SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ તેણે સારૂ કર્યું નથી, એવા પ્રકારેલોકનો અપવાદ નહિ સહન કરી શકવાથી સાહસિકને વિષે શિરોમણિભૂત વિક્રમ રાજા રાત્રિને પહેલે પહોરે, તે દારિદ્રપુતળાને લઇ ને નગરમાં બહાર જઇ, એક વડ વૃક્ષના નીચે બેઠા તે વખતે એક સ્ત્રી આગળ લોહપુતળું મૂકેલું છે એવા વિક્રમની પાસે આવી આશીર્વાદ આપી કહેવા લાગી કે : હે શ્રી વિક્રમ મહીનાથ હે ! સત્ત્વરરૂપી રત્નનાં સમુદ્ર સમાન ! હેનરરત્ન ! ચીરકાળ જીવ ! તથા ચિરકાળ આનંદ પામ તથા ચિરકાળ સુધી પૃથ્વીનું તું પાલન કર.પીળા વસ્ત્ર અલંકાર વડે કરી શોભા પામેલી તે સ્ત્રીને રાજાએ કહ્યું કે હે સુંદરિ ! તું કોણ છે ! અહીં શા માટે આવેલી છે ! તેણીએ કહ્યું કે હે રાજન્ ! હું લક્ષ્મી દેવી છું, આ દારિદ્ર પુત્રીના સાથે મારાથી તારા ઘરને વિષે રહી શકાશે નહિ. તેથી તેને કહેવાને માટે હું અહિયાઆવેલી છે. તેનું વચન સાંભળી રાજાએ તેને કહ્યું કે-હે લક્ષ્મી ! તું સુખે કરીને જા ! રાજાએ કહેવાથી તે અદૃશ્ય થઈ ગઈ હવે બીજે પ્રહરે તેજ પ્રકારે ધોળા વસ્ત્રાલંકાર ભૂષણ ભૂષિત બીજી કોઈ સ્ત્રી આવીને આશીર્વાદ આપી રાજાને કહેવા લાગી કે હું સરસ્વતી છું ને જાઉં છું. રાજાએ કહ્યું કે તું પણ જા. તે પણ અદશ્ય થઈ ગઈ, ત્રીજે પહોરે લાલ વસ્ત્રાલંકારને ધારણ કરનારી કોઈ સ્ત્રી આવીને રાજાને કહેવા લાગી કે હે વિશ્વવલ્લભદાયિની સૌભાગ્યશ્રી છું હું જાઉં છું. રાજાએ કહ્યું કે જા, તે પણ અદૃશ્ય થઇ ગઇ. હવેચોથે પહોરે મરકત મણિના બનાવેલાસુદર ઘોડા ઉપર બેઠેલો મહાન નીલવસ્ત્રાલંકારને ધારણ કરનારો, પોપટના પીંછાને પણતિરસ્કાર કરનારી કાન્તિ વડે સુશોભિત કોઈ પુરૂષ પ્રગટ થયો,રાજાએ પુછયું કે તું કોણ છે ?તે બોલ્યો કે સમગ્ર ગુણગણવનને નવપલ્લવિત કરનાર મેઘ સમાન હું ૨૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy