્યા જ કરે છે. તથા જે ધર્મરૂપી કલ્પવૃક્ષ દીન અનાથ જીવોને નિરંતર આધાર ભૂત રહેલો છે, તથા જેની સાત ક્ષેત્રમાં પવિત્ર ભૂમિનો આધાર કરનારા અનેક જીવો એ ધર્મરૂપી કવૃક્ષના મનોહર ફળના આસ્વાદને કરે છે. ૮. તે કારણ માટે હે ભવ્ય લોકો ! તમે સમ્યક્ પ્રકારે સાંભલો અને દંભવર્જિત તમારા હૃદયને વિષે આ ધર્મરૂપી કલ્પવૃક્ષને ધારણ કરીને નિરંતર અતિ આદરથી તમો તેનું સેવન કરો કે તેમ કરવાથી તમો ચારગતિના છેદને કરી શીવ્રતાથી પંચમી ગતિ-મોક્ષના ભોક્તા થાઓ. ससारंमि अणंते, जीवा पावंति ताव दुक्खाइं । जाव न करंति धम्मं, जिणवर भणियं पयत्तेणं ॥१॥ ભાવાર્થ : આ જીવ જયાં સુધી જિનેશ્વર મહારાજે કથન કરેલ ૧૧૪ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ધર્મનું આરાધન કરતો નથી ત્યાં સુધી સંસારને વિષે પરિભ્રમણ કરતો અનંત દુઃખોને પામે છે. CT ધર્મશાકુનિક્કી ક્યા છે ઘનોર ગામની વિષે સુમતિ નામનો રાજા હતો તેને અત્યંત પ્રસાદ કરી માનવા લાયક ધર્મ નામનો અત્યંત વૃદ્ધ તેમજ નાના પ્રકારના શકુન શાસ્ત્રને જાણવાવાળો શાકુનીક હતો. એકદા પ્રસ્તાવ સુબુદ્ધિ મંત્રીએ રાજાને કહ્યું કે, હે દેવ ? આ શાકુનિક તમોએ આપેલ ઘણા ધન ગામાદિકને નિરંતર ખાય છે, તે કારણ માટે શકુન વિષયે આનું કળા કૌશલ્ય પણ જોવું જોઇએ જો આનું શાકુન વિજ્ઞાન આપણા મનમાં ચમત્કાર કરવા વાળુ લાગે , તો આને દાન આપવું સારું, અન્યથા આને દાન આપવા વડે કરીને ફોગટ શું ? આવી રીતે સાંભળીને એકદા રાજાએ મુઠીવાળીને તે ધર્મ નામના શાકુનિકને કહ્યું કે હે શાકુનિક શિરોમણી ! આ મારી મૂઠીમાં શું છે? તેથી તેણે રાજાને કહ્યું કે શકુન જોઈને કહીશ. એમ કહી પોતાની મુઠીવાળી રાજાને નમસ્કાર કરી સભાથી ઉઠીને બહાર ગયો, ત્યાં જઈ નિર્ણિતરાજમુષ્ટિસ્થિતિસ્વરૂપ જલ્દી સભામાં આવીને રાજાને કહેવા લાગ્યો કે હે રાજન્ ! હે દેવ ! તમારી મુઠીમાં મોતીયો છે, આવી રીતે કહેવાથી રાજાએ ફરીથી કહ્યું કે તે બધાં વિંધેલાં છે એ અવિંધેલા છે? તેથી પાછો બહાર જઈ આવીને રાજાને કહ્યું કે અવિંધેલા છે. તેવું સાંભળી ચમત્કાર પામેલા રાજાએ તેને કહ્યું કે આ સર્વ શાથી જાણ્યું. એટલે તેણે કહ્યું કે હે સ્વામિન્ ! સભાથી બહાર હું જયારે ગયો ત્યારે, પ્રથમ જ ઘરના ઉપરના ભાગમાં સ્ત્રીને સ્નાન કરેલી ઉઠતી મેં જોઈ. તે વખતે તે સ્ત્રીના કેશ થકી નીચે પડતા પાણિના બિંદુના શ્વેતકણિયા દેખી, મે જાણ્યું કે રાજાના હાથમાં મોતીયો છે, વળી તે મૃગલાના સમાન નેત્રવાળી સ્ત્રી પરણેલી નથી. પણ કુંવારી ૧૧૫ ભાગ-૧ ફર્મા-૯ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે તેથી મેં જાણ્યું કે તે મોતીઓ વિંધેલા નથી, અખંડ છે, તે સાંભળી અહો આ વૃદ્ધનું કૌશલ્યપણું મહાન ઉત્તમ છે, ઇતિ વારંવાર તેની પ્રશંસા કરી, તેને બહુમાન આપ્યું. કિંબહુના તે દિવસથી તેને રાજાએ બહુ પ્રકારે –ધન સુવર્ણાદિક બહુ જ આપી તેનો સત્કાર કર્યો. જૈનધર્મ અસ્તિત્વ મર્યાદા वासाण वीससहस्सा, नवसय तिमास पंचदिणपहरा । इक्का घडिया दो पल अखर अडयाल जिणधम्मो ॥१॥ ભાવાર્થ : વીસહજાર વર્ષનવસો વર્ષ, ત્રણમાસ પાંચ દિવસ, પાંચ પ્રહર, એકઘડી, બેપલ, અડતાલીશ અક્ષરના ઉચ્ચાર કાળપ્રમાણ જૈનધર્મ રહેશે એટલે વીર પરમાત્માથી એ ઉપરોક્ત કાલ સુધી પાંચમાં આરામાં જૈનધર્મની પ્રવૃત્તિ રહેશે, પછી જૈનધર્મ વિચ્છેદ થશે. ( મુર્ખનું દષ્ટાંત ) એક માણસ ઘરમાં કાંઈપણ કામધંધો નહિ કરતાં નિરંતર બેઠા બેઠા ખાધા કરતો હતો. તેને દેખી ઘરના માણસો બહુ જ દિલગિરિ થયા પણ કોઈ તેને મોઢામોઢ કહેતું ન હતું. એક દિવસ અણછુટકે લાચારીથી ઘરના એક માણસે તેને કહ્યું કે “ભલા માણસ ! તું ઘરમાં બેઠો બેઠો ખાય છે તો તે કયાં સુધી નભાવવું? વેપાર-ધંધા વિના બેઠા બેઠા ખાવું પાલવે કેમ? તે વખતે તે ચુપ રહ્યો બીજે દિવસે તે માણસે ભીંત ખોદી અંદર થાળીરહે તેટલી જગ્યાકરી અને ભોજન તૈયાર થઈને આવ્યું ત્યારે થાળી ભીંતમાં મૂકી ઉભો ઉભો ભોજન કરવા લાગ્યો તે દેખી ઘરના માણસોએ પૂછયું કે “અલ્યા વળી આ શું તોફાન ?” ત્યારે તેણે કહ્યું કે “તમે કાલે મને બેઠા બેઠા ખાવાની ના પાડી હતી તેથી આજે ઉભો ઉભો ખાઉં છું. M૧૧૬ - For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ હવે રોજ આવી રીતે કરીશ.’ આ પાખંડ દેખી બિચારા ઘરના માણસોએ બોલવું બંધ કર્યું. ધર્મપક્ષને અનુસરવામાં લલિતાંગ કુમારક્થા શ્રીપુર નગરને વિષે જિતશત્રુ નામનો રાજા હતો. તેને લલિતાંગ નામનો પુત્ર હતો. તે સુશીલ પવિત્ર સદ્ગુણી અને અત્યંત ધર્મિષ્ટ હતો, પરંતુ એક સજ્જન નામના નાપિત જોડે તેને પરમ મિત્રાઇ હતી. વળી તે નાપિત અત્યંત દુષ્ટ હતો. એકદા પ્રસ્તાવે રાજાએ તેને કહ્યું કે ઉત્તમના સાથે સંગતિ કરવી, કહ્યું છે કે जो जारिसेण संगं, करेइ अचिरेण तारिस होइ । कुसुमेहिं सह वसंता, तिलावि तग्गंधिया जाया 118 11 ભાવાર્થ : જે જેવાને જોડે સંગતિ કરે છે, તે થોડા જ ટાઇમમાં તેના જેવો થાય છે,કારણ કે કુસુમની સાથે વસનારા તલો પણ, તેના સમાન સુગંધવાળા થયા. કહ્યું છે કે સાયર સંગ ગંગ જલ, ખારૂં હોય અપેય, દુર્જનની સંગતિ થકી,તિમ જન દુઃખ પામેય તે કારણ માટે જાતિ હીન એવા નાપિતની સાથે સંગતિ ન કરી. આવી રીતેરાજાએ ઘણા પ્રકારે નિવાર્યો છતાં પણ તેની મિત્રાઇ નહિ છોડાયી, રોષ પામેલ રાજાએ તેને પોતાની ઘરથી બહાર કાઢયો. ત્યારબાદ લલિતાંગ અને સજ્જન બન્ને વિદેશ ચાલ્યા. રસ્તામાં દુષ્ટ નાપિતે કહ્યું કે - હે લલિતાંગ ! ધર્મ અધર્મ આ બંનેમાં જય કોનો થાય ? તેથી કુમારે કહ્યું કે ધર્મનો જય થાય નાપિત કહે છે કે પાપથી જ જય થાય. આવી રીતે વિવાદ કરતાં પોતાના ધનની બન્ને જણાએ હોડ કરી, અને આગળ આવેલા કેટલાયેક 1 ૧૧૭ For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગામડીયાને તેમણે તે વિષય બાબત) પુછવાથી પાપથી જ જય છે આવું કહેવાથી નાપિતે તમામ લઈ લીધું, ને લલિતાંગ કુમારને કાઢયો. પછી ફેર નાપિતે કહ્યું કે હે લલિતાંગ કુમાર હજી પણ તું અધર્મથી જય માને તો તને તારી તમામ વસ્તુ પાછી આપું. લલિતાંગે કહ્યું કે - અધર્મમાં જય માનનાર મૂઢ અને અજ્ઞાનીજ માણસો હોય છે. નાપિતે કહ્યું કે ચાલ બીજા ગામમાં જઈને પૂછીએ. જો બીજા ગામમાં પણ અધર્મથી જય કહેશે તો તારી ચક્ષુ બને હું કાઢી લઇશ. અને ધર્મથી જય કહેશે તો તારૂં બધું અને મારું સર્વસ્વ તને આપી દઇશ લલિતાંગ કુમારે પણ ધર્મના દઢ આગ્રહથી કહ્યું કે તેમ હો. ત્યારબાદ બીજા ગામે જઈ નાપિતે લોકોને પુછ્યું કે “બોલો ભાઈઓ ! ધર્મથી જય છે કે અધર્મથી !” અજ્ઞાની ગમાર ગામડીયા બોલ્યા કે અરે ભાઈ ધર્મનું નામ મૂકો. આજે તો દુનિયામાં અધર્મથી જ જય થાય છે. સજ્જન નાપિતે લલિતાંગકુમારને કહ્યું કે લાવ તારા બન્ને નેત્રો કાઢી દે. સત્યધર્મના પક્ષપાતી લલિતાંગકુમારે પણ પોતાના સત્ય વચન પ્રમાણે બન્ને નેત્રો કાઢી આપ્યાં. પછી નાપિતે તિરસ્કાર કરીને કહ્યું કે “હે ધર્મથી જય માનનારા મૂઢ ? તારા ધર્મનું ફળ હવે તું ભોગવજે. એમ કહી લલિતાંગ કુમારને ત્યાંથી કાઢયો અને સર્જન નાપિત લલિતાંગકુમારનું સર્વસ્વ લઈ બીજે ક્યાંક ચાલી ગયો. ત્યારબાદ લલિતાંગકુમાર રાત્રિને વિષે કોઈક વૃક્ષની નીચે રહ્યો. તે વૃક્ષના ઉપર રહેલા ભારંડ પક્ષીઓની વાત સાંભળે છે. લઘુ પક્ષી કહે છે કે સિંહલદ્વીપમાં રાજાની પુત્રી મદનરેખા નામની જાલંધા છે. તે કાલે અગ્નિમાં પ્રવેશ કરશે. તેના મોહથી રાજાદિક પણ અગ્નિમાં પ્રવેશ કરશે. તેના મોહથી રાજાદિક પણ અગ્નિ માં પ્રવેશ કરશે. વૃદ્ધ પક્ષી કહે છે કે-જાત્યંઘા પણું દૂર કરવા માટે ઉપાય છે, પણ રાત્રિ છે માટે બોલવા લાયક નથી, ત્યારે નાના પક્ષિયે બહુ જ આગ્રહ M૧૧૮) For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરવાથી, વૃદ્ધે કહ્યું કે આપણે જે વૃક્ષ ઉપર રહીએ છીએ તે જ વૃક્ષ સર્વ પ્રકારના વ્યાધિને હરવાવાળું છે. આવું વચન મેં એકદા સાધુના મુખેથી સાંભળ્યું હતું. તે સાંભળી લલિતાંગ કુમાર તે વૃક્ષના પાંદડાને લઈ તે ભારંડ પક્ષી પગે વળગી સિંહલદ્વીપે ગયો, અને રાજાએ વગડાવેલા પડહને સ્પર્શ કરી, તે કન્યાને રોગરહિત તેમજ જાત્યંધપણાથી રહિત કરી. રાજાએ પણ તે કન્યા તેને પરણાવી અને અર્ધરાજય આપ્યું. અનુક્રમે સજ્જન નાપિત પણ ત્યાં આવ્યો અને રાજાને મલ્યો લલિતાગે પણ સ્નેહથી તેને બોલ્યા, અને પોતાના મહેલને વિષે રાખ્યો. એકદા તે દુખ નાપિતે રાજાને કહ્યું કે હે રાજન્ આ લલિતાંગ અમારા નગરમાં વસવાવાળો ચંડાળ છે. તે સાંભળી ક્રોધ, પામેલા રાજાએ તેનો ઘાત કરવા માટે, માર્ગને વિષે, ઘાતક પુરૂષને મૂકી ભરરાત્રિને વિષે રાજાએ તેને પોતાની પાસે બોલાવ્યો પરંતુ બુદ્ધિશાળી મદનરેખાએ મારું માથું બહુ દુઃખે છે આવા મિષથી જવા દીધો નહિ અને લલિતાંગને વેષ પહેરાવી રાજા પાસે સજ્જન નાપિતને મોકલ્યો તેથી રાજાના સાંકેતિક પુરૂષોએ મારવાથી મરીને નરકે ગયો, કારણ કે પરના દ્રોહી માણસો પોતે જ અંગ નામના પુરોહિતની પેઠે દુઃખી થાય છે. Cધર્મથી જય ઉપર સુરૂપા શેઠાણીની ક્યાં છે સમીયાણ દુર્ગ પરિસરે મહેવાસ નગરે સુરત્રાણ શેઠની ધનશ્રી નામની સ્ત્રી હતી અને સુરૂપા નામની તેની બહેનપણી હતી. અન્યદા સુકૃત સ્વરૂપવાળી સુરૂપા ધનશ્રી ને ઘેર મળવા આવી ત્યારે ભીંતના ખીલા ઉપર મૂકેલો સવાલક્ષ મૂલ્યનો બત્રીશ રત્નોથી બનાવેલો હાર, મોટા ઉંદરડાએ તોડવાથી નીચે રહેલા તેલના ભાજનમાં પડયો અને વિકલ્પ શક્તિ સુરૂપ પણ પોતાને ઘેર ગઈ. ધનશ્રીએ પોતાનો હાર નહિ જોવાથી નિશ્ચય કર્યો કે તે હાર સુરૂપ જ લઈ ગઈ, કારણ કે સુરૂપા M૧૧૯ ~ ૧૧૯ For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અને મારા વિના બીજું કોઈ ઘરમાં નહોતું મોટા દ્રવ્યનો નાશ થવાથી હિમ વડે બળેલી કમલીની પેઠે તે અત્યંત શ્યામ મુખવાળી થઈ હવે ભોજન કરવા આવેલ પોતાના સ્વામીને ધનશ્રીએ હારનું વૃત્તાંત કહ્યું તેણે સુરૂપાના પતિને કહ્યું અને સુરૂપાએ પણ પોતાના પતિના મુખથી વાર્તા જાણી અતિ ખેદ ધારણ કર્યો સુરૂપાના પતિએ પણ પોતાની સ્ત્રીને નિર્દોષ જાણી એકાંતરમાં સુરત્રાણ શેઠને કહ્યું કે – મારી સ્ત્રીએ તારો હાર લીધેલ નથી, છતાં પણ તારા ચિત્તમાં એવું જ સત્ય ભાસે તો તેના સમાન મૂલ્યવાળો મારો હાર તું લે એમ કહી પોતાની સ્ત્રીનો હાર તેને આપ્યો તેણે પણ તે હાર ગ્રહણ કર્યો એવી રીતે તમામ વાત ગ્રુપ્ત રહી. એકદા તે ઘડામાંથી તેલ વેચવા માટે તેલ કાઢવાથી અને તેમાંથી હાર નીકળવાથી સુરત્રાણ શેઠ અત્યંત ખેદ કરવા લાગ્યો કે અહો ! પાપી દુર્ગતિ એવા મેં સતી સાધ્વીને ખોટું કર્મ કર્યું. પુણ્યવતી સુરૂપા પણ હારની પ્રાપ્તિથી, પોતાને માથેથી દૂષણ દોષ ઉતરવાથી ચિંતામણી રત્ન પેઠે બહુ ગુણયુક્તામાની, હર્ષને પામી, સ્વામીની સાથે દિક્ષા ને અંગીકાર કરી દુષ્કર તપને તપી સ્વર્ગે ગઈ. (ધર્મને વિષે નિશક્તિ મુગ્ધભટ્ટનું દષ્ટાંતો O કોસંબી નગરીના સમીપ ભાગને વિષે રહેલ શાલિગ્રામમાં દામોદર સોમાનો પુત્ર “મુગ્ધભટ્ટ' નામનો બ્રાહ્મણ હતો તેને યથાર્થ નામવાળી સુલક્ષણા નામની સ્ત્રી હતી તે બન્નેનો કેટલોક કાળ સુખમાંગયો, અન્યદા પિતાની લક્ષ્મીક્ષીણ થઇ કારણ કે લક્ષ્મી કદાપિકાળે સ્થિર રહી નથી તેને નાના પ્રકારનું દારિદ્ર પ્રાપ્ત થયું કહ્યું છે निर्द्रव्यो हियमेति हीपरिगतः प्रभवति तेजसा । निस्तेजा: परिभूयते परिभवान्निर्वेदमागच्छति । ~~ -૧૨૦ ~~~ ૧૨૦ ~ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ निर्विण्णः शुचमेति शोकसहितो बुध्धेः परिभ्रश्यते : निर्बुद्धि : क्षयमेत्यहो निधनता सर्वापदामास्पदम् ॥१॥ ભાવાર્થ : દ્રવ્યરહિત લજ્જાને પામે છે. લજ્જા જવાથી તેજથી ભ્રષ્ટ થાય છે. નિસ્તેજપણાથી પરાભવને પામે છે. પરાભવથી નિર્વેદને પામે છે. નિર્વેદથી શોકને પોષે છે. શોકને અંગે બુદ્ધિથી ભ્રષ્ટ થાય છે. નિર્બુદ્ધિ મરણને પામે છે. અહો નિર્ધનતા આપદાનું સ્થાન કહેલું છે. ત્યારબાદ લજજાથી પોતાની સ્ત્રીને પુછયા સિવાય અર્ધરાત્રિએ ગુપ્તપણે નગરથી નીકળીને લક્ષ્મીની લાલચમાં બાર વર્ષ પરદેશ ભમી ભમીને ખાલી પોતાને ઘેર આવ્યો ત્યાં સમ્યપ્રકારે પોતાનો વિનય કરનારી સ્વસ્ત્રીને પુછ્યું કે હે સ્ત્રી એકલી તે બાર વર્ષ વ્યતીત કેમ કર્યા ? તેણીયે કહ્યું કે હેપ્રાણપ્રિય પ્રકૃતિ વત્સલ જૈન ધર્મ રક્ત વિમલા નામના સાધ્વીના ઉપદેશ તત્વ રસમાં મગ્ન થયેલી મેં બાર દિવસના પેઠે બાર વર્ષવ્યતીત કર્યાં છે. તે સાંભળી વિસ્મય પામી હસતો હસતો તે બોલ્યો કે તે તત્ત્વ તું મને કહે જેથી હું પણ સુખી થાઉં ત્યારબાદ તેણીએ જીવ અજીવાદિ નવ તત્વના સ્વરૂપને સમજાવવાથી તે પણ શ્રાવક થયો. હવે અન્ય દર્શનીઓએ તે બંન્નેને અત્યંત આક્રોશ કર્યા છતાં પણ બન્ને દઢ ધર્મી પરમાર્હત થયાં અન્યદા સખત ઠંડીના વખતે માહ માસમાં પોતાના પુત્રને લઇને મુગ્ધ ભટ્ટ બ્રાહ્મણોએ વીંટેલી ધર્મને માટે અગ્નિની ઇંટ પૂજવાને માટે ઘણા બ્રાહ્મણો ભેગા થયેલા છે ત્યાં આવ્યો. તેવામાં દ્વેષી બ્રાહ્મણો બોલ્યા કે ઃ પાપિષ્ટ જલ્દીથી દુર જા. દુર જા એમ કહી અતિ તિરસ્કાર કરવાથી બ્રાહ્મણો પ્રત્યે કહેવા લાગ્યો કે, જૈન ધર્મ જ સત્ય છે પણ બીજો ધર્મ નહિ જો તે અસત્ય હોય તો આ મારો પુત્ર બળી જો એમ કહી સાહિસક એવા તેણે પુત્રને અગ્નિની ઇંટમાં નાંખ્યો. બ્રાહ્મણોએ હાહારવ કર્યો છતાં પણ નજીકમાં રહેલ શાસનદેવીએ અગ્નિ ૧૨૧ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શીતળ કરી પ્રગટ થઈ જૈન ધર્મની પ્રશંસા કરી. તે શાસનદેવીએ પૂર્વ ભવે વ્રત વિરોધી વ્યંતરી થઈ હતી તે પરભવે બોધિ બીજને પ્રાપ્ત કરવા કેવલજ્ઞાની મહારાજની વાણીથી જૈન મતની પ્રભાવના કરતી ત્યાં આવી ચડવાથી તેણે રક્ષા કરી તે મહિમાથી વિસ્મય પામેલા બ્રાહ્મણોએ તે ભટ્ટની તથા જૈનધર્મની બહુ પ્રશંસા કરી ત્યારબાદ હર્ષ પામી મુગ્ધભટ્ટ પોતાને ઘેર ગયો તેણે તે વાત સ્ત્રીને કરવાથી તેણીએ ઠપકો આપ્યોકે આવું કામ શું કર્યું ? કદાચ દેવતાએ સહાય ન કરી હોત તો પુત્ર બળી જાત તેથી જૈન ધર્મની તથા તમારી પણ નિંદા થાત માટે કદિ આવું કાર્ય કરવું નહિ અનુક્રમે બંને જણાં ભગવાન શ્રી અજિતનાથ મહારાજ પાસે દીક્ષા લઈ સિદ્ધિમાં ગયાં. બ્રાહ્મણાદિકો પણ બોધ પામ્યા માટે ધર્મને વિષે ઉપરોક્ત પ્રમાણે શંકારહિત થવું. (સંક્ટ વિષે પણ વ્રત નહિ ત્યાગ કરનાર મહાનંદ કુમાર ક્યા અવન્તી નગરીને વિષે કોટી દ્રવ્યનો સ્વામી ધનદત્ત નામનો જૈન શ્રેષ્ઠી વસતો હતો. તેને પદ્માવતી નામની સ્ત્રી હતી. તેને સેંકડો મનોરથ વડે જયકુમાર નામનો પુત્ર થયો.તેના જન્મ, નામ પાડવું, બોલવું, ચાલવું વિગેરે પ્રકારના કાર્યને વિષે તેના પિતાએ મોટા મહિમા કર્યો, કહ્યું છે કે : रागपदे प्रेमपदे, लोभपदेऽहंकृतेः पदे स्वपदे । प्रति पदे कीर्तिपदे, न हि कैव्यव्ययः क्रियते ॥१॥ ભાવાર્થ : રાગને ઠેકાણે, પ્રેમને ઠેકાણે, લોભને ઠેકાણે , અહંકારને ઠેકાણે, પોતાના કાર્ય વખતે, પ્રીતિને ઠેકાણે, કીર્તને માટે આ દુનિયામાં કયા જીવો દ્રવ્યોનો વ્યય નથી કરતા ? અર્થાત્ સર્વે કરે છે. M૧૨૨ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે કુમાર જ્યારે યૌવન અવસ્થા પામ્યો ત્યારે પિતાના દ્રવ્યને ઉડાડવા માંડયો અને વ્યસનો સેવવા લાગ્યો. કહ્યું છે કે – પૈસારૂપી ઘીના હોમવાથી વ્યસનરૂપી અગ્નિ અધિક વૃદ્ધિ પામે છે. અને દારિદ્રરૂપી પાણીના યોગથી તત્કાલ શાંત થઈ જાય છે. તે જયકુમાર એક દિવસ કોઈક ધનાઢયને ઘરે ચોરી કરવા ગયો. ત્યાં તેને સર્પ કરડવાથી મરણ પામ્યો તેના પિતાને રાજા પ્રાતઃકાળેકેદમાં નાખ્યો મહાજન વર્ગે શેઠના પુત્રનું સ્વરૂપ કહી તેને છોડાવ્યો. ત્યારબાદ તેની સ્ત્રીને બીજો પુત્ર ના થયો. તેથી તેની સ્ત્રીએ પુત્રને માટે બીજી કન્યાનું પાણિગ્રહણ કરવા શેઠને આગ્રહ ઘણો કર્યો પણદુષ્ટ પુત્રના ભયથી શેઠ તેનું વચન સાંભળ તો જ નથી કહ્યું છે કે : दुर्जनदुषितमनसां, पुंसा सुजनेऽपि नास्ति विश्वासः। बालः पयसा दग्धो, दध्यपि फूत्कृत्य खलु पिबति ॥१॥ | ભાવાર્થ : દુર્જનના વચનો વડે દોષિત થયેલા મનવાળા પુરૂષોને સજજન વર્ગને વિષે પણ વિશ્વાસ બેસતો નથી, કારણ કે ઉષ્ણ દુધથી બળેલો બાળક દહીં ને પણ ફુકીને પીવે છે. સ્ત્રીએ કહ્યું કે - હે સ્વામિન્ ! સર્વે પુત્રો કાંઈ ખરાબ હોતા નથી. કેટલાએક સારી બુદ્ધિના પણ હોય છે, કારણ કે આગમને વિષે ચાર પ્રકારના પુત્રો કહ્યા છે. ૧ અભિજાત ૨ અનુજાત ૩ અપજાત ૪ અને કુલાંગાર આ ચાર પ્રકારના પુત્રો છે. ૧ અભિજાત : - ઋષભદેવ સ્વામીના પેઠે નાભિ રાજાથી ઋષભદેવ ચડતા થયા. ૨ અનુજાત : પિતાના સંદેશ સૂર્યયશા રાજાના પેઠે ૩ અપજાત હીનપીતાથી ઉત્પન્ન થયેલ ચક્રવર્તીના પુત્રની પેઠે ૪ કુલાંગાર : કોણીકના પેઠે એવી રીતના પુત્રો હોય છે. અને ગુરુના શિષ્યો પણ એવી રીતના હોય છે. સર્વે વૃક્ષો કાંઈ કાંટાવાળાં હોતાં નથી.આવી યુક્તિ વડે કરી હઠ કદાગ્રહનો ત્યાગ ૧૨૩ ૧૨3 For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરાવી કુમુદ વતી નામની કોઈ શેઠિયાની કન્યાનું પાણિ ગ્રહણ કરાવ્યું અનુક્રમે તે સ્ત્રી સગર્ભા થઈ. “તૈણીનું લાલ કચોળું કોઈએ લઈ લીધું” આવું સ્વપ્ર દેખ્યું અને પોતાના સ્વામીને તે વાત કહી. તેના સ્વામીએ કહ્યું કે તે મારો પુત્ર બીજાને ઘરે જશે. અનુક્રમે પુત્ર થયો કે તુરત તેનો શેઠે જીર્ણ ઉદ્યાનમાં ત્યાગ કર્યો પ્રથમ પોતાના પુત્રના દુઃખથી દુઃખિત થઈ જવામાં શેઠ પાછો વળવા લાગ્યો તેવામાં વનદેવતાએ કહ્યું કે હે શેઠ! આ બાલકનું એક હજારનું તારે માથે દેવું છે, માટે તું દઈને જા. આવી વાણીથી ભયબ્રાંત થઈ,તત્કાલ પોતાને ઘેરથી દ્રવ્ય લાવી બાળક પાસે મુકી દીધું.ત્યાર પછી કોઈક માળીએ તે પુત્રને દ્રવ્ય સહિત લઈ જઈ પુત્રપણે રાખ્યો,કારણ કે જે વસ્તુ મનુષ્ય ઇચ્છતા નથી તેને તે વસ્તુ સ્વલ્પકાળે મળે છે અને જેની ઇચ્છા કરે છે તે લાંબા કાળે પણ મળી શકતું નથી. અનુક્રમે તેનો બીજો પુત્ર પણ પૂર્વસૂચિત પ્રમાણે જ થયો. તેને પણ તેજ પ્રમાણે વનમાં મુકી ચાલવા લાગ્યો. તેવામાં આકાશ વાણી થઈ શેઠ ! તારે આના દશ હજાર દેવાના છે, માટે આપીને જા. શેઠે તેમ કહ્યું. ફરીથી ત્રીજી વાર તેની સ્ત્રી સગર્ભા થઇ, તેથી સારા સ્વચ્છે સૂચિત પુત્ર થવાથી અને સ્ત્રીએ અત્યંત મનાઈ કર્યા છતાં પણ વનમાં પુત્રને મુકીને જેવો પાછો ફરે છે. તેવામાં આકાશવાણી થઈ કે હે શેઠ! તું આ બાલક પાસે કોટાકોટી સોના મહોરો માગે છે તે લીધા વિના આ છોકરાનો તું ત્યાગ શું કામ કરે છે ? એવું સાંભળી હર્ષને પામેલા શેઠે પોતાના છોકરાને લઈને સ્ત્રીને સોંપ્યો અને તેનું નામ મહાનંદ પાડ્યું. અનુક્રમે વૃદ્ધિ પામી, કળાનું પાત્ર બની, યુવાન અવસ્થા પામ્યો. તેના પિતાએ કોઇક શેઠની કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું. અનુક્રમે લઘુવયમાં જ સમ્યકત્વ મૂળ બાર વ્રત તેણે ઉચ્ચર્યા અને છઠ્ઠી વ્રતમાં સર્વત્ર તિર્યગુ સો યોજન જવું એવો નિયમ લીધા બાદ વ્યવસાય કરવાથી શેઠના ઘરમાં થોડા જ દિવસમાં તેણે કોટાકોટી દ્રવ્ય ઉપાર્જન કર્યું. ૧૨૪ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ત્યારબાદ મહાનંદે સાત કોટી સોનામહોરોનો સાત ક્ષેત્રમાં વ્યયકર્યો એકદા એક યોગી આકાશગામિની વિદ્યા સાધવા માટે ઉત્તર સાધકની શોધખોળ કરતો મહાનંદને દેખીને બેલ્યો કે હે પુન્યવાન્ ! તું મને સહાય કર કે જેથી કરીને મારી વિદ્યા સિદ્ધ થાયતેણે સ્વીકાર કર્યો રાત્રિએ પર્વતના એક ભાગમાં યોગીએ મંત્ર જાપ કરી દેવીને પ્રગટ કરી તેથી તે દેવી બોલી કે હે યોગિન્ ! હું ઉત્તર સાધક ને વિદ્યા આપીશ, કારણકે કર્મથી અધિક વિધાતાપણ આપવા શક્તિમાન નથી. આવું કહી વીજળીની પેઠે તે અંતર્ધાન થઈ ગઈ. મહાનંદને આકાશ ગામિની વિદ્યા મળ્યા છતાં પણ પોતાને નિયમ હોવાથી સો યોજના બહાર જવાની ઇચ્છા ન થઈ. અને સમુદ્રની પેઠે પોતે મર્યાદા મૂકતો નથી. અનુક્રમે તેને એક પુત્ર થયો અન્યદા તે બાળકને દુષ્ટ સર્પ કરડયો, તેથી ધનદત્ત શેઠે નગરમાં પડહ વગડાવ્યો કે મારા બાળકને કોઈ સારો કરશે તેને મોઢે માગી લક્ષ્મી આપીશ. તેવું સાંભળી એક પરદેશીમાણસે આવીને કહ્યું કે હે શેઠ! અહીંથી મારું નગર એકસો દશ યોજના છે. ત્યાં મારી સ્ત્રી અનેક વિદ્યાવાળી છે. જો કોઈ તેને અહીં લાવે તો આ બાળક તુરત જીવે. તે સાંભળી શ્રેષ્ટીએ મહાનંદને કહ્યું કે-તું તે નગરે જા. મહાનંદે કહ્યું, મારે નિયમ છે. તેના પિતાએ કહ્યું વ્રતને વિષે છે આગાર કહેલા છે. છતાં મહાનંદ માનતો નથી ત્યારે તે નગરનો રાજા તેને કહેવા લાગ્યો કે ધર્મકાર્ય તથા તીર્થયાત્રા માટે હજાર યોજના જવાય તો પણ કોઈ દોષ નથી.તે વખતે બીજા લોકોએ કહ્યું કે અહો ? આનું હૃદય બહુ જ કઠોર છે. બાલહત્યાથી પણ ભય પામતો નથી. મહાનંદરાજાને કહ્યું કે હે સ્વામિન્ ! પ્રાણ થકી પણ અત્યંત પુત્ર વલ્લભ હોય છે અને તે થકી અધિક વલ્લભ ધર્મ હોય છે. માટે મારા કરેલા નિયમને કલ્પાંતકાળે પણ હું તોડીશ નહિ. તેથી રાજાએ કહ્યું કે જો તું ૧૨૫ ૧૨૫ ~ For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ધર્મિષ્ઠ છે તો સર્વ લોકોને ધર્મનું મહાભ્ય બતાવ. તે વખતે આકાશમાં વિદ્યાદેવીની વાણી થઈ. કે હે કુમાર ! પાણીની અંજલી વડે કરી બાલકને સિંચ, કુમાર દેવીનું કહેલું કરવાથી બાળક વિષરહિત થયો અને લોકોને વિષે જૈન ધર્મનો મહિમા ઘણો વૃદ્ધિ પામ્યો. અન્યદા પોતાના પિતાએ પ્રેરણા કરવાથી પોતાના કુટુંબોનો પાછલો ભવ પુછવા માટે આકાશગામિની વિદ્યાથી મહાનંદ સીમંધર સ્વામી પાસે ગયો ત્યાં ભગવન્તને વંદન કરી પુછવાથી ભગવાન કહેવા લાગ્યા. ધન્યપુરે સુધન શ્રેષ્ઠી હતો, ધનશ્રી તેની સ્ત્રી હતી, ધનાવહ નામનો તેનો બાળમિત્ર હતો. બન્ને જણા સાથે વ્યવસાય કરતા. સુધન પોતાના મિત્રની વસ્તુ પોતાને ઘેર વેચતાં તેના સો દ્રમ ખાઈ ગયો તથા એક વણિકના દસ દ્રમ આપવા બાકી હતા તે વ્યાપારમાં તુરત નહિ આપવાથી સુધન પાસે બાકી રહ્યા તથા એક વણિકના સોદ્રમ દેવાના હતા પણ ભ્રાંતિથી એકસો દસ દ્રમ આપી દીધા પણ સુધન જાણતાં છતાં બોલ્યો નહિ અને પાછા ન આપ્યા. આ ત્રણે શલ્યની ગુરૂ પાસે આલોચના લીધા સિવાય સશલ્ય રહ્યો, પરંતુ એક સાધર્મિકભાઈને સો દ્રમ આપીને યાવસજીવ સુધી સુખી કર્યો કારણ કે હાથની અંજલી વિષે રહેલા પાણીથી પણ અવસરે મૂછ પામેલા જીવો જીવે છે, પરંતુ તે સુંદર ! મરણ પામ્યા પછી હજાર ઘીના ઘડા આપવા વડે કરીને પણ શું ? અર્થાત્ કાંઇજ નહિ. અનુક્રમે સુધન,ધનશ્રી પોતાનો મિત્ર તે બન્ને વાણિયા અને સાધર્મીભાઈ કાળધર્મ પામી આ છએ જણા સૌધર્મ દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવીને ધનદત્ત અને કુમુદવતીના ચાર પુત્રો થયા. ધનદત્તનો જીવ તે ચારેનો પિતા થયો. સાધર્મિક જીવ તું થયો. પહેલો પુત્ર ધનવાહનો જીવ થયો. પૂર્વે સો દ્રમ ખાઈ જવાથી સર્વ દ્રવ્ય તેણે નાશ કર્યું અને ધર્મની નિંદા કરવાથી અલ્પ આયુષ્યવાળો થયો, બીજા બે ૧૨૬ For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુત્રો થયા તેનું દેવાનું હતું તેથી આટલું દેવું પડ્યું. વળી કુમુદ વતીને ઘરે ભેંશે બે પાડાનો જન્મ આપેલો હતો તેથી વિચાર કરવા લાગી કે કોઈક આ બન્ને પાડાને હરણ કરી જાય તો સારૂ આવું દુર્થન કર્યું, તેથી જાતમાત્ર અને પુત્રોનો વિયોગ થયો. એવા પ્રકારે શ્રી સીમંધરસ્વામી મહારાજનાં વચન સાંભળીને સંશયરહિત થયેલો મહાનંદ પોતાને ઘેર આવ્યો અને તમામ વૃત્તાંત માતાપિતાને કહેવાથી માતાપિતા દીક્ષા લઈ સ્વર્ગે ગયા. અને મહાનંદે પોતાના બન્ને બંધુઓને ધર્મયુક્ત કર્યા, તેમજપોતે અવસરે દીક્ષા લીધી. કાળધર્મ પામી માહેંદ્ર નામના ચોથા દેવલોકે ગયો. ત્યાંથી ચ્યવી મનુષ્ય જન્મ પામી મોક્ષે જશે. જેમ મહાનંદે પોતાના લીધેલ નિયમને પૂર્ણ શ્રદ્ધાથી પાળી સ્વર્ગ મેળવ્યું તેમ ઉત્તમ જીવોએ પણ નિયમો ગ્રહણ કરી દ્રઢતાથી પાળવા ચૂકવવું નહિ. C પાંચ પાંડવોનું દ્રષ્ટાંત આO હસ્તિનાપુરમાં પાંચ પાંડવો રાજય કરતા હતા. તેમણે દીર્ઘકાળ સુધીરાજય કર્યું. તેમના પિતા પાડુરાજા દેવલોકે ગયા. તેમણે અવધિજ્ઞાનથી તપાસ કરી પુત્રોને બોધ કરવાનો વિચાર કર્યોને શાહુકારનું રૂપ લઈ પાંચ ઘોડા સહિત હસ્તિનાપુરનગરબહાર ઉભો રહ્યો પાંડવો ક્રીડા કરવા ગયા. ઘોડા સારાદેખી મૂલ્યથી માગ્યા તેણે કહ્યું “ મૂલ્યથી વેચવા નથી પણ મને જે કોઈ નવીન વાત સંભળાવે તેને એક ઘોડો મફત આપું.” આવી રીતે કહેવાથી મોટો પુત્ર યુધિષ્ઠિર એક ઘોડા ઉપર બેસી પૂર્વ દિશા તરફ ગયો. ક્ષણમાં બાર યોજન નીકળી જઈ અટવીમાં પડયો. ત્યાં ઉત્તમ મહેલ દેખ્યો. જંગલમાં મહેલ દેખવાથી આશ્ચર્ય થયું. સાતમી ભૂમિ ઉપર ચડ્યો ત્યાં સિંહાસન ઉપર કાગડાને બેઠેલો દેખ્યો. તેના મસ્તક ઉપર સિહે છત્રને ધારણ કરેલ છે. હંસલી તેમને ઉજજવલ ચામરોથી વીંઝી રહેલ છે. બીજા ઘણા જાનવરો વિવિધ ૧૨૭ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રકારે તેની સેવા ઉઠાવી રહ્યા છે, આવી રીતેદેખી યુધિષ્ઠિર પાછો ફર્યો અને હસ્તિનાપુરે આવ્યો (૧) ત્યારબાદ ભીમ બીજા ઘોડા ઉપર બેસી દક્ષિણ દિશામાં ક્ષણમાં બાર યોજન નીકળી ગયો. ત્યાં ખેતરને વિષે એક પાડો હતો.તે પાંચ મુખથી ચારો ચરતો હતો. પાસે રહેલા લોકોને તેણે પુછયું કે ઘણું ઘાસ ખાતાં છતાં પણ આ અતિ દુબળો કેમ છે? તેણે કહ્યું કે તેની સ્થિતિ સદા આવા જ પ્રકારની છે. એવું સાંભળી આશ્ચર્ય પામી ત્યાંથી ભીમ પાછો ફર્યો અને હસ્તિનાપુરે આવ્યો (૨) ત્યાર બાદ ત્રીજો અર્જુન ત્રીજા ઘોડા ઉપર ચડી ઉત્તર દિશામાં ક્ષણવારમાં બાર યોજન નીકળી ગયો. ત્યાં વગડાને વિષે ત્રણ પારધીએ જેના ત્રણ પગ કાપી નાખેલા છે અને એક પગ બાકી રહેલ છે એવા હરણને એક પગે ટટ્ટાર ઊભો રહેલો દેખી પાછો ફરી હસ્તિનાપુરે ગયો (૩) ત્યારબાદ નકુલ એક ઘોડા ઉપર ચડી પશ્ચિમ દિશામાં ક્ષણવારમાં બારયોજન નીકળી ગયો. ત્યાં જંગલ માં તુરતની પ્રસવેલી એક ગાયને દેખી તેગાય. તુરત પોતાની વાછરડીને ધાવવા લાગી. આવું આશ્ચર્ય દેખી પાછો ફરી હસ્તિનાપુર આવ્યો. (૪) ત્યારબાદ સહદેવ વિદિશામાં ઘોડા ઉપર ચડી, ક્ષણવારમાં બાર યોજન નીકળી ગયો. ત્યાં જંગલમાં એક ગોમુખ તીર્થ દેખ્યું તે ગૌમુખીના નીચે ઉપરા ઉપર લાઈન બદ્ધ ત્રણ ત્રણ વાસણો ગોઠવ્યા છે. તે ગૌમુખીમાંથી નીકળેલી પાણીની ધારા પ્રથમના વાસણમાં પડે છે, બીજા વાસણમાં પડતી નથી અને પછી ત્રીજા વાસણમાં પડે છે તેમ થવાનું કારણ પનીહારીને પૂછવાથી આ તીર્થનો પ્રભાવ એવો જ છે. એવું સાંભળી આશ્ચર્ય પામી, પાછો ફરી હસ્તિનાપુરે આવ્યો આવી રીતે પાંચે જણાએ નજરે દેખેલી નવીન વાતો કહી ઘોડા માગ્યા તેથી દેવે વિચાર્યું કે આ પાંચમાંથી કોઈને હજી પણ મોહ છૂટતો નથી, તેથી તેણે પાંડુ રાજાનું રૂપ ધારણ કર્યું. તે દેખી (૧૨૮) ૧૨૮ * For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પાંચેપાંડવો તેના પગમાં પડયા અને પુછયું કે તમે અહીં ક્યાંથી ? તેણે કહ્યું કે હું દેવલોકમાં ગયેલ છું અને તમોને બોધ કરવા આવેલ છું. તમોએરણસંગ્રામમાં અઢાર અક્ષૌહિણી સેના મારી, સેંકડો હજારો કુરૂઓને મારી કુરૂકુલનો નાશ કર્યો છે, અને એક જ દ્રૌપદીને પાંચે જણા સેવો છો - મહા પાપ કર્મ બાંધો છો. કાળ કરીને ધર્મ વિના દુર્ગતિમાં જશો. વનવાસે વગડામાં જેવા હતા તેવા જ હજી રોઝ જેવા છો. વિગેરે કહી બોધ કર્યો, તેથીપાંચે જણાએ કહ્યું કે અમોને જે આશ્ચર્ય દેખ્યા તેનો ભાવાર્થ સમજાવો. દેવે કહ્યું. (૧) કાગડાને ઉત્તમ જનાવરો એ સેવવાથી આ કળિકાલમાં ઉત્તમ રાજાઓ સ્વેચ્છરાજાઓની સેવા કરશે. (૨) પાંચ મુખે પાડો ચરે છે તેથી રાજાઓ પાંચ પ્રકારે કર લેશે છતાં પણ તૃપ્તિ પામશે નહિ. (૩) હરણને એક પગે ઉભો રહેલો દેખવાથી આ કલિકાલમાં શીયલ, તપ, અને ભાવના, નષ્ટ થશે. ફક્ત એક દાન જ ટકી રહશે અને તે પણ કીર્તિને માટે જ સુરતની પ્રસવેલી વાછરડીને ગાયને ધાવતીદેખાવાથી આ કલિકાલમાં લોકો કન્યા વિક્રય કરી પૈસાથી પોતાનું ગુજરાન ચલાવશે. ત્રણ વાસણમાં પ્રથમ અને છેલ્લામાં પાણી પડે અને વચલામાં નહિ તેથી ઘરના માણસો ઉપર ઝેર વેર વધશે અને પરના માણસો ઉપર પ્રેમ થશે,કલિયુગની શરૂઆત થઈ છે. હવે એ દેવ તો એમ કહી બોધ કરી ગયો. પાંચે પાંડવો બોધ પામ્યા અને દીક્ષા ગ્રહણ કરી સિદ્ધાચળ ઉપરજઈ અણશણ કરી કેવળજ્ઞાન પામી વીશ કોટી મુનિ મહારાજાઓ સાથે સિદ્ધાચળ ઉપરઆસો સુદિ પુર્ણિમાએ મોક્ષે ગયા. ૧૨૯ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સખ્યત્વ ઉપર ચંપકમાલાનું દષ્ટાંત આ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્ર નામનું ક્ષેત્ર છે અને તે ભરતક્ષેત્રને વિષે વિશાલા નામની નગરી વિશાળ એવા કીલ્લાઓ, વિશાલ એવા વૃક્ષોથી, તથા અત્યંત પોતાના વિસ્તારથી, “વિશાલા” એ પોતાના નામને ત્રણ પ્રકારે સાર્થક કરનારી છે. ઉપસર્ગ, ગુરૂ, લઘુ, ગુણનું બાધપણું તથા વૃદ્ધિ તેમજ વર્ણ નિપાતના વિકારો આ નગરીના લોકોને વિષે નથી પણ માત્ર વ્યાકરણને વિષે છે તે નગરને વિષે યાચક વર્ગના મનોવાંચ્છિત પૂર્ણ કરવામાં એકાંત રીતે તત્પર તથા લોકોરૂપી રાત્રિ વિકાશિતકમલોના ખંડને વિકસ્વર કરવામાં ચંદ્ર સમાન લલિતાંગ નામનો રાજા રાજય કરે છે.આ રાજા સમગ્ર શત્રુઓને જીતનાર, પ્રફુલ્લિત કમલપત્રના સમાન નેત્રવાળો, કલાના સમૂહને વિષે બહુ જ દક્ષતા ધારણ કરનાર, હિત કરનારા જીવો નું રક્ષણ કરનાર તેમજજૈનધર્મને વિષે એકાંતપણે પોતાનાલક્ષ્ય બિંદુને ધારણકરનાર છે તે રાજાને ઉપમારહિત લજ્જા શીયળ અને સુકૃતાદિ ગુણો વડે કરી આશ્ચર્યને ઉત્પન્ન કરનારી શ્રેષ્ઠ ધર્મને વિષે સારી રીતે સજ્જ થયેલી પાપ વડે કરી વર્જિત અને અત્યંત પ્રિય એવી પ્રીતિમતી નામની રાણી છે. તે બન્નેને પાંચ પ્રકારના વિષય સુખોનો અરસપરસ ગાઢ પ્રીતિના યોગ સહ વર્તમાન આસ્વાદન કરતા અનુક્રમે પાંચ પુત્રોના ઉપર શ્રેષ્ઠ રૂપવાળી એક પુત્રી ઉત્પન્ન થઇ જેમ પર્વતની ગુફાની અંદર રહેલી ચંપકમાળા વૃદ્ધિ પામે છે, તેવી રીતે પોતાના દેહની પુષ્ટિ તેમજ ગુણોના સમૂહથી ચંપકમાળા નામની તે બાલિકા વૃદ્ધિ પામી અનુક્રમે તેબાલિકા વિદ્યાપઠનવયને પામેલી થઈ ત્યારે તેના માતા પિતાએ કુમુદચંદ્ર નામના અધ્યાપકની પાસે પઠન કરવા માટે ચંપકમાળાને સોંપી અને થોડા જ સમયમાં વ્યાકરણ સાહિત્ય, ન્યાય, જયોતિષાદિક શાસ્ત્રની સારી રીતે For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જાણકાર થઈ અન્યદા પ્રસ્તાવે અનેક સામંતો મંત્રીઓ યોદ્ધાઓ વડે ભરાયેલી સભાને વિષે જે વખતે રાજા સિંહાસન ઉપર બેઠા હતા તે અવસરે પ્રતિહારીએ આવી રાજાને કહ્યું કે સ્વામિન્ ! કુણાલા નગરીનો સ્વામી રાજાધિરાજ અરિકેસરી રાજાનો રાજગુરૂના મોટા ગુણોથી પરિપૂર્વ અમરગુરૂ” નામનો પુરુષ આવી બારણે ઉભો રહેલ છે, માટે આપ આજ્ઞા આપો તો તેને સભાની અંદર મોકલું. આવી રીતે કહેવાથી રાજાએ આજ્ઞા કરી કે જલ્દીથી મોકલ. દ્વારપાળે જલ્દી તેને પ્રવેશ કરાવ્યો સભાને વિષે આવેલા અમરગુરૂને રાજાએ ઉઠીને અત્યંત આદરપૂર્વક ઉચિત સ્થાને બેસાડયો અને ત્યારપછી પૂછયું કે અરિકેસરી રાજાને કુશળ છે ?” તે અવસરે પોતાની સખી વર્ગના સમુદાયની પરિવરેલી પોતાના અધ્યાપકની સાથે ચંપકમાળા કન્યા પણ રાજસભામાં આવી અને પોતાના પિતાના ચરણકમળમાં પડી રાજાએ તેને પોતાના ખોળામાં બેસાડીને હર્ષથી પુછયું કે – “હે પુત્રી ! તું શું ભણી ? તે મને મૂળથી આરંભીને કથન કર.” રાજાએ પ્રશ્ન કર્યાથી જેટલામાં તે કન્યા પણ કાંઈ બોલતી નથી તેટલામાં અધ્યાપક કુમુદચંદ્ર બોલ્યોકે – હે નરવર ! ભણેલું જાણે તેમાં આશ્ચર્ય નથી, પરંતુ આ આપણી પુત્રી નહિ ભણેલ એવા પણ બહુશાસ્ત્રના પરમાર્થને જાણનારી થયેલ છે.” અધ્યાપકનુ આવા પ્રકારના વચન સાંભળી અરિકેશરી મહારાજાની જો આ સ્ત્રી થાય તો સારું આવી ચિંતવના કરી અમરગુરૂ ચંપકમાળાને પુછવા લાગ્યો કે - “હે વત્સ ! તને ચૂડામણિ શાસ્તું જ્ઞાન છે?” ચંપકમાળા બોલી કિંચિત્ છે. ત્યારે અમર ગુરૂએ કહ્યું કે – “જો છે તો કહે કે ભવિષ્યમાં તારો સ્વામી કોણ થશે ? કયારે થશે ? તથા તારા સાથે કેવા પ્રકારનું વર્તન કરશે? તેને સંતાનની અંદર કેટલા પુત્રો ને કેટલી પુત્રીયો થશે? તે તું મને કહે, આવી રીતે પુછવાથી લજ્જાને લઇને કેટલામાં કાંઈ પણ ૧૩૧ ભાગ-૧ ફર્મ-૧૦ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રત્યુત્તર આપતી નથી તેટલામાં તેમના અધ્યાપકે કહ્યું કે – “ઉત્તર આપ, કારણ કે જવાબ નહિ આપવાથી વિદ્યાની અહલના થશે” અધ્યાપકના વચનથી વિચાર કરી કોમળ મધુર અક્ષરોથી તે ચંપકમાળા કન્યા બોલી કે અરિકેશરીરાજા એક વર્ષના છેડે મારો સ્વામી થશે. તે બાર વર્ષ માટે વિષે રક્ત રહેશે અને છ માસ સુધી મારાથી વિરકત રહેશે, પાછો સ્વયમેવ રક્ત થશે અને બે પુત્રો તથા એક પુત્રી અને સંતાનમાં પ્રાપ્ત થશે.' આટલું કહી તે કન્યા બોલી, “આ તો તારૂ પુછેલું મેં કહ્યું પરંતુ હાલમાં તમોએ નહિ પુછેલું તે પણતમોને કહું છું તે તમે સાંભળો.આજથી દશમે દિવસેતમારો પુત્ર મરણ પામી પરલોકને વિષે ગયો છે, અને તેજ રાત્રિના છેલ્લા પ્રહરે તમારી સ્ત્રીને ઉત્તમ પ્રકારના શ્રેષ્ઠ ચિન્હોથી વિભૂષિત સુંદર પુત્રને જન્મ આપ્યો છે. ત્યાર પછી ચૂડામણિ શાસ્ત્રથી વિશેષે કરી રૂડા પ્રકારે પરમાર્થને જાણીને યથાસ્થિત પ્રમાણે સ્વરૂપને કહેવા લાગી. મારા પિતાને ઉદ્દેશીને અરિકેશરીરાંજાના આદેશને પામીને જયારે આ તરફ તું ચાલ્યો ત્યારે નિશ્ચયે તે તારો પુત્ર તારા સાથે આ તરફ આવવા ચાલ્યો,પણ તે તેને સાથે આવવા મનાઈ કરવાથી પોતાનું અપમાન માની તે પોતાના સમાનવયના મિત્રો સાથે રજકીડા કરવા લાગ્યો, તેને તું ત્યાંજ મૂકીને આ તરફ ચાલ્યોએક દિવસ જ્યારે ઉદ્યાનનો મહોત્સવ હતો ત્યારે તારા પૂર્વ પુરૂષોનું દિવ્ય ખગ હતું તેને ઉપાડીને જેવો ચાલવા લાગ્યો તે અવસરે તેની માતાએ કહ્યું કે -“આ ખડ્ઝરત્ન પૂજન કરવા લાયક છે પણ વહન કરવા લાયક નથી, માટે હે પુત્ર ! તેને તું મૂકીને જા આવી રીતે કથન સાંભળી, અપમાનિત થયેલ પોતાના માની પૂર્વ કર્મના વશવર્તિપણાથી રાત્રિને વિષે પોતાના માતા પરિવાર વિગેરે શયન કરી ગયા પછી, તે ધીમે શસ્યાથી ઉઠી ઘરની પાછળના ભાગમાં જઈ વાવની અંદર પડયો અને તેમ કરવાથી M૧૩૨ ૧૩૨ રૂ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શીઘ્રતાથી પ્રાણ મુક્ત થયો સર્વે લોકોએ સર્વ જગ્યાએ શોધખોળકર્યા છતાં પણ પત્તો નહિ મળવાથી તેની માતા આદિ લોકોએ તારા પાસે તે સમાચાર કથન કરનાર માણસ મોકલ્યો છે, તે કુરંગ નામનો માણસ હમણાં જ તારા પાસે અહિં આવશે આવી રીતે કન્યા જયાં બોલી રહી છે તેવામાં જ પ્રતિહારે જણાવેલતે કુરંગ ત્યાં આવીને હાજર થયો. અને રાજાને તથા અમરગુરૂને તેને નમસ્કાર કરી સર્વ વાર્તા યથાસ્થિત કુમારીએ જે પ્રકારે કહેલી હતી તે પ્રકારે કહી આ સાંભળી આશ્ચર્યચક્તિ થઈ અમરગરૂ બોલ્યો કે “હે રાજન ! અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારી તથા ત્રણ જગતની સ્ત્રીઓના કરતાં પણ અધિકરૂપવાળી એવી સાક્ષાત્ આ સરસ્વતી તમારે ઘરે અવતરી છે.” એ પ્રકારે સભાને વિષે બેઠેલા તમામલોકો પ્રશંસા કરવા લાગ્યા તે વખતે પોતાના પિતાને પુછી કુમારી જેટલામાં ચાલવા માંડી તેટલામાં રાજાએ પોતાના અંગ ઉપર ધારણ કરેલ સમગ્ર અલંકાર અને લોકોએ પણ યથાયોગ્ય અલંકારો અધ્યાપક કુમુદચંદ્રને આપ્યા, તેમજ વિશેષમાં રાજાએ દારિદ્રને નાશ કરનાર લાખ સુવર્ણ આપ્યું તેથી ચંપકમાળાની પાછળ તે પણ પોતાના સ્થાન પ્રત્યે ગયો. હવે રાજાએ અમરગુરૂને કહ્યું કે “તારા પરિવારના લોકોને શાંતિ કરવા નિમિત્તે હાલમાં તારે કુણાલા નગરી જવું યુક્ત છે. માટે રાજાધિરાજનો જે આદેશ અમારા પ્રત્યે હોય તે સંક્ષેપથી જલ્દી જણાવી દે, ત્યારે અમર ગુરૂ બોલ્યોકે “તમારી સીમાને વિષે દુર્ગ છે તે અમોને આપો તેને ઉચિત જે ધન હોય તે અમારી પાસેથી લ્યો આવો આદેશ રાજાધિરાજનો છે તેવું સાંભળી રાજા બોલ્યો કે “અરિકેસરી રાજાનું આ સર્વ રાજય છે તો દુર્ગવડે કરીને શું?અર્થાત્ દુર્ગતો શું પણ આ સમગ્ર રાજય પણ તેમને જોઇયે તો આપવાતૈયાર છું ત્યારે અમરગુરૂ બોલ્યો “આ દુનિયાને વિષેતમારા સમાન બીજો એક સજ્જન ૧૩૩ ૧33 ~ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નથી” ત્યારબાદ રાજાને દુર્ગ આપી તથા તેનું બહુમાન સત્કાર કરી વિસર્જન કરેલ અમરગુરૂ પોતાની નગરી પ્રત્યે ગમન કરતો રસ્તામાં આશ્ચર્ય વશવર્તિપણાથી ચિંતવન કરવા લાગ્યો કે શરદઋતુના બાલચંદ્ર સમાન, નિર્મલકળા યુક્ત આ કન્યાના કલિકાલના ત્રણે પદાર્થો નષ્ટ થયા છે. મતલબ કે આ કન્યા છતાં પણ અને તે પણજ્ઞાન છતા પણ કલિકાલના ત્રણ પદાર્થો તેની અંદર વાસ કરી શકયા નથીતે જ આશ્ચર્ય છે, એક તો દશકાલના વ્યવહિત પદાર્થોને સૂચનારૂ (પ્રગટ કરનારૂ) પ્રથમ તો પ્રગટ જ્ઞાન આ કન્યાને છે. બીજું શરીરના સુંદર અવયવોની યથાયુક્ત શોભાથી પૂર્ણ તે કન્યાનું રૂપ છે. તથા મુનિયોના મનને પણ વિનોદ કરવાવાળું છે તથા ત્રીજું સ્ત્રીયોને વિશિષ્ટ જ્ઞાન થાય નહિ તને જો કદાચ થાય તો સ્ત્રીઓને તુચ્છ સ્વભાવ હોવાથી શાસ્ત્રની અંદર બીજાની અવહેલના કરે. પણ આ કન્યાનો શાસ્ત્રનો ઉત્તમ પ્રકારે પ્રગટ વિનય કરે છે અને બીજાને પણ જ્ઞાનગર્વી અહેલના કરતી નથી અર્થાત્ આ કન્યા ગંભીર અને વિનયી છે. માટે જાણું છું કે આ સર્વ વિધિનું કૌશલ્યપણું અભ્યાસથી કર્મને વિષે જોડાયેલું છે, મતલબ કે આ સત્કર્મવાળી છે. માટે કલિકાલના ઉપરના ત્રણ પદાર્થોનો પાર પોતે પામેલી છે. આવા પ્રકારનો વિચાર કરતો કુણાલા નગરીના સ્વામી અરિકેશરી રાજા પાસે અમરગુરૂ પહોંચ્યો અને કહ્યું કે-“તમારા પાસેથી હું લલિતાંગ રાજા પાસે ગયો. તેણે મારો આદર સત્કાર કર્યો, મેં તેમને આપનો આદેશ કહ્યો ત્યારે તેમણે કહ્યું કે આ સર્વ રાય પણતેમનું છે વિગેરે કહી મને દુર્ગ આપ્યો.' વિગેરે કરી ફરીથી અમરગુરૂ બોલ્યો કે હે મહારાજ ! આ દુનિયામાં અપત્ય (છોકરાવાળો) તો તેજ છે કારણ કે જેનાથી આ ભુવનને વિષે આભૂષણ સમાન ઉત્તમ કન્યાજન્મ પામી છે. તે કન્યા સમગ્ર કળાને વિષે કુશલપણુ ધારણ કરનારી છે, પરંતુ ચૂડામણિ M૧૩૪ ૧3૪ ~ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શાસ્ત્રનું જ્ઞાન તેને કોઈ એવું અલૌકિક છેકે એવું જ્ઞાન અન્ય કોઈને પ્રાપ્ત થવું બહુ જ દુષ્કર છે, અર્થાત્ એવું જ્ઞાન અન્ય કોઇને નથી. આવું સાંભળી રાજાએ પુછ્યું કે તે કેવી રીતે જાણે છે” ત્યારે અમરગુરૂએ પોતે જે પ્રશ્ન પુછયા હતાતેના ઉત્તર તથા અણપૂછેલા પુત્ર મરણાદિકાના સમાચાર જે પોતે સાંભળ્યા હતા તે સર્વ કહી બતાવ્યા કિ બહુના, હે નરવર ! જો તમારા હાથના સ્પર્શનાસુખના લાભને જો તે કન્યા પામે તો અનુરૂપ જગતને વિષે શ્રેષ્ઠ સંયોગ થાય, આવા પ્રકારના વાક્યને શ્રવણ કરતાં અરિકેસરી રાજાને કામનો ઉદયએવો બલીષ્ઠ થયો કે તે જ વખતે જાણે ઈર્ષ્યાર્થી જ હોય તેમ મોટાઈ અને ધૈર્યપણાને તેનો ત્યાગ કર્યો મતલબ કે પૈર્ય રહિત રાજા થયો, અને આવું ઘટે છે કે કામી અવસ્થામાં માણસોને માન મોટાઈ ધેર્યાદિક રહી શકતા નથી. ત્યાર પછી રાજાએ અમરગુરૂને કહ્યું કે – “તુ બુદ્ધિવડે કરી ઈન્દ્રના ગુરૂ બૃહસ્પતિ સમાન છે તો પણ તારી ભૂલ થઈ કે તે કન્યા માગી નહિ, કારણ કે તે નરવર જો બીજા કોઈને એ કન્યા આપી દેશે તો રત્નનો નિધિ બતાવી અમારા નેત્રો તેણે ઉખેડી કાઢી લીધા તેમ હું જાણીશ. તે સાંભળી અમરગુરૂએ કહ્યું કે - “હે નરવર ! તે કન્યા બીજાનું પાણિગ્રહણ કરનારી નથી કારણકે એક વર્ષને છેડે તેણે તમને પોતાને જ પતિ કહેલો છે.” ત્યારે રાજાએ કહ્યું કે “તો પણ તે કન્યાના દર્શનરૂપી અમૃતના આસ્વાદના કરવામાં લંપટ એવાં મારા નેત્રો મને આનંદ આપતા નથીતે કારણ માટેતે કન્યાની પ્રાર્થના કરવાના નિમિત્તથી તું જલ્દીથી ત્યાં જા અને હું પણ વેષ બદલી તારો સ્થગીધર થઈ કોઈ પણ જાણે નહિ તેમ તારા સાથે જોવાને માટે આવું છું,' રાજાએ આવું કથન કરવાથી ઉત્તમ બળવડે કરી વ્યાપ્ત થયેલો યથાયુક્ત રીતે અમર ગુરૂ વિશાળા નગરી તરફ ચાલ્યો ને ત્યાં જઈ સભામાં બારણા પાસે જઈ ઉભો રહ્યો દ્વારપાળે ( ૧૩૫૦ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાને જણાવ્યું ને રાજાની આજ્ઞા થવાથી અમરગુરૂ સભાને વિષે ગયો.રાજાએ તેને અત્યંત સ્નેહથીકુશળ સમાચાર પુછી ઉચિત આસન ઉપર બેસાડયો ને પૂછ્યું કે-‘અરિકેશરી રાજાને કુશળ છે ? અને કહ્યું કે શીઘ્રતાથી આવવાનું શું પ્રયોજન પડયું તે તું મને કહે.' અમરગુરૂ બોલ્યોકે-‘રાજપુત્રીએકથન કરેલી વાર્તાને મારા પાસેથી સાંભળી તેમજ ભવિષ્યમાં તે કન્યા પોતાને જ વરવાની છે આવા પ્રકારે પોતાના અહોભાગ્ય માનતોરાજા એક વર્ષનો વિલંબ જાણી અત્યંત ઉત્સુક મનવાળો થઇ કન્યાને નહિ દેખે તો જરૂર પ્રાણનો પણ ત્યાગ કરશે. આવા પ્રકારની સ્થિતિ જોયેલી છે. માટે આપને યોગ્ય લાગે તેમ કરો, એટલે તમારો સંદેશોતમારા મિત્રને રાજાને કહોકે જેથી અમો આ દુ:ખના સંકટથી મુક્ત થઇએ' આવી રીતે જેવામાં અમર ગુરૂ બોલે છે તેવામાં તે કન્યા અકસ્માત ત્યાં પોતાના પિતાના ચરણકમળને નમસ્કાર કરવા પોતાની સમાન વયની સખીયોના પરિવાર સહિત આવી અને પ્રણામ કરવાથી રાજાને તેને પોતાના ખોળાની અંદર બેસાડી રાજાએ તેને પુછયું કે-‘હે પુત્રિ ! તું કહે કે આ વિદ્વાન અમરગુરૂ કોનાકાર્ય માટે ફરીથી ઇહાં આવેલ છે ?' તે કન્યાએ કહ્યું કે ‘તેમના જોડમાં આ સ્થગીધર બેઠા તેમના કામ માટે આવેલ છે’ત્યારબાદ લલિતાંગરાજા વિચાર કરવા લાગ્યા કે આ બરાબર ઘટે છે.કારણ કે આ સ્થગીધરે મને નમસ્કાર કર્યા નથી, તેમ જ મારાથી નીચે આસને પણ બેઠો નથી વળી તેની મૂર્તિ-પણ મહાન રાજરાજેશ્વ૨૫ણું સૂચવનારી છે. એવો નિશ્ચય કરી લલિતાંગ રાજાએ ઉઠી તેને નમસ્કારકરી સિંહાસનઉપર બેસાડ્યોને પોતે અન્ય સ્થાન પર બેઠો ફરી ચંપકમાલાને પુછ્યું કે-‘નવરચના પાણિગ્રહણ કરવામાં એક વર્ષનો તેં વિલંબ કહેલો છે તેનો હેતુ શું છે તે તું કહે’ આવી રીતે કહેવાથી પોતાના પગના અંગુઠાની ઉપર તેટલામાં ૧૩૬ For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાએ તુરત જયોતિષીને સભામાં બોલાવી પુછયું કે આ કુમારીને પાણિગ્રહણ કરવાનું લગ્ન શીવ્રતાથી નિવેદન કરો. જ્યોતિષીયે કહ્યું કે - “હાલમાં આ વર્ષમાં સારૂ લગ્ન આવતું નથી કારણ કે મનુષ્ય ક્ષેત્રમાં રહેલ જીવોએ હાલમાં લગ્ન કરવામાં દોષ બતાવેલ છે માટે તેર માસથી અધિકકાળ થયે છતે અને ગુરૂ એક રાશિને વિષે ગયો છતે વૈશાખ માસે ઉત્તરાફાલ્ગન નક્ષત્રના પ્રથમ પાદે શુકલ એકાદશીને દિવસે સુહર્ષયોગ શુકે રવિ નક્ષત્રથી દશમે અંશે ઉદયથી પાંચ ઘડી ગયે છતે અને ઘડીના ત્રણ ભાગ ન્યુને વૃષલગ્નને લવઉત્તમાંશે ઉદયાદિ શુદ્ધિ યુક્તપંચગ્રહ બલીષ્ઠ છતે રવિ શુક્ર ઉંચ સ્થાને પામે છતે લતાદિ દોષોથી મુક્ત થયેલ હે નરવર ! શ્રેષ્ઠ લગ્ન આવે છે.” તેમ કહીતેને લખી પુરોહિતને આપી રાજાએ જયોતિષીનું સન્માન કરી તેને વિસર્જન કર્યા ત્યાર પછી અરિકેસરી રાજાને મજજનશાળામાં લઈ જઈ મર્દન કરનારા પાસે લક્ષપાક તેલ વડે મર્દન કરાવી, પાણીથી તેમનું શરીર સાફકરાવી, ઉત્તમ હરીગાળ વસ્ત્રથી શરીરને લુંછન કરાવી, સુંગધી પદાર્થોનું તેને અંગેવિલેપન કરાવી, શ્રેષ્ઠ વસ્ત્રો ધારણ કરાવી પહેરાવી દેવાલયમાં લઈ જઈ, પુષ્પગંધાદિક અર્પણ કર્યા. તેથી તેણે પણ દેવને વ્યવહારથી પૂજા પછી પરિવાર સહિત રાજાને ભોજનશાળામાં લઈ જઈ, ઉત્તમોત્તમ ભોજન કરાવી,પલંગને વિષે બેસાડ્યા ને લલિતાંગ રાજા પોતાની પાસે બેઠેલા પોતાના કુટુંબિના મુખ્ય માણસોને પાસે બોલ્યો કે –“આવા પુરૂષરત્નનું અહિ આવવું મહાન પુન્યોદયથી જ થાય છે, માટેઆપણા કૌટુંબિક ગોત્રને વિષે પણ રહેલા માણસોની સારી દશા થવી જોઇએ, માટે તમામ ગોત્રવર્ગને ભોજન કરાવી, સુંદર વસ્ત્રાલંકાર અર્પણ કરી, સર્વને રજા આપવી જોઇએ, એમ કહી ઉપરપ્રમાણેકરી, સર્વને વિસર્જન કર્યા પછી હાથી ઘોડા, રથ, રત્ન અલંકાર,વસ્ત્રાદિકની સન્માન કરી ૧૩૭ ૧૩૭) For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સુખાસને બેઠેલા અરિકેસરી રાજાને લલિતાંગ રાજાએ કહ્યું કે “યદ્યપિ તમારા દર્શનરૂપી અમૃતના આસ્વાદનમાં નેત્રોતત્પર રહેલા છે તથાપિ મારૂ હૃદય તેમના તે સ્થાનમાં પ્રતિબંધકની ચિંતવના કરે છે મતલબ મારા નેત્રને તમો મારાથી દૂર થાઓ તે ગમતું નથી, પરંતુ ઉત્તમ પુરુષો વિશેષ વાર નહિ ટકી શકે તેમ મારૂ અંતઃકરણ ચિંતવે છે. માટે જયારે આપ આપના નગર પ્રત્યે પ્રયાણ કરો ત્યારે આપની સાથે આ કન્યા ચંપકમાલા પણ મારા મંત્રીઓ સહિત ત્યાં આવશે અને પાણિગ્રહણ થશે ત્યાં સુધી સર્વપરિવાર ત્યાં જ રહેશે આવા પ્રકારના લલિતાંગ રાજાના વચનો સાંભળી અરિકેસરી રાજા બોલ્યો કે “હે નરવર ! હે સજ્જન ઘુરંધરા ! ઉચિત કાર્યો જાણનારાઓને વિષે તથાધીર વીર પુરૂષોને વિષે અને વિશાળ હૃદયવાળા પુરુષોને વિષે તારા સમાન રેખાને ધારણ કરનાર પુરુષ ત્રિભુવનમાં પણ બીજો કોણ હતો ? અર્થાત કોઈ જ નહિ આ ત્રિલોકમાં ઉચિત જાણનાર,ધીર વીર વિશાળ હૃદયવાળો એક તું જ છે, સિવાય તારા વિના કોઈ બીજો અન્ય પુરુષ નથી. સ્નેહના સ્વાભાવિકપણાથી ઉત્પન્ન થયેલા કોમળપણાને સૂચવનારા તારા વિનયી વચનોના આલાપોને રસાયણોની જેમજ સાંભળતાં નિરંતર હે નરવીર ! હું તૃપ્તિ પામતો નથી. તથાપિ મનોરથની શાળા સમાન ચંપકમાળા મારી પાસે જ્યાં સુધી ન બેસે ત્યાં સુધી મોટા મોટા કાર્યો પણ શિથિલ થશે. ત્યાર પછી રાજાએ ચંપકમાળાની સાથે અરિકેસરી રાજાને બહુમાન પૂર્વક વિદાય કર્યા અને પોતે પણ કેટલીક ભૂમિ સુધી સાથે જઇ વિવેકપૂર્વક પાછો ફર્યો. પાંચ મંત્રીઓ વડે રાજય કાર્યનું ચિંતવન જેની અંદર કરાવેલું છે એવા પોતાના નગર પ્રત્યે રાજા અરિકેસરી પણ પહોંચ્યો અને ધ્વજા આદિકથી શણગારેલા નગરમાં ચંપકમાળાસહ પ્રવેશ કર્યો ચંપકમાળાને રહેવા એક અલગ પ્રાસાદ આપ્યો કે જે ન ૧૩૮ For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રાસાદની અંદર રહેલી ચંપકમાળા પોતાના સ્થાનને વિષે રહેલા રાજાને નેત્રોત્સવ કરે છે, મતલબ કે રાજાએ નિરંતર પોતાને દેખી શકાય એવો પોતાની પાસેના સન્મુખ મહેલમાં ચંપકમાલાને રાખી. વળી રાજા નિરંતર તેણીની પાસે જાય છે. એકદા રાજા અમરગુરૂને સાથે લઇ ચંપકમાળા પાસે ગયા અને તેણે ચંપકમાળાને કહ્યું કે -‘કળાઓના વિચારોને વિષે તું કાંઇ બોલ.' ત્યારે ચંપકમાળા બોલી કે ‘વિવિધ પાખંડીઓએ કથન કરેલ ધર્મોને વિષે તું કયો ધર્મ માને છે ?' ત્યારે અમરગુરૂએ કહ્યું કે-‘એ પ્રકારે તમો અપ્રસ્તુત કેમ બોલો છો ?' ચંપકમાળાએ કહ્યું કે ‘અહિં અપ્રસ્તુત શું છે ? ઇહલોક પરલોક હિતકારી અને આખરમાં શિવસુખ સંપદા આપનારી શ્રેષ્ઠ એવી ધર્મકથાને જે માણસો જાણતા નથી તે બહોંતેર કળાના જાણકારો હોય તો પણ પંડિત કહેવાતા નથી.’એ સાંભલી અમરગુરૂએ કહ્યું કે ‘અહીં કોઈ પણ વિચાર સંગતિપામી શકતો નથી. જેના પૂર્વપુરૂષોએ જે ધર્મનું સેવન કરેલું હોય તે જ ધર્મ કરવો.એટલે વંશપરંપરાથી ચાલ્યો આવતો ધર્મ યુક્ત ગણાય છે. પોતાના ગુરૂએ યજ્ઞ આદિ જે ધર્મ જેઓને કહેલો હોયતેઓને તેજ પ્રમાણે ધર્મ હોય છે.' એ પ્રમાણે ધર્મનો વિચાર કરીને જેટલામાં અમરગુરૂ શાંત થયો.તેટલામાં કોયલના સમાન સુકોમળ કંઠવાળી તેકન્યા મધુર સ્વરે બોલીકે હે સુંદર ! તારૂં કહેવુ બરોબર નથી. અન્ય પંડિતો પણ એવા પ્રકારે નથી બોલતા, કારણકે પરમ પુરષાર્થભૂત ધર્મને વિષે વિચાર કરવો યુક્ત છે.પુરુષાર્થને વિષે પણ ધર્મનું જ શ્રેષ્ઠપણું છે, કારણ કે ધર્મ તે અર્થ અને કામને પ્રગટ કરવામાં કારણભૂત છે અને તેને માટે નીતિને વિષે કહ્યું છે કે ધર્મ કરવાથી અર્થની પ્રાપ્તિ થાય છે, અર્થથી કામની પ્રાપ્તિ થાય છે, અને કામથી શુભલોનો ઉદય થાય છે. હવે યુક્તિવડે કરી જે અર્થકામના કારણભૂત ધર્મનું સેવન કરતો નથીતે પોતાના આત્માની અધોગતિકરે છે. વળી હે પંડિત ! તેં કહ્યું કે કુળ ૧૩૯ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ક્રમમાં જે ચાલ્યો આવતો હોય તેજ સર્વેને પ્રમાણભૂત હોય છે, પણ તારું કથન યુક્તિ યુક્ત નથી, કારણ કે પૂર્વ પુરૂષોના ક્રમથી જો દારિદ્રતેમજ વ્યાધિ વિગેરે ચાલ્યા આવતા હોય તો તેકુળક્રમને વિષે ચાલતા આવેલાને શું ત્યાગ કરવા લાયક નથી? અર્થાત્ ત્યાગ કરવા લાયક હોય છે. રાગદ્વેષને ત્યાગ કરનાર તથા પરમાર્થ જાણનાર ગુરૂ કહેવાય છે. તે ગુરૂ પોતે શ્રીમાન અર્પન કહેવાય છે અથવા અહંની આજ્ઞા વિષે રહેલા ને તેમના વચનોને જાણનાર ગુરૂ કહેવાય છે રાગાદિક વડે કરી મુક્ત થયેલ જ અર્ધન દેવ કહેવાય છે અને તેમનોકહેલો જ ધર્મ હિતકારી છે.” આવી રીતનાં ચંપકમાળાનાં વચનો સાંભળી અમરગુરૂ બોલ્યો કે –“આને વિષે પ્રમાણ શું ?” ત્યારે રાજપુત્રી બોલી કે “અન્ય શાસ્ત્રોને વિષે રાગાદિકની પ્રાપ્તિ છે તેજ ઇહાંપ્રમાણભૂત છે. વળી લોકો કાંઈ કહેતા નથી છતાં પણ સંહાર કરવો, સૃષ્ટિની ઉત્પત્તિ કરવી અને પ્રતિપાલન કરવું. આવાકારણોના ભાવને લઈને તેઓ દેવ કહેવાતા નથી એ પ્રત્યક્ષ છે. સ્ત્રી તથા શસ્ત્રાદિકને ધારણ કરનારી દેવમૂર્તિઓ રાગદ્વેષના ભ્રમવાળી હોય છે. મતલબ કે સ્ત્રી શસ્ત્રાદિકને ધારણ કરનાર રાગી દ્વેષી કહેવાય છે અને તે વાસ્તવિક રીતે ખરા દેવ કહેવાતા નથી પણ જિનેશ્વર દેવે રાગ વેષાદિકને ત્યાગ કરેલા છે તેમની આકૃતિ પ્રસન્નતાવાળી હોય છે ને તેમની કૃતકૃત્યતા સત્યતાથી દેખાડી આપે છે. માટે રાગદ્વેષાદિકને ત્યાગ કરનાર જ સત્ય પરમદેવ કહેવાય છે.” ઇત્યાદિ શ્રેષ્ઠ યુક્તિઓથી અમરગુરૂને ચંપકમાળાએ એવી રીતે નિરૂત્તરકર્યો કે તે અરિકેસરી રાજા સહિત જૈન ધર્મને વિષે નિશ્ચળ થયો. પછી અમરગુરૂ બોલ્યો કે “તું અમોને સંસારરૂપી સમુદ્રનો પાર પામવામાં નાવ સમાન મળી છે, કારણ કે અમો ઉન્માર્ગને વિષે ગમન કરતા હતા તેને અટકાવી સામાર્ગ (જૈન ૧૪૦ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ધર્મના માર્ગ) ને વિષે સ્થિરતા સહિત સ્થાપિત કર્યા એ પ્રકારે પ્રસંગોપાત વાર્તા વિનોદ કરતાં મહાકષ્ટથી રાજાએ યુગ સમાન એક વર્ષ વ્યતીત કર્યું એટલે લગ્નનો સમય પ્રાપ્ત થવાથી રાજાએ ચંપકમાળાનું પાણિગ્રહણ કર્યું. તેણીની સાથે પાંચ પ્રકારના વિષયસુખનો અનુભવ કરતાં દેવલોકને વિષે ઇંદ્રની જેમ રાજાએ ગયેલ સમયને જાણ્યો નહિ અન્યદા પ્રસ્તાવ અમરગુરૂએ રાત્રિના પ્રથમ પ્રહરે સ્વપ્રને વિષે પોતાના આત્માને ઊંટના ઉપર આરૂઢ થઈ દક્ષિણ દિશાને વિષે ગમન કરતો દેખ્યો અને ચિંતવના કરવા લાગ્યો કે જો આ સ્વપ્ર સત્ય હોય તો હું જાણું છું કે મારી મરણ દશા નજદીક આવી ગઈ છે, પરંતુ ધાતુક્ષોભાદિકથી પણ સ્વપ્રો દેખાય છે. આવા પ્રકારની ચિંતવના કરી અમરગુરૂએ રાજાને કહ્યું કે તમો રાણીને પૂછો કે મારું આયુષ્ય હવે કેટલું બાકી છે?” ત્યારે રાજાએ ચંપકમાળા પાસે અમરગુરૂને લઈ જઈ તેને કહ્યું કે- “તું પોતે પૂછી લે” તેટલામાં રાત્રિના સ્વમની વાત અમરગુરૂએ પુછયા વિના પણ રાણી યથાસ્થિત કહી સંભળાવી અને કહ્યું કે – “હવે તારું આયુષ્ય ફક્ત દશ માસનું બાકી છે.” તે સાંભળી અમરગુરૂએ પૂછયું કે-“મારી છે ધર્મમાતા ! હાલમાં ધર્મ ગુરૂ ક્યા સ્થળે વિચરે છે ?” ત્યારે દેવી બોલી કે “અહિંથી એક સો યોજન દૂર દિવાઢય નામની પુરાણી નગરીમાં છે.” એવું સાંભળી અમરગુરૂએ રાજા તથા રાણીને કહ્યું કે મેં જે કાંઈ તમારા અપરાધ કર્યો હોય તે તમો મને ક્ષમા કરજો કારણ કે હાલમાં મને (તે ગુરૂ તે ગુરૂમહારાજના ચરણકમળનું) જ શરણ છે.” તેના એવા પ્રકારનાં વચનો શ્રવણ કરી રાજા ગદ્ગદ્ સ્વાર્થી બોલ્યો કે – “હે પંડિત ! તારા કેટલાક અપરાધો તો સહન કરવાને તેમ માફી આપવાને હું સમર્થ થઇશ, પરંતુ ઇહલોક અને પરલોકને વિષે સેંકડો સુખસંપત્તિને આપનારી આ ચંપકમાળા દેવીને પરદેશથી લાવીને તેં મને આપી છે તે એક અપરાધ મારાથીતારો ખમી શકાય તેમ નથી. મતલબ રાજાએ ૧૪૧ For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જણાવ્યું કે કાંઈપણ અપરાધ મારો કરેલ જ નથી અને ચંપકમાળાને મેળવી આપવાથી તારો બદલો હું કોઇપણ પ્રકારે વાળી શકું તેમ નથી, તેવું સૂચવ્યું તે વખતે અમરગુરૂના પુત્રને બોલાવીને તેના પિતાના પદે સ્થાપન કર્યો, સભા સમક્ષ વિવિધ પ્રકારે તેનું સન્માન કરી કેદખાનામાંથી સર્વ લોકોને મુક્ત કર્યા તથા અમારીની પડહ વગડાવ્યો અને અમરગુરૂ પાસે ધનહીન અંધાદિકને દાન અપાવ્યું. અમરગુરૂએ સાધર્મિક વર્ગની ભક્તિ કરવાપૂર્વક જૈન મંદિરોને વિષે મન તથા નેત્રને સુખદાયક એવો અષ્ટાહિકા અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યો. ઇત્યાદિ પ્રકારનું તત્કાલ ઉચિત એવું સર્વ ધર્મકૃત્ય કરીને તથા વળી ધર્મકાર્યાદિ નિમિત્તે બહુ દ્રવ્ય. અર્પણ કરીને અત્યંત વેગવાળા વાહનો તેમજ માર્ગને વિષે સહાય કરનાર શ્રેષ્ઠ એવા સુભટો સાથે અનુકૂળ મુહુર્તે અનુકૂળ શુકને બહુમાન પૂર્વક દીક્ષા ગ્રહણ કરાવવા માટે રાજાએ અમરગુરૂને વિસર્જન કર્યો. તે અમર ગુરૂ પણ રાજાએ અર્પણ કરેલા દ્રવ્યથી માર્ગને વિષે જૈન મંદિર તથા મહોત્સવાદિ સમગ્ર ધાર્મિક કર્તવ્યોને કરવા પૂર્વક પ્રયાણ કરતો જઇને શ્રી સમયસમુદ્ર કેવળજ્ઞાની મહારાજના ચરણકમળને વિષે જઇ શિઘ્રતાથી દીક્ષા અંગીકાર કરી અને વિવિધ પ્રકારના સંયમ અનુષ્ઠાન તપકર્માદિકથી કર્મને ક્ષીણ કરી કેવળજ્ઞાન ઉપાર્જન કરી અમરગુરૂ મોક્ષે ગયા. હવે રાજાને પ્રથમ બહુ જ વલ્લભ એવી દુર્લભ દેવી નામની રાણી હતી. તે રાણોયે બહુ જ કૂડકપટથી ભરેલી સુસા નામની પરિવારિકાને બોલાવી. બહુ સેવા કરવા પૂર્વક તેણીને કહ્યું કે “હે ભગવતિ ! ચંપકમાળા ઉપર કાંઈક કલંક આવે તેવું કર કે વિષમિશ્રિત ભોજનની શંકાની પેઠે રાજા તેને શોધતાથી ત્યાગ કરે.' ત્યારે પરિવ્રાજિકા બોલી કે – “આ ચંપકમાળાએ પોતાના સ્ત્રીપણાને શ્રેષ્ઠ ગુણોથી કાંઈ રાજાને વશ કરેલ નથી પરંતુ આ રાજા પોતે જ મૂઢપણાથી એમ માને છે કે પરમ ૧૪૨) For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પદના હેતુભૂત જિનેશ્વર મહારાજના કથિત ધર્મન વિષે મને ચંપકમાળાએ સ્થાપન કરેલ છે તે માટે પ્રથમ તેણીને ધર્મભ્રષ્ટ કર્યાથી રાજા ચિંતવના કરશે કે પોતાના વાચાળપણાથી જે પ્રકારે બોલે છે તે પ્રકારે કરતી નથી, તે કારણ માટે હે વત્સ ! પ્રથમ તો તેને ધર્મથી ભ્રષ્ટ કરવાનો ઉપાયો માટે પ્રયત્ન કરીશ અને પાછળથી કલંક આપીને પણ તેને કલંકિત કરીશ કે જેથી કરીને તારા મનોરથરૂપી વૃક્ષ ફળીભૂત થશે.” એ પ્રકારે રાણીની પાસે નિશ્ચય કરીને પરિવ્રાજિકા પોતાના મઠને વિષે ગઈ અને દુર્લભદેવી રાણી પણતેને નિરંતર સારી રીતે પોષવા લાગી. ત્યાર પછી દિન પ્રતિદિન સેકડો ઉપાયો વડે ચંપકમાળાની દવા માટે પરિવ્રાજિકા ચિંતવન કરવા લાગી. આને ધર્મભ્રષ્ટ કરવા માટે મારે ક્યો ઉપાય લેવો આવી રીતે વિચાર પરંપરા ચાલતાં તેણીને સુઝયું કે આ ચંપકમાળાને પુત્ર નથી. માટે પ્રભાતે તેની પાસે જઇઆશીર્વાદ દઈ સંતુષ્ટ કરી પુત્ર પ્રાપ્તિનો ઉપાયતેને હું કહીશ તથા રખ્યાદિકથી સ્નાન કરાવીશ તથા કાલિકાદેવીની માનતા કરાવીશ આવી ચિંતવના કરી તે પરિવ્રાજિકા પ્રાતઃકાળને વિષે ચંપકમાળાના વાસભવનમાં ગઈ અને પોતાની પૂર્વની પ્રીતિવાળી પ્રતિહારી હતી તેને કહ્યું કે – “દેવીને જઈને કહે કે આપને મળવા માટે પરિવ્રાજિકા આવે છે, માટે શું આજ્ઞા કરો છો ?” પ્રતિહારીએ દેવીને જઈને કહ્યું કે “પરિવ્રાજિકા આવી છે અને પ્રવેશ કરવાની આજ્ઞા માગે છે.” રાણીએ પ્રતિહારીને કહ્યું કે “આજ્ઞા કેવી જલ્દીથી બારણેથી જ તેને વિસર્જન કર. અહિં આવવા દઈશ નહિ.” આવાં રાણીનાં કહેલાં વચનો પ્રતિહારીએ પરિવ્રાજિકાને કહ્યા છતાં પણ તેણીએ ફરીથી કહેવડાવ્યું કે “મારા ઉપર કૃપા કરીને દેવીએ એકવાર મને આવવાની રજા આપવી જોઇએ. દેવીએ કહ્યું કે “ઠીક ત્યારે તેમ હો” આવી રીતે કહેવાથી પ્રતિહારીએ પરિવ્રાજિકાને જલ્દીથી મહેલમાં પ્રવેશ કરાવ્યો. તેણીએ દેવીને આશીર્વાદ આપ્યો. અને એક જગ્યાએ ૧૪3 For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એકાંતમાં બેસી નીચે પ્રમાણે રાણીને કહેવા લાગી કે “હે દેવી, આપને પુત્ર નથી, વળી પુત્ર રહિત સ્ત્રીને સ્વામીનો પ્રેમ હોય તો પણ કાળે કરી નષ્ટ થઈ જાય છે, તેમજ જેને પુત્ર નથી હોતો તેની સદ્ગતિ થતી નથી, તે માટે મારું કહેલું વચન તું કર. અને મંત્રથી પવિત્ર કરેલી મૂળિકા તથા રક્ષાદિકને ગ્રહણ કર, તેમજ મારેહાથે મંત્રેલી રક્ષા તથા મંત્ર મૂળીયાદિકના પાણીથી તું સ્નાન કર તથા કાલિકાદેવીની પૂજા કરી હોમ તર્પણાદિક કરી વિવિધ પ્રકારની માનતા બાધા સહિત પુરા સંબંધિ નિયમોને કર કે જેથી કરીને તને શીઘ્રતાથી પુત્રની પ્રાપ્તિ થાય.” આ પ્રકારે બોલીને પરિવ્રાજિકા શાન્ત રહી ત્યારે દેવો સહિત ઇન્દ્રના વૃદોથી પણ સમ્યકત્વથી ક્ષોભ નહિ પામનારી રાણી બોલી કે “જો કે તું અન્ય લોકને એવું બોલી બોલીને છેતરે છે પણ દુઃખના સ્વરૂપને તથા ભગવાનના સ્વરૂપને જાણનારા અને જિનેશ્વર મહારાજના વચનોને અંત:કરણમાં સ્થાપના કરનારા જીવો ને વિષે અમૃતને વિષે જેમ ઝેર સંક્રમણ થતું નથી તેમ તારૂ વચન પણ સ્થાન પામી શકતું નથી. પરિવ્રાજિકા ! તેં મને કહ્યું કે તું પુત્ર રહિત છે, તો હું તને પુછું છું કે ચક્રવર્તીના સ્ત્રીરત્નને કેટલા પુત્રો હોય છે ? તે તું મને કહે વળી તું કહે છે કે અપુત્રીયાની સદ્ગતિ થતી નથી પણ તે મોહવિલસિત જાણવું કારણ કે પુત્રો જે છે તે બ્રહ્મચર્ય ખંડનના હેતુભૂત છે અને બ્રહ્મચર્ય જે છે તેને વિષે ધર્મ રહેલ છે અને તે ધર્મથી સદગતિ થાય છે. જો પુત્રોથી સદગતિ થતી હોત, તો બકરી, કુકડી, શુકરી શકુની ચકલી વિગે પ્રથમ સ્વર્ગે જવા જોઇએ કારણ કે તેને ઘણા પુત્રો થાય છે,રક્ષા તથ મૂળિકાના પ્રયોગથી તથા સ્નાનાદિક કરવાથી જો પુત્ર પ્રાપ્તિ થતી હો તો આ જગતને વિશે કોઇ પણપુત્ર વિના વાંઝીયા રહેત જ નહિ. મ હે ધૂતારિ ! લોકોને ફોગટ ભ્રમમાં તું ન નાખ. વળી તે કહ્યું કાલિકાદેવીની પૂજા માનતા વિગેરેકર, તો તું પ્રથમ મને કહે કે કા For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કોણ છે ? વળી જે માંસ મદિરાદિના ભક્ષણ કરે છે તેને વિષે દેવપણું હોય ક્યાંથી? માટે હું તો જિનેશ્વર મહારાજને મૂકીને તથા તેમના મતને વિષે રહેલાંને છોડીને કદાપિકાને અન્યને વંદન નમસ્કાર કરનારી નથી. કારણ કે શ્રેષ્ઠ હાથી ઉપર પ્રથમ બેસીને પછી ગધેડા ઉપર બેસવાની ઇચ્છા કોણ કરે ? આવી રીતે અનેક પ્રકારની યુક્તયુક્તિયોથી નિવારણ કર્યા છતાં પણ તે ધૂતારી જયારે ઉછળીને જતી નથી ત્યારે પ્રતિહારીયે બે હાથ પકડી ઉઠાડી કાઢી મૂકી. આ પ્રમાણે પોતાનું અપમાન થવાથી ક્રોધથી ધમધમવા લાગી અને તેજ વખતે પોતે પ્રથમ આરાધેલી વિદ્યાનું સ્મરણ માત્ર કરવાથી જલ્દીથી વિદ્યાદેવી આવીને કહેવા લાગી કે – મારૂ સ્મરણ તે કેમ કર્યું ? તું મને જલ્દીથી કહે કે તારું કાર્ય હું શું કરૂ ?” ત્યારે પરિવ્રાજિકા બોલી, “પોતાના જ્ઞાનના અભિમાનથી પરિપૂર્ણ થયેલી પાપિણી ચંપકમાળા મારી પણ અવજ્ઞા કરે છે માટે તું તેના ઉપર એવું કલંક નાખ કે રાજા તેનો શીઘ્રતાથી ત્યાગ કરે અને જીવતી સતી શરીર તથા મન સંબંધિ અનેક પ્રકારના દુઃખો ભોગવે આવી રીતે કહેવાથી વિદ્યાદેવીએ રાત્રિને વિષે પોતાની માયાથી ચંપકમાળાની સાથે ક્રીડા કરતો પરપુરૂષ વાસભુવનને વિષે આવેલા રાજાને દેખાડ્યો હવે રાજા જેટલામાં સમ્યક્ પ્રકારે તપાસ કરે છે તેટલામાં તો તે માયાવી પુરૂષ જેલ્દી અદશ્ય થઈ ગયો તે જોઈ રાજા વિસ્મય પામેલ મનવડે કરી વિચાર કરવા લાગ્યો કે “આ ચંપકમાળાના રૂપથી મોહિત થઈ કોઈ વિદ્યાધરે આવી આ પ્રકારનું કાર્ય કરેલ છે. તેમજ સ્ત્રીઓના સ્વભાવને પણ ધિક્કાર છે ! ધિક્કાર છે ! અહો ! અહો ! સ્ત્રીયોનું મન દુઃખે કરીને પણ ગ્રહણ કરી શકાતું નથી તથા તેમનું મન સ્નેહથી પણ ગ્રહણ કરી શકાતું નથી તથા વિનય ગુણથી લજ્જાથી મીઠા મીઠા સેંકડોજાતના વચનોથી કઠોર તેમજ કોમળ વચનોથી, વૈભવથી તેમજ યૌવન વડે કરીને પણકિ બહુના ? કોઈપણ પ્રકારના ઉપાયથી સ્ત્રીઓના મનને ૧૪૫ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુરૂષો વશવર્તી કરી શકતા નથી. વળી પણ રાજા વિચાર કરે છે કે ‘જે પુરૂષ કામથી વ્યાપ્ત થઇ સ્ત્રીઓના વૃંદને વિષે સદ્ભાવ ધારણ કરે છે તે પુરૂષ દુઃખે કરીને પાર પામી શકાય તેવા દુઃખ સમુદ્રને વિષે પડે છે, તેમા કાંઇપણ સંદેહ નથી. જિનેશ્વર મહારાજના નિરમલ વચનોથી સહાસનાવાળી તથા નિર્મળ કુળને વિષે ઉત્પન્ન થયેલી, તેમજ ધીરતા ધારણ કરનારી એવી પણ આ ચંપકમાળા જ્યારે દુઃશીલ પણું ધારણ કરે તો જગતની બીજી સ્ત્રીઓની ગણત્રી શું કરવી ?’ એ પ્રમાણે ચિંતવના કરી રાજા તેને વિષે વિરકત મનવાળો થઇ નિશ્ચય કરે છે કે આ મારે કદાપિકાળેસેવન કરવા લાયક છે જ નહિ. તો પણ મારે તેને બોલાવી તો પડશે જ, કારણ કે તેણીએ મને જૈનધર્મનુંદાન કરી મારા ઉપર એવા પ્રકારનો ઉપકાર કરેલો છે કે જેનો બદલો હું સેંકડો ભવોની પરંપરાથી પણ વાળી શકવા સમર્થ થઇ શકનાર નથી એવી રીતે દઢ નિશ્ચય કરી રાજા પોતાના મનના આશયને ગોપવીને ગયો. ચંપકમાળાએ પ્રથમની માફક રાજા મન વિના પણ ક્ષણ માત્ર ત્યાં બેસી થોડી ઘણી ઉપરના આડંબરની વાત કરી શીવ્રતાથી ઉડી ત્યાંથી ચાલ્યા વિના બહુ જ અલ્પ સ્થિતિને કરે છે. આમ કરવાનું શું કારણ હશે ? તેલ વિનાના મંદ દીપકની પેઠે રાજા ક્ષીણ સ્નેહવાળો થઇ મને ક્ષણ માત્ર દર્શન દઇ ચાલ્યો જાય છે તેનું શું કરાણ હશે ? એવો વિચાર કરી શબ્દનો અવગ્રહ કરી ચૂડામણિમાં ઉપયોગ દીધો તેથી પરિવ્રાજિકાએ કરેલ તમામ પ્રપંચ ચંપકમાળાએ દેખ્યો તો પણ તેણીએ પારિત્રાજિકા ઉપર કાંઈ પણ દ્વેષનો લેશ માત્ર પણ નહિ ધારણ કરતાં ચિંતવન કર્યું કે ‘હાલમાં છ માસ સુધીનું ભોગાંતરાય કર્મ મારે ભોગવવું પડશે જ વળી આ ભોગો ધમ કર્મને અંતરાય કરનારા છે. અનાદિકાળના અભ્યાસથી ગાઢ ગૃદ્ધ થયેલા,મોહને વશ થઇ પંડિતો પણ ભોગો ભોગવે છે હાલમાં તે ભોગોનું વિઘ્ન આવવાથી વિશેષતાથી ધર્મને વિષે ઉદ્યમ કરૂ કારણ કે, ૧૪૬ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે ધર્મ જ સકલ ઇચ્છિત સુખોને આપવાના પ્રબળ કારણ સમાન છે' એ પ્રમાણે ચિંતવના કરી કોઈ વાર કોયલના સમાન મધુર કંઠવાળી ચંપકમાળા સ્વાધ્યાય ધ્યાન કરવા લાગી, કોઈ વાર મહા સુગંધ પુષ્પો વડે કરી ભક્તિભાવથી પરમાત્માનું પૂજન કરવા લાગી, કોઇવાર ઘણા ભવભ્રમણો આ જીવે કર્યા છે તેવી ભાવના મનમાં ભાવવા લાગી, કોઈવાર મનોહર શુદ્ધ જૈનધર્મને વિષે પોતાનું મન લયલીન કરવા લાગી, ઇત્યાદિ અનેક પ્રકારના ધર્મ વિનોદોથી કુમત ત સખીજન સહિત પોતાના દિવસોને નિર્ગમન કરવા લાગી, તેમજ સામાયિકાદિ અનુષ્ઠાનની અંદર તત્પર રહી પ્રફુલ્લિત મને રાત્રિઓને વ્યતીત કરવા લાગી હવે અન્યદા મહત્તરા જે હતીતેણે ચંપકમાળાને એકાંતે પુછ્યું કે‘તારે વિષે રાજા મંદ સ્નેહવાળો કેમ દેખાય છે ? ત્યારે ચંપકમા!! બોલી કે - ‘જેમ ચંદ્રની કળાઓ સ્વલ્પ વિશેષની ઘટાને પામે છે તેમજ સ્ત્રી ભરથારને પણ કર્મવશાત સ્નેહમાં વૃદ્ધિ હાનિ થાય છે કિંપાકના ફલની સમાન આપાતમાત્ર મધુર અને પરિણામે મહાન દુઃખદાયક એવા વિષયો તો જરૂ૨ વર્જવા લાયક છે. તે વિષયો જે પોતાની મેળે જ નાશ થતા હોય તો તેમાં અયુક્ત શું છે ? ત્યારે મહારા ોલી કે -‘એમ હો પરંતુ લોકને વિષે પ૨પુરૂષ સંગમનો પ્રવાદ અપવાદ તારો બોલાય છે અને સજ્જનના હૃદયોને વિષે દુઃખ થાય છે.' ત્યારે ચંપકમાળા બોલી કે‘લોકો શાથી અને કેવા પ્રકારે પુરપુરૂષનો સંગ કરનાર મને કહે છે.’ ત્યારે મહત્તરા બોલી કે ‘કોઇ વિદ્યાધર તારા સાથે ક્રીડા કરે છે.' ચંપકમાળા ચિંતવના કરવા લાગી કે ચૂડામણિથી મેં જે જાણ્યું છે તે સત્ય થયું લોકને વિષે તેણે મારી અપકીર્તિ કરી. પછી ચંપકમાળા બોલી કે – ‘તે પ્રકારે હું પ્રયત્ન કરીશ કે પરના દુઃખે દુઃખી થયેલા સજજનો તથા તમારા જેવાનાં મુખો ઉજવલ થાય' ચંપકમાળાના આવા વચન સાંભળી, “મહાપ્રસાદ” એમ કહી મહત્તરા પોતાના સ્થાનકે ગઇ અને ભાગ-૧ ફર્મા-૧૧ ૧૪૭ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે જ સમયે રાજા પણચંપકમાળાના વાસભવનમાં આવ્યો તેને ચંપકમાળાએ કહ્યું કે-હે નર ચુડામણિ ! તારા ગુણગણને ગણવાને માટે કોઈ પણ શક્તિમાન નથી, કારણ કે પ્રત્યક્ષ દોષ દેખેલ છતાં પણ મારા ઉપર આવપ્રકારની તારીકરૂણા છે. ઉચ્છિષ્ટ ભોજનની પેઠે તે મારા શરીરના ભાગોને ત્યાગ કરવાથી મેં ચુડામણિમાં ઉપયોગ દઇ જાણ્યું કે આપે શાનાં વિષે મારા સાથે આલોટતા પરપુરૂષને દેખ્યો. અને ફરીથી ઉપયોગ દેવાથી લોકને વિષે પણ મારી અપકીર્તિ થાય છે તે પણ મેં જાણ્યું, તે કારણ માટે હે નરનાથ ! લોકોના પ્રત્યક્ષ કાંઈ પણતું મને દારૂણ દિવ્ય કરવા દે કે જે કરવાથી મારી માટે લોકોને વિષે આ મહાન અપયશનો ઢોલ વાગતો બંધ થાય અને એ દિવ્યમાંથી પસારથયા બાદ મારા સ્વામીનાથને હું એવા પ્રકારની યુક્તિ કહીશ કે પરપુરૂષનું દર્શન ઇંદ્રજાળની સમાન દેખાય ત્યારે રાજા બોલ્યો કે “તે દિવ્ય કયારે કરવું તે કેવી રીતે દિવ્ય કરવું. ત્યારે રાણીએ કહ્યું કે નગરના મોટા મોટા લોકો કહે તે કરવા તૈયાર છું.” એમજ થાઓ' એમ કહી ચંપકમાળાને પુછી રાજા ત્યાંથી ઉઠયો અને તત્કાળ ઉચિત કર્તવ્ય કરી બીજી જગ્યાએ જઈને સુઈ રહ્યા હવે રાત્રિના છેલ્લા સમયે જાગૃત થઇ રાજા ચિંતવના કરવા લાગ્યો કે “કદાચિત દૈવાધિનથી આ ચંપકમાળા શુદ્ધ ન થાય તો મને દુઃખે કરી પાર પામી શકાય એવું આ દુઃખ ઉત્પન્ન થયું. એ પ્રકારે અત્યંત ચિંતાતુર રાજાને કાલ નિવેદન કરનારાએ સૂર્ય ઉદય થયાનું સૂચવ્યું. રાજાએ ચિંતવ્યું કે “જરૂર દિવ્યને વિષે રાણી શુદ્ધ થશે. વળી દિવ્ય પણ આકાશ વાણીથી જે દેવતાઓ કહે તેજ હો.. આ પ્રકારે નિશ્ચય કરીને બેઠેલા રાજાએ પ્રાતઃકાળના કર્તવ્યો કર્યા અને પોતાના પરિવારના લોકો તથા નગરના લોકોને બોલાવીને પોતાની પાસે બેસાર્યા. તે વખતે ધર્માધિકારિયો કહેવા લાગ્યા કે-હે લોકો ! તમે સ્થિર ચિત્તે સાંભળો. ચંપકમાળા દુઃશીલાછે આવો પ્રવાદ લોકોના મુખથી ૧૪૮ For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દેવીએ સાંભળ્યો છે તેથી તે કહે છે કે દિવ્યશુદ્ધિ થશે ત્યારે જ ભોજન કરીશ અન્યથા નહિ આવો મારો નિશ્ચય છે તેમ દેવી કહે છે માટે તપાવેલા અડદના દાણાદિક વિગેરે સામગ્રી શીઘ્રતાથી તૈયાર કરો.” આવાં ધર્માધિકારિનાં વચનો સાંભલી નાગરિકલાકો બોલ્યા કે “પામર અને મૂર્ખ માણસોના બોલવાથી શું તે યુક્ત છે? અર્થાત્ નથી જ ત્યારે રાજા બોલ્યા કે તમારૂ કહેવું યુક્ત છે તો પણ જેણે અવર્ણવાદ લોકોને વિષે પ્રગટ કરેલો છે તે અપવાદ લોકને વિષે ફેલાવાથી મોટાના મહાભ્યને પણ હણનાર થાય છે.કહ્યું છે કે વિરૂદ્ધ હોય, સત્ય હોય કે અસત્ય હોય અથવા કોઇ બીજા હોય તેવા પણ લોકવાયકો અસહ્ય છે. લોકશબ્દ આ જગતમાં સર્વથા પ્રકારે માનને હણનારો થાય છે. કારણ કેતુલા નક્ષત્રમાંથી ઉતરેલ અને પ્રગટપણે સમગ્ર અંધકારના સમૂહને નાશ કરનારો એવો પણસૂર્ય કન્યા નક્ષત્ર પ્રત્યે ગયો. આવી લોકિક શ્રુતિ (લોકોનો શબ્દ) થાય છે.' ત્યારે લોકો બોલ્યા કે “આ બાબતમાં આપ જ પ્રમાણે છો, આપને જે યોગ્ય લાગે તે કરો.” એવી રીતે લોકોના કહેવાથી વૃદ્ધાને મોકલી રાજાએ ચંપકમાળા દેવીને દિવ્ય સ્થાને બોલાવી.તેણી પણ પૌષધ શાળામાંથી પૌષધને પારી, વિધિથી જિનેશ્વર મહારાજને પૂજીને, શિબિકા ઉપર બેસીને દિવ્યભૂમિને વિષે ગઈ અને વૃદ્ધાના મુખથી રાજાને જણાવી આજ્ઞા માગી. દુર્લભદેવીઆદિ અંતઃપુરની બીજી રાણીયો પણ પડદાની અંદર રહી ત્યાં જોવા લાગી. આ સમયે નગરને વિષે ક્ષોભ પામેલો લોક સમુદાય એક મલ્યો. ચંપકમાળાનું આજે શ્રેય (ભલુ કલ્યાણ) થાઓ એવો શબ્દ સમૂહ લોકોના મુખથી ઉછાળ્યો. જવાજલ્યમાન અગ્નિ પ્રજલિત થયો. તેના ઉપર મૂકેલી તેલનીકડાઇમાં તેલ પણ બહુ જ તપી ગયું. હવે જેમ જેમ અગ્નિ પ્રજવલિત થાય છે અને જેમ જેમ મોટી મોટી લહેરોથી તે પણ તપી તપીને ઉછળવા મંડ્યું છે તેમ તેમ લોકોના હૃદયો પણ બળવા ૧૪૯ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મંડ્યાં છે. હવે ધર્માધિકારીયોએ મંત્રીને જેવો અડદનો દાણો તેમાં નાખ્યો કે તુરત પ્રલય કાળના જેવા અગ્નિ અસ્માત પ્રજવલિત થયો. સર્વથા પ્રકારે તડુ, તડું ત એ પ્રકારના શબ્દોથી આકાશ મંડળ ભરાઈ ગયું, ખ, ખડુ ખડુ કરતાં મહેલોના શીખરો ખરી પડવા લાગ્યાં, ત્ર, ત્રડુ, ત્રડુ કરતો નગરનો કોટ કિલ્લો તૂટી પડવા મંડયો, માતા પિતા પુત્રને, પુત્ર માતાને શીઘ્રતાથી છોડી દઈ પ્રાસાદના ઉંચા શીખરો પર ચડી મોટા મોટા સ્વરોથી પોકાર કરવા લાગ્યા રૂદન કરવા લાગ્યા વિલાપ કરવા લાગ્યા. હા હા હા પુત્ર ! હા હા હા માત ! આવા પ્રકારનો શબ્દ લોકોમાં ઉછળ્યો,તે વખતે આકાશને વિષે શાસન દેવતા એ પ્રકારે બોલ્યા કે-“રે રે ચંદ્રમાની કળાની સમાન નિષ્કલંક નિર્મલ એવી આ ચંપકમાળા દેવીના ઉપર કલંક નાખનારા તથા પોતાના આત્માના જ વૈરીઓ એવા તમારા જેવાને આ પોકાર કરવાપણું કેટલા માત્ર છે ? અર્થાત્ આના ઉપર કલંક નાખવાથી તમોને માન આપત્તિ આવી પડશે તેમ સૂચવ્યું. ' ગગન મંડળને વિષે આવા પ્રકારના શાસન દેવતાનાં વચનો સાંભળી ભયભીત થયેલ નગરનો સમગ્ર લોકવર્ગ ચંપકમાળાના ચરણમાં પડીને હાથ જોડી વિનવવા લાગ્યો,-હે દેવિ ! અનાથના પેઠે બળી જાતું એવું સમગ્ર નગર ભસ્મીભૂત થાય છે માટે તું રક્ષા કર, રક્ષા કર, કારણ કે આ વિનીત દાસવર્ગ ઉપર તમારા જેવા ઉત્તમ જીવો કદાપિ પરાડમુખ હોતા નથી” રાજા પણ બોલ્યો “સ્ફટિક રત્નની સમાન નિર્મળ શીયાળવાળી હે દેવિ ! પરમ બ્રહ્મચર્યને ધારણ કરનારી એવી તારા વિષે મૂઢ લોકોએ જે કલંકનો દોષ ચડાવ્યો છે તે તેના પાપરૂપી વૃક્ષના ફલની સમાન આ ઉપદ્રવને તેઓ અનુભવ કરે છે, કારણ કે હવે તારા પ્રસાદ શિવાય આ લોકોને બીજું કાંઈ શરણ ભૂત નથી.” પછી ચંપકમાળા દેવી બોલી કે “આ અરિકેસરી રાજા સિવાય બીજો કોઈપણ પરપુરૂષ મારા મનમાં પણ ન વસતો હોય તો શીધ આ અગ્નિ સ્વયમેવ ૧૫o For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શાન્ત થાઓ-બૂઝાઇ જાઓ અને બળી ગયેલું તથા બળતુ બધું જેમ હતું તેમ સારૂ ઠીંક થઈ જાઓ.' આવી રીતે ચંપકમાળા બોલી કે તુરત શાસન દેવતાએ તેના બોલ્યા પ્રમાણે શીઘ્રતાથી કરી દીધું. હવે કુતુહલથી તથા ભક્તિથી જે દેવતાઓ ત્યાં આવ્યા હતા તેણે જયતિ, જયતિ સુશીલા’ ઇત્યાદિ ઉદઘોષણાપૂર્વક ચંપકમાળાની ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને જય જય શબ્દના સાથે દેવ દંદુભિઓના નાદ થયો તથા ગગનમંડળને વિષે દેવાંગનાએ નાટારંભ શરૂ કર્યો નગરમાં પૃથ્વીને વિષે કંકુનાં છાંટણાં નાકાણાં તથા મોટી મોટી માળાઓ સહિત ઘર ઘર પ્રત્યે તોરણો બંધાવ્યા અને બાળકથી તે વૃદ્ધ પર્યંત લોકો છીંક ખાતા ત્યારે પણ ‘ચંપકમાળા જયતુ જયતું’ બોલતા. હવે અદ્ભુત આશ્ચર્ય દેખી પરિવ્રાજિકા ભયભીત થઇને ચિંતવવા લાગી કે ‘આ અનર્થને ઉત્પન્નકરવામાં મૂળ કારણભૂત હું છું માટે હવે મારે મરણનું જ શરણ છે, કારણ કે મેં પાપિણીએ અનેક પાપકર્મો કરેલા છે તેથી મારે લાખો દુ:ખો સહન કરવાં પડશે તેમાં પણ આતો મહા પાપ છે, કારણ કે જૈન મતમાં નિપુણ પુરૂષો અપ્રતિષ્ઠાન નરકાવાસને વિષે મહાપાપ કરનારો ઉત્પન્ન થાય છે તેમ કહે છે અને હું પણ આવા ઘોર પાપ કર્મથી કદાચ પામું, તે સિવાય મારી બીજીગતિ નથી. તો પણ સમગ્ર લોક સમક્ષ મારૂ પાપકર્મ હવે પ્રગટ નથી. તો પણ સમગ્ર લોક સમક્ષ મારૂ પાપકર્મ હવે પ્રગટ કરીને ત્યાં જઇને આ મહા સતીનાં ચરણકમળમાં પડી નમસ્કાર કરૂ એવીરીતે કરતાં મારૂં પાપ કર્મ ભારેકર્મીપણાથી કાંઇક ઓછું થાય, એટલે કે તેને ખમાવી કાંઇક પાપ ભારથી હલકી થઇને હું મરૂ તો સારૂં'એવી વિચારણા કરી સાહસને ધારણ કરી, શીવ્રતાથી દિવ્ય ભૂમિને વિષે જઇ, પોતાના બે ભુજાદંડ ઉંચા કરી, પરિવ્રાજિકા સભા સમક્ષ બોલી ‘આ જૈન શાસન જયવંતુ વર્તો, કારણ કે જૈન શાસને વિષે પ્રગટ પ્રાતિહાર્ય વાળી મહા પ્રભાવવાળી મહાસતીયો હાલમાં પણ વિદ્યમાન છે.' પછી ૧૫૧ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ચંપકમાળાદેવીના ચરણકમળને નમસ્કાર કરીને બોલી “હે દેવિ ! સમ્યકત્વને વિષે નિશ્ચલ ચિત્તવાળી એવી તારૂં શીયળ જયવંતુ વર્તે છે. આજથી તારા પ્રસાદથી મને પણ દેવગુરૂ મરણ પર્યત હો.' એ પ્રકારે સમ્યકત્વને પામીને ચંપકમાળાનું કલંક દૂર કરવા માટે પરિવ્રાજિકાએ પોતાનું દુષ્ટકર્મ લોકોની પાસે પ્રગટ કર્યું કે “સતીયોને વિષે શિરોમણિ એવી આ પવિત્ર ચંપકમાળાને માથે કલંક નાખવા વિદ્યાના બલથી તેદેવીની સાથે રમતો પરપરૂપ મેં રાજાને બતાવ્યો છે, તથા વિદ્યાના જ બળથી આખા ગામમાં વાર્તા પણ જૂઠી મેં જ ફેલાવી છે.” હવે રાજા તેને પૂછવા લાગ્યો કે તેમ કરવાનો તારો હેતુ શું હતો ? ત્યારે તે બોલી કે –“બહુ કૂડકપટ અને દુષ્ટકૃત્યની કોટડી સમાન એવી મારે વળી બીજો હેતુ શું હોય ?' રાજાએ ફરી પુછ્યું કે જેમ તે તારૂ દુષ્ટકૃત્ય સત્યતાથી મારી પાસે કહ્યું તેવી જ રીતે તું આનું કારણ પણ કહે ત્યારે પરિવ્રાજિકા બોલી કે હે નરવર ! તું મને મારીશ તે દુઃખ મારા પાપકર્મની સરખામણીમાં કશી ગણત્રીમાં નથી, હજી તો મારે નરકાદિકને વિષે બહુ જ દુઃખ સહન કરવાનું છે. એવા પ્રકારના પરિવ્રાજિકાનાં વચન સાંભળી રાજાએ ક્રોધ કરી કહ્યું કે “રે રે આને તપેલા તેલ વડે કરીને જલ્દી સિંચો કે જેથી કરીને તેણી પોતાની દુષ્ટતા તજીને જલ્દી સત્ય હકીકત કહી દે જેટલામાં રાજાના તે પ્રકારના આદેશનો અમલ કરવા માટે રાજાના સેવકો ઉઠયા તેટલામાં ચંપકમાળા સંભ્રમથી ઉઠીને નરનાથને કહેવા લાગી કે હે સ્વામિન્ ! હું તેને જયાં સુધીમાં કાંઈ પણ કહું ત્યાં સુધીમાં આ લોકોને નિવારણ કરો કે કાંઈ વિપરીત કરે નહિ? રાજાએ તેમ કર્યાથી ચંપકમાળા બોલી “વિવેકરૂપી રત્નોની ઉત્પત્તિના સ્થાન રોહણાચલ પર્વત સમાન તથા કરૂણારૂપી રસના સરોવર સમાન તમારા જેવાને સ્વામિન્ ! આ પરિવ્રાજિકા ઉપર આવું કરવું શું યુકત છે ? આ પરિવ્રાજિકા પોતાના પ્રેમનો ત્યાગ કરીને પણ પરના પ્રાણને બચાવવા ૧૫૨ For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માટે ઇચ્છાકરે છે હે પ્રિય ! તમે કહો કે આ જગતને વિષે મરણથી ભય પામેલ કોઈ આવું કાર્ય કરે તેમ છે ? અર્થાતુ નથી જ વળી બીજું એ છે કે આવા સમયે પોતાનું પાપકર્મ પ્રગટ કરવાને બીજું કોણ સમર્થ છે ? અર્થાત્ કોઈ જ નહિ મતલબ કે આ પરિત્રાજિકાનું ચિત્ત પ્રથમ જેવું હતું તેવું હાલમાં નથી, પરંતુ સત્યાર્થતાથી સમકત્વ યુક્ત દેવગુરૂધર્મની વાસનાથી ભૂષિત થયેલું છે, કારણ કે જે અવસ્થાની અંદર આ વિપકંદલીના સમાન હતી તે અવસ્થા હાલમાં તેની નષ્ટ થઈ છે, માટે તેનું વાત્સલ્ય કરવું, પરંતુ તેને દુ:ખ દેવું યુક્ત નથી” આવા પ્રકારના વચન સાંભળી દેવી ચંપકમાળાની સાથે રાજા પોતાના વાસભુવનમાં ગાયો. હવે પરિવ્રાજિકા ચંપકમાળા પાસે નિરંતરધર્મને શાંત હૃદયથી સાંભળવા લાગી તથા ગૃહસ્થ ધર્મને યોગ્ય યથાશક્તિ પુન્ય કર્મ કરવા પશ્ચાતાપરૂપી દાવાનળવડે બળેલા હૃદયવાળીદુર્લભદેવી પણ વિભક્ષણના પ્રયોગથી પોતાના જીવિતવ્યનો ત્યાગ કરવાની ઇચ્છા કરવા લાગી. ચંપકમાળા એવા પ્રકારના તેણીના અધ્યવસાય ચૂડામણિથી જલ્દી જાણીને તેણીની પાસે ગઈ અને દુર્લભદેવીને પુછયું કે “તારા હાથમાં શુ છે ?” તે વખતે તેણી ચંપકમાળાના પગમાં પડીને બોલી કે જે કાંઇ આપ જાણો છો તેજ' ચંપકમાળા આશ્વાસન આપી બોલી કે જે પાપકર્મનું આચરણ તે કરેલ છે તેનો પ્રતિકાર આવા કાર્યથી બની શકે નહિ, કારણ કે આમ કરવાથી ચંદ્રની કળાના સમાન નિર્મળ સ્ત્રીયોના અપયશનો ઢોલ વાગે. હાલમાં ધર્મકર્મને વિષે કેટલાક દિવસ તમો વ્યતીત કરો, ત્યાર પછી આ કર્મના પ્રતિકારનો ઉપાય અવસરે હું તમોને કહીશ.' તે સાંભળી દુર્લભદેવી બોલી કે “અપકાર ઉપર ઉપકાર કરવામાં તત્પર, પરના છિદ્રોને ઢાંકવામાં કર્તવ્ય સમજનાર તથા પોતાના જન્મ તેમજ કુળને સફળ કરનાર હે દયાળુ બહેન ! તમને નમસ્કાર હો, વારંવાર તમને મારો નમસ્કાર હો' એ પ્રકારે સહૃદયબોલીને ૧૫3 For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ચંપકમાળાના ચરણકમળમાં પડીને બોલી કે “તારા ચરણકમળનું જ મને શરણ હો હે સુતતનું ! તમે કોઈ મહાત્માનું વચન સત્ય કર્યું કે નિર્ગુણી પ્રાણીયોના ઉપર પણ સજ્જનો ઉપકાર કરનારા હોય છે.” એ પ્રકારે પોતાના અપરાધને ખમાવી ચંપકમાળાની જોડે પ્રીતિ કરવાલાગી. હવે ચંપકમાળાની સાથે દુર્લભદેવી પ્રીતિ વૃદ્ધિ પામેલી જોઈ રાજા પોતાના મનમાં એ પ્રકારે ચિંતવન કરવા લાગ્યો કે “ચંપકમાળા ઉત્તમકુળને વિષે ઉત્પન્ન થયેલી છે, તથાતેણીના ગુણો અને દક્ષતા જોઇને ભલ ભલા માથું ધુણાવે છે. તેણીએ જૈનશાસનની ઘણી જ પ્રભાવના કરી છે.” રાજા પણ તેણીના ઉપર સદ્ભાવ ધારણ કરતો જૈન ધર્મને વિશે અત્યંત પ્રવૃત્તિ કરવા લાગ્યો રાજાએ પોતાના દેશમાં રહેલા પ્રત્યેક પ્રત્યેક ગામમાં જૈન મંદિરો કરાવી પૃથ્વીને જૈન મંદિરથી ભૂષિત કરી સુવિદિત લોકોને બહુમાનપૂર્વક વસતિ આપી ઉચિત રીતે બહુમાન કરવા પોતાના અધિકારી વર્ગને પ્રેય, તેમજ મુક્તિ સુખના પરમ અંગભૂત સ્વામીવાત્સલ્યાદિક કરી સાધર્મિક ભાઈઓની ભક્તિ કરવા માંડયો તથા સિદ્ધસેનના સારને સાંભળવા લાગ્યો આવી રીતે કરી સર્વ જગ્યાએ અમારીના પડદની ઉદઘોષણા કરાવી અને સર્વ શ્રાવકવર્ગને કર રહિત કર્યા. એ પ્રકારે દેવી સહિત ધર્મકાર્ય કરવાને તત્પર રહેલો રાજા પાપકાર્ય ની બુદ્ધિરહિત થઇ, ઉત્તમ કાર્યમાં ઉદ્યમી થઇ, ન્યાયનીતિથી પ્રજાનું પ્રતિપાલન કરવા લાગ્યો. હવે અન્યદા ચંપકમાળાએ સારા મુહુર્ત પૂર્વદિશા જેમ લાલ કિરણવાળા સૂર્યને જન્મ આપે છે તેમ લાલ હાથ પગવાળા અને પવિત્ર એવા પુત્રને જન્મ આપ્યો તે સમયે પ્રિયંવદા નામની દાસીએ પુત્રજન્મની વધામણી રાજાને આપવાથી રાજાએ મુકુટ સિવાય તમામ આભૂષણો દાસીને બક્ષીસ કર્યા, તેમજ તેને દાસીભાવથી મુક્ત કરી અંતે પ્રતિહારીને આજ્ઞા કરી કે ‘જિનેશ્વર મહારાજની પૂજા પૂર્વક યોગ્ય કરો’ પ્રતિહારી રાજાની આજ્ઞા પ્રમાણે સર્વ જગ્યાએ પુરૂષો M૧૫૪ - For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મોકલી ધ્વજા વિગેરેથી હાટ ધરબાર વગેરે મંગળમય શણગારી નગર ઉત્સવ યુકત કર્યું. એક માસ વ્યતીત થયા પછી સારા મુહુર્તો મહાઉત્સવપૂર્વક રાજાએ પુત્રનું નામ ભુવનાનંદ પાડયું.અનુક્રમે બાલક લાલનપાલન કરતો અષ્ટ વર્ષનો થયો, ત્યારે કળા અભ્યાસનેમાટે ઉપાધ્યાયની પાસે મૂકયો સ્વલ્પ સમયમાં કળાઓના સમૂહનો પારગામી થવાથી રાજાએ તેને યુવરાજ પદે સ્થાપ્યો અને તે કુમાર સમગ્ર લોકોના મનને હરણકરવાવાળો થયોઅનુક્રમે રાજાને કુમારોરૂપી હસ્તિઓને વિષે સિંહસમાન બીજો પણ પુત્ર થયોતથા જયસુંદરી નામની એક ઉત્તમ પુત્રી પણ થઈ એવા પ્રકારે કાળ નિર્ગમન થતાં એક દિવસે ચંપકમાળાએ રાજાને કહ્યું કે “હે નરેશ્વર ! હાલમાં દીક્ષા અંગીકાર કરવાનો સમય વર્તે છે' રાજાએ કહ્યું કે “હે સુંદરી ! તે બરાબર યુક્ત કહ્યું છે, પરંતુ હજી સુધી હું પૂર્વકર્મના વશથી તારા મુખકમળને જોવાની તૃષ્ણાવાળો છું.” તે સાંભળી રાજા પ્રત્યે ચંપકમાળા બોલી “હનાથ ! આવા પ્રકારનું વચન યુક્ત નથી.આપના આત્માને હિતકારી વચનો વડે બોધ કરવો જોઇએ કે હે ચેતન ! દુર્લભ એવા મનુષ્ય જન્મને પામીને પણ સ્ત્રીના મોહમાં આખો ભવ હારી જાય છે તે સ્ત્રીમાં મનોહરપણ તે શું દેખ્યું ?જે સ્ત્રીના શરીરની અંદર છે તે બહાર હોય અને જે બહાર હોય તે અંદર હોય તો તેના પ્રત્યે પડનારા કુતરાઓના સમૂહને દુ:ખેકરી નિવારણ કરી શકાય. ચામડી હાડકા, રૂધિર મૂત્ર, વિષ્ટા, નસો,મજ્જા, મેદાદિકથી પરિપૂર્ણ દુર્ગધમય સ્ત્રીના શરીરને વિષે રમણીયતા કાંઇ જ નથી. વળી સ્ત્રીના દેખાતા મનોહર શરીરના સ્પર્શને વિષે જે આસકત થાય છે તે મોહથી વશ થઇ વિવેક શૂન્ય બની કંગાળ દશા ભોગવે છે જેવા પ્રકારે જીવ સ્ત્રીના વિષે રકત થાય છે તેવી જ રીતે જો જૈનધર્મને વિષે રક્ત થતો હોય તો તેજ ભવને વિષે સકલકર્મ ક્ષય કરી મુક્તિ ગમનનો ભાગી થાય. જેમ વીજળીનો ચંચળ ચમકારો ક્ષણમાત્ર માં નષ્ટ થાય છે તેવી જ ૧૫૫ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રીતે ચિંચળ એવી મનુષ્ય જીંદગી પામી તેની સાર્થકતા કરવાને બદલે સ્ત્રીના પરવશપણેવ્યર્થ ગુમાવવી સમજુ માણસને કેમ પાલવે આત્માને સમજાવવો ઘટે છે કે તું જૈન શાસન પામીને પણફોગટ હારી જાય છે. તું વિષયને વિષે પ્રીતિ ખંડોને તું ભાંગીનાખે છે. તથા મદોન્મત્ત હસ્તિની પેઠે સદ્ ધર્મની દેશના રૂપી તીક્ષ્ણ અંકુશના પ્રહારને પણગણતો નથી હે હૃદય ! હે હતાશ ! જિનેશ્વર મહારાજના મતને પામીને પણ માર્ગાન્તારે ચાલી ભ્રષ્ટ થઈ વિષયસુખની વાંછા કરી જીવિતવ્યને માટે હળાહળ વિષનું પાનકરે છે. તે વિષવડે કરી હણાયેલ છે, તે ધતુરાનું પાન કરેલ છે અથવા તું મોહથી ઠગાયેલ છે, કે તું જાણતા હતા પણ મઢની જેમ વિષયને વિષે સુખની ઇચ્છા કરે છે. તારા ઉંચપણાને વિવેકને પ્રાપ્ત કરેલ છતાં પણ તે વિષયસેવનની વાંછા કરે છે. રે જીવ ! વિષયોને વિષના પેઠે તું જાણ, વિષયોને ખડ્રગની ધાર સમાન તું જાણ, વિષયોને મષિના સમાન તું માન, કારણ કે તે વિષયો બુદ્ધિનો ઘાત કરનારા, પુન્યનું છેદન કરનારા અને કીર્તિને મલીન કરનાર છે. તે કારણ માટે રે જીવ ! તારે વિષયને વિષે એકક્ષણમા પણ મન કરવું લાયક નથી. કારણ કે ઇંદ્રધનુષ્યની સમાન ચપળ એવા વિષયોની તૃષ્ણા કરવી નકામી છે આવા પ્રકારે મનને સ્થિર કરી ભવ સ્વરૂપનું ચિંતવન કરો કે જે વડે જન્મ જરા મરણને હરણ કરનાર સંવેગરૂપી નિર્મળ રસાયણ મેળવવા આપ શક્તિમાન થાઓ.” એવા ચંપકમાળાના વચનોને શ્રવણ કરવાથી ઉત્પન્ન થયેલા સંવેગરંગ વડે કરી સાડી ત્રણ કોડ રોમરાજીના વિકસ્વર ભાવોને ધારણ કરનાર રાજા સ્નેહ યુક્ત વચનો વડે ચંપકમાળાને કહેવા લાગ્યો કે- પ્રથમ મનેમિથ્યાત્વરૂપી કાદવથી ઉદ્ધાર કરી સમ્યક્ત્વ મા સ્થાપન કર્યો તેવી જ રીતે હાલમાં પણ મને ઈહલોક પરલોકને હિતકારી કર્તવ્યને વિષે સારી રીતે ઉજમાળ કરેલ છે વળી રાજયધૂરાને ધારણ કરવા સમર્થ ન થયેલા એવા પુત્ર રત્ન, ૧૫૬ For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છતાં પણ પૂર્વ ભવના અભ્યાસથી રાગરૂપી અગ્નિથી બળી ગયેલા મારા ઉપર તેં તારા હૃદયના ઉલ્લસાયમાન થતા સંવેગરંગના રસરૂપી પાણિની ધારાવડે સિંચન કર્યું તે સારૂં કર્યું છે, અને તેથી જ મારો રાગરૂપી અગ્નિ શાંત થયો છે.' જ્યાં સુધીમાં સુકૃતહિત અને શરણરહિત છીએ ત્યાં સુધીમાં શીવ્રતાથી આત્મહિત કરવા ઉજમાળ થઇયે . એ પ્રમાણે વિચાર કરી રાજા અને રાણી જેવામાં સંયમ લેવાનો નિર્ણય કરે છે તેવામાં પોતાના નિર્ણય જ્ઞાન ગુણથી લાભનું કારણ જાણીને બહુ સાધુના પરિવારથી પરિવરેલા શ્રેષ્ઠ જ્ઞાની શ્રુતજધિ નામના મુનિ મહારાજા નંદન નામના ઉદ્યાનમાં આવીને સમોવસર્યા. ઉઘાનપાલકે રાજાને વધામણી આપવાથી તેને પારિતોષિક આપી સાત આઠ પગલા કેવળજ્ઞાની મહારાજ સન્મુખ જઇ રાજાએ મુનિને વંદન કર્યું. પછી દેવી, કુમાર, તથા મંત્રી પ્રમુખ અન્ય લોકોના પરિવારથી પિરવરેલો દેવોની સાથે જેમ ઇંદ્ર તેમ રાજા હસ્તિરત્ન ઉપર બેસી પાંચ પ્રકારના અભિગમયુક્ત ઉલ્લુસાયમાન અત્યંત આનંદના સમૂહથી વિકસ્વર થયેલ છે. રોમરાજી જેની એવા રાજા સૂરીશ્વરજી મહારાજ પાસે ગયા અંપકમાળા દુર્લભદેવી પ્રમુખ અંતેઉરના પરિવારથી યુક્ત રાજા ત્યાં સૂરીશ્વર મહારાજના ચરણને નમસ્કાર કરી યોગ્ય આસને ભૂમિ ઉપર બેઠા અવસર દેખી કરૂણાના સમુદ્ર સમાન સૂરિશ્વરજી મહારાજાએ મેઘની સમાન અત્યંત ગંભીર એવા પોતાના સ્વરવડે સંસારના સ્વરૂપની દેશના દીધી અને ઘણા ભવ્ય જીવોનું કલ્યાણ થયું. તે વખતે રાજાએ મુનિ મહારાજને વિનંતિ કરી હે પ્રભો ! દીક્ષા આપી અમારો ભવ સમુદ્ર થકી ઉદ્ધાર કરો,’ મુનિવર બોલ્યા' હે નરેંદ્ર ! આ કાર્યમાં તને નિર્વિઘ્નપણું હો.' પછી મુનિ મહારાજના નજીકના સ્થલમાં રહેલ શેરડીના વાડાને વિષે દેવીયો, કુમાર, અને મંત્રિવર્ગની સાથે રાજાએ જઇ તુરત કુમારને સિંહાસન ઉપર બેસાડી મંત્રી લોકોને કહ્યું કે -‘મેં ભુવનાનંદ કુમારને ૧૫૭ For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તમારા સમક્ષ મારી રાજગાદી ઉપર સ્થાપન કરેલ છે. માટે આજથી જેવી રીતે તમે મને દેખતા તેવી રીતે તેને પણદેખશો, મતલબ કે આજથી તે તમારો સ્વામી થયો છે. એમ કહી પોતાના કંઠને વિષે જે મુક્તાફળનો હાર હતો તે તેના કંઠની અંદર નાખ્યો તથા રત્નજડીત પોતાનો મુકુટ હતો તે પણ તેના મસ્તક ઉપર સ્થાપન કર્યો, તથા રત્નનું તિલક કરી પરિવાર સહિત સભા સમક્ષ તેને નમસ્કાર કરી રાજાએ કહ્યું કે આ સમગ્ર લોકસમુદાયને મેં જેમ પ્રથમદેખેલો છે તે પ્રકારે તારે તેને દેખવો. અને લોકમુદાયને પણ કહ્યું કે જેમ મારી આજ્ઞા તમો મસ્તક ઉપર ધારણ કરતા હતા તેમ આ કુમારરાજાની આજ્ઞા પણ તમારે પાળવી' તે વખતે ચંપકમાળા તથા દુર્લભદેવી આદિ રાણીયો એ પણ આશીર્વાદ યુક્ત તેના મસ્તક પર અક્ષતાદિકનો પ્રક્ષેપ કર્યો. ચંપકમાળા કહેવા લાગી કે “હે પુત્ર ! કુળક્રમને વિષે ચાલતું આવેલ આ રાજય છે તેને તારા પિતાએ સ્વાધીન કરેલ છે, માટે પ્રયત્નથી તેનો નિર્વાહ કરવો. વળી હે પુત્ર ! લોકને વિષે-અર્થ- શાસ્ત્રને વિષે ત્રણ પુરૂષાર્થો કહેવાય છે. તેમાં પણ અર્થકામની પ્રાપ્તિ ધર્મથી જ થાય છે, વળી પરમાર્થથી તે ધર્મજ મોક્ષનું પરમ કારણ છે, પણ અર્થ કામ નથી, કારણ કે જે અર્થ અને કામનું સેવન કરવામાં આવે છે તેથી ભવદુ:ખની પરંપરા પ્રાપ્ત થાય છે. વળી હે વત્સ ! અર્થ તથા કામને વિષે પુરૂષાર્થ નકામો છે ધર્મતેજ મહાન છે તેથી ધર્મનું પ્રતિપાલન કરી જિનેશ્વર મહારાજના ધર્મને વિષે પુરૂષાર્થને જોડવો. યદ્યપિ તુ સર્વ કળાને વિષે કુશળ છે તથા જૈનધર્મની વિશેષ શિક્ષાને પામેલો છે તો પણ હું તને જે શિક્ષા આપું છું તે ખાસ પુત્રપણાને સ્નેહનું જ કારણ છે. એ પ્રકારે તેના ઉપદેશને અમૃતની જેમ શ્રવણ દ્વારા પાન કરીને ભુવનાનંદ કુમારે રાજા રાણી વગેરેને નમસ્કાર કર્યા. ત્યાર પછી અરિકેસરી રાજાએ ચંપકમાળા રાણી તેમજ બીજી કેટલીક રાણીઓ સહિત દીક્ષા લીધી તુલસા પરિવાજિકા તેમજ તેનો ગુરૂ શંકર તેણે પણ ૧૫૮ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતાના પરિવાર સહિત ગુરૂ મહારાજ પાસે તે વખતેદીક્ષા અંગીકાર કરી ગુરૂમહારાજે સાક્ષાત સંયમલક્ષ્મીના જેવી શ્રી આનંદશ્રી આર્યમહત્તરાને ચંપકમાળા પ્રમુખ સાધ્વીયો સુપ્રત કરી ત્યાર પછી ભુવનાનંદરાજા જિનેશ્વર મહારાજને ગુરૂમહારાજને અને મુનિ મહારાજને વંદન કરી અત્યંત હર્ષ અને શોક સહિત પોતાના સ્થાને ગયા અને ચિંતવન કરવા લાગ્યા કે “આ નગરી, આ ઘરો, તે જ છે કે બીજા અન્ય છે? આ પ્રદેશ તે જ છે કે બીજા અન્ય છે? આ ભૂમિ પિતાએ અલંકાર કરેલી હતી તે જ છે કે બીજી અન્ય છે? જેમ રાત્રિને વિષચંદ્ર રહિત ગગન શોભાને પામતું નથી તેમજ અરેરે ? પિતાજીએ ત્યાગ કરેલ આ નગર પણ શોભાને પામી શકતું નથી. આવી રીતે ખેદયુક્ત રહેવા લાગ્યાક્રમે કરી શોકથી વિરામ પામેલભુવનાનંદરાજા સમગ્ર દિશાચક્રને વશ કરી લોકોને પ્રેમ ઉપજાવવા પૂર્વક રાજયનું પ્રતિપાલન કરવા લાગ્યો અરિકેસરી મુનિરાજ પણ રાત્રિ દિવસ સૂત્રાર્થનું અધ્યયન કરવા લાગ્યા અને કાળે કરી સૂત્રાર્થના જાણકાર થઈ ગીતાર્થ થયા. ગુરૂમહારાજે પણ સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘની અનુમતિપૂર્વક તેમને સૂરિપદે સ્થાપન કર્યા પછી અરિકેસરી રાજર્ષિ વિશિષ્ટ પ્રકારે જ્ઞાન, ધ્યાન, ક્રિયાકાંડ અનુષ્ઠાનને વિષે તત્પર રહી, વિવિધ પ્રકારના તપકરણમાં ઉજમાળ થઈ પૃથ્વી મંડળ પર વિચરતા ક્ષપકશ્રેણિ ઉપર આરૂઢ થઈ ગતિ ક્રમોને ખપાવી કેવળજ્ઞાન પામ્યા અને ઘણા ભવ્ય જીવોને પ્રતિબોધ કરી આયુષ્ય ક્ષીણ સમયે શૈલેશીકરણ કરી સર્વ કર્મથી મુક્ત થઈ મોક્ષને વિષે પધાર્યા હવે દુર્લભદેવી સુલસા આદિ સાધ્વીયો યુક્ત ચંપકમાળા સાધ્વી પણ અગ્યાર અંગના જાણકાર થયા અને ગુરૂજીએ તેમને પ્રવર્તિનીપદે સ્થાપન કર્યા. તેઓ વિવિધ પ્રકારના તપકર્મ કરી ભૂમિ મંડળને વિવિચરવા લાગ્યા અને ભવ્ય જીવોની નરકાદિક દુઃખ પરંપરાને દૂર કરવા લાગ્યા ગુરૂ મહારાજની પ્રવર સેવાથી કર્મમળની શુદ્ધિ કરીને તથા For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વૈયાવચ્ચેથી પાપ પડલને રોગીને અપૂર્વકરણના યોગે ક્ષપકશ્રેણિ પર આરોહણ કરીને દુસ્તર મહાન મોહરૂપી સમુદ્રને તરીને નિર્મળ ચારિત્રાથી અન્તર શત્રુઓનો નાશ કરીને કેવળજ્ઞાન પામ્યા પાંત્રીશ દિવસનું અણશણ કરી સુસાધ્વીના પરિવાર સહિત ચંપકમાળા સાધ્વી શીવ્રતાથી મોક્ષે ગયાં. એ ઉપરોકત દષ્ટાંત વાંચી સમગ્ર ભવ્ય જીવોએ સમ્યક્ત્વની શુદ્ધિપૂર્વક નિર્મલતાભાવથી જિનેશ્વર મહારાજના ધર્મનું પ્રતિપાલન કરી સદ્ગતિ મેળવવા પ્રયત્ન કરવા ચૂકવું નહિ. તે જ માનવજન્મનો પૂર્ણપરમાર્થ છે. ઇતિ ચંપકમાળા કથા સમાપ્ત. CT પુન્યોદય ઉપર વૈધ ક્યા (૧) TO કપુર નગરને વિષે કોઈક વૈદ્ય વૈદુ કરે છે ત્રિફલાનું ચૂર્ણ, હિંગાષ્ટ ચૂર્ણ, જવરાદિક કવાથ, રસ્નાદિક ક્વાથ વિગેરે કેટલીક ટીપેલી વનસ્પતિઓના યોગોને જાણે છે, પરંતુ રસનાદિક જાણતો નથી. તેનો એવો આચાર છે કે જે જે રોગ ઉપર જે જે ઔષધિઓ જોઇએ તે તે જુદી જુદી થાલીમાં રાખેલ છે. અને પલ અર્ધપલ પ્રમાણથી આપે છે. ઘુણાક્ષર ન્યાયથી જે માણસ જીવે છે. તે તેની ભક્તિ કરે છે, અને જે મરી જાય છે. તે કર્મ વશથી મરી ગયો એવું કહે છે. હવે કાલાન્તરે તે વૈદ્ય મરણ પામ્યો. તેનો છોકરો બાર વર્ષનો પશુની જેમ બહુ જ ભોજન કરનારો છે. તે છોકરાની માતા જીવે છે. પ્રથમની રૂઢીથી ઔષધ તેવાં આવે છે. પરંતુ છોકરો કાંઇપણ જાણતો નથી ત્યાર બાદ માતાને પુછે છે. માતા દરેક થાળીયોને તપાસે છે. તેમાં હરડેનું ચુર્ણ દેખે છે. અને પુત્રને કહે છે હે પુત્ર ! તારો પિતા આના અંદરથી ચૂર્ણ પ્રાયઃ કરીને બધાને આપતા M૧૬૦ + For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તું પણએજ પ્રકારે દર્દીને આપ એવી રીતે માતાના વચનથી પ્રેરાયેલા તે જે જે વ્યાધિપીડિત જે જે લોકો દવા લેવા આવે છે તેને હરડેનું ચૂર્ણ જ આપે અને તેના ભાગ્યોદયથી ચાલુ રોગો તમામ નાશ પામે છે, તેથી લોકો આદરમાન સહિત ધન આપે છે. દિવસે દિવસે ધનધાન્ય ગાયો આદિની વૃદ્ધિ તેનાપિતા કરતા પણ અધિક થવા માંડી. એકદા ગામના અધિકારીની ઘોડી ઘોડા નીશાળામાંથી છૂટી નાશી ગઈ તે અધિકારીનો છોકરો પુછવા માટે વૈદ્યને ઘેર ગયો. “મારી ઘોડી કયારે મળશે ?” તેમ પુછતાં તેને પણ હરડે ચૂર્ણ આપ્યું અને કહ્યું કે આ ચુર્ણ ખા તને ઘોડી મળશે. ચુર્ણ લીધુ ખાધું ને ઝાડા થવા માંડયા ગામ બહાર સરોવર ગયો. ત્યાં પાણીનું પાન કરવા આવેલી ઘોડી દેખી તેથી તે હર્ષ પામ્યો તેની ઉપર બેસીને પોતાને ઘેર ગયો. ગામને વિષે આ વાર્તા પ્રસિદ્ધ થઇ ને પ્રશંસા થવા લાગી કે અહો આ વૈદ્ય જ્ઞાની છે. આથી તેને પૂર્વની પેઠે લોકો બહુ જ ધન આપવા લાગ્યા હવે તે ગામના નજીકભાગને વિષે આનંદપુર નામનું નગર હતું ત્યાં વીરચંદ નામનો રાજા હતો. તેના શુદ્ધ અંતઃ પુરને વિષે ઘણી રાણીયો છે, તેમાંથી એક રાણી રાજાને વલ્લભ નથી. તેથી તે સમગ્ર કલાવાળા માણસોને રાજાને વશ કરવાનો ઉપાય પુછે છે, પરંતુ કોઈથી પણ તેનું કામ સિદ્ધ થતું નથી. એકદા કપુરી નામની દાસી કાર્ય પસંગે તે ગામમાં ગઈ અને તે વૈદ્ય બ્રાહ્મણનો યશ સાંભળ્યો કે આ સર્વજ્ઞ છે તેથી તેને ઘેર જઇ બહુ નિમંત્રણા કરી મહામહેનતે પોતાને ગામ આવ્યો, અને રાજાને વશ કરવા માટે ઔષધ માગ્યું ત્યારે તેણે હરડેનું ચુર્ણ આપી કહ્યું કે આ ચૂર્ણ તારી સ્વામીનીને આપજે. તે ચૂર્ણરાણીએ ખાધુ વિરેચન (ઝાડા) થવા માંડયા. બહુ જ ઝાડા થવાથી પ્રાણ કંઠે આવ્યા અને પથારીમાં પડી તેથી દાસીએ જઇને રાજાને કહ્યું કે મહારોગથી અમુક રાજાની પુત્રી તમારી અનામિતી રાણી ૧૬૧ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મરણ પથારીએ પડેલી છે, તે વખતે રાજા ત્યાં ગયો ત્યારે દેવયોગે રાણી પણ ઝાડા બંધ થવાથકી સારા વસ્ત્ર પહેરીને ત્યાં બેઠી છે, હવે દિવ્ય રૂપવાળી રાણીને દેખીને રાજા વિચારે છે કે અસારને ગ્રહણ કરનારા એના સારને તિરસ્કાર કરનાર અમારા જેવાને ધિક્કાર થાઓ કે આવી રૂપવંતી રાણી છતાં પણ અત્યાર સુધી અમોએ એના સામું ન જોયું. અને જેવા તેવો રૂપવાળી રાણીયોની સાથે ક્રીડા કરી. બસ આજથી આરાણી જ મારી પટરાણી છે. એમ કહીઘણા ગામ, નગરપુર પાટણની તથા હાથી, ઘોડા રથ, પાયદળ તેમજ હીરા, મણિ મૌક્તક, સુવર્ણની સ્વામિની તેને બનાવી, તમામને નમસ્કાર કરવા લાયક બનાવી. પછીરાજા ગયો. આવું દેખી રાણી ચમત્કારપામી તેથી તે બ્રાહ્મણ વૈદ્યને બોલાવી સોનાના સિંહાસન ઉપરબેસાડી સોનાના ફૂલથી પુજીને બે હાથ જોડી કહેવા લાગી કે તમે જ આ લક્ષ્મી આપી છે તે બધી તમારી જ છે. અમે પણ તમારા જ છીએ તમારી ઇચ્છાથી વિષ હોય તે પણ અમૃત થઈ જાય છે, એમ કહી ઘણી સમૃદ્ધિ આપી ત્યાર બાદ હરડે વૈઘ લીલા વડે કરી વિલાસ કરનારો, ભોગ ભોગવવામાં ઇંદ્ર સમાન તેમજ દાન આપવામાં કર્ણ સમાન થયો.સારાંશ એ છે કે પુન્યવાન જીવનને ગમે તે વસ્તુ હોયપણ લાભ આપવાવાળી જ થાય છે તે વાત તો સત્ય છે કે હરડે તો મળાશય ઉપર જ લાગુ પડે છે સબબ હરડે વાપરનારને ઝાડા જ થાય છે તેથી મળાશય સાફ થવાથી રોગ નષ્ટ થાય છે, પરંતુ દૂર દેશઉપર, વસ્તુ ખોવાયેલી હોયતેને પાછી મેળવવા ઉપર, વશીકરણ ઉપર, જયારે એ જ હરડેનું ચૂર્ણ આ વૈદ્ય લાગુ પાડીને તમામમાં યશ મેળવે છે ત્યાં તેની પુન્યાઇ કેમ કહેવાય નહિ, માટે સુખની અભિલાષા વાળા જીવોએ વૈદ્યના પેઠે સંપૂર્ણ પુન્યકરણી કરવાનો ઉદ્યમ કરવો કે તેના પેઠે તમામ કાર્યમાં સંપૂર્ણ લાભ મળે. ૧૬૨ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ CY પુન્યોદયે ચંદ્રશ્રેષ્ઠીની ક્યા (૨)TO પુણ્યપુરને વિષે ચંદ્રશ્રેષ્ઠી પ્રકૃતિથી જ દાતાર અને મહાજનનો પ્રિયહતો.દયાળુ તેમજ જૈન સાધુની સેવા કરવામાં પ્રિય હતો તે નગરનો સ્વામી અરિમર્દનરાજા પ્રજાનું પાલન કરે છે. હવે એકદા પ્રસ્તાવે તે નગરમાં કડુઆ, બહુઆ નામના બે ભાઈઓ રાક્ષસો, અને એક સોહી નામની તેની બહેન રાક્ષસી- આત્રણ જણા આવ્યા, અને ઘરે ઘરે લોકોને રોગનો ઉપદ્રવ કરી, દુ:ખી કરવા લાગ્યા. લોકો પણ દુઃખથી બિચારા મરવા લાગ્યા.રાજા પણ લોકોના દુઃખના ત્રાસથી પીડાવા લાગ્યો એકદા રાજાએ સભામાં કહ્યું કે મારા નગરનાક્ષયનું કારણ જાણીને જે મને કહેશે અને દુઃખ દૂર કરવા માટે પ્રયત્ન કરશે તેને માટે મારો ભંડાર ખુલ્લો છે. તેમને જે જોઇએતે લઈ લે. તે વચન ત્યાં બેઠેલા રાજાના પ્રિતીપાત્ર એવા ચંદ્રશ્રેષ્ઠિયે સાંભળ્યું ત્યારબાદ શ્રેષ્ઠી પોતાને ઘેર ગયો. આગલા દિવસે શ્રેષ્ઠિએ છોકરાને ખાવા માટે તલ આણેલા હતા તેને બાળકો ખાય છે અને ફર્યા કરે છે. તે વખતે શ્રેષ્ઠીના કુટુંબને ભક્ષણ કરવા માટે કઠુઆ, બડુઆ, સોહિ ત્રણ જણા આવેલા છે. પણ શેઠનુંઘર મહાપુણ્યશાળી હોવાથી ત્રણે જણા તેના ઘરમાં પેસી શકતા નથી. પ્રવેશ કરવાનો લાગ શોધે છે. હવે ઘર મધ્યે રહેલા શ્રેષ્ઠીને તેના છોકરાઓએ કહ્યું કે હે તાત ! આ તલ કાંકરાયુક્ત તથા કડવા છે, તે કેવી રીતે ખાવા ? તે વખતે શ્રેષ્ઠીએ રોષથી પ્રાકૃત ભાષામાં કહ્યું કે - કઠુઆ, બહુઆ, સોહિ, ખાપ્તિ આવું વચન સાંભળ્યું. તેથી તે ત્રણે જણાએ વિચાર્યું કે- અહો ! મહાઆશ્ચર્ય,આપણે અદશ્યપણાથી આવ્યા છીએ, કોઈ જાણતું નથી, દેવજાતના છીયે છતાં આ આપણા નામો પણ જાણે છે, માટે આ કોઇ ત્રિકાળજ્ઞાની લાગે છે. નિશ્ચય મંત્ર શક્તિથી આપણને ખેંચીને મારી નાખશે એવી રીતે ભયબ્રાંત થઈ શ્રેષ્ટિના પુણ્યોદયથી આવીને શ્રેષ્ઠિને ૧૬૩ ભાગ-૧ ફર્મો-૧૨ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પગે પડયા અને પોતાનું રૂપ દેખાડયું અને કહ્યું કે તું અમારી વિડંબના શા માટે કરે છે ? કઠુઆ, બડુઆ, સોહિ અમે ત્રણે જણા તારા દાસો છીએ. એવું જાણી વાર્તાની પરંપરા જાણીને શઠપણું ધારણ કરતો શેઠ હસીને બોલ્યો કે તમોને હું જીવતા છોડવાનો નથી. નિશ્ચય મારીશ આથી તે વારંવાર નમ્રતાથી શેઠને પોતાનો બચાવ કરવા વિનવે છે. ત્યારે દષ્ટિએ કહ્યું કેએકવાર તમોનો હું રાજા પાસે લઇ જઇને દેખાડીશ, પણ તમોને મારીશ નહિ. જાઓ. તમોને અભયદાન છે. એમ કહી જમણો હાથ આપી (વચન આપી) તેને રાજા પાસે લઈ ગયો અને રાજાને તેનું રૂપ બતાવ્યું સર્વને વિદાય કર્યા રાજા આશ્ચર્ય પામ્યો. તેની શક્તિ જોઇ રાજાએ ભંડારને ખૂલ્લો મૂકયો શેઠને બહુદ્રવ્ય આપ્યું લોકો શેઠની સ્તુતિ કરવા લાગ્યા અને દુનિયામાં તેનો યશ વિસ્તાર પામ્યો. લોકો મંત્ર તંત્ર સાધે છે, જયોતિષ જોવરાવે છે, ધ્યાન ધરે છે, જાપ કરે છે, તો પણ દેવો આવતાનથી. અને આ શ્રેષ્ઠીએ કડવા બડવા સોહિખાઓ એટલે તલ કડવા બડવા જેવા હોય તેવા કાંકરા કાઢી સોહિખાઓ એટલે શુદ્ધ કરીને ખાઈ જાઓ. આવા વચનથી જ રાક્ષસ રાક્ષસણી ભય પામી શેઠના દાસ થયા.આ વચનમાં કંઈ દેવત ન હોતું, તો પણ શેઠના પુન્યોદયથી જ અસાર વચન પણ સારભૂત થયું માટે છે ભવ્ય પ્રાણીઓ પુન્ય કરો, પુન્ય કરો, પુન્ય કરો, પુન્ય કર્યા વિનાસુખની આશા રાખશો નહિ. ( પુન્યોદયે અંબુચીચ રાજાનું ત્રીજું દષ્ટાંત (૩) O પૃથ્વીતિલક નગરે જીતશત્રુ રાજાના રાજયમાં લોકો મહાન સમૃદ્ધિવાળા હતા.રાજાને ૧૦૦ પુત્રો સૂરવીરો તેમજ ચતુરાઇવાળા હતા. તેમાં છેલ્લો નાનો પુત્ર કાને બહેરો છે.વાણી અવ્યક્ત (સ્પષ્ટ બોલતા નથી) જેવો છે તે તૃષાતુર થાય ત્યારે અંબુ બોલે છે. વસ્ત્ર ૧૬૪ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જોઇએ ત્યારે ચીર બોલે, ભૂખ્યો થાયત્યારે ચઉષ્ણ બોલે છે. આવી રીતે બોલવાથી લોકોમાં તેનું નામ અંચુચીચ પડયું. કાળાંતરે તેના પિતાનું મરણ થયું ૯૯ પુત્રો રાજયને માટે અરસરસ લડાઈ કરવા લાગ્યા, વાર્યા રહે નહિ. છેવટમાં મંત્રિકે યુક્તિ કરીને કહ્યું કે અંબુચીચને આપો.અંબુ ચીચની પુન્યાઇથી નવાણુએ માન્યુ અને તેને રાજ્યગાદી આપી. તમામ પ્રેમથી તેની સેવા કરવા લાગ્યા. અંબુચીચ મહા ભાગ્યવાન હોવાથી બહુ જ ઉદાર તેમ જ દાતાર થયો. યાચકોને જઘન્ય દાન ૧૬ ગદીયાણા સોનું (અર્ધા તોલાનું વજન એટલે ગદીયાણું) આપે છે. મધ્યમ દાન લક્ષ સોનામહોર આપે છે, ઉત્તમ દાનમાં કોટી સોના મહોરો આપે છે. એ ત્રણે પ્રકારના દાનની ચીઠ્ઠીઓ એક ઘડામાં નાખી રાખે છે. જ્યારે કોઈ યાચક આવે ત્યારે તેના પાસે ચીફીકઢાવે છે, અને જે ચીઠ્ઠી નીકળે તે પ્રકારે દાન આપે છે. તે સમયે દ્વારિકા નગરીને વિષે કૃષ્ણ મહારાજા રાજ્ય કરે છે અને પાંડુરાજાના બાંધવ વિદુરને આગળ મોટો કરીને ૧૬ ગદીયાણા સોનુ યાચના કરનારને આપે છે, વધારે નહિ.વિદુરે કૃષ્ણને કહ્યું કે તું થોડુ દાન આપે છે, માટે બીજા પાસે જઇશ.કૃષ્ણે કહ્યું કે તારૂ ભાગ્ય ૧૬ ગદીયાણા સોનાનું જ છે, વધારે નથી વિદુરે કહ્યું કે હું વધારેપામીશ, પરંતુ તારાભયથી કોઈ વધારે આપશે નહિ. ત્યારબાદ વિદુરને મોટા બ્રાહ્મણનું રૂપ ધારણ કરાવી અને કૃષ્ણ બટુકનું રૂપ ધારણ કરી, મહાત્યાગી થઇ, બન્ને જણા અંબુચીચ રાજા પાસે ગયા અને રાજાને આશીર્વાદ આપવાથી રાજાએ મંત્રીના સન્મુખ જોયું તેથી તેણે ચિઠિઓ વાળો ઘડો બતાવ્યો વિદુરે નીચેથી ચીઠી કાઢી તો પણ ૧૬ ગદીયાણા સોનાની જ ચીઠ્ઠી નીકળી અને બટુડે (કૃષ્ણ) ઉપરથી ચીઠ્ઠી લીધી તો પણ કોટી સોના મહોરની ચિઠી નીકળી તેથી મંત્રીએ કહ્યું કે બટુકુ ભાગ્યવાન છે, તું નહિ. તેથી કૃષ્ણ કહ્યું કે વિત્તાલાભ તો તારે માટે નથી ૧૬૫ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માટે મને અને અંબુચીચને દેખીને તું સદા સુખી થા. ઇતિ ભાગ્ય પરીક્ષા. (પુન્યથી વિક્રમને શનિશ્વરે આપેલા વરની ક્યા (૪))) ઉજજયની નગરીને વિષે વિક્રમની સભાને વિષે એકદા કોઇક નિમિત્તિઓએ આવીને કહ્યું કે-સર્વે ગ્રહોને વિષે શનૈશ્ચર મહાનપીડા કરનારો થાય છે, તે ગ્રહ હે રાજન્ ! તારી રાશીને વિષે આવશે.તે સાંભળીને સભાને વિસર્જન કરી રાજાએ મંત્રીને કહ્યું કે હે મંત્રિનું ! હાલમાં મારા રાજ્યનું તારે રક્ષણ કરવું હું કેટલાક કાળ વિદેશમાં જઇશ, કારણ કે મારી રાશીને વિષે દુષ્ટ શનૈશ્ચર ગ્રહ આવવાથી હું અહીંઆ નહીં રહી શકું એમ કહી રાત્રિને વિષે ચાલ્યો અને દૂર આવેલા એક નગરને વિષે જઇને ત્યાં ધન્ના શ્રેષ્ઠીનીદુકાન જઇને બેઠો તે જ દિવસે વિક્રમના પુન્યથી શ્રેષ્ઠીને એક હજાર સોના મહોરનો લાભ થયો તેથી ભોજન કરવાના સમયે શ્રેષ્ઠીએ ભોજનને માટે નિમંત્રણ કરવાથી વિક્રમ તેને ઘેર ભોજન કરી ચિત્ર વિચિત્ર તેની ચિત્રશાળાને વિષે શધ્યાને વિષેસૂતો ને શ્રેષ્ઠી પણ ત્યાં જ સૂતો. તે અવસરે રાજા જાગતો હતો, અને શ્રેષ્ઠીની પુત્રી ત્યાં આવી તેણીએ પોતાના કંઠથી મોતીનો હાર, ઉતારીને ભીંત ઉપર રહેલી ખીંટી ઉપર મૂક્યો અને ક્યાંય ચાલી ગઇ હવે શ્રેષ્ઠીને નિદ્રા આવવાથી નજીકમાં રહેલી ભીંતના ઉપર ચિત્રોલા મયુરે તે હાર ગળી લીધો. તેના સ્વરૂપને જોતો રાજા ચમત્કાર પામીને જોવામાં કાંઈક ચિંતવન કરે છે, તેવામાં તે શ્રેષ્ઠીની છોકરી પાછી આવી તે હારને નહિ જોવાથી પોતાના પિતાને પૂછે છે કે હાર-કયાં ગયો,તેથી શ્રેષ્ઠી હારને નહિ દેખવાથી, તે નગરના રાજા નૃસિંહના પાસે જઈને કહ્યું કે મારે ઘરે આવેલા પરોણાએ મારી પુત્રીનો મોતીનો હાર ચોરેલો છે, તેમકહીને વિક્રમને રાજાને સોંપ્યો, રાજાએ પણ વિક્રમના હાથ પગ ૧૬૬ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છેદાવીને ચૌટાની વચ્ચે નાંખ્યો, તેથી વિક્રમ ઘણુ જ દુઃખ ભોગવવા લાગ્યો ત્યારબાદ ત્યાં રહેવાવાળો એક ઘાંચી ત્યાં આવ્યો. તેણે પોતાની ધાણી ચલાવવા માટે વિક્રમને લીધો અને પોતાને ઘેર આવી હસ્તપાદોના વ્રણો ઉપરતેલ લગાવીને તેને સારો કર્યો, અને ઘાણી ઉપર ઘાણી હાંકવા રાખ્યો, આવી રીતે તેણે ત્યા સાડા સાત વર્ષ વ્યતીત કર્યા , અને તેને શનૈશ્ચરની પીડા ગઇ. હવે એકદા પૂર્ણિમાની અર્ધ રાત્રિા ગયા પછી ઘાણી ઉપર રહીને મધુર સ્વરે રાગના આલાપ કરનાર વિક્રમના મનોહર શબ્દ સાંભલીને, તેના રાગથીમોહિત થઇને, તેના નજીકના ભાગના આવાસને વિષે રહેલીનૃસિંહ રાજાની ગુણમંજરી નામની પુત્રીએ પોતાની દાસી દ્વારા રાતે પંગુ વિક્રમને બોલાવ્યો, તે ત્યાં તેનું રક્ષણ કર્યું ત્યારબાદ દાસીના મુખ થકી પંગુને વરવાની પોતાની પુત્રીની ઇચ્છા જાણીને નૃસિંહ રાજાયે પણ તેનું પાણિગ્રહણ કરવા માટે તે પંગુને પ્રેરણા કરી. હવે કેટલામાં તે રાજકુમારીનું પાણિગ્રહણ કરવા તો વિક્રમ ઉજમાળ થાય છે. તેટલામાં અકસ્માત હાથ પગ નવા આવી ગયા,તેથી તે નૃસિંહ રાજાની પુત્રીનું પાણિ ગ્રહણ કરીને વિક્રમ રાજા ત્યાં રહ્યો એટલે શનૈશ્ચર ગ્રહ પણ વિક્રમ રાજાના પુન્યોદયથી પ્રત્યક્ષ થઈને તેને કહેવા લાગ્યો કે હે વિક્રમાર્ક ! નિશ્ચય તું પુન્યવાન અને સત્યવાન છે.મેં તને આટલી પીડા કરી પરંતુ તારા સત્ત્વથી લગાર માત્ર પણ તું ચલાયમાન ન થયો, તે માટે હું તારા ઉપર તુષ્ટમાન થયો છું, જેથી મારા પાસે તું વર માગ. તે સાંભળીને વિક્રમે શનૈશ્ચરને નમસ્કાર કરીને તથા તેની સ્તુતિકરીને કહ્યું કે હૈ શનૈશ્ચર ! તારેજગતના લોકોને પીડા ન કરવી તે સાંભળી શનૈશ્ચરે કહ્યું કે – યત : ग्रहा नानुग्रहा ज्ञेयास्ते च पीडाकरा : स्मृता : । મયં પ્રથિત રીગન્ ! કિંવિદ્યુક્ત સાદું For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાવાર્થ : ગ્રહોને અનુગ્રહ કરનારા જાણવા નહિ, કારણ કે તે પીડા કરનારા હોય છે હે રાજન ! તે નહિ આપવા લાયકની પ્રાર્થના કરી, માટે કાંઇયુક્ત હું તને આપું છું, તેથી જે તારી અને મારી આ વાર્તા કહેશે તેમજ સાંભળશે તેને હું પીડા નહિ કરૂં. આવો વર આપીને શનૈશ્વર પોતાને સ્થાનકે ગયો. ત્યારબાદ તે ધનશ્રેષ્ઠી વિક્રમને સિંહરાજાનો જમાઈ થયેલો દેખીને ભય પામીને સન્માનપૂર્વક તેને પોતાના ઘરને વિષે જમાડયો હવે ભોજન કર્યા બાદ વિક્રમ તે જ ચિત્રશાલાને વિષે શ્રેષ્ઠી સાથે વાર્તા કરવા બેઠો. વિક્રમ નિદ્રા કરીગયા પછી ભીંતમાં ચિત્રેલા તેજ મોરે ગળેલો હાર વમી કાઢીને તે સ્થાન ઉપર મૂકયો. તે સ્વરૂપ ધનશ્રેષ્ઠી જોઇને વિક્રમ રાજાને કહ્યું કે સ્વામિન્ આ શું ? રાજાએ પણપૂર્વ દેખેલુ વૃત્તાંત કહીને શનૈશ્વર ગ્રહનું બધું વિલસિતપણું કહી સંભળાવ્યું. અને ફરી પાછો ઉજ્જયિનીમાં આવીને રાજ્ય કરવા લાગ્યો, તેથી ઉત્તમ પુરૂષોના પુન્યના પ્રભાવે પીડા કરનારા ગ્રહો પણ પ્રસન્ન થઇને શાન્તિકરવાવાલા થાય છે. પુણ્યોદયે વસ્તુપાળ મંત્રીની ક્થા (૫) ધવલકક નગરે વીરધવલ રાજાનો વસ્તુપાળ નામનો મહામંત્રી હતો. એકદા પ્રસ્તાવે વસ્તુપાળ મસ્તકની છાયાવાળી પૃથ્વીને વિષે નિધિ પ્રગટ થાય છે. એવું વારંવાર દાનલેવાને માટે ચારણોએ બોલવા માંડયું આવા પ્રકારનું બિરૂદ કાનના કાચા એવા વીરધવલરાજાએ સાંભળ્યું તેથી રાજાએ મંત્રીને ક્લુયં કે હે મંત્રિ ! ઘી, તેલ,લૂણ, હીંગ વગેરેનો વ્યાપાર કરનાર એવા તારાજેવા વાણિયાને આ ખ્યાતિ યોગ્ય નથી, કારણ કે મસ્તકની છાયા નીચે નિધિ પ્રગટ થાય એમ આ માગણના ટોળા બોલે છે તેનુ તું નિવારણ કર.આવીરીતેરાજાએ કહેવાથી મંત્રીએ વાર્યા છતાં પણ તે લોકો આવીને આ ખ્યાતિ બોલ્યા વિના રહેતા ૧૬૮ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નથી તેથી અંતઃકરણમાં ક્રોધ પામેલા રાજાએ મંત્રીને કહ્યું કે “હે મંત્રિમ્ ! પ્રાત:કાળે તે વચનની હું પરીક્ષા કરીશ. જો સત્ય હશે તો તારી ખ્યાતિ થશે ને અસત્ય હશે તો આ માગણોની જીભો છેદી નાખીશ અને તારૂં બધું દંડને બદલે લઈ લઇશ.” ત્યારબાદ સભા થકી ઉઠીને મંત્રી ઘર પ્રત્યે ચાલ્યો.તે વખતે રાજાએ મંત્રીના મસ્તક ઉપરની છાયા જેટલી પૃથ્વી પર પડી તે પર પત્થરની મોટી શિલા સ્થાપન કરી પ્રાતઃકાળે મંત્રી સભાને વિષે આવ્યો ત્યારે ભૂમિને ખોદવાથી પથ્થરની શિલા નીકળવાથી રાજાએ હાયપૂર્વક કહ્યું કે “હે મંત્રિન્ ! તારું ભાગ્ય તો બહુ જ મોટું લાગે છે. કારણ કે તારા મસ્તકની છાયા નીચે ખોદતાં કાળી પથ્થરની શિલા નીકળી.” તેથી મંત્રીના ભાગ્યથી પ્રેરાયેલા કોઈકે કહ્યું કે “હરાજન્ આશિલાને ભાંગી નાંખો કોણ જાણે છેકે આના અંદરકદાચ નિધાન હોય” તે વખતે તે શિલા ભાંગવાથી તેમાંથી સર્પ નીકલેલો દેખીસર્વ સભા ભય પામી અને બોલ્યા કે “અહો મંત્રિનું ભાગ્ય પાષાણ થકી પણ સર્પ નીકળ્યો પછી અતિહાસ્યપૂર્વક રાજાએ મંત્રિને કહ્યું કે “હે મંત્રિન્ ! તારા ભાગ્યથી નીકળેલ નિધાન તું ગ્રહણ કર.” હવે મંત્રી તો તેને સવા કોટી મૂલ્યનો બત્રીશ મણીનો હાર દેખે છે. તે અવસરે મંત્રિએ નમસ્કાર મંત્રપૂર્વક તેના ઉપર હાથ મૂકવાથી તેનો અધિષ્ઠાયક દેવ ચાલ્યો જવાથી તમામ સભાના લોકો હારખવા માંડયા. હવે મંત્રિએ તે હાર પોતાને કંઠે સ્થાપન કરવાથી તમામ લોકો તેને જોવા લાગ્યો મંત્રિનું બિરૂદ સત્ય છે.એમ વારંવાર બોલતા રાજાએ તે માંગણોના ગણોનો સત્કાર કરીને મંત્રીનું પણ બહુમાન કર્યું - C1 પુજે ભીમ રાજાની ક્યા ) સત્તર હજારગામ વડે શુશોભિત પાટણને વિષેભીમ રાજા રાજય કરતો હતો, તેને પૂર્વે ઉપાર્જિત કરેલા કર્મના વશપણાથી મહારોગ M૧૬૯ ~ ૧૬૯ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઉત્પન્ન થયો ઘણા મંત્ર તંત્ર અને ઔષધના ઉપચારથી પણ તે રોગ ન ગયો. તે રોગથી તેના મુળમાં કીડા ઉત્પન્ન થવાથી તેની પીડાથી તેને રાત્રીએ સર્વથા નિદ્રા આવતી નથી તે રોગથી પરાભવ પામેલો તેરાજા કાલકુટવિષ કંઠપાશ, શસ્ત્રઘાત કુપતન, ઇત્યાદિ મરણના ઉપાયથી મરવાનો વિચાર કરવા લાગ્યો એકદા તેની રાજસભામાં લોકવાતો થઇ કે ચિત્રકુટ દુર્ગમાં કરસિંહરાજાનો પ્રસાદપાત્ર ગોવિંદ નામનો મહાવૈદ્ય છે તે આયુષ્ય સાધવા સિવાયના તમામ મહારોગો ને નષ્ટ કરે છે આવું સાંભળી બહુ માનથી ભીમ રાજાએ તેને બોલ્યાવ્યો તેથી સુખાસનને વિષે બેસી તે જલ્દી પાટણ આવ્યોતેણે પ્રાતકાળે તેવા પ્રકારના ભારે કર્મી રાજાને જોઇને ક્હયંકે હે રાજન આ મહારોગને ક્ષયનથી તેકારણથી તને કલ્યાણ હો હું મારા સ્થાન પ્રત્યે જાઉંછું એમ બોલી પોતાના નગરે આવી ભીમ રાજાનું તમામ સ્વરૂપસ્વામીને કહ્યું ભીમ રાજા પણ ઇંદ્રના વ્રજ વડેકરીને જેમ તેમ રોગથી પરાભવ પામીને સોનું રૂપુ હાથી ઘોડા ધન ધાન્યાદિકનું દાન કરીને સમગ્ર લોકોને સંતોષી ને સિદ્ધપુર નગરના કાંઠાને વિશે વહેનારી સરસ્વતી નદીના મહાતીર્થ માનીને મરવાની ઇચ્છાવાળા પોતાના નગરથી ત્યાં જવા નીકળ્યો અવિચ્છિન્નપણે આંસુની ધારાને વસાવનારી અંતપુરની રાણીઓ સાથે તથા પ્રધાનાદિ નગરમાં ઘણા લોકોના પરિવાર સાથે આગળ ચાલનારા રાજએ એક મોટો શેલડીનો વાંઢ રસ્તામાં દેખ્યો શેલડી ભક્ષણ કરવાની ઇચ્છા થતાંની સાથે જ મોટી એક શેલડીની ષ્ટિ (શેલડીનો સાઠો) લઇને જેવામાં એક તેનો ટુકડો ચુસે છે તેવામાં અમૃત પાનના પેઠે તેના રસનું આસ્વાદન કરવાથી રાજાનો રોગક્ષય થવા લાગ્યોકિંબહુના બહુ દિવસે રાજાને તે રાત્રિમાં સુખ પૂર્વક નિદ્રા આવી ગઇ,હવે પ્રાત-કાળેરાજા પોતાને સર્વથા રોગ રહિત જાણીને બહુસુવર્ણનુંદાન કરતો પાછો ફરી મહોત્સવ સહિત ૧૩૦ For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુષ્પના ઢગલાથી પુરેલ નાના પ્રકારના ધ્વજ તોરણાદિકથી શણગારેલ મનોહર પોતાના પાટણ નગરે આવીને ફરીથી મળેલા અવતારના પેઠે રાજાએ મોટો મહોત્સવ કર્યો ત્યાર બાદ અરસપરસ મિત્રતા હોવાથી ભીમે ચિત્રકુટના અધિપતિ રણસિંહનેહાથી ઘોડાદિક સહિત વધામણી રૂપ લેખ મોકલી પોતાને સારૂ થયું છે તેવા સમાચાર મોકલાવ્યા લેખ વાંચી રાજાએ ગોવિંદ વૈદ્યને ઓળંભો આપ્યોકે રે ગોવિંદ રે વૈદ્યાધમ ! તે મારી પાસે એવું કહ્યું કે આનો રોગ નહિ જાય? અહો તારૂં વૈદ્યકમાં કુશળપણું તું અમારા આપેલા ધન અને પ્રામાદિકને ભોગવે છે અહો તારુંરાજ વૈદ્યપણું? કે તે ભીમનો રોગ પણ ન જાણ્યો તો તેનો પ્રતિકાર તો કેવા પ્રકારે ? વૈદ્ય બોલ્યો કે હે દેવ મને ફોગટ ઠપકો આપો છો હું તો અહિં છું અને રોગતો ત્યા શાન્તિ પામી ગયો નષ્ટ થયો તેથી અહિ રહીને પણ કાંઇકકૌતુક સંભળાવું તે સાંભળો નિશ્ચયતેનાં રોગની શાન્તિ શેલડીના ભક્ષણથી થઈ છે રાજાએ કહ્યું કે ત્યારે શું તે વખતે શેલડી ન હતી? વૈદ્ય કહ્યું કે જે શેલડીના મુળમાં સંર્પણીએ પ્રસવ કરેલ હોય તે શેલડીના રસથી તેનો રોગ જાય પરંતુ અસંભવિત ન બોલવું એ નીતિના વચનને જાણનારા મેં તેને ઔષધ ન બતાવ્યું કારણ કે ઔષધ આકાશકુસુમ અને ખરવિષાણના પેઠે દુર્લભ જાણવું તે ઔષધ કહેવા વડે કરીને વૈદ્યોને મહા લજ્જા ઉત્પન્ન થાય તો આપની આ બાબત કૌતુક લાગતું હોયતો તેની તપાસ કરો તે સાંભળી કરણસિંહ રાજાએ જે ગામમાં જે ખેતરમાં જે ક્યારામાં શેલડી વાવી હતી ત્યાં તપાસ કરવાથી ગોવિંદ વૈધે કહેલું તમામ સાચું પડ્યું સર્વ સમ્યક્ પ્રકારે જાણીને રાજાએ ગોવિંદ વૈદ્યની બહુમાન સાથે સારી પુજા કરી. -૧૭૧ ૧૭૧ જ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુન્યશાલી જીવોને ઉપરા ઉપર સંપત્તિ ન મળવા ઉપર ચાર મિત્રોની સ્થા ધનારામ ગામે ઋષભદત્ત ઋષભદાસ જિનદત્ત અને જિનદાસ નામના ચાર શ્રાવકો ધનાઢયના પુત્રો સાથે જન્મ્યા સાથે વૃદ્ધિ પામ્યા, સાથેક્રીડા કરતા સામ દામ ભેદ અને દંડ એમરાજાના ચારઉપાયોની પેઠે પરસ્પર પ્રીતિને ધારણ કરતાં તેમને તેમના માતપિતાયે પરણાવ્યા એકદા તેઓ એકત્ર થઈ એકાંત ને વિષેવિચાર કરવા લાગ્યા કે પિતાની લક્ષ્મીનો આપણે ઉપભોગ કરીએ છીએ. તે યુક્ત નથી. શાસ્ત્રને વિષે કહ્યું છે કે પિતાની લક્ષ્મી બહેન, પર લક્ષ્મી પરસ્ત્રી, માટે પુરુષોને તે લક્ષ્મીનો ઉપભોગ કરવો યુક્ત નથી, માટે બીજા દેશમાં જઈ લક્ષ્મી ઉપાર્જન કરીએ તો સાર આવી રીતે કહી તે ચારે પોતે પોતાના સ્ત્રીઓને કહી માતાપિતાને કહ્યા વિના સુકૃતરૂપી માતાને લઇ શરીર ઉપર પહેરવા માત્ર વસ્ત્ર વડે કરીને જ ઘરથી નીકળી,પગે ચાલતાં દક્ષિણ દિશા તરફ ગયા, બે પ્રહરે ઘણી ભૂમિ ઉલ્લંઘન કરીને જનારા તેમને સૂર્ય ઉદયે એક મોટો સાર્થવાહનો સાથ મલ્યો. ત્યાં અશોક વૃક્ષની નીચે ક્રીડા કરતા તે ચાર ને દેખી સાર્થવાહની ચાર પુત્રીઓએ પિતાને કહ્યું કે હે પિતાજી ! આ જન્મમાં તો આ ચારે જ અમારા વરો છે, એવી રીતના આગ્રહથી અને રૂપાદિકને દેખી અત્યંત હર્ષ પામેલા તે સાર્થવાહે ચારે પુત્રીઓ તે ચારે જણને પૃથક પૃથક પરણાવી આ ચારે ધનાઢય છે એમ ભેદ જાણી સાર્થવાહે સર્વવિષ ૧. ભૂતાદિદોષ ર. અગ્નિભય, ૩. એને ચોરભયને હરણ કરનારી. ચાર વીંટીઓ કન્યાદાનમાં આપી. કેટલોક કાળ તેના સાથે સુખ ભોગવી તે સ્ત્રીઓને જણાવી તેઓએરજા આપવાથી પાછા ચારેજણા એમ જ ચાલ્યા, અને લાભપુરના ઉદ્યાનમાં જૈન મંદિરમાં શ્રી નેમનાથને નમસ્કાર કરીને આમ્ર વૃક્ષ નીચે બેઠેલા હતા તેવામાં હિમથી (૧૩૨) For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બળેલ કમલના પેઠે દિવસે રહેલ ચંદ્રના બિંબની પેઠે પ્લાન મુખવાલા માળીને દેખ્યો તેઓ પ્લાનિ પામવાનું કારણ પુછવાથી તે બોલ્યો કે હે પુરુષોત્તમો ! મારે એકનો એક જ પુત્ર તેને ભૂતે ગ્રહણ કર્યો છે. તેથી દુઃખી છું તે સાંભળી દયા વડે કરી વીંટીના પ્રભાવથી નિર્દોષ કરી આગળચાલનારા તેઓને માળીએ શત્રુના સમૂહને જય કરનારી એક વાંસીની યષ્ટિ આપી અનુક્રમે શાલદુર્ગે ગયા. ત્યાં કિલ્લાનો રોધ કરનારી શત્રુની સેનાનિ યષ્ટિના પ્રભાવથી જીતી લીધી તેથીકૃતજ્ઞ શિરોમણિ મહસેન રાજાએ પોતાની અત્યંત રૂપાળી ચાર કન્યાઓ તથા અર્ધ રાજય તેઓએ આપ્યું એકદા ત્યાં કેવલી મહારાજ પધાર્યાતને રાજાદિ તમામ વંદન કરવાગયા. ચારેનો પૂર્વભવ કેવળીના મુખથી સાંભળ્યો પૂર્વભવે ચારે દરિદ્ર હતા. તેણે મુનિને દાન આપવાના કારણથી આવા પ્રકારની સંપત્તિ મેળવી એવો પૂર્વ ભવને વૃત્તાંત સાંભળી, યથેષ્ટ સુખનો અનુભવ કરતા ઘણા હાથી ઘોડા રથ પાયદળ સહિત ચારે મિત્રો પોતાને નગરે ગયા, અને શ્રાવક ધર્મનું પ્રતિપાલન કરી છેવટે દીક્ષા અંગીકર કરી, કર્મ ક્ષીણ કરી મોક્ષે ગયા CT પાપના ભાગીદારો ) राजदंडभयात्पापं, नाचरत्यधमो जन : । परलोकभयान्मध्यः स्वभावादेव चोत्तमः उपेक्षते समर्थोऽपि, यः प्रभुपापचेष्टितं । बध्यते सोऽपि तत्कर्म, कियद् भागानुषगत ॥२॥ प्रजाया धर्मषड्भागो, राज्ञो भवति रक्षितु : । अधर्मस्याति षड्भागो, जायते यो न रक्षति ॥३॥ ભાવાર્થ : અધમ માણસ રાજદંડના ભયથી પાપને કરતો નથી, મધ્યમ માણસ પરલોકના ભયથી પાપને કરતો નથી અને ઉત્તમ TI For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માણસ પોતાના સ્વભાવથી જ પાપને કરતો નથી ૧. જે માણસ પોતે સમર્થ છતાં પણ પોતાના સ્વામીના પાપકર્મ ચેષ્ટાની ઉપેક્ષા કરે છે, તો તે ઉપેક્ષા કરનાર પણ તે ક્રમના કેટલાયેક ભાગનો ભાગીદાર થઈ પોતે પણ પાપ કર્મથી બંધાય છે. ૨. પ્રજા જે જે ધર્મ કર્તવ્ય કરે તેનો છઠ્ઠો ભાગ રક્ષણ કરનાર તેના રાજાને મળે છે. અને નહિ રક્ષણ કરનાર તે રાજાને અધર્મનો છઠ્ઠો ભાગ મળે છે એટલે રાજા પણ છઠ્ઠા ભાગના પાપનો ભાગીદાર બને છે. ૩ વળી પણ આગમને વિષે કહેલું છે. चकी विसइ भागं, सव्वे इअ केसवा दसइ भागे । मंडलिया भांग, आयरिया अद्भमद्वेणं ॥१॥ રૂતિ મામાને ભાવાર્થ : ચક્રવર્તી વીશ ભાગનું અને સર્વે વાસુદેવ દસ ભાગનું તથા માંડલિયા છે ભાગનું અને આચાર્યો અડધો અડધ પુન્ય પાપના ભાગીદારો થાય છે, માટે નાયકો અને સેવકોને પાપ પ્રચાર વર્જી પુન્ય કર્મના પ્રચારમાં પ્રવૃત્તિ રાખવા ચુકવું નહિ. એ પ્રકારે આગમમાં તથા વસ્તુપાળ ચરિત્રના બીજા પ્રસ્તાવને વિષે કહેલું છે. ( ૧૨ વસ્તુની દુર્લભતાO माणुस्य ? खित्तर २ जाई ३ कुल ४ रुपा ५ सग्ग ६ आउयं ७ बुद्धि ८ सवण ९ ग्गहण १० सद्धा ११ संयमो १२ इय लोयंमि दुक्लहा ॥१॥ ભાવાર્થ : માનવ ભવ ૧, આર્યક્ષેત્ર ૨, ઉત્તમ જાતિ, નિર્મલકુલ, ૪, રૂપ ૫, આરોગ્ય ૬, દીર્ઘ આયુષ્ય ૭, બુદ્ધિ ૮, M૧૭૪ ૧૭૪ રૂ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શાસ્ત્ર શ્રવણ ૯, શાસ્ત્ર ગ્રહણ ૧૦, શ્રદ્ધા ૧૧, સંયમ ૧૨ એ ઉપરોક્ત બાર ઈહલોકના અંદર પામવા બહુ જ દુર્લભ છે. મહા પુન્યની રાશીઓ એકત્ર થાય છે ત્યારે ઉપરોકત બારની પ્રાપ્તિ થાય છે. એના અંદરથી પુન્યોદયથી તમને જેટલીમલી છે તેનો સદુપયોગ કરી હળુકર્મી તું થા (જુદા જુદા નાતરાના ભેદો)) મથુરા નગરીમાં કુબેરસેના નામની એક વેશ્યા હતી. તેને પુત્ર પુત્રીનું એક જોડલું જમ્મુ તેમાં પુત્રનું નામ કુબેરદત્ત અને પુત્રીનું નામ કુબેરદત્તા પાયું, હવે તે જોડલાને આંગળીમાં એકએક વીંટી પહેરાવી, વસ્ત્રથી લપેટી પેટીમાં નાંખી પેક કરી યમુના નદીના પ્રવાહમાં તે પેટીને મુકી દીધી. તે પેટી સુર્યોદય સમયે સૌરીપુર નગર પાસે જઇ પહોંચી. ત્યાં અંડિલ ભૂમિએ આવેલા બે શેઠિયાઓએ તે પેટીને નદી બહારકાઢી ને તેમાંથી જે નિકળે તે બન્ને જણાએઅર્ધ અર્ધ વહેંચી લેવાનો ઠરાવ કરી તેને ઉઘાડવાથી પુત્ર પુત્રી બે જણાને દેખવાથી એકે પુત્રને લીધો અને બીજાએ પુત્રીને લીધી અનુક્રમે તે બન્ને બાળકો યુવાન અવસ્થા પામ્યા અને કર્મના યોગે બન્ને જણાએ અરસ પરસ સંબંધ જોડી બન્નેનો વિવાહ કર્યો કહયુ છે કે – आरोहतु गिरिशिखरं,जलधिमुल्लंघ्य पातु पातालं । विधिलिखिताक्षरमालं, फलति कपालं न तु भूपाल : ॥१॥ ભાવાર્થ : મનુષ્ય કદાચ પર્વતના શિખર ઉપર ચડી જાય, અથવા તો સમુદ્રનું ઉલ્લંઘન કરી ભલે પાતાલમાં પ્રવેશ કરી જાય તો પણ તેના લલાટ પટ્ટામાં લખેલા વિધાતાના અક્ષરો હરકોઈ ઠેકાણે ફળ આપે છે પરંતુ રાજા વિગેરે કોઈ પણ કંઈ કરી શકતા નથી. લગ્ન પછી કુબેરદત્તાપોતાના પતિ સાથે સોગઠાબાજી રમતી હતી તેવામાં ૧૭૫ For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પતિના હાથમાં રહેલી વીંટી પોતાના જોવામાં આવી અને તુરત જ તેને પોતાના ભાઈ તરીકે ઓળખી લઈ વૈરાગ્ય પામી અને તુરત દિક્ષા લીધી. ત્યાર બાદ સંયમનું પ્રતિપાલન કરતાં, તપ જપ ધારણ કરતાં, શુદ્ધ બુદ્ધિના પ્રભાવથી અવધિજ્ઞાન પામી. બીજી તરફ એ જ અવસરે કુબેરદત્ત કામ પ્રસંગે મથુરામાં ગયો અને ત્યા કર્મને વશ થઇ પોતાની માતા કુબેરસેના વેશ્યા સાથે વ્યભિચારમાં પડયો અનુક્રમે કુબેરસેનાને તે કુબેરદત્તાથી જ એક પુત્ર પણ થયો. આ વાત કુબેરદત્તાએ અવિધજ્ઞાનથી જાણી તેથી તેના મનમાં વિચાર થયો કે અહો અહો ! આ બહુ અયોગ્ય થયું છે, આવો વિચાર કરી તે બન્ને ને બોધ કરી ઠેકાણે લાવવા માટેકુબેરદત્તા મથુરામાં ગઇ, અને ત્યાં વેશ્યા કુબે૨સેનાના નિવાસ સ્થાનમાં વસતિ માગીને રહી.ત્યાર બાદ એક વખતે કુબેરદત્તથી ઉસન્ન થયેલો કુબેર સેનાનો પુત્ર રડતો હતો, ત્યારે કુબેરદત્તા સાધવી તેને કહેલા લાગી કે, હે ! બાલક તું શા માટે રડે છે, છાનો રહે, કારણ કે તું મને અત્યંત પ્રિય છે, કારણ કે તાહરા સાથે મહારે છ સંબંધો છે, તે હું તને કહી સંભલાવું છું માટે તુ સાંભળ : ૧ તું મહારા પતિનો પુત્ર છે, એટલે મહારો પણ પુત્ર છે. ૨ તથા તું માહરા ભાઈનો પુત્રછે. ૩ વળી માહરી માતાના ઉદરમાં તું ઉત્પન્ન થયેલો છે માટે તું માહરો ભાઈ છે. ૪ તું માહરા પતિનો નાનો ભાઈ છે, તેથી તું માહરો દિયર છે. ૫ વળી મહારી માતાના પિતાનો ભાઈ હોવાને લીધે તું મહારા પિતાનો ભાઈ છે. ૧૭૬ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ૬ તેમજ મહારી શોકયનો પુત્ર કુબેરદત્ત છે અને તું તે કુબેરદત્તને પુત્ર છે. માટે મહારો પૌત્ર પણ છે. એવી રીતે હે વત્સ? મારી સાથે હારા છ સંબંધો છે, હવે તમારા પિતાની સાથે મહારા છ સંબંધો છે તે સાંભળ ૧ તે મારો પતિ છે, ૨ મારો પિતા છે. ૩ મારો ભાઈ છે, ૪ તારી માતા કુબેરસેના વેશ્યાનો પતિ હોવાને લીધે તે મહારો દાદો છે, ૪ મારા પતિની માતા જે વેશ્યા છે, તેનો એ પતિ હોવાને લીધે મારો સસરો છે, અને મારી શોકય વેશ્યાનો પુત્ર હોવાને લીધે મહારો પણ પુત્ર છે. આવી રીતે તાહરા પિતાના સાથે પણ મહારા છ સંબંધો છે. વળી હે બાળક ! તારી માતાની સાથે પણ મહારા છ સંબંધો છે, તે સાંભળ, ૧ તે મારી માતા છે, ૨ મહારા ભાઈની સ્ત્રી છે, ૩ મારી શોકય છે, ૪ મહારા પતિની માતા હોવાને લીધે મારી સાસુ છે. પ મહારા શોકના પુત્રની વહુ હોવાને લીધે મારી પણ વહુ છે, ૬ અને મારા પિતા કુબેરદત્તની માતા હોવાને લીધે તે મહારીદાદી છે. વળી હે પુત્ર ? કુબેરદત્તની સાથે તમારા પણ છ સંબંધો છે તેને તું સાંભળ, ૧ તે હારો પિતા છે, ૨ તથા તહારો ભાઈ છે, કેમકે તમારા બંનેની માતા એક જ છે, ૩ આપણા બંનેની માતા પણ એક હોવાથી હું તારી બેન થાઉં છું. તેથી મારો પતિ કુબેરદત્ત તારો બનેવી થાય, પ તું મારી શોકયનો પુત્ર હોવાથી હું તારી માતા થાઉં છું. અને મારી માતા કુબેરસેનાનો પતિ કુબેરદત્ત તારી માતાનો પિતા થાય છે, ૬ તેમજ તારા પિતાની હું બહેન થાઉં છું અને તહારો પિતા મહારો પતિ થાય છે, તેથી તે તમારે કુઓ થાય છે. ૧૭૭ For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વળી હે ! બાળક વેશ્યાની સાથે પણ તમારા જ સંબંધ છે, ૧ તે તમારી માતા છે, ૨ તથા હારા પિતાની માતા છે, ૩ તમારા ભાઈ કુબેરદત્તની સ્ત્રી હોવાથી તે તારા ભાઈની સ્ત્રી (ભાભી) છે, ૪ હું તમારી બીજી માતા છું, અને આ વેશ્યા મારી માતા છે, તેથી તે તહારીદાદી છે, ૫ તું મારો ભાઈ છે અને આ વેશ્યા મહારી શોકય હોવાથી તમારી બેન થાય છે, ૬ તેમજ તું મારી શોકયનો પુત્ર હોવાથી મારો ભાઈ છે, અને આ વેશ્યાકુબેરદત્તની વહુ હોવાથી તારા ભાણેજ ની વહુ થાય છે. વળી તે બાળક ! મહારી સાથે પણ તારા છ સંબધો થાય છે. તે તું સાંભળ ૧ હું તારી બેન છું, ૨ તું મારી શોકયનો પુત્ર છે, માટે હું તારી માતા છું, ૩ હું તારા પિતાની બેન છું તેથી હું તારી ફઈ થાઉં છું, તારા ભાઈની હું પત્ની છું તેથી તહારી ભોજાઈ છું, ૫ તું મારી શોકયતા પુત્રનો પુત્ર છે તેથી હું તમારા પિતાની માતા છું, ૬ અને મારી માતાના પતિનો નાનો ભાઈ તું હોવાથી હું તારા ભાઈની પુત્રી છું. વળી હે પુત્ર તમારા પિતાનાં કુબેરદત્તને તારી સાથે છ સંબંધો છે. ૧ તાહરી માતા અને કુબેરદત્તની માતા એક હોવાથી કુબેરદત્ત તારો ભાઈ છે, ૨ તથા તું તેનો પુત્ર છે, ૩ મહારા ભાઈ કુબેરદત્તનો તું પુત્ર છે તેમજ મહારી શોકયનો પણ પુત્ર હોવાથી તું મારો પુત્ર છે, અને એ રીતે કુબેરદત્તનો તું ભાણેજ પણ છે, ૪ મહારા પતિ કુબેરદત્તની તથા મહારી બન્નેની માતા એક જ અને તેથી કુબેરદત્તનો તું સાળો છે, ૫ કુબેરદત્તની સ્ત્રી વેશ્યા અને તેનો પુત્ર કુબેરદત્તનો તું પુત્રી છે તેથી એનો પૌત્ર થાય છે, ૬ અને કુબેરદત્તની માતા વેશ્યા તેનો પતિકુબેરદત્તનો તું ભાઈ હોવાથી તેનોકાકો પણ થાય છે. ૧૭૮ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વળી હે વત્સ ! કુબેરદત્તને પણ વેશ્યાની સાથે છે સંબંધો છે, આ વેશ્યા કુબેરદત્તની માતા છે, ૨ તથા તેની પત્ની ભાવને પામવાથી તેની સ્ત્રી છે, ર તથા પોતાની પત્ની ભાવને પામવાથી તેની સ્ત્રી છે, ૩ હું એની સ્ત્રી છું અને વેશ્યા મારી માતા છે, તેથી તે તેની સાસુ પણ થાય છે, ૪ કુબેરદત્તની માતાની હું શોકય થઇ તેથી અને તેની માતા હું થઈ અને તે મારી માતા હોવાથી આ વેશ્યા એની માતાની માતા થઈ, ૫ મહારી શોકય હોવાથી મારા બંધુ કુબેરદત્તની આ બહેન થઈ કહેવાય છે, ૬ અને માતાના પતિ કુબેરદત્તની માતા હોવાથી એ કુબેરદત્તને આ પિતાની માતા થઈ. વળી હે વત્સ ! મારી સાથે પણ કુબેરદત્તના છ સંબંધો છે, ૧ મેં તેના સાથે દંપતિભાવ અનુભવ્યાથી હું તેની સ્ત્રી થાઉં છું, ૨ કુબેરદત્ત માહારી માતાનો પતિ થયો, તેથી હું તેની પુત્રી થાઉં છું, ૩ અમારી બંનેની માતા એક છે તેથી હું તેની બહેન થાઉં છું, ૪ હું તેની માતાની શોક્ય થઈ તેથી તેની પણ માતા થાઉં છું, પ કુબેરદત્તની પત્નીના પુત્રની પત્ની હોવાથી હું એના પુત્રની વહુ થાઉ છું, ૬ અને કુબેરદત્ત મહારી ભોજાઈનો પુત્ર હોવાથી હું તેને પિતાની બહેન થાઉં છું. વળી બાળક ! તારી સાથે વેશ્યાના પણ છે સંબંધો છે. ૧ તું એમાં ઉત્પન્ન થયો માટે તેનો પુત્ર છે, ૨ આ વેશ્યાના પતિ કુબેરદત્તનો તું નાનો ભાઈ છે તેથી વેશ્યાનોતું દિયર થાય છે, ૩ વેશ્યાનો પુત્ર કુબેરદત્ત અને કુબેરદત્તનો પુત્ર તું તેથી વેશ્યાનો તું પૌત્ર થાય છે, ૪ હું વેશ્યાની શોકય તેથી એ રીતે વેશ્યાની હું સાસુ થઈ તથા કુબેરદત્ત મહારો સ્વામી તેથી વેશ્યાનો સસરો થાય છે. અને તું કુબેરદત્તનો નાનો ભાઈ હોવાથી વેશ્યાનો કાકાજી થાય છે ૧૭૯ ભાગ-૧ ફર્મા-૧૩ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ૫ વેશ્યાની શોકય હું અને તું મારો ભાઈ હોવાથી વેશ્યાનો પણ ભાઈ થાય છે, ૬ તેમજ મહારા ભાઈનો તું પુત્ર અમે બન્ને શોકય હોવાથી વેશ્યાને પણ તે જ પ્રમાણે થયો અને તેથી વેશ્યાને ભાઈનો પુત્ર પણ થયો. હવે હે વત્સ ! કુબેરદત્તની સાથે પણ વેશ્યાને છે સંબંધો છે. ૧ અત્યારેતે વેશ્યાનો પતિ છે. ૨ તથા પ્રથમ તેનાથી તે ઉત્પન્ન થયેલો હોવાથી વેશ્યાનો તે પુત્ર છે. ૩ હું વેશ્યાની પુત્રી છું અને કુબેરદત્ત મહારો પતિ છે. તેથી તે વેશ્યાનો જમાઇ થયો. ૪ વેશ્યાના પતિ કુબેરદત્તની હુબહેન છું, તેથી વેશ્યાની હું નણંદ થઈ અને કુબેરદત્ત મહારો પતિ હોવાથી વેશ્યાનો નણદોઈ થયો. ૫ વેશ્યાનો પતિ કુબેરદત્તની હું સાવકી (શોકય) માતા થાઉં, તેમજ એ કુબેરદત્ત મહારો પતિ થાય, તેથી તે વેશ્યાનો સસરો થાય ૬ અને શોકમયના સંબંધે પણ કુબેરદત્ત મહારો ભાઈ હોવાથી વેશ્યાનો પણ ભાઈ થયો. હવે વેશ્યાને મારી સાથે પણ છે સંબંધો છે, તે તું સાંભળ ! ૧ વેશ્યાના પતિ કુબેરદત્તની હું બહેન હોવાથી વેશ્યાની નણંદ થઈ, ૨ અમારા બંનેનો પતિ એક હોવાથી વેશ્યાની હું શોકય થઇ. ૩ વળી હું તેની પુત્રી છું તે તો પ્રસિદ્ધ જ છે. ૪ વેશ્યાના પિતાની હું સાવકી (શોકય) માતા થાઉં, તેથી વેશ્યાની હું સાસુ થઈ. ૫ વેશ્યાના પુત્ર કુબેરદત્તની હું પત્ની થાઉં છું, તેથી વેશ્યાનાપુત્રની હું વહુ થાઉં છું. ૬ તેમજ તેની પપ્રૌત્રી થાઉં છું. આવી રીતે અઢાર ચોક બોતેર નાતરાના સંબંધો થાય છે, માટે હે વત્સ ! તું છાનો રહે, આવી રીતે સાધ્વીનાં વચનો સાંભળી પોતાના પૂર્વનાસંબંધને જાણી તે વેશ્યા બોધ પામી તેથી તેણે ચારિત્ર ગ્રહણકર્યું તેથી ભવસમુદ્રનો પાર પામી. તથા કુબેરદત્તે પણ દિક્ષા ગ્રહણ કરી, એ વાત કોઈ કોઈ ગ્રંથમાં છે. M૧૮૦ For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ CT વેશ્યા બ્રાહ્મણની ક્યા O ચંદ્રપુરમાં વસનાર દામોદર નામનો બ્રાહ્મણ રોહણા ચલના રાજાની પાસેથી પાંચ રત્ન લઇને પોતાની સાથળમાં નાખી, રસ્તામાં જઈ કામસેના વેશ્યામાં આસકત થયો. સવા કોટીમુલ્યવાળા એક મણિને વેચીને વેશ્યા સાથે તે ધન દ્વારા ભોગવિલાસ કરવા લાગ્યો. બે વરસને છેડે વેશ્યાએ પુછયું કે તું ધન ક્યાંથી લાવે છે ? તે બ્રાહ્મણે સાચેસાચું કહી દેવાથી એકદા તે સુતો હતો તે વખતે તેની છાતી ઉપર ચડી બેસી ચાર મણીયો તેની પાસે લેવા માટે એવામાં તેનું માથે તલવારથી કાપે છે તેવામાં તે પાહિણીને બ્રાહ્મણે કહ્યું કે તું મારી એક વાત સાંભળ પછી તને રૂચે તેમ કરજે, તેથી નીચે પડેલા બ્રાહ્મણે કથા કહેવા માંડી કે : વસંતપુરના રાજા વિજયસેનનો ચંદ્રસેન નામનો પુત્ર એકદા ઉદ્યાનમાં ઘોડાને ખેલાવી નગર બહાર આમ્રવૃક્ષની નીચે બેઠો તે વખતે રસ્તામાં જતાં તેણે એક વટેમાર્ગ દેખ્યો. તેને કહ્યું કે તું બહુદેશ જોવાવાળો લાગે છે માટે શું શું અદ્દભૂત દેખ્યું ? તે કહે તેથી રાજાને નમીને તે જાણે રાજાને મોતીથી વધાવતો હોયની શું તેમ મિષ્ટ વચનોથી બોલ્યો કે હે દેવ ! દેવપુર નગર વિષે પુરંદર રાજાની રતિસુંદરી નામની રતિને આપનારી રાજકન્યા છે. તે કામદેવના સમાન સૌભાગ્યવાન છે. દેશોને વિષે ફરતાં મેં બે આશ્ચર્યો દેખ્યાં, પણ તે કન્યા તમારે ઉચિત છે. તેને ગંધપુર નગરનો નાળનો સ્વામી કુરૂપીઓને વિષે શિરોમણી છે,તે આજથી સાતમે દિવસે પરણશે તેની ને ખેદ થાય છે. હવે તમને યોગ્યલાગે તેમ કરો તેનાં વચન સાંભલી તેને પ્રીતિ દાન આપી તે જ રાત્રિમાં ઘણા ધન સાથે બે ઘોડા લઇ, પિતાએનહિ જાણેલો ઘરથી નીકળી દેવપુર નગરે જઈ, રાજાના ૧૮૧ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મંત્રીની સ્ત્રીને કહેવા લાગ્યો કે હું તારો ભાઈ છું. એકાંતમાં જેવું હતું તેવું સ્વરૂપકહીને બોલ્યો તે બહેન ! એકવાર તું મને રાજાની પુત્રી બતાવ. મંત્રીની સ્ત્રીએ ભોજન નિમિત્તે બોલાવી રાજપુત્રીને દેખાડી “હું તારે માટેઆવેલછું ”એવું બોલનારા રાજપુત્રનું કામદેવ સમાન રૂપ દેખી કામાતુર થયેલી રાજપુત્રીએ કહ્યું કે લગ્નને દિવસે નગરને દરવાજે ઘોડા લઇને તારે ઊભા રહેવું. એવો સંકેત કરીકન્યા ઘરે ગઈ. તે રાજકુમારપણ લગ્નને દિવસે તે જ પ્રકારે ત્યાં રહ્યો પણ વિલંબ જાણીને દ્વારપાલ બાલકને બન્ને ઘોડા સોંપીને નગરમાં ગયો. તે કુમાર નગરમાં બીજે માર્ગે પેઠો અને કન્યા બીજે માર્ગે નીકળી મૂળસ્વરૂપને નહિ જાણતી ત્યાં બાળકને દેખીને કહેવા લાગ્યો તૈયારથા, તેથી બાળક બોલ્યા વિના ઘોડા ઉપર ચડી બેઠો બીજા ઘોડા ઉપરબેસી તે કન્યા ચાલીપ્રાતઃકાલે બાલકને દેખી અત્યંત ખેદ ધારણ કરી સ્ત્રી ઉચિત વૈર્ય ધારણ કરી તેને ખાવાનું લેવા મોકલીપુરુષનો વેષ લઈ ઘોડા સહિત ધનવાસ નગરે ગઇ, પોતાનું રતિસુંદર નામ રાખી, ત્યાંના રાજાની સેવા કરવા લાગી રાજાએ તેને હઠથી પોતાની દેવદત્તા નામની કન્યા પરણાવી. હાલમાં પાંચ વર્ષ મારે ભોગનો નિષેધ છે એમ કહીને ત્યાં દાન શાળા માંડીને રહે છે. “કન્યા ચાલી ગઈ” એવું પરણવા આવેલા સુકરે જાણ્યું, બાલકની સાથે કન્યા ગઈ તેવું ચંદ્રસેને જાણાયું, નગરથી આવેલા દ્વારપાળે તેને નહિ દેખવાથી ત્રણે જણા ખેદ પામી યોગી થયા રખડતા રખડતા ધનવાસપુરે આવી દાન શાળામાં ભોજન કરવા બેઠા ભોજન આપવા આવેલી કન્યાએ તેને ઓળખીને વૈરાગ્યનું કારણ પુછવાથી ત્રણે જણાએ પોતાનું સ્વરૂપ કહ્યું તેથી ચંદ્રસેનને એકાંતમાં બોલાવી પોતાનું સ્વરૂપે પ્રગટ કર્યું. હવે મને પરણવાને માટે આવેલ છે. એવું જાણી M૧૮૨ ૧૮૨ - For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતે પરણેલ કન્યા સુકરને આપી. આની સાથે હું એક રાત્રી રહી છું એમ જાણી તે રાજાના દ્વારપાલની કન્યાદ્વારપાલ બાલકને પામી પોતે ચંદ્રસેનની સ્ત્રી થઇ. તે બને આયુષ્યને છેડે ધર્મ આરાધી સદગતિમાં ગયા, તો હે પ્રિયે ! એક રાત્રી સાથે ચાલનારને તેણીએ હર્ષ કર્યોહતો તો હું તારા સાથે બે વર્ષ રહ્યો છું. છતાં તું મને શા માટે મારે છે? એવા તેના વચનો સાંભળીને બોધ પામેલી વેશ્યાને છોડી દીધેલ બ્રાહ્મણ પોતાને સ્થાને ગયો, CT સુલભ બોધિ દુર્લભ બોધિ દષ્ટાંત છે કોસાંબી નામની નગરીમાં સમુદ્રપર્યત પૃથ્વીનો નાથ જિતારી રાજા વાસ કરે છે, અને તે ગામમાં ઘણી લક્ષ્મીવાળો તથા સુવર્ણપટ્ટ વડે કરી અલંકૃત ધન અને યક્ષ, નામના શેઠીઆઓ વસે છે. તે બંનેને દેવપાળ અને વસુપાલ નામના એક એક પુત્ર છે. તે બંનેને ખાવું પીવું. બેસવું, ઉઠવું, હરવું, ફરવું, સુવું વિગેરે સાથે જ હોવાથી રાજા પ્રજાએતે બન્નેનું નામ એકચિત્ત પાડયું. તેવા સમયે મહાવીર મહારાજાનું પધારવું થયું અને બન્ને જણા વંદન કરવા તથા ધર્મોપદેશ શ્રવણ કરવાગયા ભગવાનનો ઉપદેશ દેવપાળને રોમે રોમે રૂટ્યો, પરંતુ બીજાને રૂચ્યો નહિ. બન્ને જણા ઘેર ગયા, અને શય્યામાં સૂતા.દેવપાળે કહ્યું કે, કેવો સુંદર ઉપદેશ, વસુપાળ કહે છે કે મને તે ઉપદેશ રૂચ્યો નથી, તેથી અરસપરસ ભેદ ઉત્પન્ન થયો, ખુલાસો કરવાની ઇચ્છા કરી. અન્યદા કેવળીના આગમનથી પ્રશ્ન કરવા બંને ગયા. કેવળી ઉત્તર આપે છે, એક ગામના વિષેદ્રગીના તમે બંને પુત્રો હતા, ને યુવાન અવસ્થા પામ્યા,તમો બંનેને પૂર્વ પુન્યોદયથી લક્ષ્મી ઉપાર્જન કરી પરંતુ પાછળથી લક્ષ્મી નાશ પામી, તેથી બન્ને જણા મહા ચિંતામાં પડ્યા. લોકોમાં પણ અપમાન વધવા માંડયું અને M૧૮૩) ૧૮૩ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેથી કરીને ચોરીને ધંધો કરવા માંડ્યો. ગાયો, ભેંસો હરણોને ઉઠાવવા લાગ્યાતેથી એક દિવસ દંડપાસીક પાછળ દોડ્યો, તેથી ગાયો, ભેંસોને છોડી દઈ ભયથી નાસવા માંડયું, નાસતાં નાસતાં પર્વત પાસે ગયા, ત્યાં ગુફામાં ધર્મ પાત્ર મુનિ મહારાજ કાઉસગ્ગ ધ્યાને રહેલાહતા, ત્યાં જઈને ધર્મપાલક મુનિ નેવંદન કર્યું. ત્યાં એક મુનિચંદનથી પોતાનું જીવિતવ્ય સુલભ અને ધન્ય કૃતકૃત્ય માન્યું, પુન્ય કર્મને ઉપાર્જન કરવા વાળુ માન્યું અહો, અહો ! આવા જ્ઞાની, ધ્યાની, શાન્ત, નિર્ભય મહાત્માના દર્શન થયા, વિગેરે ગુરૂના નિર્મલ ચારિત્રની અનુમોદના કરવાથી, બોધિબીજને ઉપાર્જન કર્યું, ને બીજાએ મૌન ધારણ કર્યું, ને નિંદા કરી કે, ન પ્રશંસા કરી, તેથી તેને બોધિબીજની પ્રાપ્તિ ન થઈ એવી રીતે સાંભળવાથી જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું એકની સદ્ગતિ, બીજાની નહિ. (અલ્પાહારનું જ્ઞાન મેળવવાથી સુખ થાય તેનાં ઉપર) CT યવરાજર્ષિની ક્યા ) વિશાલા નગરીને વિષે યવ નામનો રાજા હતો. તેને ગર્દભીલ્લા નામનો પુત્ર ને અણુલ્લિકા નામની પુત્રી હતી. દીર્ઘપૃષ્ટ નામનો મંત્રી હતો.અન્યદારાત્રિને ચોથે પહોરે જાગૃત થઇ. રાજા વિચાર કરવા લાગ્યો કે નિશ્ચય પૂર્વ ભવને વિષે મેં કાંઈપણ અભૂત પુન્યકર્મ કરેલું હશે તેના પ્રભાવે મને અખંડ આજ્ઞા સહિત રાજય મળ્યું ને લોકો મારી અખંડ આજ્ઞા પાળે છે. આવા પ્રકારે હસ્તિ આદિ મારી સંપત્તિ છે. મારા દેશમાં દુષ્કાળાદિક કોઈ પણ ઉપદ્રવો નથી. હવે હું એવા પ્રકારે ઉદ્યમ કરું કે જે સુકૃત કરવાથી મને આવતો ભવ પૂર્ણ ફળ આપવાવાળો થાય. ત્યારબાદ પ્રાતઃકાળે પુરાને રાજગાદી ઉપર ૧૮૪ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સ્થાપન કરી, હિત શિક્ષા આપી, વન થકી આવેલા ગુરૂમહારાજ પાસે દીક્ષા લીધી અને તીવ્ર તપ તપવા લાગ્યા. વૈયાવચ્ચ કરતા ગુરૂની સાથે વિહાર કરવા લાગ્યા ગુરૂમહારાજ તેને વારંવાર ભણવાનું કહે છે, પરંતુ સિદ્ધાંતને નહિ ભણતાં હું વૃદ્ધ છું, મને પાઠ આવડતો નથી એવું કહેવા લાગ્યા અન્યદા લાભને દેખી ગુરૂમહારાજને કહ્યું કે – ‘તમારા પુત્રાદિકને બોધ કરવા જાઓ ? એમ કહી તેને વિશાલા નગરીમાં મોકલ્યા યુવરાજર્ષિ રસ્તામાં ચાલતા વિચાર કરવા લાગ્યાકે મને લવલેશ માત્ર જ્ઞાન નથી તેથી પુરાને અને અન્યને હું સદ્ બોધ આપીશ? એવો વિચાર કરતા ચાલ્યા જતા હતા તેવામાં કોઈક ક્ષેત્રને વિષે યવ ધાન્યનું રક્ષણ કરનારા ખેડૂત એક ચંચળ દષટવાળા ગધેડાને દેખીને કહ્યું કે ओहावसी पहावसी, ममं चेव निरिखसी। लक्किओ ते अभिप्पाओ,जवं पत्थेसि गद्धहा ॥१॥ ભાવાર્થ : આઘો જાય છે, પાછો આવે છે, છતાં દષ્ટિ નાખે છે-મને પણ તું જુવે છે, મેં તારો અભિપ્રાય જાણ્યો છે કે હેગભ ! ગધેડા તું યવને જુએ છે. તારે જવ ખાવા છે તેથી તું આવીચેષ્ટા કરે છે. તે ગાથાને સાંભળીને તેને અમોઘ શસ્ત્ર માની વિદ્યાની પેઠે તે ગાથાનું સ્મરણ કરતા યુવરાજર્ષિ આગળ ચાલવા માંડયા. હવે રસ્તામાં એકગામ બહારબાળકો ડાંડીયે રમે છે તેમાં બાળકેમોઈ (નાનો લાકડાનો ડંડો) ફેંકી તેને બીજા બાળકોએ બહુ શોધ ખોળ કરતાં જયારે હાથમાં ન આવી ત્યારે એક બાળક બોલ્યો કે - अओ गया तओ गया,जोइज्जंती न दीसइ । अम्हे न दिठी तुम्हे न दीठी, अगडे छुढा अगुलिआ ॥२॥ ૧૮૫ ૧૮૫ - For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાવાર્થ : ઈહાં તહાં ગઈ, જોતાં છતાં પણ દેખવામાં આવતી નથી, અમે પણ દેખી નહિ, તમે પણ દેખી નહિ, માટે અણુજેવડી આ મોડે કુવામાં પડીને અદશ્ય થઈગઈ લાગે છે. તે ગાથાને પણ હર્ષથી ભણતાયવરાજર્ષિકેટલાએક દિવસે વિશાલા નગરીને વિષે જઇને કુંભારના ઘરને વિષે રહ્યા. ત્યાં પણ જ્યાં ત્યાં ભમનારા ઉદર જોઈને કુંભારે કહ્યું કે - सुकुमालपाणिकोमलया, रतित् हिंडणसीलणया । अम्ह पसाओ नत्थि ते भयं, दीहपिठाओ ते भयं ॥३॥ ભાવાર્થ : તારા હાથપગ કોમલ છે. તથા રાત્રિમાં તમો ફરનારા-ચાલનારા છો, પરંતુ અમારા થકી તમોને ભય નથી, પણ બિલાડાથી તમને ભય છે, તે ગાથાને પણ યુવરાજર્ષિયે ગ્રહણ કરી લીધી આવી રીતે ત્રણેગાથાનું મનમાં ચિંતવન કરી યુવરાજર્ષિ તે ત્રણેને ચિંતામણીરત્ન કામકુંભ-કામધેનુ સમાન માનવા લાગ્યા અને વારંવાર યાદ કરવા લાગ્યા. આ સમયે દીર્ઘપૃષ્ટ મંત્રીએ રાજાની બહેન અણુલ્લિકાને ભોયરામાં ગુપ્ત રાખી છે. એવા આવરણથી કે-રાજાને કોઈ રીતે મારીને મારા પુત્રને ગાદીએ બેસાડીને અણુલ્લિકાનું પાણિગ્રહણ કરાવીશ હવે ગઈભિલ્લ રાજાએ બહુ તપાસ કરતાં છતાં પણ પોતાના બહેનને નહિ દેખવાથી બહુ ચિંતા કરવા માંડી. તેવામાં મંત્રીએ યુવરાજર્ષિને આવેલા સાંભલ્યા, તેથી વિચાર કરવાલાગ્યોકે બહુ તપ કરવાથી જ્ઞાન ઉત્પન્ન થયેલું હશે તો જ્ઞાન વડે કરી મારું સ્વરૂપ જાણીને રાજાને કહેશેતો રાજા મારો મારા સઘળા કુટુંબ સહિત વધ કરશે માટે પ્રથમથી જ એવો ઉપાયકરૂં કે રાજા યવર્ષિનો ઘાત કરૂ એવું ચિંતવી ૧૮૬ For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાત્રિમાં જ રાજાને ઘેર ગયો. રાજાને અવસર વિના આવવાનું કારણ પુછયું. એટલે મંત્રીએ છળ કરીને કહ્યું કે તમારા પિતા રાજય સેવા આવેલ છે. રાજાએ કહ્યું કે મારૂ મોટું ભાગ્ય તે રાજ્ય લેશે તો હું તેની સેવા કરીશ. મંત્રીએ કહ્યું કે એવી રીતે પોતાનું રાજ્ય અપાય નહિ. એવી રીતે વિવિધ પ્રકારની યુક્તિઓ વડે કરી તેનું મન રંજન કરી રાત્રિમાં જ તેના પિતાના મુનિનો ઘાત કરવા રાજાને મોકલ્યો હાથમાં તરવાર લઇરાજા જેવો કુંભારને ઘેરજઈ બારણાના છિદ્રમાં જોવા લાગ્યો. તેવામાં મુનિ પ્રથમની ગાથા બોલ્યા “ડોહાવલી” વિગેરે એટલે તું ઇહાં જુવે છે, તહાં જુવે છે, મને જ નિરખે છે, મેતારો અભિપ્રાય જાણ્યો છે, ગર્દભિલ્લ રાજા તું યવરાજર્ષિને જુવે છે.તે ગાથા સાંભળી રાજાએ વિચારકર્યો કે મને મારા પિતા મુનિએ જ્ઞાનથી જાણ્યો.પણ તેજો જ્ઞાની હોય તો મારી બહેન અણુલ્લિકા ક્યાં છે ? તે કહે તો સાચું માનું એટલામાં યવર્ષિ “મો યો' ઇત્યાદિ બીજી ગાથા બોલ્યા કે ઇહાં ગઈ, તહાં ગઇ જોતાં છતાં પણ દેખાતી નથી અમે દીઠી નથી. તમે દીઠી નથી અણુલ્લિકાને ભોંયરામાં સંતાડી છે તે સાંભળી મનમાં ચમત્કાર પામી પ્રશંસા કરી, વિચાર કરે છે કે હવે જો કોણે સંતાડી છે તેનું નામ કહેતો સારૂ તેવામાં વર્ષિ બોલ્યા કે “સુમન' ઇત્યાદિ તમારા હાથપગ કોમળ છે. અને રાત્રિમાં તમે ફરો છો. અમારાથી તમોને ભય નથી પંરતુ દીર્ઘ પૃષ્ટ મંત્રીથી તમોને ભય છે. ઇત્યાદિ સાંભળીબારણા ઉઘાડી, પોતાના પિતા મુનિના ચરણમાં પડી હું આપના જેવા જ્ઞાની ગુરૂને હણવા આવેલો હતો વિગેરે પોતાનું ચરિત્ર કહી, પોતાનો અપરાધ આંખમાં આંસુ લાવી વારંવાર ખમાવી, ક્ષમા માગી, મુનિએતો મૌન કર્યું. કારણકે મન તેજ સર્વ અર્થને સાધનારૂં છે, બાકીની રાત્રિ રાજાએ ત્યાં ૧૮૭ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગાળી પ્રાતઃકાળે પોતાના સુભટો દ્વારા મંત્રીના ઘરની તપાસ કરાવી પોતાની બહેનને ભોંયરામાંથી કાઢી મંત્રીને પોતાના દેશની હદપારકર્યો. અને જ્ઞાની મુનિની બહુ જ પ્રશંસા કરી તથા તેમણે કહેલા ધર્મને રાજા આદિ ઘણા લોકોએ અંગીકાર કર્યો. ત્યારબાદ નગરના અનેકુટુંબનાલોકોને બોધ કરી યુવરાજર્ષિ ગુરૂ પાસે ગયા.અને પ્રમાદનો ત્યાગ કરી સિદ્ધાંત ભણી, તપતપી સ્વર્ગે ગયા,માટે આળસ છોડી થોડું થોડું પણજ્ઞાન નિરંતર મેળવવાથી પરિણામે બહુ જ જ્ઞાન પ્રાપ્ત થાય છે, માટે ઉદ્યમ કરવા મૂકવું નહિ એ પ્રકારે પ્રથમ અધિકારકહ્યો. OT અજ્ઞાન ઉપર મુખઓની ક્યા - ૧ ) રાજસ્થાન (મારવાડ)માં પોશાળીયા નામના ગામમાં એક ખુમાશા નામનો પંચ મુખીયો) છે. એક વખત તે ગામમાં આચાર્ય શ્રી મુનિચંદ્રસૂરિજી પધાર્યા. જે તપાગચ્છનાં હતાં ગામની બહાર પાદરે પધાર્યા, ગામવાળાને ખબર પડતા ખુમાશા એ સમસ્ત ગામવાસીઓએ ભેગા મળી સામૈયુ કર્યું આચાર્ય ભગવંતે વ્યાખ્યાન આપ્યું પછી ખુમાશાએ ગામને ભેગાં કરી વાત કરી કે આપણે આચાર્ય ભગવંત ને ચાતુર્માસ કરાવવું છે પરન્તુ પ્રથમ એમની પરીક્ષા કરી પછી વિનંતી કરીએ. એમ વિચાર કરી બધા ભેગા થઈ આચાર્ય ભગવંત પાસે ગયા. અને વંદન કરી ખુમાશા એ પ્રશ્ન પુછ્યો કે ઘણાં સમયથી અમારા મનમાં શંકા છે કે ચોવીશમાં તીર્થકર શ્રી મહાવીર સ્વામીનાં બાપનું નામ શું ? ત્યારે આચાર્ય ભગવંત બોલ્યા આ માં શું મોટી શંકા છે ? આ તો બધા જાણે છે કે પિતાનું નામ સિદ્ધાર્થ રાજા અને માતાનું નામ ત્રિશલાદેવી છે. આ વાત સાંભળી ખુમાશા એ વિચાર કર્યો કે આ વાત કાંઈ બરોબર બેસતી નથી આ આચાર્ય M૧૮૮ For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભગવંત કોઈ ભણ્યા નથી લાગતા માટે એમને ચોમાસું નથી રાખવા એમ વિચાર કરી બધા ઉઠી ગયા અને આચાર્ય ભગવંત બીજા દિવસે વિહાર કરી સવગંજ ગયા. ત્યાં બીજા સાધુઓ ભેગા થયાં એમને પોશાળીયાની વાત કહી. તેથી બીજા સાધુ પોશાળીયા ગયા. ગામવાળાએ સામૈયુ કરી ગામમાં લાવ્યા વંદન કરી ખુમાશાએ તેજ પ્રશ્ન પૂછ્યો અને કહ્યું કે ઘણાં સાધુઓ આવી ગયા પરંતુ કોઈએ સાચો જવાબ ન આપ્યો જો આપ આપો તો ખરા સાધુ કહેવાઓ ત્યારે સાધુ બોલ્યા કે તમો થોડીવાર બેસો હું વિચાર કરીને તમને જવાબ આપું એમ કહી સાધુ રૂમમાં ગયા ત્યાં દરવાજો બંધ કરી સૂકા આંબાના પાંદડા ખખડાવવા લાગ્યા. ત્યારે બહાર બેઠેલા ખુમાશા વિચાર કરે છે કે આ સાધુ કેટલા વિદ્વાન છે કેટલા બધા શાસ્ત્રના પાનાં ઉછળાવે છે. એટલામાં સાધુ ભગવતી સૂરાના મોટા પાના હાથમાં લઈ બહાર આવ્યા. બે ત્રણ કલાક સુધી તો પાના જોતા જ રહ્યા પછી છેલ્લા પાને નામ જડયું ત્યારે ખુમાશા બોલ્યા કે ખરેખર આપ હોંશીયાર છો આટલા સાધુ આવ્યા પરંતુ આટલા બધા હોંશીયાર કોઈ નથી જોયા. ત્યારે સાધુ બોલ્યા ઘણી જ મહેનતે આ નામ જડ્યું નામ છે હડમતવીર ! એટલે વીરનાં વીર ખુમાસા ખુશ થઈ ગયા. અને એમને ચોમાસાની વિનંતી કરી ! હવે એક વખત સાધુ ભગવંતે કહ્યું કે પ્રતિક્રમણ બીજું કાંઈ કરો છો કે નહિ ત્યારે ખુમાશા બોલ્યા અમને કાંઈ આવડતું નથી. આપ કહેશો અને કરશો તેમ કરશું એમ કહી સંઘ સાથે ખુમાશા પ્રતિક્રમણ કરવા આવ્યા. સામાયિક લીધા પછી સાધુ બોલ્યા હવે પચ્ચકખાણ લો. ત્યારે ખુમાશા બોલ્યા કે અમો પચ્ચકખાણને કાંઈ જાણતા નથી. ત્યારે સાધુએ સમજાવ્યું કે સવારે સૂર્ય ઉગ્યા પછી પાણી ૧૮૯ ૧૮૯ ~ For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પીવું એના પહેલા પાણી ન પીવું એમ સમજાવી ચોવિહારનું પચ્ચકખાણ આપ્યું હવે ત્રીજા આવશ્યકની મુહપત્તિ પછી સાધુને વાઈની તકલીફ હોવાથી ચક્કર આવી પડી ગયા અને મોઢામાંથી ફીણ નીકળવા માંડયા આ જોઈ બધા શ્રાવકો પણ મુહપત્તિ ચરવળો એક બાજુ મુકી પડી ગયા મહેનત ઘણી કરી પરંતુ ફીણ ન નીકળ્યા ત્યારે ખુમાશા બોલ્યા કે પ્રતિક્રમણની વિધિ બધી થઈ પરંતુ ફીણ ન નીકળ્યા તે અધૂરી રહી ગઈ અમોએ જીંદગીમાં પ્રથમવાર આવું પ્રતિક્રમણ કર્યું એમ કહી શ્રાવકો ઘેર ગયા. હવે એજ રાત્રીમાં એક શ્રાવકને જોરદાર તરસ લાગી તેથી તે શ્રાવકે પંચને ભેગા કર્યા અને પૂછયું કે મને તરસ લાગી છે પાણી પીવાય કે નહિ ત્યારે આગેવાન ખૂમાશા બોલ્યા કે સાધુએ પાણી પીવાની ના પાડી છે માટે પાણીનો ના પીવાય પરંતુ કરબો પીવાશે એમ કહી તે શ્રાવકે કરબો પીધો અને પાણીનો ઉપયોગ ન થવાથી ડાઢી મુંછે ચોટી ગયો. સવારે ઉઠી સાધુને વંદન કરવા ગયા. બધી વાત કરી ત્યારે સાધુએ વિચાર્યું કે આવાં મુર્માઓ (અજ્ઞાની)નાં ગામમાં રહેવા જેવું નહિ એમ વિચારી સવારે વિહાર કરી ગયા | એટલે કહેવાય છે મુર્ખાઓના સંગમાં ડાહ્યા માણસોએ રહેવું ન જોઈએ. જો રહેતો તે પણ મૂર્ખામાં ગણાય ! CT અજ્ઞાન ઉપર મૂર્ખાઓની ક્યા - ૨ DO મારવાડનાં એક ગામમાં કોઈ મુખ્ય માણસ ન હતો તેમાં એક માણસ કોઈ પણ સાધુ સંત આવે તો સામે જાય. બધું કામ કરે. વ્યાખ્યાનમાં જી-જી કરે એમ વિચારી ગામવાળાએ ભેગા થઈ તે માણસને મુખ્ય બનાવ્યો અને બધાશાસ્ત્રીજી નામ રાખ્યું અને એને પણ મોટા પણાનો થોડો પાવર આવી ગયો. ગામમાં બધાશાસ્ત્રીજી (૧૯૦ , For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કહે તેજ પ્રમાણે થાય. એક વખત ગામમાં સાધુ ભગવંત આવ્યા ત્યારે બધાશાસ્ત્રીજીએ સામૈયું કરી ઉપાશ્રયમાં પધરાવ્યા. અને પછી બોલ્યા સાધુને વાંદરા હોજો. ત્યારે સાધુએ વિચાર્યું આ મુખનું ગામ લાગે છે. વાંદણાને બદલે વાંદરા બોલે છે. પછી બુધાશાસ્ત્રીએ પોરસીનું પચ્ચકખાણ માંગ્યું પચ્ચકખાણ આપ્યું વ્યાખ્યાન પછી ચોમાસાની વિનંતી કરી જય બોલાવી સાધુને ત્યાં રાખ્યા પછી બુધાશાસ્ત્રીજીએ પુછયું હવે ચોમાસામાં કયું સૂત્ર વાંચશો. ત્યારે સાધુ બોલ્યા તો કહો તે ત્યારે બુધાશાસ્ત્રી એ હાથી ઉપર ભગવતી સૂર પધરાવી વરઘોડો કાઢીને સાધુને વહોરાવ્યું અને કહ્યું કે હવે આ સૂત્ર વાંચો? બુધાશાસ્ત્રીજી બે વાંદણા દઈ મારવાડી ભાષામાં અભુટિઠઓ બોલ્યા તે આ પ્રમાણે જણકિચિ, અરપટીઓ, પરપટીઓ, ભત્તે, પાણે, વિણએ, વેયાવસે, અણાવ્યો, સંલાવ્યો, ભરાવ્યો, ભંડાવ્યો, રોવરાવ્યો, દુહાવ્યો, એ સરવયે મેં જાણ્યો થે ન જાણ્યો, કોન જાણ્યો, કાને ન જાણ્યો, તસ્સ મિસામિ દુક્કમ્. આવું સાંભળી સાધુ મનમાં બહુજ હસ્યા પછી સાધુએ ભગવતી સૂત્ર સંભળાવવાનું ચાલુ કર્યું એ વખતે સાધુએ બુધાશાસ્ત્રીજીને પ્રશ્ન પુછયો કે પંચેન્દ્રિયજીવ કોણ ? એ વખતે બુધાશાસ્ત્રીજી બોલ્યા હાથીનો જીવ મોટો છે. માટે પંચેન્દ્રિય કહેવાય ? પછી પુછયું કે ચઉરિન્દિરય જીવ કયો ? ત્યારે બધાશાસ્ત્રીજી બોલ્યા હાથી થી નાનો ઊંટ હોય માટે ચઉરિન્દ્રિય તે ઇન્દ્રિય કોણ ? ઉંટથી નાનો ઘોડો હોય માટે તે ઇન્દ્રિય. બેઇન્દ્રિય કોણ ? ત્યારે બધાશાસ્ત્રીજી વિચાર કરીને બોલ્યા હું અને મારી પત્ની બે ઇન્દ્રિય અને એકેન્દ્રિય કોણ ? ત્યારે શાસ્ત્રીજી બોલ્યા આપને પત્ની-પરિવાર નથી માટે આપ એકેન્દ્રિય M૧૯૧) ૧૯૧ For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આ સાંભળી સાધુ ઘણાં હસ્યા આવી રીતની મુર્ખાઓ સાથે પ્રશ્નોતરી કરી સાધુએ વિચાર્યું કે મુર્માઓનાં ગામમાં વધારે રહેવા જેવું નહિ એમ વિચારી સાધુ વિહાર કરી ગયા. માટે જ્ઞાનીઓ કહે છે કે મુખનાં ગામમાં જઈ વધારે ન રહેવું. C આગમો લખાવવાનું ફળ ) O પ્રિય બાંધવ ! આ દુનિયામાં તે મનુષ્યોને જ ખરો ધન્યવાદ ઘટે છે કે જે મુક્તિમાર્ગના પરમ તેજોમય અદ્વિતીય સૂર્ય સમાન જૈન આગમોને લખાવી પોતાની લક્ષ્મી, પોતાનો જન્મ, પોતાનો આત્મા અને પોતાની શક્તિને સફળ કરે છે.જૈનના આગમોના પુસ્તકોને લખાવનાર સર્વ સિદ્ધાંતોને પારગામી થઈ શીઘ્રતાથી સ્વલ્પ સમયમાં નિર્વાણ-મુક્તિને પામે છે. જે માણસ જૈનાગમ-પુસ્તકોને લખાવે છે તે માણસ કોઈ દિવસ જડબુદ્ધિ પણું, મુંગાપણું, અંધાપણું, બુદ્ધિરહિતપણું અને દુર્ગતિના અંદર જવાપણું પામતો નથી. વળી જે માણસો જૈનાગમ પુસ્તકોને લખાવે છે, તેમજ પોતે લખે છે તથા પોતે ભણે છે. અને ભણાવે છે. તથા પોતે સમજે છે અને વ્યાખ્યાનમાં બીજાને સમજાવે છે, વળી પોતે રક્ષણ કરે છે અને બીજા પાસે રક્ષણ કરાવે છે, તે મનુષ્યો જૈનાગમ પુસ્તકોની ભક્તિ કરી ઉત્તમ મનુષ્યગતિ તથા ઉત્તમ દેવગતિ પામી મોક્ષમાં જલ્દીથી પહોંચી જાય છે. જે માણસો કલ્પસૂત્રને લખાવી, વિધિવડે તેમની ઉત્તમોત્તમ પ્રકારે પૂજા કરી, હૃદયમાં શુભ ભાવના ધારણ કરી ઉપવાસ કરી એક ચિત્તથી અક્ષરે અક્ષર સાંભળે છે, તે માણસો ત્રીજા ભવની અંદર જન્મ જરા મરણનાદુઃખોને નિવારી ભવનો અંત કરે છે-મોક્ષને પામે છે. શ્રીમાન તત્વનેત્તા શાસ્ત્રકાર મહારાજાઓએ બાલ સ્ત્રી, મંદ, મૂર્ખ અને ચારિત્રચ્છુ માણસોના અનુગ્રહાર્થે સિદ્ધાંતોને પ્રાકૃતની અંદર રચેલા ૧૯૨ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સર્વ નદીયોની વેળુને એકત્ર કરે તેમજ સર્વ સમુદ્રના પાણીના બિંદુઓને એકત્ર કરે તેના કરતાં પણ એક સૂત્રાનો અનંતગુણો અર્થ સર્વજ્ઞ પ્રભુ કેવલજ્ઞાની મહારાજાએ કહેલો છે. આવા ઉત્તમોત્તમ જૈનાગમને વિષે પોતાને પંડિત માનનારા કેવળ મિથ્યાભિમાની મૂર્ખ માણસો હોય તે જ કદાપિ કાળે પ્રીતિને કરતા નથી. જેવી રીતે કે ઉત્તમ સુગંધમય કમળને વિષે માખીઓ ગમન કરતી નથી, કારણ સુગંધી પદારથ ઉપરબેસવાનો તેનો સ્વભાવ નથી. મૂર્ખ માણસો જૈનાગમને વિષે પ્રીતિ નહિ કરતાં દુર્ગધમય મિથ્યાત્વીના પુસ્તકો ઉપર જ તેઓ મક્ષિકાઓની પેઠે ગમન કરે છે.જૈનાગમ મોહ બુદ્ધને હરે છે. ખરાબ માર્ગનો ઉચ્છેદ કરે છે. સંવેગ માર્ગને ઉત્પન્ન કરે आगमश्रवणं महागुणायक्षाराम्भत्यागतो यद्वन्मधुरोदकयोगत : बीजं प्ररोहमादत्ते, तद्वत्तत्वश्रुतेर्नरः क्षाराम्भस्तुल्य इह च, भवयोगोखिलो मतः । मधुरोदकयोगेन, समातत्त्वश्रुतिः स्मृता ॥२॥ बोधांभ : स्त्रोतसश्चैषा, सिरा तुल्या सतां मता । अभावेऽस्याः श्रुतं व्यर्थमसिरावनि कूपवत् ॥३॥ તિ શ્રી મદ્રસૂરિ : ભાવાર્થ : જેમ ખારા પાણીના ત્યાગથીઅને મીઠા પાણીના યોગથી બીજ અંકુરાને ધારણ કરે છે તેવી જ રીત તત્ત્વને શ્રવણ કરવાથી પુરૂષ અંકુરિત થાય છે. એટલે બોધને પામી ઉદય કરવાવાલો થઇ શકે છે. ૧. અહિંઆ ખારા પાણીના સમાન સમગ્ર ભવના યોગને માનેલ ૧૯3 For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે અને મીઠા પાણી સમાન તત્ત્વશ્રુતિ કહેલ છે. મીઠા પાણી રૂપ તત્ત્વનું શ્રવણ કરવાથી ભવ્ય જીવોનો ખારાપાણી રૂપ ભવયોગ નષ્ટ થાય છે. ૨. આ તત્ત્વશ્રુતિને સજ્જનોએ બોધ રૂપી પાણીના પ્રવાહની નીક સમાન માનેલી છે અને તત્ત્વશ્રુતિના અભાવે તે અરણ્યના કુવાની નીકની જેમ વ્યર્થ છે. ૩. ( શ્રાવને શાસ્ત્ર શ્રવણ ક્રવાપણું पंचाशकसूत्रे श्राद्वव्याख्यानश्रवणस्वरुपम् - संपन्नंदसणाइ पइदिवहं जं इजणा सुणेइ य । सामायारि परमं, जो खलु तं सावयं बिंति ॥१॥ निद्दा विकहा परिवज्जिए हिं, गुणत्तेणं पंजलिउडेहि । भत्तिबहुमाणपुव्वं उवउत्तेहि सुणेयव्वं ॥२॥ ભાવાર્થ : સમ્યક્ પ્રકારે સમ્યમ્ દર્શનને પામીને નિંદા વિકથાને વર્જીને યથા મન-વચન-કાયાના યોગોને એકત્ર કરીને અંજલી પૂટ (બે હાથ જોડીને) બહુમાન પૂર્વક નિરંતર ગુરૂ મહારાજ પાસે સમાચારીને જે સાંભળે છે તે જ નિશ્ચય પરમ શ્રાવક કહેવાય છે. એ ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે વ્યાખ્યાન શ્રવણ કરવાનો શ્રાવકનો અધિકાર છે. ( શાસ્ત્ર જાણવાના પ્રેમી ભીમ વણિની ક્યા શંકર નામના ગામને વિષે, ધનકુબેર ભંડારીના પેઠે જાણે હોયની શું? તેમ ધનેશ્વર તથા જાણે વસંત ઋતુના કામદેવ પેઠે હોયની શું ? તેમ અત્યંત અરસ પરસ પ્રીતિવાળા ભીમને સીમ નામના બે ભાઈયોશ્રેષ્ઠિઓ વસતા હતા. તેમાં મોટા ભીમ છે તે જ્ઞાનનો અર્થી ૧૯૪ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થઈ, નિરંતર પંડિતોના પરિચયને વિષે તત્પર રહે છે, કારણ કે પંડિતોની વાર્તા જે તે પણ સકલ શાસ્ત્રના મૂળભૂત છે. માટે કહ્યું છે કે સંત લોકોનો સમાગમ કરવો જો કે તેઓ શાસ્ત્રનો બોધ કાંઈ પણ ન આપે તો પણ તેમની પોતાની અમસ્થી વાર્તા પણ શાસ્ત્ર યુક્ત હોય છે. નાનો સીમ જે છે તે પોતાના કુટુંબ પરિવારે વાર્યા છતાં પણ નીચનો સંગ છોડતો નથી, કારણ કે જે જેનો સ્વભાવ પડ્યો તે છોડવો મુશીબત છે. જે માટે કહ્યું છે કેजे जिण लग्या सहावडा, ते फटे मरणेण । सुणहा वांकी पूंछडी न कीधी केण ॥१॥ ભાવાર્થ : જે જેનો સ્વભાવ પડેલો હોય છે તે મરણ પામ્યાથી જ જાય છે, સિવાય જતો નથી અને બદલાતો નથી કારણ કે કૂતરાની પૂંછડી વાંકી છે, તેને કોઈપણ માણસ સીધી કરી શકતું નથી, તેમજ જે જેનો સ્વભાવ પડેલ છે તે મરણ પામ્ય જ જાય છે. એકદા ઘણા મંત્ર-તંત્રના પ્રભાવવાળા તથા લોકોમાં ચમત્કાર દેખીને પ્રસિદ્ધિ મેળવેલા તથા બહુ જકપટ વડે ભરપુર ભરેલા એવા સુંદર નામના યોગીના જોડે સીમે મિત્રતા કરી એકદા પ્રસ્તાવે સર્પના સમાન કુટિલ ગતિ યુક્ત સ્વભાવવાળા એ જોગીએ, સુવર્ણ મણિ મોતીના આભૂષણથી સુશોભિત એવા સીમને કહ્યું કે હે વત્સ ! આ મુલિકાને ગ્રહણ કર, જે મૂલિકા દ્વારા પાસે રહેવાથી જે યુવાન સ્ત્રી તને દેખશે, તે લોહ ચુંબની પેઠે તને છોડશે નહિ આ મૂલિકા લેવાનો વિધિ નીચે પ્રકારે છે. આ મૂલિકા લેવાને વખતે પ્રથમ ગુરૂના સાથે તારે એક ભાજનમાં ભોજન કરવું. ત્યારબાદ ગ્રહણ કરવાથી આ કામ સિદ્ધ થશે. એવી રીતે કહીનેતે યોગી ગયો અને વદિ ચૌદશની રાત્રિએ તે ગ્રહણ કરવાથી આ કામ સિદ્ધ થશે. એવી રીતે કહીને M૧૯૫) ભાગ-૧ ફર્મા-૧૪ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે યોગી ગયો અને વદિ ચૌદશની રાત્રિએ ગ્રહણ કરવાનો સંકેત કર્યો. તેનો ભાઈ ભીમ પણ પંડિતોના સહવાસથી પોતાનો કાલ નિર્ગમન કરે છે. એકદા તે ભીમે બુદ્ધિસાગરગુરૂ પાસે વિષવાળા અન્નનું વ્યાખ્યાન શ્રવણ કર્યું કહ્યું છે કે – दृष्टवान्नं स विषं चकोरविहगो धत्ते विरागं दृशो । हँस : कूजति सारिका च वमति क्रोशत्यजस्त्रंशुक : । काक : क्षमारवस्तथा परभृतः प्राप्नोति मृत्यु क्षणात् । क्रौञ्चो माद्यति हर्षवांश्च नकुलः कुर्यात्पुरीषं कपि : ॥१॥ રૂતિ પ્રસ્તાવિત. ભાવાર્થ : વિષયુક્ત અન્ન દેખીને ચકોર પક્ષી દષ્ટિને મીંચ દે છે હંસ શબ્દને કરે છે, સારિકા વમન કરે છે. પોપટ નિરંતર વારંવાર આક્રોશ કરે છે, કાગડો મંદસ્વર કરે છે, કોયલ તત્પણ મરણ પામે છે. ક્રૌંચ પક્ષી મદોન્મત્ત થાય છે. નોલીયો રાજી થાય છે. તથા વાંદરો વિષ્ટાને કરે છે. આવી રીતે સાંભળીને ભીમ વિચાર કરે છે કે આ જ્ઞાન શ્રેષ્ઠ છે. એવું જાણીને મનને વિષેસ્થિર કરી રાખ્યું. ત્યારબાદ યોગીએ પોતે સંકેત કરેલી રાત્રિમાં એક વિષ સહિત અને બીજો વિષરહિત લાડુ બનાવી તે યોગી સસમના જોડે મઠને વિષે ભોજન કરવા બેઠો. એવામાં પોતાનો ભાઈ સીમ રાત્રિએ અલંકાર, સુવર્ણ,મણિના આભૂષણો પહેરીને યોગીના મઠમાં ગયો છે. તેવું જાણીને તેનો મોટો ભાઈ ભીમ ત્યાં આવીને જોવા લાગ્યો. એટલામાં ત્યાં નજીક રહેલા એક વાંદરાએ વિષ્ટા કરી. તે દેખીને વિચારને વિષે ચતુર એવા ભીમે લાડુમાં વિષ મેળવેલું જાણીને યોગીને ભીમે કહ્યું કે હે યોગી ! આ તું શું કરે છે ? ત્યારે તે યોગી બોલ્યો કે કોઈએ આપેલા બે લાડુ ૧૯૬ For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અમે ખાઈએ છીએ.એવું બોલતાયોગીને પાણિના પ્રયોગથી લાડુની અંદર વિષ બતાવીને ભીમે, યષ્ટિ-મુષ્ટિ વડે કરી ગાઢ હણીને ધામ થકી બહાર કાઢયો અને પોતાના ભાઈને મરણ થકી બચાવ્યો. ત્યારબાદ ભીમ વિશેષ કરી જ્ઞાનાભ્યાસમાં તત્પર થયો. શાસ્ત્રશ્રવણ ઉપર કીર્તિધર તથા સુકોશલની ક્યા અગાઉ અયોધ્યા નગરીને વિષે ઇક્ષ્વાકુ વંશમાં કીર્તિઘર નામનો રાજા હતો તે ન્યાય વડે કરીને રાજ્યનું પ્રતિપાલન કરે છે તેને સહદેવી નામની રાણીહતી તેમજ સુકોશલ નામનો પુત્ર હતો.તેમણે અનુક્રમે ધર્મ શાસ્ત્રનું પઠન કર્યું.અન્યદા પ્રસ્તાવે ત્યાં શ્રી ધર્મસૂરિ મહારાજા આવ્યા,તેથીરાજા તેનો ધર્મોપદેશ સાંભળવા માટેગયો,અને ગુરૂએ પણ નીચે પ્રમાણે ઉપદેશ આપ્યો. आर्यदेशकुलरुपबलायु, र्बुद्विबंधुरमवाप्य नरत्वं । धर्मकर्म न करोति जडो य : पोतमुज्झति पयोधिमत : स. : ॥ १ ॥ जाव जरा न पीडेइ, वाही जाव न वढ्ढइ । जाविंदिय न हायंति, ताव धम्मं सामाचरे IIRII ભાવાર્થ : આર્યદેશ, સારૂં કુલ, સારૂં રૂપ, ઉત્તમ બલ, દીર્ઘ આયુષ્ય મનોહર બુદ્ધિ વેગેરની પ્રાપ્તિ સહિત મનુષ્ય જન્મને પામીને જડ માણસધર્મ કરતો નથી.તે સમદ્ર મધ્યે જઇને વાહણનો ત્યાગ કરે છે. (૧) જયાં સુધી વૃદ્ધાવસ્થા પીડા ન કરે, જ્યાં સુધી વ્યાધિઓ પીડા ન કરે તથા જ્યાં સુધી ઇંદ્રિયો હણાઇ ન જાય ત્યાં સુધીમાં ધર્મ કર્મનું સેવન કરી લેવું સારૂ છે. (૨) ૧૯૭ For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એ પ્રકારનો ઉપદેશ શ્રવણ કરવાથી કીર્તિવર રાજાએ બાળક એવા પુત્રને પણ રાજય આપી. પોતે દીક્ષા લીધી, અને શાસ્ત્રો ભણી પડિમાનું વહન કરતા કીર્તિધર મુનિ વિહાર કરવા લાગ્યા. ત્યારબાદ માતાએ પુત્ર ઉપર મોહ કરી, તેની દાંતની પંક્તિમાં સોનું જડાવી દાંતને સુવર્ણમય બનાવ્યા ત્યારબાદ સુકોશળ જેમ જેમ વૃદ્ધિ પામતો જાયછે, ને પોતાના પિતાના ગુણોનું સ્મરણ કરતો જાય છે, તેમ તેની માતા તેના પિતાના દુષણો પ્રગટ કરે છે. એકદા કીર્તિધર મુનિ અયોધ્યા નગરીમાં છઠને પારણે ભિક્ષા માટે આવ્યા તેને દેખી સહદેવી વિચાર કરે છે કે –જો આ મારો પુત્ર તેના પિતાને દેખશે તો તે નિશ્ચય દીક્ષા લેશે, માટે આ મુનિને હું નગર બહારકાટું” એવો વિચાર કરી, સુકોશલને જણાવ્યા વિના જ પોતાના માણસો પાસે પરાભવ કરાવી કીર્તિઘર મુનિને નગર બહાર કાઢયા તે કીર્તિધર મુનિને નગર બહાર કાઢતા દેખી, ધાવમાતાએ તે વાત સુકોશલને કરી તેથી સુકોશલ તુરત નગર બહાર જઇ, તે મુનિને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે “હે સ્વામિન્ ! તમે નગર મધ્યે પધારો” કીર્તિધર મુનિ કહે છે કે હે વત્સ ! હાલમાં ઉપસર્ગનો સંભવ છે, માટે હું નગરમાં નહિ આવી શકું, ત્યારબાદ સુકોશલે પોતાની માતાએ જ પોતાના પિતાનો પરાભવ કરાવ્યો છે, એવું જાણીને રાજયને તૃણની પેઠે ત્યાગ કરી પિતાની પાસે જલ્દી થી દીક્ષા અંગીકાર કરી ત્યારબાદ તેણે પણ પોતાના પિતા જોડે વિહાર કર્યો અને બન્ને જણા તીવ્રતપ તપવા લાગ્યા ત્યારબાદ સ્વામી અને પુત્ર એમ બન્નેના વિયોગથી આર્તધ્યાનથી મરીને સહદેવી વન મધ્યે વાઘણ થઈ તે બન્ને મુનિ વિહાર કરતા કરતા તે વાઘણ રહે છે તે વનમાં આવ્યા ત્યારબાદ વાઘણને સન્મુખ આવતી દેખીને કીર્તિધર મુનિ પુત્રને કહે છે કે “હે ૧૯૮ ૧૯૮ ~ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુત્ર ! અજમાર્ગે જઈએ તો સારૂ પરંતુ સુકોશલ સાહસને અવલંબી તે જ માર્ગે ગયો અને અણશણ કર્યું. વાઘણે તેને વિદારી નાંખવાથી ઉંચ ભાવનાથી કેવળજ્ઞાન પામી મુક્ત ગયા. વાઘણે પોતાના પુત્રની દાંતની પંક્તિ દેખી, ઊહાપોહ કરવાથી જાતિસ્મરણ મેળવ્યું. પોતે પોતાના જ પુત્રનું મરણ કરેલું જાણી આત્માને નીંદતી,પશ્ચાતાપ કરતી અણશણ કરી આઠમે દેવલોકે ગઈ. પાછળથી કીર્તિવર પણ કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. ( ઉજૂથ પ્રરૂપણાથી થતું નુકશાનOO उस्सूत्त भासगाणं, बोही नासइ अणंत संसारो / पाणपच्चए वि धीरा, उस्सुतं न भासंति // 1 // ભાવાર્થ : ઉસૂત્રની પ્રરૂપણા કરનારા માણસોનું બોધિબીજ નાશ પામે છે, અર્થાત્ તેવા માણસો દુર્લભ બોધિપણાની છાપને મેળવે છે, તથા અનંત સંસારને ઉપાર્જન કરે છે તે કારણ માટે ધીરવીર પુરૂષો પ્રાણ ત્યાગે પણ ઉત્સુત્રના ભાષણને કરતા નથી, કારણકે ઉજૂરાની પ્રરૂપણા કરનારાઓને શાસ્ત્રકાર મહારાજાએ શાસનના પ્રત્યેનીકો કહેલા છે, સ્થાનાંગસૂત્રોમાં કહ્યું છે કે - सुतं पडुच्च तदुभयपडिणीया पन्नता तं जहा / सुत्तपडिणीए 1, अत्थपडिणिए 2, तदुभयपडिणिए // 3 // ભાવાર્થ : સૂત્ર, અર્થ તથા તદુભય પ્રત્યેનીકો કહેલા છે. તે આ પ્રકારે છે સૂત્ર પ્રત્યેનીક 1, અર્થ પ્રત્યેનીક 2, તદુભય પ્રત્યેનીક 3, આવા સુત્ર અર્થ અને તદુભયના પ્રત્યેનીકોઉસૂત્ર પ્રરૂપક થઈ પોતે બુડે છે અને બીજાને બુડાડવા સમર્થમાન થાય છે પ્રષ્ટિશતકમાં કહેલું છે કે 199 19 ~ For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ कि भणिमो किं करिमो, ताण हयासाण धिढ दुठ्ठाणं । जे दंसिउण लिंगा, खिवंति नरयंमि मुद्धजणं ॥१॥ ભાવાર્થ : જે લિંગ માત્ર (વેષ માત્ર) દેખાડીને મુગ્ધ જનોને નરકના ખાડાને વિષે નાખે છે. એવા ધૃષ્ટ દુષ્ટ નિકુષ્ટ પાપિષ્ટ તેમજ જેની આશાઓ હણાઈ ગઈ છે તેવા હતાશ પ્રાણિયોને શું કહીયે તેમજ શું કરીયે કારણ કે તેવા જીવો મહા હલકામાં હલકા હોય છે. जहा सरणमुवगयाणं, जीवाणं निकित्तई सिरे जोए । एवं आयरिओ वि हु, उस्सुत्तं पन्नवंतो य ॥२॥ ભાવાર્થ : જેમ કોઈ માણસશરણાગતઆવેલા જીવોનું મસ્તક કાપી નાખે છે તેવી જ રીતે આચાર્ય પણ ઉજૂરાનીપ્રરૂપણા કરતો છતો દોષનો ભાગીદાર થાય છે કારણ કે શરણાગતઆવેલા માણસોનું મસ્તક કાપવું અને ઉત્સત્રની પ્રરૂપણા કરી લોકોને વિપરીત માર્ગે ચડાવવા તે મસ્તક કાપી રઝળાવવા બરોબર છે, કારણ કે એવા જીવોને ઉપદેશ આપવાની પણ શાસ્ત્રકારમહારાજ મનાઇ કરે છે. सावज्जणवज्जाणं, वयवाणं जो न याणइ विसेसं । वोत्तुं पि तस्स न खमं, किम पुण देसणंकाउं ॥३॥ ભાવાર્થ : સાવદ્ય પાપસહિત અને અનવદ્ય (પાપરહિત) એવા વચનોના વિશેષપણાને જે જાણતો નથી.અર્થાત્ આ વચનો સત્ય છે તેમજ આ વચનો મિથ્યા છે એવા પ્રકારનું જેને લવલેશ ભાન માત્ર નથી, તેવા માણસોને બોલવુ પણ કહ્યું નહિ. તો પછી દેશના આપવી તે તો કલ્પજ ક્યાંથી અર્થાત્ નહિ જ કહ્યું. ઉત્સાપ્રરૂપણાનું લેશ માત્ર કથન કરવાથી પણ વીરપરમાત્માનો જીવ અનંતસંસાર રઝળ્યો છે કારણ કે ઉત્સા કથન M૨૦૦૫ ૨00 For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરી બાંધેલા કર્મ કોઈપણ કાળે ભોગવ્યા વિના છૂટકો થતો નથી.આગમને વિષે કહ્યું છે કે – जं वीरजिणस्स जीवो, मरइ उस्सुत्तलेसदेसणउ । सागरकोडाकोडिं, हिंडइ अइ भीम भवगहणे ॥१॥ ભાવાર્થ : ઉસૂત્ર પ્રરૂપણાના લેશમાત્ર કથનથી અર્થાત્ “હે કપિલા ! ઈહાં પણ ધર્મ છે ને ત્યાં પણ ધર્મ છે. અર્થાત્ સાધુ દર્શનના વિષે પણ ધર્મ છે તેમજ મહારાત્રિદંડી વેષને વિષે પણ ધર્મ છે.' આવા વચન માત્રના કથનથી એક કોડાકોડી સાગરોપમ સુધી જિનેશ્વર મહારાજા શ્રી મહાવીર મહારાજનો જીવ ભયંકર સંસારને વિષેભટકયો તે સર્વ ઉસૂત્રનો જ પ્રતાપ છે. એથી સંસારના પાર ન પામવા ઇચ્છાવાળા ભાવિક જીવોએઉજૂની પ્રરૂપણાને દૂરકરવી તેજ શ્રેયસ્કર છે. OTઇંદ્રિય નિગ્રહ પરવિજય કુમારની કથા.O કુણાલા નગરીને વિષે આહવલ્લો રાજા તેની કમલશ્રી રાણી અને વિજય નામનો પુત્ર હતો. તેનું બાલ્યાવસ્થાને વિષે અમિત તેજસ નામના વિદ્યાધરે હરણ કરીને વૈતાઢય પર્વતને વિષે આણ્યો, અને સુરમ્યા નામની નગરીમાં લઇ જઇને પુત્રપણે તેનું પાલન કર્યું. અન્યદા જયારે યુવાવસ્થા પામ્યો ત્યારે અત્યંત રૂપવાળો હોવાથી અમિત તેજસની સ્ત્રી રત્નાવલીએતેની ભોગને માટે પ્રાર્થના કરી. કુમારે કહ્યું કે “હે માતા ! આ તું શું બોલે છે ? તેણીએ કહ્યું કેહું તારી મા નથી. તેને કુણાલાથી મારા સ્વામીએ હરણ કરીને અહીં લાવી પુત્રપણે સ્થાપન કરેલ છે. તે કારણ માટે હે સુભગ ! મારા મનોરથને પૂર્ણ કર. હું તને વિદ્યા આપીશ તેની તે વિદ્યાના બલથી ૨૦૧ For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાને મારી મારા સાથે રાજ્ય લક્ષ્મીને ભોગવ ત્યાર બાદ કુમારે ચિંતવન કર્યું કે હા હા ધિક્કાર થાઓ ! એટલો કાળ મને પુત્રના પેઠે પાળીને હવે મને આવી રીતે કહે છે. માટે સ્ત્રીના સ્વભાવને ધિક્કાર થાઓ ! તથાપિ વિદ્યાને ગ્રહણ કરી લઉં. ત્યારબાદ તેણીએ આપેલી વિદ્યાને કુમારેલીધી ત્યારબાદ વિજયકુમારે કહ્યું કે હે જમની ! હવે તું મારા ગુરૂ તરીકે થઇ, તેથી હું તને નમસ્કાર કરું છું. એવી રીતે કહેવાથી પણ તે વિષય થકી વિરકત થતી નથી. અને ઉલટી કહેવા લાગી કે તું મારું વચન માન્યકર,અન્યથાતને મહાન અનર્થની અંદર નાખી દઇશ.એમ કહી પોતાને સ્થાને ગઇ. ત્યારબાદ દુર્જય એવી પણ ઇંદ્રિયને જીતનાર વિજયતેનું વચન નહિ માને, મારે અહીં રહેવું યોગ્ય નથી એમ ચીંતવી, વિદ્યાના બળથી ખડગનું સહાયપણું મેળવી કુણાલા નગરીમાં આવીને માતાપિતાને મલ્યો તેમને પણઓળખી લીધો. અન્યદા અયોધ્યા નગરીના સ્વામિ વિજયવર્મ રાજાની સેવાને માટે જતો પોતાના પિતાને નિવારીને ત્યાં વિજયકુમાર પોતે ગયો. તેને વિજયવર્મરાજા સાથેગાઢપ્રીતિ થઈ તેથી વિજય વર્મ રાજાએ કુમારને પોતાની પુત્રી શીલવતીઆપીને પરણાવવા વિવાહ મહોત્વનો આરંભ કર્યો, ત્યારબાદ વનને વિષે કીડા કરતી શીલવતીને કોઈક વિદ્યાધરે કુમારનું રૂપ ધારણકરીને તેનું હરણ કર્યું હાહારવ થયો. રાજા પણખેદ પામીને ચિંતવના કરવા લાગ્યો કે અહોહવે શું કરવું ! એટલામાં વિજયકુમારે આવીને કહ્યું કે રાજન ! ચિંતા ન કરો. જો હું શીલવતીને ન લાવું, તો યાવસજીવ સુધી શીયલનું સંયમનું જ પ્રતિપાલન કરીશ એમ કહીને જલ્દીથીગગનમાર્ગે,તે વિદ્યાઘરની પાછળ ચાલતો શત્રુંજય પર્વત ગયો. ત્યાં તેણે કન્યા યુક્ત તે વિદ્યાધરને દેખ્યો.ત્યાં બન્નેનું યુદ્ધ ૨૮૨ For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થયું. આવી રીતે યુદ્ધ કરતાં કરતાં આકાશ માર્ગે તેઓ કિષ્કિધ નામના પર્વતે ગયાને પાંચ દિવસ થયા.ત્યાં વિજયકુમારે જીતેલો ખેચર નાશીને વૈતાઢ્ય ગયો. કુમાર પણ તેની પાછળ ગયો.આવી રીતે તે બન્ને પણ સુરમ્ય પુરીમાં ગયા. હવે કુમાર તેને અમિતતેજસ વિદ્યાધર જાણીને ખેદપામી ચિંતવના કરે છે કે હા હા મને ધિક્કાર થાઓ ! પિતાના જોડે મેં યુદ્ધ કર્યું ત્યારબાદ અમિતતેજસ કહે છે કે હે પુત્ર ! તું ખેદ ન કર. હું તારા પાછળ આવેલ હતો, તેથી મેં શીલવતીનું હરણ કર્યું છે, કારણ કે પ્રજ્ઞપ્તિ વિદ્યાએ તારૂં સર્વશીલસ્વરૂપ મને કહ્યું છે માટે હે વત્સ ! મહાપુરુષ છે, તેને રત્નાવલીએ ક્ષોભ પમાડયા છતાં પણ તું ક્ષોભ ન પામ્યો માટે તું મારારાજયને ગ્રહણ કરે ને હુંદીક્ષાને અંગીકાર કરીશ કુમાર કહે છે કે હે તાત ! હું પણ કામ થકી નિવર્ત માન થયો છું, માટે આપની સાથે જ દીક્ષાને લઇશ. ત્યાર બાદ તે વિદ્યાધર રાજાએ પોતાના ભાણેજ ને રાજય આપી પોતે દીક્ષા લીધી ત્યાર બાદ વિજયકુમાર ફરીથી શત્રુંજય આવ્યો ને ત્યાં કોઈ પણ ઠેકાણે શીલવતીને નહી દેખવાથી દીક્ષા અંગીકાર કરી મોશે ગયો. શીલવતીત્યાં પ્રવાહણ માર્ગે આવેલ ચંદ્ર શ્રેષ્ઠીના સાથે સિંહલદ્વીપે ગઈ અને તેણી સુદર્શના જોડે ભરૂચને વિખેતપતપીને ઇશાન દેવલોક ગઈ. CT સ્પર્શેન્દ્રિય વિષયે મહેંદ્રમાર ક્યા છે વિશ્વપુરનગરને વિષે ધરણંદ્ર નામનો રાજા હતો તેમણે મહેન્દ્ર નામનો પુત્ર હતો. તેણે શ્રેષ્ઠીનો પુત્ર મદન નામનો મિત્ર હતો, તેણે ચંદ્રવદના નામની સ્ત્રી હતી. અન્યદા ઘરે આવેલા પોતાના પતિનામિત્ર મહેન્દ્રકુમારને ચંદ્રવદનાએ પોતાના હાથે પાનનું બીડુ આપ્યું તેથી તેના હાથના કોમળ સ્પર્શથી રાજકુમાર તેણીના સાથે M૨૦૩ ~~~ ૨૦3 For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ હાસ્ય કરવા લાગ્યો. અને પ્રસંગે મલવાથી અનાચારનું પણ સેવન કરવા લાગ્યો અન્યદા રાજાએ મહેન્દ્રકુમારને રાજ્યઆપવાની ઇચ્છાકરી.અને મહેંન્દ્રકુમારે મદનને મારવાને માટે ઘાતકી પુરૂષો મોકલ્યા. તે પુરૂષો મદનને પ્રહારો મારી જર્જરીભૂત કરતા હતા,તેવામાંતલાક્ષને તેમનેદેખ્યા, તેથી તલા૨ક્ષ તે સર્વેનેરાજા પાસે લઇ ગયો.રાજાએ પુછ્યું કે - તમોને કોણે મોકલ્યા છે ? તેથી તેઓએ કહ્યું કે મહેંદ્રકુમારે ત્યારબાદ રાજાએ તમામ વૃત્તાંત જાણીને તે અન્યાયી કુમારને પોતાના દેશનીહદપાર કર્યો તેથી તે રાજકુમાર પણ ચંદ્રવદનાને લઇને અન્ય જગ્યાએ ગયો. ત્યારબાદ મદનને વૈદે નિરોગીકરવાથી તે પોતાને કામે લાગ્યો, અનેરાજાએ અપ૨ પુત્રને ગાદી આપી પોતે દીક્ષાને અંગીકાર કરી મહેંદ્ર તથા ચંદ્રવદના પરદેશને વિષે ભમતા હતા તેને ચોરોએ પકડયા અને બન્નેને બબ્બરકુલમાં વેચ્યાં. ત્યાં રૂધિર વિગેરે ખેંચવાની વેદનાને સહનકરીને, મરીને બંને જણા નરકે ગયા. ત્યાંથી નીકળીઘણા ભવોને વિષે ભટકશે, માટેસદગતિને વિષે ગમન કરવાથી ઇચ્છાવાળા જીવોએ સ્પર્શેન્દ્રિયના લૌલુપ્યપણાનોત્યાગ કરી સુખી થવાની ઇચ્છા કરવી જોઇએ. ( સ્પર્શેન્દ્રિય વિષયે સુકુમાલિકાની ક્યા વસંતપુર નગરને વિષે જિતશત્રુ રાજા વાસ કરતો હતો.તેને અત્યંત રૂપવંતી કુમાલિકા નામની રાણી હતી. તે કામરૂપી સમુદ્રને તરવામાં નાવના સમાનરાણીના સાથે રાજા નિરંતરક્રીડા કરતો હતો. અને તેના શરીરના સ્પર્શને વિષે તે એટલો બધો મોહ પામેલો હતો કે પોતાના રાજ્યને પણ તૃણસમાન ગણવા લાગ્યો. રાજાની આવી સ્થિતિ જોઇ મંત્રી આદિવર્ગ વિચારવા લાગ્યા કે રાણીને વશ થઇને ૨૦૪ For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજા રાજયને પણjણ સમાન ગણે છે, તો નિશ્ચય કોઈક દિવસરાજયને પણ બાળીદેશે, માટે રાત્રિએ પલંગ સહિત રાજા રાણીને વનમાં મુકી દેવા, અને તેના પુત્રને રાજયગાદી ઉપર બેસાડવો. એવો વિચાર કરીને રાત્રીએ પલંગ સહિત ઉપાડીને બન્નેને એવા ઘોર જંગલમાં મૂકી દીધા કે જયાં બિલકુલ મનુષ્યનો પ્રચાર જ નથી હવે પ્રાત:કાળે રાજા જાગૃત થયો અને પોતાની આવી દશા થયેલી જોઈ રાણીના સાથે ચાલવા માંડયો. રસ્તામાં રાણી તૃષાતુર થવાથી રાજા પાસે પાણી માગે છે, પણ પાણી નથી તેથી રાણીની ચક્ષુએ પાટા બાંધી પોતાની નસનું રૂધિર પાયુ અને ક્ષુધા લાગવાથી જાંઘ ચીરી સાથળનું માંસ ખવરાવ્યું અને પોતે સંરોહિણી ઔષધીથી સારો થયો, એવી રીતે બંને જણા કોઈક દેશ પ્રત્યે ગયા. ત્યાં રાજાએ અલંકારો વેચીને વ્યાપાર કરવો શરૂ કર્યો. એટલામાં ત્યાં કોઈ પંગુ આવ્યો રાજાએ તેને રાણીનું રક્ષણ કરવા પોતાના ઘરે રાખ્યો કારણ કે સ્ત્રી એકલી હોય તે સારૂ નહિ હવે તે પંગુનો કંઠ બહુ જ સારો હતો, તેથી ગાન તાન કથાના રંગવડે કરી તેણીરાણીનું મન વશ કર્યું. કારણકે સ્ત્રીઓને વિષેવાસ કરવોતેજ કામણ છે. વળી પણ કહ્યું છે કે રાજા સ્ત્રી અને વેલકી આ ટાણે જે સમીપ હોય તેનો આશ્રય કરે છે, તેથી તે પાંગળાને વિષેરાણી રક્ત થઇ. હવે પાંગળાને વિષે ગાઢ પ્રીતિકરનારી તેરાણીરાજાના છિદ્રો જોવા લાગી અને એક દિવસ સખત મદ્યપાન કરાવી તેને ગંગા નદીના પાણીમાં ફેંકયો અને ફેંકવાથી જેવો જાગૃત થયો તેવા ગંગાને તરીને પાર ગયો. ત્યાર બાદ કોઈક નગરને વિષે જઈ ગામની બહાર એક વૃક્ષની છાયા નીચે જઈને સૂતો તેના પુન્યથી વૃક્ષની છાયા તેના ઉપરથીદૂર થતી નથી,સ્થિર રહેલી છે હવે તે વખતે તે ગામનો રાજા અપુત્રીઓ મરવાથી હસ્તિ આદિ M૨૦૫ - For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દિવ્યો શણગાર્યા,તેથી હાથીએ કળશ વડે કરીને રાજાને સિંચન કરવાથી તમામ લોકોએ તેને રાજય ગાદી ઉપરસ્થાપન કર્યો તેથી રાજા રાજયસુખના વૈભવને ભાંગવવા લાગ્યો. ત્યારબાદ તે પાંગળા વિષે આસક્તિભાવ ધારણ કરનારી તેરાણીનું દ્રવ્ય ક્ષીણ થવા માંડયું. અને સંપૂર્ણ દ્રવ્ય ખુટી જવાથીતે પાંગળાને પોતાના સ્કંધ ઉપરચડાવી ગાતી ગાતી ઘરે ઘરે ભિક્ષા માગવા લાગી લોકો તેને પુછે ત્યારે કહે છે કે મારા માતા પિતાએ મને આ વર આપેલો છે માટે શું કરૂ ?કુલીન સ્ત્રીનેતો આવા પતિની સેવા કરવી તે જ સારભૂત છે. આવા પ્રકારના કપટના વચનોથી લોકોને રંજન કરી ભિક્ષા માગવાથીતેને ભિક્ષા પણ લોકો સારી આપવા માંડ્યા આવી રીતે ગામો ગામ ભટકતી જે ગામમાં રાજા છે તે ગામમાં ગઇ, અને આ પતિવ્રતા છે એવી છાપ ગામમાં પાડી તે વાત રાજાના કર્ણગોચર થવાથી તેને બોલાવીને પુછવાથી લોકોના પાસે જેમ બોલતી હતી તેમજ રાજાને કહેવા લાગી પરંતુરાજાએ તુરત તેને ઓળખી લેવાથી રાજા બોલ્યો કે બે હાથથી રૂધિરનું પાન કર્યું. સાથળનું માંસ ખાધું પોતાના પ્રેમી ધણીને ગંગામાં નાખ્યો, માટે તારૂ પ્રતિવ્રતાપણું બહુ જ સારૂ છે. આવી રીતે કહીને તેણીના સાથે તે પંગુને દેશપારકર્યો. સ્ત્રી કોઈની થઈ નથી ને થવાની નથી. માટે અત્યંત સ્ત્રીલુબ્ધ પરિણામે વિટંબના પામી દુર્ગતિનો ભોકતા થાય છે. વરસનેંદ્રિય વિષે શ્રેષ્ઠિ પર મધુપ્રિય ક્યો) સિદ્ધાર્થ નગરને વિષે વિમલ શ્રેષ્ઠી હતો.તેનો પુત્ર જિહવેંદ્રિયના લોલુપણાથી ખાટા, તિખા,કડવા, મીઠા વિગેરે પદાર્થોને વિષે અત્યંત લબ્ધ હોવાથી લોકોએ તેનું મધુપ્રિય નામ પાડ્યું. તે નિરતર મીઠી ૨૦૬ For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મીઠી અપૂર્વ રસવતી કરાવી કરાવીને ખાવા માંડયો, અને અત્યંત આસક્તિથી જિહવેંદ્રિયના સ્વાદને વિષે લો લુપી થઈ વ્યવસાયાદિકનેકરતો નથી અન્યદાતે ચિંતવવા લાગ્યો કે મેં સર્વ રસોનું ભોજન કર્યું, પરંતુ મારા કુળમાં અયોગ્ય વસ્તુ ગણવાથી મેં માંસ મદિરાદિ આદિનું ખાનપાન કરેલું નથી, માટે જેમ થવાનું હોય તેમ થાઓ પરંતુ આજથી માંસ મદિરાનું પણ ખાનપાન કરવું તેજ યુક્તિયુક્ત છે. ત્યારબાદ તે માંસ મદિરાનું ખાનપાન કરવા લાગ્યો અને પિત્રાદિકે વાર્યા છતાં પણ માંસમદિરાના ખાનપાનથી વિરામ પામ્યો નહિ. અન્યદા તે દેશાંતરેગયો. અને ત્યાં પણ રસેંદ્રિયના પરવશપણાથી માંસભક્ષણમાં ગાઢ આસકત થયો. તથા ગુપ્તપણે લોકોના બાળકોને મારવા માંડયો આવી રીતનું વર્તન કરવાથી એકદિવસ લોકોએ તેને દેખવાથી તેને બાંધીને શૂળી ઉપરચડાવ્યો તેથી મૃત્યુપામી નરકને વિષે ઉત્પન્ન થયો ત્યાંથી નીકળી દીર્ઘ સંસારમાં પરિભ્રમણ કરશે રસનેંદ્રિયના લોલુપણાના વિરૂપ ફલોને જાણીને અભક્ષ્ય પદાર્થોનો ત્યાગ કરી ભક્ષ્ય પદાર્થોને વિષે પણ ત્યાગ ભાવના રાખવાથી આત્મકલ્યાણ થઈ શકે છે. ધ્રાણેન્દ્રિય વિષયે સુબંધું ક્યાબO પાટલીપુર નગરને વિષે મોર્યવંશનો ચંદ્રગુપ્તરાજા રાજયકરતો હતો, તેને ચાર બુદ્ધિનો નિધાનમહાચતુર ચાણક્ય નામનો મંત્રી હતો. તેણે રાજાના ભવિષ્યનાહિતને માટે ભોજનમાં થોડું થોડું વિષ ખવરાવવા માંડ્યું. અને ધીમે ધીમે વિષભક્ષણનોરાજાને અભ્યાસ પાડયો અન્યદા પટરાણી સાથે ભોજનકરવાથી વિશ્વના પ્રયોગથી મરણ પામી, તેથી બુદ્ધિમાનચાણાકય મંત્રીએતત્કાલ તે ગર્ભવતીરાણીનું ઉદર વિદારી નાખી ગર્ભને બહાર કાઢયો અને તે પુત્રનું નામ (૨૦૭) ૨૦૭ For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બિંદુસારપાડયુંઅનુક્રમે ચંદ્રગુપ્ત સ્વર્ગે ગયાપછી બિંદુસારરાજા થયો. તે વખતે ચાણકયના વૈરી મંત્રીએ બિંદુસારને ચાણકયે તેની માતાના ઉદરનું વિદારણકરવાનું તમામ સ્વરૂપ કહ્યું. તેથી પ્રાત:કાળને વિષે જ્યારેચાણાકયરાજા પાસે આવ્યો. ત્યારેરૂષ્ટમાન થયેલો રાજા તેનાથી અવળું મુખકરીને બેઠો તેથી રાજાના અભિપ્રાયને જાણીને ચાણકય ઘરે આવ્યો અને પોતાની લક્ષ્મીનો સાત ક્ષેત્રને વિષે વ્યયકરીને અણશણ કરી બારમે દેવલોકે ઉત્પન્ન થયો. હવે રાજાએ તે ચાણકયનું ઘર સુબંધુને આપ્યું, તેથી સુબંધુ મંત્રીએ તેના ઘરમાંથી એક પેટી કાઢીતેને વિષેસુગંધથી ચૂર્ણનો એકડાબડો ભરેલો હતો તે ચાણકયે ભરીને મૂકયો હતો. તે ડાબડાને વિષે રહેલ દ્રવ્યની બહુજ સુગંધ આવવાથી સુબંધુ મંત્રીએ તેને સુંધ્યો ત્યાર પછી તેમાંથી એક કાગળ નીકળ્યો. તેમાં એવી રીતે લખેલું હતું કે જે આ ગંધોને સુંધીને સ્ત્રીનું સેવન કરશે, તથા સારા લુગડા પહેરશે. તથા સારૂ પાણી પીશે તે નિશ્ચય મરશે પરંતુ જે મુનિને પેઠે રહેશે તે જીવશે એવું વાંચી ભયને પામેલો સુબંધું મંત્રી મુનિને પેઠેરહ્યો, એક ઈહલોકના મહાનુ કષ્ટને પામી પહલી નરકે ગયો. માટે ઉત્તમ માણસોએગંધ દ્રવ્યને વિષે લોલુપી નહિ થતા ધ્રાણેદ્રિયને વશ કરવી. ધ્રાણેદ્રિય લોલુપતા વિષે નરસિંહ રાજાના પુત્રની ક્યારે વસંતપુરનગરને વિષે સિંહ નામનો રાજા રાજય કરતો હતો.તેનો મોટો પુત્ર સર્વગુણ યુક્ત અને રાજયગાદી લાયક હતો, પરંતુ સુંગંધી દ્રવ્ય સુંઘવાનો અત્યંત પ્રેમી હોવાથી પ્રાણેદ્રિયના વસંથી સુંગધી અગર દુર્ગધી કોઈ પણ વસ્તુ દેખવાથી એકવાર સુંઘે ત્યારે જ તેના મનને શાન્તિ થાય.આવી રીતનું સદાને માટેતેને વર્તન હતું. M૨૦૮ For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેને તેના પિતાએ તથાગવદિક અત્યંત વાર્યા છતાં પણ ગંધનાલોલુપણાથી તે કોઈ પણ રીતે પાછો હઠતો ન હતો. અન્યદા પ્રસ્તાવે તેની ઉપર માતાએ પોતાના પુત્રને રાજ્યગાદી આપાવવા માટે પેટીમાં મહાહલાહલ ઉગ્ર વિષ નાખી તેપેટી, કુમાર જ્યાંકીડા કરતો હતો ત્યાં મૂકી તેથી કુમારેપણતે નવીન પેટીને દેખીને તે ઉઘાડી અને તેની અંદર વિષની પડીકી હતીતે સુંઘવાથી તત્કાળ મરણ પામ્યો. ' ચક્ષુરિટ્રિય વિષે લોલાક્ષ ક્યા DO કાંચનપુર નગરને વિષે શ્રીનિલય શ્રેષ્ઠી વસતો હતો, તેને યશોદા નામની સ્ત્રી હતી. તેને એક પુત્ર ઉત્પન્ન થયો તે સર્વ લક્ષણ સંપન્ન હતો. પરંતુ સામુદ્રિક શાસ્ત્રના વેત્તાએ કહ્યું કે સ્ત્રીઓને વિષે અત્યંત લોલુપી થશે, તેથી લોકો તેને લોલાક્ષ નામથી બોલાવવા માંડયા.એકદા કોઈ રૂપવતી સ્ત્રીને દેખી તેના પાછળ તે દોડયો, તેથી લોકોએતેને કૂટયો. ત્યારબાદ કોઈક દિવસે તેણે સાંભવ્યું કે મગધ દેશને વિષે સ્ત્રીઓ બહુ જ રૂપાળી છે, તેથી ત્યાં જઈને વેપાર કરવા માંડ્યો. એક દિવસ તેની દુકાને કોઈ રૂપાળી સ્ત્રી આવી તેને સ્પર્શ કરતો રાજાના માણસોએદેખવાથી તેનું સર્વસ્વ હરણ કરી લઈને બાંધ્યા, પરંતુ તેના પિતાના ઠુમ નામના મિત્રે ઘણું દ્રવ્ય આપીને છોડાવ્યો અને પોતાને ઘરે આણ્યો. ત્યાં પણ તે શેઠની સ્ત્રીની સાથે લુબ્ધ થયો તે જાણી શેઠે સર્વ ત્યાગ કરી વૈરાગ્યથી દીક્ષા લીધી અને લીલાલ તેજ ઘરમાં વાસ કરવા લાગ્યો અન્યદા રાજાની રાણીને રૂપાળી દેખીને રાત્રિના વિષે તેના મહેલ તરફ ચાલ્યો તે અવસરે કોઈકવિદ્યાધરતેને વગડામાં લઈ ગયો અને વિદ્યા સાધવા માટે માંસ માટે તેના અંગોપાંગ છેડવા માંડયા એટલે તેણે વિદ્યાધરને કહ્યું કે ૨૦૯ For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ હે વિદ્યાધર ! તું મને એક વાર રાજાની રાણી બતાવ અને પછી મને મારી નાખ. તેવું કહેવાથી ઔષધીથીતેને સજજ કરીને છોડી દીધો ત્યારબાદ ફરીથી તે રાજાની રાણીને જોવાના મોહથીરાજદરબારે ગયો, અનેરાણીને દેખી પાછળ દોડવાલાગ્યો તેવામાં રાજાના પુરૂષોએ બાંધીરાજાના આદેશથી વડની શાખાને વિષે પાશથી બાંધ્યો તેથી તે મૂચ્છ પામી ગયો. રાજાના માણસોને મરણ પામેલો જાણી તેને પાશથી મુક્ત કરવાથી પડયો, પાશમાંથી છુટવાથી અને શીતળ વાયુ આવવાથી ચેતના આવી તેથી ઉઠીનેઆમતેમ ફરવા માંડયો હવે એકદા પ્રસ્તાવેત્યાં કેવલજ્ઞાની મહારાજ પધાર્યા અનેરાજાદિક તેને વંદન કરવા માટે ગયાલોલાક્ષ પણત્યાં આવ્યા, અને ઉભો ઉભોરાણીને દેખતો હતો તેવામાં રાજાએ તેને કાઢયો હવે તે માર્ગને વિષે ચાલવા માંડ્યો. ત્યાં રસ્તાને વિષે કોઈક સૌભાગ્યવતી સ્ત્રી આવતી હતી તેને પ્રત્યે નેત્રવિકાર કરવાથી તેના સ્વામીએ તેને મારવાથી નરકે ગયો, અને ભવિષ્યમાં પણ તે અનંત સંસાર ભટકશે. ત્યાં કેવલી મહારાજાએ પણ ચક્ષુરિંદ્રિયના વિષય ઉપર ઉપદેશ કરવાથીરાજા આદિ ઘણા ભવ્ય જીવોએવૈરાગ્ય વાસનાથી સંસારને ત્યાગ કરીને દીક્ષા લીધી, અને સદગતિ મેળવી. શ્રોતેન્દ્રિય વિષયે ભુવનચંદ્ર રાજાના પુત્રરામનીક્યા | બ્રહ્મસ્થળને વિષેભુવનચંદ્રરાજા હતો. તેને પુરૂષોની બોત્તેર કળાને જાણનાર અને અત્યંત ગીતપ્રિયરામ નામનો પુત્ર હતો. અન્યદારામને યુવરાજપદવી આપવાની ઇચ્છાથી રાજાએ મંત્રીને જણાવવાથી મંત્રીએ કહ્યું કે હેરાજન ! રામ ગીતને વિષે આસકત છે તે તેની અંદર મહાન દોષ છે જે માટે કહ્યું છે કે - ૨૧૦ ૨૧0 ~ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ जइ अग्गीए लवो वि हु,पसरंतो दइद गामनराई । इक्विक्कमिंदियंपि हु, तइ पसरंत समग्गगुणे ॥१॥ ભાવાર્થ : જેમ અગ્નિનો કણિયો એક નાનો લવલેશ માત્ર હોય છે છતાં તે પ્રચારને પામીને ગામ નગરાદિકને બાળીને ભસ્મીભૂત કરે છે, માટે હાલમાં જ જે જન્મેલ છે તે તેના નાના ભાઈને યુવરાજ પદ આપો.આવીરીતે મંત્રીએ કહ્યા છતાં પણ રાજાએ રામને યુવરાજપદ આપ્યું અનુક્રમે રાજા મરણ પામ્યા બાદ રામ રાજા થયો અને તેનો નાનો ભાઈ યુવરાજ થયો.હવે રામરાજા નિરંતર ગીતગાન સાંભળે છે, પોતે પણ ગાયછે તેમજ ડુબાદિકને પણગાતાં શિખવે છે આવી રીતે નિરંતર ગીતગાનને વિષે રક્ત થયો, અને મર્યાદાનો ત્યાગકરીને ડું બોના સાથે અનાચારમાં પ્રવર્તમાન થયો. તેને આનાચારી જાણીને મંત્રીઓએ વિચાર કરી રાજાને કાઢી મુક્યો, અને તેના ભાઈ મહાબલને રાજયગાદી ઉપર સ્થાપન કર્યા રામ પણવિદેશને વિષે પરિભ્રમણ કરતો મરીને હરણ થયો ત્યાં પણ ગીતગાન સાંભળવામાં આસક્તિથવાથી શિકારીએ મારવાથી તેજ બ્રહ્મસ્થલને વિષે મહાબળ રાજાના પુરોહિતને ત્યાં પુત્રપણે ઉત્પન્ન થયો. અને મોટા થવાથી ત્યાં પણગીતને વિષે આસકત થયો. શ્રવણેદ્રિયને કોઈપણ પ્રકારે વશ કરી શક્યો નહિ. અન્યદા પ્રસ્તાવ મહાબલ રાજાના પાસે ડુંબો ગાય છે. ત્યાં પુરોહિતનો પુત્ર હતો તેને રાજાએ કહ્યું કે હું નિદ્રા કરૂ ત્યારે તારે ગીતગાનનું નિવારણ કરવું, પરંતુ તેને ગીતગાનમાં વિશેષ આસક્તિ હોવાથી ગીતગાનનું નિવારણ નહિ કરવાથી પાછલી રાત્રિએ જાગૃત થયેલરાજાને ગીતગાન કરતા દેખીને બહુ જ રોષ ચડયો, તેથી પુરોહિતના પુત્રના કાનને વિષે બેલતેલ ઉકાળીને નાખવાથી ૨૧૧ ભાગ-૧ ફર્મા-૧૫ For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુરોહિતનો પુત્ર મરણ પામ્યો. તે દેખી રાજાને બહુ જ પશ્ચાતાપ થયોકે હા હા ! ઇતિખેદે ! થોડા અપરાધને માટે મેં આનો મોટો દંડ કર્યો. એવી રીતે ખેદ કરે છે, તેવામાં ત્યાં કેવલી મહારાજ પધાર્યા. તેને વંદના કરી તે પુરોહિતના પુત્રનું વૃત્તાંત પુછવાથી જ્ઞાની એ કહ્યું કે તે તારો મોટા ભાઈ રામનો જીવ છે,વિગેરે સર્વ વાત કહી અને ફરીથી પણ કહ્યું કે હજી તેણે ઘણો સંસાર ભટકવું પડશે. એ પ્રકારે શ્રવણેદ્રિય લોલુપણાનો દારૂણ વિપાક દેખીને મહાબળરાજાએ વૈરાગ્યથી દીક્ષા લીધી, અને અનુક્રમે મહાન તપનેતપી મુક્તિને વિષેગયા. માટે સાચા સુખના અભિલાષી જીવો એ શ્રવણેદ્રિયને વશ કરવા ઉજમાળ થવું. વિષયી જીવોને કાળનું ભાન હોય તો ડુબતા નથી. ( કાલાદિ વિષયે સારંગ વણિક કથા DO રત્નપુર નગરને વિષે લલિતાંગ શ્રેષ્ઠિનો પુત્ર કામદેવનારૂપને પણ જીવવાવાળો સારંગ નામનો હતો. એકદા તે રાજમાર્ગે જતો હતો. તેવામાં કોઇક નવયૌવનવતી વેશ્યાના બારણામાં રહેલી ભેરી હતી, તેને તેણે કૌતુકથી વગાડી. વેશ્યા તે નાદને સાંભળીને ઘરની બહાર આવી અને તેને કામદેવ સમા રૂપાળો દેખીને કહેવા લાગી કે, “સુભગ ! અમૃતકુંડી નામની હું વેશ્યા છું ને મારે ઘરે આવી જે ભેરી વગાડે છે, તે એક હાથીનું મૂલ્ય મને આપે છે. તેમ મારી સાથે ભોગો ભોગવે છે. વેશ્યાના વચનથી તે પણ તેના રૂપમાં મોહિત થઈને વિષયા-ભિલાષી થઈને ચિંતવના કરવા લાગ્યોકે એક બે દિવસ રહી તેમજ એક બે હસ્તિ મૂલ્યને આપીને ઈહાં મારી સંભોગની ઇચ્છા પૂર્ણ થશે નહિ, તેથી વિદેશ જઈને બહુ હસ્તિ ઉત્પન્ન થાય તેટલી લક્ષ્મી ઉપાર્જન કરીને, આ અમૃતકુંડિકા વેશ્યાને બહુ દ્રવ્ય આપીને ૨૧૨ For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એક વર્ષ સુધી તેના ઘરને વિષે રહીને શાન્તિથી વિષયા દિકનું સેવન કરું એવો મનને વિષે નિશ્ચય કરીને તથા તે વાત વેશ્યાને જણાવીને સારંગ વણિક વિવિધ પ્રકારના કરિયાણા લઈને સિંહલદ્વીપે ગયો. ત્યાં ઘણો વ્યવસાય કરીને ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી, તેથી લોભ ઉત્પન્ન થવાથીતે ત્યાં ઘણાં વર્ષો સુધી રહ્યો. ત્યારબાદ વેશ્યાને મળવાથી ઇચ્છાવાળો તે સારંગ વાણિયો પણ વેશ્યાને વિષે રંજિત મનવાળો પોતાનું શરીર વૃદ્ધાવસ્થા વડે જીર્ણ થઈ ગયા છતાં પણ નવીન માનતો અમૃતકુંડિકા વેશ્યાને સેવન કરવાની આશાએ ઘણા ધનના વ્યય વડે કરીને સિંહલદ્વીપને વિષે ઉત્પન્ન થયેલા ત્રણસો ને સાઠ ઉત્તમ પ્રકારના હસ્તિ ઓને લઇને તે નગરે આવીને તે વેશ્યાના ઘરની શુદ્ધિ કરાવીને તે અમૃતકુંડિકા વેશ્યાક્યાં છે ? એવી રીતે તેમના સેવકોને પૂછયું તેથી તેઓએ પણ વૃદ્ધાવસ્થા વડે કરી પરાભવને પામેલી તથા ઘરના એક ખુણાને વિષે પડેલી તેને બતાવી. તેને તેવા પ્રકારની દેખીને સારંગ વણિક વિચારકરવા લાગ્યો કે – અહો ! આના માટે મેં મેઘના જેવા મદને ઝરનારા હાથીઓ આપ્યા છે, ને આ આવી વિરસ કેમ દેખાય છે ? તેથી યૌવન ગળી ગયેલ છે એવી વેશ્યા પણ સારંગને કહેવા લાગી કે - सारंग साहसाइ, जस्स कए आणिआकरिणो । अभिमय भद्द पणट्ट, चिट्ठइ कुंडिआ एसा ॥ ભાવાર્થ : હે સારંગ ! જેને માટેતે હાથિયો આણેલા છે તે જ હું છું હે ભદ્ર ! અમૃત નષ્ટ થયું, અને કુંડીના સમાન હું અમૃત કુંડીકા નામની થઇને બેઠેલ છું, મારૂ યૌવન જવાથી હું કુંડીના સમાન થઈ ગઈ છું.એમ કહીને ફરીથી પણ તે કહેવા લાગી હે શ્રેષ્ઠિ ! તારૂ પણ તે અભિનવ યૌવન કયાં ગયું? તું તારું શરીર જો , તપાસ ૨૧૩) ૨૧૩ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કર, તે અવસરે પળી યુક્ત પોતાનું શરીર તપાસીને તે જ અવસરે કામભોગ થકી વિરકત થયેલો એવો તે સારંગ શ્રેષ્ઠિ બોધ પામીને તથા પોતે આણેલા હસ્તિના સમૂહને વનને વિષે મૂકીને સદગરૂ પાસે દીક્ષા લઇને તપને તપીને તે મોક્ષેગયો. (અહિંસાનું સ્વરૂપ છે. સ્વઆત્મા હણાય તે હિંસા અને સ્વઆત્મા ન હણાય તે અહિંસા કહેવાય તે અહિંસા ત્રણ પ્રકારે છે. ૧ હેતુ અહિંસા- જીવોની યતના કરવી તે એટલે પ્રાણિયોનું રક્ષણ કરવું તે ૨ સ્વરૂપ અહિંસા પ્રાણિયોના પ્રાણો વિયોગન કરવો એટલે જીવોનો ઘાત ન કરવો તે ૩. અનુબંધ અહિંસા-સ્વર્ગ અને અપવર્ગ આદિલરૂપજે અહિંસા પરિણમે છે, તેમાં જે હેતુ અહિંસા તથા સ્વરૂપ અહિંસા છેતે પુણ્યફળ આપે છે.અનુબંધ વિના એટલે હેતુ તથા સ્વરૂપ આ હેતુથી પુન્ય બંધાય તેદેવતા પ્રમુખનો ભવ પામે પણ આગળ સંલગ્નપણે પુણ્ય પરંપરા ન ચાલે માટે પાપાનુંબંધી પુણ્ય બંધાય સાધુઓને વીશ વસા અને શ્રાવકોને સવા વસો દયા હોવાથી બન્નેમાં મેરૂ સરસવ જેટલું અંતર છે. સ્થળ અને સૂક્ષ્મ એવા બે પ્રકારના જીવો છે. તેમાં સાધુને બન્ને પ્રકારના જીવોનો સર્વથા પ્રકારે ઘાત કરવાનો નિયમ હોવાથી વીશ વસાદયા હોય છે. શ્રાવકને પોતાનો નિર્વાહ નહિ કરી શકવાથી ક્ષેત્રાદિકને કરે છે. તેમાં સ્થૂળ જીવોનો પણવધ થાય છે અને બેઇંદ્રિયાદિકનો પણ વધ થાય છે. એટલે સ્કૂલનો નિયમ હોયપણ સુક્ષ્મ જીવોનાવધનો નિયમ નથી, માટે દશ વસા ગયા, દસ રહ્યા. હવે તેમાં પણ સંકલ્પ થકી ધૂલ જીવને હણવાનો નિયમ છે, ૨૧૪ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પણ આરંભ હોવાથી અજાણતા હણાય એટલે પાંચ વસા ગયા અને પાંચ રહ્યાં. હવે તેમાં પણ અપરાધી અને નિરપરાધી કોઈ પુરૂષે પોતાને ઘરે અન્યાય કરવાથી તેણે અપરાધ કરેલ છે હવે તે પંચેદ્રિય સ્થળ જીવ છે, તેની હિંસા જાણે છે. છતાં પણ પોતાનો અપરાધ કરેલ હોવાથી તેને મારે છે તેથી અપરાધીને મારવાનો આગાર હોવાથી અઢી વસો બાકી રહ્યા. દયા ) હવે સાપેક્ષ જયારે બળદને હળ જોડીને ખેતરમાં ખેડે ત્યારે પચેંદ્રિય બળદાદિક-નિરપરાધી છે, તે જાણતાં છતાં પણ તેને પરોણાથી, આથી ,દોરડીથી મારે છે, પરંતુ સાપેક્ષપણાનો આ માર હોવાથી નિર્ભયપણે ન મારે પણદયાલુપણાથી મારે,કારણ કે ખેતરખેડવા માટે સાપેક્ષતા રહેલી છે. આ પ્રમાણે સવાવસો દયા શ્રાવકને રહી. જીવહિંસા ઉપર ખેંગારરાજાનું દ્રષ્ટાંત જીણ ધીપે ખેંગાર રાજા હતો. તે ઘણા જીવોનો ઘાત કરતો હતો. જંગલમાં નિરપરાધી જીવોને મારી પોતાના ઘોડાને પુંછડે બાંધી નગરને વિષે આવતો એક દિવસ ઘણા સસલાને મારી તેને પોતાના ઘોડાને પુછડે લટકાવી નગર તરફ ચાલતાં ભૂલો પડયો. અને અટવીમાં જ્યાં ત્યાં ભટકવા માંડયો તેવામાં એક વૃક્ષ પર બેઠેલ માણસને દેખીને પુછયું કે નગરમાં જવાનો સીધો માર્ગ કયો? આવી રીતે પૂછવાથી તે માણસનીચ જાતિનો હતો છતાં અતિ દયાલુ હોવાથી બોલ્યો કે બે માર્ગ છે હિંસાથી નરક અને દયાથી સ્વર્ગ બસ આટલા M૨૧૫ ૨૧૫ - For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જ વચનથી રાજાને બોધ થયો, અને હિંસાકરવી છોડી દીધી. એટલું નહિપણ તેને પોતાનો ગુરૂ સ્થાપ્યો અને અનુક્રમે ધર્મિષ્ટ થઇરાજા સ્વર્ગે ગયો હવે જો હિંસાથી કલ્યાણ થતું હોત તોરાજા હિંસાને છોડત નહિ અને કનિષ્ટ જાતિના માણસને ગુરૂ થાપત નહિ આથી પણ સિદ્ધ થાય છે કે દયામાં જ કેવલ ધર્મ રહેલ છે, પણ હિંસામાં ધર્મ નથી. मेरगिरिकणयदाणं,धन्नाणंजो देई कोडिरासीओ । इंक्कं चिय हणइ जीवं न छुहई तेण याणेण ॥२॥ ભાવાર્થ : જે કોઈપણ માણસ મેરૂપર્વતના સમાન સુવર્ણનુદાન તથા ધાન્યની રાશીના ઢગલા ધનને વિષે આપે પરંતુ જો એક જ જીવને ફકત હણે તો પણતે દાન થકી એક જીવની હિંસાના પાપ થકી છૂટી શકતો નથી. Or દયા ઉપર વિક્રમનું દેટાંત એકદા પ્રસ્તાવે વક્રશિક્ષિત ઘોડાએ હરણ કરેલો વિક્રમ રાજા જંગલમાં જઈ પડયો. ત્યાં તૃષા લાગવાથી પાણીને ખોળતો હતો તેવામાં કોઈક ગુફાને વિષે બહુ જ કાદવવાળા ખાડામાં કાદવને વિષે બુડેલી એક દુર્બલ ગાયને દેખી તે ગાય પણ રાજાને દેખીચક્ષુમાં આંસુ લાવી શબ્દ કરવા લાગી. જીવોને રક્ષણ કરવામાં એકતાન વાળો રાજા પણ તેના દુઃખે દુઃખી થઈ ખાડમાંથી તેને બહારકાઢવા માટે ઉપાયો કરવા લાગ્યો, પરંતુગાય નીકળી શકી નહિ. રાત્રિ થઈ એવામાં કોઈક જગ્યાએથી ભૂખ્યો સિંહ આવીને ગાયના ભક્ષણ માટે સિંહનાદ કરવા લાગ્યો તેથી રાજા દયાલું ચિત્ત કરી વિચારે છે કે ભય વિવલ આ દુર્બલ ગાયને મૂકીને હું જઇશ તો નિશ્ચય આ સિહ તુરત મારી નાખશે, For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તે માટે પ્રાણ પણ આપીને આ ગાયનું મારે રક્ષણ કરવું જોઇએ એવું ચિંતવી તરવાર ઊંચીકરી ગાયની પાસે ઊભો રહ્યો. રાત્રિમાં ઠંડીથી તથા ભયથી કંપાયમાન થાય છે, તેથી રાજાએ તેના ઉપર પોતાનું લુગડું નાખી ગાયને ઢાંકી દીધી. સિંહ પણ ગાયને મારવાને માટે ફાળો ભરે છેરાજા તેને તરવાર વડે ડરાવે છે. આવા બનાવથી ત્યાં વૃક્ષના ઉપરરહેલો એક પોપટ બોલે છે કે હે માલવેશ્વર ! આ ગાય આજ કાલ પોતાની મેળે મરવાની તો છે જ તો તેને માટે ફોગટ તું શાને માટે તારા પ્રાણ ગુમાવે છે ? માટે સ્વેચ્છાથી ચાલ્યો જા અગર આ વડવૃક્ષ ઉપર ચડી જા. એટલે રાજાબોલ્યો કે શુકરાજ ! તું એવું ન બોલ, કારણ કે કહ્યું છે કે : પરના પ્રાણ વડે કરી પોતાના પ્રાણ સર્વેજીવો બચાવે છે, પરંતુ પોતાના પ્રાણ વડે કરી પરના પ્રાણ બચાવનાર તો એક જીમૂત વાહન રાજા જ થયો છે. દયા ધર્મ રૂપી કલ્પવૃક્ષનું બીજ છે, સમગ્ર જગતને સુખકરનારી છે, તેમજ અનંતા દુ:ખનો ઘાત કરનારી દયા છે. ૩ જેમ સ્વામી વિનાનું સૈન્ય વૃથા ગણાય છે તેમ જ દયા વિના દેવ ગુરૂના ચરણ કમળની સેવા તથા તપકર્મ તથા સર્વે ઇંદ્રિયોનું દમન, દાન, શાસ્ત્રનું અધ્યયન-આ સર્વે નિષ્ફળ ગણાય છે. ૪. આજ અગર કાલ નિશ્ચય મરણ તો છે જ, તો પોતાના એકના મરણથી જો ઘણા જીવોના પ્રાણોનું રક્ષણ થતું હોયતો પછી બીજું શું જોઇએ છે ? માટે મહારા પ્રાણને અર્પણ કરીને પણ નિશ્ચય આ રક્ષણ કરીશ. એવો નિશ્ચય કરી દેવામાં ગાયનું રક્ષણ કરે છે તેવામાં પ્રાતઃકાળ ૨૧૭ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થવાથી સૂર્યોદય થયો અને ગાય, સિંહ કે પોપટ કોઈને પણ રાજાએ દેખ્યા નહિ.કેવળ પોતાને જ દેખવાથી આશ્ચર્ય પામી રાજા જેવામાં વિતર્ક કરે છે. તેવામાં કોઈ દેવને પોતાના પાસે આવીને ઉભેલો દેખ્યો અને આશ્ચર્ય હૃદયવાળા વિક્રમને તે દેવે નીચે પ્રમાણે કહ્યું : હે નરદેવ તને ધન્ય છે. તું ધન્યવાદને પાત્ર છે, કારણકે સ્વર્ગને વિષે રહેલ દેવતાનો સ્વામી ઇંદ્ર પોતાની દેવ સભામાં બેસી મસ્તકને ધુણાવતો તારા સગુણોનું કીર્તન પોતે હર્ષ પામીનેકરે છે કે અહો ! હાલમાં પૃથ્વીને વિષે તીવ્ર દયાગુણને ધારણ કરનારા અને પરપ્રાણનું પોતાના દેહથી રક્ષણ કરનાર દયાલુ શિરોમણી શ્રીમાન વિક્રમ રાજા છે તેના સમાન પર પ્રાણને બચાવનાર બીજો અત્યારે કોઈ પણ નથી. ૧. માટે હે નરદેવ ! તાહરી પરીક્ષાને માટે જ મે ગાય, પોપટ અને સિંહનું રૂપ કરી માયા બતાવી પરંતુ તાહરી જીવ દયા રસીકપણું તો ઇંદ્રના કથન કરતાં પણ હજારગણું મેં અધિક દેખ્યું, માટે કોઈ વર માગ રાજા કાંઈ માગતો નથી તેથી બળાત્કારે તેને કામગવી આપીને દેવપોતાને સ્થાનકે જાય છે, અને રાજા પણ હર્ષને પામી કામગવી લઇને પોતાને નગરે ચાલ્યો માર્ગમાં બાળક સહિત બ્રાહ્મણે આવીને કહ્યું કે હે દુઃખિયોનું દુઃખ હરણ કરનાર ! હે વિક્રમ આ બાળકની માતા મરી ગઈ છે, તેથી આ બાળક દૂધ વિના રહી શકતો નથી. ઘરમાં ધનના અભાવથી ગાય લાવી શકું તેમ નથી. હું અતિદુ:ખી છું. આવા તેના દિન વચન સાંભળી વિક્રમ રાજાયેદર્યાર્દ ચિત્તે તે કામ ગવી ગાય તેને આપી દીધી અને પોતાના રાજયને વિષે ગયો. એકદા પ્રસ્તાવે શ્રી વિક્રમ રાજા વીરચર્યાથી નદી કાંઠે ફરતો હતો તેવામાં નદીના પૂરને વિષેતણાતા એક બ્રાહ્મણને દેખીને પરોપકાર ૨૧૮ For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરવામાં રસિક વિક્રમે બાહ્મણને નદીની બહાર કાઢયો. તેથી બ્રાહ્મણે પણ શ્રીગિરિને વિષે દેવતાનું આરાધન કરીને મેળવેલી ચિત્રાવેલી રાજાને આપી. રાજા ને લઇને ચાલ્યો. ઉજજયિની નગરી તરફ ચાલતા માર્ગને વિષે એક દયા કરવા લાયક દરિદ્રિને દેખીને દયાલુ રાજાએ તે બ્રાહ્મણને ચિત્રાવેલી આપીદીધી. તેથી બ્રાહ્મણ બોલ્યો કે : હે વિક્રમ ! દુઃખે કરીને પણ મેળવી એવી જે ચિત્રાવેલીને દયા વડે કરી વ્યાપ્ત ચિત્તાવાળા એવા તે દુઃખી બ્રાહ્મણને આપીદીધી તેથી તારા સમો આ દુનિયામાં બીજો પરોપકારકરવામાં કોણ સમર્થમાન હતો. અર્થાત્ કોઈ નહિ જ , માટે દયાનું જ પ્રતિપાલન કરવું શ્રેયસ્કર છે. C અસત્ય ઉપર દષ્ટાંત DO કોઈ બે માણસો સંકેત કરી મીઠાઈવાળાની દુકાને ગયા અને ત્યાં મીઠાઈ તોળાવી ખાવા બેઠા, એક માણસ ખાઈ રહેવાથી ચાલવા લાગ્યો એટલે મીઠાઈવાળાએ મીઠાઇના પૈસા માગ્યા તેથી લાલ આંખો કરી કહેવા માંડયો કે – “અરે બદમાસ ! પહેલાં પૈસા લઈને બેઠો છેને વળી પાછો ફરીથી પૈસા માગે છે કે ? એટલે મીઠાઇવાળાએ કહ્યું કે - ભાઈ તેમને ક્યારે પૈસા આપ્યા છે.” એવી રીતે બે જણા બોલે છે એટલામાં ત્યાં બેઠો બેઠો બીજો જે મીઠાઈ ખાતો હતો તે રોવા લાગ્યો અને મોટો ઘાંટો પાડી બોલ્યો હાય ગજબ થયો. આ માણસે મીઠાઈના પૈસા મારા દેખતાં આપ્યા છતાં મીઠાઇવાળો વક થઈ બીજીવાર પૈસા માગે છે તો હવે હું શું કરીશ. મેં તો પહેલેથી પૈસા આપી દીધા છે ત્યારબાદ મીઠાઈ મને આપી છે. આવી રીતે ચોરકોટવાલને દંડે તેવો સમયદેખી વિના કરાણે મિથ્યાદંડાવાનો ભય M૨૧૯ ૨૧૯ * For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ધારણ કરી બિચારો મીઠાઇવાળો હાથ જોડી બોલ્યો કે ભાઈ માફ કરો આપ બન્ને જણા સાચા છો. હવે અહીંથી પધારો” આમ કહેવાથી બન્ને જણાએ રસ્તો પકડ્યો મીઠાઈવાળાને બિચારાને નુકશાન થયું. મીઠાઈ મફત ખાઈ જઈ બન્ને જણા જેમ માલ ધણીને ઉલટા ગળે પડ્યાએવા લોકો પણ ધણા છે. એક તો માણસનો બગાડો કરે છે. અને પાછા બિચારાને માથે કલંક નાખે છે. જો કે આવા અન્યાયી જીવો કદાચ પ્રપંચથી બીજાનો બગાડો કરી દુનિયામાં ભલેસત્તા થાય પરંતુ પરમાત્માને ત્યાં સરખો ન્યાય છે કર્મ મહારાજા એવો ગુન્હેગારોનકદાપિ કાળે છોડનાર નથી. પરની વસ્તુ લઈપૈસા આપવા નહિ અને વળી તેમને ગળે પડવું અને કલંક નાખવું એ ઉત્તમ જીવોના લક્ષણ ન જ કહેવાય પોતાનું એક પાપ ઢાંકવા માટે સામાની ઉપરજુઠું કલંક નાંખી એક જુઠાણા માટે હજાર જુઠાણા સેવન કરવા તેના આ ભવ અને પરભવ બગડે. અત્યારે લોકો પોતાના સ્વાર્થ સાધવા અનેક પ્રકારે પરને સતાવવામાં જે કમ્મર કસે છે તેદિલગીર થવા જેવું છે, હાલમાં અસત્ય જુઠી સાક્ષી, કલંક, છળ પ્રપંચ, કપટ વિશ્વાસઘાત, મત્સર અને ઇર્ષાનો તો એટલો વધારો થયેલો જોવામાં આવે છે કે તેમાં અક્કલ કામ કરતી નથી, વહાલા વાંચક ! તું અસત્યના દોષથી ન્યારો રહેજે ન્યાયમાં વર્તન કરજે અને સુખી થજે કદાપિકાળે પ્રાણાંતે પણ પરનો બગાડો થાય તેવું વર્તનકરીશ નહિ ત્યારે જ તું તારો જન્મ સફળ કરનાર થઇશ. સ્વાર્થ વિના પણ જુઠી સાક્ષી પુરવાર કગડાના છે ( વિષયે હંસ કાક ગ્રામ્ય લોકકથા એક સરોવરને વિષે અકરાળ નામનો હંસ પોતાની સ્ત્રી હંસલીની સાથે વસતો હતો. એકદાવર્ષા ઋતુમાં સરોવરનું પાણી ડોળાયેલું દેખીને સ્ત્રી સહિત માનસરોવર તરફ ચાલતાં માર્ગમાં ૨૨છે. For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કંટકૂટ નામના વડલાને વિષે તેણે વિશ્રામો લીધો.તે અવસરે ત્યાં વસનારા એક કાગડાએ સ્વાગતપૂર્વક તેને પ્રશ્ન કર્યો કે તું કયાં જાય છે ? ત્યારે હંસે કહ્યું કે સરોવરનું પાણી ડોલાઈ જવાથી મનુષ્યલોક છોડીને સ્વચ્છ પાણીવાળા માાનસ સરોવર પ્રત્યે જાઉ છું. તેથી કાગડોકહેવા લાગ્યો કે આ વડના જોડમાં માનસ સરોવરની સાક્ષાત્ પુત્રી જેવી પ્રફુલ્લિત કમલોવાળી, તથા નિર્મલ નીરવાળી વાવ છે, તેમાં ક્રીડા કરતો તથા મારા સાથે વાર્તાલાપ કરતો આવડ ઉપર રહી મારા સાથે ગોષ્ઠી કરતો તું શાન્તિથી ચોમાસું પસાર કર. ત્યારબાદ માનસરોવર પ્રત્યે જજે. હંસ પણ તેનું કહ્યું માની વર્ષા ઋતુ ત્યાં રહ્યો ને ચોમાસુ પૂર્ણ થયે હંસલીને લઇને ચાલવા માંડયો, ત્યારે કાગડાએતેને કહ્યું કે હે હંસ ! તારે જવું હોય તો જા, પણ મારી આ સ્ત્રીને લઇને તું કયાં જાય છે ? તે સાંભળીહંસ બોલ્યો કે આ તો મારી સ્ત્રી હંસલી છે પાડાનાશીંગડાના જેવા વર્ણથી બનેલા તારા આવા દેદારવાળાની આ હંસલી સ્ત્રી શાની હોય ? તે સાંભળીક્રોધ કરીને કાગડો કહેવા લાગ્યો કે હે હંસ ! તને મેં રહેવાને માટે સ્થાન આપ્યું, મેં તારા ઉપરઉપકાર કર્યો તેનો બદલો તું મારી સ્ત્રી લઇ જઇને વાળવાને ચાહે છે, તે શું તને વ્યાજબી છે ? શું શ્યામ પતિઓની સ્ત્રી ધોળી નથીહોતી ? તે કારણ માટે મારી સ્ત્રીને મૂકીને સુખેથી જા. આવી રીતે બન્ને વિવાદ કરે છે. ને ક્હયું કે આ નજીકના ગામડાના લોકો જે કહે તે સત્યથશે.આવી રીતેબન્ને પ્રમાણ કર્યું ત્યારબાદ કાગડાએ ગામમાં જઇ કપટથીતમામ ગામડાના લોકને ભેગાકરીકહ્યું જુઓ હંસી મારે પડાવી લેવી છે માટે જો તમે મારી સ્ત્રી કહી મને નહિ અપાવો, તો તમારાછોકરાઓની તથા તમારા ૨૨૧ For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જાનવરોની આંખો કાઢી લઇશ, અને અગ્નિ આદિનો ઉપદ્રવ કરીશ માટે મારી સ્ત્રી કહી મને અપાવજો આમ કહેવાથી ભય પામેલા ગામડાના લોકોએ કાગડાની વાત કબૂલ રાખી, તેથી હંસ, હંસલીને કાગડો ત્રણે ત્યાં આવ્યા ને ત્રણે જણાએ પોતપોતાની વાતોને ગામડીયાલોકો પાસે કહી સંભળાવી ત્યારબાદ તે પાપિષ્ટ ગામડિયા બોલ્યાકે જેમ નારાયણ શ્યામ અંગવાળા છતાં પણ તેને લક્ષ્મી આદિ ગૌરી શરીરવાળી સ્ત્રી હતી, તેમજઆ ધોળી હંસલી પણ કાગડાની સ્ત્રી છે, માટેતે તેને જ મળવી જોઇએ આવાં વચનો સાંભળી તે ત્રણે જણા સમકાનેરૂદનકરવા લાગ્યા, તેવામાં ત્યાં એક ઘરડો કાગડો આવ્યો, અને તે બોલ્યોકે પોતાના પતિનો વિરહ થવાથી હંસીનેરૂદન કરવું, વિલાપ કરવો તે યોગ્ય છે અને પોતાની સ્ત્રીનો વિરહ થવાથી, હંસને પણ વિલાપ કરવો યોગ્ય છે, પણ તું હંસલી રૂપાળી સ્ત્રીને પામ્યા છતાં પણ શા માટે રૂદન કરે છે, તેવું સાંભળીકાગડો બોલ્યો કે હું મારા આત્માને તેમજ હંસને કે હંસલીને રોતો નથી, પણ આ ગામડીયા લોકોને રોઉ છું,કારણ કે તે સર્વે લુચ્ચાઓ પોતાના સ્વાર્થને માટે અનીતિને કરનારા તેમજ આ હંસની સ્ત્રી છે, તેમ જાણનારા છે છતાં પણ કેવળ જુઠી સાક્ષી પૂરી હંસલીને મને અપાવી માટે તે પાપીઓને હું રોઉ છું, આવી રીતે તમામ ગામડાના લોકોને વગોવી કાગડો પોતાના સ્થાનકે ગયો ને હંસ હંસલીપણ માનસ સરોવર પ્રત્યેગયા. આ ઉપરથી સાર લેવાનો કે કોઈપણ જીવોનો પોતાનો ગમે તેવો સ્વાર્થ હોય અગર ન હોય તો પણ કદાપિ કાલે કોઈને પણ જુઠી સાક્ષી પૂરીને પાપના અધિકારી થવું નહિ. ૨૨૨ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ Ofસત્ય પ્રતિજ્ઞા વિષે વિક્રમાર્ક ક્યા છે માળવદેશ શિરોમણિ તુલ્ય ઉજ્જૈન નગરીને વિષે ૯૨ લાખ ગ્રામનો પતિ પોતાના સંવત્સરને પ્રવર્તાવનાર તથા વહિવેતાલાદિક ઘણા દેવોથી સેવિત, સકલ લોકો અતિશય સત્વર શિરોમણી શ્રી વિક્રમાદિત્યરાજા રાજયને કરતો હતો. હવે એકદા તેરાજા મુક્તાફલ મણિયો લોહ સુવર્ણ સીસુ, લાખ, ઘી, તેલ વિગેરે સારી નઠારી જે જે ચીજ હોય તેને સર્વેને અવશ્ય હું લઈશ. આવી ઉદ્ઘોષણા સારા નગરને વિષે કરાવી પોતાની પ્રજાનું પાલન કરતો હતો. આ વાર્તા સર્વ જગ્યાએ પ્રસરી ગઈ છે. એવી વાર્તાને શ્રવણ કરીને ચંદ્રપુર નગરને વિષે વસનારા ચંદ્ર શ્રેષ્ઠીએ તેની પરીક્ષા કરવા નિમિત્તે, આ દારિદ્ર પુત્ર છે, આવું કપાળમાં લખીને એક લોઢાનું પુતળું બનાવીને ઉજ્જયિની નગરીમાં આવીને તેને વેચવાને માટે ચૌટા વચ્ચે બેઠો લોકો પુછે છે ત્યારે તેઓને કહે છે કે આ દારિદ્રયનીમૂર્તિ છે, અને આની કિંમત પણ લાખ સોનામહોર થાય છે, માટે જેને ખપ હોય તે લ્યો. એવી રીતે સૂર્યોદયથી સાયં સુધી બજારમાં રહ્યો, પરંતુ નગરના કોઈપણ લોકોએ તે લીધુ નહિ. તેથી રાજાના લોકોએ તે વાત વિક્રમ રાજા પાસે જઈને કહી, તેથી રાજા વિચાર કરે છે કે : રાજય જાઓ, તથા લક્ષ્મી જાઓ, તથા વિનશ્વર પ્રાણ જાઓ, પરંતુ આ મુખથી બોલેલી શાશ્વતી વાણી કદાપિ કાલે ન જાઓ. એવું જાણીને તે રાજાએ તે ચંદ્રશ્રેષ્ઠિના કહ્યા પ્રમાણે લાખ સોનામહોર આપી તેદ્રારિદ્ર પુત્રને લીધો. આવી રીતે પુરાનો સ્વીકાર કરવાથી તેનો સમગ્ર પરિવાર તથા નગરના તમામ લોકો રાજાની નિંદા કરવા માંડયા કે અહો ! અમારો રાજા નિપુણ ચતુર છે, પણ દારિદ્ર પુકા લેવાથી ૨૨૩ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેણે સારૂ કર્યું નથી, એવા પ્રકારેલોકનો અપવાદ નહિ સહન કરી શકવાથી સાહસિકને વિષે શિરોમણિભૂત વિક્રમ રાજા રાત્રિને પહેલે પહોરે, તે દારિદ્રપુતળાને લઇ ને નગરમાં બહાર જઇ, એક વડ વૃક્ષના નીચે બેઠા તે વખતે એક સ્ત્રી આગળ લોહપુતળું મૂકેલું છે એવા વિક્રમની પાસે આવી આશીર્વાદ આપી કહેવા લાગી કે : હે શ્રી વિક્રમ મહીનાથ હે ! સત્ત્વરરૂપી રત્નનાં સમુદ્ર સમાન ! હેનરરત્ન ! ચીરકાળ જીવ ! તથા ચિરકાળ આનંદ પામ તથા ચિરકાળ સુધી પૃથ્વીનું તું પાલન કર.પીળા વસ્ત્ર અલંકાર વડે કરી શોભા પામેલી તે સ્ત્રીને રાજાએ કહ્યું કે હે સુંદરિ ! તું કોણ છે ! અહીં શા માટે આવેલી છે ! તેણીએ કહ્યું કે હે રાજન્ ! હું લક્ષ્મી દેવી છું, આ દારિદ્ર પુત્રીના સાથે મારાથી તારા ઘરને વિષે રહી શકાશે નહિ. તેથી તેને કહેવાને માટે હું અહિયાઆવેલી છે. તેનું વચન સાંભળી રાજાએ તેને કહ્યું કે-હે લક્ષ્મી ! તું સુખે કરીને જા ! રાજાએ કહેવાથી તે અદૃશ્ય થઈ ગઈ હવે બીજે પ્રહરે તેજ પ્રકારે ધોળા વસ્ત્રાલંકાર ભૂષણ ભૂષિત બીજી કોઈ સ્ત્રી આવીને આશીર્વાદ આપી રાજાને કહેવા લાગી કે હું સરસ્વતી છું ને જાઉં છું. રાજાએ કહ્યું કે તું પણ જા. તે પણ અદશ્ય થઈ ગઈ, ત્રીજે પહોરે લાલ વસ્ત્રાલંકારને ધારણ કરનારી કોઈ સ્ત્રી આવીને રાજાને કહેવા લાગી કે હે વિશ્વવલ્લભદાયિની સૌભાગ્યશ્રી છું હું જાઉં છું. રાજાએ કહ્યું કે જા, તે પણ અદૃશ્ય થઇ ગઇ. હવેચોથે પહોરે મરકત મણિના બનાવેલાસુદર ઘોડા ઉપર બેઠેલો મહાન નીલવસ્ત્રાલંકારને ધારણ કરનારો, પોપટના પીંછાને પણતિરસ્કાર કરનારી કાન્તિ વડે સુશોભિત કોઈ પુરૂષ પ્રગટ થયો,રાજાએ પુછયું કે તું કોણ છે ?તે બોલ્યો કે સમગ્ર ગુણગણવનને નવપલ્લવિત કરનાર મેઘ સમાન હું ૨૨૪ For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સત્વ નામનો મનુષ્ય છું, પરંતુ સર્વ આપદાનું નિદાન હે રાજન્ ! દારિદ્રય છે. નિદ્રવ્ય મનુષ્ય લજ્જા વડે કરી રહિત થાય છે, ને લજ્જા રહિત મનુષ્ય તેજ થકી ભ્રષ્ટ થાય છે, તેજ હીન મનુષ્ય લોકોથી પરાભવને પામે છે, પરાભવથી ખેદ પામે છે, ને ખેદ પામવાથી શોક કરવાવાળો થાય છે, શોક કરનારની બુદ્ધિ નાશ પામે છે અને બુદ્ધિના નાશથી મનુષ્યોનો ક્ષય થાય છે. માટે દારિદ્રપણું સમગ્ર આપત્તિનું મૂલ છે, હવે તારા પાસે હારાથી રહી શકાશે નહિ. માટે હું જાઉં છું, તારૂ કલ્યાણ થાઓ ! આવી રીતે કહીને જેવો ચાલવાને માટે ઉદ્યમ કરે છે. તેવામાંરાજા તેને કહે છે કે હે ભદ્ર ! ત્યારો ને મારો સંબંધ સાથે જ થયેલો છે. વૃદ્ધિ પણ સાથે જ થયેલી છે, તેથી તું મહારો સહોદર છે, ! તારા વિના મારાથી એક ક્ષણ માત્ર પણપ્રાણ ધારણ કરી શકાય નહિ, કહ્યું છેકે - હે લક્ષ્મી ! તારે જવું હોય તો તું પણ જા, તેમજ મદોત્તમત્ત હસ્તિયોને જવું હોય તો તે પણ ભલે જાય, ચપલ એવા ઘોડાઓને જવું હોય તો તે પણ ભલે જાય, પણ સત્વ ! તું જઇશ નહિ. એમ કહી વિક્રમ છરી કાઢીને જેટલામાં પોતાના ઉદરઉપર મૂકે છે તેટલામાં તે અકસ્માત દેવરૂપ થઇને રાજાને કહે છે કે હે નરસિંહ ! તને ધન્ય છે, કે તે પોતાનું વચન પાલવાને માટે વિષમપણુ પણ પ્રાપ્ત કર્યું આવી રીતે કહી રહ્યા પછી રાજા પાસે જે લોખંડનું પુતળું હતું તે કંચનમાં સુવર્ણ પુરૂષ થઈ ગયો, એટલામાં ત્યાં લક્ષ્મી આદિ ત્રણે સ્ત્રીયોએ આવીને કહ્યું કે હે રાજન જો તને સત્ત્વ નામનો અમારો પિતા છોડતો નથી, તો અમે પણ તને ત્યાગ કરવાને ઇચ્છતા નથી. આવી રીતે કહીને ફરીથી તે ત્રણે જણીઓ લક્ષ્મી, સરસ્વતી અને સૌભાગ્ય શ્રી વિક્રમ રાજાની સેવા કરવા લાગી ત્યારબાદ રાજા M૨૨૫) ૨૨૫ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતાને મહેલે શાંતિથી ગયોને રાજયનું પ્રતિપાલન કરવા લાગ્યો. CT સત્ય ઉપરસત્ય વણિક ક્યા ) વટપત્ર નગરે સત્ય નામનો વણિક પુત્રરહેતો હતો. તે અણુવ્રતાદિક બારવ્રતનો ધારક શ્રાવક હતો અને પોતાના ધર્મિષ્ઠપણાના ગુણને લઇને તે પૃથ્વીને વિષે પ્રસિદ્ધ હતો, તે એકદાપ્રસ્તાવેપોતાના ભાઈની સાથે પારસકુળ નામનાદ્વીપ પ્રત્યે જવાલાગ્યો હવે સમુદ્રને વિષે વાહણમાં બેસીને લોકોના સાથે જતાં પાણીના ઉપર બેઠેલો તિમિંગલ નામનો મોટા મચ્છ જોવામાં આવ્યો. તેને દેખી બીજા તમામ વહાણની અંદર બેઠેલાં લોકો બોલવા લાગ્યો કે આ મોટા મત્સ્ય છે, અને સત્ય વાણીયાના ભાઈએ કહ્યું કે આ તોદ્વીપ છે. આવી રીતે વહાણમાં બેઠેલા તમામની જોડે સત્ય વણિકના ભાઈને બોલાચાલી થવાથી બન્ને પણ કહ્યું કે જે જુઠો પડે તે પોતાનું દ્રવ્ય આપે.આવી રીતે પણ કરનારા પોતાના ભાઈને સત્ય વણિકે નિષેધ કર્યા છતાં પણ બળાત્કારથી “પણ કર્યું. હવે આ દ્વીપ છે કે મચ્છ છે. તે જોવાની ખાતર એક વહાણના માણસે તેની પીઠ ઉપર અગ્નિ પ્રજવલિત કર્યો તેથી પોતાની પીઠ દાઝવાથી જલ્દી મહામસ્ય પાણીમાં પેસી ગયો. ત્યાર બાદસર્વે સમુદ્ર કાંઠે આવ્યા તેથી પણ કહેલું હતું તે દ્રવ્ય માગ્યું તેને સત્ય વણિકનો ભાઈ આપતો નથી. તેથી તેઓ વિવાદ કરતારાજાની સભામાં ગયા. રાજાએ કહ્યું કે તમારે સાક્ષી ઓને વિષે કોણ ? ત્યારે તેઓએ કહ્યું કે એના ભાઈ સત્યવાદી સત્ય નાનો વણિક છે તે જ સાક્ષી છે ત્યારબાદ રાજાએ પરીક્ષા પૂર્વક પૂછવાથી સત્યવણિક જેવી હતીતેવી હકીકત કહી. તેથી સત્ય વાત કહેવાથી તુષ્ટ માન થયેલા રાજાએ તેને નગરશેઠની પદવી આપી અને કહ્યું કે અહો ! આ સત્ય વણિકે દુષ્કર કર્યું. કે જાણે પોતાના ૨૨૬ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાઈના સ્નેહને પણ સત્ય માટે ન ગણ્યો ત્યારબાદ તેના સત્ય વચનથી રાજાએ તેના ભાઈને પણ છોડી દીધો. એવી રીતે સત્ય વચનથી તે સત્ય વણિક સુખી થયો. 0 સત્ય વચને કમલ શ્રેષ્ઠી ક્યાOO વિજયપુર નગરને વિષે કમલ શ્રેષ્ઠી વસતો હતો. તે અત્યંત સત્યવાદી હતો. તેનો પુત્ર દુખ બુદ્ધિવાળો વિમલ નામનો હતો. અને તે અસત્યવાદી તેમજ પરને ઠગનારો હતો.એકદા પિતાએ ના પાડ્યા છતાં પણ કરિયાણાને લઈને વિમલ સોપારક નગરના સમીપ ભાગે રહેલ મલયપુરે ગયો. હવે ત્યાં વેપાર કરીને જોવામાં તે ઘર પ્રત્યે પાછો ફરવાની ઇચ્છા કરે છે તેવામાં વર્ષાકાળ આવ્યો એવામાં વિજયપુર વિષે વસનારો કોઈ સાગર નામનો વાણિયો પારપામી ત્યાં આવ્યો, અને સાગરના ઉપરોધથી વિમલ પણ ત્યાં રહ્યો હવે સાગરનું કરિયાણું હતું તેનો વ્યવસાય કરતાં વિમળે કપટ કરીને વચ્ચેથી હસ્તાદિકની સંજ્ઞા કરીને ગ્રાહક પાસેથી દશ હજાર સોના મહોરો ગ્રહણ કરી ત્યાર બાદ તે બન્ને વિજયપુર પ્રત્યે ચાલ્યા નગરને નજદીક આવ્યા, તે કમલ શ્રેષ્ઠી પણ પુત્રની સામે આવ્યો, હવે તે ત્રણે જણા નગર પ્રત્યે જવા માટે ઘોડા ઉપરબેસીને ચાલ્યા. માર્ગને વિષે સાગરે કહ્યું કે હે વિમલ ! તું મારૂ જ્ઞાન જો. દેખેલાની પેઠે અદષ્ટ વસ્તુને પણ કહું છું કેરીથી ભરેલી ગાડી એક આગળ જાયછે, તેનો સારથી ગલત કુષ્ઠી બ્રાહ્મણ છે. તેની જમણી બાજુ ગળીયો બળદ છે, તેની ડાબી બાજુ ડાબે પગે બળદ ખોડો છે, તેના પછાડી એક કોઈકની સ્ત્રી આવેલી છે તે પણ ગર્ભવતી છે,ગર્ભમાંપુત્ર છે,કુંકુમનોરાગ કરેલ છે. તેના ચોટલામાં બકુલ પુષ્પો નાખેલા છે તેની શરીરે વૃણ છિદ્રો છે લાલ વસ્ત્રને પહેરે છે અને ગાડામાં બેસીને જાય છે. તે વચનો ૨૨૭ ભાગ-૧ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સાંભલી વિમલે સાગરનેકહ્યું કે હસાગર ! તું એવું મિથ્યાશું બોલે છે ? ત્યારે સાગરે કહ્યું કે હે મિત્ર ! જો મારું વચન સત્ય હોય તો તારૂં સર્વધન મારૂ અને અસત્યહોય તો મારૂ સર્વ ધન તારૂ આવી રીતે વિવાદ કરનારા તેઓ ચાલ્યાએટલે આગળ એક ગાડીજતી દેખી. પણ તેને વિષે સ્ત્રીને ન દેખવાથી વિમલ હર્ષ પામ્યો, અને સારથીને કહેવા લાગ્યોકે હે સારથિ ! સ્ત્રી કેમ નથી દેખાતી ! તેણે કહ્યું કે હે ભદ્ર ! તે ગર્ભવતી છે, પ્રસવ માટે સામા વનમાં ગઈ છે. આજ નગરમાં તેની માતા છે તેને તેની પુત્રીની વાર્તા કહેવા માટે મે માતંગને મોકલ્યો છે. હું બ્રાહ્મણ છું, તે વાણિયાની સ્ત્રી છે. તેના ભરતારે તાડના કરવાથીતે આવેલી છે. હું પાડોશી છું. એટલે પ્રેમથી તેનો ત્યાગ કરવાની મને ઇચ્છા થયી નથી. એટલામાં તેની માતા ત્યાં આવીને તેની પુત્રીને પણપુત્ર થયો. આવી રીતે સર્વ વસ્તુ મળી જવાથી વિમલ હાર્યો અને ત્રણે જણા નગરને વિષે ગયા હવે ધનને માટે વિવાદ કરનાર તે બન્નેની વાત રાજદરબારમાં ગઇ ત્યારે રાજાએ પુછયું કે તમારો સાક્ષી કોણ છે ? સાગરે કહ્યું કે કમલ શ્રેષ્ઠી રાજા, તેને બોલાવી પુછવાથી સર્વ સત્યવાર્તાકહી.રાજા તેના સત્યવાદીપણાથી તુષ્ટમાન થયો ને કમલની કોટમાં લક્ષ મૂલ્યવાળો હાર નાખ્યો. આવી રીતે સત્યવાદી ને વિષે શિરોમણિ તેનો પટ્ટબંધ થયો. હવે કમલની વિનંતીથીરાજાએ વિમલને પણ છોડી મૂકયો. તેમ જ સાગરે પણ તેનું તમામ ધન વિમલને પાછું આપ્યું બાદરાજાએ આશ્ચર્ય પામીને કહ્યું કે હે સાગર ! આ બધી અદષ્ટ વસ્તુ તે શાથી જાણી? એટલે વિમળ કહેવા લાગ્યો કે કેરીના રસ વડે કરી વાસિત થયેલા કોદ્રવા તથા તૃણ નીચે પડેલા હતા તેના ગંધથી મેં જાણ્યું કે આંબાની ભરેલી ગાડી છે, વારંવાર ધૂળમાં બેસી જવાથી તેને વિશે ૨૨૮ For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મેં જાણ્યું કે પ્રતિબિંબ પડેલા શરીર વડે કરીને બીયો બળદ છે, ને ચાલવાની ગતિમાં અડધા પગલા પડવાથી મે કે તે ખોડો છે, ભૂમિ ઉપર પડેલારસના બિંદુઓથી મેં જાણ્યું કે કુછી છે, તે સ્ત્રી બોરડીના વનમાં શરીર ચિંતાએ ગયેલી હતી. તે જયારે ઉઠી ત્યારે પૃથ્વીને વિષે જમણો હાથ મૂકીને ઉઠી હતી, તેથી તેના ગર્ભમાં પુત્ર છે. હાથને ધોવા માટેશૌચ જળ લાલ થવાથી કુંકુમથી શરીર રંગેલું છે,એમ જાણ્યું બોરડીના કાંટામાં ભરાયેલા લાલતંતુવડે કરી મે તેનું લાલ વસ્ત્ર જાણ્યું. વાલુકા-વેણુને વિષે પરાંડમુખ પગલાની પંક્તિરૂષ્ટ થયેલ છે તેમ મેં જાણ્યું રોટલા માંથી પડેલા બકુલના પુષ્પો નીચે પડેલા દેખવાથીતેના ચોટલામાં બકુલના પુષ્પો છે તેમ મેં જાણ્યું તેના પગના તલીયાને વિષેપટ્ટબંધબાંધેલ હોવાથી પગવણવાળો છે તે મેં .આવી રીતે તેની બુદ્ધિથીરંજિત થયેલા રાજાએ સાગરને મંત્રી પદે સ્થાપન કર્યો. કમલ શ્રેષ્ઠિયે કાલાંતરે દીક્ષા લઇને મુક્તિ મેળવી. અંગીકારરેલી પ્રતિજ્ઞાના નિર્વાહ ઉપર વડવાનલનીક્શા પરદર્શન લક્ષ્મી જાય, શરીરનું સુખ અને શરીર જાય,પોતાનું ધન તેમજ કુળ ક્ષય થાય તો પણ સંત પુરૂષોએ જે અંગીકારકરેલું છે તેને મુકતા નથી. જેમ સમુદ્ર વડવાનલને મૂકતો નથી, અને મહાદેવ વિષને છોડતા નથી, તેમજ સજ્જનો અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને મૂકતા નથી. ( ક્યા) પૂર્વે વડવાનલ નામનો એક નવીન અસુર ઉત્પન્ન થયો, તે અત્યંત પ્રચંડ હોવાથી તમામ દેવતાઓને ભક્ષણ કરવા લાગ્યો એવા ન ૨૨૯) For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અવસરને વિષે ઇંદ્રાદિક તમામ દેવોએ એકત્ર થઇને બ્રહ્માની પુત્રી સરસ્વતીની પ્રાર્થના કરી કે હે સુભગે ! તુંઆ વડવાનલ અસુરને સમુદ્રની મધ્યે નાંખી દે,તારા વિના આવું કાર્યક૨વાની બીજા કોઈની તાકાત નથી. ત્યારબાદ તે શારદાદેવીએ યુક્તિ વડેકરીને તે વડવાનલને ઘડામાં નાંખ્યો. અને પછી તેને સમુદ્રને વિષે ફેંકી દીધો. તે દિવસથી પોતાનાં પાણીને નાશ કરનાર એવો વડવાનલને સત્ય પ્રતિજ્ઞાવાળો સમુદ્રત્યાગ કરતો નથી. સત્ય વચન ઉપર જગતસિંહનું દ્રષ્ટાંત યોગીનીપુરે પિરોજશાહ જરસાણ હતો તેને સભાને વિષે જગતસિંહ નામનો શ્રેષ્ઠી સત્યવાદી શિરોમણી એકલો જ હતો કદાપિ અગ્નિ શીતળ થાય, પવન સ્થિર થાય તો પણ કદાપિ કાલે પ્રાણાંતે પણ તે અસત્ય બોલે નહિ. તેની પ્રંશસા સાંભળી ફીરોજશાહબીજા લોકોને એકાંતરે વિષે બોલાવીને પુછે છે કે તેની પાસે લક્ષ્મી કેટલી છે,તેથીદુષ્ટલોકોને દ્રોહ કરીને કહ્યું કે સીત્તેર લાખ દ્રવ્યતેની પાસે છે.ત્યારબાદ કેટલાયેક દિવસ પછી રાજાએ શ્રેષ્ઠીને પુછયુંકે તારાપાસે લક્ષ્મી કેટલી છે ? તેણે કહ્યું સાહેબ ! તપાસ કરીને કહીશ પછી તપાસ કરી ત્રીજા દિવસે કહ્યું કે મારી પાસે ચોરાસી લાખ દ્રવ્ય છે. તે સાંભળીરાજાએ વિચાર કર્યો કે આ શ્રેષ્ઠી પાસે લોકો કહ્યાકરતા પણ અધિક દ્રવ્ય છે, માટે મહાસત્યવાદી સિવાય કોઈ લોકો પોતાના પાસેના દ્રવ્યની સાચી વાત કરે નહિ તેથી તુષ્ટમાન થયેલા બાદશાહે બીજા સોળ લાખ આપી તેને કોટી ધ્વજ બનાવ્યો. એકદા પ્રસ્તાવેરાજાએ પોતાના ભંડારમાંથી એકરત્ન કાઢી શ્રેષ્ઠીને દેખાડીને કહ્યુ કેઆના સમાન બીજું રત્ન કયાં હશે ? શ્રેષ્ઠીએ કહ્યું કે દુનિયામાં બાદશાહ બે કાંઇ હશે ? તેવા વચન સાંભળી ૨૩૦ For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાએ પ્રસન્ન થઈને રત્ન તેને સાચવવા આપ્યું, કારણ કે સ્થિર મિત્રતામાં ભેદ હોયજ નહિ. એકદા રૂષ્ટમાન થઈને રાજાએ શ્રેષ્ઠિને કેદમાં નાખ્યો અને તેના રક્ષણ માટે પોતાના સેવકોને રાખ્યા. શ્રેષ્ઠીએ કેદખાનાના રક્ષણને બે બે સોનામહોરો આપી સાંજ સવાર પ્રતિક્રમણ કર્યું ફરીથી તુષ્ટમાન થઈ રાજાએ પોતાના અંગના આભૂષણોથી તથા પાંચ પ્રકારના પાંચ વર્ણોવાળા વસ્ત્રોથી ભુષિત કરી આદરમાન સહિત ગાજતે વાજતે મહા આડંબરે તેના ઘરે મોલ્યો શ્રેષ્ઠી પણ દાન આપતો ઘરે પહોંચ્યો. રાજાના ભયથી આરક્ષક સોનામહોરો પાછી આપવા આવ્યો શેઠે કહ્યુ તારી કૃપાથી હું મારૂ ધર્મધ્યાન કરવા પામ્યો છું, માટે તે સોનામહોરો પાછી લેવાને માટે મેં તને આપી નથી એમ કહી બીજું દાન આપી તેને વિદાય કર્યો. અન્યદા સપાદલક્ષરાજા બાદશાહની સેવા કરવા આવ્યો તેમણે બાદશાહને નમીને બેમોતી તથા એક સંસદ નટુકડો ભેટ કર્યો આ બંને વસ્તુઓ અલ્પ મૂલ્યવાળી છે એમ જાણી બાદશાહને ક્રોધ ચડ્યો. સભાના લોકો જુએ છે પણ કોઈ પરીક્ષા કરી શકતું નથી. સપાદલક્ષ રાજા જાણે છે કે આ તમામ લોકો મૂર્ખ છે. ત્યારબાદ જગતસિંહે કહ્યું કે હે શાહ ! આ બન્ને વસ્તુઓ અમુલ્ય છે. પ્રથમ ચંદનની પરીક્ષા કરો અગ્નિના અંદરતપાવેલા સો મણ તેલમાં ચંદનનો કડકો નાખવાથી તે તેલ ઠરીને બરફ જેવું થઈ જશે. વળી છ માસ જવરની પીડાવાળો કોઈપણ માણસ હોય તે પાણીના અંદર ઘસીને પીવે તો નિરોગી થાય. વળી આ બન્ને મોતીઓનું કૌતુક સાંભળો એક મોતીને વેચીને બીજુ ગાંઠે બાંધતો તો સાયંકાળે ઉત્સુક મિત્રની પેઠે બને ભેગા થઈ જાય રાજાએ પરીક્ષાકરવાથીતેજ પ્રકારે થવાથી આશ્ચર્ય પામી શ્રેષ્ઠીને કહ્યું. આ વસ્તુનાઆવા પ્રભાવની ખબર તને ક્યાંથી ? (૨૩૧) ૨૩૧ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેણે કહ્યું મને બાળકપણાથી જ પરીક્ષા છે તેથી બાદશાહે સપાદ લક્ષ રાજાને બહુ જ આદરમાન આપીને વિદાય કર્યો જગતસિંહને પણ પહેરામણી કરી સત્કાર કર્યો. જગતસિહ ધર્મ કરવાથી છેવટે સદ્ગતિને પામ્યો માટે જીવોએ સત્ય વચન બોલવા ઉજમાળ થાવું. CT સોગન ન ખાવા ઉપર મદનસિંહનું દૃષ્ટાંત TO યોગીનીપુરને વિષે જગતસિંહનો પુત્ર મદનસિંહહતો તે સત્યવાન હતો. પરસાણમાં વસનારો પરમ પ્રેમનું પાત્ર ધનદ શ્રેષ્ઠી તેનો મિત્ર હતો. તે એકદા યોગિની પુરે આવ્યો અને કુટુંબના સમાચાર પુછયા અને તેની સાથે વ્યવહાર કરવાની ઇચ્છાથી પ્રથમ પરીક્ષા કરવી એમ ધારી સોનું, ચંદન સપુરુષટાણે પોતે પીડાને સહન કરી પરને ઉપકાર કરે છે ત્યાર બાદ શ્રેષ્ઠી માયાકપટ કરી બોલ્યોકે પ્રથમ તારા પિતા પાસે મારું લેણું છે તે આપ ત્યારબાદ તારા જોડે વ્યવહાર કરું. મેં સો ઘોડા આપ્યા હતા તેનું દ્રવ્ય પ્રથમ મને થોડું મલ્યું હતું. મદનસિંહે પૂછયું કે, કેટલું લેણું છે ? તેણે કહ્યું કે બત્રીસ હજાર નું લેણું છે. મદનસિંહે કહ્યું કે મારા પિતાનું થોડું ઘણું જે દેવું હતું તે મેં આપીદીધું છે. હવે તમારું લેણું મારા ચોપડામાં જોવામાં આવતું નથી. તેમ તમારું નામ પણ ચોપડામાં નથી. તેવું સાંભળી હૃદયમાં આનંદપામેલો પરીક્ષા કરવા ક્રોધ કરી કહેવા લાગ્યો પિતાનું દેવું પુસૈહોય તે જરૂર છે. મદરસિંહે કહ્યું કે શેઠનું ? તું ફોટ ફાંફાં મારે છે કારણ કે લખાણ અને સાક્ષી વિના કોઇએ પોતાનું લેણું લીધું છે કે ? ત્યારબાદ શ્રેષ્ઠી રાજસભામાં ગયો અને સભાના તમામ માણસોને દૂર કરી રાજાને કહેવા લાગ્યો કે પરીક્ષા કરવા માટે મેં મદનસિંહ સાથે ખોટો કલેશ કરવા માંડેલ છે, માટે જેમ તેમ હું બોલું તો મને દોષ દેવો નહિ. ત્યારબાદ સભા સમક્ષ કહ્યું કે ૨૩૨ For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જગતસિંહને પુત્ર મદનસિંહ મારું લેણું આપતો નથી. આ ઉપરથી રાજાએ મદનસિંહને બોલાવ્યો તેમણે પણ પોતાનું કહેવું હતું તે રાજાને કહ્યું. તેથી બન્નેનો વાદ થયો ત્યારબાદ શ્રેષ્ઠીએ કહ્યું કે મારી વસ્તુની ઉત્પન્ન થયેલી લક્ષ્મી તારા બાપ પાસે લેણી ન હોય તો તું તારા બાપનાસોગન ખા.એટલે મદનસિંહે કહ્યું કે મારી તમામ વસ્તુઓ લેવી હોયતો લઇલ્યો, પણ હું મારા બાપના સોગન ખાનાર નથી,કારણકે બત્રીસ હજાર જીર્ણટંકને માટે કદાપિ કાળે હું મારા બાપને વેચીશ નહિ, કારણ પિતાનો ઉપકારકોટી ઉપાયે પણ ભૂલી શકાય નહિ, જે મૂર્ખ માણસો પોતાના પિતાના ગળાના રૂધિરના સોગન ખાય છે તેનીગતિકઈ થાયછે તેતો કેવલજ્ઞાની મહારાજા જાણે છેકહ્યું છે કે: 1 સોગન ખાનાર અનંત સંસારીએO सच्चेणवि अलिएण वि, चेइ असम्मंकरे इमोमूढो । हणिउणबोहिबीजं अणतसंसारिओहोई ॥१॥ ભાવાર્થ : સત્ય હોયકે અસત્ય હોય છતાં પણ જો મુઢ માણસ ચૈત્યના, દેવના,ગુરૂના, માતાપિતાપુત્ર કે બીજાકોઈના સોગન ખાય છે તે બોધીબીજને હણી નાખી અનંત સંસારને ઉપાર્જન કરે છે. વળી પણ કહ્યું છે કે : સત્યવચન વદનાર નર, સોગન કદાપિ ન ખાય, જુઠાથી સોગન વિના, ક્ષણ પણ ન રહેવાય. ૧. ચાલુ કાળમાં ધણા અજ્ઞાની અન્યાયી અધર્મી જીવો ઉપર પ્રમાણે અનેકના તેમજ કલ્પસૂત્ર આદિના પણસોગન ખાય છે અને ખવરાવે છે, તે બહુ જ અનર્થની પરંપરાને ઉપાર્જન કરે છે. આવા પ્રકારના વચનો સાંભળી સભાના લોકો આશ્ચર્ય પામી તેની બહુજ પ્રશંસાકરવાલાગ્યા એટલે શ્રેષ્ઠીએ કહ્યું કે હે પુત્રા ! તને ૨૩૩ ~ ૨33 For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ધન્ય છે. મારું તારા પાસે કાંઈ લેણું નથી.મેં તારી પરીક્ષા કરવા ખોટો ઝઘડો જગાવ્યો હતો સિંહનોપુત્ર સિહજ હોય ચંદ્રમાંથી અંધકાર અને અંગારા ઝરેજ નહિ. તેથી તેની પ્રશંસા કરી તેને તેના પિતાનાપદે સ્થાપન કરી તેના જોડે વ્યાપાર કરવા માંડયો અને મદનસિંહ પણ રાજા આદિને વલ્લભ થયો. એકદા પ્રસ્તાવે માંદગીમાં પડેલા રાજાને એક મહાવૈદ્યનિરોગી કર્યા, તેથી તે રાજાઆદિક સર્વ લોકોને અત્યંત વલ્લભ થયો. તે વૈદ્ય રસાંગવેદી શાસ્ત્રજ્ઞ હતો વિવિધ પ્રકારના ઔષધોને જાણનારો હતો તથા બળવાન હતો. તે એક સાથે નવ નાળીયેર ભાંગતો. સોપારીને અંગુઠાના મધ્યમ ભાગમાં રાખી ભાંગતોઢીંચણ તથાકાખમાં રાખીને ભાંગતો હતો. બે સ્કંધ વચ્ચે રાખીદાઢીથી ભાંગતો હતો, કોણીથી ભાંગતો હતો અને ચુર્ણ કરી નાખતો હતો તે મહાવૈદ્ય એકદા મહાજન લોકોની સાથે શાળામાં ગયો ત્યાં કોઈ લીંગી વ્યાખ્યાન કરે છે, તેને લોકો સાંભળે છે. લિંગી ઉત્તમ મુનિ મહારાજના ગુણગ્રામની નિદાકરવા લાગ્યા તેથી વૈદે ક્યું કેઅરે બોકડા ! તું શું બોલે છે? મહારાજને જોતો નથી એમ કહી ઉઠીને લીંગીને એક થપ્પડ લગાવી લીંગીક્રોધ કરી બાદશાહપાસે ગયો અને પિતાનું વૃત્તાંત કહ્યું વૈધે પણ બાદશાહપાસે જઈને પોતાનું વૃત્તાંત કહ્યું બન્નેના ઉપર રાગ હોવાથી બાદશાહ કાંઈ બોલ્યો નહિ. તેવામાં મદનસિંહ બોલ્યો કે દેવ ! આ બાબતમાં વિચાર શું કરવો છે ? એકની જીભ અને બીજાનો હાથ એકના દંડથી બન્નેનો દંડ કરવો પડે તેમ છે. બાદશાહ હસ્યો અને બન્નેને શાન્ત વચનથી સમજાવ્યા આવી રીતે પ્રાણાંતે પણ પિતાના સોગન ખાવા નહિ તો દેવ, ગુરૂ, ધર્મ, પુસ્તક અને સંસાર પક્ષના કોઈપણ માણસોના સોગન ખવાય જ કેમ ? માટે પોતાના આત્માનું M૨૩૪૩૦ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કલ્યાણ ઇચ્છનાર જીવોએ સોગન ખાવાનીકુટેવ છોડી દેવી O એક સત્ય વચનને વિષે ભીમસ્ત્રી દષ્ટાંત TO શંખપુરને વિષે ક્ષેમકર નામનો ક્ષત્રિય વાસ કરતો હતો. એ એકદા પોતાના સાસરાને ત્યાંથી પોતાની સ્ત્રીને વસંતપુર નગરમાંથી તેડીને જતો હતો તેને ચાલતા રસ્તામાં ભીમપુર નગર આવ્યું. ત્યાં પાણી પીવાને માટે ભીમ નામના ક્ષત્રિયને ઘેર જઈ પાણી માગ્યું તેની ભીમની સ્ત્રીએ પાણી પાવાથી તૃષ્ણા રહિત થઈ તે ભીમની સ્ત્રીને કહેવા લાગ્યો કે હે સુભગ તું આવીરૂપાળી છે, તો તારો પતિ કેવો રૂપવાન, બળવાન, બુદ્ધિમાન છે આવી રીતે કહેવાથી તેણે પતિના રૂપથી ગર્વ પામેલી બોલી કે આ દુનિયામાં જેટલા પુરૂષો છે, તેના કરતા મારો પતિ એક મુઠી ઊંચો છે તે સાંભળી ક્ષેમકર ક્ષણ માત્ર ત્યાં રહી, તે સ્ત્રીય સત્કાર કરવાથી પોતાની સ્ત્રી સહીત ઘરે ગયો એકદા તે સ્ત્રી વાકયને સહન નહિ કરી શકવાથી મકર રાત્રિને વિષે ભીમપુર આવીને ભીમના ઘરને વિષે ગુપ્ત રીતે પ્રવેશ કરીને, સુખનિંદ્રામાં સુતેલા તે બન્ને સ્ત્રી ભર્તારના ખાટલાને ભાંગી, તેના ઇશો ઉપણાને લઇને, ખાટલા નીચે છાણા ભરીને, તથા છરીથી પંલગમાંપાથરેલા લુગડાને છેદીને પોતાને ઘરે ગયો. ત્યારબાદ પ્રાતઃકાલે જાગૃત થયેલા બન્ને જણા નીચે વગડાના છાણાં ભરેલાં દેખી, તે છાણાના ઢગલા ઉપરથી બન્ને જણા બન્ને પડખે જુદા જુદા બન્ને બાજુ પડયા. તેથી વિસ્મયને પામી ભીમે પોતાની સ્ત્રીને કહ્યું કે તે સ્ત્રી ! હાસ્યને કરવાવાળું આવું કૌતુક નિમિત્ત વિના પણ અને વૈર વિના પણકોણે કરેલું છે? તે આપણા જાણવામાં કેવી રીતે આવી શકતું નથી.તે અવસરે પોતાના વચનનું સ્મરણ કરીને સ્ત્રી બોલી કે હે સ્વામિન્ ! આજથી પાંચ દિવસ પહેલાં શંખપુર નિવાસી ક્ષેમકર ૨૩૫ For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નામનો ક્ષત્રિય ઈહાં આવેલો હતો, તેણે પાણી પીધું અને પછી મારું રૂપ જોઈને તે બોલ્યો કે તું આવી રૂપાળી છે, તો તારો પતિ કેવો રૂપાળો ને બળવાન છે ? તેથી મેં કહાં કે પુરૂષો મધ્યે જેટલા મહાન પુરૂષો છે, તેના કરતા પણ એક મુઠી ઊંચો મારો પતિ છે. તે સાંભળી થોડીવાર વિશ્રામ લઇને તે પોતાને ઘરે ગયો. તેથી જણાય છે કે - આ બધુ તેમનું જ વિલસિત કાર્ય છે. ત્યારબાદ ભીમે કહ્યું કે હે સ્ત્રી ! હવે આજથી તારે ગર્વિત થઇને કોઇને કાંઇ પણ અધિક વચન કહેવુ નહિ. કારણ કે આવું વચન આગળ ઉપર વિષાદ અને વિપત્તિના કારણભૂત બની જાય છે માટે કહ્યું છે કે : अतिभुक्तमतीवोक्तम्, प्राणिनां मरणप्रदं । न कार्येऽत्र स्ययो येन, बहुरत्ना वसुंधरा ॥१॥ ભાવાર્થ : અતિ ભોજન કરેલું, તથા અતિ બોલેલું હોવાથી પ્રાણિયોનું મરણ કરનાર થાય છે. આ બાબતમાં કોઈએ ગર્વ કરવો નહિ, કારણ કે પૃથ્વીને વિષે રત્નો બહુ જ હોય છે, હવે કેટલેક દિવસે તે ભીમ પણ શસ્ત્ર સહિત શંખપુર ગયો ને ત્યાં મંકરનું ઘર જોઇને રાત્રિાએ સ્મશાન થકી એક મડદું લાવીને, ગુપ્ત રીતે તેના ઘર પ્રત્યે ગમન કરીને, ક્ષેમંકરના ઘરમાં પેશીને તેના પાસેથી તે ક્ષેમંકરની સ્ત્રીને લઈને, અને તે લાવેલું મડદું મૂકીને તેના ઘરને વિષે અગ્નિ મૂકીને ભીમ ક્ષેમકરની સ્ત્રીને લઈને સુખે કરી પોતાને ઘરે આવ્યો. ત્યારબાદ ભીમે પોતાની સ્ત્રીને કહ્યું કે તે સ્ત્રી ! કેવલ તારું વચન પાળવા માટે મે આ સ્ત્રીને આણેલી છે, તે માટે એ મારી બહેનને તારે સ્નાન માન દાન અન્ન પાન વડે કરી બહુ ભક્તિ કરવી. આવી રીતે કહેવાથી ભીમની સ્ત્રીએ તેની બહુપ્રકારે ભક્તિ કરી સંતોષ પમાડ્યો હવે અગ્નિ લાગવાથી જાગેલા હેમંકરે મડદા રૂપે M૨૩૬૦ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતાની સ્ત્રીને અત્યંત હલાવ્યા છતાં પણ નહિ જાગવાથી પોતાનો જીવ લઈને બહાર આવ્યો. અને પોતાની સ્ત્રીને મરેલી જાણી અત્યંત દુઃખી થયો હવે ક્ષેમકર તેના હાડકાંગંગામાં નાખવા માટે લઈ ચાલ્યો ને રસ્તાં ભીમપુર નગરે આવ્યો ત્યાં પાણી પીવાને માટે ભીમને ઘરે ગયો. ભીમની સ્ત્રીએ તેને ઓળખી પોતાના પતિને કહ્યું કે આ આવેલ છે. તેથી ભીમે ત્યાં આવીને તે ખેદ પામેલા ક્ષેમકરને કુશળ પ્રશ્ન પૂર્વક બોલાવ્યો તેથી તેણે પણ પોતાનું ઘર બળી ગયું છે અને સ્ત્રી મરણ પામી છે વિગેરે પ્રકારના વૃત્તાંતને અતિ દુ:ખથી કહ્યોને ચાલવા માંડે છે એટલામાં ભીમે તેને ખાવાને માટે રોકી રાખ્યો. તેથી ઘરની અંદર જઇને ક્ષેમકરની સ્ત્રીને ભીમે કહ્યું કે હે બહેન ! આજે મેહમાન સહિત તું મને ભોજન કરાવ, સારા વસ્ત્રાલંકાર પહેરીને મને તું પરોસી દે તેણીએ પણ તેમ કરવાથી પોતાના સ્વામીને દેખીને હર્ષ ધારણ કર્યો. ક્ષેમંકર પણ તેને દેખીને આ મારી સ્ત્રી છે, અગરતના સમાન રૂપવાળી કોઈ અન્ય સ્ત્રી છે, અગર તેના સમાન રૂપવાળી કોઈ અન્ય સ્ત્રી છે, એવા પ્રકારની શંકા વાળા ચિત્તથી આકુળવ્યાકુળ થયેલો રોમાંચિત થયો, તેથી ભીમે પણતેમના તરફ કંઈક હસીને તેમનું અને સ્ત્રીનું વૃત્તાંત કહ્યું તે સાંભળી પોતાના સ્ત્રીના મેળાપનથી ક્ષેમકર બહુ જ હર્ષ પામ્યો ત્યારબાદ ભીમની સ્ત્રીએ ક્ષેમકરને કહ્યું કે હે દેવ ! પૂર્વે મારા વચનથી તમને કૌતુક થયું પણ પુરૂષ મધ્યે મારો સ્વામી એક મુઠી ઊંચો છે કે નહિ ! જે મેં કહ્યું તે સત્ય થયું કે નહિ ! તે મેં પણ તને દેખાડી દીધું. ત્યારબાદ ભીમે બન્ને જણાને સત્કાર વસ્ત્રાભરણથી કરીને વિદાય કર્યા. તેઓ બન્ને જણા પોતાના ઘેર આવી સુખી થયા. ૨૩૭ ૨૩૭ રૂ For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ OT ચોરી કરનારાઓની ક્યા સંકલસર ગામમાં મકસેન રાજા હતો ત્યાં કપટીયાઓને વિષે શિરોમણિ, બુદ્ધિનો નિધાન શેખર નામનો સોની રહેતો હતો. એકદારાજાએ બહુ મૂલ્યવાળો, સોનાનો ઘડેલો અને અંદર મણિયોનાખેલો મનોહર પાર કરવા તે સોનીને આપ્યો. તે સોની દિવસે રાજા પાસે તેહાર ઘડે છે. અને રાત્રિએપીત્તલનો ખોટા કાચના કકડાના મણિયોકરી જુદો હાર ઘડે છે. રાજાના હારને ઘડતી વખતે તે કપટી સોની પાસે રહેલા લીંબડા ઉપરમાંસ મૂકે છે, તેને શકુનિકા નિરંતર લઈ જાય છે. એવી રીતે દિવસે રાજાનો અને રાત્રીકે પોતાનો એમ બન્ને હારો છ માસે તૈયાર કર્યા. છેલ્લે દિવસે પાણીનો ઘડો પૂર્ણભરી, તેમાં ખોટો હાર નાખી,ઘડો લઈ રાજા પાસે સોની ગયો અને રાજાના દેખતાં તેનાકાચને ગેરુ વડે લાલ કરીને ઘડામાં નાખીને તેમજ તેને બદલે પોતાનો હાર કાઢી રાજાના દેખતાં જયાં માં મૂકેલો હતો ત્યાં હાર મૂક્યો હવે પૂર્વના પેઠે માંસ લોભી શકુનીનિએ આવી માંસપિંડ જાણીને તે હાર ઉપાડી લીધો. સોનીએ તેને દુર ગયેલી દેખીકપટથી બહુ આંશુપાડી પોતાનું માથું ભૂમિ સાથે પછાડ્યું અને બોલ્યો કે હે દેવ ! બહુ પ્રયાસ કરેલો હાર શકુનિકા ઉપાડી જવાથી મારું હાર ઘડવાનું મૂલ્ય અને ઇનામ બો ગયા.આ પ્રમાણે વારંવાર બોલીને ભુમિ ઉપર પછાડીયો ખાવા માંડ્યો. એવી રીતે ખેદ કરનાર તેને રાજાએ કહ્યું કે હે ભદ્ર ! ખેદ ન કર આ મારોજ અપરાધ છે કે આ હારને મેં સારી રીતે રક્ષણ કરીને રાખ્યો નહિ.તે મારું આળસપણું છે કે આવી અમુલ્ય વસ્તુ હું સાચવી શકયો નહિ. એમ કહી રાજાએહાર ઘડવાનું આપેલું મુલ્ય અને હાર સહિત ઘડો લઈને તે શેખર સોની પોતાને ઘરેગયો. (૨૩૮ ૨૩૮ For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ O અદત્તાદાન વિષયે વજસાર ક્યા છે અવંતી વર્ધનપુરને વિષે દાન આપવાને વિષેવ્યસની વજસાર નામનો શ્રેષ્ઠી વસતો હતો. તે કેટલાયેક કાળે દ્રવ્યરહિત થયો, તેથી તે રત્નસ્થળ મધ્યે વર્તતા પોતાના મામાના પાસે દ્રવ્ય લેવાને માટે કુટુંબ સહિત ચાલ્યો એટલામાં માર્ગને વિષે જ ગિરિ રત્નપુરને વિષે રહેનારા કોઈક પુરૂષે આવીને કહ્યું કે તારા મામાને તો ત્યાંના રાજાએદંડીને નિર્ધન કરેલો છે. તે સાંભળીને વજસાર દુઃખી થયો, અને ગિરિપુરને વિષે પેઠો, રસ્તામાં ચાલતાં રાજમાર્ગને વિષે એક રત્નની માળા પડેલી હતી. તેને લોભથી લઈને પોતાના વસ્ત્રના છેડે બાંધી હવે દરવાજામાં પેસતા નીકળતા લોકો પાસેથી રાજાના માણસોએ તેની શોધખોળ કરવા માંડી, ને તેના પાસે પણ તપાસ કરવાથી તેના વસ્ત્રના છેડેથી તે નીકળી, તેને રાજા પાસે લઈગયા.રાજાએ પણ આ ચોર છે, એવું માની તેનો વધ કરવાનો આદેશ કોટવાળને આપ્યો. તેને વધ કરવાથી ભૂમિ પ્રત્યે લઇ ગયા, તેથી તેના કુટુંબને અત્યંત રૂદન કરતું દેખી તેના દુઃખથી પીડા પામેલી રાજપુત્રીએ દયાથી રાજાને વિનવીને તેને છોડાવ્યો તેથી દીક્ષા લઈને દેવલોકે ગયો. C(આકાશગામિની વિધા વિષે ધનાભિધ ચોર ક્યા TO એક બ્રાહ્મણની પાસે આકાશગામિની વિદ્યા હતી. અનુક્રમે તે વૃદ્ધ થયો તેથી અંત અવસ્થાએ તેણે ચિંતવન કર્યું કે આ વિદ્યા હું કોઈને આપું તો સારું, એવું ચિંતવન કરી તેણે એક પોતાના મિત્ર વણિકને તે આપી અને વિદ્યા સાધવાની વિધિ બતાવી, તે વાણિયો પણ કાળી ચૌદશને દિવસે ઘરની બહાર વન મધ્યે જઇને વિદ્યા (૨૩૯) For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સાધવાને માટે, નીચે અગ્નિનોકુંડ પ્રદીપ્ત કરી, ઉપર રહેલા વૃક્ષની શાખાને વિષે શીંકુ કરી, તેના ઉપર બેસી વિદ્યા સાધવા બેઠો વિચાર કરે છે કે વિદ્યા સિદ્ધ થાય અગર ન થાય, તે કોણ જાણે પણ શીકાનો દોર કાપવાથી જો હું અગ્નિના કુંડને વિષે પડીશ તો જરૂર મરણ પામીશ, આવી ચિંતવન કરવાથી નિઃસત્વ થઇને તે રહ્યો એવામાં કોઈ ધન નામનો ચોર ત્યાં આવ્યો. તેણે રાજાના ભંડારમાંથી રત્નોના આભુષણનો કંડીયો ચોરેલ હતો. તે ચોરી કરીને જેવો નિકળે છેતેવો કોટવાળે તેને દેખવાથી તેની પૂંઠપકડી, તેથી તે ચોરની શક્તિ કયાંઇ પણ ગમન કરવાની ન રહી, પણ શીંકા ઉપર વાણિયોને બેઠેલો દેખી ચોર તેની પાસે ગયો, ને વાણિયોને પુછયું કે હે સાહસિક ? તું શું કરે છે ? વાણિયાએ કહ્યું કે હું આકાશગામિની વિદ્યા સાધું છું. પણ મારા મનમાં સ્થિરતા રહેતી નથી, તેથી વિચારકરતો રહ્યો છું.ચોરે નિશ્ચયએમ વિચારીને વાણિયાને ચોરે કહ્યું કે તે વિદ્યામને દે અને આ રત્નનો કરંડીયો તું લે, વાણિયાએ હર્ષ પામી ધનનો કરંડીયો લીધો ને વિદ્યા દીધી વાણિયો લેવામાં ચોરના સત્વની પરીક્ષા કરવા ઉભો છે તેવામાં ચોર વિદ્યા સાધવા શીંકા ઉપર ચડયો ને એક જ વાર વિદ્યાભણીને શીંકાના એક સોને આઠ દોર સમકાળે છેદી નાખ્યો કે તતક્ષણ ચોર આકાશમાં ઉડયો, એવામાં મારો મારો' કરતો કોટવાળ આવ્યો અને રત્નના કરંડીયા સહિત વાણિયાને પકડ્યો, રાજાએ વધ કરવાનો આદેશ કરવાથી શૂળીયે ચડાવવા લઈ ગયા, તેથી ધન નામના ચોરે ચિંતવના કરી કે મારા વિદ્યા ગુરુની આદુર્દશા થાય છે, એમ વિચાર કરી આકાશમાં આવી, મોટી પથ્થરની શીલા નગર ઉપર વિકુર્તી, તેથી તમામ નગરના લોકો ભયભ્રાંત થયા, ને યજ્ઞાદિક વિધિને કરવા લાગ્યારાજા પણ પોતાના અંતપુર વિગેરેની રક્ષા કરવા ૨૪૦ For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માટે વિદન શાંતિ ને માટે આકાશમાં બલિ ઉછાળીને ઊંચે સ્વરે બોલ્યો કે કોઈદેવ, રાક્ષસ, યક્ષ દુષ્ટ જે અમારા ઉપર રૂષ્ટમાન થયેલો હોય તે ક્ષમા કરી પ્રત્યક્ષ થાવ, અને તે જે કહેશે તે અમે કરવા તૈયાર છીએચોર પ્રત્યક્ષ થઈને કહે છે કે ચોર તો હું છું, ને આ ફોગટ મારા વિદ્યા ગુરુને શૂળી ઉપર ચડાવેલ છે. તેથી તમો બધાને મારવાને માટે આ શિલા વિદુર્વ છે. જો આ મારા વિદ્યા ગુરુને હાથી ઉપર બેસારી તું તેને માથે છત્ર ધારણ કરી નગરલોક સહિત તેને ઘરે પહોંચાડીશ તો છોડીશ, અન્યથા આખા ગામને ચૂર્ણ કરી નાખીશ, રાજાએ તેમ કરવાથી ચોરે શિલાને હરણ કરી લીધી પાછળથી વાણિયાએ પણ વિદ્યા સાધવાથી તેને પણ આકાશગામિની વિદ્યા સિદ્ધ થઈ. કામનું સ્વરૂપ O શાસ્ત્રકાર મહારાજાએ મૈથુન સેવનમાં દોષ કહેલ છે અને તેથી વિષયના ત્યાગ માટે બહુ જ ભાર દઈ ગંભીર ઉપદેશ કરેલ છે. વિષય સેવનથી મહા વીર્ય, ધન, અને બુદ્ધિની હાનિ અને છેવટે દુર્ગતિની પ્રાપ્તિ કહેલ છે.શ્રીમાન કેવળજ્ઞાની મહારાજાએ કહેલું છે કે “મૈથુનસંજ્ઞાને વિષે આરૂઢ થયેલ માણસ નવ લાખ જીવો ને હણે છે.” આવા તીર્થંકર મહારાજ તથા કેવલી મહારાજના વચનો ઉપર શ્રદ્ધા કરવી. સ્ત્રીની યોનિમણે : નવલાખ ગર્ભજ જીવો હોય છે અને સંમૂર્ણિમ જીવો અસંખ્યાતા હોય છે તે સઘળા જીવો પુરૂષના સંગથી વિનાશ પામે છે. પુરૂષે એકવાર સેવન કરેલી સ્ત્રીના ગર્ભને વિષેએક જ વારમાં પંચેદ્રિય મનુષ્યો ઉત્કૃષ્ટથી નવલખ ઉત્પન્ન થાય છે અને તે નવ લાખમાં ભાગ્યે જ એક બે જીવ સિવાય બાકી સર્વે વિનાશને પામે છે. વિગેરે અનેક પ્રકારે મૈથુન સંબંધિ વર્ણન પન્નવણા સૂત્રાદિક અનેક ગ્રંથો વડે કરેલ છે, માટે એકાંત પાપમય વિષય ૨૪૧ ~ ૨૪૧ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વાસનાથીદરેકજીવોએ નિવર્તમાન થવું જોઇએ. જેઓ વિષયથી વિરામ પામેલા છે. તેઓ શીઘ્રતાથી સ્વર્ગ મોક્ષના અધિકારી થયેલા છે અને થાય છે. અને જેઓ મૈથુનથી વિરામ પામેલા નથી તેઓ તિર્યંચ, નરક, નિગોદાદિકની અંદર અનંતકાળથી અથડાણા છે ને હજી અથડાશે મૈથુનની શાંતિ વિના કદાપિ કાળે સંસારનો પાર પામશે નહિ, માટેદારૂણ દુ:ખ દરિયાનો પાર પામવાના પ્રેમી જીવોએ યાવત્ જીવ દુઃશીલતા અને કુશીલતાનો ત્યાગ કરીઅખંડ બ્રહ્મચર્ય નિરતિચાર પણે પાળી દુઃખના સાથે કર્મનો અંત કરવો હિતાવહ છે. કામની દશ અવસ્થા) प्रथमे जायते चिंता द्वितीये द्रष्टमुमिच्छति । तृतीये दीर्घ निःश्वासा, श्चतुर्थे भजते ज्वरं ॥१॥ पंचमेदह्यते गात्रं, पष्ठे भुक्तं न रोचते । सप्तमे स्यान्महामूर्छा, उन्मत्तत्वमथाष्टमे ॥२॥ नवमे प्राणसंदेहो, दसमे मुच्चतेऽसुभिः । एतेर्वेगै : समाक्रान्तो, जीवस्तत्वंन पश्यति ॥३॥ કૃતિ જ્ઞાનાવે. ભાવાર્થ : સ્ત્રી સંબંધી પ્રથમ ચિંતા ઉત્પન્ન થાય છે, બીજી અવસ્થામાં સ્ત્રીને દેખવાની ઈચ્છા થાય છે, ત્રીજી અવસ્થામાં લાંબા શ્વાસોશ્વાસ મૂકે છે. ચોથી અવસ્થામાં તાવ આવે છે. ૧. પાંચમી અવસ્થાને વિષે શરીર બળે છે, છઠી અવસ્થાને વિષે આહાર રૂચતો નથી. સાતમી અવસ્થામાં મહામૂછ પ્રાપ્ત થાય છે. આઠમી અવસ્થાને વિષે ઉન્મત્તપણું પ્રાપ્ત થાય છે. ૨. નવમી અવસ્થામાં પ્રાણનો પણ સંદેહ રહે છે. અને દશમી અવસ્થામાં પ્રાણ નો ત્યાગ કરે છે. આવા M૨૪૨ ૨૪૨ ~ For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રકારના દુઃખ વડે કરી આક્રાંત થયા છતા પણ જીવતત્ત્વને જોતો નથી અર્થાત્ કામની દશ અવસ્થાની અંદર માણસોનાં મરણ થાય છે. અને દૂર્ગતિમાં જાય છે, એવું જાણી દશ અવસ્થા ટાળી બ્રહ્મચર્ય પાળવાના ખપી થવા જીવોએચુકવું જોઇએ નહિ. આઠ પ્રકારના અંધ સિદ્ધાન્તો रतिधा दीहंधा जच्चंधा, माय माणकोहंधा । कामांधा, लोहांधा, अवय अंधया भणिया ॥१॥ ભાવાર્થ : રાત્રિઅંધ ૧, દિવસઅંધ ૨, જાતિઅંધ ૩, માયાબંધ ૪, માનઅંધ ૫, ક્રોધઅંધ ૬, કામઅંધ ૭, અને લોભ અંધ ૮. આવી રીતે આઠ પ્રકારના અંધ કહેલા છે. સ્ત્રીચરિત્ર ) ક્ષિતિતિલકપુરે ગુણસુંદર રાજા હતો. તે જયારે ભોજન કરવા બેસે ત્યારે વિષ પ્રક્ષેપના ભયથી પ્રથમ મયૂરને ભોજન દેખાડીને પછી ભોજન કરતો હતો, કારણ કે મોર આદિના ઉપાય વડે વિષયની ખબર પડી જાય છે. વિષ વડે દુષ્ટ અન્નના સ્વાદથી કાગડાનો સ્વર દુર્બલ થાય છે, તેના ઉપર માખી બેસતી નથી, બેસે તો મરણ પામે છે, વિષ યુક્ત અન્નને સુંઘીને ભમરો અત્યંત શબ્દ કરે છે, સારિકા વિષયુક્ત અન્નને દેખી વમન કરે છે, પોપટ વિષયુક્ત અન્નને દેખી આક્રોશ કરે છે, વિષયુક્તઅન્ન દેખી ચકોર પક્ષી ચક્ષુ મીંચી જાય છે, વિષયુકત અન્ન દેખી ક્રૌંચ પક્ષી મદોન્મત્ત થાય છે, નોલીયો હર્ષયુક્ત થાય છે, મોર પ્રમુદિત થાય છે, બિલાડો ઉદ્વેગ પામે છે, વાંદરો વિષ્ટાને કરે છે, હંસની ગતિ સ્કૂલના પામે છે,કુકડો વિરૂપ શબ્દ કરે છે. તે પૂર રાજાને વલ્લભ હોવાથી સોનાની સાંકળથી જેના પગ અને ગળું વિગેરે શોભાયમાન થયેલ છે એવો તે મોર પોતાની ૨૪3 ભાગ-૧ ફર્મા-૧૭ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઇચ્છા માફક ફર્યા કરે છે. તે નગરમાં ધનશ્રેષ્ઠી રહે છે. તેની સ્ત્રી સગર્ભા થઈ તેને મોરનું માંસ ખાવાનો દોહલો ઉત્પન્ન થવાથી તે મોરને મારીને એકાંત માં તેનું ભક્ષણ કર્યું. ભોજન સમયે રાજાએ બહુ તપાસ કર્યા છતાં પણ મોરન મળવાથી પડહ વગડાવ્યો તેથી જ સાત દિવસે હું તેનો પત્તો મેળવીશ.” એમ કહીનાપિતની સ્ત્રીએ પડહને સ્પર્શ કર્યો. તે નગરમાં ફરતી ફરતી ધન શ્રેષ્ઠીને ઘરે ગઇ. કપટ કરીને તેને પૂછે છે હે પુત્રિ ? તું સગર્ભા છે, તેથી તને શું દોહલો ઉત્પન્ન થયો છે? તેણીએ પણ દોહલાની ઉત્પત્તિ અને મોરનું માંસ ખાધું તે સર્વ કહી દીધું. ત્યારબાદ નાપિતની સ્ત્રીએ રાજા પાસે કહેવાથી રાજાએ કહ્યું કે શ્રેષ્ઠીની સ્ત્રી આવું કૃત્ય કરે નહિ, માટે તે વાત હું માનતો નથી.આજે પોતે સાંભલું તો તે વાત હું સાચી માનું નાપિતની સ્ત્રી તેને સાથે લઈને ગઈ અને રાજાને ભીંત પાછળ રાખી, નાપિતની સ્ત્રીએ કહ્યું કે હે સખિ ! તે મોરને કેવી રીતે માર્યો ? તેથી તે બોલી કે સોનાની ઘંટડી (સાંકળ) ઉતારી પછી તેને મારી તેનું માંસ ભક્ષણ કર્યું. અને તેના પિંછા, હાડકા, ચાંચ વિગેરેને ભૂમિમાં દાયા. આવી રીતે શ્રેષ્ઠીની સ્ત્રી બોલી એટલે નાપિતની સ્ત્રીએ રાજાને ઉદ્દેશીને કહ્યું કે સાંભળ રે ભીંત ! એવું સાંભળી ચકિત થયેલી શ્રેષ્ઠિની સ્ત્રીએ ચિંતવ્યું કે અહો ! કોઈના જોડે સંકેત કરે છે, તેમ જાણી પોતાનો દોષ ઢાંકવા બુદ્ધિ ઉત્પન્ન થવાથી સ્ત્રી બોલી કે પછી હું જાગી ગઈ. તે સાંભળી નાપિતની સ્ત્રી બોલી કે ત્યારે શું આવું સ્વમું તને આવ્યું ? શેઠાણીએ કહ્યું કે હે માત ! આવું અકૃત્ય અને શું કોઈ દિવસ કરીએ કે ? એવી રીતે પોતાનો દોષ તેણીએ ઢાંકવાથી રાજાએ ઘેર જઇ નાપિતની સ્ત્રીના નાક-કાન કાપી, વિડંબના કરી પોતાના નગરમાંથી બહાર કાઢી મૂકી. ૨૪૪ For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સ્ત્રીચએિ મુકુંદ પત્ની ક્યા) બોદર ગામને વિષેકેશવ અને મુકુંદ નામના બે ભાઈ શ્રેષ્ઠીઓ હતા. તેમાં નાના ભાઈ મુકુંદની સ્ત્રી સુરૂપા હતી. અને બીજાને રૂપિણીનામની સ્ત્રી હતી. મુકુંદ પોતાના ઘરના નજીક ભાગમાં રહેલ પોતાની દુકાને નિરંતર સૂતો હતો. હવે તેની સ્વૈરિણી સ્ત્રી દુકાને વિષે સુવાના દંભ વડે સંધ્યા સમયે ઘેરથી નીકળી નિરંકુશપણેજાર પુરૂષો સાથે રમીને કોઈવાર રાત્રિના બે પહોરે, કોઈવાર ત્રણ પહોરે તેના સ્વામી પાસે જાય, તેથી તેના સ્વામીએ કહ્યું કે હે પ્રિય ! તું નિરંતર આવી મોડી રાત્રિએ કેમ આવે છે તેથી સ્વૈરિણી બોલી કે હે પ્રિયતમ ! મારી જેઠાણી મોટી છે, તેથી ઘરનો તમામ કારભાર રાંધવાનો દળવાનો ખાંડવાનો પીસવાનો ડોર બાંધવાનો મારે માથે હોવાથી વિલંબ થાય છે, અન્યદા ઘરને વિષે કોઈ નહિ હોવાથી મુકુંદ પોતાની ભોજાઈને કહ્યું કે હે રૂપિણી ! ઘરનું કામકાજ કરતાં મારી સ્ત્રીને વિલંબ બહુ જ થાય છે. તેનું તું નિવારણ કરજે. તેણીએ કહ્યું કે હું તો નિરંતર તેને સાયંકાળે જ મોકલું છું મુકુંદે કહ્યું કે તો તે વૈરિણીને હું શિક્ષા કરીશ. એવો વિચાર કરી બારણાને બરાબર સાંકલ દઈ દુકાનમાં પેઠો હવે મધ્યમ રાત્રિયે તેની કુલટા સ્ત્રી આવીને બોલી કે બારણા ઉઘાડો, તેથી જાગતાં છતાં પણ રોષ પામેલો મુકુંદ બોલ્યો નહિ.તેણીયે જાણ્યું કે નહિ સાંભળ્યું હોય, એમ જાણી ફરીથી બારણા ઉઘાડવાનું કહેવાથી ક્રોધ કરી મુકુંદે કહ્યું કે કુટિલ ! આજ સુધી તે આચરેલું તારું બધુ પાપ મેં જાણ્યું છે, માટે આજે તો તું બહાર જ રહે. પ્રાતઃકાળે તારા ભાઈ બાપ અને સ્વજન વર્ગને કહી, વિડંબના કરી તને ઘરમાંથી કાઢીને બીજી સ્ત્રીનું પાણિ ગ્રહણ કરી સુખી થઈશ. તેણીએ કહ્યું કે હે નાથ ! આટલા કાળનો કરેલો ગુન્હો ૨૪૫ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માફ કરો, હવે ફરીથી અપરાધ નહિ કરું એવી રીતે વારંવાર કહ્યું છતા પણ મૂર્ખાએ જયારે કમાડ ન ઉઘાડયા ત્યારે તત્કાળ બુદ્ધિ ઉત્પન્ન થવાથી પોતાનો દોષ ઢાંકવાને માટે તેના સ્વામીને કહ્યું કે હું કૂવે પડીશ. એમ કહી એક મોટો પથ્થરો ઉપાડી હાટના નજીક કુવો હતો. તેમાં નાખીને પોતે માખીની પેઠે બારણા પછાડી સંતાઈરહી કુવામાં ધબકારો સાંભળી તેનો ધણીએવિચાર કર્યો કે નિશ્ચય તે કુવામાં પડી. પ્રાતઃકાળે રાજા મારો દંડ કરશે એમ ચિંતવી બારણા ઉઘાડી કુવા આગળ દોડયો. સ્વૈરિણી દુકાનમાં પેઠી, અને બારણા તથા સાંકળ સજજડ બીડીને બેઠી મુકુંદને ખબર પડી કે આ રાંડ દુકાનમાં પેઠી! તેણીને દુકાનમાં પડેલી જાણીને તેના સ્વામીએ બારણું ઉઘાડવાનું કહેવાથી તે બોલી કે હે શઠ ! જ્યાં ત્યાં રખડીને મોડી રાત્રિએ આવે છે. માટે બધાને ઘરે પ્રાતઃકાળે લોકોની પાસે તારું ચરિત્ર કહીશ. આવી રીતે સ્ત્રીચરિત્રના સંકટ રૂપ પાશમાં પડવાથી તેણે કહ્યું કે હે પ્રિયે ! લોકોના પાસે તારું કોઈ પણ વિરુદ્ધ નહિ બોલું એમ કહી ઘણા સોગન ખાવાથી તેણીએ બારણું ઉઘાડવાથી મુકુંદ અંદરપેઠો ત્યારબાદ તે સારા રૂપવાળી તથા યૌવન અવસ્થાવાળી છતાં પણ બીજી જગયાએ ભટકવું છોડી દઈને પોતાના સ્વામીને વિષે જ દ્રઢ પ્રેમવાળી થઇને રહી અને શાન્તિથી ઘરવાસમાં રહેવા લાગી. સ્ત્રીઓના આવા ચરિત્રો જોઇને હાલમાં સ્ત્રીઓના જે કિંકરો બની રહેલા છે. તેમને આ દ્રષ્ટાંન્ત ઘણી વાર મનનકરી, સ્ત્રીઓનો સંગ છોડવા લાયક છે. સ્ત્રી ચરિો રૂપવતી ક્યા)) વરસાલ નગરે રત્નાકર શ્રેષ્ઠીને ગુણાકર નામનો પુત્ર હતો તે લોક વ્યવહાર રહિત પશુની પેઠવૃદ્ધિ પામ્યો તેના પિતાએ પોતાની ઋદ્ધિ વડે કુબેર ભંડારીનો પણ તિરસ્કાર કર્યો, તેણે પશુસમાન પણ ૨૪૬ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતાના પુત્રનું પાણિ ગ્રહણ રત્નપુરે વસનારા દત્તનામના નગરસેઠનીકન્યા રંભા જેવી રૂપાળી રૂપવતી સાથે કરાવ્યું ત્યારબાદ લોક વ્યવહાર રહિત હોવાથી ગુણાકરનાં માતા પિતાએ પ્રેરણા કર્યા છતાં પણ સ્ત્રીને તેડવા જતો નથી એવી રીતે તેને અતિ મુગ્ધ જાણીને હુંશિયાર કરવા માટે પ્રીતિ સુંદરી નાની વેશ્યાને ઘેર મુકયો કારણકે : દેશાટન કરવું. ૧. પંડિતોની જોડે મિત્રાઈ કરવી. ૨ વેશ્યાનો સંગ કરવો. ૩. રાજ સભામાં પ્રવેશ કરવો. ૪. અનેક શાસ્ત્રો જોવાં. પ આ પાંચ ચતુરાઈ આવવાના કારણો છે. કાળક્રમે ચતુરાઇ આવવાથી પિતાએ આજ્ઞા કરેલ એક સુ-બુદ્ધિ નામના મિત્રોની સાથે સ્ત્રીને તેડવા ગયો. સસરાદિકે બહુ સન્માન કર્યુંહવે ગુણાકરે વિચાર કર્યો કે આટલા દિવસ પોતાને ઘરે રહીને આ સ્ત્રીએ શીયળ પાળ્યું છે કે નહિ તેની હું તપાસ કરું એમ ચિંતવી કપટ નિદ્રાથી સુતો તે અવસરે વસ્ત્રાલંકારને પહેરીને રૂપવતી તેના વાસભવનમાં ગઈ ત્યાં પતિને સુતેલો દેખી હર્ષ પામી ત્યાંથી જલ્દી નીકળી ગઇ તેનો ધણી પણ તેની પાછળ તત્કાલ ચાલ્યો હવે તે સ્ત્રીએ દાસીના મુખથી પોતાના જાર પતિને શુળી ઉપર ચડાવેલ સાંભળી તેના પાસે ગઈ એવામાં કંઈક જીવતો તે ચોર બોલ્યો કે હે પ્રિય ? ઉંચું મુખ કર હું તારા ઓષ્ટનું ચુંબન કરું કે જેથી શાન્તિથી મારા પ્રાણ પરલોક જાય તે સ્ત્રી તેનું કહેલું કરવા તત્પર થઇ અને મુખ ઉંચું કરવાથી તે નીરના મુખમાં તેની નાસિકા આવી ગઇ બરાબર તે જ વખતે તે પ્રાણથી મુક્ત થવાથી તેના તીક્ષ્ણ દાંતથી તે જાર પુરૂષના મુખમાં તેની નાસિકા રહી ગઈ આવા પ્રકારના સ્વરૂપને દેખી તેનો સ્વામી પાછો આવી પોતાના આવાસમાં આવીને સુઈ ગયો તેકુલટા પણ રૂધિરવાળું પોતાનું મુખ ઢાંકીને ઘેર આવી પોતાનો દોષ M૨૪૭ ૨૪૭ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઢાંકવા માટે પોકાર પાડીને બોલી અરે લોકો દોડો દોડો આ પાપી એવા મારા સ્વામીએ મારૂ નાક કરડી ખાધુ એકલી અબલા હું શું કરૂં? આવુ સ્વરૂપ દેખીને ક્રોધ પામેલા તેના પિતાએ જિતશત્રુરાજાની આજ્ઞા લઇપોતાના જમાઈ ને શૂળીએ ચડાવવાનું કર્યું આવુંજાણી સુબુદ્ધિયે ત્યાં આવી પુછયું કે હે મિત્ર આ શું છે ? તેથી પોતાના હાથ બાંધ્યા છતાં પણ મુખથી રાત્રીનું વૃત્તાંત તમામ કહ્યું ત્યારબાદ સુબુદ્ધિએ રાજાને તે વાત કરી ચોરના મુખથકી નાસિકા પ્રત્યક્ષ નીકળેલી દેખીને રાજા વિચારે છે કે અહો સ્ત્રી ચરિત્ર અન્યને નિરખે છે અન્ય જોડે રમે છે અન્યની ચિંતવના કરે છે અન્યની જોડે બોલે છે. અન્યને દોષ આપે છે અહો સ્ત્રીઓ કપટની પેટીના સમાન કુડી હોય છે માટે સ્ત્રીઓને ધિક્કાર થાઓ કારણકે ખરાબ આચરણ વાળી સ્ત્રીઓ પતિને પુત્રને પિતાને ભાઈને ક્ષણવારમાં પ્રાણના સંકટમાં નાખી દે છે એ પ્રકારે દુષ્ટ સ્ત્રીઓના ચરિત્રથી ઉદ્વિગ્ન થયેલા રાજાએગુણાકરને બંધન થકી મુક્ત કરી રાજયપોતાના પુત્રને આપી દત્ત શ્રેષ્ઠીગુણાકર સુબુદ્ધિ મિત્ર આદિ નગરના ઘણા લોકો સાથેદીક્ષા લીધી અને સગતિમાં ગયો. માયા ઉપર કમળ શ્રેષ્ઠિની પુત્રી પદ્મિણીની ક્યા છે વાણારસી નગરીને વિષે કમળશ્રેષ્ઠી હતો તેને અત્યંત માયાવી પદ્મિણી નામની પુત્રી હતી. તે એવા પ્રકારે માતા પિતાનો વિનયકરે છે કે તેઓ તેનાથી પ્રસન્ન થઇક્ષણ માત્ર પણતેનોવિયોગ સહન કરી શકતા નથી.અન્યદા પરદેશી ચંદન નામના વણિકને માતાપિતાએ તેને પરણાવી અને તેને ઘરજમાઈ કર્યો. અન્યદા કમલશ્રેષ્ઠી અપુત્રીઓ મરણ પામવાથી ઘરનો માલિક તે ચંદન થયો. હવે તે પદ્મિની નિરંકુશબની યુવાન પુરૂષો સાથે ક્રીડા કરે છે, અને માયાકપટની For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બાહુલ્યતાથી તે બહાર પોતાનું મહાસતીપણું જણાવે છે, ને ભર્તારને અનુસરે છે. તેના તેવા માયાકપટથી નગરના લોકો પણ તેની પ્રશંસા બહુ કરે છે. અન્યદા તેને પુત્ર થયો, પરંતુપરપુરૂષ સંગ હું કેમ કરૂં ? એવું લોકોને કહી, તે ધૂતારી પોતાના પુત્રને પણ સ્તનપાન કરાવતી નથી એવા પ્રકારની તેની ચેષ્ટા દેખી તેનો સ્વામી વિચાર કરે છે કે અહો ! મહાસતીપણું કેવું છે કે જેણી પોતાના પુત્રોને પણ પુરૂષની શંકા વડે શરીરને સ્પર્શ કરાવતી નથી, એવી વિચારણા કરી તેના પુત્રનું પોષણ કરવા બીજી ધાવમાતા રાખી.હવે એકદા ચંદન માટે બેઠો હતો. તે વખતે એકતરૂણ બ્રાહ્મણ ત્યાં આવ્યો, ને જેટલામાં હાટે બેસે છે તેટલામાં હાટનું તરણું તેના માથા ઉપર પડયું તે તરણાને શ્રેષ્ઠી જેટલામાં ભક્તિ વડે કરી તેના માથા ઉપરથી હાથે કરી નીચે પાડે છે, તેટલામાં બ્રાહ્મણે કહ્યું – “હે શ્રેષ્ઠિન ! લોક મળે તૃણ માત્ર પણ મેં અદત્ત ગ્રહણ કરેલ નથી, ને આજ મારા મસ્તક ઉપર તારાહાટનું તૃણ પડવાથી, મને ચોરીનું પાપ લાગ્યું, તે પાપની શુદ્ધિ માટે તરવારથી મારું મસ્તક કાપી નાંખીશ.' એમ કહી જલ્દીથી તરવાર ખેંચી માથું કાપવા જાય છે કે શ્રેષ્ઠીએ તેમ કરતો તેને અટકાવ્યો તે વખતેતુષ્ટમાન થયેલા શ્રેષ્ઠિએ વિચાર કર્યો કે આ અત્યંત નિરિહશુદ્ધ બ્રહ્મચારી છે, તેમ ચિંતવી તેને પોતાના ઘેર લઈ ગયો, અને પોતાને સહાય કરવાવાળો જ સ્થાપ્યો હવે તે પદ્મિની તેના સાથે ફીટી ત્યારબાદ અનુક્રમે ચંદન તે બ્રાહ્મણને ઘરનું રક્ષણ કરવા મૂકીને દેશાંતરે લક્ષ્મી ઉપાર્જન કરવા ગયો ને કુસુમપુરે પહોંચ્યોત્યાં બહાર ઉદ્યાનને વિષે એક પક્ષીને કાષ્ટની પેઠે ચેષ્ટા રહિત દેખ્યું, તેવી રીતે તે પક્ષી પડયો રહે છે તે બીજા પક્ષિયો ઉદરપોષણને માટે તેના સમીપે રહેલા ધાન્ય કણોને ભક્ષણ કરતા તેની આસપાસ ચરવા લાગ્યા M૨૪૯ ૨૪૯ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ત્યારબાદ તમામ પક્ષિયોને વિશ્વાસુ થઈ ચરતાં દેખીને તે કાષ્ઠીભૂત થયેલી પક્ષી જલ્દીથી ઊઠીને દોડીને તેમાંથી એકને પકડી ભક્ષણ કરી ગયો, તે દેખીને તેઆગળ એક વન પ્રત્યે ગયો, ત્યાં એકતાપસને જીવોનીદયા કરતો દેખ્યોતે દયાને અર્થે યુગ મારી દ્રષ્ટિને નાંખીને ચાલતો તથા તપસ્યા કરતો દેખ્યો, તેજ તાપસને એકદા ક્રીડાને માટે વનમાં આવેલી મહેશ્વર પૈસા પાત્રની કન્યાને મારી તેના આભરણને ગ્રહણ કરતા દેખ્યો તેનું સ્વરૂપ રાજાએ જાણીને તાપસને પકડી તેનું વગોણું કરીને મારી નાખ્યો, ત્યારબાદ ચંદનપોતાના નગરે આવ્યો, અને ગુપ્ત રીતે પોતાના ઘરની ચેષ્ટા જોવા લાગ્યો, તેથી તેણે પોતાની સ્ત્રીને તે બ્રાહ્મણના સાથે ક્રીડા કરતી દેખી તેથી વિસ્મય પામીને નીચે પ્રમાણે બોલ્યો. ભાવાર્થ : પોતાના બાળકને પણ સિયસ્પર્શ કર્યો નહિ, તથા બ્રાહ્મણપણ તૃણને ગ્રહણ કરનાર નહિ, તથા પક્ષી પણ વનને વિષે લાકડું થઇ પડેલો હતો,તથાતાપસ જીવદયાને પાળતો હતો આવાં ચાર આશ્ચર્યો મેં મારી નજરોનજર દેખેલો છે. તે માટે નિશ્ચય હવે હું કોનો વિશ્વાસ કરું એ પ્રકારે ભર્તારના વાક્યને શ્રવણ કરીને કુલટા પદ્મિની સંભ્રમ થકી ઉઠી, અને ભય પામેલા બટુક બ્રાહ્મણ પણનાસવા લાગ્યો, તેને ચંદનના સેવકોએ પકડી લાકડી અને મુષ્ટિથી મારમારી અધમુવો કરી નાંખ્યો, ને પછી જવા દીધો, પદ્મિનીનું પણ મસ્તક મુંડાવી નાક કાપી ગધેડા ઉપર તેણીનેચડાવી, પોતાના ઘરની બહાર કાઢી મુકી, અને પોતે વૈરાગ્યને પામી, સ્ત્રીચરિત્રનો વિચાર કરતો, સાધુ પાસેવ્રતને ગ્રહણ સુગતિગામી થયો અને બ્રાહ્મણ તથા પોિની મરીને તિર્યંચ ગતિમાં ગયા. તેમજ બંને જણા અનંત સંસાર રઝળશે. M૨૫૦/ ૨૫o For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ( ભોજ રાજાનીરાણીની ક્યા ) ધારા નગરીને વિષે ભોજરાજાને અત્યંત માનનીય શુભંકર નામનો કવિ અત્યંત પ્રિય હતો.તે રાજાનો માનીતો હોવાથી અંતઃપુરને વિષે પણ ફરવાલાગ્યો, અને રાજાની પટરાણીને વિષે લુબ્ધ થયોતેથી રાણી નિરંતર તેને ઘરે જવા લાગી. હવે એકદા તે કવિ પોતાના મહેલના ઝરૂખામાં વર્ષાઋતુને વિષે બેઠેલો હતો તે ત્યાં આવેલીરાણીને રાત્રિને વિષે કહેવા લાગ્યો કે - વીજ ઝબુકે પગ ઢબે, ધન ગર્જ ન ડરાય, વિષય રસે કરી જીવડો છંહા રીજે તીહાં જાય. ૧ ભાવાર્થ : વીજળીનો ઝબકાર થયા અને પગલું સ્થાપન કરે તથા મેઘ ગર્જાવર કરે છતાં ડર રહે નહિ કારણકે વિષય રસમાં રક્ત રહેલો જીવ જયાં પોતાનું મન રીઝે છે તે સ્થળે જાય છે, અને તે ગમે તેવો ભય હોય તો પણ ગણત્રીમાં ગણતો નથી. હવે રાણી ચાલી ત્યારે ઘોર અંધકારમાં રાજા પણ તેની પાછળ ચાલ્યો. રાણીએ બારણા ઉઘડાવવા માંડયા આંગળીવડે કરી ટકોરા મારવાથી બારણા ઉઘાડવા આવેલો કવિ અંધકારમય રાત્રિને જાણીને નીચે પ્રકારે બોલ્યો. અત્યંત વરસાદ વરસે છે, ઘોર અંધકારને વિષે ઘણા સુભટો જાગતા રહેલા છે, તથા ભોજ રાજા તારા પાસે છે છતાં પણ તે કમલાક્ષિ ! તું અહિં આવે છે, માટે હું જાણું છું કે સ્ત્રીયોને ભય હોય જ નહિ. આવુ કવિએ કહેલું રાજાએ સાંભળ્યું તેથી ક્રોધ કરી રાજા પોતાના મહેલમાં ગયો અને રાણી તે કવિના ઘરમાં પેઠી ત્યાર પછી પ્રાતઃકાળે સભાને વિષે આવેલા કવિને રાજાએ કહ્યું કે સ્ત્રીને ભય હોય જ નહિ, તે સાંભળીકવિએકહ્યું કે રાજન ! તે વાત બરાબર M૨૫૧ ૨૫૧ ~ For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે તે તું સાંભળ. હે રાજન્ ! તમામ સમુદ્ર પ્રત્યે તારી કીર્તિ ફરી વળી પરંતુ તેને રહેવાનું કાંઈ પણઆલંબન નહિ મળવાથી તે રખડી રખડીને પર્વતોના મસ્તકો ઉપર ગઈ. ત્યાં પણ પર્વતના દુર્ગમણાથી સ્થિર નહિ થવાથી પાતાળમાં વિષને ધારણ કરવા વાળા સર્પો રહેલા છે. ત્યાં એકલી ગઈ તેથી હે રાજન્ ! હું જાણું છું કે સ્ત્રીને ભય હોય જ નહિ. ત્યારબાદ તુટમાન થયેલા રાજાએ કહ્યું કે- વરદાન માગ તેથીકવિએ કહ્યું કે જીવિતવ્ય આપ. તેથી રાજાએ પણ અભયદાન આપી તે રાણી સહિત તેને અર્ધ દેશ આપ્યો. OT અસતી વિષયે યોગીની સ્ત્રીની ક્યા ) કુંજરાસન નગરના નજીક ભાગને વિષે રહેલા કાષ્ઠકૂટ નામના પર્વતને વિષે વાસવ નામનો યોગી વાસ કરતો હતો. તે દિપથ ત્રિપથ, ચતુષ્પથ, મહાપથ, અને રાજપથ, આદિ માર્ગને વિષે ભમતો વારંવારબોલવા લાગ્યો કે સતીરે સતી અમ ઘર સતી,' એ પ્રમાણે ઘરે ઘરે તથા શેરીએ અને ચૌટે બોલતો બોલતો ભિક્ષા માગતો હતો. એકદા પ્રસ્તાવે તે નગરના સિંહસેન રાજાના મંત્રીએ નિમંત્રણ કરીને તે યોગીને ભોજન કરવા બેસાર્યો, અને તેના નેત્ર, વચન તથા ઇંદ્રિયોના વિકારવડે કરીને મંત્રીએ જાણ્યું કે આ યોગીને સ્ત્રી છે તેને આ મૂઢ યોગી સતી માને છે. પરંતુ આ યોગી સ્ત્રી ચરિત્રને જાણતો હોય તેમ લાગતું નથી માટે અને પોતાની સ્ત્રીનાસતીપણાનો જે અહંકાર છે તેને હું દૂર ક. એવી રીતે વિચાર કરીને તેનો સત્કાર કરીને યોગીનું સ્થાન જાણવા પોતાના માણસોને પાછળ મોકલ્યા અને માણસોના કહેવાથી તેની પાછળજઇને તથા તેના બારણાને ઉઘાડવાના નરપર - For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વિધિને જાણીને એકદા વસ્ત્રાલંકારને ધારણ કરી મંત્રી ત્યાં ગયો, અને બારણા ઉઘાડવા સંજ્ઞા કરવાથી તે સ્ત્રીએ બારણાં ઉઘાડવાથી મંત્રી અંદર ગયો તે સ્ત્રીને કહ્યું કે હેભદ્ર ! તું કોણ છે ? અગર આ યોગીએ કયાંથી અને કેવા પ્રકારે તેને આણીને આ ગુફામાં રાખેલ છે ? તેથી એ બોલી કે હે સુભગ ? કયાંથી ? ક્યારે ? અને કેવા પ્રકારથી ? મને આણી છે તે હું જાણતી નથી. આ ગુફા તેજ જગત છે.એમ સમજુ છું અને આ નર છે અને હું નારી છું. આટલું જ સમજું છું પરંતુ આજે તમોને જોઈને બીજું સ્થાન, બીજા પુરૂષો છે તેમ મારા જાણવામાં આવેલ છે. આવી રીતે બોલી તે સ્ત્રી મંત્રીને મળી જવાથી બન્ને જણા સમયોચિત સુખ ભોગવવા લાગ્યા તેવામાં યોગીએ બારણા પાસે આવી બારણા ઉઘાડવાની સંજ્ઞા કરવાથી તેણીએ મંત્રીને કહ્યું કે તું સ્થિર થા એમ કહી તત્કાળ ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળી તે સ્ત્રીએ ફુકાર કરવા માંડ્યા, તેથી યોગીએ કહ્યું કે શું થયું છે, એટલે તે બોલી કે હે પ્રિય ! મારું પેટ બહુ જ દુઃખે છે, તેથી બોલવાની તથા બેસવા ઉઠવાની મારામાં બિલકુલ શક્તિ નથી. વળી આજે રાત્રિએ મને સ્વપ્રને વિષે દેવતાએ કહેલ છે કે હે પુત્રી ! આજે તારા ઉદરમાં મોટી પીડા ઉત્પન્ન થશે, તેથી તારો સ્વામી સાત પડ વાળા લુગડાનો પાટો આંખે બાંધી, હાથમાં વીણા લઇ, ગાતો બજાવતો ગુફામાં જયારે પ્રવેશ કરશે ત્યારે જ તારી પીડા શાન્ત થશે, માટે હે નાથ ! તું તેમ કર,કે જલ્દીથી હું સજ્જ થઇને બારણાં ઉઘાડું યોગીએ પણ તેમ કરવાથી મંત્રી સુખે કરી ઘરે ગયો અનેયોગી અંદર જઈ તેણીની સાથે સુખ ભોગવવા લાગ્યો અન્યદા વિવિધ પ્રકારના વર્ણવાળી ગોદડી વડે સુશોભિત થઇ, જટામુગુટને ધારણ કરી, સ્કંધને વિષે મૃગચર્મને ધારણ કરી વર્ણકુંડલનોને કાનને વિષે ધારણ કરી અને M૨૫૩ ૨૫3 - For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વીણાને હાથમાં ધારણ કરી, શરીરે ઘણી રાખ ચોળી, હાથમાં દંડ રાખીને પગમાં પાવડીઓ પહેરીને, “સતી રે સતી અમ ઘર સતી’ આવા વચનો ઠેકાણે ઠેકાણે બોલતો તે યોગી નીકલ્યો. તે વખતે તે મંત્રીએ બોલાવીને પુછયું કે તું શું બોલે છે એટલે યોગી બોલ્યો કે “સતી રે સતી અમ ઘર સતી તે સાંભળી તેનું અભિમાન દુર કરવા બોલ્યો કે “તુમ ઘર સતી અમ ઘર હતી” તે મંત્રીના વચન સાંભળીને ચમત્કાર પામેલો યોગી બોલ્યો કે : “અમે વસુ અરણ્યવને તીહાં તમે કી હો ? એટલે મંત્રી બોલ્યો કે આંખે પાટા કિન્નરગા તો ત્યારે અમે તીહાં આવી રીતે શ્રવણ કરવાથી મૂછ પામી યોગી ભૂમિ ઉપર પડયા. અને ચૈતન્ય પામ્યા પછી વિચારવા લાગ્યો કે અહો ! સ્ત્રીના ચરિત્રને ધિક્કાર થાઓ મેં બાલ્યાવસ્થાથી જ રક્ષણ કર્યા છતાં પણ જયારે આ કનીષ્ટ નીકળી ત્યારે બીજી સ્ત્રીઓનો તો વિશ્વાસ શું કરવો ? તેવો વિચાર કરી સ્ત્રીઓને વિષે વિશેષ પ્રકારે વૈરાગ્ય રંગિત થઇ, કષ્ટ અનુષ્ઠાન કરી યોગી સારી ગતિને વિષેગયો. Of ત્રિવિક્રમ ભટ્ટપત્ની ક્યા કોરંટપુર નગરને વિષે મકરધ્વજ રાજાને ત્રિવિક્રમ નામનો ભટ્ટ હતો. તેની સ્ત્રી મરણ પામવાથી એક રૂપ યૌવન શાલિની પ્રેમવતી નામની કોઈક ભટ્ટની કન્યાને પોતાને ઘરે આણી, અને અનુક્રમે તે ભટ્ટને વિષે અત્યંત રાગ વાસી થઈ. અરસપરસ બન્નેનો પ્રેમ બહ જ વૃદ્ધિ પામ્યો તેથી તે ભટ્ટ ભોજન,શયન વસ્ત્રાદિક સર્વને વિષે તેનો વિશ્વાસ કરવા લાગ્યો. એક દિવસ તે ભટ્ટ રાજાની સભા વિષે પોતાની સ્ત્રીની પ્રશંસા કરતો હતો. તેથી રાજાએ કહ્યું કે હે ત્રિવિક્રમ ! પોતે પરણીને લાવેલી સ્ત્રીનો પણ વિશ્વાસ કરવા લાયક નથી, તો આતો હું એમને એમ લાવેલી સ્ત્રીનો વિશ્વાસ કરે છે તે ન૨૫૪ - For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ યોગ્ય નથી કારણકે કહ્યું છે કે – नदीनां च नखिनां च श्रृंगिणां शस्त्रपाणीनाम् । विश्वासो नैव कर्तव्यः, स्त्रीषु राजकुलेषु च ॥१॥ ભાવાર્થ : નદીયોનો તથા નખવાળા હિંસક પ્રાણીઓનો તથા શીંગડાવાળા જાનવરોનો તથા હાથને વિષે શસ્ત્રોને ધારણ કરનારાનો તેમજ સ્ત્રીઓનો અને રાજાનો કોઈપણ પ્રકારે વિશ્વાસ કરવાલાયક નથી. આવા પ્રકારે કહ્યા છતાં પણ તન્મયપણાથી ભટ્ટે તેની પ્રશંસા કરવી છોડી નહિ. હવે એકદા પ્રસ્તાવે માંદગી ના મિષથી રાજા એ કેટલાએક દિવસ અંતપુરને વિષે રહી પછી બહાર નીકળી ભટ્ટને કહ્યું કે મને જ્યારે માંદગી થઇ ત્યારે મેં હિંગલ (ગોત્ર) દેવીને એક સ્ત્રીની આંગળી ચડાવવાની માનતા કરી છે. હવે મારી કોઈપણ સ્ત્રી આંગળી આપી શકે તેમ નથી, પરંતુ તારી સ્ત્રી તારી આજ્ઞા માનનારી છે, માટે તેની આંગળી તું મને લાવી દે તેવું સાંભળી ભટ્ટ ઘરે ગયો, અને ચિંતા વડે કરી વ્યાકુળ થયેલા ભટ્ટને તેની સ્ત્રીએ આગ્રહ કરી પુછવાથી તેણે રાજાનું વચન કહ્યું, એટલે તુરત તે સ્ત્રીએ પોતાની આંગળીકાપીને આપી. તે લઈને ભટ્ટ રાજા પાસે જઈને બોલ્યો કે હે રાજન્ ! મારી સ્ત્રીનો તું પ્રેમ જો આવી રીતે પ્રત્યક્ષ દેખવા છતાં પણ શ્રદ્ધા રહિત થઇને બોલ્યો કે સ્ત્રીઓમાં ચિત્તની સ્થિરતા હોય જ નહિ.કહ્યું છેકે - करिकर्त्तएषु न स्थैर्य, स्थैर्य न कुशवारिषु । विद्युल्लेखासु न स्थैर्य, न स्थैर्यं हृत्सु योषितां ॥१॥ ભાવાર્થ : હસ્તિના કાનને વિષે સ્થિરતા હોતી નથી તથા કુશ (ડાભ)ના અગ્રભાગને વિષે રહેલા પાણીના બિંદુને સ્થિરતા હોતી ૨૫૫ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નથી.તથા વીજળીની કાન્તિને વિષે સ્થિરતા હોતી નથી, તેમજ સ્ત્રીઓના હૃદયને વિષે સ્થિરતા હોતી નથી. એવી રીતે રાજાના વચનને સાંભળીને ભટ્ટ બોલ્યો કે હેદેવ! આમારી સ્ત્રી એવી નથી. તેથી ફરીથી પણરાજાએ કહ્યું કે હે ભટ્ટ ! આજ તો મ્હારી સ્ત્રીના મસ્તક વડે કરીને ગોત્ર દેવની પૂજા કરવાની છે. તે સાંભળી અત્યંત ચિંતાતુર થઇને ઘરે આવેલો ભટ્ટને તેની સ્ત્રીએ પૂછીનેતરવારથી પોતાનું માથું કાપીને આપ્યું. તેથી રૂદન કરતો ભટ્ટ રાજાના પાસે જઈને મસ્તક આપી આવ્યો, અને તેના શબને અગ્નિસંસ્કારકરવા માટે ચંદનના લાકડાની ચિતા બનાવી અગ્નિસંસ્કાર કર્યો. ત્યારબાદ બીજી સ્ત્રી કરવાને નહિ ઇચ્છનાર ભટ્ટને પ્રતિબોધ કરવા માટે રાજાએ અમૃતનું પાટા આપીને કહ્યું કે આ અમૃત વડે કરી તારી સ્ત્રીની ચિતાને સિંચન કર તેથી તારી સ્ત્રી જીવતી થાય. ભટ્ટ તેમ કરવાથી સજીવન થયેલી સ્ત્રી ભટ્ટના મુખથી અમૃતનો મહિમા જાણીને વિચાર કરવા લાગી કે દૈવી ઇચ્છાથી હું જીવી શકુ છું, પરંતુ હવે કોઈક દીવસ રાજાના વચનથી તેનું વચન નહિ પાળતાં કદાચ હું ન જીવું તો મારી દશા શી થાય ? તેથી તે જ અમૃતના પાત્રને લઈ પોતાના મૂળ પતિની ચિતાનેસિંચન કરી પોતાના ઘણીને સજીવન કરી, અમૃત પાત્રની સાથે તે પોતાના પતિને લઈને પરદેશ ચાલી ગઈ. આવી રીતની વર્તણુંક દેખીને રાજાએ ભટ્ટને કહ્યું કે – હે ત્રિવિક્રમ ભટ્ટ ! સ્ત્રીઓને ધૈર્યહોતું નથી અને તેના ચિત્તની સ્થિરતા પણ હોતી નથી, તેથી કોઈ દિવસ તે આપણને માથું કાપીને આપે તો પણ આપણે તેને આપણી માનવી નહિ. સબબતે કોઈની થઈ નથી અને થવાની પણ નથી,કારણકે નદીના કિનારા ઉપર રેહલા ૨૫૬ For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વૃક્ષો નદીના મોજાથી પ્રથમ નવપલ્લવિત થાય છે, પરંતુકોઈક અવસરે પાણીના પુરથી નદી ગાંડી થાય છે ત્યારે મૂળથી જ તે વૃક્ષોને ઉપાડીને લઈ જાય છે, માટે સ્ત્રીનો વિશ્વાસ કરવા લાયક નથી. એવી રીતે રાજાના યુક્તિયુક્ત સત્ય વચનો સાંભલી ત્રિવિક્રમ ભટ્ટ સ્ત્રી થકી સદાને માટે વિરક્ત થયો,કારણ કે અંતરથી કઠીન કુટિલ સ્ત્રીનો વિશ્વાસ ઈહલોકે મારી, પરલોકે દુર્ગતિમાં પહોંચાડે છે. (શ્રી ચરિએ હરિણી બ્રાહ્મણીની ક્યા) નારદપુરને વિષે ઉદ્ધાબાહુ નામનો બ્રાહ્મણ હતો, તેને સ્વચ્છંદી સ્ત્રીયોને વિષે શિરોમણી ભરણી નામની સ્ત્રી હતી . તે બ્રાહ્મણ વ્યાકરણ તર્કશાસ્ત્રનો જાણકાર છતાં પણ લોક વ્યવહારની માહિતી વિના “પઠિત મૂર્ખ એવી છાપ લોકોને વિષે પામ્યો કારણ કે કહ્યું છે કે - काव्यं करोति परिजल्पति संस्कृतं वा । सर्वाः कलाः समधिगच्छति उच्यमाना : ॥ लोकस्थितिं यदि न वेत्ति जगत् प्रसिद्धां । सर्वस्य मूर्खनिकरस्य स चक्रवर्ती ॥१॥ ભાવાર્થ : કાવ્યને કરે તથા સંસ્કૃત બોલે તથા સમગ્ર કળાને વાંચવાની સાથે જ શીખી લે, પરંતુ જગ પ્રસિદ્ધ એવી લોક વ્યવહારની પરિસ્થિતિ ન જાણે તો તે સર્વ મૂર્ખના સમૂહનો ચક્રવર્તી કહેવાય છે. એકદા તેની સ્ત્રીએ વિચાર કર્યો કે ઘરને વિષે કોઈ ન હોય તો સ્વેચ્છાચારીથી મારું ધાર્યું થાય. એવી વિચારણા કરી તેણે પોતાના સ્વામિને કહ્યું કે હે નાથ ! તને લોકો હસે છે કે આ મૂર્ખ છે. સ્ત્રીએ આવી રીતે કહેવાથી તેકાશીને વિષે ગયો અને ઘણું ભણીને ઘરે ૨૫9 For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આવ્યો તેથી તેની સ્ત્રીએ જાણ્યું અહો ! આ તો મારા સુખ સંભોગને વિષેવિગ્ન કરવા પાછો આવ્યો. એવી ચિંતવના કરી કુલટાને ફરીથી કહ્યું કે હે નાથ ! તે શું સ્ત્રી ચરિત્રને જાણ્યું છે ? તેણે કહ્યું કે '. ત્યારે તે બોલી કે જીવ વિના શરીર તથા નેત્રા વિના મુખ જેમ નકામું છે, એમ કહી ફરીથી તેણે કાઢેલા નિરણ મૂર્ખ સ્ત્રી ચરિત્રને જાણવા માટે ભટકતો મહેશ્વરપુરે ગયો. ત્યાં પાણી લેવા ન કરતી હરિણી નામની બ્રાહ્મણીને પૂછયું કે શું અહીં કોઈ સ્ત્રી પર અને ભણાવે છે ? તેથી તેણીયે જાણ્યું કે આને કોઈ સ્ત્રીએ ઉડાવેલ છે. એવું જાણીને બોલી કે હું ભણાવીશ. એમ કહીને તે પોતાને ઘરે લઇ ગઈ, અને પોતાના સ્વામીને કહ્યું કે મારો ભાઈ આવેલ છે. એમ કહી નવરાવી ધોવરાવી સારી રીતે ભોજન કરાવ્યું. ત્યારબાદ ઘરને વિષે સુતેલાને તેણીએ ભોગને માટે પ્રાર્થના કરવાથી તે બોલ્યો કે તું મારી બહેન છે, આવી રીતે નિષેધ કરવાથી તેણીએ બારણું બંધ કરી પોકાર પાડયો કે દોડો રેદોડો. કંઠે લાગ્યો. એમ વારંવાર કહેવાથી તેનો પરિવાર તમામ બારણા પાસે આવ્યો. તેથી તેણે કહ્યું કે હે સુંદરી ! તારું વચન હું માનીશ. પરંતુ તું મને આ સંકટથી છુટો કર આવી રીતે કહેવાથીતેણીએ એકએઠું ભોજન પોતાના ભાઈના પાસે મૂકીને બારણું ઉઘાડી સ્વજન વર્ગને કહ્યું કે મારો ભાઈ ભોજન કરતો હતોપણ વમન થવાથી તેના મોઢામાંથી કોળીયો નીકળી ગયો. તેથી મેંદોડો દોડો કંઠે લાગ્યો, કંઠે લાગ્યો. એવા પોકાર પાડેલો છે. આવી રીતે કહેવાથી તમામ ગયા. પછી તેણીએ કહ્યું કે કેમ સ્ત્રી ચરિત્ર જાણ્યું કે ? હજી સુધી પણતું સ્ત્રી ચરિત્રનો માહીતગાર નથી થયો એમ કહી ફરીથી કહ્યું કે તારી રાંડ કુલટા છે તેથી તને ભમાવે છે એમ કહીને તેને વિસર્જન કર્યો, તે પણ ઘરે M૨૫૮ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગયો. અને ગુપ્તપણે પોતાની સ્ત્રીનું ચરિત્ર દેખી અત્યંત વૈરાગ્ય થવાથી તાપસ થયો. સ્ત્રીની શક્તિ વિષે માળીની સ્ત્રી તથા નાપિતની સ્ત્રીની ક્યા રવિપુર નગરને વિષે પુણા નામની એક નાપિતની સ્ત્રી અને લક્ષ્મણા નામની માળીની સ્ત્રી રહેતી હતી અને તે બન્ને મહાન કપટ કરવામાં ડહાપણ વાળી હતી. એકદા બન્ને જણીઓ અરસપરસ પ્રેમ ભરી વાર્તા કરતી હતી તેમાંપૂણાએ લક્ષ્મણાને કહ્યું કે હે સખિ, તારી શક્તિ કેટલી છે? મારી શક્તિ ગગને ફોડી નાખું એટલી છે. આવી રીતે પુણાએ કહેવાથી માળીની સ્ત્રી લક્ષ્મણ બોલી હું તેને સાંધી દઉ એટલી મહારી શક્તિ છે, આવી રીતે પોતાની શક્તિને અરસપરસ કહી બન્ને જણીઓ પોતાને સ્થાને ગઈ. હવે એકદા પ્રસ્તાવે વ્યવહારીઓના ઘરને વિષે ફરતી જેનો ધણી પરદેશ ગયો છે તેવી એક શ્રેષ્ઠીની પુત્રી ભાનુમતીને એકાંતને વિષે પુણાએ કહ્યું કે સુભગે ! વનને વિષે પુષ્પના પેટે તથા શૂન્ય ઘરને વિષે દીપકની પેઠે તારૂં યૌવન નિષ્ફળ જશે, કારણ કે આ યૌવન અવસ્થાને વિષે તને પતિનો વિરહ થયેલ છે, તે ઠીક નથી, માટે તારા લાયક ઉચિત એક યુવાન પુરૂષનો હું તને સમાગમ કરાવીશ આવી રીતે તે બોલનારી પુણાનું વચન તેણે માન્યુહવે પુણાએ એક શ્રેષ્ઠીના ભાનુંચંદ્ર નામના યુવાન પુરૂષનો સમાગમ ભાનુમતીની સાથે ચંડિકાના મંદિરમાં કરાવી અને કોટવાળને કહ્યું કે હે સ્વામિન્ ! ચંડિકાના મંદિરમાં કોઈ જાર પુરૂષ કોઈ વૈરિણીને લઇને પેઠો છે, તે સાંભળી રાત્રિને વિષે જ પોતાના માણસો સાથે જઇને ચંડિકાના મંદિરને ઘેરો ઘાલ્યો. ત્યારબાદ માળીની સ્ત્રીએ લક્ષ્મણા પાસે જઈને તમામ વાત કહીને કહ્યું કે ગગન ભાગ-૧ મિ-૧૮ ૨૫૯ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ફાટી ગયું છે, માટે તારી શક્તિ હોય તો સાંધી દે આવી રીતે કહી પુણા પોતાને ઘેર ગઈ ત્યારબાદ લક્ષ્મણા ભાનુંચંદ્રને ઘેર ગઈ અને તેના પિતાને સર્વ વાત જણાવી બાદ તેની અનુમતિ લઇને બીજી પાંચ સ્ત્રીઓથી યુક્ત ભાનુંચંદ્રની સ્ત્રીને લઈને વાજીંત્ર સાથે ચંડિકાના મંદિરે ગઇ.અને ત્યાં રહેલા કોટવાળના માણસોને કહેવા લાગી કે હે ભદ્રો ! આજે અમારે ચંડિકાના દર્શન વિના ભોજન કરવું કહ્યું તેમ નથી, માટે અમોને મંદિરમાં પ્રવેશ કરવા દો. તેઓએ કહ્યું કે મંદિરમાં કોઈક સ્ત્રી પુરુષ, બેઠા છે માટે મંદિરમાં પ્રવેશ કરવા નહિ. દઇએ, ત્યારે લક્ષ્મણાએ કહ્યું કે જેટલી સ્ત્રીઓ પ્રવેશ કરે તેટલી ને જ નીસરવા દેવી. બીજીને નહિ, તેમ કહી પ્રત્યેકને એક એક સુવર્ણ ટંક આપીને અંદર ગઈ. તેની સ્ત્રીને અંદર મૂકી ભાનુમતિને લઈને લક્ષ્મણા બહાર નીકળી, અને પુણાને જઈને કહ્યું કે મેં ગગન સાંધી દીધું છે. આવી રીતે કહી પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરી, હવે પ્રાતઃકાળે બારણાં ઉઘાડવાથી ધણી ધણીયાણી બે જણાં નીકલ્યાં. તેથી કોટવાળના પુરૂષો લજ્જા પામ્યા, અને તે વૃત્તાંત પોતાના સ્વામિને કહ્યો માટે જ કહ્યું છે કે , સ્ત્રીના ચરિત્રનો પાર કોઈ પામી શકે તેમ નથી જ સ્ત્રીઓથી વિરકત થવું જ સારું છે. OY શીયલ વર્જિત દત્ત દુહિતૃ દેટાન ) જયપુર નામના નગરને વિષે દેવતાઓને વાસ કરવાના જાણે સ્થાન હોય નહિ શું ? એવા ઊંચા શિખરોવાળા મંદિરો હતાં ત્યાં જયરથ નામનો રાજા રાજય કરતો હતો.તે ધર્મ બુદ્ધિનો તો મહાન રથ હતો.તેના ખડૂગરૂપી કમળને વિષે નિરંતર લક્ષ્મી વાસ કરતી હતી. તેને દત્ત નામનો મંત્રી હતો. તેના જેવી બુદ્ધિ દુનિયામાં કોઈની ન હોતી કિંબહુના ! તેની બુદ્ધિથી બૃહસ્પત્તિ પણ પોતાને જીતાયેલો ૨૬૦ For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ માનતો હતો. તેને કામદેવ રૂપી વૃક્ષની માંજર સમાન મંજરી નામની પુત્રી હતી તે કામી મનુષ્યોના મનને આકર્ષણ કરી પોતાના તરફ ખેંચતી હતી. તે યૌવન અવસ્થા આપવાથી જગતના જીવને ઉન્માદ કરવાવાળી થઈ હવે તે કન્યા પોતાને અસતી સૂચવનારી થઈ તે રસ્તાને વિષે ડોક વાળી વાળીને વાંકી દૃષ્ટિથી જોતી જોતી ચાલે છે, અને પોતાના જોડે નહિ બોલનારાને પણ કઠોર ભાષા કહી પોતાના જોડે બોલાવા લાગી. અન્યદા જયરથરાજા ઉપવનને વિષે ક્રીડા કરવા માટે ગયો તે વખતે મહેલના ઝરૂખામાં તે કન્યાને બેઠેલી દેખી તે વખતે બેચેની વાળા મૃગલાને ભીલ જેમ બાણે કરીને મારે, તેમ તેના ઉપર એકચિત્ત વાળા રાજાને કામદેવે હણ્યો. તેથી તેણીને વશ થઇ, તમામ ભૂલી જઈ, ચૈતન્યનો ત્યાગ કરી, રાજા પોતાને ઘરે ગયો. ત્યારબાદ મંત્રીની પાસે માગણી કરવાથી મંત્રીએ તુરત આપી કારણકે ઇચ્છિત રસમાં કોઈ વિલંબ કરતા નથી. રાજાએ પણ તે કન્યાનું પાણી ગ્રહણ કરી પરમ શાન્તિ મેળવી. હવે તે ધૂર્ત કન્યા માયા વડે કરી. ઉપરથી જ રાજાનું મન રંજન કરવા લાગી, અને કોઈક દિવસ પર્વત, નદી,બગીચો, મહેલ,દ્રહ વિગેરેમાં રાજાની સાથે રમવા લાગી. સ્વચ્છંદપણે વિલાસકરવાનારાજાએ પણ કામાતુર થઈ તેને સાક્ષાત લક્ષ્મી જ માની તેનું અત્યંત સેવન શરૂ રાખ્યું, અને તે વિષયની પુતળીને તેની શોકય બહેનો રહિત એકાકીપણે રાજાએ સાત ભૂમિના મહેલમાં રાખી રાજા તેને વિષે જ દષ્ટિપાત કરે છે, બીજી બાજુ કાંઈપણ જોતો નથી, અને તે કન્યા પણ તેરાજાના માન્યપણાથી સ્નાન,માન, ખાનપાન, કરતી દેવાંગનાની પેઠે સુખે રહેવા લાગી. હવે તે નગરને વિષે કોઈક શ્રેષ્ઠીનો પુત્ર ધનંજય કામદેવનો પેઠે દેદિપ્યમાન હતો.તે એકદિવસ તે રાણીના મહેલના ઝરૂખા ૨૬૧ For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નીચેથઇને જતો હતો. તેને દેખીને કામ વિહવળ થયેલી તેણીએ બાહુપાશનાપેઠે તેનાં ઉપર પુષ્પની માલા નાખી તેથી તેના ભાવને જાણીને તેણે ઉદ્યાનથી રાજમહેલ સુધી પોતાના ગુપ્ત માણસો પાસે સુરંગ ખોદાવીત્યાં રાણી કામાતુર થઈ કેટલાયેક દિવસ સુધી સુખે કરી જા-આવ કરવા લાગી હવે ઉદ્યાનને વિષે ક્રીડા કરવા ગયેલા રાજાને એકદિવસ તેણીને ઉદ્યાનમાં દેખી અને તેણી પણ તે વાત જાણીને જલ્દી સુરંગમાં થઈ રાજાને આવવાની રાહ જોતી મહેલની ઝરૂખામાં જઇને બેઠી હવે રાજા જેવો આવે છે તેવામાં પોતાના સન્મુખ ચક્ષુને નાખેલી તેણીને દેખીને રાજા ઘણો હર્ષ પામ્યો અન્યદા સાયંકાળે રાજા પાસે ગાંધર્વો ગાનતાન સાથે નાચવા લાગ્યા, અને રાજા પણ સારી રીતે તેગાન,તાન નાચ વિગેરેનો રસ લેવા માંડયો તેને વિષે પોતાની તે રાણી જોઇને જેવો રાજા મહેલમાં પ્રવેશ કરે છે તેવામાં નેત્રોને મીંચેલી તથા બગાસાને ખાતી તેમજ શવ્યાને વિષે પડેલી તેણીને જોઇને રાજાએ પોતાની શંકાને દુર કરી હવે જેમ જેમ રાજાને શંકા થાય છે તેમ તેમ કુલટા પ્રપંચથી એવી રાજાની ભક્તિ કરે છેકેરાજા શંકા રહિત થઈ અસાર છતાં પણ તેણીને સારરૂપે માનવા લાગ્યો. અન્યદા વસંતઋતુને વિષે અંતપુરમાં તથા ગામના તમામ લોકો સહિત ઉદ્યાનને વિષે રાજા ક્રિીડા કરવા ગયો. ને બન્ને જણાં પુષ્પોને તોડી તોડીને રમવાથી થાકીને વેલડીયોના મંડપમાં સુઇ ગયાં.તે અવસરે વિકરાલ સર્પ રાણીને ડસવાથી ફુત્કાર કરીને જાગી ઉછળી. એવામાં રાજા મંગિઓને બોલાવે છે તેવામાં રાણી મૂછ પામી નીચે પડી ગારૂડિકોએ તથા મંત્રિકોએ વિષ ઉતારવા પણા પ્રયત્નો કર્યા. પરંતુ તે તમામ નિષ્ફળ ગયા, તેથી ધીરપણું ત્યાગ કરી રાજયને જીર્ણપણે સમાન માની રાજા વિલાપ કરવા લાગ્યો, અને મંત્રી M૨૬૨ ૨૬૨ ~ For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વર્ગાદિકે વાર્યા છતાં પણ ચંદનના કાષ્ટની ચિત્તા કરાવી રાણી સાથે બળી મરવા તૈયાર થયો, તેવામાં નંદીશ્વર દીપે ગમન કરતો કોઈક વિદ્યાધર નીચે ઘણા માણસોને દેખી પોતે નીચે ઊતાર્યો અને રાજાની ઉપર દયા આવવાથી પાણીનો છંટકાવવડે કરી તેનું વિષઉતારી રાણીને સજ્જ કરીને રાજાને બળતો બચાવ્યો હવે રાજા પણ રાણીને જીવતી દેખી રંજિત થયોવાજિત્રો વાગવા માંડયા સ્ત્રીઓએ માંગલ્યના ગીત ગાવાં શરૂ કર્યા, અને સમગ્ર ઘરના લોકો હર્ષિત થયા રાજાએ પણ ઉપકાર કરવામાં તત્પર એવાં વિદ્યાઘરનું સન્માન કરીને તેને વિસર્જન કર્યો. અને રાજા તે રાત્રિ તેણીના સાથે ત્યાં જ રહ્યો, એવામાં પ્રથમથી જ સંકેત કરી રાખેલો ધનંજય ત્યાં આવ્યો, તેથી તેને રાણીએ કહ્યું કે હાં આપણને શું સુખ છે, માટે જ્યાં સુધીમાં રાજાન જાગે ત્યાં સુધીમાં દેશાંતર ચાલ્યા જઇએ, ધનંજય કહે છે કે હે મુગ્ધ ! આ તારી બુદ્ધિ સુંદર નથી. કારણ કે ફણીધરના મસ્તક ઉપરથી મણિ લેવાને માટે કોણ શક્તિમાન થાય કારણ કે રાજાના જીવતાં જે તારુ હરણકરે. તે પોતે જ રાજાની તરવાર રૂપી અગ્નિમાં બળી ભસ્મીભૂત થાય છે. એવું તેનું વચન સાંભળીરાણી રાજા પાસે ગઇ.અને નિર્દયપણે તરવાર હાથમાં લીધી અને મ્યાનમાંથી કાઢી જેવી રાજા પ્રત્યે તરવારનો ઘા કરે છે તેવામાં ધનંજયે આવીને તેણીનો હાથ પકડ્યો, અને ચિંતના કરવા લાગ્યોકે જેને આને પટરાણી તરીકે સ્થાપન કરેલ છે, તથા જેને માટે જે બળી મરતો હતો તેને વિષેપણ આ રાંડ આવી ક્રૂર છે, તો તે મારે વિષે કેવીખરાબ હશે, તે માટે અનર્થ કરનારી વિષની વેલડી સમાન આ રાંડથી મારે સયું,આટલો કાળ મેં વગર વિચાર્યું તેનું સેવન કરેલ છે. માટે મને ધિક્કારે છે. હું મારા આત્માનું સર્વસ્વ હારી ગયો છે, તેજ મહાપુરુષોને ધન્ય ૨૬૩) For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે કે જેઓ સંસારવાસને પલાશના પૂળા સમાનમાની ધર્મ કરવા ઉજમાળ થઈ સાધુ વૃત્તિ અંગીકાર કરે છે અરે ! અનુત્તર વિમાનના દેવતાઓ પણ માનવભવને માટે તત્પર થઇ રહે છે. તે માનવભવને પ્રાપ્ત કરી મુઘા-ફોગટ મૂર્ખ માણસો તેને હારી જાય છે. આવા પ્રકારે ભાવનાથી વૈરાગ્ય રંગિત થઈ ધનંજયે દીક્ષાને અંગીકાર કરી રાજા પ્રાતઃકાળે પોતાને ઘરે ગયો, અને પૂર્ણ મનોરથ વાળો થઈ ઘણાકાળ સુધી રાજયનું પ્રતિપાલન કરવા લાગ્યો. એકદા રાજા સભામાં બેઠો હતો તે વખતે કેટલાયક વાણિયાઓ ત્યાં ઘોડા વેચવા આવ્યા. રાજા તે ઘોડા ઉપર પલાણ માંડી તેની ગતિ જોવા માટે કૌતુકથી તેના ઉપર બેઠો ત્યારે સબલ નિર્બલ દ્વિપદ કે ચતુષ્પદ ઉપર કોઈદિવસ પરીક્ષા કરવા બેસવું નહિ તે એ પ્રમાણે મંત્રી વર્ગે વાર્યા છતાં પણ તે ઘોડા ઉપર રાજાએ બેસી તેની લગામ ખેંચતાંની સાથે જ ઘોડો આકાશગામીની પેઠે ચાલ્યો. અને જોતજોતામાં જાય છે જાય છે એવી રીતે લોકોના શબ્દોની સાથે જ રાજાને જંગલમાં જઈને મૂકી દીધો તેથી જેમ થવાનું હોય તેમ થાય છે. આવું ચિંતવીરાજાએલગામ મૂકી દેવાથી ઘોડો ઊભો રહ્યો. આ વિપરીત શિક્ષણ આપેલ ઘોડો છે એમ જાણી ઘોડા ઉપરથી ઉતરી સુધા અને તૃષાતુર રાજાએ જંગલમાં આમતેમ ફરવા માંડયું. હવે તે જંગલમાં હિંસક જાનવરો નથી, માટે જેમ જેમ રાજા માર્ગ કાપે છે તેમ તેમ અંધકાર હણવામાં સૂર્ય સમાન તથા તપવડે કરી અંગને શોષણ કરનાર કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેલ મહાત્મા મુનિરાજને રાજાએ દેખ્યો.તેને દેખી રાજાએ જાણે અમૃતના કુંડમાં સ્નાન કર્યું હોય નહિ શું? તેવી રીતે આનંદથી રાજાએ મુનિને નમસ્કાર કર્યો. મુનિએ પણતેને ધર્મલાભ આપવાથીરાજા આનંદિત થયો. હવે આ રાજા મને વ્રત લેવામાં નિમિત્તે ભૂત છે, એમ જાણીને ૨૬૪ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાને મુનિએ ધર્મોપદેશ આપ્યો કે હેરાજન ! પ્રચુર દુઃખના કારણભૂત આ અસાર સંસારને વિષપ્રાણિયોને ધર્મ વિના કોઈપણ શરણભૂત નથી. તે સાંભલીરાજાને વૈરાગ્યથી દીક્ષા લેવાની ભાવના થઇ, તેથી પુછયું કે આ તમારો દેહ યુવાન અવસ્થાવાળો છે. તથા સમગ્ર પ્રકારે સંસારના ભોગ યોગ્ય છતાં પણ તમોએ શા કારણથી દીક્ષા લીધી ? તેવું સાંભળી મુનિએ કહ્યું કે મને દીક્ષા લેવાની નિમિત્તભૂત તમે જ છો હે રાજન ! જે વખતે રાણીને સર્પ કરડયો અનેતમે મરવા તૈયાર થયા. તે વખતે હું સાક્ષીભૂત હતો હું તેણીને વિષે આસકત હતો.તેણીએ મને કહ્યું કે અહીં આપણને સુખ નહિ થાય. આપણે પરદેશ જઇને મેં કહ્યું કે રાજા જીવતાં મારા તારાથી નીકળી શકાય નહિ એટલે તરવારથી તમને તારવા રાણી તૈયારથઈ.તેથી રાજાએ પણ તે વાત સાંભળી વૈરાગ્ય ધારણ કર્યો. તેવામાં પાછળ સૈન્ય આવી પહોંચવાથી તેમના સાથે રાજા ધ્વજાતોરણથી શણગારેલા નગરમાં પેઠો. અને સંસારને દુ:ખનો દરિયો માની પોતાના પુત્રને રાજયગાદી ઉપર સ્થાપન કરી રાજાએ દીક્ષા લીધી અનુક્રમે તે વાર્તા જાણીને સ્વજન વર્ગ તથા પામરોએ તિરસ્કાર કરેલી રાણી (તે દત્તમંત્રીની પુત્રી) તીવ્રગાઢ નિકાચિત કર્મને બાંધીને નરકને વિષે ગઇ, અને દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરશે,આવુંજાણી સદ્ગતિના કામી જીવોએ બ્રહ્મચર્યનું રક્ષણ કરવા ઉજમાળ થવું. T કામવિષયકે બૈરચંદ્રની ક્યા છે કુબેરપુર નગરને વિષે કુબેરદત્ત વ્યવહારીનોકુબેરચંદ્ર નામનો પુત્ર હતો. તે લક્ષ્મીના પેઠે પ્રીતિને કરનારી, સુરતની પરણેલી કમલા નામની કન્યાને પોતાના ઘરને વિષમૂકીને માતપિતાને રજા આપવાથી ૨૬૫ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઘણા, ઘોડા બળદ, ઊંટ,પાડા અને ગાડા વિગેરેબહુ સાથે લઇને સુરસેનાનામની નગરીએ ગયા, ત્યાં પણરાજાએ તેનું બહુમાન કર્યું ત્યાં ઘણો વ્યાપાર કરીને પોતાની પ્રિયના વિરહથી દુઃખિત થયેલો તે દીવાલી પર્વ ઉપર જલ્દીથી પોતાનાનગર તરફ ચાલ્યો કારણ કે નવીન સ્નેહ તે વિરહી લોકોને બાળે છે. હવે દીવાળીપર્વ અત્યંતનજીક આવવાથી અને ઘણા સાર્થની સાથે એકદમ પહોંચવું મુશ્કેલ જાણીને શ્રેષ્ઠીનો પુત્ર ઘોડા ઉપરબેસીને સાર્થની આગળ ચાલતાં રસ્તામાં આવેલ ગંધવતી નગરીના ઉદ્યાનની બહાર રહેલદેવીના મંદિરનેવિષે રહ્યો, અને તે જ દિવસે દીવાળી જાણીને, તેમજ પોતાનું નગર પણદૂર જાણીને તે રાત્રિ તેણે ત્યાં જ કરી. એટલામાં તે નગરને વિષેવસનારા રૂપલેન શ્રેષ્ઠીના પુત્રની વહુરૂપવડે રંભાને પણ તિરસ્કારકરનારી રાજ્ઞીના સમા રૂપાળી તેજ રાત્રિએ પૂજાનો સામાન લઈને, સમગ્ર શૃંગાર સજીને, હાથમાં કનકનીજારી લઈને તમામ પરિવારનો ત્યાગ કરીને પોતાના કુળના આચારથી મધ્યરાત્રિયે એકલી આવી તેણીએકુમારને દેખીને પ્રફુલ્લિત નેત્રો વડે વિષયવાસનાથી કુમારના સન્મુખ જોયું કુમારે પણ તેને દેખીને પોતાની પ્રિયાના વિરહને વિસરીને,પ્રબળ પ્રેમકુર થી લજાવડે વર્જીત તેણીની સાથે અક્ષ ક્રીડાને કરીહવે સોગઠા બાજી મંડન કરવામાં અને રમત રમવામાં અને સોગઠી માંડવામાં ચતુર એવીતેણીયે તેવા પ્રકારે ક્રીડા કરી કે પરસ્પર નહિ જીતાયેલા તે બન્નેને પ્રાતઃકાળ થયો.ત્યારબાદ પોતાના ઘરને વિષે જવાની ઇચ્છાવાળી એવી તેણીને કુમારે કહ્યું કે હે સુભગે ! ફરીથી આપણો સમાગમ કયારે થશે ! આવુ કહેવાથી તે બોલી કે દિવાળીને વિષે આમ કહીને ગયા પછી કામરૂપી પિશાચ તેના શરીરમાં પ્રવેશ કરવાથી ક્યારેદિવાળી કયારે દિવાળી, આવી રીતે ૨૬૬ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વારંવારબોલતો બોલતો કુબેરચંદ્રગાંડો થઈ ગયો. લોકો તેને પૂછવા લાગ્યાકેતું કોણ છે? ત્યારે તેને કયારે દિવાળી ? એટલો જ ઉત્તર આપે છે. નાવું, ધોવું ખાવું, પીવું, સુવું, વિગેરે નિવારીને ભૂત વળગેલાના પેઠે ત્યાં જ ફરવા લાગ્યો તેથી કેટલાક દિવસે તે સાથે પણ આવીને મલ્યો ને કહ્યું કે હે સ્વામિન્ ! તું અહિં કેમ રહેલ છે ? ત્યારે તેને પૂછયું કે દીવાળી ક્યારે ? તેથી આને ભૂત વળગ્યું છે, એમ જાણી હઠથી રથની અંદર નાંખી તેના પરિવારે ઘરે આણ્યો, તેના માતાપિતાએ પૂછયું કે હે પુત્ર ! તને શાન્તિ છે ? ત્યારે તેણે ઉત્તર આપ્યો કે દિવાળી ક્યારે? તેથી ભૂત વળગેલ છે એમ જાણીને તેના માતાપિતાએ બહુ મંત્ર તંત્રાદિક કરવા છતાં પણ શાન્તિ નહિ થવાથી તેની વહુએ તેના સસરાને પુછ્યું કે હે પિતાજી, તમારા પુત્રને શું થયું છે ? તેથી તેનેતમામ વાત કરી, તેથી સ્ત્રીની ચોસઠ કળાની જાણકાર અને તમામ લોકોની નેત્રોમાંથી જ પરીક્ષા કરવામાં દક્ષા એવી તેણીએ તેના વિષય વિકારવાળાં લોચન જાણીને દેખીને કહ્યું કે આને ભૂતનો વળગાડ નથી, કિંતુ દિવાળીને દિવસે આપણો સમાગમ થશે એવો દેવતાને પણ પ્રમાદ ઉત્પન્ન કરનારી કોઈક સ્ત્રીએ દિવાળીનો સંકેત કરવાથી આ સર્વેને દિવાળીનું પૂછે છે, તેથી કામના ઉન્માદ વાળો પતિને થયેલો દેખીનેતેણીએ કહ્યું કે હે પ્રાણપ્રિય! આ શું થયું છે ? ત્યારે તે બોલ્યો કે દિવાળી ક્યારે ? તેથી તે બોલી કે કાલે દિવાળી, આ પ્રમાણે તેની સ્ત્રીએ કહેવાથી તેના વર્ણાક્ષર તે મંત્રાલર હોયની શું તેમ તે જલ્દી સજ્જ થઇગયો, તેથીજે વાત બનેલી હતી તે સર્વ તેણે પોતાની સ્ત્રીને કહી અને બોલ્યો કે હે પ્રિયે ! હું હાલમાં ત્યાં જાઉં છું. તેણીએ કહ્યું કે હે સુભગ ! દિવાળી નજીક નથી, પરંતુ અગ્યાર માસ હજીદૂર છે આવી રીતે કથન કરવાથી તેણીના સાથે વિષય સેવન કરવા લાગ્યો. ત્યારબાદ કુમારને ૨૬૭ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સારૂંથવાથી તમામ પરિવાર કુમારની સ્ત્રીની પ્રશંસા કરવા લાગ્યો. બાદ અન્ય દિવાળી નજીક આવવાથી પાંચ હજાર સૂવર્ણટંક લઇને ઘોડા ઉપર બેસીને, શ્રેષ્ઠીનો પુત્ર એકલો ગંધવતી નગરીએ જઈને હજી તો મધ્ય રાત્રિ દૂર છે, એમ જાણીને સંધ્યા સમયે એક દેવકુલને વિષે સૂતો હવે માર્ગમાં પરિશ્રમ પડવાથી તેને ગાઢનિદ્રા આવી ગઇ તે વખતે તે દિવસનો સંકેત કરીને ગયેલી સ્ત્રી ત્યાં આવી અને તેને નહિદેખવાથી તે આવી હતી કે નહિ, આવુ પૂછનાર નરને ‘તે આવી હતી એમ કહેજો આવું વચન ત્યાં રહેલા એક યોગીને કહીને તે પોતાને ઘેર ગઈ ત્યારબાદ નિદ્રારહિત થયેલાકુમારે પ્રાતઃકાળ થયેલ જાણીને દેવીગૃહે જઇને તે યોગિન્ ! અહીં કોઈ કામિની આવી હતી? આવી રીતે ત્યાં રહેલા તે જ યોગીને પૂછવાથી યોગીપણ તેણીએ કહેલ તે જ પુરૂષને માનીને કહ્યું કે – એક સુંદરી મધ્ય રાત્રિયે આવી હતી. તે એક યુવાન પુરૂષનો માર્ગ જોતી હતી. તે ઘણો વખત રોકાઈને ચાલી ગઈ છે. આવી રીતે યોગીનાં વચનનો સાંભળીને, તેમજ તેણીનો સમાગમ નહિ થવાથી અત્યંત ખેદને પામેલો કામ ને આધિન થઇ ને નીચે પ્રમાણે બોલવા લાગ્યો કે - सौवर्णकं गृहाणैकं, योगिन् योगजुषांवर । तया पात्या यदादिष्टं, तद्वद स्मरशासनं ॥१॥ ભાવાર્થ : યોગિપતિ વિષે શિરોમણી એવા હે યોગિન્ ! એક સુવર્ણ ટંકને ગ્રહણ કર અને અહીં આવેલી તે સ્ત્રીએ કામદેવની આજ્ઞાના જે વચનો કહેલા હોય તેને તું મારી પાસે બોલ. આવી રીતે વારંવાર તે બોલતો ને તે જોગી પાસે એકએક સુવર્ણટંક મૂકતો. તે ફરીથી ભૂતાર્તિની પેઠે ગાંડો થઇ ગયો. ત્યારબાદ સો સુવર્ણ ટંક લઇને યોગી ગયા પછી, તેવી જ રીતે કરતો અને તેના પાસે સુવર્ણનો ઢગલો For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દેખીને ત્યાં આવેલા દેવીના પૂજારીએ વિસ્મય પામીને તે વાત રાજાને જણાવી, તેથી કુતુહલ વડે વ્યાપ્ત થયેલારીજાદિક સર્વે નગરના લોકોત્યાં આવ્યા. પરંતુ તેતો કામાંધપણાથી તે શ્લોકને જ બોલતો હતો. તેથી તેના આવેશમાં રાજાદિક નગરના લોકોને પણ પોતે આવેલા જાણ્યા નહિ, કારણ કે દિવા પશ્યતિ નપુ ઇત્યાદિ તે અવસરે ત્યાં આવેલારાજાના સુબુદ્ધિ નામના મંત્રીએ પોતાની બુદ્ધિથી કામદેવે કરેલો ઉપદ્રવ જાણીને રાજાને કહ્યું કે હે દેવ ! નિશ્ચય આની સાથે કોઈક સ્ત્રીએ સંકેત કરેલ છે તેથી કોઇક યોગી અહીં રહેલ હશે, તેથી તેણીનું આવાગમન પૂછે છે તેથી તમામ પુરની સ્ત્રીઓમાંથી આ એક એકને જુવે તો, તેના અંદરથી પોતાની ઇચ્છિત સ્ત્રીને દેખવાથી તેનું ગાંડાપણુંદૂર થાય. રાજાએ તેમ કરવાથી તે સ્ત્રી જયારે આવી ત્યારે તેને દેખીને ફરીથી સંજ્ઞાને પામીને તે સજ્જ થઈ ગયો. અને તેણીને તમામ વ્યતિકર કહ્યો, તેથી તેણીએ કોમલ શબ્દ ના સમુહથી તેના સાથે વાત કરીને બોલી કે સુભગ ! ઈત્યાદિક પ્રકારના વચનોથી અત્યંત સંવેગને વહન કરતો ગુરૂ પાસે તે ગયો ને તેના પાસે દીક્ષા લઇ, દુસ્તપ તપીને કેવળજ્ઞાન ઉપાર્જન કરી મોક્ષને વિષેગયો. બ્રહ્મચર્યDO અનેક પ્રકારના વ્રતો કહેલાં છે, તેમાં પણ સર્વોપરિ બ્રહ્મચર્ય વ્રત છે. તેમ તીર્થકર ગણધરાદિ મહાપુરૂષો અને તેમનાં સિદ્ધાંત ફુટ રીતે કથન કરે છે. જૈન ગ્રંથોમાં આ બ્રહ્મચર્યનો વિષય સ્થળે સ્થલે શાસ્ત્રકાર મહારાજાએ વર્ણવેલ છે. અને માગધી તથા સંસ્કૃત ભાષાનાં બ્રહ્મચર્યનાં પુસ્તકો હાલમાં ગુજરાતી ભાષાથી પણ ઘણાં જ બહાર પડેલાં છે. તે પુસ્તકો વાંચનારા કેટલાયેકને બ્રહ્મચર્ય પ્રતિપાલન કરવાનું લક્ષમાં રહે છે અને ઘણા ખરા જીવોતો બ્રહ્મચર્યને જલાંજલિજ ૨૬૯ For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આપેલા જોવામાં આવે છે. તો બ્રહ્મચર્યથી ભ્રષ્ટ જીવોને બોધ કરી માર્ગને વિષે લાવવા માટે આ બ્રહ્મચર્યની પુષ્ટિ કરવાની ખાસ આવશ્યકતા છે. कर्मणा मनसा वाचा,सर्वाऽवस्थासु सर्वदा । सर्वत्र मैथुनत्यागो, ब्रह्मचर्ये तदुच्यते ॥१॥ ભાવાર્થ : સર્વ અવસ્થાને વિષે મન વચન અને કાયા વડે કરી સર્વથા પ્રકારે મૈથુનને ત્યાગ કરવામાં આવે તેનું નામ જ બ્રહ્મચર્ય કહેવાય છે. जो देइ कणय कोडिं, अहवा कारेइ कणय जिणभवणं । तस्स न तत्तिय पुन्नं, जत्तिय बंभव्वए धरिए ॥१॥ ભાવાર્થ : જે કોઈપણ પ્રાણિયાચક વર્ગને સુવર્ણની કોટીનું દાન આપે અથવા સુવર્ણમય જિનેશ્વર મહારાજનું મંદિર (પ્રાસાદ) કરાવે તો પણ જેટલું શીયળના પ્રતિપાલન કરવાથી પુણ્યથાય છે તેટલું પુન્ય ઉપરોક્ત બન્ને કર્તવ્યો કરવાથી થતું નથી. तहिं पंचदिआ जीवा, इत्थी जोणी निवासिणो । मणुआणं नवलक्खा, सव्वे पारेई केवली ॥१॥ ભાવાર્થ : ત્યાં એટલે સ્ત્રીની યોનીની અંદર નિવાસ કરનારા ઉત્પન્ન થયેલા નવલાખ પંચેન્દ્રિય મનુષ્યો જે છે તે સર્વને કેવલ જ્ઞાની મહારાજ દેખે છે. पुरिसेण सह मयाए,तेसिं जीवाण होइ उद्दवणं । वेणुअ दिळं, तत्तई सिलाग नाएणं ॥२॥ ભાવાર્થ : જેમ રૂની ભુંગળીને વિષે તપાવેલી લોઢાની સલી નાખવાથી રૂ જેમ વિનાશ ભાવને પામે છે તેમજ ઉપરોક્ત જીવો સ્ત્રીના સાથે પુરૂષ નો સંગ થવાથી વિનાશ ભાવને પામે છે. M૨૭૦) , For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ मेहुण सन्ना रुढो नव लख्य हणेइ सुहुम जीवाणं । तित्थयरेण भणियं सद्दहियव्वैपयत्तेण ॥३॥ ભાવાર્થ : મૈથુન સંજ્ઞાને વિષે આરૂઢ થયેલો માણસ સૂમ એવા નવલાખ જીવને હણે છે એમ મહાત્મા શ્રીમાન તીર્થકર મહારાજાએ કહેલું છે, તેથી પ્રયત્ન વડે કરી તેની સદહણા કરવી. સ્ત્રીના સંયોગને વિષે આવી રીતેઘણા જીવોને ઘાત કહેલ છતાં જીવો વાંચતા જાણતાં અને સાંભળતાં છતા પણ વિષય વાસના ઉપરથી ચિત્ત ઓછું કરે નહિ તેમજ શીયલનું પ્રતિપાલન કરે નહિ તો મહાન પાપ કર્મનો ઉદય સમજવો. 1 મહાભારત વિષે હ્યું છે કે , O शीलं प्रधानंन कुलप्रधानं कुलेन कि शीलविवर्जितेन । . बहवो नरा नीचकुलेषु जाता : स्वर्गं गता शीलमुपास्य धीरा : ॥१॥ ભાવાર્થ : શીયલ પ્રધાન છે પરન્તુ કુલ પ્રધાન નથી. કારણ કે નીચ કુલને વિષે ઉત્પન્ન થયેલા ઘણા ધીર વીર પુરૂષો શીયલના પ્રતિપાલન કરવાથી સ્વર્ગને વિષે ગયા છે, ઉત્તમ કુલ હોય પરંતુ શીયલ હોય નહિ તો તે ઉત્તમ કુલ સર્વથા નકામું છે.અને નીચકુલ હોય પરન્તુ શીયલનું પ્રતિપાલન હોય તો તે નીચ કુલ પણ પ્રધાન ब्रह्मचर्यस्य शुद्धस्य, सर्वभूतहितस्य च । पदेपदे यज्ञफलं, प्रस्थितस्य युधिष्ठिर ? ॥२॥ ભાવાર્થ : શ્રી કૃષ્ણ મહારાજા યુધિષ્ઠિરને કહે છે કે જે માણસ બ્રહ્મચર્ય વડે કરી શુદ્ધ છે તથા સર્વ પ્રાણિયોનું હિત ચિંતવી તેમના ઉપ૨દયા કરે છે તેને પગલે પગલેયજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે જુઓ આના ૨૭૧ ૨૭૧ For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અંદર યજ્ઞ કરતાં પણ બ્રહ્મચર્યને મહાનું ગણવામાં આવેલું છે. एकतश्चतुरो वेदा, ब्रह्मचर्य तु एकतः । एकत : सर्वपापानि, मद्य मांसानि चैकतः ॥३॥ ભાવાર્થ : એક બાજુ ચારે વેદો અને એક બાજુ બ્રહ્મચર્ય તથા એક બાજુ સર્વે પાપ કર્મો અને એક બાજુ મધમાંસ તે સમાન છે, અર્થાત્ ચાર વેદના જ્ઞાન પઠન પાઠન કરતાં પણ બ્રહ્મચર્યને વિશેષ ગણે છે : मैथुनं ये न सेवन्ते, ब्रह्मचर्यदढव्रता : । ते संसार समुद्रस्य, पारं गच्छन्ति मानवा : ॥४॥ ભાવાર્થ : બ્રહ્મચર્યને વિષે દઢ વ્રતને ધારણ કરનારા જે મનુષ્યો મૈથુન સેવન કરતા નથી તે મનુષ્યો સંસાર સમુદ્રના પારને પામે છે. * બ્રહ્મચર્યનાં દૂષણDO आद्यं शरीरसंस्कारं,द्वितीयं वृषसेवनम् । तौर्यत्रिकं तृतीयं स्यात्, संसर्गस्तूर्यमिष्यते ॥१॥ योषिद्विषयः संकल्पः पंचमं परिकीर्तितम् । तंग वीक्षणं षष्टं संस्कार: सप्तमं स्मृतम् ॥२॥ पूर्वानुभोग संभोग स्मरणस्वायष्टमम् । नवमे प्राणसंदेहो, दशमं वस्तिमोक्षणं ॥३॥ (રૂતિ જ્ઞાનાવે) ભાવાર્થ : શાસ્ત્રકાર મહારાજએ બ્રહ્મચર્યનાં દસ દૂષણો કહેલાં છે અને તેદૂષણોથી બ્રહ્મચર્યનું પ્રતિપાલન કરવું ઘણું જ જોખમ ભરેલું છે, તે નીચે મુજબ બતાવે છે. શરીરને સ્નાનાદિક વડે સારવાર કરી સંસ્કારી કરવું તે પ્રથમ દૂષણ-૧ જેનાથી વિક્રિયા ઉત્પન્ન થાય, M૨૭૨) For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઇંદ્રિયોનું ઉન્માદિતપણું થાય તેવા પુષ્ટિકારક વૃષ્ય પદાર્થોનું સેવન કરવું.તે બીજું દૂષણ ૨, ટોણ પ્રકારના વાજીંત્રોના નાદનું શ્રવણ કરવું તે ત્રીજું દૂષણ ૩. અને તેનો સંસર્ગ કરવો તે ચોથું દૂષણ ૪. કહેવાય છે. (૧) સ્ત્રીયો સંબંધી મનને વિષે સંકલ્પ કરવો તે પાંચમું દૂષણ કહેલું છે ૫ સ્ત્રીયોના અંગોપાંગોને જોવા તે છઠું દૂષણ કહેલું છે ૬. અને સ્ત્રીયોના વસ્ત્રાલંકાર તથાતેના સંસ્કારાદિકને જોવા તે સાતમું દૂષણ કહેલું છે. ૭ (૨) પૂર્વે સેવન કરેલો ભોગાદિકનું સ્મરણ કરવું તે આઠમું દૂષણ કહેવાય છે ૮. ઉપરોક્ત આઠમી પ્રતિપત્તિ થવાથી, પ્રાણનો પણ સંદેહ રહે છે. તે નવમું દૂષણ કહેવાય છે. ૯. અને વસ્તી (વીર્યપાત) થાય છે. દે દશમું દૂષણ કહેવાય છે. ૧૦ માટે ઉત્તમ જીવોએ તે દસેનો ત્યાગ કરવા માટે ઉજમાળ થવું જોઇએ. ૩. C પરસ્ત્રી ત્યાગનું દૃષ્ટાંત એક કોઈ રાજાના પ્રધાનની સ્ત્રી અત્યંત રૂપાલી હતી. તેને રાજાયે કોઈકવાર દેખવાથી કામવડે કરી વ્યાપ્ત થયો પરંતુ મંત્રી જ્યાં સુધી હતો ત્યાં સુધી તેનું કાંઈ પણચાલ્યું નહિ છેવટે પ્રધાનનેકાર્ય પ્રસંગે બહારગામ મોકલાવી પોતાનો સ્વાર્થ સાધવા નિમિત્તે મંત્રીની સ્ત્રીને અવનવા વસ્ત્રાભૂષણો મોકલવાવવા માંડયો અને ભોળી બિચારી તે રાજાને પિતા સમાન ગણી મહાપ્રસાદ ગણીને તે સમગ્ર વસ્તુઓ લેવા લાગી. થોડા દિવસ પછી રાજા પોતે તે પ્રધાનને ઘરે ગયો. અને પ્રધાનની સ્કરીયે ઉત્તમ પ્રકારે આદરમાન આપ્યું. અને ચતુર એવી તે સ્ત્રી રાજાની કુબુદ્ધિને ક્ષણમાત્રામાં જાણી લઈ તેને બોધ કરવા નિમિત્તે બીજે દિવસે જમવા આવવાનું મામંત્રણ કર્યું. રાજાને અંતરથી તે ગમવા છતાં ઉપરથી ના પાડી છેવટે ઘણા આગ્રહથીરાજાએ બીજે M૨૭૩ ર93 For Personal & Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દિવસે જમવાનું કબૂલ કર્યું. હવે બીજે દિવસે તે ચતુર સ્ત્રીએ દોઢબેમણ દુધ મંગાવ્યું. તે તેને કડાયાની અંદર અત્યંત ઉકાલી કાઢીને તેની અંદર સાકર , ઇલાયચી, દ્રાક્ષ, પસ્તા, ચારોલી, બદામ વિગેરે તેમજજાયફલ, કેસર કસ્તુરી, વિગેરે સુંગધી પદાર્થો નાંખીને અમૃતમય બનાવી સુવર્ણના, રૂપાના, રત્નના, કાંસાના, તાંબાના, પિત્તલના, જરમન વિગેરે તેમજ માટીના જુદા જુદા વાસણમાં થોડું થોડું તેણીએ દૂધભર્યું અને તે સર્વે વાસણોના ઉપર ધોલા લીલા, લાલ, કાળા, ઉદા, ગુલાબી વિગેરે પંચરંગી રંગના વિવિધ પ્રકારના રૂમાલો ઢાંકી ઉત્તમ પ્રકારની રસવતી તૈયાર કરી રાજાને જમવા બોલાવવા માટે પોતાના માણસોને મોકલી રાજાના આવવાની રાહ જોઈ ઊભી રહી. પ્રધાનના માણસો બોલાવવા આવવાથી તે સ્ત્રીને દેખવાને મલવાને અત્યંત આતુરરાજા પ્રધાનને ઘેર ગયો. અને ત્યારબાદ પુત્રી જેમ પિતાને માન આપે તેવી જ રીતે રાજાને આદરમાન આપી પોતાના માણસો પાસે આસન અપાવી સ્નાન વિગેરે કરાવી તેચતુર સ્ત્રીએ રાજાને ભોજન કરવા બેસાડયા. ભોજનના સમયે રાજાની નજરે પડે તેમ સ્થાપન કરેલા દુધના વાસણોનાં અંદરથીદુધ આપવા લાગી ક્ષણમાં એક ભાજનમાંથી તો ક્ષણમાં બીજા ત્રીજામાંથી દુધ આપતી તે સ્ત્રીને દેખી મોહી પડેલો રાજા તેણીને દુધના આસ્વાદ કરતો કહેવા લાગ્યો કે હે સુંદરિ ! આ દુધનો સ્વાદ તો એક જ છે.છતાં તે જુદા જુદા ભાજનને વિષે નાખી જુદી જુદી જાતના રૂમાલો કેમ ઢાંકયા છે ? આટલો બધો પરિશ્રમ કરવાની તને શું જરૂર પડી, એવા રાજાનાં વચનો સાંભળી સમય આવેલો જાણી તે સ્ત્રી હસ્ત કમલ જોડી રાજાને વંદન કરી કહેવા લાગી કે – “હે પિતાજી ! જેમ જુદા જુદા વાસણમાં જુદા જુદા રૂમાલો (૨૭૪) For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમૌળા ભાગ-૧ ઢાંકેલા છે અને અંદર રહેલા દુધનો ફકત એક સરખો જ સ્વાદ છે, તેમજ આ દુનિયાની અંદર જે સ્ત્રીયો જન્મેલી છે, તે જુદા જુદા રૂપવાલી આ રૂમાલોના સમાન છે અર્થાત્ જેમ જુદા જુદા પ્રકારના વસ્ત્રો રંગબેરંગી હોય છે, તેમજ સ્ત્રીઓના શરીરની ચામડી પણ જુદા જુદા રંગની જ ફકત ઉપરથી દેખાવ માત્રામાં હોય છે, સિવાય સ્ત્રીના સંભોગનો સ્વાદ તો આ દુધના પેઠે એક જ હોય છે. કોઈ સ્ત્રી કાલી, લાલ, પીલીહોય પરંતુ તેને ભોગવનાર પુરૂષ જે સ્વાદ કાલા રૂપવાળી સ્ત્રીને વિષેદેખે છે, તે રૂપાલી સ્ત્રીની અંદર સ્વાદ રહેલો છે. તે પિતાજી ! તમારા ઘરની અંદર અનેક રાણીઓ હોવા છતાં ને તેનું સુખ આપ ભોગવતા મહારામાં મોહ પામેલા છો તે યુક્ત નથી. તમારી રાણીયોમાં અને મહારામાં અને વગડાની ભીલડીમાં સરીખો જ સ્વાદ છે.ફક્ત રંગબેરંગી ચામડીનો જ ઉપરનો ભબકો છે. વળી જે પુરૂષો પોતાને અનેક સ્ત્રીયો છતાં બીજી સ્ત્રીના અંદર લુબ્ધ થાયછેતે પરસ્ત્રીનું સેવન કરવાથી મહાન પાપક્રમ બાંધે છે ઈહલોકની અંદરન નીંદાય છે, ભંડાય છે, તિરસ્કારને પાત્ર થાય છે અને પરલોકની અંદર કુગતિના ભોક્તા થઈ સંસારમાં રઝળ્યા કરે છે.” વિગેરે પ્રકારનો સત્ય બોધ સાંભળી રાજાની વિષયવાસના ઉપશાન્ત ભાવને પામી ગઈ તથા મનને વિષે લજ્જાપામી પોતાના આત્માને ધિક્કારી તે સ્ત્રીને કહેવાલાગ્યો કે ખરેખર તું મારી પુત્રી જ છે એટલું નહિ પરંતુ મહારો ખરો ધર્મ ગુરૂ તું જ છે. કારણકે પરસ્ત્રીના પાપકર્મથી દુર્ગતિના અંદર પડતો તે મને બચાવ્યો છે. એમ કહી તેણીને આદરમાન આપી. સમૃદ્ધિ આપી પોતાના અપરાધની ક્ષમા માગી.પરસ્ત્રીનાં પ્રત્યાખ્યાન કરી રાજા પોતાના સ્થાન પ્રત્યે ગયો. ૨૭૫ ભાગ-૧ ફર્મો-૧૯ For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ CT સુશીલ શ્રી ભીમ ભાર્યાની ક્યા છે ગુર્જર દેશના મંડનભૂત પાટણ નામના મહાન નગરને વિષે દાન આપવા વડે કરીને જેણે કર્ણરાજાને તથા કુબેર ભંડારીને પણતિરસ્કાર કરેલ છે એવો શ્રી કર્ણ નામનો રાજારાજય કરતો હતો. તેને વણિક વર્ગને વિષે મુકુટસમાન ભીમ નામનો મંત્રી હતો. આની અત્યંત દાનાતિશયથી ઉત્પન્ન થયેલી વિસ્મયને કરનારી વિસ્તારવાલી કીર્તિને જગતને વિષે ફેલાયેલી સાંભલીને ભીમ પાસેથીદાન લેવાની ઇચ્છાવાળો કાશીદેશમાં વસનારો બળભદ્ર નામનો કવિગુજરાત દેશમાં આવ્યો. ત્યારબાદ ઘોડા રથ, પાયદળ, વિગેરે ઘણા પરિવારના સમૂહથી પરિવરેલો બળભદ્રપાટણ નગરના ઉપવનને વિષે સહસ્ત્રલિંગ તળાવના તટને વિષે ભોજન કરવાને માટે ઉતર્યા એવામાં કોઈક અકસ્માત અપરાધ આવ્યાથી કર્ણરાજાને ભીમ મંત્રીને કેદખાનામાં નાખ્યો. તે વાર્તા સાંભળી બળભદ્ર વિચાર કર્યો કે તે મહાન ત્યાગીનું મુખ જોવું તેજ શ્રેયસ્કર છે, એવી સ્પૃહા વડે કરીને ભીમ મંત્રીને ઘેર આવ્યો, અને ભીમની સ્ત્રી ભાનુમતીની સ્તુતિ કરી તેણીએ માગણીનું આગમન ઉત્સવ રૂપ માની ભીમની જેવું અતુલ્ય વાત્સલ્ય કર્યું, તેની કરેલી ભક્તિને જોઈને પોતાને ઘણી લક્ષ્મી મળી છે તેમ બલભદ્ર કવિ માનવા લાગ્યો. પ્રાતઃકાળે મંત્રીના પાસે જનારી સુરૂપાદાસીના સાથે જઈને બલભદ્ર મંત્રીને આશીર્વાદ આપી નીચે પ્રમાણે સ્તુતિ કરી. चिरं जीव चिरं नंद चिरं पालय मेदिनीम् ।। निस्सीमा भीमभाग्यश्रीः, श्रीभीम सचिवोत्तम !॥१॥ ભાવાર્થ : હે શ્રીમાન મંત્રીઓને વિષે ઉત્તમ ભીમ ! તું ચિરંજીવ ચિરકાળ આનંદ કર, ચિરકાળ પૃથ્વીનું પાલન કર, કારણ કે તારા ૨૩૬ ~ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભાગ્યની લક્ષ્મી શાન્ત તથા સીમા વિનાની છે. આવીરીતે સ્તુતિ શ્રવણ કરી ચમત્કાર પામેલા ભીમે ઘર પ્રત્યે ગમન કરનારી પોતાની સુરૂપદાસીને કહ્યું કે તું ઘરેજઈ પાનનું બીડું આપી આને વિસર્જન કરજે. દાસીએ પણ પોતાના સ્વામીનું વચન પોતાની સ્વામીનીને કહ્યું મંત્રીની સ્ત્રીએ પણતેને કલ્પવૃક્ષે આપેલા ભોજનના સમાન ઉત્તમ ભોજન કરાવી હાથમાં પંખો લઇ પવન નાખી, સૂર્યમંડળના તેજને પણવિડંબના પમાડનારું પોતાનું કુંડલ આપ્યું. તે કુંડલ લઇને ચાલતો થયો,પછી રાહુએ ગ્રહણ કરેલ ચંદ્રમાના બિંબના સમાન એક કુંડલ વાળપોતાનું મુખ શોભા રહિતદેખી વિચાર કરવા લાગી કે મારો સ્વામી તો તુરત બીજો કુંડલ કરાવશે, પણ આ માગણીની સ્ત્રીને બીજું કુંડલક્યાંથી મલશે ? તેવું ચિંતવન કરીને ઘોડા જોડાવી રથને વિષે બેસી શીઘ્રતાથી તેના પાછળ ચાલી તેનેઆવતી દેખી બલભદ્ર પોતાનો રથ ઉભો રાખ્યો, મંત્રીની સ્ત્રીએ તેને બીજું કુંડલ આપ્યું ને લઇ આનંદપામી બલભદ્ર કવિબોલ્યો पण्णसुवण्णरयण किय चुण्णह, मुक्ताफल अरु पोफलव्णा । अवराय जी मागु सोलह,तोयन पुगे भीम तंबोलह ॥१॥. ભાવાર્થ : પાના, સુવર્ણ, રત્ન અને ચુનીયો મુક્તાફળ અને બીજી રિદ્ધિ માગું, તો પણ ભીમ મંત્રીના તંબોલને તોલે ન આવે, સબળ ભીમે તંબોલ આપવા માટે દાસીને કહેલ પણ ભીમની સ્ત્રીએ ડોકુંડલો આપ્યાં, માટેએ તંબોલ ઉપરોક્ત હીરા મોતીયોને પણ તોલે આવી શકનાર નથી. આવી પોતાના સ્વામીની અત્યંત કીર્તિને સાંભળી ઘણા હર્ષવાળી થઇ, તુષ્ટમાન થઈ, બીજું ઘણું સુવર્ણ દાન કરી મંત્રિની પોતાને ઘરે આવી. ૨૭9 ૨૭૭ * For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ( શીયલ વિષે સરૂપાની જ્યા ) ) ધારાવાસ નગરે મણિશૂર રાજાનો ધનચંદ્ર નામનો નગર શ્રેષ્ઠી હતો. તેને વીરચંદ્ર નામનો પુત્ર હતો. તેને રાજપુત્રી મણિસાર સાથે પ્રીતિ હતી. એકદા વીરચંદ્ર ગામતર ગયો ત્યારે રાજપુત્રે અત્યંત રૂપાળી વીરચંદ્રની સ્ત્રીને ઝરૂખામાં બેઠેલી જોઇ ચંદ્રમાની કલા જેવી તેને દેખીને મોહ પામી તેને મળવાનો ઉપાય કર્યો પોતાની ખાનગી દાસી સાથે તાબુલ, સુવર્ણકંકણ, કુસુમ, વસ્ત્ર વગેરે મોકલવા માંડયો પણ પરપુરુષે મોકલાવેલ તાંબુલાદિકને સતી સ્ત્રી ગ્રહણ ન કરે તેમ જાણતી સતી પણ મારા પતિનો મિત્ર છે તેમ સમજી તે સ્વીકારી લીધું આવી રીતે દાસી સાથે મોકલાવેલી તમામ વસ્તુઓ એક માસ સુધી તેણીએ લીધી એકદા દાસીએ કહ્યું કે રાજકુમાર તારી ઇચ્છા કરે છે. એવું સાંભળી શીયલ અલંકારને ધારણ કરવાવાળી તેણીએ તેની શીક્ષા કરવા માટે કપટથી કહ્યું કે આજથી સાતમે દિવસે તમારે મારે ઘરે આવવું. ત્યારે તે સતી શિરોમણીએ તેને વડા ખવરાવી, પાણી ઠેકાણે દારૂ પાયો જેથી તેની ચેતના નષ્ટ થવાથી તેનું મસ્તક મુંડાવી, દાઢી મૂંછ મુંડાવી, જાડી કાંબળમાં ગાંસડી બાંધી તેને ગામ બહાર નાખી આવી,અર્ધરાત્રીએ મદિરાનો નશો ઉતરી જવાથી મસ્તક અને મુખ મુંડેલા દેખી, લજ્જા પામી, ઘરે આવી પોતાના પ્રાણપ્રિય પુરોહિતના પુત્રને કહ્યું કે હે મિત્ર ! મેં આવું દુઃખ અનુભવ્યું તું મારી દશા તો જો બુદ્ધિવાળા તેના મિત્રો તેને કહયું કે તું બુમો માર કે મને મસ્તકે પીડા થાય છે. રાજપુત્રે તેમ કરવાથી દાઢી મુછ વિનાના મસ્તકે રોગની શાન્તિના બહાનાથી કેસર બરાસ સુખડ ચોપડાવી તેનું કલંક દુર કર્યું. થોડા દિવસ પછીદાઢી મુછને મસ્તકના વાળ આવવાથી ફરીથી તે સ્ત્રીની અભિલાષા કરી, દાસીને મોકલી કહેવરાવ્યું એટલે M૨૭૮૦ For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેદાસીની સાથે દાઢી મુક, અને મસ્તકના કેશને લઈ એક પાંજરામાં એક પક્ષીને પુરી તેમાં તે કેશ મુકી, તે પાંજરું દાસીને આપીને તેણીએ કહ્યું કે હે ભળી સ્ત્રી ?તારા સ્વામીને કહેજે કે આ પાંજરાને વિષે રહેલી વસ્તુઓને એકાંતમાં દેખીને વિચાર કરજે દાસીએ તે લઈને રાજકુમારને આપવાથી દેખીને વિચાર કર્યો કે આ બુદ્ધિશાળી સ્ત્રીએ મને શું જણાવ્યું છે ? એમ બોલતા તેણે મિત્રોને બોલાવી ને વસ્તુ તેની પાસે મુકીને કહ્યું કે મારા કેશ, પાંજરું અને પાણી વડે આણે મને શું જણાવ્યું છે ? મિત્રે કહ્યું મુંડાવેલા કેશ તો ફરીથી ઉગ્યા છે, પણ આ પક્ષીને કાન, નાક, આકૃતિ કાંઈ પણ નથી માટે આ પક્ષી જેવો તને કરીશ. વાળ તો આવ્યા પણ કાન નાક ફરીથી આવવાનાં નથી. માટે વિચાર કરજે આવું સુચવ્યું છે, માટેતને રૂડું લાગે તેમ કર.મિત્રોનાં આવા વચન સાંભળી રાજપુત્રને તેને મેળવવાની આશા મુકી દીધી. શીલવતીની ક્યા ) શ્રી નિવાસનપુરે પૃથ્વીરાજ રાજા રાજય કરતો હતો તે ગામમાં સમુદ્રદત્ત નામના શેઠને શીલવતી સ્ત્રી હતી તેને ઘરે મૂકી સોમભૂતિ બ્રાહ્મણની સાથે શેઠ પરદેશ ગયો ત્યારબાદ પોતાના નગર તરફ પાછા ગમન કરવાની ઇચ્છાવાળા પોતાના મિત્ર બ્રાહ્મણને અલંકાર સહિત લેખ લખી આપી પોતાની સ્ત્રીને આપવાનું કહ્યું ત્યારબાદ તે ઘરે આવ્યો.શીલવતી સ્ત્રી પોતાના સ્વામીના સમાચાર પુછવા તેને ઘરે ગઇ. તેને એકાંતમાં આવેલી દેખી કામાતુર થયેલા તેણે કહ્યું કે કૃશોદરિ ! પ્રથમ તું મારો સંગ કર.પછી તારા સ્વામીના સમાચાર તને આપીશ. તેમ કહેવાથી પોતાના શીયલનું રક્ષણ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થવાથી કહ્યું કે રાત્રિને પહેલે પહોરે તારે મારે ઘેર આવવું. M૨૭૯ રૂ. For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એમ કહી તે સેનાધિપતિ પાસે ગઈ અને કહ્યું કે મારા સ્વામીએ આપેલો લેખ તે બ્રાહ્મણ મને આપતો નથી. તેણે અત્યંત રૂપવંતીદેખીને કહ્યું કે પ્રથમ તું મારું કહ્યું કર. પછી કાગળ અપાવીશ તેને પણરાને બીજે પહોરે આપવાનું કહી મંત્રી પાસે ગઇ. તેની પણ તેવી જ દાનત થવાથી રાત્રિને ત્રીજે પહોરે આવવાનું કહી રાજા પાસે જઈ તમામની ચેષ્ટા કહ્યા છતાં તેની પણ બુદ્ધિ ફરવાથી તેને પણ રાત્રિને ચોથે પહોરે આવવાનું કહી વિસ્મય પામેલી તે પોતાને ઘેર ગઈ. ત્યારબાદ પ્રથમ પહોરે આવેલી બ્રાહ્મણને સ્નાનાદિકકરાવવાથી એક પહોર ચાલ્યો ગયો.અને સેનાપતિ આવ્યો.એટલે બ્રાહ્મણને પેટીના એક ખાનામાં નાખ્યો એવી રીતે સેનાપતિને તથા મંત્રીને તેજ પ્રકારે પેટીમાંનાખ્યા. રાજા આવ્યાએટલે સંકેત કરી રાખેલ સાસુએ બોલાવવાથી રાજાને પણ ચોથા ખાનામાં નાખી પેટી બંધ કરી. પ્રાતઃ કાળે રુદન કરવા માંડી તેથી રોવાનું કારણ કુટુંબીએ પૂછવાથી કહ્યું કે કાલે મારા સ્વામીની અમ વાર્તા આવી છે. એવું સાંભળી સ્વજન પુરુષોએ રાજા મંત્રી સેનાધિપતિની શોધખોળ કરતાં તેઓ પોતપોતાના ઘરમાં નહિ મળવાથી રાજપુત્રને કહ્યું કે હે દેવ ! સમુદ્રદત્ત શ્રેષ્ઠી અપુત્રિયો પરદેશ મૃત્યુ પામ્યો છે.માટે તેનુ ધન ગ્રહણ કરો. રાજપુરાને તેને ઘેર જઈ જોયું પણ બીજું કાંઈ નહિ દેખવાથી અને તાળુ દીધેલી પેટીને દેખી પોતાના મહેલમાં લઇ જઇ તાળું ઉઘાડી જોવાથી રાજાદિક ચારને દેખવાથી બહાર કાઢયા. ત્યારબાદ અનર્થના મૂળભૂત બ્રાહ્મણને જાણી શીલવતીના વચનથી તેને જીવતો મુકી દેશપાર કર્યો. સતી શીરોમણીને વસ્ત્રાલંકારાદિકી બહેનની માફક બહુમાન સત્કાર કરી આડંબર પૂર્વક ઘેર મોકલી. M૨૮૦ For Personal & Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ (ક્વટ કરીને પણ પોતાના શીયલનું રક્ષણ ક્રનારી રૂપશ્રીની ક્યા વણથલ નગરે રતિસેન શ્રેષ્ઠીનીરૂપસૌભાગ્યના નિધાન સરખી રૂપશ્રી નામની સ્ત્રી હતી. એકદા પ્રસ્તાવે તેનો સ્વામી દેશાંતરે ગયેલ હતો. તે સમયે રણમલ્લનામના એક જાર પુરૂષે ભોગ માટે તેણીની પ્રાર્થના કરી, તેથી પોતાના શીયલનું રક્ષણ કરવામાં ચતુર એવી તેણીએ કહ્યું કે અવસરે તારું ઇચ્છિત કાર્ય કરીશ.તેથી જારપુરૂષ મનોહર વસ્ત્રાલંકાર તાંબૂલાદિ તેને ઘરે મોકલવા લાગ્યો. બુદ્ધિશાળી તે સ્ત્રી તમામ લઈને સાચવવા લાગી. ત્યારબાદ પોતાનો સ્વામી ઘરે આવ્યા પછી જાર પુરૂષને કહ્યું કે આજે રાત્રિએ પ્રથમ પહોરે તારે આવવું. તેથી તે પણઆવ્યો અને ઘરમાં બેસી બારણા બંધ કરી દેવામાં પ્રેમ વાર્તા કરે છે તેવામાં સંકેત કરી રાખ્યા પ્રમાણે તેને સ્વામી આવ્યો, તેથી તેણીએ કહ્યું કે જયાં સુધી મારો સ્વામી મારૂં સેવન કરી સુઈ જાય ત્યા સુધી તું આ પેટીમાં પેસી જા તેમ કહી પેટીમાં નાખી વસ્ત્રરહિત કરી પોતાના સ્વામિના સાથે રમીને સુઈ ગઈ હવે દેશાંતરથી આવેલ આ શ્રેષ્ઠીઘણું ધન લાવેલ હશે. એમ જાણી તેજ રાત્રિયે તેના ઘરને વિષે ચોરોએ આખત પાડ્યું. બીજી વસ્તુ ઘરને વિષેહતી, પણ તાળાવાલી પેટીને દેખીને અંદર કાંઈ દ્રવ્ય ભરેલું હશે એવું માનીને ચોરોએ તે પેટી ઉપાડી, અને પોતાને ઘરે લઈ ગયા.પ્રાતઃકાળે હાહાકાર કરી પોતાના સ્વામિને કૌતુકવડે કરીને રૂપશ્રી કહેવા લાગી કે હે સ્વામિન્ ! તું સાંભળ ન કરતાં તે કીધું, કીધું તે ચોરે લીધું, જે પાસે તે તીહાં, શું થયું છેઈહાં ? સાત પાંચજ મળશે, હસી હસીને હાથ જ ઘસશે. For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આવી રીતે બોલીને તમામ વાત પોતાના સ્વામીને કહી, ત્યારબાદ ચોરોએ તે પેટી પોતાને ઘરે લઈ જઈ, તાળું તોડી ઉઘાડી જોયું તો વસ્રરહિત નમ્ર અને માથાના છૂટા કેશવાળા તે ચોરને દેખીને તમામ ચોરો તાલીયો પાડી બહુ જ હસવા લાગ્યામાટે તમામ સ્ત્રીઓને રૂપશ્રીના પેઠે પોતાનું શીયલનું રક્ષણ કરવા મૂકવું નહિ. 1શીયલ મહાગ્યે ભીમ શ્રેષ્ઠી સ્ત્રીની ક્યા છે ધારાનગરને વિષે ભોજરાજા રાજયકરતો હતો. તે નગરને વિષે ભીમ નામનો એક શેઠીયો રહેતો હતો. તેને લક્ષ્મી નામની સ્ત્રી હતી. અને તે શીયલાદિક ગુણે કરી શુશોભિત હતી.એકદા પ્રસ્તાવે ગ્રીષ્મ ઋતુને વિષે તુરતના પાકેલા આમ્રફળના રસને ઘી, ખાંડ, રોટલીના ભોજન સાથે ખાતો ખાતો ભીમ પોતાની સ્ત્રીને કહેવા લાગ્યો કે હે પ્રિયે, આવી રીતે આમ્રફળ યુક્ત મનોહર ભોજન મને નિત્ય મળે તો મારો, મનોરથ પૂર્ણ થાય પોતાના સ્વામીના આવા વાક્યને શ્રવણ કરીતેની સ્ત્રીબોલી કેહે સ્વામિન્ ! તમે શુશીલ પવિત્ર સદા કાળથીયો અને હું પણ પવિત્ર સદાકાળથી હોઉં, અને આપણું શીયલ પવિત્રાપણાની સદાકાળથી વૃદ્ધિ પામતું હોય, તો આપણા બગીચામાં નિરંતર આમ્રફળ ફુટયા જ કરે. આ વાત તમે નિશ્ચય જાણો તેથી તે બંનેના શીયલના પ્રભાવથી તેના બગીચામાં નિરંતર પરિપકવ આમ્રફળો થવા લાગ્યા, અને બન્ને જણા નિરંતર ભોજન કરવા લાગ્યા આવી રીતની તેની પ્રશંસા ગામ મધ્યે સાંભળીને ભોજ રાજાએ ગુપ્તપણે યોગીનો વેશ ધારણ કરી તેના ઘરને વિષે પ્રવેશ કર્યો અને બોલ્યો કે તક્ષ નિરંગનો નીતિ તેવું બોલીને ઊભો રહ્યો તેના વચન સાંભળી ભીમે બહારઆવી ભોજન કરવાની નિમંત્રણા કરી, તેથી યોગી બોલ્યો કે તે શ્રેષ્ઠી ! અમારે એવો નિયમ છે કે જેવું ૨૮૨ For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભોજન ગૃહપતિ કરે તેવું જ ભોજન મને કરાવે તો મહારે ભોજન કરવું. અન્યથા નહિ એવું સાંભળી શ્રેષ્ઠિએ તેને ભોજન કરવા બેસાડ્યો અને જોવામાં તેની સ્ત્રી કેરીનાં રસને ઘોળે છે તેવામાં તે કેરી રસ વિનાની જાણી, અને ઇંગિત આકારથી યોગી વેશ ધારણ કરી આવેલો આ ભોજરાજા છે એવું જાણીને શ્રેષ્ઠીની સ્ત્રી લક્ષ્મી બોલી કે - रे रे रसालफल मुञ्चसि किं रसं नो, आबाल पालित विशुद्ध पति व्रताया : । यन्मे मनः परनरेषु न लीनमीष, ज्जानामि भोजनृपति परदार लुब्धम् ॥१॥ ભાવાર્થ : રે રે આમ્રવૃક્ષ ! તારૂં ફળ રસને કેમ આપતું નથી ? કારણ આબાલ કાલથી વિશુદ્ધ શીયલને પાલનારી પતિવ્રતાહું , અને પરપુરૂષને વિષે મારૂ મન કદાપિ કાળે ગયું નથી, પરંતુ હું જાણું છું કે ભોજ રાજા પરસ્ત્રીને વિષે લુબ્ધ છે, તેથી જ તે આમ્રવૃક્ષ તારૂં ફળ રસને આપતું નથી. આવી રીતે બોલવાની સાથે જ કેરીમાંથી રસ નીકળ્યો. ત્યારબાદ તેનો અભિપ્રાય જાણી, યોગીવેશ ત્યાગ કરી પોતાના આત્માને પ્રગટ શીયલના માહાભ્યની પ્રશંસા કરી ભોજરાજા પોતાને ઘરે ગયો. ભીમ અને લક્ષ્મી અને બ્રહ્મચર્યના પ્રતાપે સદ્ગતિ પામ્યા. - શીયલ પાળવા વિષે ગુણ સુંદરીની ક્યા RO જંબુદ્વીપના ભરતક્ષેત્રને વિષે દક્ષિણ દિશાને વિષે ભદિલપુર નામનું ઉત્તમ નગર હતું. ત્યાં શ્રીમંતોના મોટા મહેલો હોવાથી તેમના શિખર ઉપર રહેલા ધ્વજા દંડો આકાશ મંડલની સાથે જાણે વાતો ૨૮૩ For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરતા હોયની શું? તેવી રીતે શોભતા હતા. ત્યાં પોતાના ભુજા બળ વડે કરી પરાક્રમી અરિ કેસરી રાજા રાજય કરતો હતો, તેને અભંગ સૌભાગ્ય વડે કરી સુંદર લાલિત્ય યુક્ત અને અર્ધદ્ધર્મ વડે કરી સુશોભિત કમલા નામની રાણી હતી. તેને અનેક પ્રકારે યાચના માનના કરતાં સેંકડો પુત્રો કરતાં પણ અધિક એક પુત્રી થઇ હતી તેથી રાજાએ પુત્ર જન્મના પેઠે તેનો અધિક જન્મોત્સવ કર્યો, અને યોગ્ય ગુણવાળી હોવાથી તેનું નામ ગુણસુંદરી પાડ્યું. ત્યારબાદ શુક્લ પક્ષમાં ચંદ્રમાની કળાના પેઠે તથા કલ્પ વલ્લીના પેઠે દિવસે દિવસે વધવા લાગી, અને યુવાવસ્થાને પામીને સર્વેને વલ્લભ થઇ, તેણી તમામ પ્રકારના શાસ્ત્રી પારગામી થઇ, વસ્ત્રાલંકાર પહેરાવી, રાણીએ રાજાની સભામાં મોકલી. ચોસઠ કળાની જાણનારી સાક્ષાતુ સરસ્વતી સમાન અને વિનય વડે કરી નમ્ર થયેલી અને નમસ્કાર કરનારી તેને રાજાએ પોતાના ખોળામાં બેસારી, અને આનંદને પામેલો શૃંગાર યુક્ત પોતાના સભાને દેખી હદયને વિષે અભિમાન કરી વિચારવા લાગ્યો કે અહો ! મારી દેવતાઈ સભા છે, આ દેવો છે, હું તેમનો સ્વામી ઇંદ્ર છું, માટે સ્વર્ગને વિષે આનાથી વળી વિશેષ શું સુખ છે ? એવી રીતે માનમદોન્મત્ત થઈને બોલ્યો કે તે સેવકો ! તમો આવા પ્રકારના સુખો કોના પ્રસાદથી ભોગવો છો ? તેવા વચનને સાંભલી તેઓ સમકાળે શીયાલીયાના પેઠે આકુળ વ્યાકુળ થઈને બોલ્યો કે હે સ્વામિન્ ! સાક્ષાત્ કલ્પવૃક્ષની છાયા સમાન તમારા પ્રસાદને પામીને ભમરાની પેઠે ઇચ્છિત સુખ ભોગવીએ છીએ આવા પ્રકારના સભાસદોના વચનને શ્રવણ કરી તે ગુણસુંદરી કર્મના મર્મને જાણનારી અને જૈન ધર્મના માર્ગમાં પ્રવીણ એવી કુમારીએ પોતાનું મસ્તક કંપાયમાન કર્યું. વિસ્મયને પામનારા રાજાએ મસ્તક કંપાવાનું ૨૮૪ For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કારણ પૂછવાથી કુમારી બોલી કે હે તાત ! શુભ અશુભ ફળની પ્રાપ્તિનું મુખ્ય કારણ એક પોતાના કર્મ જ છે, બીજા વડે કરીને શું ? એક લક્ષ્મી જ ચિરકાળ જીવો, કારણ કે તેના પ્રસાદથી લોકો મીઠું મીઠું બોલે છે. તે સાંભળી ભ્રકુટી ચડાવી અત્યંત ક્રોધાતુર થઈને રાજા બોલ્યો કે તું કોના પ્રસાદથી સુખ ભોગવે છે ? તેથી તે બોલી કે સર્વે પોતાનાં કરેલા કર્મના ફળને જ ભોગવે છે, આને વિષે બીજા તો નિમિત્ત માત્ર જ છે. ખોળામાંથી તેને જલ્દી નીચે ઉતારી, તેના સારા વસ્ત્રાલંકાર ઉતારી લઇ, મેલા જૂના ફાટેલા લુગડા પહેરાવી, જીર્ણ વસ્ત્રવાળા તથા દુબલા શરીરવાળા રૌદ્ર અને લાકડાને વહન કરનારા પુરૂષને પોતાના માણસો દ્વારારાજાએ બોલાવીને કહ્યું કે જા નીકળ. તારા કર્મનું ફળ ભોગવ આ ફળ તારી જીભનું જ છે. એમ કહી સેવકોને કહ્યું કે જે કોઈ આની પાછળ જશે તે મારો વેરી થશે. આવી રીતે કહેવાથી સભાના લોકો કહેવા માંડયા કે બાળક પર આવા પ્રકારનો કોપ કરવો જોઇએ નહિ, કારણ કે બાલ્યાવસ્થામાં સ્ત્રીના સ્તનને આકર્ષણ કરનાર બાલકને તેની માતા શું નથી સ્તનપાન કરાવતી ? અર્થાત્ કરાવે છે. માટે રોષ કરવો યુક્ત નથી. એવી રીતે લોકોએ મંત્રી વર્ગને તથા રાણીએ બહુ જ કહ્યા છતાં રાજાએ, માન્યું નહિ, પરંતુ વધારે ક્રોધાતુર થયો. આ અવસરે પ્રફુલ્લિત મુખ કમળવાની સુંદરહું મારા કરેલા કર્મને ફલ ભોગવીશ એમ માનીને આત્માને આનંદિત કરતી, કાગડાની પાછળ જેમ હંસલી જાય તેમ તે રંકના પાછળ ચાલી, અને તેના જીર્ણ મંદિરમાં જઈ પોતાના પતિને આસન આપ્યું. ત્યારબાદ તે રેકે કહ્યું કે હરાજકુમારિ ! તારી ઇચ્છા હોય ત્યાં જા, કારણ કે સુવર્ણ જ્યાં જાય ત્યાં શોભાને પામે છે. આવા તે રંકના વાકયને શ્રવણ કરીને તે બોલી કે હે સ્વામિન્ ! ફરીથી તમે એવા પ્રકારના વચન બોલશો નહિ, કારણ કે મને તો M૨૮૫ ૨ For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તમે ચિંતામણી રત્ન સમાન જ છો. અને મને શરણ પણ તમારું છે, એમ કહી તેના માથામાં વાળનો ગોટો વાળેલો હતો તેને જેવો સાફકરવા બેસે છે તેવામાં મલયાચલ પર્વત ઉપર ઉત્પન્ન થયેલા બાવનાચંદનની ઘણી જ સુગંધ દેખીને બોલી કે હે સ્વામિન્ ! આ શું છે, એમ કહી પુછ્યું કે આજે તમે લાકડાનો ભારો કયાં નાખ્યો છે ? તેણે કહ્યું કે ભોજન નહિ મળવાથી કંદોઈની દુકાને મુકેલ છે ત્યારબાદ તેના સાથે જ તે ભારો લઈ આવી, કારણ કે વાદળાથી ઢંકાયેલો એવો પણ સૂર્ય શું પોતાનું તેજ પ્રકાશ્યા વિના રહે ખરો કે ? અર્થાત્ ન જ રહે. તેમાંથી એક ટુકડો લઇને ગાંધીની દુકાને જઈ તેને વેચી, તેના વસ્ત્રાલંકાર ધારણ કર્યા. ત્યારબાદ તેના કેશ, નખ સમરાવીને તથા નવરાવી તેને માણસની લાઇનમાં આવ્યો. હવે લોકો વિચાર કરે છે કે આ રંક હતો પણ પુન્યોદયને લઇને રાજાની પુત્રીને પામ્યો, માટે લોકોએ આ રંકનું નામ પુજ્યપાલ પાડયું, ત્યારબાદ જે વૃક્ષથી લાકડા લાવેલ હતો તે વૃક્ષ આખાને તેણીએ માણસો મોકલી કપાવી મંગાવ્યું અને તેને વેચીને એક હજાર સોના મહોરો ઉપાર્જન કરી હવે ગુણસુંદરી વિચાર કરે છે કે વ્યાપાર વિના મોટા મેરૂ પર્વત જેટલા પૈસા હોય તો પણ થોડા વખતમાં ખૂટી જાય છે, માટે મારે ઉદ્યમ કરવો જોઇએ, એવું વિચારી વેપાર કરવા લાગ્યો ત્યાર બાદ ગામ બહાર જઈ તેના ધણીને વર્ણ માત્રનું જ્ઞાન કરાવ્યું, ત્યાર બાદ ગણિત શાસ્ત્રને વિષે પોતાના પતિને પ્રવીણ કર્યો અને વસ્ત્રોને લેવા વેચવાના કામમાં માહિતગાર કર્યો. અને હેય તથા ઉપાદેય કર્મને વિષે હુંશીયાર કર્યો અનુક્રમે વિદ્યાને વિષે પોતાના સ્વામીને દશ થયેલો દેખીને ધર્મ કર્મના મર્મને જાણનારો બનાવ્યો. ત્યારબાદ પોતનપુર જઈને કરિયાણા લેવા વેચવાના કામને વિષે For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કુશળ બનાવ્યો, આવી રીતે પોતાના મૂઢપતિને પણ સર્વ કાર્યમાં એવો પ્રવીણ બનાવ્યો કે તેની ચુતરાઈદેખી ડાહ્યામાં ડાહ્યા પુરુષો પણ ચિત્તને વિષે ચમત્કાર પામ્યા હવે સર્વપ્રકારે હુંશિયાર પોતાનો પતિથવાથી નિશ્ચિત ચિત્તવાળી થઇ એકદા વહી જોવા માંડી તો તેને વિષે દક્ષતો લખેલા હતા કે સાત ઔષધથી સુવર્ણ સિદ્ધિ થાય છે, તેવું જાણીને તેણીએ તે મેળવી તેની ઇંટ બનાવી અગ્નિમાં નાખી તો તે ઇટ સુવર્ણમય બની ગઇ, ત્યારબાદ ઘણું સોનું બનાવી અત્યંત નિશ્ચિત થઇ, દઢતાથી ધર્મનું સેવન કરવા લાગી, અને ધર્મનો પ્રભાવ બહુ જ શ્રેષ્ઠ માનવા લાગી. હવે પુન્યપાલ પણ રાજાની પેઠે નિવાસ કરતો લોકોને બહુ જદાન આપવા માંડયો તેથી તેની કીર્તિ વિસ્તારને પામી જેમ જેમ લક્ષ્મી વધવા માંડી તેમ તે ધર્મ વધવા માંડયો અને જેમ જેમ ધર્મ વધવા માડયો, તેમ તેમ દાન વધવા માંડ્યું. જેમ દાન વધવા માંડયું તેમ તેમ લક્ષ્મી અને કીર્તિ બંને વધવા માંડયા ,કારણકે લક્ષ્મીની વૃદ્ધિથી જ પુરૂષો પણ પંડિત બની જાય છે. ત્યારબાદ ત્યાં રહેલા રાજાના આદેશથી પુન્યપાળે ઘણી લક્ષ્મી ખર્ચા એક મનોહર જૈન મંદિર બંધાવ્યું તેનું શિખર ગગનને વિષે ગર્જારવ કરવાલાગ્યું, અને મનોહર જિનબિંબ તેમાં પધરાવ્યું, ત્યારબાદ વિવિધ પ્રકારના તોરણો બાંધ્યા. હવે ગુણસુંદરીએ વિચાર કર્યો કે એક જગ્યાએ લાંબો કાળ રહેતો માણસ જડ બુદ્ધિ જેવો થઈ જાય છે, માટે ધર્મ બુદ્ધિવાળો પોતાના પતિને પરદેશને વિષે જવાને માટે પ્રેરણા કરવાથી પુણ્યપાલે નાના પ્રકારના કરિયાણાના વાહનો ભરી અને નગરને વિષે પડહ વગડાવ્યો કે જેના પાસે વસ્ત્ર, વાહન, ભાતુ કાંઇપણ નહિ હોય તેને સર્વ હું આપીશ, માટે મારી સાથે જેને ચાલવું હોય તે ચાલો આવી રીતે કહેવાથી ઘણા લોકો તેમના સાથે ચાલ્યા. તે લોકોને લઈને સારા દિવસે સારા મુહૂર્તે સારા શુકને બંદી વર્ગના સાથે રાજાને પુછીને (૨૮૭) For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુજ્યપાલ સિંહલદ્વીપે ચાલ્યો. હવે માર્ગને વિષે સર્વ ઋદ્ધિ વડે કરીને ચાલતો અને દુનિયાના જીવોને દાન આપતો, સાક્ષાત્ જંગમ કલ્પવૃક્ષની ઉપમાને પામતો પુજ્યપાલ સર્વ જગ્યાએ પ્રસિદ્ધિ પામ્યો રસ્તામાં જીર્ણ ચૈત્યોનો ઉદ્ધાર કરતો, અને ચૈત્ય ન હોય ત્યાં નવું જ જૈન મંદિર સ્થાપન કરતો, જાણે પોતાના પુન્યનો ઢગલો હોયની શું ? તે પ્રમાણે પુન્યનું પોષણ કરવા લાગ્યો આવી રીતે અનેક પ્રદેશોને ઊલ્લંઘન કરીને પોતાના યશને વધારતો પ્રબલ પુન્યનો ધણી પુજ્યપાલ અનુક્રમે સિંહલ દ્વીપે પહોંચ્યો. ત્યાં પોતાના સેવકોને અદ્ભૂત માણિકયના અલંકાર વડે કરી મનોહર બનાવી, જંગમ કલ્પવૃક્ષની પદવીને પ્રસિદ્ધ કરી ત્યારબાદ જુદા જુદા દેશના લાખો ઘોડા પોતાની પાસે મંગાવ્યા, તેમજ વિંધ્યાચળ પર્વત થકી મદથી ઝરતા ભદ્ર જાતિના હજારો હાથીઓ મંગાવ્યા, આવી રીતે પોતાના પતિને ઘણી જ વિભૂતિ દેખીને અવસર પામીને મધુર શબ્દો વડે કરીને ગુણસુંદરીએ કહ્યું કે હે સ્વામી આ ધન વીજળીના પેઠે ચંચલ છે, માટે વિવેકી મનુષ્યોએ શીવ્રતાથી તેનો સારા માર્ગે વ્યય કરવો જોઇએ. કારણ કે જે લક્ષ્મી સારા માર્ગે ન જાય તે લક્ષ્મી મેળવ્યાનું ફળ શું? માટે લક્ષ્મીને તુરત સારા માર્ગે વાપરવી, તથા પોતાના દેશમાં જઈ સ્વજન વર્ગને દેખાડી તેને પણ સહાય કરવામાં વિલંબ ન કરવો અને વિશેષ કરીને હે નાથ ! અરિકેસરી રાજાને પણ તમારી રિદ્ધિ દેખીને અભિમાન રહિત થઈ કર્મનું ફળ પ્રત્યક્ષ દેખે એમ કરવું, ગુણસુંદરીનું વચન સિદ્ધ કરવા, અને અભિમાન રાજાનાં નેત્ર ઉઘાડવા પુજ્યપાળે તે વખતે જ જય ઢંઢેરો વગડાવી અને ચાલવા માંડયો. હવે રસ્તામાં ચાલતા એવા પુજ્યપાલનો ઘણા રાજાઓ સત્કાર કરવા માંડ્યો એવી રીતે દરેક ઠેકાણે સત્કાર-સન્માન પામતો જીર્ણોદ્ધાર M૨૮૮) ૨૮૮ રૂ For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નવીન દેરાસર, સંઘસ્વામી વાત્સલ્ય, દીનોદ્વાર વિગેરને કરતો. શ્રી જૈન શાસનની અત્યંત શોભાને વધારતો ચાલ્યો. તે સમયે તેને દેખીને આ શું બળદેવ છે, વાસુદેવ છે, ચક્રવર્તી છે, સ્વર્ગલોકની નીચે આવેલ ઇંદ્ર છે, આવી લોકો કલ્પના કરવા લાગ્યા. હવે પુજ્યપાલ પણ મહાનાયકની પદવી ધારણ કરતો ઉતાવળથી ચાલતો ઘણી ભૂમિ ઉલ્લંઘન કરીને ભદિલપુર નગરની સીમાને વિષે પહોંચ્યો. ત્યાં પોતાની પ્રથમની કાષ્ટ વૃત્તિને સ્મરણ કરીને વારંવાર મિત્રોને તે કહી બતાવીને કર્મની વિચિત્રતાનું વૈચિત્ર્યપણુ ચિંતવવા લાગ્યો ત્યારબાદ સાર્થને નજીકની ભૂમિને વિષે સ્થાપન કરીને ગામના નજીકના ભાગમાં વિમાન સદેશ મહેલ કરાવ્યો અને જાણે પોતાના ગુણનો ઢગલો જ હોયની શું, એવા નિર્મલ રત્નોના થાલ ભરીને અરિકેસરી રાજા પાસે જઈને પુન્યપાલે ભેટશું કર્યું, અને અનેક દેશદેશાંતરના વૃત્તાંત વડે કરીને પુન્ય પાળરાજાને આશ્ચર્યચક્તિ કરી દીધો, જે ભાવો રાજાએ પોતાની જિંદગીમાં નહિ દેખેલો તે ભાવને દેશાંતરને વિષે ફરતા લોકો જે દેખી શકે છે. ત્યારબાદ કેટલાયેક હાથીયો લક્ષ્મી આપીને લેવાનું રાજાના મંત્રીએ કહેવાથી પુન્યપાલે કહ્યું કે ધન વડે કરીને શું તે બધુ આપનું જ છે, માટે આપને જે જુવે તે ત્યાં પધારી લઈ લ્યો. ત્યારબાદ કૌતુકથી રાજા પણ કેટલાક પરિવારની સાથે પુજ્યપાલની રિદ્ધિ જોવા લાગ્યો ત્યાં વિવિધ પ્રકારના વસ્ત્રાલંકારો આંડબરથી પુજ્યપાલના માણસોને દેખી રાજાના આનંદનો પાર રહ્યો નહિ. ત્યારબાદ પુજ્યપાલે ઉત્તમ બાજોઠ ઉપર રાજાને બેસાડી દેવતાઈ રિદ્ધિ સહિત સ્નાન કરાવી તથા રેશમી હીરાગળ વસ્ત્ર પહેરાવી કેશર, ચંદન, બરાસ વડે કરી રાજાને દેવગૃહને વિષે પૂજા કરવા મોકલ્યો ત્યારબાદ ધૂપ, દીપ, નૈવેધ, ફળ કુસુમ વડે કરી પૂજા કર્યા બાદ M૨૮૯) For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભોજનશાળાને વિષે લઈ જઈ, સોનાના બાજોઠ ઉપરબેસાડી રત્નના થાલ તથા કટોરી મુકી રાજાને ભોજન કરવા બેસાર્યો. ત્યારબાદ દિવ્ય ધોળા વસ્ત્રાલંકારને ધારણ કરી દેવીના પેઠે પૂર્વના દ્વારથી નીકળીને કોઈક સ્ત્રી ઉત્તમ પ્રકારની રસવતીને પીરસી ચાલી ગઈ. ત્યારબાદ પીળા વસ્ત્ર ધારણ કરી પશ્ચિમ દ્વારથી નીકળી કોઈક સ્ત્રી વિવિધ પ્રકારના પકવાનો પીરસી ચાલી ગઈ પછી લાલ વસ્ત્રને ધારણ કરી ઉત્તમ દિશાના દ્વારથી નીકળી કોઈક સ્ત્રી ઘી તથા નાના પ્રકારના વ્યંજનાદિકને પીરસી ચાલી ગઇ. હવે જુદા જુદા વેષથી જુદી જુદી સ્ત્રીઓને પીરસી ગયેલી જાણીને આશ્ચર્ય ચકિત થઇ રાજાએ પુણ્યપાલને કહ્યું કે- તમારે કેટલી સ્ત્રીયો છે, તેથી પુણ્યપાલે પણ હસીને કહ્યું કે હે સ્વામિન્ ! આપે જેટલી ધારી તેટલી સ્ત્રીઓ છે. હવે ભોજન કરી રહ્યા બાદ રાજા અને પુન્યપાળ એક બાજુ બેસી સુખ શાન્તિની વાર્તા કરવા લાગ્યા. તે વખતે હર્ષના આવેશથી સમયને જાણનારી ગુણસુંદરીયે રંકને આપતી વખતે પોતાના પિતાએ જે મલિન વેષ આપેલો હતો તે પહેરીને પોતાના પિતા પાસે આવી તેને દેખી વિલક્ષણપણું ધારણ કરી મંદ ચક્ષુવાળો થઇ રાજા બોલ્યો કે હે વત્સ ! સારો વેષ પહેરી તું મારી પાસે બેસ, ગુણસુંદરીએ એમ કરવાથી રાજા બોલ્યો કે હે પુત્રી ! જે થાય છે તે પોતાના કર્મથી જ થાય છે, બીજા જીવો કોઈને કાંઈ પણ સુખદુઃખ કરી શકતા નથી. આ વાત તે મને સત્ય કરી દેખાડી છે, અને અભિમાનમાં અંધ થઈ ઉન્માર્ગે જતો તે મને અટકાવ્યો છે. જુદા જુદા શૃંગાર સજીને તું એક જ આવતી હતી, પરંતુ મેંતને ઓળખી નહી, હે વત્સ ! આ પુજ્યપાળ કોણ? તેવું રાજાએ કહેવાથી વેત્રીએ મુળથી પુન્યપાળ અને ગુણસુંદરીનું વૃતાંત કહેવાથી મંત્રી, સામંત, સ્વજન વર્ગ, ૨૯૦ ૨૯) For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નગરના લોકો તથા ગુણસુંદરીની માતા તમામ ત્યાં આવી ઉત્કંઠાથી ભેટી પડ્યા ગુણસુંદરીની માતા પણ આંસુ લાવી પોતાની પુત્રીને ભેટી કહેવા લાગી કે હે પુત્રી ! તને દેખી મારા હરખનો પાર રહ્યો નથી. મારા હૃદયમાં હર્ષ માતો નથી. ત્યારબાદ ધાત્રી તથા સખીયો તથાદાસીઓ તથા બાલ્યાવસ્થાના સ્નેહીયો વિગેરે તમામ અહંકારથી, હુંકારથી, હકથી આવ્યા અને ગુણસુંદરીનો આવા પ્રકારનો વૈભવ સાંભળીને તમામ લોકો કોલાહલ કરવા માંડ્યા. ત્યારબાદ ગુણસુંદરીએ પિતાના તમામ સેવકોને વસ્ત્રાલંકારથી સત્કાર કર્યો, અને બીજાનો પણ યથાયોગ્ય સત્કાર કરી યોગ્ય માન આપ્યું, અને તમામ લોકો બાળચંદ્રના પેઠે પુજ્યપાલને આનંદથી જોવા લાગ્યા અને તે પણ વિનય વડે કરી નમ્ર થઇ પોતાના સસરાને પગે લાગ્યો રાજા અને પુજ્યપાલ હાથી ઉપરબેસી અંતઃ પુર સહિત મહાન આડંબરથી નગરને વિષે ચાલ્યા, ત્યાં રસ્તાને વિષે વર્ધમાન સૂરિને દેખ્યા. તે લોકોને ધર્મોપદેશ આપતા હતા, તેથી ઇષ્ટ ભોજનના પેઠે રાજાએ પોતાના જમાઈ પુન્યપાળને કહ્યું કે તમારો વૈભવ સાંભળી મને વૈરાગ્ય તો થયો છે, પરંતુ વિસ્તારથી ગુરૂમખથી ધર્મ સાંભળવાની ઇચ્છા કરું છું. એમ કહી અતિ આનંદથી તમામ એકત્ર થઈ સૂરિ પાસે ધર્મોપદેશ શ્રવણ કરવા ગયા, અને ગુરૂમહારાજના ચરણારવિંદને નમસ્કાર કરી ગુરૂ મુખે દષ્ટિ સ્થાપન કરીદેશના સાંભળવા બેઠા સંવેગ રંગને ઉત્પન્ન કરનારું વ્યાખ્યાન કરતાં ગુરૂમહારાજ કહેવા લાગ્યા કે જે જીવો શ્રીમાનું જિનેશ્વર મહારાજના ધર્મની દૃઢતાથી આરાધન કરે છે તે જીવો શ્રી ધર્મરૂપી કલ્પવૃક્ષના સત્કલે જન્મી લક્ષ્મી, યશ, માન, ઉત્તમ પ્રકારનો સંગ એવા ઉત્તમ ફલોને પામે છે. હે સભાજનો ! તમો આશ્ચર્યથી જુઓ કે આ ગુણસુંદરીએ પોતાનું ઉત્તમોત્તમ પ્રકારે નિર્મળ શિયલ પાળેલ છે. તેનું ૨૯૧ ભાગ-૧ ફર્મા–૨૦ For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આ પ્રત્યક્ષ ફળ મેળવેલ છે. અને છેડે તે મુક્તિને પણ પfa કરશે. જીવો આ અપાર દુસ્તર સંસારરૂપી સાગરનો પાર ચારિત્રારૂપ નાવ વિનાકદાપિ કાળે પામી શકતા નથી, માટેદશ દષ્ટાંતે દુર્લભ એવા માનવભવને પામીને જીવોએ સંસારનો ત્યાગ કરી ઉચ્ચ કોટીનું સંયમ પાળવા કટિબદ્ધ થઇ માનવ જન્મની સફળતાને સિદ્ધ કરવી જોઇએ ભવ્ય જીવો હશે તેને કોઈક ભવને વિષે પણ સંયમ લીધા વિના છુટકો થશે જ નહિ. ત્યારે અત્યારે જ કર્મ શત્રુઓના નાશને માટે જે જીવો જિનેશ્વર મહારાજની પ્રવજયાને ગ્રહણ કરે છે, તે શીઘ્રતાથી મુક્તિ નગરમાં જઈ અનંત સુખના ભોકતા થાય છે, એવા પ્રકારનો સુરીશ્વરજીનો બોધ શ્રવણકરીને રાજા સુરીશ્વરજીને કહેવા લાગ્યો કે હું આપના ચરણ કમલને ગ્રહણ કરું છું, કારણ કે મહાત્મા પુરૂષોએ જે ઉપદેશ કરેલ હોય તે સાંભળીને નિરૂધમી ન થવું જોઇએ, પણ ઉદ્યમ કરવો જોઇએ એવું કહીને રાજા નગરને વિષે ગયો, અને મંત્રિયોના સાથે વિચાર કરી દયાળુ રાજાએ બંદિવાનોને છોડી દઇ પુત્રના અભાવથી પોતાના જમાઈ પુન્ય પાળને રાજય આપીને ઘણા અર્થી લોકોને દાન આપીને ઘણી લક્ષ્મી સાત ક્ષેત્રને વિષે વાપરીને આડંબર સહિત ગુરૂ મહારાજ પાસે આવીને રાજાએ ચારિત્રને અંગીકાર કર્યું, અને નિષ્કલંકપણે તેનું પ્રતિપાલન કર્યું. પુજ્યપાલ રાજા પણ જૈનધર્મની પ્રભાવના કરતો ન્યાય અને નીતિ વડે કરી પ્રજાનું પ્રતિલાન કરવા લાગ્યો ત્યારબાદ ગુણસુંદરીએ પુન્યપાલ રાજાને કહ્યું કે હે સ્વામિ !! યૌવન અવસ્થા છે તે મરણ દશાના ઉપર આરૂઢ થયેલ છે, અને લક્ષ્મીનો સમૂહ જે છે તે પણ કવિકર્ણના સમાન ચપલ છે, અને શરીરો હજારો દુઃખો વડે કરીને વ્યાપ્ત રહે છે, માટે હે નાથ ! તમે ધર્મને વિષે વિશેષ કરીને બુદ્ધિને ધારણ કરો.ગુણસુંદરીનાં યુક્તિયુક્ત વચનોનો શ્રવણ કરી વિવેકી રાજાએ (૨૯૨ For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતાના સુલોચન નામના પુત્રને રાજ્યગાદી ઉપર સ્થાપન ક્યું અને મહાન ઉત્સવ સાથે પુન્યપાલે તથા રાણી ગુણસુંદરીએ ગુરૂ મહારાજ પાસે ચારિત્રને અંગીકાર કર્યું, અને નિર્મલપણે તેનું પ્રતિપાલન કરી, તપ તપીને, ધાતિકર્મને ક્ષીણ કરીને, કેવળજ્ઞાન મેળવી અઘાતિ કર્મની ક્ષીણતાન સાથે પુજ્યપાલ મુનિ અને ગુણસુંદરી સાધ્વી મુક્તિમાં ગયા.અને ત્યાં અખંડ અક્ષય અવ્યાબાધ સુખના ભોકતા થયા. તે માટે કહ્યું છે કે જે ધીર વીર પુન્યશાળી જીવો અખંડ શીયલ પાળવાની ઇચ્છાવાળા થાય છે તે ઈહલોક તથા પરલોકને વિષે ગુણસુંદરીની પેઠે વાંછિત સુખ મેળવવા મહાન ભાગ્યશાળી થાય છે. CT શીયલ ઉપર સંગ્રામ સોનીની ક્યા છે મંડપાચલ દુર્ગે ગ્યાસુદીન રાજાના રાજયને વિષે આનંદશ્રાવકની પેઠે શ્રાવકોને વિષે અગ્રેસર, સુદર્શન શ્રેષ્ઠીની પેઠે શીયલવાનોને વિષે મુકુટમણિ એવો સંગ્રામ નામનો સુવર્ણકાર (શાહુકાર) રહેતો હતો. તે સર્વ રાજ્યનો અધિકારી હતો.દેવપુજા, દયા દાન, જૈનશાસન પ્રભાવના આદિ સર્વ ધર્મકાર્યને વિષે શ્રેષ્ઠ તે શ્રાવક ધર્મનું પ્રતિપાલન કરતો હતો. એકદા વનને વિષે વસંત ઋતુમાં બાદશાહ સર્વ વૃક્ષોને પુષ્પો આવ્યાથી સંગ્રામસોની સહિત વનમાં ગયો,ત્યાં અત્યંત ઘટાદાર, શીત, ઉષ્ણ, વર્ષાકાલના ઉપદ્રવને નિવારનાર સમગ્ર લોકોને આનંદ આપનાર ગાઢ છાયાવાળા એક મહાન આમ્રવૃક્ષને દેખી તેની છાયામાં બેસવાની ઇચ્છાવાળા બાદશાહને તેના પરિવારોએ કહ્યું હે દેવ? આ વાંઝીયા આંબા નીચે બાદશાહને બેસવું કહ્યું નહિ, બાદશાહે કહ્યું કે જ્યારે આ વાંઝીયો છે તો આના વડે કરીને શું ? ઘણી વનની ભૂમિ રોકે છે માટે આને મૂળથી ઉખેડી નાખો. એવા કાનને કટુ વચન સાંભળીને પરમાહત ૨૯૩ For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સંગ્રામ સોની વિચારકરવા લાગ્યો કે આ પ્લેચ્છ લોકો કરુણા રહિત હોય છે, માટે બાદશાહ આ મોટા આંબાની જરૂર નાશ પણ કરશે. આ વૃક્ષનું હું રક્ષણ કરું એમ ચિંતવીને કહ્યું કે હે સ્વામિન્ ! આ ફળશે કે નહિ તેમ હું જઈને તેને એકવાર પૂછી આવું બાદશાહે હા પાડવાથી ત્યાં જઈ પોતાના હાથથી તેને સ્પર્શ કરીને કહ્યું કે હે સહકાર ? જો મારું સમ્યકત્વ અને શીયલ સાચું હોય તો જલ્દીથી ફળીભૂત થજો. એમ કહી ફરીથી પોતાના હાથથી આંબાને સ્પર્શ કર્યો અને બાદશાહને જઈને કહ્યું કે હે દેવ ! મારે મુખે આંબાએ બાદશાહને જઇને કહ્યું કે હે દેવ ! મારે મુખે આંબાએ કહ્યું કે હું આવતા વર્ષે જરૂર ફળીશ. જો ન ફળે તો બાદશાહને ગમે તેમ કરે એવું સાંભળી બાદશાહ પોતાને સ્થાને ગયો. હવે સંગ્રામ સોનીએ બીજે દિવસે દુધ વડે તે આંબાના કયારાને પૂર્ણ કરી કહ્યું કે આમ્ર ! તારું મેં રક્ષણ કર્યું છે, માટે મારું વચન સત્ય થાય તેમ તારે પણ વર્તન કરવું. માળીને કહ્યું કે આ આંબો ફળશે ત્યારે મને વધામણીઆપવી. ભાગ્યયોગે આવતે વર્ષે અત્યંત ફલો તે આંબાને દેખી, માળીએ સંગ્રામને વધામણી આપવાથી તેણે તેનાં કોમળ ફળોથી થાળ ભરીરાજાને ભેટણ કર્યું અને કહ્યું કે તે આમ્રવૃક્ષે આ ભેટછું મોકલાવ્યું છે બાદશાહે પોતાના પુરૂષોને મોકલી તેનો નિર્ણય કરી, આશ્ચર્ય પામી તે ફળોને ખાધા. સંગ્રામ સોનીની આવી અપૂર્વ સજજનતા જોઈ રાજાએ તેનું બહુમાન કર્યું. ધર્મનો પ્રભાવ અચિંત્ય CT ચાર કષાયો ઉપર જુદાજુદા દષ્ટાંતો O ક્રોધ, માન, માયા, લોભ. આ ચારે કષાયો જુદા જુદા જીવોએ કરવાથી તે ચારે દુ:ખના ભાગીદારો બન્યા જુઓ : ૨૯૪ For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દ્રષ્ટાંતો યથા : વસંતપુર નગરને વિષે ૮૪ ચૌટાને વિષે જે ચીજ જેને જોઇએ તે ચીજ તેને મળી રહે છે, ત્યાં ચંદ્ર રાજા છે, સોમ નામનો મંત્રી છે, તથા શ્રેષ્ઠી સામંત વણિક પુત્રો વિગેરે ઘણા વસે છે, જે જે વસ્તુઓ ત્યાં આવે છે, તે તે વસ્તુઓને લોકો ગ્રહણ કરે છે, આવી તે નગરની ખ્યાતિ બહાર થઇ, ત્યારબાદ ભીમપુર નગરના કમલ નામના રાજાએ તેની પરીક્ષા કરવા માટે છાર કચરાદિક વડે કરી આઠ ગાડાં ભરી તેને નગરમાં વેચવા મોકલ્યાં, હવે લોકો તેની વસ્તુઓ ગ્રહણ કરવા આવે છે, તેવામાં છાર, પંજાદિક દેખીને પાછા વળવા માંડયા, તે અવસરે વસ્તુના સ્વામીઓએકહ્યું કે બીજા ગાડાઓ છે તેમાંથી તમારે જે વસ્તુઓ જોઇએ તે ગ્રહણ કરો, ત્યારે લોકોએ કહ્યું કે તે દેખાડો. તેથી તેમણે કહ્યું કેબે ગાડામાં ક્રોધ છે, બગાડામાં માને છે, બે ગાડામાં માયા છે બે ગાડામાં લોભ છે. હવે જો તમે નહિ લ્યો, તો તમારા નગરની ખ્યાતિ દૂર થશે, ત્યારબાદ ઘણા લોકોએમળી ઘણું તેનું માગેલું દ્રવ્ય આપીકો માન માયાલોભાદિક ચાર ગાડાને લીધાં, અને બાકીના ચાર ગાડાને સાંયકાળે રાજદ્વારે તે લઈ ગયાને કહ્યું કે આ ચાર ગાડા તમારા નગરમાંથી પાછા જશે તો તારા નગરની ખ્યાતિ જશે, તેવું સાંભળી લોભનું ગાડું રાજાએ લીધું, તેથી રાજા તૃપ્તિ રહિત થયા, તથા માનનું ગાડુ મંત્રીયોએલીધું તેથી તેઓમાની થયા,માયાનું ગાડું વાણિયાયેલીધું, તેથી તેઓ માયાવી થયા, ક્રોધનું ગાડું બ્રાહ્મણોએ લીધું, તેથી તેઓ ઘણા ક્રોધી થયા. 1 ક્રોધ કરનારની દુર્દશા 0 ક્રોધ કરનાર મરી નરકે જાય છે, અથવા તિર્યંચ થાય છે, તેનું લોહી સુકાઈ જાય છે, તેને ધર્મ સૂજતો નથી તે મરી વીંછી સર્પ થાય ૨૯૫૦ ૨૯૫ For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે,પિતા પુત્ર સાથે લડે છે, તે કુટુંબના સાથે કલેશ કરે છે, તે ઝેર ખાઈ મરે છે, તે પાણીમાં ડુબી મરી છે, તે ફાંસો ખાય છે, તે દુર્ગતિ જાય છે, તે અનંતભવરખડે છે, તે દુષ્ટ બુદ્ધિ થાય છે, તે કર્મનો અંતકરી શકતા નથી, તેની ક્માણી જાય છે, એની અક્કલચાતુરી જાય છે, શરીરે દુઃખી થાય છે સંસારસુખ જાય છે, તેની કોઈ પ્રીતિ કરતું નથી, ક્રોધથી અનેક અવગુણ થાય છે, ક્રોધ કરનારને આત્મહિત હોતું નથી. ક્રોધની સાથે પ્રીતિ કોઈ કરતું નથી ક્રોધ પાપની રાશીને ઉત્પન્ન કરે છે, ક્રોધી ગુણગણનો નાશ કરે છે. આવીરીતે ઈહલોક અને પરલોકના નાશને કરનાર ક્રોધને જાણી ક્રોધને દિયાપાર મોકલવા કટીબદ્ધ થવું તેજ જૈન શાસનના શણગારભૂત સર્જન જીવોને ઉચિત છે. ક્રોધ ઉપર સુરનું દષ્ટાંત વસંતપુર નગરને વર્ષ કનકપ્રભ રાજા હતો. તેને સર્વ કરતા ઇષ્ટ સર્વનો અધિકારી સુયશા નામનો પુરોહિત હતો. તેનો પુત્ર સૂર નામનો અતિક્રોધી અને કલેશ કરનાર હતો. તે દુષ્ટ બુદ્ધિવાળો નિરંતર અગ્નિના પેઠે બળતોજ રહેતો હતો. તેનો પિતા અન્યદા કાળ કરી જવાથી અને તે ક્રોધી હોવાથી તેને છોડી ને રાજાએ પુરોહિત પદે બીજાને સ્થાપન કર્યો, તેથી દ્વેષને ધારણ કરી ક્રોધ યુક્ત થઈ તેણે રાજાને મારવાને માટે અનેક પ્રકારે છિદ્રો જોવા માંડ્યા અન્યદા દોવાને અવસરે ગાયે તેને લાત મારી તેથી તેણે ગાયને મર્મ સ્થળને વિષે પ્રહાર કરવાથી તે મરણ પામી. અરે તે આ શું પાપ કર્યું ? આ ગાયને કેમ મારી ? એ પ્રકારે બોલનારી પોતાની સ્ત્રીને પણ તેણે મારી કકલાટ શબ્દ ઉઠવાથીરાજાને સેવકોએ તેને બાંધી રાજા પાસે આણ્યો અને રાજાએ પણ તેને મારવાનો આદેશ કર્યો. હવે નાના (૨૯૬ જ For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રકારે વિડંબના કરતા લોકો તેને જોવામાં વધ કરવા લઈ જાય છે. તેવામાં તેના પુન્યોદયથી કોઈ તાપસ આવ્યો. તેણે લોકને પૂછ્યું કે ભદ્ર ! આ શું છે ? આ શું બની ગયું ? આને તમે કેમ મારો છો તેઓએ કહ્યું કે આ કોઈ મનુષ્યરૂપી રાક્ષસ ઉભો થયો છે. તેણે સારા વચનની યુક્તિથી તેને મુકાવ્યો એટલે સૂરે તેના પાસે તાપસી દીક્ષા લીધી. તે ઘણું તપ તપી રાજાનો વધ કરવા નિયાણું કરી મરીને વાયુકુમારને વિષે દેવ થયો.તેણે વસંતપુર નગરે આવીને રાજા આદિ સર્વ લોકોને ધૂળથી ઢાંકીદીધા અરે ! ક્રોધની પ્રબળતા કેટલી ! ત્યાંથી ચ્યવીને ચંડાલ થયો. અને મરીને પ્રથમ નરકે ગયો. ત્યાર પછી દષ્ટિ વિષ સર્પ થયો અને મરીને નરકે ગયો. ત્યારબાદ અનંત સંસાર રઝલ્યો ઘણો કાળ ગયા પછી સૂરને જીવ શ્રીપુર નગરે રત્નરાજાના ગામડાનો અધિકારી બ્રાહ્મણનો પુરા થયો.તેજ પ્રકારે અન્યદા ક્રોધથી રાજાની સાથે કલેશ કરવાથી રાજાના સેવકોએ વનને વિષે વૃક્ષની શાખા સાથે બાંધ્યો તે અવસરે ત્યાં ચાર જ્ઞાનવાળા મુનિ આવેલા હતા તેને રાજા વંદન કરવા આવ્યો. અને વંદન કરી દેશના સાંભળવા બેઠો હે લોકો ! તમે ભંયકર ભવરૂપી અરણ્યને વિષે કેમ રહ્યા છો ? જલ્દી નાશી જાઓ, કારણ કે વૈરભાવને ધારણ કરનાર વૈરીઓ તમારા પાછળ દોડતા આવે છે. રાજાએ પૂછયું કે કોણ વૈરી ? જ્ઞાનીએ કહાં કે કષાયો, તેમાં ક્રોધ વૈરીઓને વિષે અગ્રપદ ધારણ કરે છે. આ આગળ વૃક્ષને વિષે બાંધેલ જે માણસ દેખાય છે તે સર્વ અનર્થનું મૂળ કારણ ક્રોધ જ છે એમ કહી મુનિએ સૂરના જન્મથી તે આજ સુધીનું તેનું ચરિત્ર કહેવાથીરાજા આદિક તમામ જીવો બોધ પામ્યા. કોઇએ શ્રાવક ધર્મ, કોઈએ અભિગ્રહો, કોઈએ સમ્યત્વ વિગેરે ગ્રહણ કરી પોતપોતાના કાર્યોને સાધ્યા. રાજાએ છોડેલો સૂરનો જીવ ૨૭ ૨૯૭ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પણ શાન્તિ ધારણ કરી, દીક્ષાને લઇ સર્વ સુખનો ભાજન થયો. સ્ત્રીરૂપી એક ક્ષમાજ આ ક્રોધને જીતે છે. અને બીજા પુરુષરૂપી ગુણો જે છે તે ક્રોધને જીતવાને સમર્થ નથી. કારણ કે મૂર્ખ અજ્ઞાનીઓએ આ ક્રોધ કરેલો હણેલો પણ સંસારથી ભય પામેલો મુનિ તેના સાથે કલેશને કરતો નથી, છતાં પણ કલેશ કરે તો તેના સમાન ગણાય છે. સંભળાય છે કે એક મુનિ મહાત્મા આગળ ઉપર ઉગ્ર તપ તપતા હતા તેના ગુણથી રજિત થઈ નિરંતર કોઈ દેવી આવીને નમસ્કાર કરીને કહે છે કે, “હે સાધો ! તમારું ચારિત્ર સુખે કરીને નિર્વહો છો ? શરીર નિરાબાધ છે ? અન્ય કોઈ ઉપદ્રવ નથી ને ? દેવ કે મનુષ્ય કોઈ ઉપદ્રવ તમોને કરે તો તમારે મને કહેવું. આવા પ્રકારની નિરંતર વાર્તા કરે છે. નિઃસ્પૃહ મુનિએ કહ્યું “મારે કાંઇ દુષ્કર નથી, કારણ કે જે સુખ સંતોષીને છે તે ચક્રવર્તીને પણ નથી અન્યદા પારણાને માટે નગરમાં જતાં તે મુનિને અપશુકનની બુદ્ધિથી એક બ્રાહ્મણે માર્યો, તેથી ક્રોધી થઈ મુનિએ પણ તેને મુઠી વડે કરી માર્યો. બન્નેનું યુદ્ધ થયું. આહાર પાણી કર્યા બાદ દેવીએ કુશળતા પૂછી ત્યારે રોષ કરીને મુનિએ કહ્યું, તે વખતે તું ત્યાં ન આવી અત્યારે આવી હવે શું કામની ? દેવી બોલી હે સાધો ! હું ત્યાં આવી હતી, પણ મેં તમને ઓળખ્યા નહિ, કારણ કે બન્ને લડતા હતા તેથી સમતા ધારણ કરીને ક્ષમા અને તપ આ બન્નેથી યુક્ત હોય ત્યારે જ ક્ષમાશ્રમણ કહેવાય છે. તે બેમાંથી એકનો પણ નાશ થાયતો ક્ષમાશ્રમણ નામની નિરર્થકતા કહેવાય છે. એવી રીતે દેવીએ બોધ કરેલ સાધુ ચારિત્રને ધારણ કરનારાઓને વિષે ચુડામણિ થયો, માટે હે મહાનુભાવો ! તમારે ઉંચપદની જો અભિલાષા હોય તો ક્રોધરૂપી યોદ્ધાનો જય કરો. M૨૯૮ ૨૯૮ For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શ્રીધર આચાર્યનું દષ્ટાંત માળો વિજયનાસનો અર્થ : માન વિનયને નાશ કરે છે. માનથી તમામ ગુણો નષ્ટ થાય છે અને દેવ, ગુરૂ, ધર્મ તત્વથી ભ્રષ્ટ થાય છે. માનથી ગુણોની હાનિ થાય છે જુઓ માન કરવાથી શ્રીધર દુ:ખી થયો હતો. स्याल्लब्धवर्णोऽपि हि मूर्खमुख्यो, यो ज्ञानगर्व वितनोति खर्वं । ज्ञानस्मयात् श्रीधरमत्र वाणी, निरुत्तरं प्रश्नपदेन चक्रे॥१॥ ભાવાર્થ : પ્રસિદ્ધિને પામ્યા છતાં પણ અને જ્ઞાનને મેળવ્યા છતાં પણ જે અત્યંતજ્ઞાનના ગર્વને કરે છે તે મૂર્ખાને વિષે મુખ્ય ગણાય છે, કારણ કે જ્ઞાનના ગર્વ થકી શ્રીધર સરસ્વતી વાણીના એક જ પ્રશ્નપદથી નિરૂત્તર થયો. એકદા પ્રસ્તાવે શ્રીધર આચાર્યે એક મહાન ગણિત નો ગ્રંથ બનાવ્યો અને તેને છેડે ગર્વને સૂચવનાર પોતાના નામનો એક શ્લોક બનાવ્યો કે - उत्तरस्तः सुरनिलयं दक्षिणतो मलयपर्वतं यावत् । प्रागपरोदधि मध्ये ,को गणकः श्रीधरादन्यः ॥१॥ ભાવાર્થ : ઉત્તરને વિષે મેરૂ પર્વત સુધી તથા દક્ષિણને વિષે મલયાચલ પર્વત સુધી તથા પૂર્વ પશ્ચિમ સમુદ્ર સુધીમાં શ્રીધર વિના બીજો ગણક કોણ હતો ? અર્થાત્ કોઈ જ નહિ. ત્યારબાદ હું સરસ્વતીનો પુત્ર છું, એવું બિરૂદ અભિમાનથી ધારણ કર્યું તેથી સરસ્વતી વિચાર કરવાલાગી કે અહો ! આ પંડિત ૨૯૯ ૨૯૯ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છતાં પણ મૂર્ખ દેખાય છે, કારણ કે તે આવી રીતે ગર્વ કરે છે, ત્યારબાદ સરસ્વતી એક ઘરડી ડોશીનું રૂપ કરીનેશ્રીધર આચાર્ય પાસે આવીનેકહેવા લાગી કે “હે શ્રીધર ! હું લેખાંકને જાણતી નથી, તું તો સર્વ જાણે છે, માટે મને કહે કે પુન દિન 4 વિ મવતિ? તેથી શ્રીધર બોલ્યો કે ત્રણ થાય, તેથી તે બોલી કે એમ ન બોલાય, માટે બરાબર કહે ત્યારે શ્રીધર બોલ્યો કે બાર થાય. તેથી તે બોલી કે એમ પણ ન થાય, તેથી શ્રીધર બોલ્યો કે હે ડોશી ! તું ગાંડી છેકે આટલું પણ જાણતી નથી, કારણકે મારું કહેલું કદાપિ ખોટું ન પડે. ડોશીએ કહ્યું કે એક્વીશ થાય, કારણ કે સંજાનાં વાન ગતિ : તેથી શ્રીધરે મસ્તક કંપાવીને કહ્યું કે હે માતા ! તું કોણ છે ! તેણે કહ્યું કે હું કાશ્મીર દેશમાં વસનારી ઘરડી ડોશી છું. તારો ગર્વ તોડવાને માટે અહીંઆ આવેલી છું, તેથી શ્રીધરે કહ્યું કે મેં શું ગર્વ કર્યા ? તેથી તેણીયે કહ્યું કે ૩ત્તરત: આશ્લોક કરવાથી જ તને ગર્વ છે. તે સાંભળી વિસ્મયપણાને પામેલા શ્રીધરે કહ્યું કે હે માત ! તું કોણ છે ! સત્ય સ્વરૂપ પ્રગટ કર. શા માટે તું મને છેતરે છે ? તેથી સરસ્વતીએ પોતાનું મૂળ રૂપે પ્રગટ કરવાથી, તેને સરસ્વતી દેવી જ દેખીને શ્રીધર ઊઠી તેને પગે પડીને કહેવા લાગ્યો છે માત ! હું બાળક છું, કે મેં ફોગટ ગર્વ કર્યો તેથી સરસ્વતીયે કહ્યું કે હે પુત્ર ! હવે પછી તારે ગર્વ કરવો નહિ, કારણ કે ગર્વ કરવાથી જીવો દુ:ખી થાય છે, આવા પ્રકારના સરસ્વતીનાં વચનોને સાંભળીને શ્રીધરે ગર્વનો ત્યાગ કર્યો. For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ CT માન ઉપર દશાર્ણ ભદ્રનું દૃષ્ટાંત વO માન કરવાથી દશાર્ણ ભદ્રને શોચવું પડેલ છે. આ ભરતક્ષેત્રે દશાર્ણપુર નગરને વિષેદશાર્ણભદ્ર નામનો રાજા ત્રિકાળ પરમાત્માનું પૂજન કરતો રાજય કરતો હતો. અન્યદા દશાર્ણપુર નગરના નિકટવર્તી દશાર્ણ નામના પર્વતને વિષે ભગવાન મહાવીર મહારાજ આવીને સમવસર્યા, તેથી તુરત ત્યાં આવીને દેવોએ સમવસરણની રચના કરી તેમાં બેસી ચોસઠ ઇંદ્રાદિક દેવો તથા બીજા જીવો પ્રભુની દેશના સાંભળવા લાગ્યા. ત્યારબાદ ઉદ્યાનપાળે આવીને રાજાને વધામણી આપી કે ભગવાન મહાવીર મહારાજા પધાર્યા છે. તેથી રાજાએ તેને પારિતોષિક દાન આપીને તથા ભગવાન સમવસરણ સન્મુખ સાત આઠ પગલા આગળ જઇને પ્રભુને ભાવથી નમસ્કાર કર્યો અને ભગવાનની સ્તુતિ કરીને ચિંતવના કરવાલાગ્યો કે પ્રાતઃકાળે હું પ્રભુને એવી રીતે વંદન કરીશ કે આગળ કોઈએ મારી પેઠે વંદન કરેલ ન હોય ત્યાર બાદ પ્રભુનું આગમન . જણાવા માટેરાજાયે નગરને વિષે પડહવગડાવ્યો, અને વિવિધ પ્રકારની ધજા તથા તોરણાદિક વડે કરી સમગ્ર નગરને શોભિતકરી, નાના પ્રકારના સુગંધી દ્રવ્યોને સળગાવી નગરને સુગંધમય બનાવાયું ત્યારબાદ સર્વ શૃંગારસાર હાથી ઉપરબેસીને રાજા ભગવાન પાસે જવાને માટે તૈયાર થયો તેવા અઢાર હજાર હાથીઓ, ચોરાશી લાખ ઘોડાઓ એકવીશ હજાર રથો, એ કાણું કોટી પાળાઓ, (પગે ચાલનાર) સોળ હજાર ધજાઓ, પાચ હજાર મેઘાડંબર છત્રો, ઓ ગણો તે ર હજાર શી બિકાઓ અને પાંચસો રાણીયો પાલખીસુખાસનમાં બેસીને દેવાંગનાઓના પેઠે શોભતી હતી તેના સહિત અને સામાદિકના બહોળા પરિવાર સાથે વાત્રાના નાદથી બ૩૦૧ 30 For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આકાશતળને પણ બહેરું બનાવતો, ઠાઠમાઠથી રાજા પ્રભુને વંદન કરવા ચાલ્યો સાથે નગરમાં ઘણા લોકો પણ ચાલ્યા તે વખતે રાજા સોનાનું રૂપાનું વસ્ત્રોનું દાન કરતો ફૂલોના ઢગલાથી શોભિત રાજમાર્ગને વિષે ચાલવા માંડયો, જેને માથે છત્ર ધારણ કરેલ છે એવો રાજા તે સમયે જગતને તૃણ સમાન માનતો ચાલ્યો જાય છે. અનુક્રમે તેદશાર્ણ પર્વતની સમીપ ભાગને વિષે પહોંચ્યો અને ત્યાં વાહનાદિક સ્થાપન કરી,પાંચ અભિગમને સાચવી, પ્રભુને પ્રદક્ષિણા કરી, યથોચિત સ્થાને બેઠો. ત્યારબાદ હર્ષ પામેલો રાજા વિચાર કરવા લાગ્યો કે અહો આજે મેં પ્રભુને વંદના કરી છે તેવી રીતે પૂર્વે ઇંદ્ર ચક્રવત્યાર્દર્દિકે પણ નહિ કરેલી હોય તે વારે અવધિ જ્ઞાનથી સૌધર્મેદ્ર દશાર્ણભદ્રરાજાનો અત્યંત ગર્વ જાણીને વિચાર કર્યો કે અહો ! ઉત્તમ પુરૂષો પણ પોતે ઉત્તમ છતાં પણઆવા પ્રકારનો ગર્વ કરે છે તે યુક્ત નથી અહો ! અહો ! ભગવાનની પૂજા કરવાને વિષે આ રાજાનો સંપૂર્ણ દઢ ભાવ છે. સંપૂર્ણ રાગ છે. પરંતુ અભિમાન કરવાથી તે સર્વ નાશ પામે છે, કારણ કે તમામ ઇંદ્રો તથા દેવો એકત્ર થઇને તમામ રિદ્ધિ વડે કરીને એકી સાથે ભગવાનને પૂજે તો પણ ભગવાનને પૂજેલા ગણી શકાય નહિ, કારણ કે ભક્તિ રાગનો અંત નથી જિનેશ્વર મહારાજનું પૂજન કરવા સર્વથા પ્રકારે કોઈપણ શક્તિમાન થતું જ નથી.આવું ચિંતવન કરી તેના ગર્વ ઉતારવા માટે ઇંદ્ર મહારાજે આકાશને વિષે ૬૪ હજાર હાથીઓની વિદુર્વણા કરી દરેક હાથીયોને ૫૧૨ મુખો કર્યા, દરેક મુખે આઠ આઠ દંતશુળો ર્યા, દરેક દંતશુળ આઠ આઠ વાવડીયો કરી, દરેક વાવડીમાં આઠ આઠ કમળો કર્યા. દરેક કમળમાં લક્ષ લક્ષ પાંખડીયો અને એકએક કર્ણિકાઓ કરી, દરેક કર્ણિકાલે ઇંદ્રને બેસવાનું સિંહાસન કર્યું. તેના 302 For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વિષે પોતાની પટરાણીયો ઇંદ્રાણીયો સાથે ઇંદ્ર બેઠો, દરેક પાંખડીયે પાંખડીયે ૩ર દેવકુમારોએ તથા ૩૨ દેવકુમારીએ કરેલું બત્રીશ બદ્ધનાટક ઇંદ્ર મહારાજા જુવે છે એવી રીતે પ્રથમ એક હાથીને વિષે ૪૦૯૬ દંતશુળો થયા, એક હાથીને વિષે ૩૨૭૬ ૮ વાવડીયો થઇ, એકહાથીને વિષે ૨૬૨૧૨૪૪ કમળો થયા, અને એક હાથીને વિષે ઇંદ્રને બેસવાલાયક પ્રસાદની સંખ્યા ૨૬૨૧૪૪ થઈ એકેક કમળ ૨૬૧૪૪OO૦ પત્રો થયા અને એક હાથીને વિષે બત્રીશ બદ્ધ નાટકની સંખ્યા ૮૩૯૭૬૦૮000 થઇ. હવે સર્વે હાથીયોની સંખ્યા કહે છે હાથીયો ૬૪૦૦૦, ગજ દંતો ૨૬૨૧૪૪૦૦૦, સર્વ ગજદંત વાવડીયો પ૩૬ ૭૨૦ ૯૭૧પ૨૦૦૦, સર્વ ગજ કમલો ૧૬૭૭૭૨૧૬૦૦૦, સર્વ ગજ નાટક પત્રા સંખ્યા ૧૬૭૭૨૧૬૦૦૦૦૦૦૦૦, સર્વ ગજને વિષે ઇંદ્રના રૂપોની સંખ્યા૩૫૬ ૮૭૯૧૨૦૦૦૦૦૦૦૦ આટલા રૂપો કરીને સૌ ધર્મેદ્ર દેવદુંદુભીના નાદના સાથે ભગવાનના ગુણગાન કરતો અને નાટકને જોતો આકાશ માર્ગેથી ઉતરીને હાથી ઉપરબેઠો બેઠો જ હાથી સહિત ભગવાનને ત્રણ પ્રદક્ષિણા કરીને ભગવાનને આનંદથી વંદન કરવા લાગ્યો. આવા પ્રકારની ઋદ્ધિ વડે કરી ઇંદ્ર ભગવાનને વંદન કરેલું દેખીને દશાર્ણભદ્રરાજા ચિત્રામણનાપુતળા જેવો થઈ ગયો. હવે જયારે ઇંદ્ર હાથી ઉપરથી નીચે ઉતરવાની ઇચ્છા કરી ત્યારે પોતાના સ્વામીને નીચે ઉતરવા માટે સુખે કરીને ઉતરી શકાય તેવી રીતે હાથીયે પોતાના આગલા બે પગ પર્વત ઉપર નીચા કર્યા. ત્યારબાદ ઇંદ્રહાથી ઉપરથી ઉતરીને પ્રભુને નમસ્કાર કર્યા અને જે ઠેકાણે હાથીએ પોતાના બે પગને નીચા કર્યા હતા તે ઠેકાણે ગજેંદ્રપદ તીર્થ લોકને વિષે પ્રગટ થયું. તેવા પ્રકારની રિદ્ધિ ઇંદ્ર મહારાજની દેખીને હવે દશાર્ણભદ્ર M૩૦૩) 303 For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાએ વિચાર કર્યો કે-અહો, અહો, આની સમૃદ્ધિ તો વાણીને અગોચર છે. આ ઇંદ્રની રિદ્ધિ સામે મારી રિદ્ધિ તો એક પરમાણુ રૂપ છે. માટે મેં ફોગટ ગર્વ કર્યો. સર્વથા પ્રકારે ઉત્કૃષ્ટ ભક્તિનો આ ઇંદ્રની જ છે, માટે મારે આ રાજય લક્ષ્મી વડે કરીને સર્યું. હું હાલમાં જ દીક્ષા ગ્રહણ કરું, કારણ કે જો હું હાલમાં દીક્ષા ગ્રહણ નહિ કરું તો હું સર્વથા પ્રકારે તમામ હારી ગયેલો જ છું, અને જો હુ હાલમાં વ્રત એંગીકાર કરું તો મેં ઇદ્રને પણ જીતેલો છે. એવો વિચાર કરીને તેજ ઠેકાણે રાજાએ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. અને તેવા પ્રકારના હયગયાદિ મહાન રાજાનો ત્યાગ કરીને પ્રભુના પાસે દીક્ષાને ગ્રહણ કરી. હવે એવી રીતે મુનિ પણ લીધેલ છે. મહાતમનીઇંદ્ર મહારાજ સ્તુતિ કરવા લાગ્યા કે - દશાર્ણ ભદ્ર સત્સાધો ! સંયમ લક્ષ્મી વડે કરી બિરાજમાન થઈ દુષ્કર એવી તમારી પ્રતિજ્ઞા તમોયે પૂર્ણ કરી છે હે ભગવન ! તમોએ જે વ્રત લીધું છે તે વ્રત લેવાની મારામાં તાકાત નથી એવી રીતે વારંવાર તેમની સ્તુતિ કરીને તથા તેમને વારંવાર નમી તેમજ ભગવાનને નમસ્કાર કરીને ઇંદ્રમહારાજ પોતાને સ્થાને ગયા.અને તપને તપતા દશાર્ણભદ્ર મુનિ મહાત્મા પણ કેવલજ્ઞાન પામ્યા. ત્યારબાદ ઇંદ્રમહારાજાએ આવીને ફરીથી વંદન કરીને કહ્યું કે હે ભગવન ! પ્રથમ પણ વ્રત અંગીકાર કરીને આપે મને જીત્યો હતો અને હાલમાં પણ કેવલજ્ઞાનપ્રાપ્ત કરી આપે મને જીતેલ છે. હું બન્ને વખત આપની પાસે હારેલો જ છું, માટે હે મુનિ મહાત્મા કોટિશઃ ધન્યવાદ સાથે હું આપને વંદન કરૂ છું. એ પ્રકારે વંદન કરી ઇંદ્ર સ્વર્ગે ગયા અને દશાર્ણભદ્ર કેવલી ભગવાન પણ સમગ્રકર્મને ક્ષણ કરી મોક્ષે સીધાવ્યા એ ઉપરોક્ત દષ્ટાન્ત દેખી ચાલુ વર્તમાન કાળમાં શુષ્ક મિથ્યાભિમાનીએ પોતે પોતાના મિથ્યાભિમાનીપણાથી 30૪ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પાછા હઠી સત્ય માર્ગને અનુસરવો જોઇએ કે તેમ કરવાથી ભવાંતરને વિષે કલ્યાણ અને મંગલની માલા પ્રાપ્ત થાય. CT અભિમાની પુત્રનું દષ્ટાંત ) એક માણસઘણો જ ગરીબહાલતમાં આવીગયો, તેથી ઉદર પોષણ થવું બહુ જ મુશીબતવાળુ થયું. છોકરો પરદેશ ગયો. ત્યાં તેના ભાગ્યોદયથી કોઇક નગરને તેને દિવાનગીરી પ્રાપ્ત થઈ. માતાપિતાને તે યાદ કરતો નથી તેની શોધમાં પિતા ત્યાં જઇ ચડયો તો પણ આ દીવાન ગરીબનો છોકરો છે એવા લોકોના ભયથી તેના પિતાના સન્મુખ જોતો નથી પિતાએ તેને અભિમાની જાણ્યો પછી સભા મળે તેના સન્મુખ જઈને ઉભો રહ્યો. તેના દિકરાએ અભિમાનથી પુછયું તું કોણ છે તેના બાપે કહ્યું કે તારી માનો દોસ્ત છું એવું કહેવાથી તે લજવાણો, પિતા તેને ધિક્કારે છે. માબાપને તું અભિમાનથી તિરસ્કાર કરે છે, પણ તને ભાન નથી કે માબાપે જન્મ ન આપ્યો હોત તો આ દિવાનગીરી તને ક્યાંથી મળત ? તે સાંભળી સભાના લોકો દિવાનને ધિક્કારવા લાગ્યા.અને તે પણ માતાપિતાની સેવા કરવા માંડયો, માટે અભિમાન કરવું નહિ, કેટલાએકજીવો અભિમાનથી પોતાના પિતા ત્યાગી બનેલા છે, તેને પણ માનતા નથી. CT શીયાળકોટના રાજપુત્રની ક્યા ) એકદા પ્રસ્તાવે શીયાળકોટનો રાજા ઘોડા ઉપર બેસી ફરવા ગયો.જંગલમાં દૂર નીકળી ગયો. ઘોડો મરણ પામ્યો આસપાસ ફરતાં તાપસને આશ્રમે ગયો. તાપસે ઉપદેશ કરવાથી રાજય છોડી તાપસ થયો. તેનો પુત્રરાજા થયો અન્યદા તે પોતાના રાજયમાં જાય છે. 30૫. For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગામ બહાર તળાવ કાઠે બેસે છે. તમામ લોકો નમસ્કાર કરવા જાય છે. તેનો છોકરો અભિમાની છે. નમવા જતો નથી. લોકોનો ઉદ્ધાર થયો. તેથી ગયો પતિ પિતાને નમસ્કાર ન કર્યો. તાપસે કહ્યું કે રાજ્યથી અભિમાન શું કરે છે ? એક તો તારો પિતા છું, બીજી બાજુથી તાપસ છું છતાં પણ અભિમાનથી નમતો નથીતો તારી શક્તિ શું છે ? દેખાડ, એમ કહી સોય તળાવમાં નાખીને કહ્યું કે રે અભિમાની ? તહારી શક્તિ હોય તો તળાવમાંથી સમય કાઢી લાવ. પુત્ર નીચું જોઈ રહ્યોતાપસે તળાવના માછલાને હુકમ કરવાથી માછલાએ સોય લાવી તાપસને આપી. તે દેખી તમામ ચમત્કાર પામ્યા માટે જે કોઈપણ લોકો પિત્રાદિકપાસે અભિમાન કરે છે તે ઈહલોકે અપવાદ અને પરલોકે દુર્ગતિનો ભોક્તા થાય છે. C માયાનું સ્વરૂપ ધO कूटस्य जल्पनं मोच्चं राज्ञा पुरा विशेषतः ।। दंभात् कीर्तिश्रियां हानिस्तमाच्च श्राद्ध परित्यजे ॥१॥ ભાવાર્થ : દરેક માણસને માયા-કપટવાળું વચન બોલવું છોડી દેવું તેમાં પણ રાજાઓના પાસે તો વિશેષથી માયા કપટનું વચન ત્યાગ કરવું. કારણ કે માયા કપટથી કીર્તિ અને લક્ષ્મીની હાનિ થાય છે. તે માટેઉત્તમ પ્રકારનો શ્રાવક માયાકપટનો ત્યાગ કરે. વિવેચન : માયા કપટ કરનાર ઈહલોકને વિષે તેમજ પરલોકને વિષે ગાઢ દુ:ખની પરંપરા પામે છે, માયા કરનાર માનવ ભવહારી જાય છે, માયા કપટ કરનાર, મરીને તિર્યંચ થાય છે ને ત્યાંથી મરી નરકે જાય છે, ફરીથી એવા ભવો કરી સંસારનો પાર પામતો નથી, માયા કપટ કરનારનો કોઈ વિશ્વાસ કરતુ નથી, માયા કપટ કરનાર, ઈહલોક પરલોકનાભયથી વિમુખ હોય છે, માયા કપટ કરનાર દયાના (૩૦૬ For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પરિણામ રહિત હોય છે, માયા કપટકરનાર નિરંતર આર્તધ્યાન કરતા હોય છે, માયા કપટ કરનારા જીવો સંસારમાં રઝળેલા છે, નેરઝળે O( માયા ઉપર દ્રષ્ટાન્ત ) એક ઠગારો માણસ ઠગવાને માટે બીજા ઠગ પાસે ગયો. તે ઠગે તે આવનારા ઠગનું સારું આદરમાન કર્યું. પછી ઘરમાં જઈ પોતાની સ્ત્રીને કહ્યું કે “આ ઠગારો આપણે ઘરે આપણને ઠગવા માટે આવેલ છે, તો આપણે તેને શિક્ષા કરવી જ જોઇએ માટે જ્યારે તને હું કહું કે તું તેને માટે ખાવાનું કર ત્યારે તું ના પાડજે એટલે હું તને માર ખાલી મારીશ તે મારથી ભોંય ઉપર પડી જવું તારે મૂછ પામ્યાનો ઢોંગ કરવો.” આવી રીતે શીખવીને બહાર આવ્યો અને એક લાકડાનું મૂળીયું લઈ લુગડામાં વીંટી ખીટી ઉપર લટકાવી મૂકયું, ત્યાર પછી ઠગે પોતાની સ્ત્રીને કહ્યું કે મહેમાનો માટે ભોજન બનાવ સ્ત્રીયે ના પાડી તેથી તેને મારવાથી નીચે ભોંય. પર પડી.બીજો ઠગ હજી કાંઇ વિચાર કરે છે એટલામાં ઘરધણીએ કહ્યું કે ખીંટી ઉપરથી મૂળિકા લાવી તેના નાકે ધરો એટલે જીવતી થશે.ઠગેતેમ કરવાથી સ્ત્રી ઉઠીને કામે વળગી આતમાસો દેખી ઠગવા આવેલ ઠગવિચાર કર્યા કે ખરેખર આ કામ ઘણા પૈસા કમાવવાનું છે તેથી તે મૂળીયું લેવા ધાર્યું પણ લાગ ફાવ્યો નહિ. છેવટે નગદરૂપિયા આપી તે મૂળીયું ઘરે લઈ ગયો. પોતાની બાયડીને બહુ જ મારવાથી તેણી મૂછ ખાઈ પડી મરી ગઈ, મૂળીયું તેના નાકે ઘણું ધર્યું તેમજ પાયું પણ ગઈ તે ગઈ.તે ઠગ રૂપિયા ને બાયડી આ બે વસ્તુ બીજાને ઠગવા જતાં પોતે ગુમાવી બેઠો અને દુઃખી થયો. ભાગ-૧ ફર્મ-૨૧ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ OT - ક્યુટની દશા કપટીનો વિશ્વાસ કરવો નહિ, કપટી હૃદયમાં જૂઠો, મુખે મીઠો હોય છે, કપટીને હૃદયની વાત કરવી નહિ, કપટી બોલ્યા વિના પ્રીતિ ઉપજાવે છે, કપટી બિલાડીના પેઠે છિદ્ર ગવેલી હોય છે, કપટી છાના કલંક ચડાવે છે, કપટી પેટની વાત લે છે,કપટી બીજા પાસે ખુલ્લી વાત કરે છે, કપટી માન યુક્ત હોય છે,કપટી ઉપરથી અમૃત સમાન હોય છે, કપટી અંદરથી કઠોર હોય છે, કપટી ઉપરથી કુણો હોય છે. કપટી અંદર મલીન હોય છે, કપટીથી રૂડો તથારાતો હોય છે, કપટી ચોરના પેઠે નીચો ચાલે છે, કપટી કપટની પેટી હોય છે, કપટી જુઠો સ્નેહ બાંધે છે, કપટીહૃદયમાં હજારો ઘાટ ઘડે છે, કપટી કામણગારો હોય છે, કપટી હજારો લોકોને વશ કરે છે, કપટી સુખે નિદ્રા કરતો નથી કપટી વાદળની છાયાજેવો હોય છે, કપટી ચિંતવેલ કાર્ય ચુકતો નથી, કપટી દુર્ગતિ જાય છે, કપટી સૂર્યકાન્તાએભરથારને વિષ દીધું અને મરી નરકે ગઇ, કપટી ચલણીયે પુત્ર મારવાલાખનું ઘર કીધું અને મરીને નરકે ગઈ. કપટી મણિરથ રાજાએ યુગ બાહુને બાંધીને માર્યો અને મરીને નરકે ગયો. કપટી મહાશતકની મોટી સ્ટી રેવતીયે બાર શોકયો મારી અને નરકે ગઈ.કપટી નળરાજાએ દમયંતીનો ત્યાગ કર્યો. કપટી અભયરાણીએ સુદર્શન શેઠને વિડંબના પમાડી. કપટથી મહાબલ મુનિ તપસ્યા કરી સ્ત્રી તીર્થંકરપણું પામ્યા એહવું જાણી સંસારથી ત્રાસ પામેલ જીવોએ માયા-કપટને જલાંજલી આપી દરિયાપાર કરી સુખી થવું યોગ્ય છે. ૩૦૮) 30૮ For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ CT ક્યુટને વિષે મદિરા વેશ્યાની ક્યા )) હર્ષપુર નગરને વિષે બહુ ધન ધાન્યાદિક પરિગ્રહ વડે પરમાનંદને પામેલ શ્રીમાન જયાનંદ શ્રેષ્ઠીનો મકરંદ નામનો પુત્ર હતો. એકદા આનંદ શ્રેષ્ટીએકનકસેન નામની વેશ્યાને કહ્યું કે હે સુભગે ! મારા પુત્રને સ્ત્રી ચરિત્રની કળાને વિષે નિપુણ કર, તે સાંભલી તેણીએ કહ્યું કે હે શ્રેષ્ઠિન્ ! તારા પુત્રને તમામ સ્ત્રી-ચરિત્રને વિષે હું પૂર્ણ કરીશ, પરંતુ જે સ્ત્રીઓ જીવતી હશે .તેનો દંભ તારો પુત્ર જાણી શકશે, પરંતુ મરણ પામેલીના દંભથી જે સ્ત્રીઓ તારા પુત્રને જીતશે તે હું ન જાણું, કારણ કે મરણના દંભથી કરેલ કલાકૌશલ્યને તારો પુત્ર જાણી શકશે નહિ કારણ કે તે દંભમાં તો તારો પુત્ર જરૂર ઠગાશે. આવી રીતે કહીને મકરંદને લઇને વેશ્યા પોતાને ઘરે ગઇ. બાર વર્ષે ચાતુર્ય હોય છે, એવું નીતિનું વચન છે. તેને વેશ્યાએ બાર વર્ષે ચતુર બનાવ્યો ત્યારબાદ શ્રેષ્ઠીએ પણ તેને બહુ ધન, ધાન્ય, કનકાદિ આપીને રાજી કરી ત્યારે વેશ્યાએ કહ્યું કે મરણ કપટ સિવાય તારા પુત્રને કોઈ કપટ સંકટમાં નાખશે તો જરૂર તારું ધન પાછું આપીશ આવી પ્રતિજ્ઞા કરી વેશ્યા પોતાને સ્થાનકે ગઈ. હવે મકરંદ પણ સુવર્ણ, ધનાદિક લઇને વેપાર કરવા સોપારક નગરે ગયો. ત્યારે પોતાના સોભાગ્ય અને રૂપ વડે કરીને દેવાંગનાને પણ તિરસ્કાર કરવાવાળી ઘણી વેશ્યાઓ રહે છે ત્યાં તે વેશ્યાઓ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, અને શુદ્ર વિગેરે પુરૂષોને લાયકાત વાળી પોત પોતાના વર્ણવાળી વેશ્યાઓ ઘણી હતી, પરંતુત્યાં એટલું વિશેષ હતું કે ઊંચ વર્ણવાળી વેશ્યા નીચ વર્ણવાળા પુરૂષને પૈસાના લોભને માટે સેવન કરે તો રાજા તેનું તમામ ધન લુંટી લે-આવી ચિરકાળની રાજનીતિ હોવાથી વેશ્યાઓ કોઈ દિવસ પોતપોતાની (૩૦૯ - For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મર્યાદાનું ઉલ્લંઘન કરી શકતી ન હતી. હવે ત્યાં સર્વે વેશ્યાઓને વિષે ઉત્તમ માણિક્ય સમાન તથા કામને વિષે આનંદ આપનાર રતિના જેવી મદિરા નામની વેશ્યા હતી. તે નિરંતર વસ્ત્ર સોનું, મૌકિક વિગેરે લેવાને માટે મકરંદને ઘરે આવે છે. અને પરિચય કરે છે. હવે આનું અત્યંત રૂપ લાવણ્ય પણું છતાં પણ મુનિના પેઠે લવલેશ માત્ર પણ મકરંદનું મન વિકારવાળું ન થયું, તેથી વેશ્યાએ વિચાર્યું કે-અહો ! હું દિવ્ય રૂપવાળી છું, તો પણ ચંપકની કળીને જેમ ભમરો ન ઇચ્છે તેમ મને આ મનથી પણ ઇચ્છતો નથી, માટે પ્રથમથી જ હું તેની પ્રાર્થના કરું, કારણ કે પ્રથમ પ્રાર્થના કરવામાં મને કાંઈ લજ્જા નથી, એવું વિચારી એકદિવસ પ્રાર્થના કરી તેનો મકરંદ વિચાર કરવા લાગ્યો કે - આ વેશ્યાઓને ધિક્કાર થાઓ ! આવું ચિંતવીને મકરંદે તેના સન્મુખ પણ જોયું નહિ. હવે સર્વથા પ્રકારે પોતાને વિષે આને વિરકત જાણીને વેશ્યાએ ચિંતવ્યું કે કપટ કર્યા વિના તે મને ગ્રહણ કરનાર નથી, તેમ ચિંતવી પૂર્ણ કપટ કરી તેને કહેવા લાગી કે હે નાથ ! તું મને જો અંગીકાર નહિ કરે, તો હું અગ્નિમાં પડીશ. આવી વાર્તા પરંપરાએ કરી તે કપટી વેશ્યાએ મકરંદને કાને પહોંચાડી કે મકરંદ મને ગ્રહણ કરતો નથી માટે હું અગ્નિને વિષે પડીશ આવી રીતે કહી વેશ્યા પોતાને ઘરે આવી અને ગામ બહાર ચિતા સળગાવી પોતે અંદર પડીને સુરંગ દ્વારા પોતાને ઘરે આવીને રહી, તેથી એ સ્ત્રી હત્યાના કરનારા દુષ્ટ પાપિષ્ટને ધિક્કાર થાઓ ! એવી નિંદા કરનારા નગરના લોકોના મુખેથી વેશ્યાનું મરણ સાંભળી-મકરંદ વિચાર કરવા લાગ્યોકે હા ! હા ! મેં પાપીયે સારું કર્મ કર્યું નહિ, કારણ કે સ્ત્રી હત્યા કરનાર પાપીની નિશ્ચય નરકગતિ થાય છે, માટે જો એક વાર મદિરા મળે તો તુરત ૩૧૦ For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેનું વચન માન્ય કરું, આવું ચિંતવન કરી મકરંદ જયારે વેશ્યાને ઘરે ગયો,કપટ કરી તેની માતા-કપટથીરૂદન કરવા લાગી કારણ કે કહયું છે કે - प्रकटयति हृदयदाहं, पुरुषः प्रायेण सज्जने मिलिते । ग्रावादग्धः सलिले, पतितः पुनरुद्धमत्यग्नि ॥१॥ ભાવાર્થ : પોતાના સ્નેહી માણસોના મેળાપથી પુરૂષો પ્રાયઃ કરીને હૃદયના દાહને પ્રગટ કરે છે, કારણ કે બળેલા પત્થર ઉપર પાણી પડવાથી ફરીથી પણ અગ્નિ નીકળે છે, તેથી વેશ્યાની માતાને કહ્યું કે હે માત ! જો કોઈ પણ પ્રકારે મને મદિરા મળે તો હું તેનું નિશ્ચયસેવન કરું, આવી રીતે વારંવાર કહેનારા મકરંદના મનનો નિશ્ચય જાણીને તેણીયે કહ્યું કે હે સ્વામિન્ ! પોતાની મેળે મરણ પામવાથી યમરાજ તેના ઉપર બહુ જ તુષ્ટમાન થયો છે, તેથી આજકાલમાં પણ મારી પુત્રી આવશે ખરી. આવી રીતે કોઈક મહાજ્ઞાની નિમિત્તવેત્તાએ કહેલું છે. ત્યારબાદ બારમા દિવસે પોતાને ઘેર આવેલા મકરંદને કુટ્ટિની એ કહ્યું કે હે સુભગ ! મદિરા આવેલી છે. તે સાંભળી કયાં છે ? આવી રીતે પ્રેમમાં ગાંડો થઈ બોલે છે, તેવામાં સોળે શૃંગાર સજીને મહાદેવશ્રી સ્ત્રી પાર્વતીના પેઠે તથા કૃષ્ણની સ્ત્રી લક્ષ્મીના પેઠે તથા ઇંદ્રને સુખ આપનારી રંભાના પેઠે આકાશમાંથી ઉતરનારી વીજળીના પેઠે મદિરા પ્રગટ થઇ અને મકરંદને કહેવા લાગી કે હે સ્વામિન્ ! સ્વયં મરણ પામેલી મને જોઇને ધર્મરાજાએ પુત્રીના પેઠે બહુમાન આપ્યું, અને કનક મણિ,દિવ્ય વસ્ત્રાલંકાર મને આપ્યાં. એવી રીતે બોલીને વારંવાર તેના પગમાં પડવા માંડી આવી રીતે દેખીને નવીન ઉત્પન્ન થયેલ તેના સ્નેહ પાશમાં સજ્જન જકડાઈ જઈ પૂર્ણ દૃષ્ટિ ૩૧૧ ૩૧૧ ~ For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેના સન્મુખ નાખીને કામદેવ જેમ પોતાની સ્ત્રી રતિ સાથે રમે તેમ તેના સાથે મકરંદ રમવા માંડયો, કારણકે કહ્યું છે કે – विरहो वसंतमासी, नवनेहो पढमजुव्वारंभो । पंचमगीयस्स जुणी, पंचग्गी को जणो सहइ ॥१॥ ભાવાર્થ : વિરહ, વસંત માસ, નવીન સ્નેહ તથા પ્રથમ યૌવન અવસ્થાનો આરંભ તેમજ પંચમ રાગની ધ્વનિ આ પાંચ અગ્નિ કોણ માણસ સહન કરી શકે છે ? અર્થાત્ કોઈ જ નહિ. અનુક્રમે મહાપાયાની એવી તેણીએ તેનું તમામ ધન હરણ કરી લીધું અને પછી પોતાના ઘરથી તેને કાઢયો તેથી મકરંદ પોતાને ઘેર ગયો. હવે પિતાએ તે સ્વરૂપને જાણીનેકનકસેના કુટ્ટિની ને બહુ જ ઉપાલભ આપવાથી તે બોલી કે હે શ્રેષ્ઠિ ! તું મારું વચન યાદ કર હું શું કરું? કારણ કે મરણ પામેલા સ્ત્રીના દંભથી છેતરાયેલ છે. તો પણ તારી શરમથી તારૂં ગયેલું ધન હું પાછુ લાવી આપીશ, એમ કહીને થોડું ધન આપીને મકરંદને આગળથી જ સોપારક નગરે મોકલ્યો. ત્યારબાદ પ્રપંચથી ચંડાળનો વેશ કરી હાથમાં મૃદંગને ધારણ કરી ગાયન ગાતાં ગાતાં તે વેશ્યા અને આનંદ શ્રેષ્ઠિ બંને સ્ટી ભર્તારના પેઠે મદિરા વેશ્યાના બારણા પાસે મકરંદ દાતણ કરતો હતો ત્યાં પ્રાતઃકાળે જઈ ઉભાં રહ્યાં. તેથી મકરંદ અહો ! મારા માબાપ આવ્યા અહો ! મારા માબાપ આવ્યા ! એવી રીતે વારંવાર બોલતો તેમને આલિંગન કરવા લાગ્યો, તેથી તે દેખીને મદિરા વેશ્યા વિચાર કરવાલાગી કે હા હા આ પાપીએ મને બહુ વગવી. રાજા આ વૃત્તાંત જાણશે તો મારું તમામ ધન લઈ મને વિડંબના પૂર્વક યમધામમાં પહોંચાડશે. આવું જાણીને તેણીએ કહ્યું કે તમો બંને કોણ છો અને આ કોણ છે ! તેવું સાંભળી પ્રથમથી જ સંકેત કરી રાખેલ મકરંદ (૩૧૨) ૩૧૨ For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બોલ્યો કે આ મારા માતાપિતા છે, અને હું તેનો પુત્ર છું. તે સાંભળી ભય પામનારી તેણીને બંને જણાએ કહ્યું યૌવનરૂપી મદિરાનું પાન કરી ઉન્માદ પામનારી હે મદિરા ! જો તું મારું કલ્યાણ ઇચ્છતી હોય તો અમારા પુત્ર પાસેથી જેટલું દ્રવ્ય લીધું છે તે તુરત પાછું આપી દે, નહિ તો રાજા પાસે જઇને તારૂં તમામ ચરિત્ર કહીશું. આવી રીતે બંનેના વચનોને સાંભળીને પોતાનું સર્વસ્વ નાશ પામશે એવો ભય ધારણ કરી ઉધાર લીધેલાની પેઠે વ્યાજ સહિત મદિરાએ તુરત તેનું ધન પાછું આપી દીધું. ત્યારબાદ તે કુટિની અને પુત્રના સાથે શ્રેષ્ઠિ ઘેર ગયો અને તે કનકસેના વેશ્યાને બહુ જ ધન આપી, તેનો ઉપકાર માની શ્રેષ્ઠિ શાંતિથી વાસકરવા લાગ્યો. આ વાત ઉપરથી સ્પષ્ટ જણાય છે કે શાસ્ત્રકાર મહારાજાએ વેશ્યાને અત્યંત માયા કપટની ખાણ કહેલી છે તે બરાબર છે, પણ અતિશયોક્તિ નથી. 0 દંભને વિષે બૃત્તાંગ વિધની ક્યા ) વટાદરા ગામને વિષે ચક્રપાણિ નામનો બ્રાહ્મણ વસતો હતો. તેને સોહિની નામની સ્ત્રી હતી. તે સ્વૈરિણી હતી, તેથી વિજય સૌભાગ્ય નામના મંત્રીના પુત્રને વિષે આસકત હતી હવે તે પાણી ભરવાના બહાના વડે કરીને ગામ બહાર સરોવરની પાસે રહેલ ચંડિકાના મંદિરમાં રહેલી શુંડા નામની ચામુંડા દેવીના પાસે જઈને તેને કમલ વડે પૂજા પ્રાર્થના કરતી હતી કે “હે માતા ચામુંડે ! મારા ધણીને તું આંધલો કર.” આવી રીતે પૂજા પ્રાર્થના કરવાથી તથા વિલંબે ઘેર આવવાથી તેની શોધખોળ માટે એક દિવસ તેનો પતિ તેની પાછળ ચાલ્યો, અને ચામુંડાના મંદિરમાં પ્રવેશ કરતી દેખીને પાછો ફર્યો, અને બીજે દિવસે પ્રાત:કાળે વહેલો જઇ ચામુંડાની પાછળ સંતાઈ રહ્યો, ત્યારબાદ તેણીયે આવીને પૂજા પૂર્વક માગણી કરવાથી દેવના ૩૧૩ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મિષથી તે ન જાણી શકે તેવા પ્રકારે તે વપ્ર બોલ્યો કે “હે સોહિની! તારી પૂજા ભક્તિથી હું બહુજ તુષ્ટમાન થયેલી છું, માટે તારી મરજી મુજબ વર માગ.” એટલે સોહિની બોલી કે “હે માત ! મારા ધણીને આંધળો કર. તેથી દેવી બોલી કે “હે પુત્રી ! તારા ધણીને ઘી ઘણું ખવરાવ કે જલ્દીથી આંધળો થઈ જાય.' ત્યારબાદ તેણીયે ઘરે જઇને પોતાના જાર પાસે ઘણું ઘી મંગાવી પોતાના ધણીને ખવરાવવા માંડ્યું, તેથી તે પણ કપટ કરીને બોલ્યો કે “આજે બારણું દેખાતું નથી, આજે કપાટ દેખાતો નથી, આજે ભીંત દેખાતી નથી, આજે થંભ દેખાતો નથી, હે પ્રિયે ! આજે તો તારું મોટું પણ દેખાતું નથી, હવે નિશ્ચય થવાથી તેણીયે ઘણું જ ઘી ખવરાવવાથી તે રૉષ્ટપુષ્ટ થયો. હવે તે દેખે છે છતાં પણ વારંવાર ભીંતે બારણે થાંભલે તેને અથડાતો જોઇને આ સંપૂર્ણ આંધળો થયો છે એવું તે માનવા લાગી. ત્યારબાદ મંત્રીનો પુત્ર ઘરે આવી નિરંકુશપણે તેણીનું સેવન કરી દેવામાં ઘરની બહાર જાય છે તેવામાં જમની પેઠે મુશળ ઉપાડી જોરથી તેના મસ્તકમાં માર્યું કે તે પ્રાણમુક્ત થઈ ગયો. વળી તેણે સ્ત્રીને કહ્યું કે – “હે રાંડ ! હવે જો ફરીથી કોઈ પુરૂષને ભોગવીશ તો એકજ ઘાયતારા પણપ્રાણ લઈ લઈશ અને તને પણ તારા જારની પેઠે જમપુરીમાં પહોંચાડીશ.” એવી રીતે કહેવાથી ભયને પામેલી તેની સ્ત્રી પરપુરૂષને ભોગવતી અટકી ગઈ. સારી સ્થિતિમાં રહી, ચક્રપાણી, બ્રાહ્મણની પણ ત્યારથી ધૃતાંધ વિપ્ર એ નામની છાપ પડી, માટે કોઈ વાર દંભ કરેલ હોય છે તે લાભને માટે થાય છે. CT ક્વટથી કુટુંબનું વશીક્રણCTO વસંતપુર નગરને વિષે ધનશ્રેષ્ઠિ તેમજ શ્રીમતીની કુક્ષીથી ઉત્પન્ન થયેલા સુર, પુર, ધીર અને વીર નામના ચાર પુત્રો હતા. ૩૧૪ ~ ૩૧૪ For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અન્યદા શ્રીમતીના મરણ બાદ ચારે પુત્રો સ્ત્રીઓ સહિત જુદા થયા અન પિતાએ સર્વને ધન, ધાન્ય રૂપું, સુવર્ણ,દ્વિપદ, ચતુષ્પદ વહેંચી આપીને પ્રત્યેકને ઘેર વારાફરતી જમવા લાગ્યો. આવી રીતે કેટલોક સમય ગયા પછી ઈર્ષાળુ વહુઓએ નવરાવવું ધોવરાવવું, ખવરાવવું પીવરાવવું વિગેરે છોડી દીધું તેથી દુઃખી થયેલ શેઠ દિવસો ગુજારવા લાગ્યો. ત્યારબાદ કોઈક દિવસ બાળ મિત્રો ખેમા નામનો સોની તેની સુખશાન્તિ પૂછવા આવ્યો તેનું દુઃખમય વૃત્તાંત જાણી સોનીએ કહ્યું કે હે મિત્ર ! મને પૂછયા વિના તમામ ધન તે છોકરાઓને આપી દીધું તે સારું કર્યું નથી. શેઠે કહ્યું કે ધન સર્વ છોકરાઓને આધીન છે, વહુઓ કડવા વચન બોલનારીઓ છે, મારી સ્ત્રી મરણ પામી છે. માટે હવે મારે મરવું જ શ્રેયસ્કર છે, કારણ કે મરણ પામેલી સ્ત્રીના વૃદ્ધ સ્વામીને, પુત્રને આધીન ધન હોય તેને, તથા વહુના વચનથી બલેલાને જીવવા કરતાં મરવું જ સારું છે. આ પ્રકારના દુઃખની વાર્તા સાંભળી ખેદ પામેલા સોનીએ કહ્યું કે હે મિત્ર ! મારી બનાવેલી પિત્તલમય સોનામહોરનું એક વાસણ ગ્રહણ કરી. તેના ઉપરના ભાગમાં એક સોનાની દીનાર તારે રાખવી. ત્યાર પછી પુત્રની વહુ તને ખાવાનું દેવા આવે ત્યારે તારે એક દીનાર આપીને કહેવું કે મારા માટે લાડુ આદિ સારું ભોજન તારે કરવું એમ કહી એક દીનાર તેને આપવી. મિત્રની સલાહથી શ્રેષ્ઠીએ તેમ કરવાથી તે દીનાર વહુએ તેના ઘરે એકાંતમાં દેખાડી તેથી લોભવશથઇ પોતાના પિતાની પાસે સોનાનું વાસણ ભરેલું છે, તેમ માની છોકરા અને તેની વહુ નિરંતર શયન આસન, ભોજન અને સ્નાનથી શેઠનો સત્કાર કરવા લાગ્યા.અનુક્રમે તે સોનામહોરની વાત જાણીને બીજા પુત્રો અને તેની વહુઓ તેના પ્રેમપાત્ર બનવા માટે “હું પહેલો હું પહેલી (૩૧૫ ૩૧૫ For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એવીરીતે વૃદ્ધ ડોસાની ચાકરી કરવા લાગ્યા. શ્રેષ્ઠી પણ તેવા પ્રકારની ચાકરીથી પોતાના મિત્રની બુદ્ધિથી અત્યંત સુખી થયો. | ધૂની ક્યા છે धूर्तेन वंचितो धूर्तो , वंचनां तनुते क्षणात् । दंपतीभ्यां द्विजोऽवञ्चि तेन तावपि वंचितौ ॥१॥ ભાવાર્થ : ધૂર્તે ઠગેલ ધૂર્ત ક્ષણવારમાં બીજાને ઠગે છે, સ્ત્રીપુરુષ બન્નેએ બ્રાહ્મણને ઠગ્યો અને બ્રાહ્મણે તે બન્નેને ઠગ્યા. લોહાકર નગરને વિષે ગરૂડ નામનો બ્રાહ્મણ અને વસુમતી નામની તેની સ્ત્રી હતી. આ બન્ને ધૂર્ત કળાને વિષેકુશળ હતા.એકદા ભોજન વેળાએ સમસ્ત રસવતી તૈયાર થઇ ગઇ તેવા વખતે અકસ્માત ધૂર્તને વિષે શિરોમણિ ધરણ નામના બ્રાહ્મણ તેને ઘેર મહેમાન આવ્યો. તે દેખીને બન્નેયે વિચાર કર્યો કે આ પાપાત્મા મનોહર રસવતી ખાઈ જશે એમ ચિંતવી બન્ને જણાએ અરસપરસ ફોગટ કલેશ કરવા માંડયો અને તેમ કરવાથી રૂષ્ટમાન થયેલી વસુમતી પોતાના પિતાને ઘરે ચાલી ગઇ.ત્યારબાદ થોડી વેળા સ્થિર થઇ, સર્વે રસવતી વાંસમય અલિંજર વાંસની કોઠીની પાછળ મુકી, તે પોતાની સ્ત્રીને તેડવા ગયો. તેને ગયેલો જાણી પૂર્વે વિચાર કર્યો કે આ બન્ને ધૂર્તોએ મને ઠગ્યો છે, એમ ચીંતવી કંઠ પર્યત તમામ રસવતી ખાઈને તે અલિંજરની નીચે રહ્યોથોડી વારે બન્ને જણા પોતાને ઘરે આવ્યા. પરોણાને નહિ દેખવાથી બન્ને જણા હર્ષ પામ્યાં સ્ત્રીએ પોતાના સ્વામીને કહ્યું કે હે સ્વામિનું ? તું મારી કળા જો. આવેલા પરોણાનેલડાઇના મિષથી પિતાને ઘેર જઈ ઠગ્યો ગરૂડે કહ્યું કે હે સ્ત્રી ? તારી કળા સારી છે. તેને બોલાવવા નિમિત્તેતારી પાછળ આવવાથી મેં પણ તેને ઠગેલો છે. એવી રીતે પોતપોતાની ચુતરાઈનાં ૩૧૬ For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વખાણ કરતાં દેખી અલિંજર નીચેથી નીકળી તે ધરણ પૂર્વે કહ્યું કે મારી પણ ચતુરાઈ જુઓ. મેં એકલાએ તમો બન્નેને ઠગેલા છે. પૂર્તની તેવી અવસ્થા જોઇ તેઓ બને અધોમુખવાળા થયા. OT લોભની દશા DO લોભી લજ્જા રહિત હોય છે, વહાલાની મિત્રાઈને વિસારે છે,કુડ કપટથી ભરેલો હોય છે, ગાઢ પ્રીતિને તોડી નાખે છે, લાલચુ હોય છે, તૃષ્ણા ત્યાગ કરતો નથી, લક્ષ્મીને ધરતી માં દાટે છે,દુઃખથી દિવસોને વ્યતીત કરે છે, સ્વાર્થી હોય છે, સ્વારથની સિદ્ધિ માટે કલંકોચડાવે છે. બીજાના અવગુણ બોલે છે, હર્ષથી દાન દેતો નથી ,દાન આપનારને નિંદે છે, રસગૃદ્ધિથી વ્યાપ્ત હોય છે, સુખે ભોજન કરતો નથી,સુખે નિદ્રા કરતો નથી,સુખે પહેરતો ઓઢતો નથી રાત દિવસ દિનાકરે છે, ધર્મની વાતદૂર કરે છે, કુડા સોગન ખાય છે, દેવતાઓને પણ ઠગે છે, નાક વિનાનો હોય છે, નિમકહરામી થઈ ટંટા કરે છે, નાત જાતમાં તિરસ્કાર પામે છે, ગુણોને બાલી ભસ્મ કરે છે, તેનું નામ કોઈ લેતા નથી, તેકોડીને માટે કેશકરે છે, મહા પાપી હોય છે, કુદેવ કુગુરૂ કુધર્મને પૂજે છે, ધનને માટે દુર્ગતિમાં જાય છે, પૈસા માટે અનર્થ કરે છે, કુડી સાક્ષી પૂરે છે, કોણિકે પિતાને પાંજરે પૂર્યો, આઠમો સુભમ ચક્રિ નરકગયો, કંસે ઉગ્રસેનને પાંજરે ઘાલ્યો, નંદરાજા નરકે ગયો.લોભીને કોઈ શરણ થતું નથી, તે ધર્મને હારી જાય છે, અષ્ટ કર્મ ઉપાર્જન કરે છે,દયારહિત પાપનો વ્યાપાર કરે છે, સમુદ્ર પાર જાય છે, સગાઈ રાખતો નથી ટાઢ, તાપ તૃષા, સુધા સહન કરે છે, પાપથી દ્રવ્ય મેળવે છે, તેનું દ્રવ્ય કોઈક ખાય છે લોભી ધૂર્ત હોય છે, તે કોઈની શરમ રાખતો નથી, ઝેર ખાઈ મરે છે, મહા દુ:ખી થાય છે, સ્વાર્થી થઈ રાજદ્વારે ચડી ખાય છે, કુગુરૂને સેવે છે, રણમાં M૩૧૭ ૩૧૭ * For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ લડવા જાય છે, સ્વામી ચાકરને મારે છે, દિનરાત કરગરે છે, હીનપણું દેખાડે છે, દુધ મુકી છાશ ખાય છે. અછત દેખાડે છે, દીકરીના પૈસા લે છે, લોભી દયાનો ઘાત કરે છે, C(અર્થ અનર્થ કરનાર છે. તે ઉપરચાર જણાની ક્યા ) હેમપુર નગરને વિષે રાજપુત્ર, મંત્રીપુત્ર, પુરોહિત પુત્ર, અને શ્રેષ્ઠિ પુત્ર આ ચારે જણા પરસ્પર મિત્રતા કરનારા હોવાથી દેશાંતર જોવાને માટે ચાલ્યા હવે ઘણો માર્ગ ઉલ્લંઘન કરી સાયંકાળે એક વૃક્ષની નીચે રહ્યા તેઓઅનુક્રમે રાત્રિના એકએક પ્રહર સુધી જાગતા રહ્યા હવે પ્રથમ પહોરે શ્રી શ્રેષ્ઠીનો પુત્ર જાગે છે, બાકીના ત્રણ ઊંઘી ગયા છે, તે વખતે વડ વૃક્ષના શિખર ઉપર શબ્દ થયો કે અર્થ પડે છે, પણ પાછળથી અનર્થ થશે તે શ્રેષ્ઠિ પુત્રે કહ્યું કે અનર્થ થાય તેમ હોય તો, ન પડો. એવી રીતે બીજા પહોરે પુરોહિતે કહ્યું, અને ત્રીજા પહોરે મંત્રીના પુત્રે પણએમ જ કહ્યું, હવે ચોથે પહોરે એકલો રાજાનો પુત્ર જાગે છે, બીજા બધા નિદ્રા કરે છે, ત્યારે ફરીથી પણ એવો જ શબ્દ થયો, તેથી સાહસિક એવો રાજપુત્ર બોલ્યો કે ધીરપુરૂષો જે લક્ષ્મીને ભોગવે છે, પણ કાયર નહિ માટે ખુશીથી પડ. આમ કહેતાની સાથે જ સુવર્ણ પુરૂષ પડયો પ્રાતઃકાળે બધાયે પોતપોતાના વૃતાન્તો પરસ્પર કહ્યા. ત્યારબાદ બે જણા મિષ્ટાન્ન ભોજન લેવાને માટે ગામમાં ગયા. તેઓ બંને જણાય. લોભાંધ થઇને ગામ બહાર રહેલાને મારવા માટે મિષ્ટાન્ન મધ્યે વિષ નાખ્યું. અને ભોજન લઇને આવ્યા કેતુરત તે બન્નેને રાજપુત્ર તથા મંત્રીપુત્રો તરવારથી માર્યા, અને બન્નેયે વિષમિશ્રિત ભોજન કર્યું. તેથી વિષાવેગથીતુરત બન્ને જણા મરણ પામ્યા. એમ ચારેનાં મરણ થવાથી ૩૧૮ For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સુવર્ણ પુરૂષ ત્યાંજ રહ્યો માટે અર્થ અનર્થ કરનાર કહેલ છે. વળી પણ લોભથી સાગર શ્રેષ્ઠી દુર્ગતિમાં ગયેલ છે. (અતિ લોભ વિષયે વાસુદેવ બ્રાહ્મણની ક્યા TO અચલપુરે વસનારો વાસુદેવ નામનો બ્રાહ્મણ દારિદ્રયથી પરાભવ પામી અર્ધરાત્રિાયે ઘરથી નાળિયેર કેળ અને દાડમ આદિલોનું ભક્ષણકરીને એક સરોવરમાં જઈને શીતલ પાણીનું પાન કરીને તે સરોવરની પાળે રહેલ એક વૃક્ષ નીચે સૂતો તે બ્રાહ્મણ સૂઈ ગયા પછી સમગ્ર વસ્ત્રાલંકાર આભૂષણોથી સુશોભિત રૂપ સૌભાગ્યની નિધાન યૌવનાવસ્થા વાળી એક ગજગામિની સ્ત્રીય આવી કમલના સમાન કોમળ પોતાના બેહાથથી તેના પગને દાબીને તે બ્રાહ્મણને ઉઠાડયો ત્યારબાદ જાગૃત થયેલા તેણે આવા પ્રકારની સ્ત્રીને દેખીને “આતો સ્વમ જ છે' એમ માનીને રહેલા તેને સ્ત્રીએ કહ્યું કે હે સ્વામિન્ ઉઠ, તે પણ ઉઠીને સ્ત્રીની પાછળ ચાલ્યો અને સાક્ષાત વિમાનના જેવા એક એક સાત ભૂમિના મહેલમાંયે પેઠા અને સારા તથા નવા પલંગ ને વિષે બેઠો ત્યારબાદ સારા પ્રકારે સ્નાન માન ખાનપાન આસન વડે તેની ભક્તિ કરી આદરથી તેને કહ્યું કે હે સ્વામિન્ ઇંદ્ર મહારાજની સ્ત્રીને પણદાસી બનાવનારી એવી હું તારી દાસી સ્ત્રી છું, મનોહર આ મહેલ છે ઉત્તમ વસ્ત્રાલંકાર આભૂષણ રૂપ આ સામગ્રી છે આથી વિશેષ તારે શું જોઈએ છે ? એટલે તે બોલ્યો દેવ વિલાસના સમાન સર્વ વસ્તુ મે મેળવી છે હવે મારે બીજું કાંઈપણ જોઇતું નથીતેણીએ કહ્યું કે હે દેવ હું ક્યાય જાઉ ત્યારે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર બારણાથી નીકળીને તારે ઉદ્યાનને વિષે ક્રિીડા કરવી પરંતુ દક્ષિણ દિશાના બારણેથી નીકળીને દિશા તરફ જવું નહિ એમ કહી તેના સાથે ભોગ ભોગવવા લાગી. અન્યદા તે સ્ત્રી M૩૧૯) ૩૧૯ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ક્યાંક ગયા પછી દક્ષિણ દ્વારથી નીકળીને ગયો એટલે સો સ્ત્રીયોએ ચૌદ ભૂમિના પ્રાસાદ ઉપર તેને લઇજઈ વિશેષ પ્રકારે સેવા કરી કહ્યું કે દક્ષિણ દિશામાં ન જઇશ. અન્યદા સોએ સ્ત્રીયો કયાઈ ગયા પછી પૂર્વના પેઠે લોભી થઇનેજ દક્ષિણ દ્વારથી નીકલ્યો અને સાતસો સ્ત્રીયોને મેળવી તેઓ એકવીશ ભૂમિના પ્રાસાદને વિષે લઈ જઈ તમામ પ્રકારે બહુ સેવા કરીને કહ્યું કે દક્ષિણ દિશાનાદ્વારે જઇશ નહિ છતાં પણ અત્યંત લોભને વિષે મગ્ન થયેલો તે દક્ષિણ દિશાના દ્વારથી નીકલીને ચાલવા માંડયો તુરત તેના ઉપર હજાર ભારનું લોઢાનું ચક્ર આકાશથી પડવાથી પીડા પામી મરી નરકે ગયો માટે અત્યંત લોભ કરવો કોઈપણ પ્રકારે ઉચિત નથી. અનર્થનું ભોજન લોભO મંડપાએલ દુર્ગ નજીક બ્રહ્મપુરીમાં “ઉદ્ધવ” નામનો બ્રાહ્મણ વસતો હતો.તે અત્યંત કૃપણ હતો. મણિમોતી ધન, ધાન્યાદિ અતિ વૈભવ છતાં પણ ખરાબ અન્ન ખાય છે,જાડું વસ્ત્ર પહેરે છે, ભાંગેલા ખાટલે સૂવે છે, ભિક્ષુકોને એક દાણો પણ આપતો નથી, યાચકોને દાન આપતો નથી,એવી રીતે દિવસોને વ્યતીત કરે છે. અન્યદા શીત ઋતુમાં મંડપાચલ દુર્ગ વાસ્તવ્ય બંધુ શાલિભદ્રના બિરુદને ધારણ કરનાર, ભોગપુરંદર જાદવના ધરના વિષે વ્યાજથી વધેલા દ્રવ્યને લેવા માટે તે બ્રાહ્મણ ગયો, અને પોતાની નગરીની અતિ દૂર છે એમ જાણીને રાત્રિ ત્યાં રહ્યો. તે અવસરમણિ વડે સુશોભિત જેનું કુટિમતલ છે, તથા મોટા મોટા મણિયો અને મુક્તા ફળોની માળાઓનો સમૂહ જેને વિષે રહેલ છે તથા ઉપર બહાર ભાગને વિષે ઉત્તમ ચંદરવો બાંધેલ છે, તથા સુગંધના લોભી ભમરાઓ જેને વિષે ઝંકાર શબ્દને કરી રહેલા છે એવા મનોહર પુષ્પના ઢગલા છે જેને વિષે તથા ૩૨૦ For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મનોહર સુગંધી ધુપો મઘમઘાયમાન છે જેને વિષે એવા શયનગૃહને વિષે કે જેમાં પુષ્પનો સમૂહ તળાઈ, ઓશિકા, રજસ્ત્રાણ વિગેરે રહેલા છે એવા ભોગી જનને ઉચિત પલંગને વિષે જાવડ શ્રેષ્ઠી સુખપૂર્વક નિદ્રા લે છે, અને પલંગની બંને બાજુ ઉત્તમ પ્રકારના સળગતા અંગારાના ધૂમાડા વિનાની સઘડીયો સળગી રહેલી છે. તે સગડીયો કવિની મતિના પેઠે બહુ જ સ્કૂરાયમાન છે. સઘડીના કોલસા ફુરણાયમાન છે, સુઘટિત ચક્રો સારા પ્રકારે છે, કવિની બુદ્ધિ વિસ્તારવાળી અને કાવ્ય કળાની કુશળતાવાલી છે, સઘડી ગોળ આકારવાળી ઘડેલી છે, કવિઓની મતિ પ્રાત:કાળના સમયની જેમ ઉદ્યોત કરનારી આવકારદાયક છે અને સઘડી પણ નિર્દૂમ અગ્નિ વડેજાજવલ્યમાન બળવાથી પ્રભાતના સમાન પ્રકાશ કરવાવાળી છે, પંડિતની મતિ મહાદેવની મૂર્તિને પેઠેરૂપાળી હોય છે તેમ સઘડી અગ્નિ જવાળા મુખરૂપે જાણે હસતી હોય ને શું તેવી લાગતી હતી આવા નિધૂમ અગ્નિ વડે યોગ્યતા પામેલી છે. તે વખતે અંગારાની સઘડીમાં જાવડ શેઠના વસ્ત્રનો છેડો ભલતો દેખી દિવ્ય વસ્ત્રાલંકારને ધારણ કરનારી દિવ્ય રૂપ વાળી કોઈ સ્ત્રી આવીને તેને બુઝાવવા માંડી. એ સર્વે એક ખૂણે સુતેલા ઉદ્ધવ બ્રાહ્મણે જોયું. તે વખતે ઉદ્ધવે ઉઠીને તે સ્ત્રીનો હાથ પકડીને કહ્યું કે તું કોણ છે ? તેણીએ કહ્યું સમગ્ર મણિ મૌક્તિકનક સ્વામિની હું લક્ષ્મી છું. હાલમાં હું જાવડ શ્રેષ્ઠીની દાસી છું, તેથી હાલમાં આ સુકૃતશાળી શ્રેષ્ઠી મને ભોગમાં લે છે, તેથી હું તેનું દાસી પણ કરું છું આવું કહેવાથી બ્રાહ્મણને કહ્યું કે હે લક્ષ્મી ! મારે ઘેર પણ તારો વાસ હોવાથી મારી પણ તું દાસી છે, માટે તું મારા ભોગવમાં પણ આવે છે. આવી રીતે કહેવાથી લક્ષ્મી બોલે કે પુણ્ય વિના ભોગ ન થાય (૩૨૧ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કહ્યું છે કે – उपभुजिउं न आणेइ, ऋद्वि पत्तोवि पुण्णंपरिहीणो । भरिअं भिसरे जलेण, मंडलो लिहइ जिहए ॥१॥ ભાવાર્થ : ઋદ્ધિ પામેલો પણ પુન્યવિહીન માણસ લક્ષમીને ભોગવી શકતો નથી, કારણકે પાણીથી ભરેલા સરોવરમાં પણ કુતરો જીભથી જ ચાટે છે, માટે જો તું મારા વડે કદાચ વિલાસ કરીશ તો પણ તારા કપાળમાં ડામજ મળવાનું છે બ્રાહ્મણે કહ્યું કે તને હું પ્રાતઃકાલે ઘરે ઘરે ફેંકીશ લક્ષ્મીયે કહ્યું કે હું તને નિશ્ચય ડામ આપીશ મારું વચન સત્યકરીશ. એમ કહીને લક્ષ્મી ચાલી ગઈ. ત્યારબાદ પ્રાતઃકાલે ઉદ્ધવ બ્રાહ્મણે શરીર પ્રમાણ સારા વસ્ત્રાલંકાર, મુદ્રિકા વગેરે આભુષણો ધારણ કરી દાનભોગાદિક વડે લક્ષ્મીનો વ્યય કરવા માંડયો ત્યારબાદ ઘરેથી ભોજન લઇને ક્ષેત્રમાં ગયેલી પોતાના માતાના મુખથી છોકરાઓએ પોતાના પિતાની વાત જાણી વિચાર કર્યો કે મંડપાચલથી આવતાં રસ્તામાં પિતાને ભુત વળગવાથી ગાંડો થઈ ગયેલ છે, તે માટે જો તેને ડામ દેવામાં આવે તો તે સારો થાય. જો આવો ગાંડો જ રહેશે તો જરૂર તમામ લક્ષ્મી ઉડાવી દેશે એવો વિચાર કરી-ઘરે આવી છોકરાઓએ ડામ દીધો, તેથી તેણે વિચાર કર્યો કે અહો ! લક્ષ્મીએ કહેલી વાત સાચી થઇ, માટે મારા ભોગ કર્મમાં આ લક્ષ્મી નથી, તેથી તે બોલ્યો કે હે પુત્રો ! આ વસ્ત્રાલંકાર આભુષણાદિકનો વેષ મને ઉચિત નથી, પણ અનુચિત જ છે. એવા શબ્દો સાંભળી જ “આ સારો થયો છે” એમ જાણી પુરોએ પિતાની છોડી દીધો માટે ભાગ્યમાં હોય તો જ લક્ષ્મી વપરાય છે. ૩૨૨ For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ (કપિલ કેવલી દષ્ટાંત) કૌશાંબી નામની નગરીને વિષે જિતશત્ર નામનો રાજા ન્યાયનિષ્ઠાથી રાજ્ય કરતો હતો. તેનો પુરોહિત ચૌદ વિદ્યાનો પારગામી કાશ્યપ નામનો બ્રાહ્મણ હતો. તેને યશા નામની સ્ત્રી હતી તે બન્નેનો કપિલ નામનો પુત્ર થયો. આ કપિલની બાલ્યાવસ્થામાં જ તેનો પિતા કાશ્યપ મરણ પામ્યો. કપિલને અજ્ઞાની બાળક જાણી તેના પિતાના સ્થાન ઉપર રાજાએ બીજા બ્રાહ્મણને થાપન કર્યો. તે બ્રાહ્મણ નિરંતર ઘોડા ઉપર બેસી મસ્તકના ઉપર છત્ર ધારણ કરાયેલા પોતાના સેવકવર્ગનો સહ વર્તમાન રાજ દરબાર આદિ અનેક સ્થળે ગમન કરતો હતો. તેને ઘોડા ઉપર બેસીગમન કરતોદેખી કપિલની માતા રૂદન કરવા લાગી, તે જોઇ કપિલે રૂદન કરવાનું કારણ પૂછ્યું કે હે માતા ? તું આ બ્રાહ્મણને દેખી શું કામ રૂદન કરે છે. તેથી તેની માતાએ કહ્યું કે “હે વત્સ ! તારાપિતાના સ્થાને રાજાએ આ બ્રાહ્મણને સ્થાપન કર્યો છે. જેવી રીતે આ બ્રાહ્મણ આવી સંપત્તિના સ્થાનભૂત છે તેવી જ રીતે પ્રથમ તારા પિતાની પણ સ્થિતિ હતી તેથી તે તારા પિતાની પૂર્વની સ્થિતિનું સ્મરણ થવાથી ખેદથી રૂદન કરૂં છું તું કાંઈ ભણેલ નથી તેથી આણે તારા પિતાની લક્ષ્મી મેળવી.” ફરીથી કપિલે પૂછયું કે-“મારા પિતાજીનું સ્થાન મને કેવી રીતે પ્રાપ્ત થાય ત્યારે તેની માતાએ કહ્યું કે જો વિદ્યાભ્યાસ કરે તો રાજા તને ફરીથી તારા પિતાના સ્થાન પર સ્થાપન કરે.” પુત્રો કહ્યું કે, “હે માત! હું કોની પાસે વિદ્યાભ્યાસ કરૂં?' તેની માતાએ કહ્યું કે “આ નગરીમાં સમગ્ર લોકો તારા ઉપર દ્વેષ કરનારા છે તે માટે શ્રાવતિ નગરીમાં તારા પિતાનો મિત્ર ઇંદ્રદત્ત બ્રાહ્મણ પંડિત છે, તે તમને સમગ્ર કળા શીખવશે, માટે તું ત્યાં જા.” આવા માતાનાં વચન સાંભલી કપિલ ૩૨૩ ભાગ-૧ ફર્મો-૨૨ For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ત્યાં ગયો અને તેના ચરણકમળને નમસ્કાર કરી વિનંતિ કરવા લાગ્યો કે હે તાત ! મારી માતાએ મને તમારી પાસે ભણવા માટે મોકલ્યો છે. તે સાભળી તેણે કપિલને ખોળામાં બેસાડી, મીઠાં વચનોથી બોલાવી, આનંદ ઉત્પન્ન કરાવી, ભોજન કરાવ્યું. પછી કહ્યું કે “ તને વિદ્યાભ્યાસ કરાવીશ પણ તારે ખાવાપીવાનું કેમ થશે? કારણ કે મારે ઘરે તો તે નથી કે તું ખાય.” કપિલે કહ્યું કે, “ભિક્ષા માગીને હું ભોજન કરીશ.” તેથી ઇંદ્રદત્તે કહયું કે, “હે વત્સ ! ભિક્ષા માગવા ભ્રમણ કરનાર માણસ વિદ્યાભ્યાસ કરી શકતો નથી. તેમજ ભોજનરહિત માણસ વિદ્યાભ્યાસ કરી શકતો નથી કારણ કે ભોજન વિના ઢોલ નગારા પણ વાગી શકતા નથી, તે કારણ માટે પ્રથમ ભોજનની ચિંતા કરવી જોઇએ. ત્યારપછી કપિલને આંગળીએ વળગાડી ઇંદ્રદત્ત શાલિભદ્ર નામના એક મહાન ધનાઢય માણસને ઘેર ગયો. ‘૩ કૂવઃ સ્વ.' એ પ્રકારે ગાયત્રી મંત્ર મોટા સાદે બોલતો તેના ઘરની બાહેર ઉભો રહ્યો અને પોતે બ્રાહ્મણ છે તેમ તેને જણાવ્યું શ્રેષ્ઠીએ તેને બોલાવીને પૂછ્યું કે “હે બ્રાહ્મણ તું શું યાચના કરે છે તને જે ઇચ્છિત વસ્તુ જોઈએ તેની માગણી કર. તેથી ઇંદ્રદત્તે કહ્યું કે “આ બ્રાહ્મણ વિદ્યાભ્યાસ કરવાથી ઇચ્છા વાળો છે, આપ તેને નિરંતર ભોજન આપો તો હું તેને વિદ્યા ભણાવીશ, કારણકે મારી પાસે તેને ખવરાવું તેટલું દ્રવ્ય નથી, તેજ કારણ માટે તમારી પાસે ભોજનની યાચના કરવા આવ્યો છું.' આવી રીતે કહેવાથી નિરંતર કપિલને ભોજન કરાવવાનું શ્રેષ્ઠીએ અંગીકાર કર્યું. તે દિવસથી માંડીને કપિલ ઇંદ્રદત્ત પાસે ભણવા લાગ્યો અને શ્રેષ્ઠીને ઘરે ભોજન કરવા જવા લાગ્યો શેઠને ઘરે તેને એક દાસી રોજ ભોજન પીરસે છેતેથી અનુક્રમે હાસ્યાદિક કરવાથી તેને વિષે કપીલ લુબ્ધ થયો ને તેણી M૩૨૪૦ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પણ તેને વિષે રક્ત થઇ. પ્રીતિ વધતાં તે બન્ને સ્ત્રી ભર્તારના પેઠે ક્રીડા કરવા લાગ્યાં. વિષયોને ધિક્કાર છે ! કારણ કે વિષયાસકત માણસ કાર્ય અકાર્યને જાણી શકતો નથી. અન્યદા તે નગરને વિષે કોઈક દાસીયોને ઉત્સવ આવ્યો તે વખતે આ દાસી પુષ્પ પત્ર વિગેરે સામગ્રીના અભાવથી મનમાં દુઃખ ધારણ કરવાવાલી થઈ. તેને દુઃખી દેખી કપિલને તેનું કારણ પૂછયું ‘-સ્ત્રી ! તું દુઃખિત મનવાળી કેમ દેખાય છે.” તેણીએ કહ્યું કે આજે દાસીઓનો ઉત્સવ છે અને તે પત્ર પુષ્પાદિક મારે જોઈએ તે મારી પાસે નથી તેથી દાસીવર્ગ મારૂ વગોણું કરશે.” આવા વચનો સાંભળી તેનુંદુઃખ મનમાં લાવી કંઈક રૂદન કરતો કપિલ મૌન ધારણ કરી રહ્યો તેને તેવા પ્રકારનો દેખી દાસીએ કહ્યું કે “હે સ્વામિન્ ! તમે ખેદ ધારણ નકરો આ નગરમાં ધન નામનો શેઠીયો વાસ કરે છે તેને તે શેઠીયો બે માસા સુવર્ણ આપે છે, તે માટે તમે પ્રથમ ત્યાં જઈને તેને પ્રબોધ કરો, એટલેજાગીને તેને બે માસા સુવર્ણ આપશે તે લઈને તમે મને આપજો એટલે આપણા બન્નેને લાભ થશે. “ કપિલે તે સર્વ અંગીકાર કર્યું અને તે ત્યાંથી નીકલ્યો પ્રથમ કોઈ મારા પહેલાં તે શેઠીયાને ઘરે ન જાઓ આવા ઇરાદાથી રાત્રિમાં નિદ્રા ન કરી ચંદ્રમાંની ઉજવળા કાન્તિથી કેટલી રાત્રિ છે તે નહિ જાણવાથી માર્ગમાં ગમન કરનાર કપિલને કોટવાળે પકડ્યો અને ચોરની બુદ્ધિથી બાંધ્યો કારણ કે ચોરનું ચાલવાપણું,ચોરી કરવાપણું, આવી રીતે જ હોય છે. પ્રાતઃકાળમાં કોટવાળાના પુરૂષોએ પ્રસન્નજીત રાજા પાસે લઈ જઇ ઉભો રાખ્યો. રાજાએ તેને પુછયું કે હે વિપ્ર ! તું કોણ છે ? ક્યાં વાસ કરનારો છે? શા માટે આવ્યો છે ?” તેથી કપિલે પૂર્વની સમગ્ર વાત રાજાને કહી સંભળાવી દયાળુ હૃદયવાળા રાજાએ તેને ૩૨૫ For Personal & Private Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છોડી મૂકી કહ્યું કે “હે મહાત્મા તને જે રૂચે તે માગી લે તું જે વાંચ્છાકરીશ તે સર્વે હું તને આપીશ.' કપિલે કહ્યું કે “હે રાજનું ! વિચાર કરીને માગીશ ! ત્યાર પછી અશોક વનમાં જઈ વિચાર કરવા લાગ્યો કે બે માસા સુવર્ણથી વસ્ત્રાદિક ન થાય માટે સો સુવર્ણ માર્ગ, સો સુવર્ણથી પણ ઘરબાર વાહનાદિક ન થાય માટે હજાર સુવર્ણ માગું, લાખ સુવર્ણથી પણ ધન, માન, સન્માન બંધુ, દીન ઉદ્ધરણાદિ કર્તવ્યો થઈન શકે માટે કોટી માગું. એવા પ્રકારે શતકોટી, હજારકોટી માગું, આવી આવી ઉત્તરોત્તરયાચનાની ભાવના કરનાર કપિલને પૂર્વ કર્મના શુભોદયથી નિર્મળ બુદ્ધિ ઉત્પન્ન થઈ કે : जहा लाहो तहा लोहो ,लाहे लोहो वढइ ।। दो मास कणय कज्जं, कोडिए बि न निठ्ठियं ॥ | ભાવાર્થ : જયાં લાભ છે, ત્યાં લોભ છે અને લાભથી લોભ વૃદ્ધિ પામતો જાય છે, જેમકે બે માસા સુવર્ણના કાર્યની ઇચ્છાથી કોટીયે પણ લોભની શાંતિ ન થઈ. અહો અહો ! લોભસમુદ્ર મહા દુર્ધર છે ! તેને કોઈ પણ પૂર્ણ કરવાને માટે શક્તિમાન નથી. હું વિદ્યા માટે આવ્યો, પોતાનું ઘર છોડી પરદેશને વિષે પારકે ઘરે રહ્યો, આ ઇંદ્રદત્તધર્માર્થ ને માટે મને વિદ્યા આપે છે તથા આ શાલિભદ્ર શ્રેષ્ઠી મને ભોજન આપે છે. મેં અલ્પ બુદ્ધિવાળાએ યૌવનાવસ્થામાં મદોન્મત થઈ દાસી સાથે આ અકાર્ય કર્યું, નિર્મલ કુળને પણ કલંકિત કર્યું, વિષયોને ધિક્કાર છે ! કારણ કે તે જીવોને અનેક પ્રકારે વિડંબના કરે છે. એવી ભાવનાને ધારણ કરતો વિષય થકી વિરક્ત થવાથી કપિલને જાતિ સ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. કપિલ સ્વયંબુદ્ધ થયા.તેણે પોતાના મસ્તકના કેશનો લોચ કર્યો દેવોએ અર્પણ કરેલ રજોહરણ મુખવસ્ત્રિકા આદિ સાધુ M૩૨૬) For Personal & Private Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વેષને અંગીકાર કરી ત્યાંથીતે ઉઠી પ્રસન્નજિત રાજા પાસે ગયા.રાજાએ પૂછયું કે “આ શું ? તેણે કહ્યું કે “જ્યાં લાભ છે, ત્યાં લોભ છે.' વિગેરે ઉપર પ્રમાણે કરી બતાવ્યું અને મૌન ધારણ કર્યું. રાજાએ કહ્યું કે “હું આજ્ઞા આપું છું કે તું ભોગોને ભોગવ દુષ્કર વ્રતને છોડી દે, તું જે માગે તે આપું.” કપિલ મુનિએ કહ્યું કે “ગ્રહણ કરેલ વ્રત પ્રાણાંતે પણ ત્યાગ નહિ કરું, હું હાલમાં નિગ્રંથ સાધુ થયેલ છું. હે રાજેન્દ્ર ! તને ધર્મલાભ હો” અહંકાર રહિત, ઇચ્છા રહિત થઈ પૃથ્વીને વિષે અપ્રમત્તપણે વિહાર કરવા લાગ્યા. એવી રીતે વ્રતના પારિપાલન કરતાં કપિલમુનિ મહારાજને છ માસ વ્યતીત થયા ત્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હવે રાજગૃહ નગરના સમીપ ભાગને વિષે અઢાર યોજન પ્રમાણવાલી અતિ ભયંકર અટવી છે તે અટવીમાં બળભદ્રાદિક પાંચસોચોર વસે છે. આ પ્રત્યેક બુદ્ધ કપિલ કેવળજ્ઞાની મહારાજા તે ચોરોને બોધલાયક જાણીને અટવીમાં ગયા. તેચોર લોકો પણ કેવળજ્ઞાનીની પાસે ગયા પલ્લીપતિએ જ્ઞાનીને કહ્યું કે “હે સાધુ ! તને નૃત્ય (નાચતા) આવડે છે !” લાભ જાણી મુનીએ વાજિંત્ર વગાડવા વિના નાચ શોભે નહિ એમ કહ્યું ચોરોએ કહ્યું કે અમો તાળીયો વગાડીશું, તું નાચ કર' હવે જનતાથી કપિલ મુનિ નાચવા લાગ્યા અને તે ચોરલોકો ચારે બાજુ ભમી ભમીને તાળીયો વગાડવા લાગ્યા મુનિ મહારાજ તો તે ચોરલોકોની મધ્યમાં ને મધ્યમાં નાચ કરતા કરતા પ્રાકૃત ધ્રુવપદ ગાતા ગાતા ગાથા બોલવા લાગ્યા: अधुवे असासयम्मि, संसारम्मि दुक्खपूराए । किं नाम हुज्जे तं कम्मं, जेणाहं दुग्गइ न गच्छेज्जा ॥ ભાવાર્થ : અધ્રુવ ચંચળ નિશ્ચલતા રહિત, અશાશ્વત દુઃખથી ભરપૂર ભરેલા આ અસાર સંસારને વિષે તે કર્મ કેવા પ્રકારનું હોય ૩૨૦ For Personal & Private Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ છે કે જે કર્મને કરવાથી હું દુર્ગતિને વિષે ગમન કરૂં નહિ. આવી રીતે પાંચસો ગાથા જ્ઞાની બોલ્યા તે ધ્રુવપદોને સાંભળીને પાંચસો ચોર લોકો પ્રતિબોધ પામ્યા. કેવળી મહારાજાએ તે પાંચસોને વ્રત આપ્યું. શાસન દેવતાએ વેષ આપવાથી તે પાંચસો બળભદ્રાદિક મહર્ષિ થયા અને સંયમ પ્રતિપાલનના પૂર્ણ ખપી થઈ કેવળી મહારાજ સાથે પૃથ્વી પીઠ ઉપર વિહાર કરવા લાગ્યા.અનુક્રમે કપિલ કેવળી મહારાજા કેટલાએક વર્ષ પૃથ્વી ઉપર વિચરી મોક્ષે ગયા. આ મહાત્માનું કેવું નિર્લભીપણું ? કેવું વિવેકીપણુ ? કેવું સંસારને અને તેના જુઠા દુઃખદાયક સુખને ધિક્કારવા પણું ? અને રાજાએ તુષ્ટમાન થઈ ઈચ્છિત આપવા છતાં તેને તિરસ્કાર કરી લેવું નિસ્પૃહીપણું ધારણ કર્યું ? તે તું જો, તેનું અનુકરણ કર, તેને પગલચાલ,લોભ છોડી દે છતાં નહિ છોડે તો તે તને ખાડામાં નાખશે.દુઃખદરિયામાં ડુબાડશે મોતના ફાંસામાં ફસાવશે કુગતિમાં ધકેલશે, અને અનંત સંસાર રઝળાવશે, માટે શાંન્તિરાખી, સંતોષ પકડી લોભ છોડી, વિવેક થઈ પરલોકનું સાર્થક સાધવા સાવધ થા. 01 લોભ ઉપર સાગર શ્રેષ્ઠીની ક્યા ) આદુનિયામાં વિશિષ્ટ પ્રકારનીધન ધાન્યની સમૃદ્ધિ વડે કરીને ભરપૂર ભરેલા અને નરરત્નો વડે કરી યુક્ત એવું રોહણપુર નામનું નગર હતું. તે નગરમાં વસનારા સમગ્ર લોકોને દૃષ્ટિ દોષની કાલિમાં ન લાગે તેવી રીતે ગળીના સમાન મલીન આત્માનો ધણીવાણિયાઓને વિષે અધમ સાગર નામનો શ્રેષ્ઠી વસતો હતો. તેના પાસે ૩૨ કોટી ધન હતું તથા ચાર પુત્રો હતા, છતાં પણ ત્યાગ ભોગ રહિત પોતાના દિવસોને નિર્ગમન કરતો હતો. તે ધનનાં લોભથી પુત્રોને ઘરને વિષે રહેવા દેતો નહોતો, તેમજ પોતાના પુત્રની વહુઓને ઘર બહાર ૩૨૮ For Personal & Private Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નીકલવાદેતો નહોતો તેમજ યાચક વર્ગને ઘરને વિષે પેસવાદેતો નહોતો, વળી તે અત્યંત કૃપણ છતાં પણ નિરંતર પાંચ દાનને આપતો હતો. તે પાંચ પ્રકારનાં જુદી જાતનાં દાનો આ પ્રમાણે આપતો હતો. ૧-કોઈ યાચના કરવા આવે તો પ્રથમ બારણાના કમાડને દેતો હતો, ૨ ત્યારબાદ ભોંગળ દેતો હતો, ૩ પછી કપાળે હાથ દેતો હતો, ૪ પછી કોડને નમાવી દેતો હતો, પ-ત્યારબાદ દુર્વાક્ય એટલે ગાળો દેતો હતો? આવો દાતાર વર્ણન કરવા લાયક કેમ ન બને? અર્થાત્ બને જ. વિધાતાએ રાજા, ચોર, કુબેર અને સંપત્તિવાળાના ઉપકાર માટે જ કૃપણ માણસોને ઉત્પન્ન કરેલ છે તે સત્ય છે. વળી કૃપણ વિના દાતાર પણ સ્વકાર્યની ગણત્રીની સિદ્ધિને ભજનારા થઈ શકતા નથી, કારણ કે રાત્રિ ન હોત તો દિવસની ગણત્રી કેવી રીતે થાત ? તે નગરમાં તેનું ઘર મ્લેચ્છના ઘરની પેઠે અસ્પૃશ્યતા તથા ચંડાળના કુવાની પેઠે ત્યાગ કરવા લાયક થયેલું હતું. એકદા દરવાજાના બારણા ઉપર શેઠ બેઠો હતો. તે વખતે કોઈક યોગિની આકાશ માર્ગે થઈ તેના ઘરને વિષે પેસી તે યોગિની સર્વ વિદ્યામાં વિશારદ હતી તેને દેખીને છોકરાની વહુઓએ સંભ્રમથી કહ્યું કે હે માત ! અમને તો કારાગૃહમાં નાખેલ છે, માટે હવે તો અમોને આપનું જ શરણ છે, માટે અમારા ઉપર કૃપા કરીને કોઈક એવો ઉપાય બતાવો કે હરવા ફરવા વડે કરીને અમો કાંઇક સંસારનું સ્વરૂપ દેખીયે તેના તેવા વિનયી વચનથી તુષ્ટમાન થઈને યોગિનીયે તે ચારેને કોઈપણ વસ્તુના આધારથી આકાશમાં ચાલવાની વિદ્યા આપી, અને યોગિની ચાલી ગઈ. ત્યારબાદ રાત્રિ પડવાથી ચાર જણીયો શૃંગાર સજીને હુંકાર શબ્દ વડે કરી લાકડા ઉપર બેસીને સુવર્ણ દ્વીપે ગઈ, અને ત્યાં ઈંદ્રાદિક દેવોને તથા રંભા આદિયે કરેલા નાટકાદિકને જોઇ, શેષરાત્રિ બાકી ૩૨૯ For Personal & Private Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રહી ત્યારે પોતાને ઘરે પહોંચી આવી રીતે નિરંતર મંત્રના બળે ગમન કરનારી તે સ્ત્રીયોના ચારિત્રને કોઈયે જાણ્યું નહિ. અન્યદા મુખ્ય નોકરે લાકડાનું ઠેકાણું ફેરવેલું દેખીને તેમજ મધ્યભાગે છિદ્ર હોવાથી તેને દેખીને આશ્ચર્ય સાથે વિચાર કર્યો કે કાંઈક નવીન છે. એવો વિચાર કરી રાત્રિયે તે લાકડાના છિદ્રમાં પેસી ગયો. ત્યારબાદ પ્રથમના પેઠે તે ચારે જણીયો લાકડાના ઉપર બેસી સુવર્ણદ્વીપે પહોંચી. ત્યારબાદ નોકરે તેમાંથી બહાર નીકળી સોનાની ઇંટો લીધી, અને લાકડાની પોલમાં પાછો સંતાઈ ગયો, હવે તે સ્ત્રીયો પણ કૃતકૃત્ય થઈને રાત્રિને છેડે લાકડા ઉપર બેસીને પોતાને ઘરે આવી. ઘેર આવીને નોકરી પણ નિદ્રાથી સૂઈ ગયો. પ્રાતઃકાળને વિષે શેઠે બોલાવ્યા છતાં પણ સુવર્ણની પ્રાપ્તિથી તેણે જવાબ આપ્યો નહિ, તેથી શું આને અકસ્માત પૈસાની પ્રાપ્તિથી અભિમાન થયેલ છે અગર ઘરના કોઈપણ માણસે ક્રોધિત કરેલ છે કે બોલાવવા છતાં પણ બોલતો નથી, એવું ચિંતવન કરી માયાવી શ્રેષ્ઠીયે માયા કપટ વડે કરીને અશ્રુપૂર્ણ નેત્ર કરી ગદ્ગદ્ સ્વરે તેને કહ્યું “કેમ આજ તું દુભાયેલો છે? એમ કહી સારું ભોજન કરાવવાથી તેણે રાત્રિનું સ્ત્રીયોનું ચરિત્ર કહ્યું અને સોનાની ઇંટ દેખાડી, તેથી સાગર શ્રેષ્ઠી સૂર્યને કહે છે. કે “હે ભગવન્ ! તું જલ્દી અસ્ત થઇજા એટલે હુંવધુઓના ચરિત્રને દેખું' અને સોનાની ઇંટોના ઢગલાઓ લાવું, ત્યારબાદ રાત્રિને વિષે પોપટના પેઠે તે લાકડાની અંદર પેસી ગયો, અને તે મલિન ચિત્તવાળાએ તેઓનું ચરિત્ર દેખ્યું અને લાકડાનું છિદ્ર સોનાની ઇંટોથી ભર્યું અને જેમ તેમ કરી પોતે અંદર પેઠો, વળી દ્રવ્ય પ્રાપ્ત થવાનું કારણ હાથમાં આવવાથી બહુ જ હર્ષ પામ્યો. ત્યારબાદ સ્ત્રીઓ તે લાકડા ઉપર બેસીને ચાલવા માંડી પરંતુ લાકડું બહુ જ ભારવાળું 330 For Personal & Private Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ થવાથી સ્ત્રીઓ ખેદ પામી અરસપરસ બોલવા લાગી કે કોઈ પણ કારણથી આજે લાકડું બહુ ભારવાળું થયું છે. માટે આજે દરિયામાં મુકી દઈ બીજું ભારવાળું ન હોય તે લાકડું લઈને આપણે જલ્દી ઘરે જઈએ તેવું સાંભળી ભય પામેલો સાગર શેઠ બોલ્યો કે “તમે આ લાકડાને મૂકશો નહિ હું તમારો સસરો અંદર છું. એવું સાંભળી આ પાપ એની મેળે જ જાય છે, એવો વિચાર કરીને સર્પ વાળા ઘડાની પેઠે તે લાકડું દરિયામાં મૂકી દીધું, અને બીજા લાકડા ઉપર બેસી ઘેર પહોંચી ત્યારબાદ તે લાકડાના સાથે જ સાગર શ્રેષ્ઠીદરિયામાં ડૂબી જઈ દૂતિ ગામી થયો અને તેના છોકરાની વહુઓ પણ તેના સસરાના મરવાથી ત્યાગ ભોગવડે કરી સુખી થઈ પોતાના દિવસોને નિર્ગમન કરવા લાગી, માટે અત્યંત લોભને પાપનું મૂળ જાણીને જીવોએ લોભને ઓછો કરવા ઉદ્યમ કરવો. લોભ ઉપર બ્રાહ્મણની ક્યા છે પાલી ગામને વિષે જન્મથી દરિદ્રી કૃપણ નામનો બ્રાહ્મણ હતો. તે એકદા સ્ત્રીએ પ્રેરણા કરવાથી કુહાડો લઇને લાકડાં કાપવા માટે, કપિલ નામના યક્ષના સ્થાને શોભિત કરેલા વન પ્રત્યે ગયો. તે વનમાં બાળવા યોગ્ય લાકડુ નહિ મળવાથી, એવામાં કાષ્ટમયી યક્ષની મૂર્તિને કુહાડાથી ખંડોખંડ કરવામાં તત્પર થયો. તેવામાં પૂર્વ ભવના પુન્યોદયથી તે યક્ષ પ્રત્યક્ષ થઇને કહેવા લાગ્યો કે હે ભદ્ર ! તું મારી મૂર્તિ ખંડનન કર, હું તુષ્ટમાન થયેલો છું. તારે જે જોઇએ તે માગી લે, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હું ભુખ્યો છું. માટે માહરા ઘરમાં જેટલા માણસો છે તેના ઉપર પોષણ જેટલું ધાન્ય ઢોકળાદિ વસ્તુઓને નિરન્તર તું મને આપ યક્ષ તે આપવાનું કબૂલ કરી અંતર્લીન થઇ ગયો. ત્યારબાદ બ્રાહ્મણ પણ પોતાના એક ઘરના ખુણાને વિષે બ33૧ ~ 333 For Personal & Private Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પોતાના માણસોને નિર્વાહ કરવા યોગ્ય ધાન્ય તથા પૈસાને દેખીને તે પ્રમાણે પોતાના પરિવારનો નિર્વાહ કરવા લાગ્યો. ત્યારબાદ કેટલેક દિવસે તેની સ્ત્રીના મોઢેથી પાડોશીની સ્ત્રીએ તે વાત જાણી, તેથી તેણીયે પણ પોતાના પતિનેયક્ષને ત્યાં મોકલ્યો તે બ્રાહ્મણ વનમાં જઇ, જેવો કુહાડાથી યક્ષની મૂર્તિ ઉપર ઘા કરવા જાય છે, તેવો જ યક્ષે તેને ઉંચા હાથે ને પગે થંભાવી દીધા તથા તેને પેટ નેત્રમાં પીડા કરીને તિરસ્કાર વડે કરી યક્ષ તેને કહેવા લાગ્યો રે દુષ્ટ મહારી અવજ્ઞાનું ફળ ભોગવ. હાલમાં જ હું તમને પરમાધામીને ત્યાં પહોંચાડી દઉં છું. એવા પ્રકારનાં યક્ષનાં વચનને સાંભળી, જેના નેત્ર ભમે છે, અને શરીર જેનું કંપે છે એવો તે બ્રાહ્મણ કહેવા લાગ્યો કે “હે દેવ ! તું જે કહે તે કરું. પરંતુ જીવતો છોડી દે. ત્યારે તેના વચન સાંભળી યક્ષ તેને કહે છે કે તારે ઘરે ભેંસનું ઘી જેટલું તૈયાર થાય તે બધું ધી વહારે લખુ અન્ન ખાનાર કૃપણ બ્રાહ્મણને નિરન્તર આપી દેવું એટલું કહી યક્ષ તેને સજ્જ કરી ચાલ્યો ગયો. તે બ્રાહ્મણ પણ ઘરે આવી નિરન્તર તેમ કરવા લાગ્યો. તેથી લોકો તે નિભંગી બ્રાહ્મણને ઉદ્દેશીને નીચે પ્રમાણે બોલવા લાગ્યો કે -- ઢોકલાં ખાતાં દેખીને, હોંસ થઈ મન માંહે, લેઈ કુહાડો વન ગયો, સુરે થંભ્યો ત્યાંહે. ૧ વનિતા સુરસું વિનવી, ઘણી કચપચીકીય, ઢોકલ તો પામ્યો નહિ ઘરનું ચૂકયો ઘાય. ૨ માટે લોભ છોડી ધર્મ માર્ગે ઘનનો વ્યય કરવો, કૃપણતા કરવાથી લક્ષ્મીનો નાશ અને દુર્ગતિની પ્રાપ્તિ થાય છે. O ( અનુરાગ ઉપર રણમલ ક્યા ) ભીમપુર નગરને વિષે કોઈ રણમલ્લ નામનો યુવાવસ્થાવાળો M૩૩૨ ~ 332 For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ક્ષત્રિય રાજા વસતો હતો. એકદા ઘોડા ઉપર આરૂઢ થઈને નગરીની શેરીમાં જતો હતો, તેવામાં પોતાના ઘરને વિષે યુગધરીના કણોને ખાંડતીકોઈકક્ષત્રિયની રૂપવંતી સ્ત્રીને દેખીને મોહ પામેલા તેણે તેણીની પાસે ભોગને માટે પ્રાર્થના કરી, પરંતુ શીયલનું રક્ષણ કરવામાં ચતુર એવી તેણીએયુક્તિથી પ્રબોધ કરેલો રાજા પોતાને ઘેર ગયો. દુસ્તર સ્ત્રી વિયોગે પુરંદર શ્રેષ્ઠીક્યા છે મદુરા નગરને વિષે ધનવંત સુંદર શ્રેષ્ઠિને પુરંદર નામનો પુત્ર હતો, તેને તેના પિતાએ રૂપ સૌભાગ્યના નિધાનભૂત મહાન ભાગ્યવતી ધનવતી નામની કન્યા સાથે પરણાવ્યો. અન્યદા જલ ક્રીડા કરતાં તેના મસ્તકને વિષે દેડકી ઉત્પન્ન થઇ, તેની પીડાથી દિન પ્રતિદિન તેના નેત્રનું તેજ ઘટવા માંડયું અને મસ્તકને વિષે પીડા વૃદ્ધિ પામવા લાગી કિંબહુના ? મરણ અવસ્થા તેની સમીપ આવી પહોંચી તેના પિતાએ અનેક ઉપાયો કર્યા તો પણ શાન્તિ થઈ નહિ. એકદા વૈદ્ય કળાને વિષેકુશળ એવો કુશળ નામનો એક વૈવિદ્ય ત્યાં આવ્યો. શ્રેષ્ઠીએ તેને પોતાનો પુત્ર બતાવ્યો. તેમણે કહ્યું કે જલક્રીડા કરતાં મસ્તકને વિષે દેડકી ઉત્પન્ન થવાથી નેત્ર હીનતેજવાળો છે તેમજ મસ્તકને વિષે વેદના થાય છે. જે માટે કહ્યું છે કે : माषाराल तिलतैल जलावगाह, कटवाम्ल शुष्कदधि फाणित धुम्रतायैः । सुक्ष्माक्षरेण च दिवा शयानाच्चपुसां, चक्षुक्षयं व्रजति धामपत्तौ च दृष्टे ॥१॥ ભાવાર્થ : અડદ અરનાર (કાંજી) તલ, તેલ પાણિને વિષે પ્રવેશ, કડવા, ખાટા, સુકા શાકાદિકનું ભક્ષણ તથા દહીં શેરડીનો 333 For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૧ છે. વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કચરો ખાવાથી, ધુમાડાના તાપથી તથા ઘણા જ સુક્ષ્મ દસ્તકો વાંચવાથી તેમજ દિવસે નિદ્રા કરવાથી સૂર્યના સન્મુખ જોવાથી પુરુષોના નેત્રોને ભય થાય છે. આવી રીતે વૈધે સત્ય રોગ કહેવાથી શ્રેષ્ઠીએ કહ્યું કે હે વૈદ્યરાજ? મારા પુત્રને સારો કરતો તેના ભારોભાર સુવર્ણ તથા રત્નો આપું, વૈધે કહ્યું કે મારે સુવર્ણાદિકનું કામ નથી પરંતુ જો તું મને તેની સ્ત્રી આપે તો હું સારો કરૂં, શ્રેષ્ઠીએ વિચાર કર્યો કે અહો? આ કેવી રીતે બની શકે ! એક બાજું પુત્રનું મરણ અને બીજી બાજું પારકાની દીકરી તેને આપવી, એક બાજુ વાઘ અને બીજી બાજું નદી હવે મારે કેમ કરવું ? તો પણ તેણે વૈદ્ય કહેલું પુત્રની વહુને કહ્યું. તે બહુ હોંશીયાર હતી તેણીયે કહ્યું કે હે તાત ? તમે વૈદ્યને કહો કે તે મને પુત્રી પણ રાખશે ? કે દાસી પણે રાખશે ? શ્રેષ્ઠીએ વૈદ્યને પૂછવાથી તે બોલ્યો કે મારા ઘરને વિષે તે મારી પુત્રીપણે રહેશે તેવો તેનો વિચાર જાણીને તેણીએ વિચાર કર્યો કે મારો ધણી જીવશે તો હું સઘવા, અને મરશે તો હું વિધવા થઇશ, વિધવાપણામાં મને સાર નથી, અને સધવાથી તિલક કંકણ કુંકુમ, કાજલતાંબુલ, કુસુમ વડે કરીને શોભિત રહીશ.પિતાના પેઠે તેના ઘરને વિષે રહેવાથી મારું શિયલ પણ સચવાશે. એવું વિચારી વૈદ્યના ઘરને વિષે રહેવાની હા પાડી શ્રેષ્ઠીએ પણ વહુના માતા, પિતા, રાજા, મંત્રી, નગરશેઠની સંમતિપૂર્વક વહુને દેવાની હા પાડી. વૈદ્ય પણ પુરંદરના નેત્રે પાટો બાંધીને તીક્ષ્ણ શસ્ત્રથી માથાની કરોટીકા ઉપાડી, તેથી તેદેડકી પણ કરોટીકાના છિદ્ર દ્વારા, સજલતવ્ય માટીના ગંધથી બહાર પડી. એટલે વૈદ્ય બોલ્યો કે જો શેઠ મને તેના પુત્રની વહુ આપે તો જ હું આ કરોટીકા નીચે મુકું. આવી રીતે બોલી વૈદ્ય તેના નેત્રનો પાટો છોડી 33૪ For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નાખ્યો. તેથીસરસ સુંદર શૃંગાર સજીને પોતાના પાસે ઉભેલી પોતાની સ્ત્રીને દેખીને, આ મારી સ્ત્રીનો મને દુસ્સહ વિયોગ થશે એવું વિચારી પુરંદરે દુઃખથી ભારે નિઃશ્વાસ લીધો, કારણ કે દુ:ખનું એજ ચિન્હ છે, એવામાં નિઃશ્વાસથી, પ્રેરાયેલીકરોટીકા શીઘ્રતાથી નીચે બેસી ગઇ. વૈદ્ય ધનવતીના ચરણ કમલને નમસ્કાર કરીને શ્રેષ્ઠીને કહ્યું કે હે શ્રેષ્ઠિનું ! મે બહુ જ દુષ્કર કામ કરેલું છે, કારણ કે પ્રિયાના વિયોગના દુઃખ વિના તમારા પુત્રને બહુ નિશ્વાસ ન થાત, અને તેના વિના એટલે ઘણા નિઃશ્વાસ વિના આ કરોટીકા નીચી પણ ન બેસત, માટે જ તમારા પુત્રની વહુની મેં માંગણી કરી હતી, આવી રીતે વૈદ્ય પોતાના પુત્રને સારો કરેલો દેખીને બહુ જ હર્ષને પામેલા શ્રેષ્ઠીયે વૈદ્યને બધુ સુવર્ણ મણિરત્ન, વસ્ત્રાદિક આપીને તેનો સારો સત્કાર કર્યો, પુરંદર પણ ગૃહસ્થ ધર્મ પાળીને, છેવટે વિશેષ પ્રકારે ધર્મનું આરાધન કરીને સદ્ગતિ પામ્યો, તેથી જ કહેવું છે કે જગતને વિષે પ્રિયાનો વિયોગ જીવોને સહન કરવો અત્યંત દુસ્સહ છે. Cરાગને વિષે પુરંદર શ્રેષ્ઠીની ક્યા DO વસંતપુરને વિષે ધન નામનો શ્રેષ્ઠી હતો. તેને ધનવતી નામની સ્ત્રી હતી. તે બંનેનો પુરંદર નામનો પુત્ર હતો. તે વૃદ્ધિ પામ્યા પછી અનુક્રમે તેના પિતાએ તેનુપાણિગ્રહણ કરાવ્યું, તેથી તે બંનેને મહાન્ સ્નેહ ઉત્પન્ન થયો એકદા પિતાએ વ્યાપારને માટે પ્રેરણા કરેલો પુરંદર પિતાને પુછીને પરદેશ પ્રત્યે ગમન કરવાની ઇચ્છાવાળો થયો. એવી રીતે દેશાંતરને વિષે ગમન કરનારા તેના પતિને તેની સ્ત્રીએ કહ્યું કે હે પ્રિય ! તું સાથે હોઇશ તો મારાથી વ્યાપાર નહિ થઈ શકે, તે કારણ માટે તું અહીં જ રહે, અને આ ભીંતરને વિષે ચિત્રલ મારા પ્રતિબિંબ પાસે ભોજનાદિક તમામ વસ્તુ પદાર્થની નિમંત્રણા કરીને M૩૩૫) For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તારે પતિવ્રતા ધર્મ પાળવો. આવી રીતે સાંભળીને તેણી પોતાના ભર્તારના લલાટપટ્ટને વિષેતિલક કરવાને માટે જેવી પોતાના હાથમાં ચોખાલઇને આવે છે તેવામાં વિરહરૂપી અગ્નિ ઉત્પન્ન થવાથી પરસેવો થયો, તેથી જ તે ચોખા હતા તે રંધાઈગયા ને ભોજન થયું, ત્યારબાદ તેણી બોલી કે હે સ્વામિન્ ! તું કયારે આવીશ ? કલાકે . આવીશ, પહોરે આવીશ, બે પહોરે આવીશ, દિવસે આવીશ, અઠવાડિયે આવીશ, પક્ષે આવીશ, માસે આવીશ, છ માસે આવીશ, બાર માસેઆવીશ.એવીરીતે કહીને તે સ્ત્રી ચક્ષુમાંથી આંસુ પાડવા લાગી. ત્યારબાદ તે પોતાની સ્ત્રીને સંતોષ પમાડીને અવન્તી નગરીને વિષે ગયો વ્યાપારને વિષે લાભ મળવાથી તે કેટલાયેક દિવસ રહ્યો ત્યાં ત્યારબાદ એકદા દૈવયોગે અગ્નિથી તેનું ઘર બળી જવાથી તે શ્રેષ્ઠીના પુત્રની વહુ ભીંતને વિષે ચિન્નેલ પોતાના સ્વામીના રૂપના સ્નેહને અંગે નહી ખસી જવાથી ત્યાં જ બળી ગઈ. ત્યારબાદ તેણીનાદુખથી ખેદ પામેલા માતપિતાએ ફરીથી પરણવાને માટે બોલાવેલ પુરંદર ઘેર આવ્યો, અને પોતાની સ્ત્રીને નહિ દેખવાથી તેણે પુછ્યું કે હે માતા ! મારી વહુ કેમ દેખાતી નથી ? તેથી માતા બોલી કે : - भित्ते चित्तक लिहीयं, पावक पसारिओ य गेहमज्झमि सा बाला करगहियं, न छंडिंअं छंडिया पाणा ॥१॥ ભાવાર્થ : ઘરને વિષે અગ્નિ લાગવી ભીંતને વિષે પોતાના સ્વામીના ચિત્રામણને જોતી, હાથને વિષે આવેલા પોતાના સ્વામીના ચિત્રને વિષે તલ્લીન થવાથી અગ્નિથી બળીને મરણ પામી. તે સાંભળીને તે દુઃખી થઈ તે સંસારને અસાર જાણતો વૈરાગ્ય પામીને M૩૩૬ ૦ For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પિતામાતને પુછીને તેની રજા મેળવીને તેણે દીક્ષા લીધી. ત્યારબાદ તે અનુક્રમે વિહારને કરતો તપને તપતો, પૃથ્વીને વિષે ફરીને ફરીથી ત્યાં આવી તેજ ઉપવનને વિષે કાઉસગ્ગ ધ્યાને રહ્યો, હવે તેજ વનને વિષે તેની સ્ત્રી મરીને વ્યંતરી થયેલી હતી તે ત્યાં આવી. તેણે પોતાના પતિને ઓળખ્યો, તેથી રાગથી અત્યંત સ્નેહરાગ અને કામરાગ ઉત્પન્ન થવાથી કામપરવશ થઇ, પ્રેમ વડે પ્રફુલ્લિત શરીર કરી પોતાના રૂપને પ્રગટ કરીને તે મુનિ પ્રત્યે કહેવા લાગી કે હે પ્રાણનાથ! મેં તમારા માટે મારું શરીર અગ્નિને વિષે હોમ્યું છે અને તમે પણ મારે માટે ઘણાં વ્રત અને કષ્ટને સહન કરેલ છે, માટે તે સ્વામિ? મારા ઉપરપ્રસન્ન થાઓ અને દેવીપણાને પામેલી મારી સાથે તું ભોગો ને ભોગવ. આવી રીતે તેણીએ કહેવાથી મુનિ સ્વપ્ર સુખી તુલ્ય વિષયસુખ અનિત્ય માનીને મૌન કરીને રહ્યા. ત્યારબાદ બહુ ભોગ પ્રાર્થના નાં વચનો વડે કરીને પણ મુનિ ક્ષોભ ન પામ્યા. આવી રીતે તે સાધુએ અવગણના કરવાથી વ્યંતરીને દ્વેષ ઉત્પન્ન થયો, તેથી ક્રોધારણ નેત્રો કરીને મુનિ પ્રત્યે કહેવા લાગી કે હે સ્વામિન્ ! તું મારું વચન માન્ય કર, અન્યથા તને હું કષ્ટને વિષે પાડીશ. આવા પ્રકારનાં તેણીનાં વચનો સાંભળીને મુનિચિંતવના કરે છે કે હે જીવ! જેના કટાક્ષ રૂપી વિષ-અગ્નિજવાળા સમાન છે એવી આ સ્ત્રી રૂપી ફણીધરથી તું દુર થી કારણ કે બીજા ફણિધર ડંખવાથી મંત્ર તેમજ ઔષધાદિક થઈ શકે છે, પરંતુ સ્ત્રી રૂપફણીધર ડસવાથી તેનો પ્રતિકાર કોઈપણ રીતે થઈ શકનાર નથી.આવી રીતે ચિંતવના કરી, દઢતા ધારણ કરી રહ્યા, તેથી ક્રોધને પામેલી તે વ્યંતરીએ તેલ ભરેલી રૂની તળાઈને તે મુનિના ગળામાં નાખી વચ્ચે છિદ્ર કરીને અગ્નિ લગાવી મુનિને બાળી દીધા. બળવા માંડેલા મુનિ સહકલેવર. ઇતિ આવા M૩૩૭) 339 For Personal & Private Use Only www.jainelibrary Page #355 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પ્રકારની ચિંતવના કરે છે, ભાવના ભાવતાં તે મહાત્માનેકેવલજ્ઞાનઉત્પન્ન થયું, તેથી ચાર નિકાયના દેવોએ બળતા મુનિના શરીર ઉપરથી અગ્નિ દુર કરીને, તે મુનિને સુવર્ણ કમળની રચના કરીને તેના ઉપર બેસાર્યા. અને તેમણે વ્યંતરી સહિત પોતાના માતાપિતાદિક સાથે સર્વ નગરના લોકો પાસે તેનો પૂર્વ ભવ પ્રકાશ કર્યો અને મુનિએ દેશના આપવાથી તમામ પ્રતિબોધ પામ્યા. કેવળી મુનિ પણ પોતાના આયુષ્યને પૂર્ણ કરીને મોક્ષને વિષે ગયા. તે કારણથી સંસારના કારણભૂત જે રાગાદિકો હતા તે પણ પુરંદર શ્રેષ્ઠી-મુનિને વૈરાગ્યના કારણભૂત થયા. (રાગ વિષયે વસુભૂતિ -કમળથી ક્યા ) વસંતપુર નગરને વિષે શિવભૂતિ અને વસુભૂતિ નામના બે ભાઈઓ વસતા હતા. શિવભૂતિની ભાર્યા કમળ શ્રી હતી તે પોતાના દીયર વસુભૂતિને કામદેવની સમાન દેખીને તેની પાસે ભોગની પ્રાર્થના કરવા લાગી. કારણ કે સંબંધને વિષે પણ સ્ત્રીના મનની શુદ્ધિ હોતી નથી સુાં. ઇત્યાદિ ઉન્મત્ત થયેલા પ્રેમના આરંભ થકી સ્ત્રીયો કામનો આરંભ કરે છે તેને વિષે વિગ્ન કરવામાં બ્રહ્મા પણ કાયર થઈ જાય છે વસુભૂતીએ પણ તેનો અત્યંત તીવ્ર રાગ જાણીને, અને પોતાના મોટા ભાઈની સ્ત્રી માતા તુલ્ય ગણાય એવી ચિંતવના કરી તે ઘરેથી નીકળી ગયો અને સાધુ થયો. ત્યારબાદ તે મહાત્મા સર્વથા સ્ત્રીના સંગનો ત્યાગ કરી વિહાર કરવા લાગ્યા. કમળશ્રી પણ તેને પ્રવ્રજિત થયેલ જાણીને રાગના ઉદયથી મરણ પામીને કોઈક ગામને વિષે કુતરીપણે ઉત્પન્ન થઈ. ત્યાં કોઈક દિવસ તે મુનિને દેખીને રાગના વશવર્તીપણાથી તે કુતરી દેહની છાયાની પેઠે જ મુનિની પાછળ-પાછળ ફરવા માંડી. આ પ્રમાણે સર્વ જગ્યાએ મુનિના ૩૩૮ ~ 33૮ For Personal & Private Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પાછળ ફરવાથી લોકો મુનિનું નામ શુનિપતિ પાડયું તેવા પ્રકારના લોકોના વચનથી લજ્જાને પામેલા મુનિએ કોઈ પણ રીતે તેની દૃષ્ટિ ચુકાવીને બીજી જગ્યાએ વિહાર કર્યો મુનિને નહિ દેખવાથી, આર્તધ્યાનથી મરીને કુતરી વનને વિષે વાંદરીપણે ઉત્પન્ન થઈ ત્યાં પણ કર્મયોગે મુનિ વિહાર કરી જતા હતા, તેને દેખીને કુતરીના પેઠે મુનિની પાછળ તે વાંદરી જવા લાગી, નિરંતર તેની પાછળ ફરવાથી લોકોએ વાનરીપતિ એવું મુનિનું નામ પાડ્યું. તેથી કુતરીના પેઠે તેની દષ્ટિ ચુકાવીને મુનિ ક્યાંઈક ચાલ્યા ગયા, વાનરી મરીને જળાશયને વિષે હંસલીપણે ઉત્પન્ન થઈ.ત્યાં શીત પરિષહ સહન કરવા માટે જળાશય પાસે ઉભા રહેલા તે મુનિને દેખીને હંસલી પૂર્વભવના રાગથી સ્ત્રીના પેઠે બે પાંખો પાણીથી ભરીને તે મુનિને અલિંગન કરવા લાગી તેથી મુનિ ત્યાંથી પણ બીજી જગ્યાએ જવાથી તન્મય ચિત્તવાળી તે હંસલી મરીને વ્યંતરી થઈ. તેણીએ તે વખતે અવધિજ્ઞાનથી પોતાના તમામ વૃત્તાંતને જાણીને અહો ! મારા દીયરે મારું એક પણ વચન માન્યું નથી ? તેથી ક્રોધ કરીને તેને મારવાને માટે આવી, પરંતુ તેના તપના પ્રભાવથી મારી નહિ શકવાથી, અને મુનિને પણ અનુક્રમે કેવળજ્ઞાન થવાથી લોકોના પાસે પોતાનું અને તેણીનું વૃત્તાંત કહેવાથી સભા આશ્ચર્ય પામી અને મુનિ પણ મોક્ષે ગયા. (મોહ વિષયમાં પ્રિયંગુ વિપ્ર સ્ત્રી ક્યા છે કમલપુર નગરને વિષે ગોવિન્દ નામના બ્રાહ્મણને પ્રિયંગુ નામની સ્ત્રી હતી. તેની કુક્ષિ થકી ઉત્પન્ન થયેલી યમુના નામની પુત્રી હતી. તે સુરલતાની પેઠે માતાપિતાને પોતાના પ્રાણ થકી પણ અત્યંત વલ્લભ હતી. તેને માતપિતાએ મણિપુર નગરને વિષે વસનાર ભોગે-ફેમ- 3 ન ૩૩૯) For Personal & Private Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શ્રીધર નામના બ્રાહ્મણના પુત્ર શ્રીપતિને પરણાવી હતી, પરંતુ દૈવયોગે તે લઘુ અવસ્થાને વિષે મરણ પામી, તેથી નિરંતર તેની માતા પુત્રીના શોકથી વિલાપ કરતી જ રહેવા લાગી એકદા પ્રસ્તાવે તેના શોકનું કારણ જાણીને વિશ્વને ઠગવામાં શિરોમણી ચંચુ નામનો કોઇક ધુર્ત તે પ્રિયંગુ સમીપે આવ્યો, તેથી મોહમૂઢ થયેલી તેણીએ પુછયું કે હે ભદ્ર ! તું ક્યાંથી આવેલ છે? તેણે કહ્યું કે હે પ્રિયંગો ! હું સ્વર્ગથકી અહીં આવેલ છું. તે સાંભળીને હર્ષ પામેલી તેણીએ કહ્યું કે ત્યાં મારી પુત્રી યમુના શું કરે છે ? શું ખાય છે ? શું પહેરે છે ? સુખમા વસે કે દુ:ખમાં ? તે તું મને કહે, તે બોલ્યો કે હે માતા ! ત્યાં તહારી પુત્રી યમુનાને કલ્યાણ છે, તેણીયે પોતાના ગોવિંદ, અને પ્રિયંગુ માતાપિતાને કુશળતાના સમાચાર પૂર્વક શાન્તિના સમાચાર મારા મુખે કહ્યા છે, બીજા પણ સ્વજન વર્ગનાં નામો લઇને કુશળ સમાચાર પૂછયા છે. પરંતુ સ્વર્ગને વિષે આગ લાગવાથી તેના ઘરને વિષે રહેલ વસ્ત્રાલંકારાદિ તમામ બળી ગયું છે, તેથી સારા પ્રકારના વેષ અને અલંકાર વિના હું ત્યાં નહિ આવુ શકું એવું મારા મુખે કહેવરાવ્યું છે એવી રીતે કહેવાથી મોહ વડે કરીને વ્યાપ્ત થયેલી તેણીએ તેને આપવાને માટે વસ્ત્રાલંકાર વિગેરે આપ્યાં. તે પણ તે સર્વ લઈને ચાલ્યો.એવામાં ગોવિન્દ પણ ઘરે આવીને તે સમાચાર સાંભળવાથી હા ! હા હું ઠગાઈ ગયો. એવા પ્રકારના ખેદને ધારણ કરી ઉંટની ઉપર બેસીને તેના પાછળ દોડ્યો. તેને પાછળ આવતો દેખીને તે ધૂર્ત એક મોટા વડવૃક્ષના શિખર ઉપર ચડી ગયો તે બ્રાહ્મણ પણ ઉંટ ઉપરથી ઉતરીને જેવો વડવૃક્ષ ઉપર ચડ્યોકે તુરત તે ધૂર્ત નીચે ઉતરીને તેજ ઉંટ ઉપર બેસીને ચાલતો થયો ઊંટ ઉપર બેસીને તેને ચાલતો થયેલ દેખીને ઉભયથી ભ્રષ્ટ થયેલો ગોવિન્દ બે હાથ ૩૪૦ For Personal & Private Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઊંચા કરીને કહેવા લાગ્યો કે હે ભદ્ર ! ઊંટ પણ તું યમુનાને આપજે એમ કહી ખેડાતુર થઈ પોતાના ઘેર આવ્યો. ધૂર્ત પણ તમામ લઇને પોતાને ઘેર પહોંચ્યો, માટે અતિ મોહ અનર્થ કરવાવાળો જાણીને ઉત્તમ જીવોએ મોહ ધારણ કરવો નહિ. Oા મત્સર ઉપર બ્રાહ્મણ ક્યા ) ઘનઘરટ્ટ ગામમાં મત્સરીને વિષે શિરોમણિ દુર્મગલતાનો સમુદ્ર, પાપ કર્મને વિષે કુશળ બહુ નામનો બ્રાહ્મણ રહેતો હતો. અન્યદા સર્પના પેઠે જ દારિદ્રથી પરાભવ પામી, સંભલા નામની પોતાની સ્ત્રીને કહી, ધનની અભિલાષા કરતો ટીલા નામના ઘણા યોગિયોના સ્થાને જઈ સુરનાથ નામના એક યોગીની સેવા કરવા લાગ્યો. સ્નાન ભોજન શયન આસન, સંવાહનાદિક વડે સંતુષ્ટ થયેલ યોગી બાર વર્ષને છેડે બોલ્યો કે હે બાલ ! તારે શું જોઈએ છે ? બટુએ કહ્યું કે સ્વામિન્ ! અમંગલિકનું સ્થાન, દુ:ખોનું વન, ચિંતાનું કારણ, સમગ્ર સુખનું વારણ એવું મારું દારિદ્ર તું દૂર કર. એવું સાંભલી યોગીયે તેને મૂલિકા આપી તેનો પ્રભાવ કહ્યો કે વિધિથી પૂજન કરવાથી સુરલતાની પેઠે, આ મૂલિકા મનવાંછિત આપશે અને તારા કરતાં તારા પાડોશીને બમણું આપશે. ત્યારબાદ મૂલિકા આપનાર યોગીને બ્રાહ્મણે કહ્યું કે હે નાથ ! પાડોશીના ઘરમાં હું લક્ષ્મી દેખી નહિ શકું, માટે આ મૂલિકા વડે કરી મારે સર્યું. મારે જોઇતી નથી, બીજી કોઈ વસ્તુ આપ. એટલે સુરનાથ યોગીએ કહ્યુંતારા ભાગ્યમાં આજ મુલિકા છે. એમ કહેવાથી તે મૂલિકાનો ત્યાગ કરી ઘરે ગયો અને પોતાની સ્ત્રીને મૂલિકાનું સર્વ વૃત્તાંત કહેવાથી તે બોલી કે હે પ્રિય ! તને શાન્તિ થશે તેમ કરીશ પણ મૂલિકા લઈ આવ. એવી રીતે સ્ત્રીએ પ્રેરાયેલા ચિટાવેલીના પેઠે તેને લઈ આવી M૩૪૧ For Personal & Private Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેણે પોતાની સ્ત્રીને આપી. તેણીએ વિધિપૂર્વક પુજવાથી તે મૂલિકાયે મણિ સુવર્ણાદિકથી દેદીપ્યમાન સાત સાત ભૂમિનો મહેલ કરી દીધો અને સાથોસાથ પાડોસી ને બમણી ઋદ્ધિ પ્રાપ્ત થઈ. પાડોશીને પોતાની બમણું થયેલું દેખી ઈર્ષ્યાલું શિરોમણિ તે અધમ બ્રાહ્મણ ગળે ફાંસો ખાવાનો ઉદ્યમ કરવા લાગ્યો, તેથી તેની સ્ત્રીએ કહ્યું કે હે નાથ ! તું સ્વસ્થ થા. તારું મન ધાર્યું હમણાં કરું છું એમ કહી તે બ્રાહ્મણીયે પોતાના ઘરમાં પચાસ અંધકારમય કુવા કરાવ્યાઅને મૂલિકાના વશથી પોતાના તમામ પરીવારને એક આંખે અંધ કરી તેમાં નાખવાથી પાડોશીયો તેમાં બે આંખે અંધ થઈ તે અંધારા કુવાને વિષે પડવાથી પરિવાર સહિત મરણ પામ્યા તે દેખી દુષ્ટ બ્રાહ્મણ રાજી થયો, મહાકુલીષ્ટ કર્મ ઉપાર્જન કરી, અત્યંત દુઃખી થઈ મરણ પામી નરકને વિષે ગયો માટે જીવોએ પારકાની ઈર્ષ્યા કરવાનો ત્યાગ કરવો. CT દ્વેષના સંબંધમાં શુક્ર વેશ્યા ક્યા TO રત્નપુર નગરને વિષે રત્નસાર નામનો શ્રેષ્ઠી વસતો હતો તેને કેદાર નામનો પુત્ર હતો તે વિદ્યાભણીને તેમજ શ્રેષ્ઠીની કન્યાનું પાણિગ્રહણ કરીને સુખ પૂર્વક કાળને નિર્ગમન કરતો હતો તે શ્રેષ્ઠી ઘરે કલાના સમુહમાં કુશળ કલાકલાપ નામનો એક પોપટ હતો. ત્યારબાદ કેટલાક કાળે વૃદ્ધાવસ્થા પામેલો, અને મરવાની તૈયારી વાળો શ્રેષ્ઠી પોતાના પુત્રને કહેવા લાગ્યો કે હે પુત્ર ! હાલમાં હું પરલોક પ્રત્યે પ્રયાણ કરવાની તૈયારીમાં છું, અને તું તો નવયૌવન વયવાળો છે યોવન અવસ્થાને વિષે વિષયરૂપી વિષ વડે કરીને ઘેરાયેલી દષ્ટિવાળા જીવો કૃત્યાકૃત્યને જોતા નથી, તે કારણ માટે સદ્ગુરુના ઉપદેશ રૂપી અમૃત વડે કરીને સિંચાયેલા એવા મારા M૩૪૨) For Personal & Private Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઉપદેશને તું લક્ષમાં લે અન્યજનને વિષે વિશ્વાસ ન કરવો, સ્ત્રીને ગુપ્ત વાર્તા કહેવી નહિ, મૂળ મૂડી નાશ થાય તેવું કામ કરવું નહી, ગુરુઓને ખેદ ઉત્પન્ન કરવો, આવશ્યકાદિક કાર્યોને વિષે પ્રસાદ કરવો નહિ, સારા શ્લોકો બોલનાર શત્રુ હોય તો પણ તેના ઉપર દ્વેષ ન કરવો, અને કુવ્યાપાર કરવો નહિ. આવી રીતે કહીને શેઠ મરણ પામ્યા પછી અન્યદા પ્રસ્તાવે તે કેદાર શ્રેષ્ઠી રૂપવતી યૌવનવતી અને કામદેવના ઘર સમાન એક વેશ્યાને ઘરે ગયો. ત્યારબાદ તેને વિષે લુબ્ધ થયેલા તે શેઠ રોજ તેને ઘરે જવા લાગ્યા, ને વેશ્યા પણ તેને ઘરે આવવા લાગી. આવી રીતે તેની આવ જા અને અરસ-પરસ પ્રીતિ દેખીને એક દિવસ પોપટે કહ્યું કે હે નાથ ! વેશ્યાઓ નિસ્નેહા અને ઉચ્છિષ્ઠ ભોજન જેવી છે, માટે બહુ નટવીટ પુરુષોએ સેવેલી વેશ્યાનો સંગ કરવો યુક્ત નથી .એકદા વેશ્યા પાસે જવાનો વિલંબ થવાથી વેશ્યાએ પૂછવાથી પોપટ મને પ્રતિબોધ કરતો હતો તેથી વિલંબ થયો છે, એ પ્રમાણે શેઠ કહેવાથી, વેશ્યા વિચાર કરવા લાગી કે આ પાપિષ્ટ મારા સુખને વિષે અંતરાય કરે છે, એમ ચિંતવન કરીને તેણીયે માયા કપટ કરીને કહ્યું કે હું પણ પોપટના સાથે ક્રીડા કરું એમ કહીને શેઠના પાસેથી તે પોપટ લઈને પોતાને ઘેર ગઈ અને પોપટની પાંખો છેદી નાખીને તેને મારવાને માટે ઘરમાં જેવી છરી લેવા ગઈ તેવામાં પોપટ ધીમે ધીમે તેના ઉદ્યાનના વૃક્ષના કોટરમાં ભરાઈને બેઠો.બહાર આવીને પોપટને નહિ દેખવાથી કોઇકે તે પાપીનું ભક્ષણ કર્યું છે, એમ માની શેઠે પૂછવાથી નિઃશંકપણે કહ્યું કે કયાંઇક તે ઉડીને ચાલ્યો ગયો. આવો ઉત્તર તેણીએ આપ્યો ત્યારબાદ કેટલાયેક દિવસો ગયાપછી પોપટને પાછી પાંખો આવવાથી તેણે પોતાનું વૈર વાળવાનું મન કર્યું, એકદા તેની ગોત્રદેવી ચંડિકાની પૂજા કરવાના વખતે દેવીની પાછળ પોપટ સંતાઈ રહ્યો ને પ્રણામ ૩૪૩ - ૩૪3 For Personal & Private Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કરનારી વેશ્યાને કહ્યું કે હે પુત્રી ! તું મારી ભક્ત છે, હું તારા ઉપર પ્રસન્ન થયેલો છું, માટે મારા પાસે વર માગ, આવી રીતે સ્પષ્ટતાથી કહેવાથી, વેશ્યા બોલી કે હે માત ! નિરંતર યૌવનાવા વાળી સૌભાગ્યતાથી યુક્ત ઘણા ધનવાળી તેમજ ઘણા લોકોને વશ કરવાવાળીહું થાઉં, તેવું તું શીઘ્રતાથી કર તેવી તેની વાણી સાંભળીને પાછળ રહેલો પોપટ બોલ્યો કે હેપુત્રી ! તારા પાસે જેટલું મૂળ ધન હોય તેનો તું વ્યય કરી દે, સીસાના આભૂષણ ધારણ કરી સર્વથા નિર્ધન થઈને, તેમજ મસ્તક મુંડાવીને ગધેડાના ઉપર બેસીને ખરાબ વાત્ર સહિત તમામ નગરને વિષે ફરીને ગળીયે રંગેલું કાળું વસ્ત્ર પહેરીને તું ઝટ મારા પાસે આવ કે તારું કહેલું તમામ તને હું અર્પણ કરૂં. આવું સાંભળી વેશ્યા પણ અત્યંત લોભી થઈ, તેનું કહેવું તમામ માની તે પ્રકારે કરીને કૌતુકને વિષે મગ્ન થયેલા હજારો લોકોએ જોયેલીતે વેશ્યા દેવીના મંદિરમાં આવીને ઉભી રહી, તેટલામાંતે પોપટ ઉડીને તે દેવીના મંદિરના શિખર ઉપર ચડીને નીચેનો શ્લોક બોલ્યો કે : कृते प्रतिकृतं कुन्न्यिायमार्गो यमीरित : । भवत्योत्पाटितौ पक्षौ, मया मूंडायितं शिर : ॥१॥ ભાવાર્થ : જે જેવું કરે તેના જેવું જ પ્રતિકાર્ય કરવું જોઇએ, એવો ન્યાય માર્ગ કથન કરેલો છે, કારણ કે તે મારી પાંખો છેદી નાખી તો મેં તારું મસ્તક મુંડાવી તારી વિવિધ પ્રકારે વિડંબના કેરલી છે. આવું બોલીને ત્યા આવેલાલોકોના પાસેતેનું વૃત્તાંત કહીને પોપટ ઉડીને અન્ય સ્થાને ગયો, અને લોકોએ નિંદા કરેલી તે વેશ્યા લજ્જાથી તે નગરને છોડીને બીજી જગ્યાએ જઇને રહી. આવી રીતે હેષ કરનારાના ઉપર પ્રતિષ કરવામાં દોષ નથી. M૩૪૪ ૨ For Personal & Private Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ દ્વેિષ દવાને વિષે નંદ નાવિક અને યગંબર મનિની ક્યા તેજલેશ્યાદિક અનેક લબ્ધિ ધારણ કરવાવાળા યુગંધર નામના મહામુનિ ગ્રીષ્મ ઋતુને વિષે નાવને વિષે બેસીને ગંગા નદી ઉતરીને બીજી જગ્યાએ જતા હતા, તેના પાસે નંદ નામના નાવિકે ભાડું માગીને તેને રોક્યા મુનિયેકહ્યું હે ભદ્ર ! અમે અકિંચન છીએ, તેથી મારી પાસે કાંઈ નથી આવી રીતે કહેવાથી તે નાવિક બોલ્યો કે ધનહો અગર નહી પરંતુ ભાડુ આપ્યા વિના હું કોઈપણ રીતે જવા દેનાર નથી. આવી રીતે નંદ નાવિકે તેને અત્યંત કદર્થના કરવાથી, અને ઉની રેતીના ઢગલાથી પોતાના પગ બાળવાથી તેનું શરીર પણ તપી ગયું, તેથી અત્યંત ક્રોધનો ઉદય થવાથી મુનિ તેના ઉપર તેજોલેશ્યા મૂકી તેને બાળી ભસ્મીભૂત કરી અને અન્ય જગ્યાએ ગયા. તે નંદ પણ દ્વેષથી ઉત્પન્ન થયેલા આર્તધ્યાન વડે મરીને કોઈ સભાને વિષે ગરોળીપણે ઉત્પન્ન થયો. ત્યાં પણતે મુનિના આવવાથી તેમજ પૂર્વભવના ષના અભ્યાસથી તે ગરોળીયે મુનિના વસ્ત્ર પાત્ર ઉપર ધૂળ નાખવા માંડી તેથી મુનિયે તેજલેશ્યાથીતેજ પ્રકારે તેને પણ ભસ્મસાત્ કરી તેથી કાળ કરીને ગંગાતીરે હંસ થયો. ત્યાં પણ કાઉસ્સગ્ગ ધ્યાનને વિષે રહેલા તે મુનિના ઉપર પોતાની બે પાંખમા પાણી ભરીને મુનિને કદર્થના કરવા લાગ્યો તેથી મુનિએ તેજોલશ્યાથી તેજ પ્રમાણે બાળી નાંખ્યો મરીને અંજનગિરિને વિષે તે હંસ સિંહપણે ઉત્પન્ન થયો, ત્યાં પણ તે સિંહ મુનિને મારવા તૈયાર થવાથી મુનિએ તેજ પ્રકારે બાળવાથી મરીનેવાણારસી નગરીને વિષે બટુક થયો. ત્યાં પણ તે પાપીનો મુનિને ગાઢ ઉપસર્ગ કરવાથી તેજોવેશ્યા વડે કરીને તેને બાળીને ભસ્મ કર્યો. ત્યાંથી મરીને તેજ ગામનો તેરાજા થયો,એકદા ઉદ્યાનને વિષેજતો હતો, તેવામાં કોઈક મુનિને દેખીને (૩૪૫) ૩૪૫ For Personal & Private Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજા વિચાર કરવા લાગ્યો કે, આવો અનિવેષ મેં ક્યાંક દેખેલ છે આ પ્રમાણે ચિતવતો તે મૂછ પામ્યો, ને જાતિસ્મરણ જ્ઞાન પામ્યો ત્યારબાદ પોતાના ભવોને દેખીને વિચાર કરવા લાગ્યો કે અહો ! આવા મહાત્માને ક્રોધ કરાવવો તે કલ્યાણને માટે નહિ થાય, માટે જો કદાપિ કાળે તે મુનિ મને મળે તો હું તેના પાસે મારા અપરાધની ક્ષમા માગું. આવું ચિંતવન કરી હૃદયને રચીને સર્વ જગ્યાએ ઉદ્ઘોષણા કરાવવા લાગ્યો કે : गंगाए नाविओ नंदो सभाए घर कोइलो । हंसो मयंगतरे य, सिंहो अंजनपव्वए ॥१॥ वाणारसीए बटुओ,राया इत्थेव असीओ । | ભાવાર્થ : ગંગા નદીને તીરે નંદનાવીક ૧, સભાને વિષે ગરોળી ૨, ગંગાતીરે હંસલો ૨, અંજન પર્વતે સિંહ ૪, વાણારસીએ બટુક ૫, અને અહીં રાજા થયેલ છું ૬. જે માણસ આ છ પદોના પાછળના બે પદો બોલે તેને જે મેળવી આપશે. તેને હું અર્ધરાજય આપીશ, આવી ઉદ્ઘોષણા સાંભળીને ઘણા પંડિતો રાજયાઈના લોભી થઈ નવીન નવીન બે પદોને કરીને લાવે છે, પરંતુ પોતાના મન-માન્યતા પદનો અર્થ નહિ મળવાથી તે સર્વે જેમ આવ્યા તેમ જવા લાગ્યા. ત્યારબાદ કુતુહલથી આ બે પદ સર્વ લોકો જતા આવતા બોલવા માંડયા. આ અવસરે મુનિ પણ તે ઉદ્યાનમાં આવીને રહેલા છે, ત્યાં એકગોવાળીયાયે છએ પદો બોલવાથી મુનિ વિચાર કરે છે કે આ બધું મારું વિલસિત છે, આ કેવી રીતે જાણે છે ? એમ કહીને તેને પૂછયું કે હે ભદ્ર ! આ છે પદો કોણે કયા? તેથી ગોવાળીયો બોલ્યો કે રાજાએ આવું કહીને સર્વ વૃત્તાંત કહ્યું તેથી મુનિએ પાછળના બે પદો કહેવાથી તે રાજા M૩૪૬ For Personal & Private Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પાસે જઈને બોલ્યો કે : एएसि घायगो जो उ, सो हं इत्थ समागओ ॥२॥ ભાવાર્થ : એ સર્વેનો ઘાત કરનાર હું આવેલ છું. વનને વિષે રહેલા મુનિએ આ બે પદો કહેલા છે તેમ ગોવાળીઆએ કહેવાથી તેના સાથે રાજા વનને વિષે ગયો, અને ભયવડે કંપાયમાન શરીરવાળા રાજાને મુનિએ કહ્યું કે હે રાજન્ ! મારા જેવા સંયમધારકથી તું ભય ન પામ, આવી રીતે મુનિએ આશ્વાસન કરવાથી નમીને બેઠો, તેને આ સર્વ વૈષનું ફળ છે, એમ કહીને મુનિ બોલી રહ્યા એટલે રાજાએ “આ રાજય લો ને મને અનુગ્રહ કરો.” આવી રીતે કહેવાથી મુનિએ કહ્યું કે હે રાજન્ ! સંગ થકી મુક્ત થયેલા અમોનેતૃણ તુલ્ય રાજયવડે કરીને શું ? પરંતુ અનર્થરૂપી વનને નવપલ્લવિત કરવામાં મેઘ સમાન હૈષને સર્વથા ન કરવો. એવું કહીને મુનિ પણ તેને ખપાવીને તે પાપની આલોચના કરીને સુગતિગામી થયા. રાજા પણ ચિરકાળ રાજ્યનું પ્રતિપાલન કરીને પ્રાન્ત તપકર્મનું આચરણ કરીને સુગતિગામી થયો O(ક્લેશવાદ ઉપર સોઢીને શ્રીમતીની સ્થા) વૃદ્ધ નગરને વિષે વસનારી નાગર બ્રાહ્મણી સોઢી નામની નિરંતર પ્રસિદ્ધિને મેળવી કલેશના બળ વડે ગામ, નગરનું, પુરાદિકને વિષે ભટકી, સર્વ લોકને જીતતી વાદીના સમૂહને જીતનારી તે પાટણ નગરમાં ગઇ, સિદ્ધરાજને આશીર્વાદ આપી બોલી કે હે રાજેન્દ્ર ! તારા નગરમાં કોઈપણ પુરુષ કે સ્ત્રી છે કે જે મારા સાથે કલેશ કરે, ન હોય તો જય પત્તાકાનો લેખ મને લખીને આપ. તે સાંભળી રાજાએ કહ્યું કે હે ભદ્રે ! સ્થિર થા, કલેશ કરાવીશ. એમ કહી તે સંબંધી રાજાએ નગરને વિષે પડહ વગડાવ્યો. તે અવસરે શ્રીમતી 389 For Personal & Private Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નામની પોતાના પુત્રની સ્ત્રીના કહેવાથી પુન્યસાર શ્રેષ્ઠીએ પડહને સ્પર્શ કરવાથી પડહ વગાડનારાએ રાજાને કહેવાથી, રાજાએ શ્રેષ્ઠીને બોલાવી પૂછવાથી કહ્યું કે મારા પુત્રની વહુના વચનથી મેં પડતને સ્પર્શકર્યો છે. રાજાએ શ્રીમતીને બોલાવવાથીતે શિબિકામાં બેસીને આવી ને સોઢીને પુછયું કે સોઢી ! જો તું કલેશ કરે છે તો કલેશનો બાપ કોણ ? અને કલેશના ભેદો કેટલા છે ? તે કહે. તે સાંભળી સોઢીએ વિચાર કર્યો કે - આટલા કાળ સુધી આવું કોઇને પૂછયું ન હોતું. હું તો વચનથી જ કલેશ કરું છું કલેશનો પિતા અને ભેદ હું જાણતી નથી અને આ જાણે છે, તેથી આ બહુ બુદ્ધિવાળી છે. આણે મને જીતી છે.' એમ બોલતી સોઢીએ શ્રીમતીના ! તું તારા ગુરૂસ્થાને છે માટે બન્ને વચનો બોલી છે તેનો નિર્ણય કર. શ્રીમતી બોલી કે: રાગ લાય ખુંખાર ભણીજે, કથા લાય હુંકાર સુણીને, પ્રીતિ લાય જીકાર કહી, કલહ લાયતુંકાર ભણીજે ૧ લેહેણાકી જડ માંગણા, રોગોની જડ ખાંસી, દાલીદકી જડ ખાંઉ ખાંઉ, લડાઈકી જડ હાંસી ૨ તે કલેશ છ પ્રકારનો છે. ૧ દ્રિવટિક. ૨ પ્રારિક. ૩ દેવસિક. ૪ ચાતુર્માસિક. ૫ વાર્ષિક, ૬ અને આજમ્પિક એક થાલી માં જમનારને પહેલો, એક શયામાં સુનારને બીજો એકગાડીમાં ભાડું આપી બેસી સાથે જનારને ત્રીજો, બે જણા ભેગા થઈ ખેતી કરનારને ચોથો, ઘણા જણાને ભેગા થઇ ખેતી કરનારને પાંચમો, સ્ત્રીને પુરુષ ધણી ધણીઆણીને છો, તો વચનથી રંજિત થઈ સોઢી શ્રીમતીના ચરણકમલને નમી, ગર્વનો ત્યાગ કરી પોતાને નગરે ગઈ. રાજાએ વસ્ત્રાલંકાર વડે સન્માન કરેલી શ્રીમતી પોતાને ઘેર ગઈ. માટે ગર્વ જોઈએ કરવો નહિ. ૩૪૮ For Personal & Private Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ O અરસપરસ મર્મ બોલી મરનાર બે સર્પનાં દષ્ટાંત ) પૃથ્વીપુર નગરને વિષે સુંદર નામનો રાજા હતો તેને વક્ર શિક્ષિત ઘોડાએ એકદિવસ અટવીને વિષે મુકી દીધો. પરિશ્રમ પડવાથી ઘોડા ઉપરથી ઉતરીને એક વૃક્ષનાનીચે તે સૂતો, તે વખતે તેના મુખને વિષે એક નાનો સર્પ પેસી ગયો. ત્યારબાદ તે પોતાને ઘરે આવ્યો, સર્પ પેટમાં વૃદ્ધિ પામવાથી પેટમાં પીડા બહુ ઉત્પન્ન થઈ તેથી કાશી જઇ કરવત મૂકાવીને મરવા માટે ચાલ્યો. ગંગા નદી પ્રત્યે ચાલતાં રસ્તામાં એક વડવૃક્ષની નીચે સૂઈ રહ્યો તેથી વાયુનું ભક્ષણ કરવાને માટે મુખ્ય પ્રત્યે આવેલા સર્પને ત્યાં જોડમાં રાફડાને વિષે રહેલા અને બહાર નીકળેલા સર્પ તે સર્પને રાજાના મુખમાં દેખ્યો તેથી તે બોલ્યો કે રે પાપિષ્ટ ! નીકળ તેના પેટમાંથી શું કરું ? આવી રીતે સાંભળીને રાજાના મુખમાં રહેલો સર્પ બોલ્યો કે તું જે બિલમાં રહે છે તે બિલમાં ઉષ્ણ તેલ નાખીને તેને મારીને તારે ઠેકાણે નિધાન છે તેને લઇ લેવાનું જાણું છું, પરંતુ અહિયાં કોઈ નથી, હું પણ કોના પાસે કહું ? આવી રીતે એક બીજાના મર્મના બોલેલાં વચનો રાજાની રાણી જાગતી હતી તેણે સાંભલ્યાં, તેણીયેતે બંનેના વચનો પ્રમાણે કરવાથી બન્ને સર્પ મરણ પામ્યા. રાજા નીરોગી થયો અને નિધાનનો ઢગલો લઇને ઘેર ગયો. માટે જેઓ કોઈના ગૂઢને પ્રગટ કરતા નથી,કોઇના મર્મને બોલતા નથી, તેને મહાપુરૂષો જગતને વિષે ઉત્તમ કહે છે, માટે કોઈના મર્મ બોલવાની ટેવ કદાપિ કાળે રાખવી નહિ. વપરદ્રોહના વિષે શ્રીધર તથા અંગનીથO વરણ ગામને વિષે મહા મૂર્ખ તેમજ અત્યંત દરિદ્રી શ્રીધર નામનો બ્રાહ્મણ હતો. અન્યદા તેની સ્ત્રીએતેને કહ્યું કે હે નાથ ! તું M૩૪૯) For Personal & Private Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ રાજાની સેવા કર, કારણ કે તે વિના તારૂં દારિદ્રય કોઈ પણ પ્રકારે નાશ નહિ પામે. જે માટે કહ્યું છે કે : इक्षुक्षेत्रं समुद्रश्च, पाषाणयोनिरेव च । प्रसादो भूभूजां चैव, क्षणाद् ध्नन्ति दरिद्रताम् ॥१॥ ભાવાર્થ : શેરડીનું ક્ષેત્ર તથા સમુદ્ર તથા પાષાણની ખાણ, તથા રાજાઓનો પ્રસાદ આ સર્વ ક્ષણ માત્રમાં દરિદ્રતાને હણી નાખે છે. તેણે કહ્યું કે હે પ્રિય ! ત્યાં જઈને હું શું કહું ? તેણીએ કહ્યું કે હે સ્વામિન્ ! કેવળ તારે એટલું જ બોલવું કે “ધ જય પાપે ક્ષય” એ વાતનો શો લેખો, ન જણો તો કરીદેખો હવે તે બ્રાહ્મણ પણ રાજ સભાને વિષે નિરંતર જઈને તે શબ્દો જ બોલવા લાગ્યો, આવી રીતે નિરંતર બોલનાર તે શ્રીધર ઉપર અન્યદા રાજા પ્રસન્ન થયો, તેથી નિરંતર એક સોના મહોર આપવા લાગ્યો, અને કહ્યું કે હે બ્રાહ્મણ ! આજ શબ્દો નિરંતર હું સભામાં બેસું ત્યારે તારે આવીને મારા કાનમાં કહેવા. એવી રીતે કહેવાથી તે બ્રાહ્મણે પણ નિરંતરરાજસભાને વિષે આવીને તેજ પ્રકારે રાજાના કાનમાં તે શબ્દો કહેવા માંડયા, તેથી તેના ઉપર ઇર્ષાને ધારણ કરીને અંગ નામનો પુરોહિત તેના ઉપર વિવિધરૂપ કરવાનું ચિંતવન કરવા લાગ્યો અને વિચાર કરવા લાગ્યો કે અહો ! વિધિ વિલસિતમ, મારા છતાં પણ આ મૂર્ખ રાજાનો પ્રસાદ ભોગવે છે તે માટે હું એવો ઉપાય કરું કે તે રાજસભાને વિષે આવે જ નહિ. આવી રીતે વિચારણાકરી એક દિવસ રાજસભામાં જનારા તે શ્રીધરને અંગે કહ્યું કે હે બ્રાહ્મણ ! રાજાના કાનમાં જયારે તું વચન કહે ત્યારે તારે તારું મોટું લુગડાથી બરાબર ઢાંકવું જો તેમ નહિ કરે તો તાહરા મોઢાનો શ્વાસ રાજાને લાગવાથી કોઇકદિવસરાજા તારા ( ૩૫૦૦ For Personal & Private Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઉપર ક્રોધ કરશે, આવી રીતે અંગે છેતરેલો એવો બ્રાહ્મણ નિરંતર તેમજ કરવા લાગ્યો.અન્યદા અંગે રાજાને કહ્યું કે આ બ્રાહ્મણ દારૂ પીવે છે તેથી તે આપના કાનને વિષે શબ્દ કહે છે ત્યારે મુખ આડું લુગડું રાખે છે. આવી રીતે કહેવાથી રાજાએ તેના ઉપર ક્રોધને ધારણ કરીને બીજે દિવસે તે સભામાં આવ્યોત્યારે તેને વસ્ત્રાલંકારથી પહેરામણી કરીને રાજાએ સત્કાર કરીને કહ્યું કે આ પત્ર લઈ જા. આની અંદર લખેલું છે તે તને મારા પુત્ર આપશે. આમ કહીને તેને પત્ર આપ્યો. તે પત્ર લઈને શ્રીધર રાજાના પુત્ર આગળ જવા માંડયો, રસ્તામાં ચાલતાં શ્રીધરને માર્ગને વિષે અંગ પુરોહિત મલ્યો. તેણે કપટથી શ્રીધરને પુછયું કે હે મિત્ર ! આજે આ શો આડંબર છે ? શ્રીધરે કહો કે તમારા પ્રસાદથી રાજાએ આજ વિશેષ આદરમાન કરેલું છે. ત્યારે પુરોહિતે કહ્યું કે આજ તું મનેકાઈક આપ. આવી રીતે કહેનાર અંગ પુરોહિતને શ્રીધરે તે પત્ર આપી પોતાને ઘરે ગયો. હવે તે પત્ર લઇને રાજકુમારની પાસે તે અંગ ગયો. રાજપુત્રો તે પત્રો વાંચી તુરત અંગ પુરોહિતના નાક કાન કાપી લીધા તેથી અંગ પણએવી દશામાં પોતાને ઘરે ગયો, હવે શ્રીધરને બીજે દિવસે સભામાં આવેલ દેખી તથા પોતાના કાનમાંતેજ પ્રકારે બોલતો દેખી રાજાએ કહ્યું કે હે બ્રાહ્મણ ! તે પત્ર તને કાલે આપેલ તે કયાં ગયો તેણે કહ્યું ? હે દેવ ! માર્ગે મળેલા અંગપુરોહિતને મેં તેણે માગવાથી આપેલ છે, એવું સાંભળીને રાજાએ અંગ પુરોહિતને બોલાવવાથી તેણે પોતાનું મોઢું ઢાંકીને તમામ પોતાના પાપની વાર્તા રાજાને કહી. તે સાંભળી રાજાયે શ્રીધરને વિશેષ કરી બહુ લક્ષ્મી દાન માન વિગેરે પ્રદાન કર્યું એવી રીતે અંગપુરોહિત પરના ઉપર દ્રોહ કરવાથી દુઃખી થયો. ત્યારબાદ લલિતાગે પોતાના પૂર્વનો તમામ વૃત્તાંત સંભળાવી રાજાને ન ૩૫૧ - For Personal & Private Use Only Page #369 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શાન્ત કર્યો. ત્યાર બાદ તેણે પોતાના માતાપિતાને ત્યાં તેડાવ્યા.તે બંનેની વાત સાંભળી રાજાને મનમાં ઘણો જ હર્ષ થયો. ત્યારબાદ કેટલોક કાળ વીત્યા પછી રાજા અને લલિતાંગે દીક્ષા અંગીકાર કરી અને સારી રીતે પાળીને બંને જણા સુખના ભાગી થયા. પરના અહિત ક્રનારને પોતાનું જ અહિત થાય છે તે વિષે ઘનશ્રીની ક્યા.” આધોરણ નગરને વિષે ધન નામનો શ્રેષ્ઠી હતો, અને તેને ધનશ્રી નામની સ્ત્રી હતી. તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલા તેને બે પુત્રો હતા. હવે તે નગરને વિષે ધવલનાથ નામનો એક યોગી નિરંતર ભિક્ષાને માટે ભમતો હતો. તે બોલતો હતોકે “જો જૈસા કરેતો તૈસા પાવે,” એ શબ્દો વારંવાર બોલતો બોલતો રાજમાર્ગે ચતુષ્પથે વાણિયાની દુકાને ઘરે શેરીયે અને ચૌટે કાયમ ફર્યા જ કરે હવે એક દિવસ તે ધનશ્રીયે તે જોગીના વચનને સાંભલીને શું આનું વચન સત્ય છે કે અસત્ય, એ જાણવાને માટે અત્યંત તીવ્ર વિષ નાખી લાડુ બનાવી તે યોગીને આપ્યા. તે યોગીએ પણ બીજી જગ્યાએથી લાડવા સિવાય બીજી ઘણી ભિક્ષા લીધી, અને નગર બહાર સરોવર તીરે જઈ સરોવરમાં હાથ પગ ધોઇ, જેવામાં ખાવા માટે બેસે છે તેવામાં દૈવયોગે તેજ ધનશ્રીના બન્ને છોકરા ક્રીડા કરવા ત્યાં આવ્યા. સુકુમાળ વિનીત બાળકોને દેખીને હર્ષને પામીને યોગીએ બંનેને લાડુ આપ્યા. લાડવો ખાઈને પાણી પીધું અને તેઓ બંને એક વૃક્ષની નીચે સુતા અને વિષના વેગથી મરણ પામ્યા. યોગી ભિક્ષા ખાઈને પોતાના સ્થાનકે ગયો હવે ધનશ્રીએ પોતાના બન્ને પુત્રોને સર્પાદિકથી મરણ પામેલા કલ્પી, કેટલેક દિવસે તેમનો શોક ત્યાગ કર્યો ત્યારબાદ એવી જ રીતે બોલતો ફરીથી એકદિવસે ધનશ્રીય યોગીને દેખ્યો, તેથી ધનશ્રી M૩૫૨ For Personal & Private Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શંકામાં પડીને વિચારે છે કે મહારાજ તે લાડવા ખાઈને મરણ પામ્યા હશે, તેથી શંકા કરીને તે યોગીને ધનશ્રીએ પુછ્યું કે હે યોગી ? હે નાથ ! તે લાડવા તમે કોઈને દીધા હતા કે તમે પોતે ખાધા હતા ? આવી રીતે કહેવાથી તેયોગીએ હતું તેવું કીધું, તેથી તેના વચનને વિષે નિશ્ચલતાલાવીને ધનશ્રીએ પોતાનું વૃત્તાંત તમામ યોગીને કહી દીધું, અને યોગીને વિસર્જન કરીને પોતે ધર્મ ધ્યાનમાં તત્પર થઈ. આવી રીતે જે પારકાનું ચિંતવે છે. તેને તે પોતાનું જ તેવું થાય છે, માટે ઝેરવેર ઇર્ષા દ્રોહ છોડી જે ધર્મકરે છે. તે લલિતાંગકુમારની પેઠે સુખી થાય છે. સંસત પરિત્યા ખરાબ માણસોની સોબત ત્યાગ કરવી, કારણ કે નીચ માણસની સોબત કરતાંનીચતા અને મરણ પ્રાપ્ત થાય છે, લોકો ધિક્કારે છે, પરલોકે ખરાબ ગતિ થાય છે. ( હિતના વિષે સુરરાજ રાણી ક્યા ) વસંતપુર નગરને વિષે મહિપાલ નામનો ક્ષત્રિય ખેડુત વસતો હતો, તેને ૧ દેવપાલ, ૨ રાજપાલ, ૩ વિજયપાલ, અને ૪ સુરપાલ નામના ચાર પુત્રો હતા. તે ચારેને તેના પિતાએ પરણાવેલાછે તે નિરંતર ખેતી કરે છે એકદા પ્રસ્તાવે ખેતરમાંથી તૃણાદિકનું ઉન્મેલન કરવાને માટે ચારે વહુઓ પોતાના સસરા સાથે ખેતરમાં ગઈ ત્યારબાદ દિવસના અસ્ત થયા પહેલાં જ પોતાના ક્ષેત્ર થકી સસરો ઘર તરફ પાછો ફર્યો તેવામાં વૃષ્ટિ થવાથી રસ્તામાં જ એક મોટું વડલાનું વૃક્ષ હતું ત્યાં વડની ઘટામાં માથું ઢાંકીને લીલા વસ્ત્રવડે ગુપ્તપણે બેઠો હતો તેવામાં મેઘના વરસવાથી તથા અંધારું થવાથીતે ચારે સ્ત્રીયો વૃષ્ટિથી બાધાપામી તેજ વડલાના વૃક્ષ નીચે આવીને બેઠી પછી તે ચારે જણીયો સ્વેચ્છાથી વાર્તા કરવા લાગી તેમાં પ્રથમ મોટી M૩૫૩૦ ૩૫૩ For Personal & Private Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વહુ જે હતી તે પોતાની ઇચ્છા હતી તે પ્રમાણે બોલી કે મને જો મારી સાસુ મિષ્ટાન્ન પીરસે તો મને હિતકારી થાય બીજી સ્ત્રી બોલી કે મને જો મારી સાસુ ખાંડનું ભોજન કરાવે તો મને હિતકારી થાય ત્રીજી બોલી કે મારી સાસુ મને સુગંધી ઘીની સાથે ઉનું અન્ન પીરસે તો મને હિતકારી થાય ચોથી બોલી કે હું સાસુ સસરા દેરાણી જેઠાણી પતિ વિગેરેને પ્રથમ સારી રસવંતી જમાડીને પછી તે સર્વેએ ભોજન કરતાં બાકી રહેલાબળેલા જળેલા ખરાબ ભોજનને હું કરું ત્યારે જ મારા આત્માને હિતકારી થાય એવી રીતે તે ચારે જણીયો પોતપોતાની મનોવાંછિત વાર્તાને કરીને વૃષ્ટિ બંધ થયા પછી પોતાના ઘેર ગઈ ત્યારબાદ ચારે વહુઓના અભિપ્રાય તેજાણી સસરો પણ ધીમે ધીમે વડ ઉપરથી હેઠે ઉતરી ઘેર આવીને પોતાની સ્ત્રીની પાસે તે તે અભિપ્રાયોને પ્રકાશ કરીને કહેવા લાગ્યો કે તારે ચારે સ્ત્રીયોને તેને રૂચતું જ ભોજન આપવું તેમા ચોથીને તારે નિરંતર બધા ભોજન કરી રહ્યા પછી બાકી રહેલું બલેલું જળેલું ખરાબ ભોજન આપવું કારણકે તેને તો તેવું જ રૂચે છે. આવી રીતે સાંભળીને સાસુ પણ નિરંતર આવા પ્રકારનું જ ચારે જણીયોને ભોજન આપવા માંડી ત્યારબાદ ત્રણે જણીયોને તો તેનું મનોવાંચ્છિત ભોજન દેખીને અને પોતાને આવું ખરાબ ભોજન દેખીને ચોથી સ્ત્રી મનમાં વિચાર કરવા લાગી કે આ શું થયું ? તેથી મનમાં ખેદ પામીને અત્યંત ચિતાથી દુબળી થઈ એકદા પ્રસ્તાવ રાત્રિને વિષે તેના ભતંરે દુર્બલ થવાનું કારણ પૂછવાથી તે કહેવા લાગી કે વૃક્ષના હેઠે અને અરસપરસ બોલેલા વચન નિશ્ચય સસરાએ સાંભળીને તમારી માતાને કહેલું છે અને તેથી જ તમારી માતાએ રોજ મને ખરાબ અન્ન આપવાથી મારી આ દશા થઈ છેઅગર કાંઈક મારો વાંક આવેલ હશે તે હું કાઈ M૩૫૪ ૩૫૪ For Personal & Private Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ વિવેધ વિષય વિચારમાળા ભાગ-૧ જાણતી નથી તે સાંભળી સુરપાલ વિચાર કરે છે કે અહો ? આનો અધ્યવસાય તો ઘણો જ સારો છે કે બધાને ભોજન કરાવીને પછી હુ કરું આવો ગુણ સારી સ્ત્રીને જ ઉદયમાં આવે છતાં મારા પિતાએ તે જાણ્યો નહિ અને ગુણને વિપરિત રીતે દોષપણે ગણ્યોએવી રીતે વિચારણા કરી સુરપાલે પોતાની સ્ત્રીને કહ્યું કે તે સ્ત્રી હું વિદેશે જઇશ ત્યાં જઈ ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી આવીશ અને જયારે તારો મનોરથ પુર્ણ કરીશ ત્યારે જ મારું જીવ્યું સફળ માનીશ આવી રીતે કહી કુટુંબને પૂછયા સિવાય ગુપ્તપણેરાત્રિયે એકાકી વિદેશ પ્રત્યે ચાલી નીકળ્યો અનુક્રમે તે કુસુમપુરે ગયો અને એક સરોવરની પાળ ઉપર રહેલ આમ્રવૃક્ષની નીચે બેઠો તે અવસરે તે નગરનો રાજા અપુત્રિયો મરણ પામવાથી એના પૂર્વ ભવના પ્રબળ પુન્યોદયથી પંચદિવ્ય શણગારેલ છે તેણે સુરપાલનેરાજય આપ્યું. એમાં સુરપાલ રાજાએ ત્યાં એક તળાવ ખોદાવવા માંડયું ત્યાં ઘણા લોકો પોતાની આજીવિકા ચલાવવા માટે કામ કરવા આવેલ છેતે સરોવરને ખોદે છે. સુરપાલ ગયા પછી પિતાએ ચારે બાજુ તેની તપાસ કરી પરંતુ કયાંય તેનો પત્તો ન લાગ્યો કેટલાયેક દિવસ પછી સાસુએ સુરપાલની વહુને કહ્યું કે સ્નાન કર નવા લુગડા પહેરી જુના બદલ,આંખમાં અંજન કર વિગેરે પ્રકારે તે શરીરની શોભા ધારણ કર તેણીએ કહ્યું કે મારા સ્વામીના મને દર્શન થશે ત્યારે તમામ કરીશ એવું સાંભળી સસરાએ કહ્યું કે એને હાલમાં કાઈ કહેવું નહિ કારણ તે પોતાના પતિના વિરહથી દુઃખી થયેલી છે. તે દેશમાં મહાન દુકાળ પડ્યો અને મહીપાલ ખેડૂતની ખેતી ફોગટ થઈ તેથી તે ખેડૂત પોતાના કુટુંબને પાલિને નિર્વાહ કરવા માટે પરદેશ પ્રત્યે ચાલ્યો અને અનુક્રમે તેજ 3૫૫ ભાગ-૧ ફર્મા-૨૪ For Personal & Private Use Only Page #373 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કુસુમપુરે ગયો ત્યાં આજીવિકા માટે તે ખેડૂત પોતાની પુત્રવધુઓ વિગેર આખા કુટુંબ સહિત જ ખેતરમાં માટી ખોદવા લાગ્યો તળાવની પાળ પર રહેલા સુરપાળરાજાએ ત્યાં આવેલા પોતાના પિતાને ઓળખ્યો તેથી વિસ્મય પામીને રાજાએ કહ્યું કે હે વૃદ્ધ તું તો બહુ જ વિપત્તિ પામ્યો હશે કારણ કે દુભિક્ષને વિષે આખું કુટુંબ લઈને તું અહિ આવેલ છે વૃદ્ધા અવસ્થાને વિષે નિશ્ચયલોકોની દુર્દશા થાય છે માટે તારે શાક છાશ જે જોઇએ તે તું અમારા ઘરથી લઈ જજે અને અમારા અંતઃપુરમાં તારી વહુઓને છાશ ને માટે જરૂર સુખથી મોકલજે આ વાતમાં તારે શંકા ન કરવી અને દુઃખી પણ ન થવું ત્યારબાદ મંત્રીને કહ્યું કે આ વૃદ્ધના સર્વકુટુંબને તારે સાયંકાળે તળાવ ખોદવા બદલ વધારે દ્રવ્ય આપવું તેમાં બિલકુલ વિલંબ ન કરવો આવી રીતે કહીને રાજા ગયા પછી મહીપાલ ખેડૂત હર્ષ પામ્યો અને તે વૃત્તાંત પોતાના પુત્રોને કહી વારાફરતી પોતાની વહુઓને છાશ લેવા મોકલવાનો નિશ્ચય કરી પ્રથમ મોટી વહુને છાશ લેવા મોકલી તે ત્યાં ગઈએટલે છાશનો ઘડો ભરી લાવી એવી રીતે બીજે દિવસે બીજીયે અને ત્રીજે દિવસે ત્રીજીયે છાશનો ઘડો ભરી આપ્યો હવે ચોથે દિવસે ચોથી વહુ ગઈ તેને રાજાએ તરત દુધનો ઘડો ભરી આપ્યો આવીરીતે તેને વારે વારે કોઇવારે દુધ કોઈવાર દહી કોઈવાર સાકરનો ઘડો ભરીદે છે તે લઈને તે ચોથી વહુ આવે છે ત્યારબાદ ત્રણ મોટી વહુઓએ સસરાને કહ્યું કે આ રાજા સ્ત્રીને વિષે લુબ્ધ લાગે છે માટે જો તે ઘણી કૃપા કરશે તો ભવિષ્યમાં બહુ જ નુકશાની થશે ત્યારે સસરાએ કહ્યું કે હે વધુઓ રાજાની મારા ઉપર બહુજ કૃપા મહેરબાની છે તેજ કારણ માટે રાજા વિશેષતાથી આપણું ગૌરવપણું સાચવે છે હવે કેટલેક દિવસે તે ચોથી વહુ જયારે છાશ ૩૫૬ For Personal & Private Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ લેવાને માટે તેમને ઘરે આવી ત્યારે રાજાએ તેને પૂછયું કે હે ભદ્ર તારો પતિ કયાં છે ? તે કેમ દેખાતો નથી ? ત્યારબાદ તમામ પૂર્વનું વૃત્તાંત કહીને જ્યારે ઉભી ત્યારે રાજાએ કહ્યું કે હે ભદ્ર તે તારો પતિ તે વડ વૃક્ષની વાતો સાંભળીને તને ગાંઠ દઇવેધન ઉપાર્જન કરવા વિદેશ ગયોતેજ તારા સન્મુખ ઉભો રહેલો છું. તું મને ઓળખે છે ? આવી રીતે રાજાએ કહેવાથી તેમના સન્મુખ જોઈ પોતાના સ્વામીને ઓળખીને પ્રફુલ્લિત શરીર થવાથી લજજાથી નીચું મુખ કરીને ઉભી રહી એટલે રાજાએ તેને પટરાણી કરી અંતપુરમાં મોકલી આપી તે વાતો જાણીને બાકીની વધુઓએ તે વૃત્તાંત તેના સસરાને કહ્યું કે તારી ચોથી વહુને રાજાએ અંતઃપુરમાં મોકલી દીધી છે તે સાંભળી વૃદ્ધ ડોસાએ પોતાના કુટુંબને એકત્ર કરી હવે શું કરવું? આવી રીતે મૂઢ બની જઈ સર્વ ગામના લોકોને એકત્ર કરી રાજાને કહ્યું કે હે રાજન્ જો વાડ જ ચીભડા ચોરે તો પછી ફરિયાદ કોના પાસે કરવી ? તમારા જેવા જયારે આવા પ્રકારનો અન્યાય કરે ત્યારે હવે દુનિયામાં બીજો ન્યાય કરનાર કોણ હતો ? માટે હે રાજન્ ! મારા છોકરાની વહુને પાછી આપ આવી રીતે મહીપાળ કહીને રહ્યો એટલે રાજાએ હસીને કહ્યું કે હે મહીપાળ હે વૃદ્ધ તારી વહુનો પતિ કયાં ગયો છે ? તું તેને દેખીને ઓળખે છે કે નહિ આવીરીતના વચનને સાંભળીને વિસ્મય પામેલો મહીપાળ ચિંતવે છે કે શું અમારો છોકરો છે આવી રીતે વિચારણા કરતા પોતાના પિતાના ચરણકમળરાજાએ સિંહાસનથી નીચે ઉતરીને પ્રણામ કર્યા અને પિતાએ પણ હર્ષથી પોતાના પુત્રને આલિંગન કર્યુ એવામાં ત્યાં સર્વ ભાઈઓ નીકળ્યા તે પણ હર્ષ પામ્યા બીજે દિવસે સર્વ કુટુંબને એકત્ર કરીને રાજાએ તેમના પાસે વડ વૃક્ષની વાત કરી અને કહ્યું કે હે તાત તમે સાંભળો ૩૫૭ ૩૫૭ ~ For Personal & Private Use Only Page #375 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આ તમારી નાની વહુએ તમામ કુટુંબને નવું નવું ભોજન કરાવી પછી બાકીનું ઉદ્ધરેલું હું ખાઈશ ? આવું વચન સારૂં કહ્યું અને સારૂ ચિંતવ્યું કારણકે આ સુસ્ત્રીના લક્ષણો છે કહ્યું છે કે भुजरं भुचियसेसं, सुप्परं सुप्पभि परिजणे सयले । पढमं ये वपिबुजर्ह, धरस्स लच्छी न सा धरणी ॥१॥ ભાવાર્થ : જે સ્ત્રી ઘરના તમામ માણસો ભોજન કરી રહ્યા બાદ ભોજન કરે છે ઘરના તમામ માણસો સૂતા પછી પોતે સૂવે છે તથા તમામની પહેલાં ઉઠે છે તે સ્ત્રી કહેવાથી નથી પણ ઘરની સાક્ષાત્ લક્ષ્મી કહેવાય છે પરંતુ એવું વિચારવું નહિ એમ કહી કુટુંબને સંતોષી ચિરકાળ સુધી કુટુંબ સહિત રાજય પ્રતિપાલન કરી વ્રતને અંગીકાર કરી સુરપાળ રાજા સ્વર્ગે ગયો. C ખાડો ખોદનાર પડે છે. (દષ્ટાંત) TO ધન્યપુરનગરને ધનસાર શ્રેષ્ઠી વસતો હતો તે અત્યંત વૈભવના મદથી ચાર સ્ત્રીઓનું અનુક્રમે પાણિગ્રહણ કરીને દૌર્ભાગ્યપણાથી ઉદ્વિગ્ન થઈ પરદેશ ગયો. ત્યાં દેવાંગના જેવી સ્વરૂપવાળી, ગંગાના સમાન નિર્મલ રૂપવાળી, રતિના પેઠે કામને આનંદ આપનારી, લક્ષ્મીના પેઠે પુરૂષોત્તમને દર્પ કરનારી, પાર્વતીના પેઠે મનોહરા, ભારતીના પેઠે ચતુર પુરૂષોના ચિત્તરૂપી વિત્તને ચોરનારી, સર્વલક્ષણ સુશોભિતા, વિનયવાળી એવી વિનીતા નામની ધનદત્ત શ્રેષ્ઠીની પુત્રીનું પાણિગ્રહણ કરી પોતાને ઘેર ગયો. ત્યાં દુર્ભાગી એવીચારે સ્ત્રીઓને પૃથફ પૃથક્ ભોજનાદિકની સામગ્રી આપીને વિનીતાને શીખવ્યું કે હે ભદ્ર ? આ તારી ચારે શોકયો હૃદયની પાપી છે, માટે એઓએ તને આપેલ અન્ન,પકવાન, ક્ષીર, નીર, ફળ, પત્ર, પુષ્પાદિક તારે ગ્રહણ કરવાં નહિ. તારે તેને આપવાં હોય તો ૩૫૮ For Personal & Private Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ આપવાં. આવી રીતે પતિની શિક્ષા સાંભળીને તે વિચક્ષણા એકલીજ પતિના સાથે સુખ ભોગવવા માંડી. અન્યદા તે ચારે જણીઓએ તેને મારવાને માટે અરસપરસ કોઇને કહ્યા સિવાય પોતપોતાના ઘરને વિષે એક એક વિષયુક્ત લાડુ બનાવ્યો. તેમાં સર્વથા મોટી હતી તે વિષયુકત લાડુ લઈ વિનીતાને ઘરે ગઇ.અને માયાકપટથી મધુર વચન બોલી તેને કહેવા લાગી કે હે ભગિનિ? મારા પિતાના ઘરેથી આવેલ આ મનમોહક મોદકને તું લે, તે સાંભળી વિનીતાએ પણ આસન ઉપરથી ઉઠીને તેને માનપાન આપીને તે મોદક ગ્રહણ કર્યો. આવી રીતે તેણીએ મોદક લીધા પછી હર્ષને પામી તે તે દુષ્ટા પોતાને ઘેર ગઈ. હવે તેજ પ્રકારે બીજી શોકય મોદક આપીને ગઈ. એવી રિતે ત્રીજી અને ચોથી પણ આપીને ગદા તે ચારેના મોદકો લઇને વિનીતાએ બીજીનો આપેલો મોદક ત્રીજીને આપ્યો. ત્રીજીએ આપેલો મોદક ચોથીને આપ્યો. ચોથીએ આપેલો પહેલીને આપ્યો અને પહેલીએ આપેલો બીજીને આપ્યો. આવી રીતે ચારે જણીઓના મોદકો લઇને મીઠા વચનથી,દરેક જણીયોને વિનિતા આપી આવી. તે ચારે જણીઓ લાડુનું સ્વરૂપ નહિ જાણવાથી ભક્ષણ કરી મરણ પામી. ત્યારબાદ વિનીતા પણ પાપથી પરાડમુખ થઈ પતિની સેવા પરાયણ થઇ, ધર્મનું આરાધન કરી સદગતિગામી થઈ, માટે જેઓ પરને માટે પાપ ચિંતવે છે તે પોતાના જ મસ્તક ઉપર આવી પડે C áનું સ્વરૂપ છે घाएण घायसयं, मरणसहस्सं च मारणेणावि । आलेण आलसयं, पावइनत्थीत्थ संदेहो ॥१॥ ભાવાર્થ : કોઈપણ જીવનો ઘાત કરવાથી ભવાંતરને વિષે પોતે M૩૫૯ ૨ For Personal & Private Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સો વાર વાતને પામે છે તથા કોઈપણ જીવને મારવાથી હજારવાર પોતાને મરણ પ્રાપ્ત થાય છે.પરને કલંક ચડાવવાથી સો વાર કલંક પોતાના ઉપર આવી પડે છે, તેમાં લેશ માત્ર સંદેહ નથી. પરના અવગુણબોલવા નહિ) છતા અગર અછતા પારકાના દોષો બોલવાથી અને સાંભળવાથી કાંઇપણ ગુણ થતો નથી. પરંતુ તેમને કહેનારના ઉપર વૈર વૃદ્ધિ થાય છે અને સાંભળનારને કુબુદ્ધિ થાય છે. અનાદિકાળથી અનાદિ દોષો વડે કરી વાસિત થયેલા આ જીવમાં જો કાંઇપણ ગુણની પ્રાપ્તિ થાય તો તે મહાનુભાવો ! તમે તેને આશ્ચર્ય માનો. ઘણા ગુણોવાળા તો વિરલા કોઇક હોય છે. પણ એક ગુણવાળો પણ જન સમુદાય સર્વ જગ્યાએ મળવો મુશ્કેલ છે. નિર્દોષી માણસોનું પણ સારૂ થશે અને થોડા દોષોવાળા જીવોની પણ અમે પ્રશંસા કરીએ છીએ. પરાપવાદ મર્મ પ્રકાશ ન Wવો અભ્યાખ્યાન ઉપર દષ્ટાંત કૌશાંબી નગરીમાં વીરસેન રાજા હતો. ત્યાં અશોક શ્રેષ્ઠીને ધનધર્મ અને ધનદેવ નામના બે પુત્રો છે, તેની બેન ધનશ્રી છે, તે કર્મના યોગે બાળ વિધવા છે, અન્ય ભોગવાળી સ્ત્રીના વિષય સુખોને દેખીને આત્માની નિંદા કરતી તેણી દીક્ષા લેવા તત્પર થઇ, પણ ભાઈઓએ ના પાડવાથી દાનાદિક ધર્મ કર્મને કરતી સુખેથી રહે છે. એક દિવસ પોતાના ભાઈઓના ચિત્તની પરીક્ષા માટે, લલિતા નામની ભોજાઈને ધર્મોપદેશની કથાને છેડે કહ્યું કે, સાટીકા સુસ્તી 360 For Personal & Private Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભવિતવ્યા (સાડી સારી રાખવી) એવુ વચન સાંભળવાથી ભાઈને શંકા થઇ, તેથી શય્યા અવસરે શય્યામાં આવવાનો રોધ કર્યો, કારણ કે આણીએ આનું અસતી-પણું પ્રગટ કર્યું છે માટે સ્ત્રીઓની જે પૃથ શય્યા છે તે શસ્ત્રરહિત વધે છે, એમ જાણી રાત્રિ દુઃખે વહન કરી પ્રભાતે ધનશ્રીએ પુછવાથી રાત્રિ સંબંધી વાત કરી. તેણીએ પોતાના ભાઈને પૂછયું તેથી ઉત્તર મળ્યો કે તારા વચનથી, એટલે ધનશ્રીય કહો કે મેં તો રસોડામાં રાંધવાના ટાઈમે કહ્યું હતું આ કોઈ દિવસ અસતી નથી તેથી પાછો બન્નેને સંતોષ થયો.અન્યદા નાના ભાઈની ચિત્તની પરીક્ષા કરવા માટે તથૈવ કહ્યું કે હે સુંદરી ! હૃર્તન સુન્દ્રા ભવિતવ્યમ્ (હાથ સારા રાખવા) પૂર્વવત્ પ્રથમઅભાવ અને પછી ભાવ થયો. હવે વય વાળી થયા પછી ધનશ્રી ઘરની માલીકીવાળી થઇ. ૧૨ વર્ષ સુધી ઘરની સ્વામીની રહી. ત્યારે પાંચે જણાવે વૈરાગ્યથી દીક્ષા લીધી, અને પાંચ ભાઈઓ ત્યાંથી ચ્યવીને ચંપા નગરીમાં વિજયદેવ શ્રેષ્ઠીના હરિચંદ્ર, અને મિત્રચંદ્ર નામના પુત્રો થયા,અને ધનશ્રીનો જીવ કૌશાંબીનગરીમાં સમુદ્ર શ્રેષ્ઠીની પુત્રી જયસુંદરી નામે થઇ, અને અનુક્રમે યૌવન અવસ્થા પામી. ધનધર્મનો જીવ હરિચંદ્ર નામનો કૌશાંબી નગરીમાં વ્યાપારઅર્થે આવ્યો, તેણીએ નયનબાણથી વીંધેલા તેણે, માતા-પિતાએ તેને આપવાથી તેનું પાણિગ્રહણ કર્યું. ત્યાં તેણીના સાથે રહેવા લાગ્યો એકદા હરિચંદ્રને પોતાના પિતાનો પ્રસાદ પત્ર મળ્યો, તેથી ચંપાનગરીમાં ગયો, ત્યાં કેટલોક કાળ રહીને જયસુંદરીને લાવવાને માટે કૌશાંબીમાં આવ્યો. તેવા સમયમાં ક્રીડા-પ્રિય એક વ્યંતરે વિચાર કર્યો કે જયસુંદરીને સુખ ભોગ થકી ભ્રષ્ટ કરું એમ ચિંતવી પર પુરૂષનું રૂપ ધારણ કર તેના વાસભુવનમાં રહ્યો, અને હરિચંદ્ર આવ્યો એટલે કાંઈક અસ્પષ્ટ વચન M૩૬૧) 3૬૧ ~~ For Personal & Private Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બોલી દીપકની છાયામાં લીન થઈ ગયો,તેથી હરિચંદ્ર વિચાર કરે છે કે, શું આ દિવ્યપુરૂષ છે ? અગર સ્વપ્ર છે ? એવો વિચાર કરી શપ્યાની અંદર બેસી અર્ધ બેઠેલી જયસુંદરીને ઓશીકા આગળ પડી રહેવાનું કીધું ત્યાં રાત્રિ વહન કરી પ્રાત:કાળે જયસુંદરીને પુછયા સિવાય પોતાને નગરે ચાલ્યો ગયો. પ્રભાતે પુછવાથી સખીઓને રાત્રિનો વૃત્તાંત કહ્યો, ત્યાર બાદ માતાપિતાએ તેને બહુ જોયો પણ જમાઇને દેખ્યો નહિ, તેથી સંજાતનિર્વેદા મહા શોક સમુદ્રને વિષે મગ્ન થઈ, અને અતિશય જ્ઞાની આચાર્ય-મહારાજ પાસેથી પોતાનો પૂર્વ ભવ સાંભળી જાતિ સ્મરણ પામી, અને જન્મ જરા મરણનો રોગશોક આધિ વ્યાધિ વેદના પ્રિય વિયોગ ઇસિત લાભ દારિદ્રય દૌર્ભાગ્ય દુર્મન સ્વવધ બંધનાદિ અસમાધિ મરણાદિ સમસ્ત દુઃખને નિર્મૂલ કરવામાં સમર્થ એવો ધર્મ સાંભળી દીક્ષા લીધી. દીક્ષા લઈને સાધ્વીના સાથે વિહાર કરવા લાગી, ભણવા લાગી, ઉત્તમ પ્રકારની ભાવના વડે કરી સંયમ પાળવા લાગી. ત્યારબાદ પૂર્વ ભવની ભોજાઇયો લલિતા અને સુંદરી સ્વર્ગથી ચ્યવીને કૌશલ દેશે અમરાવતી પુરે શ્રીધન શ્રેષ્ઠીની શ્રીમતિ અને ઘુમતિ પુત્રીપણે ઉત્પન્ન થઈ. અનુક્રમે હરિચંદ્ર અને મિત્રચંદ્ર તેનું પાણિગ્રહણ કર્યું. ચંપામાં વિષય સુખોને વિષે મગ્ન થયાં. અન્યદા પ્રસ્તાવેપ્રવર્તની સાથે વિહાર કરતી જયસુંદરી સાધ્વી ચંપામાં આવી, ત્યાં તેને વંદન કરવા ઘણા લોકો આવ્યા, તેઓને ધર્મોપદેશ આપ્યો, ત્યાં જ ચોમાસુ રહ્યા, અન્યદા પૂર્વભવની ભોજાઇયો શ્રીમતિ અને ઘુમતિને જયસુંદરી સાધ્વીને દેખવાથી પૂર્વભવ સંબંધી સ્નેહ ઉત્પન્ન થયો.એવી રીતે તે બન્ને જણીયોએ પ્રાર્થના કરવાથી જયસુંદરી સાધ્વી નિરંતર તેને ઘરે જાય છે. આવે છે અને ધર્મોપદેશ આપે છે. તે બન્ને જણીયોએ ધર્મ 3૬૨ For Personal & Private Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સાંભળવાથી સમ્યકત્વને પ્રાપ્ત કર્યું. અન્યદા શ્રીમતિના હાથમાં ઉત્તમ મોતીનો હાર છે, ને જયસુંદરી સાધવી આવી, તેથી હાથમાંથી હાર મુકીને ઓરડામાં સાધવીને પડિલાભવા ગઈ. આ અવસરે બીજું દુર્વચનનું ફળ પ્રગટ થયું, તેથી ઘરની અંદર વસનારા વ્યંતરને દ્વેષ થયો. તેણે ચિંતવના કરી કે સાધ્વીને અપયશ રૂપી ખાડામાં હું નાખું. ત્યારબાદ ભીંતરને વિષે ચિત્રોલ મોરે તે હાર ગળી લીધો. સાધ્વીએ દેખ્યો, ચિંતવના કરે છે કે આ અસંભવનીય શું ? કોઈક અશુભ કર્મનો ઉદય પ્રગટ થયો. પ્રવર્તની સાધ્વી પાસે આવી હારજોયો પણ જયો નહિ, ઉડાહના થઈ, દાસીયોને પૂછયું કે હાર ક્યાં ગયો,ઉત્તર આપ્યો કે સાધ્વી લઈ ગઈ શ્રીમતિ અને ઘુમતિએ દાસીઓનો તિરસ્કાર કર્યો, કે ખબરદાર જુઠું ન બોલો. બન્નેનું ચિત્ત સ્વસ્થ રહ્યું, સાધ્વી ઉપર બગડયું નહિ. તે વાત સાંભળી પ્રવર્તતી અને જયસુંદરી સાધ્વીને ઘુમતિએ આવી વંદન કરી કહ્યું કે, હે સ્વામિનિ ! અશુભ કર્મના ઉદયથી આવું કાર્ય થયેલું છે, પણ અમારા ચિત્તમાં કોઈ પણ પ્રકારે ફેરફાર નથી વળી અમારા પરિણામ પણ વિપરિત થયા નથી, પરંતુ જૈન શાસનની નિંદા થઈ છે. અન્યથા તમારે તૃણ મણિ અને કાંચન લોખ સમાન માનવાવાળા જીવોને ચિત્તની અંદર ઉગ શું કામ થાય ? માટે તમો ઘેર સાધ્વીને પ્રથમની જેમ નહિ મોકલો તો જૈનશાસનની નિંદા વધારે થશે, માટે જરૂર મોકલશો. પ્રવર્તનીએ માન્યુ ત્યારબાદ અત્યંત વૈરાગ્ય થવા વડે કરીને અને સંસારની ઘટમાળાને જાણતી, છઠ્ઠ, અઠ્ઠમ, આદિ મહાતપસ્યાને કરવા વડે કરીને ધ્યાન, સ્વાધ્યાય કરવા વડે કરીને પૂર્વ કર્મ રૂપી પર્વતને તારૂપી જલથી છેડતી ક્ષપક શ્રેણી ઉપર આરોહણ થઇ, કેવળજ્ઞાન પામી, નજીકમાં રહેલ વ્યતરદેવોએ કેવલજ્ઞાનનો મહિમા કર્યો, તે વ્યંતરનો 363 For Personal & Private Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પણ દ્વેષ ગયો, તથા હરિચંદ્ર મિત્રાચંદ્ર શ્રીમતિ ઘુમતિદાસીઓ સમક્ષ મોરે હાર મુકી દીધો, સર્વેને આશ્ચર્ય થયું, આશ્ચર્યથી લોકો કેવલ જ્ઞાનનો મહિમા કરવા આવ્યા, વ્યાખ્યાન સાંભળી હારનો વ્યતિરેક પુછયો, તે કેવલી સાધ્વીએ પોતાનું પૂર્વનું કર્મ કહ્યું. તે સાંભળી જાતિસ્મરણ જ્ઞાન બન્નેને થયું, તે બન્નેએ દીક્ષા લીધી,રાજા પણબોધ પામ્યો, સાધવી પોતાનું આયુ પૂર્ણ કરી મુક્તિને વિષે ગયા. એ ઉપરોક્ત અસત્યકલંક આપવાના દુ:ખદાયક વૃત્તાંતને સાંભળી જેઓ પરને કલંક ચડાવવામાં રક્ત રહે છે તેઓ જયસુંદરીના પેઠે સુખ ભોગથી વંચિત રહે છે, માટે કોઈ દિવસ સ્વપ્રને વિષે પણ નિષ્કલંકી માણસોને કલંકિત કરવા નહિ. અને તેમ કરવાથી જીવો ઈહલોક અને પરલોકને વિષે સુખદ અવસ્થાને પામી શકે છે. (પરના ઘરને વિષે પ્રવેશ ક્રવાથી લંક આવે છે. ) કોઈક ગામને વિષે એક કુલપુત્ર રહેતો હતો તેનો સ્વભાવ પર ઘરને વિષે જઈ વાતો સાંભળવાનો હતો જેને તેને ઘરે જઈ વાતો કરતો. તેને કોઇ હિત શિક્ષા આપે તો તે સાંભળતો નહોતો. પાપિસ્ટ, દુષ્ટ, ધૃષ્ટ દુર્જનના સાથે વાતો કરી પોતાના ધૃષ્ટ આત્માને પણ બહુ જ ઉંચો માનતો હતો. અન્યદા કોઇક ધનાઢયના ઘરથી ચોરોએ બહુ ધન હરણ કર્યું અને તે પણ નિરંતર તેને ઘરે વાત કરવા આવતો હતો.ધનવંતે પોતાનું ધન ચોરાઈ ગયેલું જાણ્યું તે ચોર દુર દેશે ગયો. ઘરધણીને તે કુલપુત્ર ઉપર શંકા થઈ, તેથી તેને પુછ્યું કે અમારું ધન ગયું. હું જાણતો નથી ત્યારે તારા વિના બીજો કોઈ અમારા ઘરમાં આવતો નથી ધનાઢયે એવું કહ્યું ત્યારે તેણે કહ્યું કે હું જાણતો નથી. તમો જાણો, ત્યારબાદ રાજા પુરુષોએ તેને ગ્રહણ કર્યો. તેના સ્વજન 3૬૪ For Personal & Private Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ વર્ગે કહ્યું અમોએ પર ઘર પ્રવેશ કરવા બહુ મનાઈ ર્યા છતાં પણ ન માન્યો તેથી આ દોષ ઉત્પન્ન થયો. હવે અમો શું કરીએ ? ત્યારબાદ તે રાંકડાનો દુર્જનોએ તિરસ્કાર કર્યો અને રાજાએ પણ તેને ચોરની શિક્ષા કરી પ્રાણ રહિત કર્યો. આવું જાણી પર ઘર પ્રવેશ બંધ કરવો. આ ઉપરાંત બીજાં પણ ઘણાં દૂષણો લાગે છે, માટે પર ઘરને વિષે પ્રવેશ ન કરવો તેજ ઉત્તમ છે. વર ન્યાના જોડેલા સંબંધી કાંઇક વર્ણન છે નીતિ શાસ્ત્રકાર મહારાજા કહે છે કે શાસ્ત્રમાં વરના જેગુણો ઉત્તમોત્તમ કહેલા છે તેજ ગુણો કન્યાના પણ ઉત્તમોત્તમ હોવા જોઈએ, જેમકે સુંદર રૂપ, પંચેન્દ્રિય પટુતા, યુવાન અવસ્થા વ્યવહાર માર્ગમાં કુશળ પૈસો પેદા કરનાર, નિરોગી સમાન વયવાળો, સમાન કુળવંશ, આચાર વિચારવાળો વિવેકી વિનયી, સર્વકળા સંપન્ન, હસમુખો દક્ષ અને દાક્ષિણ્યતાવાળો તેમજ દ્રવ્ય ઉપાર્જન કરવાવાળો અને દેવ, ગુરૂ ધર્મ, માતા, પિતાનો પ્રેમી અને સર્વના માથે મિલનસાર, તેમજ સદાચરણવાળો અને ન્યાયી પતિ સ્ત્રીને મલ્યો હોય, અને ઉપરોક્ત ગુણવાળી સ્ત્રી પણ તેવા પતિને મળેલ હોય તો જ તેનો સંસાર સારો છે, અન્યથા વિપરીત મળવાથી રાત્રિ દિવસના પેઠે વિડંબના ભૂત જ છે, વિપરીત જોડલું મળવાથી અનાચાર કે વ્યભિચાર બને પડવાથી કુળવંશની કીર્તિ ઉપર પાણી ફેરવીને આબરુની હાનિ ઈહલોકે કરી પરલોકે દુર્ગતિને શરણ થાય છે. હવે કજોડા ઉપર શાસ્ત્રકાર મહારાજા દષ્ટાંત આપે છે : Cોડની ક્યાબO ધારા નગરીને વિષે ભોજ રાજા રાજય કરતો હતો. તે બહુ ૩૬૫ ૩૬૫ ~ For Personal & Private Use Only Page #383 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ જ ન્યાયી હોવાથી તેની પ્રજા અત્યંત આનંદ કરતી હતી. તે નગરીમાં એકચોર રહેતો હતો. તે રોજ રાત્રિએ ખાતર પાડીને ચોરી કરતો હતો. એક દિવસએક ઘરની ભીંત તોડીને ખાતર પાડવા અંદર પેઠો. તે વખતે તે ઘરમાં સ્ત્રી ભર્તાર બને અરસપરસ લડતાં હતાં. બન્ને માંથી કોઈપણ કોઇના વચનને સાંખતાં ન હતાં. પુરુષે કહ્યું કે અરે ભૂંડી ! તું આ ઘરમાંથી ચાલી જાય તો મને સુખ થાય. સ્ત્રીએ કહ્યું કે ભૂંડી તારી મા, મને તું ભૂંડી શેનો કહે છે ? પુરુષે કહ્યું કે જયારે તું બોલે છે ત્યારે બરાબર ડાકણ જેવી લાગે સ્ત્રીએ કહ્યું ડાકણ શેની ? હજી તો તને ખાધો નથી. પુરુષ અરે શંખણી ? આવું તું શું બોલે છે. સ્ત્રી-શંખણી તારી જણનારી. પુરુષ-અરે સાપણ ? સામી ગાળ કેમ દે છે ? સ્ત્રી-તારાથી સાપ પણ સારા હોય છે. પુરુષ-બોલતી બંધ થા, નહિ તો માથામાં મુશળ મારીશ. સ્ત્રી-તો હું પાટલે પાટલે તારું માથું ફોડી નાખીશ. આવી રીતે બોલવાથી પુરુષને કાળ ચડ્યો અને તેણે સ્ત્રીને ચોટલા વડે પકડી, એટલે સ્ત્રીએ તેને હાથે બચકું ભર્યું તેથી હાથ છુટી ગયો, આ પ્રમાણે લડતા બંને થાકયા ત્યારે પુરુષ છેટે જઇને ભોંય ઉપર સૂઈ ગયો. હવે સ્ત્રી મોટાઘરની દીકરી હતી, પણ કદરૂપી હતી, તે ખાટલા ઉપર ચડીને સુઈ ગઈ, અને બંને નિદ્રામાં ઘોરવા લાગ્યા. હવે આવો દેખાવ જોઈ ચોરે વિચાર કર્યો કે આ બંને બહુ જ દુઃખી છે, તેથી આના ઘરમાંથી કાંઇપણ લેવું મારે યોગ્ય નથી, ૩૬૬ For Personal & Private Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ એમ વિચારી ત્યાંથી નીકળી જઈ બીજા ઘરમાં ખાતર પાડવા બેઠો, તો તે ઘર વેશ્યાનું જણાયું. તે ઘરની માલિક વેશ્યા એક કોઢીયા પુરુષ સાથે મધુર વચનોને બોલતી અનેક પ્રકારે ક્રીડા કરતી હતી. તે દેખીને ચોરે વિચાર કર્યો કે આના દ્રવ્યને કોણ હરણ કરે ? કારણ કે આ પૈસાને માટે કોઢીયાનો સંગ કરી પોતાનું મનોહર શરીર પણ ખરાબ કરે છે. માટે આનુંદ્રવ્ય મને લેવું યોગ્ય નથી. એમ વિચારી ત્યાંથી ત્રીજે ઘરે ખાતર પાડવા ગયો. હવે તે ત્રીજા ઘરમાં ખાતર પાડવાબેઠો. તે ઘર બ્રાહ્મણનું હતું. તે ઘરમાં બ્રાહ્મણ ઉંઘતો હતો. તેનો હાથ ખુલ્લો હોવાથી કોઈક ઉંદરડો આવીને તેની હથેળીમાં મુતર્યો, એટલે ઉંઘમાં બ્રાહ્મણ બોલ્યો કે સ્વસ્તિ ! તેથી ચોરે વિચાર્યું કે આવા લોભીનું દ્રવ્યકોણ લે? કારણ કે આનું દ્રવ્ય જવાથી શીધ્ર તેના પ્રાણ પણ ચાલ્યા જશે અને તેથી મને બ્રહ્મહત્યાનું પાપ લાગશે. આ જીવ બીજાના અછતા ગુણોનેબોલીને પણ દ્રવ્ય ભેગું કરે છે, કૃપણ ને મહા દાતાર કહે છે, અને અસતીને સતી કહે છે, નિર્ગુણીને ગુણ કહે છે, કાયરને શુરવીર કહે છે, નીચ ને કુલીન કહે છે. ક્રોધીને પ્રશાંત કહે છે મૂર્ખને જ્ઞાની કહે છે. સંપૂર્ણને કરણનો અવતારકહે છે. અને ભરડાને ભગવાન કહે છે, અંધને દેખતાની ઉપમા આપે છે, રંકને રાજા કહે છે, પાપીને પુન્યશાળી કહે છે, અન્યાયીને ન્યાયી કહે છે, વક્રને સરલ કહે છે, અસત્યવાદીને સત્યવાદી કહે છે, આવી રીતે જેમ મનમાં આવે તેમ બોલીને જેવું તેવું ધન મેળવી આ દુર્ભર પાપી પેટને ભરે છે, માટે આવા યાચકનું ધન તો જે પાપી હોય તેજ લે, માહરે આનું કાંઇપણ દ્રવ્ય લેવું નથી મને તો પરમેશ્વર ઘણું દ્રવ્ય આપશે. આવો વિચાર કરી ત્યાંથી નીકળીને ચોથે ઘરે ખાતર પાડવા બેઠો ત્યાં પણ સ્ત્રી પુરૂષ બન્ને જણા લડાઈ ટંટો કરતાં હતાં, ૩૬૭) ૩૬૭ , For Personal & Private Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેમાં પુરૂષ મોટા ઘરનો દીકરો હતો, પણ પણ કુરૂપ અને અવગુણનો ભરેલો હતો, અને સારા લક્ષણ વડે કરીને રહિત હતો, સ્ત્રી સામાન્ય માણસની પુત્રી હતી, પણરૂપવંતી ભલી તેમજ સદ્ગુણી હતી,તે બને પણલડીને થાક્યાં, એટલે સ્ત્રી ભોંય ઉપર જઈને સૂઈ રહી, અને પુરુષ ખાટલા ઉપર જઈને સૂઈ રહ્યો, અને બન્ને નિદ્રાધીન થયાં. હવે ચોર વિચાર કરે છે કે આ બન્ને જડ મેળવવામાં વિધાતાએ ભારે ભૂલ કરી છે, પણ એ મારે ભાંગી નાંખવી જોઇએ. વિધાતાએ રૂપાળા અને શાન્ત તેમજ સગુણી વરને વઢકણી સ્ત્રી આપી છે. અને સુંદર સારી સ્ત્રી જે છે. તેને ભૂંડો ભર્તાર આપેલ છે. નિરંતર ચોરી કરીને હું મારે માટે પૈસા મેળવું છું, પણ આજ તો મારે પરમાર્થ કરવો જોઇએ. આ સ્ત્રીને ઉપાડીને સારાભર પાસે મૂકે આવો વિચાર કરી બન્ને સ્ત્રીઓ ભરનિદ્રામાં હતી તેને ઉપાડીને અદલાબદલી કરીને પોતાને ઘરે ચાલ્યો ગયો. હવે પ્રાતઃકાળ થયો એટલે સારો ભર્તાર અને સુંદર સ્ત્રી બન્ને જાગ્યાં. તે બન્ને જણાએ પરસ્પર આનંદ અને મીઠાં વચનોથી એક બીજાને બોલ્યાં, તેથી બન્ને બહુ જ રાજી થયા પુરુષ મનમાં વિચાર કરે છે કે આ સ્ત્રી બદલાઈ કેવી રીતે ગઈ ? શું દેવે તેને રૂપવંતી અને સુંદર બનાવી દીધી હશે ? કારણકે આ સ્ત્રીનાં વચનો પણ ઉત્તમ અને મોહક નિકળે છે. વળી તેનાં લક્ષણો પણ મનહર જણાય છે, તેથી મારા ઉપર દેવજ તુષ્ટમાન થઈ ગયો હોય એમ જણાય છે, નહિ તો આવો ફેરફાર એકદમ શી રીતે થઈ જાય. ખરેખર દેવેજ આ દુષણ ટાળ્યું જણાય છે. આ પ્રમાણે વિચાર કરનારા બન્નેના મન મળી જવાથી અરસપરસ આનંદ કરવા લાગ્યાં. હવે જે બન્ને જણાં કલેશ કરનારાં હતાં તે જાગ્યાં એટલે પુરૂષ ૩૬૮ For Personal & Private Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સ્ત્રીને જોઇને બોલ્યો કે અરે રાંડ ?તું અહીં ક્યાંથી ? તું તો ઉજળી રીંગણા જેવી છે, કોઠી જેવી પાતળી અને નીચી તાડ જેવી છે. એટલે સ્ત્રી બોલી કે અરે કપાતર ! તું મારા ભાગ્યમાં ક્યાંથી આવ્યો ? તારું પેટ તો નાના વાદળા જેવડું છે, રૂવાટાં તો કાંબળાની પેઠે એકે નથી તારી જીભ સુંવાળા દાતરડા જેવી છે અને હોઠ ઊંટની જેવા નાના છે. એટલે વળી પુરૂષ બોલ્યો કે અરે ભેંસ નયણી (ભેંસના જેવા નેત્રવાળી) પાણીની પખાલ જેવી તું અહીં ક્યાંથી આવી ? જા, મારે તારો ખપ નથી. અરે પીંજણી જેવા પગવાળી ટુંકા અને વાંકા હાથવાળીબાવળ જેવી તો તું રૂપાળી છે, માટે તમને તે ઘરમાં કોણ રાખે ? અરે લાંબા અને ચીબા નાકવાળી તથા ટોટકીને કડવાવચન બોલનારી, અને ટૂંકી લટોવાળી તેમજ ખોખરા સાદવાળી, અહીંથી ચું ચાલી જા. એટલે વળી સ્ત્રી બોલી કે, અરે રાંડ તું મારા અછતા અવગુણો બોલે છે. પણ તું તારૂ રૂપ તો જોતો નથી.જોને તારું રૂપ કેવું વાંદરા જેવું શોભી રહેલું છે? અરે તું કોણ? મને તો દેખીને કૌતુક થાય છે તે વરણશંકર ક્યાંથી આવ્યો. આ પ્રમાણે બન્ને જણા બહુજ લડીને દરબારમાં રાજા પાસે ફરીયાદ કરવાગયાં. પ્રથમ સ્ત્રીએ રાજાને કહ્યું કે-તમે સાચે સાચું માનજો કે હે રાજેંદ્ર ! આ મારો ભર્તાર નથી. મારો ભર્તાર તો મહા રૂપવંત છે. એટલે પુરૃષ બોલ્યો કે હે ભોજરાજા આ સ્ત્રી મારી નથી,મારી સ્ત્રી તો ઘણી જ સુંદર છે, માટે મને તેની શોધખોળ તમે કરાવી આપો. આવી સ્ત્રી મેં દીઠી પણ નથી અને કાને સાંભળી પણ નથી. ભોજરાજા બહુ જ વિચક્ષણ હતો, પરંતુ આ ગુંચ તે કાઢી શકયો નહિ. આ કાર્યમાં તેની નજર પણ ન પહોંચી એટલે તે સભા સમક્ષ M૩૬૯ ૩૬૯ ~ For Personal & Private Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બોલ્યો કે, આ બાબતનો ન્યાય ઉતારી આપે એવો કોઇ વિચક્ષણ પુરૂષ આ સભામાં છે કે ? તે અવસરે અદલાબદલી કરનાર ચોર જે હતો તે ઉભો થઈને બોલ્યો કે હેરાજેંદ્ર ? હું તેનો ન્યાય આપું પણ મને એક વચન આપો રાજાએ વરદાન આપવાથી ચોરે કહ્યું હે રાજન્ ! મેં રાતના રાજા અને પારકું દ્રવ્ય ચોરનારા ચોરે વિધાતાએ કરેલું અઘટિત કાર્ય લોપીને રત્નના સાથે રત્નને જોડી દીધું છે,કારણ કે વિધાતા ઘણી વાતમાં ભૂલ ખાઈજાય છે, જુઓ કડવી તુંબડીને જેવાં મોટાં ફલો આપ્યાં છે એવાં આંબાને ફળો આપેલાં નથી. આ કેટલી ભૂલ? આ પ્રકારે બોલી પછી રાત્રી સંબંધી તમામ હકીકત વિસ્તારથી કહી સંભળાવી, અને છેવટે એ બન્નેનો પતિ ફેરફાર કર્યા છે, એમ કહીને તે કરેલો ફેરફાર કાયમ રાખવાનું વચન માગવાથી રાજાએ તે ચોરની પ્રાર્થના કબુલ રાખીને ફરીઆદ કરવા આવેલા સ્ત્રી પુરૂષને રજા આપી. આ વાર્તા ઉપરથી સાર એ લેવાનો છે કે અનુકૂળ ચિત્તવાળા સ્ત્રી ભર્તાર હોય તો જ તે સુખી થાય છે. માટે વરકન્યાના માબાપે પ્રથમથીજ લાંબો વિચાર કરી વિવેકથી કાર્ય કરવાથી બન્ને સુખી થાય છે. ( ચાર જમાઈનું દૃષ્ટાંત એક શ્રીમંતને ચાર પુત્રો અને પાંચ પુત્રીયો હતી, તેમાં ચારને પરણાવી હતી. હવે પાંચમી પુરતી નાની હતી. તે મોટી થઈ તેથી તેના લગ્ન પ્રસંગે ચારે દીકરીઓ અને જમાઇને બોલાવ્યા અને તેમની તમામ પ્રકારે સારી રીતે સેવા બજાવી પાંચમી કન્યાને સાસરેવળાવી. બીજા તમામ સ્વજન વર્ગને પહેરામણી કરી વળાવ્યા જમાઇયોને બહુમાન ખાતર ચાર દિવસ વધારે રાખ્યા, હવે સારાખાનપાનના 390 For Personal & Private Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ લોભથી તે ચારે જમાઈઓ તો ત્યાં અડીંગા નાખીને રહ્યા અને વિચારે છે કે આવું ખાનપાન અને માન ક્યાં મળશે ? તેથી સ્વર્ગનું સુખ અહીં જ છે, માટે જવાનું નામ ભૂલી ગયા. તેમની ચેષ્ટાઓ અને વચનો ઉપરથી તેનો સસરો વિગેરે સમજી ગયા, તેથી એકાંતમાં જઇ પોતાના ચારે પુત્રોને બોલાવી વિચાર કરે છે કે હવે કેમ કરવું ? જમાઈઓને જવાનું મન નથી જાઓ એમ કહેવાય નહિ તેમને તથા દીકરીઓને ખોટું લાગે. અને રોજ મિષ્ટાન્ન જમાડવા પડે છે. આવી રીતે કરવાથી આપણું ઘર પહોંચે નહિ, માટે મારો વિચાર એવો છે કે આવતી કાલથી બાજરાના રોટલા તેમને ખાવા આપવા.આવી રીતે મસલત કરી વિચાર પ્રમાણે અમલ કર્યો. હવે સારું સારું ખાધેલું હોવાથી બાજરાનો મકરધર (રોટલો) ખાવાથી મોટા જમાઈનું ગળું છોલાવા માંડ્યું તેથી બે ચાર દિવસમાં વજેરામ નામનો મોટો જમાઈ પલાયન થઈ ગયો તેથી એક પદ ઊભું થયું. ( બજરકુટી બજેરામ-૧OO હવે બીજા જમાઇયો હતા તેણે વિચાર કર્યો કે બાજરાના રોટલા છે, પણ અંદર પાશેર અર્બોશેર ઘી આવે છે તેથી તેઓ પડ્યા રહ્યાતેથી વળી વિચાર કરીને સાસરાએ ઘી બંધ કરી તલનું તેલ પીરસવા માંડ્યું, એટલે માધવ નામના જમાઇયે વિચાર કર્યો કે હવે તો સાસરાએ મારા બાર વગાડી દીધા. ઘી હતું તે ગયું પણ આ તેલને રોટલે મારાથી નહિ ખવાય એટલે તે પણ પાલયન થઈ ગયો. તેથી બીજું પદ ઉત્પન્ન થયું. ૩૭૧ ભગફ ભાગ-૧ ફર્મા-૨૫ મ્બ39૧) For Personal & Private Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ C તલી તેલ માધવા-૨DO હવે બાકી રહેલા બીજા બે જમાઇયોએ વિચાર કર્યો કે ખાવામાં ભલે રોટલોને તેલ આપે આપણે પેટને ભાડુ દેવાનું કામ છે ઘરનો ખર્ચ બચે છે. પણ સુવાને માટે પલંગ અને મખમલની તળાઈ મળે છે. ત્યાં સુધી આપણને દુઃખ નથી તેથી બન્ને જણા પડયા રહ્યા તેના આશયને જાણી સસરાએ પલંગ તળાઈ બંધ કરી ભોંય સંથારો કર્યો તેથી ત્રીજો મણિરામ હતો તે સમજયો કે માર્યા ભાઈ, હાડકા અને પાંસળા ઘસાઈ જશે તો વહેલા સ્મશાન ભેગા થવું પડશે માટે ચાલો ઉપડો એમ કહી તે પણ પલાયન થઇ ગયો તેથી ત્રીજું પદ ઉત્પન્ન થયું. CT ભૂમિ શય્યા મણિરામ-૩)O હવે ચોથો વિચાર કરે છે કે ઘરે જઈ ગાંઠની ખીચડી ખાવાની છે,પાસે પૈસા નથી. વ્યાપાર કરી પાઈ પેદા કરવાની તાકાત નથી તો ભોંય સંથારો કરીને પડયા રહેવામાં નુકસાન શું છે ? માટે જીવડા પડયો રહે. અને હેર કરે ત્યારબાદ સસરાયે પોતાના ચારે પુત્રો સાથે ખાનગી મસલત ચલાવી કે હેવ ચોથાને કેવી રીતે કાઢવો ? છેવટે યુક્તિ શોધી કાઢીને છોકરાને કહ્યું કે આજ રાત્રિને ધકકા મુક્કા મારીને આને કાઢવો તે નક્કી મસલત કરીને સુતા બાદ મધ્ય રાત્રિ થઈ ત્યારે સંકેત પ્રમાણે સસરાએ પોકાર પાડ્યો દોડો,એલા દોડો, ચોર ચોર. એટલે તેના છોકરાઓ ક્યાં છે ચોર ? કયાં છે ચોર ? મારો રે મારો, પકડો રે પકડો આવો પોકારો પાડતા હાથમાં લાકડીયો લઇને ઉઠયા અને જમાઈ કેશવ જયાં સુતો હતો ત્યાં ગયા. તેનો પાકારથી જમાઈ જાગી ઉઠયો (૩૭૨) For Personal & Private Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સસરો-અલ્યા ચોર, પકડો પુત્રો, હો હો આ રહ્યો આ રહ્યો. પકડો પકડો જોઈ શું રહ્યા છો ? પુત્રો-આ, આ, આ, રહ્યો-હા. એમ કહી ધક્કામુક્કી કરી મારવા માંડયા.કેશવરામ સમજી ગયો કે હવે જો ઘર ભેગા નહિ થઈ એ તો જમડાને શરણ હમણાં બધા કરી દેશે તેથી તે કેશ પલાયન થયો. સસરા અને સાળાઓએ જાણ્યું કે પાછો ઘરમાં પેસી જશે માટેચાલો આને જરા આગળ વળાવી આવીને તેથી હાથના ટલ્લા કોણીના મુદ્દા મારતા મારતા કેશવને ગામ બહાર મુકી આવ્યા, કેશવ ભાઈ સમજી ગયા કે આ બધું આપણી દુર્બુદ્ધિનું જ ફળ છે, તેથી ગૂચચૂપ ઘર ભેગો થઈ ગયો અને ચોથું પદ ઉત્પન્ન થયું. OT ધન્કંધેલી કેશવા-૪) તેથી સાસરાના ઘરના તમામ માણસો ખુશી થયા અને દુનિયામાં કહેવત ચાલી કે : બજેરકુટી બજેરામ, તલી તેલ માધવા, * ભૂમિ શય્યા મણિરામ, ધÉÉલી કેશવા. ૧ આ ઉપરથી સાર એ લેવાનો છે કે જમાઈનો વિશ્વાસ ન કરવો તેજ સત્ય છે. બીજી વાત એ કે જમાઈને જમની આઈ. માતા કહેલ છે, તે પણ સત્ય છે. કારણ કે સાસરના ઘરનું જયાં સુધી પૂર્ણ ન ચૂસી ખાય ત્યાં સુધી તેના ઘરનો છાલ છોડે નહિ. ત્રીજી વાત એ છેકે વિવેકી માણસોના ઘરમાં બે પાંચદિવસ રહે છે, વધારે ટકતા નથી. ચોથી વાત એ છે કે લજ્જાને ત્યાગ કરીને જો વધારે ટાઇમ સસરાના ઘરમાં રહે છે. તો તે કંગાલ અને નોકર ચાકરથી પણ અધિક હલકી સ્થિતિમાં રહે છે પાંચમી વાત એ છેકે સાસરાના ઘરમાં વાસ કરવો તે અધમતા સૂચવનાર છે.એટલું જ નહિ. પરંતુ જેમ ગરીબની 393 For Personal & Private Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બૈરીને સહુ કોઈ ભાભી કહે છે તેમ સાસરાના ઘરમાં વાસ કરનારાને આખા ઘરના માણસોના મેણાટુણા બહુ જ ખાવા પડે છે. જુઓ એક કવિ શું કહે છે. પરદેશ જમાઈ માણેકચૂલો, દેશ જમાઈ સોવન તુલો, ગામ જમાઈ ભાખર ભૂલો, ઘર જમાઈ ટાબર તુલો. આ ઉપરથી સિદ્ધ થાય છે કે ઉપરના બે પદો જમાઈ ને આવકારદાયક અને લાભદાયક છે. નીચેના બે પદો તિરસ્કાર અને ધિક્કારને સૂચવનારા છે. પુરૂષો મરદ કહેવાય છે. અને તેની ખરી મર્દાઈ ત્યારે જ ગણાય છે કે સાસરાના ઘરની આશા જ રાખતો નથી. અને કદાપિ પ્રસંગોપાત જવું પડે તો બે ચાર દિવસ રહી પુસ્તકને વિષે લખ્યા પ્રમાણે પોતાનો વિવેક સાચવી ઘર ભેગો થઈ જાય છે. તેમાં જ તેમનું શ્રેય ગણાય છે. CT લજ્જાને વિષે વિજયકુમારની ક્યા ) વિશાલા નગરીને વિષે જયતુંગ નામનો રાજા હતો. તેને ચંદ્રમતી નામની સ્ત્રી હતી. તેને વિજય નામનો કુમાર હતો. તે સ્વભાવથી જ અત્યંત દયાળુ હતો. એકદા એક યોગીએ ઉત્તરસાધક થવાની પ્રાર્થના કરવાથી, વદી અષ્ટમીને દિવસે તે યોગીની સાથે મશાનને વિષે ગયો. એવી રીતે ત્યાં કુમાર ઉત્તરસાધક થયે છતે વિદ્યાધર યોગી કુમારને કહેવા લાગ્યો કે હે કુમાર ! જેટલા વખતમાં વૈરીની સાથે યુદ્ધ કરીને હું આવું તેટલો વખત તું આ મારી સ્ત્રીનું રક્ષણ કરજે. એમ કહીને ત્યાં પોતાની સ્ત્રીને મુકીને ગયો. કુમારે પણ લજ્જાળુપણાથી કાંઈપણ કહ્યું નહીં. આવા અવસરને વિષે કોઈક વેતાળપ્રગટ થઈને કુમારને મારવા દોડયો અને કુમાર પણ તેના સાથે ૩૭૪ For Personal & Private Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ લડવા લાગ્યો, વેતાળ પણ લડાઈના છળથી તેને ઘણે દુર લઈ ગયો. એટલામાં સૂર્યોદય થયો અને વેતાળ નાશી ગયો. હવે પાછો વળીને જેવામાં કુમાર તે સ્થાને આવે છે તેવામાં ત્યાં સ્ત્રીને દેખી નહિ, અને તે યોગીએ પણ ત્યાં આવીને તેના પાસે પોતાની સ્ત્રીની માગણી કરી, પરંતુ ત્યાં વિલક્ષણ ભાવને પામેલા કુમારને યોગીએ કહ્યું કે હે કુમાર ! તું જગતને વિષે પરોપકારી કૃતજ્ઞ પરસ્ત્રી સહોદરા સંભળાય છે છતાં પણ તું મારી સ્ત્રીને વિષે લુબ્ધ થઇને મારી સ્ત્રી મને નહિ દેખાડે તો તે તારી જ હો ! આવી રીતે કહીને તે યોગી દૂર ગયો. હવે લજ્જા વડે કરીને નમેલા મુખવાળો કુમાર ખેદને પામી પોતાના હૃદયને વિષે ચિંતવના કરવા લાગ્યો કે હા, હા ઇતિ ખેદે કુળને વિષે દુષણ લગાડનારા મને ધિક્કાર થાઓ ! કે જે શરણાગત આવેલ તેનું હું રક્ષણ કરી શકયો નહિ, મારા કુળને વિષે કલંક લાગ્યું, અને પ્રતિજ્ઞાનો ભંગ થયો. આ સમયે કુમાર પાસે કોઇક દેવ પ્રગટ થઈ ને કહેવા લાગ્યો કે હે કુમાર ! પૂર્વે વિરપુરે જિનદાસ નામનો એક શ્રાવક હતો તેને ધનશ્રેષ્ઠી નામનો એક મિથ્યાષ્ટિ મિત્ર હતો.તે ધનશ્રેષ્ઠી તાપસી દીક્ષા લઇ કાળ કરીને વ્યંતર થયો અને જિનદાસે સદ્દગુરૂ પાસે દીક્ષા લીધી. પાળીને તે સૌધર્મ દેવલોકે દેવતા થયો, દેવ પોતાના પૂર્વ ભવના મિત્ર વ્યંતરને બોધ કર્યો તે વ્યંતર સમ્યકત્વને પામ્યો અને કાળ કરીને તું વિજયકુમાર થયેલો છે અને જિનદાસનો જીવ હું દેવતા થયેલો તારો પૂર્વ ભવનો મિત્ર છું કેવલ તને પ્રતિબોધ કરવા માટે જ મેં આ યોગીનું રૂપ કરીને સર્વ પ્રપંચ કરેલ છે, માટે તું જૈન ધર્મનો સ્વીકારકર તે સાંભળીને વિજયકુમાર તુરત દીક્ષાને ગ્રહણ કરી. અનુક્રમે સમ્યક્ પ્રકારે તેનું પ્રતિપાલન કરી સૌધર્મ દેવ લોક ને વિષે ૩૭૫ For Personal & Private Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ઉત્પન્ન થયો અને મહાવિદેહ ક્ષેત્રને વિષે મોક્ષે જશે. C આહાર અને લજ્જાને વિષે કુળપુત્ર ક્યો) વડગામને વિષે કોઈ કુલપુત્ર વસતો હતો તે એકદા પોતાની સ્ત્રીને બોલાવવા માટે અલાણા ગામમાં પોતાના સાસરાને ઘેર ગયો તે અવસરે સાસરાએ તેને ભોજન કરવા બેસાડયો પરંતુ ઘણું ભોજન કરવાની લજ્જાથી સ્વલ્પ ભોજન કરીને ઉઠી ગયો ત્યારબાદ અહો આ આપણો જમાઈ બહુજ થોડું ભોજન કરે છે એવી વાત સાસરાના પક્ષમાંચાલવાથી બીજી વાર ભોજન કરવા બેઠો ત્યારે તમામ માણસો જોવા ભેગા થઈ ગયા તેથી પીરસેલા ભોજનમાંથી થોડું ભોજન કરી ઉઠી ગયો હવે રાત્રીએ સુધા લાગવાથી પીડા પામ્યો તેની આગળ પાછળ જયાં ત્યાં દૃષ્ટિ નાખવાથી એક ખુણાને વિષે ચોખાનો ઢગલો પડેલો દેખ્યો તેથી ચોખાની મુઠી ભરી મુખમાં નાખી જેવો ખાવા માંડ્યો તેવામાં કોઈ કાર્ય પ્રસંગથી સાસુ ત્યાં દીવો લઈને આવી તે વખતે મુખમાં ચોખા ભરેલા અને તેથી ગાલ ફુલી ગયેલા પોતાના જમાઈને બોલાવ્યા છતાં પણ નહિ બોલવાથી તેચિંતવના કરવા લાગી કે આને શું કાંઇ ભૂત ભરાણું છે કે શું થયું? એવો વિચારકરી પોતાના સ્વજન વર્ગને એકત્ર ખરીને મંત્રવાદીને બોલાવ્યો તે બહુજ ડહાપણવાળો હોવાથી જાણી ગયો કે મુખમાં ચોખા ભરેલા છે તેથી તે બોલ્યો કે હે કુટુંબી લોકો? આના શરીરમાંભૂતે પ્રવેશ કરેલ છે તેને કાઢતા વિલંબ થશે તો નિશ્ચય આનું મરણ થશે તમારા ઘરમાં ભેંશ છે તે મને આપો તો તેનો ઉપકાર કરું હવે ભેંશને કુટુંબીએ પ્રથમથીજ જમાઇને આપવાને માટે કલ્પી મુકેલી હતી તેથી મંત્રવાદીને આપવાની હા પાડી ત્યારબાદ મંત્રાવાદીએ એકાંત ૩૭૬ For Personal & Private Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ સ્થાનમાં લઈ જઈ મુખમાંથી ચોખા નહિ કાઢનારના મુખમાંથી હઠથી ચોખા કાઢીને બહાર ફેંકી દઈને તેને સારો કહ્યો ત્યાર બાદ તે મંત્ર વાદી તે ભેંસ લઈને પોતાને ઘેર ગયો અને કુલપુત્ર પણ પોતાના સાસરાએ પોતાના માટે કલ્પેલી ભેંસને હારી જઈ પાંચદિવસ રહી પોતાને ઘરે ગયોચાલુ કાળમાં કેટલાએક લજ્જાળુ જીવો લજ્જા કરવાથી કુલપુત્રના પેઠે દુ:ખ પામે છે માટે ઉદ્યમી અને પોતાના હિતને ચાહનારા જીવોએ આહાર વ્યવહાર અને ધર્મને વિષે લજ્જા ધારણ કરવી નહિ. 1 મંત્ર જાણનાર ચટું વણિની ક્યા TO માલવ દેશને વિષે ગુંજાલ ગામે વીરચંદ્ર નામનો રાજા હતો. તે ગામને વિષે મંત્રાંસાદિ પરીક્ષક ચટું નામનો વણિક વસતો હતો ત્યાં અત્યંત શાકિનીના ભયને દેખી અન્યદા મંત્રી યંત્ર ઔષધાદિકના પ્રબળ શક્તિમાન તે ચટું પરીક્ષકને રાજાએ કહ્યું કે ભાઈ ? શાકિનીઓએ અહીં ઘણા લોકોનો પરાભવ કર્થી માટે તું તેનો નિગ્રહ કરે તે કાર્ય કરતાં તું જેમ કરીશ તેમ કરતાં તને કોઈપણ કહેશે નહિ સમગ્ર ઉપદ્રવરૂપી ચંદ્રનો રોધ કરનાર સહુના સમાન મારો હાથ તારે માથે છે અચિંત્ય મંત્ર શક્તિથી અનેક દોષને દૂર કરનાર ચટું વાણિયાએ રાજાની આજ્ઞાથી તે ગામના સીમાડાને ઉલ્લંઘન કરીને ચારે દિશામાં ચાર ખીલીયો નાખીને દક્ષિણ દિશામાં મોટો એક લોખંડનો આવાસ કરાવ્યો તે મહેલમાં પેસીને ચટુએ પોતાનો એકડાબો પગ બળતા અંગારા વડે દેદીયામાન ખાડામાં નાખીને અગ્નિ પ્રદિપ્ત ર્યો જેમ જેમ તેનો પગ બળવા માંડ્યો તેમ તેમ જેના પગ બળવા માંડેલ છે તેવી તમામ શાકિનીઓએ પહેરવાના વસ્ત્રોને ઉંચા કરીને છુટા ૩૭૭ For Personal & Private Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ મુકી પોકાર પાડતી તે ઘરના બારણા પાસે આવીને કહેવા લાગી કે હે ચટું વણિક અમોને છોડી દે અમે જઈએ છીએ તેણે કહ્યું કે આ ગામની સીમાને ઉલ્લંઘન કરીને તમો જયારે જશો ત્યારે હું અગ્નિથી બહાર પગ કાઢીશ એવું સાંભળી સર્વે ગયા પછી અગ્નિના ખાડામાંથી પગ કાઢી દુધથી ધોઈ પોતાને સ્થાને ગયો હવે કોઇની માતા કોઇની પુત્રી કોઈની બહેન કોઈની સ્ત્રી કોઈની માસી કોઇની ફોઈ એવી રીતે તમામ શાકિનીઓ પ્રગટ થઈ સર્વ જગ્યાએ નિંદાસ્પદ થઈ હવે તે તમામ શક્તિીઓમાં બે શાકિનીઓ અત્યંત ઉત્કટ હતી તેને ગ્રહણ કરવા મંત્રને જપી શનિવારે સ્નાન કરી દેવામાં ચટું રહેલો છે તેવામાં એકશાકિનીએ આવીને કહ્યું કે હે ચટું મેં ધાન્ય વેચ્યું છે તેનું આ નાણું હું લઉં છું પણ તે સાચું છે કે કેમ તે જોઈને મને પાછું આપ તેણે પણ માથું જેનું ખુલ્યું હતું તે શાકિનીને પણ કહ્યું કે હે સુભગે આ નાણુંશુદ્ર છે તે તું ગ્રહણ કર આવી રીતે ત્રણ વાર કહેવાથી એક શાકિની તેને લઇને ગઈ એ પ્રકારે બીજી પણ શાકિની જવાથી તેના પેટમાં સખત પીડા થઇ ઘણી જ પીડા ઉત્પન્ન થવાથી ચટુંએ વિચાર કર્યો કે “તમે ગ્રહણ કરો” એવા મારા વચનથીજ શાકિનીઓએ મેં ગ્રહણ કર્યો માટે મારું જીવિતવ્ય હવે સર્વથા નથી એવું ચિંતવી સ્વલ્પ દિવસ બાકી રહ્યા ત્યારે પોતાના પુત્રોને કહ્યું કે હે પુત્રો આજે અર્ધરાત્રિએ મારૂં મરણ છે માટે ત્રણ મનુષ્ય બળે એવીકાષ્ટની ચિતા કરાવી અને મારા મંત્રેલા અડદ હું જયારે અર્ધ બળી રહ્યું ત્યારે અગ્નિમાં નાખજો એમ કહી મરણ પામ્યો તેના પુત્રોએ તેના કહ્યા પ્રમાણે કરવાથી વિકરાલ રૂપોને ધારણ કરવાવાળી બને શાકિની પોકારકરતી આવીને તેની જ ચિતામાં પડી તેથી તે પણ ચટુ સાથેજ ૩૭૮ For Personal & Private Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ભસ્મીભૂત થઈ લોકોએ પણ કહ્યું કે અહો આની મંત્રશક્તિ મહાઅદ્દભૂત છે. ( રાત્રિએ ગુહ્ય વાત ન રવી તે ઉપર વરરુચિની ક્યા) ઘટક ગામમાં અચલ શ્રેષ્ઠીનો પુત્ર વિમલ નામનો અત્યંત નિપુણ હતો. તે પોતાના નોકર નાપિતને લઇને અન્યદા ધન ઉપાર્જન કરવા પરદેશ ગયો. ત્યાંથી ભાગ્યોદયે ઘણી લક્ષ્મી ઉપાર્જન કરી ઘર તરફ પાછો ફર્યો અને અટવામાં આવ્યો તે વખતે ઘણા કાળથી પોષણ કરેલો નાપિત ધનલુબ્ધ થઈ વિમલને મારવાનો ઉપાય ચિંતવવા લાગ્યો. પાપના મૂળભૂત લોભને ધિક્કાર થાઓ ! એકદા લોભી એવો નાપિત જંગલમાં એક વૃક્ષ નીચે સૂતેલા વિમલના કેશપાશને પગથી અતિક્રમણ કરીને મારવાને માટે તેના હૃદયઉપર નાપિત ચડી બેઠો. તે જાણીને વિમલ કહેવા લાગ્યો કે હે ભદ્ર ! આ સર્વ ધન તું ગ્રહણ કર પણ મને માર નહિ નાપિતે કહ્યું કે હું તને જરૂર મારીશ, માટે તારે કાંઈ કહેવું હોય તો બોલ. વિમલે કહો કે તો એમજ કરવું હોય તો મારા પિતાને “અપ્રશિખ” આ ચાર અક્ષરો કહેજે. નાપિતે કહ્યું કે ઠીક તેમ કહી વિમલને મારી સર્વ ધન લઈ ઘરે ગયો. તેના પિતાના પુત્રના સમાચાર પુછવાથી નાપિત બોલ્યો કે હે શેઠ ! માર્ગમાં ચોરોએ તારા પુત્રોને માર્યો છે. કંઠગત થયા છે પ્રાણજેના એવા તેણે “અપ્રશિખ” એવા ચાર અક્ષર કહેવરાવ્યા છે. શેઠ તે દસ્કત લઇને ઘરે આવ્યો પોતાના પુત્રનું કાર્ય કરી, પંડિતોને તે ચાર દસ્કત દેખાડયા પણ કોઇએ તેનો અર્થ જાણ્યો નહી તેથીપુરાના મરણ સંબંધી તમામ વાત રાજાને કહી. રાજાએ ગામ ગરાસાદિ આપીને માનેલા પોતાના પાંચસો પંડિતોને કહયું કે “હે પંડિતો ! છ માસમાં આનો અર્થ તમો નહિ કરો તો કુટંબ સહિત તમોને મારીશ.આનો અર્થ નહિ જાણતા તે પંડિતો અર્થ જાણવા માટે ચારે દિશામાં ૩૯) For Personal & Private Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ ગયા, તેમાંથી એક નરરુચિ નામનો બ્રાહ્મણ ઘણા દિવસો સુધી સર્વ જગ્યાએ ફરીને પોતાના ગામે જતો રસ્તામાં એક વડના કોટરમાં રાત્રિ રહો. તે અવસરે તે વડના અધિષ્ઠાયક દેવ વ્યંતરને તેની સ્ત્રી કહેવા લાગી કે હે નાથ ! એક વાર્તા કહો ? તેણે કહ્યું કે હે પ્રિયે ! ઘટક ગામે સુગમ છે તો પણ “અપ્રશિખ” આ અક્ષરનો અર્થ વિદ્વાનો પણ જાણતા નથી, તેથી ક્રોધ પામેલ રાજા પ્રાતઃકાળે બધાને એકત્ર કરી સમકાળે મારશે, ત્યાં પુત્ર, કલર, મિત્રો વિગેરેના રૂદન, કરૂણસ્વર બહુજ થશે. તેથી પ્રાત:કાળે હું ત્યાં જઇશ. સ્ત્રીએ કહ્યું કે હે નાથ ! તે અક્ષરોનો શું અર્થ છે ? તેણે કહ્યું રાત્રિને વિષે બોલવું નહિ માટે નહિ કહું. પણ સ્ત્રીના અતિ આગ્રહથી ચારે બાજુ જોઈને બોલ્યો કે આ ઇતિ આણેતારા પુત્રને પ્ર ઇતિ વનને વિષે પ્રસુત એટલે સુતેલાને, શિ ઇતિ શિખા ચોટલીને પકડીને ખ ઇતિ ખગ વડે મસ્તક કાપીને માર્યો છે. એ અર્થને વડના કોટરમાં રહેલા વરસચિએ સાંભલીને, પ્રાતઃકાળે નગરમાં આવી ને રાજાને, નાપિતને તથા શેઠને એકત્ર કરીને અર્થ કર્યો. રાજાએ પણ તે અર્થને સત્ય માની, નાપિતનો વધ કર્યો અને અચલ શ્રેષ્ઠી પણ તે નાપિત પાસેથી પોતાનું ધન લઈને પોતાને ઘરે ગયો, આ હકીકત જાણી કદાપિ રાત્રિને વિષે ગુહ્ય વાર્તા ન કરવી. C1 ભોજરાજાની કીર્તિનીક્યા છે એકદા રાજવાટિકાને વિષે ક્રીડા કરવા ભોજ રાજા ચાલ્યો તે વખતે રાજમાર્ગને વિષે ભૂમિની ઉપર પડેલા ધાન્યના દાણાને રાજશેખર કવિ વીણતો હતો તેને દેખીને ભોજરાજાએ કહ્યું કે : જે પોતાના ઉદર પૂર્ણ કરવાને પણ અસમર્થ છે. તેના જન્મવડે કરીને શું ? એવું સાંભળી કવિએ કહ્યું કે : જેઓ બીજાને સહાય કરવા સમર્થ છે છતાં પણ ઉપકાર કરવાવાળા ન થાય તેનાથી પણ શું? તે સાંભળી ફરીથી પણ રાજાએ કરીને છે અને સી M૩૮૦) ૩૮૦ For Personal & Private Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કહ્યું કે : પારકાની પાસે પ્રાર્થના કરનાર પુત્રોને હે માતા ! તું ઉદરમાં ધારણ કરીશ નહિ જણીશ નહિ તે સાંભળી ફરીથી પણ કવિએ કહ્યું તેનાથી પણ કાંઇજ નહિ, આવું બોલવાથી ભોજરાજાએ દાનને વિષે શુરવીર થઈ ૧૦૦ સો ગામો તથા એક કોટી હીરણ્ય આપ્યું. આવી રીતે ભોજરાજાની સ્તુતિ કરનારા કાલીદાસ, વીણા, મયુર,વરરૂચી વિગેરેપંડિતોને દાન આપનારા અનેક પ્રબંધો છે. ग्रंथकार प्रशस्ति इति श्रीमत्तपागच्छ पूर्वांचल गगनमणिः श्रीमान् १००८ बुट्टेरायजी-अपर नाम बुद्धिविजयजी शिष्यवर्य१००८ श्रीमान् मूलचंदजी अपर नाम मुक्तिविजयजी गणि शिष्यवर्य १००८ श्रीमान् गुलाबविजयजी महाराज शिष्य मुनि मणिविजयकृत विविध विषय विचारमाला नामक : प्रथमो भागः समाप्ति मगमत्, श्री बोरुग्रामे श्रीमत्पद्मप्रभु प्रासादात् श्री महावीरस्य २४७५ तमे वर्षे आसो मासे कृष्णपक्षे अमावास्याम दीपालिकायाम् शुक्रवासरे, अयं ग्रंथः वाचक वर्गस्य कल्याणकारको भूयात् ॥ (પુનઃ સંપાદન કર્તા) પ.પૂ. સ્વ. આચાર્યદેવ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.નાં શિષ્ય રત્ન પ.પૂ. આચાર્યદેવ શ્રી રત્નાકરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય મુનિશ્રી રત્નત્રયવિજયજી મ.સા. M૩૮૧ - For Personal & Private Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ અમારાં અન્ય પ્રકાશનો सक्य માધવરાવા એકતા વિનતિ Gઉંભાણી સરઘી હલવ્યયો હાથી-4 gergreittien કે નામ " હs grea Dial) पाप की भनकी सजा. रत्न संचय રસાગરમાં 1,ii તી ঐফিলহালুয়া માગમનું ખમણીમuth RJ જાડાયામિયાણા ની રીત - dii રક્ષા પદ્ધતિ શ્રી બૃહત્સંટણી પ્રકરણ સાથે {ન સંચય ROii ચિય | (ાયા છે मूलशुद्धिप्रकरणम् કે હી જાય मूलशुद्धिप्रकरणम् તે જ ર ) - aff વિહિ. Printed by : Navneet Printers. Ph. 079-5625326 Mobile : 98252-61177 S * વિવિથ વિષય વિચારમાળા Serving Jin Shas 1 108242 gyanmandir@kobatirth.org શ્રી પારસ-ગંગા જ્ઞાન મંદિર બી-103-104, કેદાર ટાવર, રાજસ્થાન હોસ્પીટલની સામે, શાહીબાગ, અમદાવાદ-4. ફોન : 2860247 (રાજેન્દ્રભાઈ) For Personal & Private Use Only