________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧
Ofસત્ય પ્રતિજ્ઞા વિષે વિક્રમાર્ક ક્યા છે
માળવદેશ શિરોમણિ તુલ્ય ઉજ્જૈન નગરીને વિષે ૯૨ લાખ ગ્રામનો પતિ પોતાના સંવત્સરને પ્રવર્તાવનાર તથા વહિવેતાલાદિક ઘણા દેવોથી સેવિત, સકલ લોકો અતિશય સત્વર શિરોમણી શ્રી વિક્રમાદિત્યરાજા રાજયને કરતો હતો. હવે એકદા તેરાજા મુક્તાફલ મણિયો લોહ સુવર્ણ સીસુ, લાખ, ઘી, તેલ વિગેરે સારી નઠારી જે જે ચીજ હોય તેને સર્વેને અવશ્ય હું લઈશ. આવી ઉદ્ઘોષણા સારા નગરને વિષે કરાવી પોતાની પ્રજાનું પાલન કરતો હતો. આ વાર્તા સર્વ જગ્યાએ પ્રસરી ગઈ છે.
એવી વાર્તાને શ્રવણ કરીને ચંદ્રપુર નગરને વિષે વસનારા ચંદ્ર શ્રેષ્ઠીએ તેની પરીક્ષા કરવા નિમિત્તે, આ દારિદ્ર પુત્ર છે, આવું કપાળમાં લખીને એક લોઢાનું પુતળું બનાવીને ઉજ્જયિની નગરીમાં આવીને તેને વેચવાને માટે ચૌટા વચ્ચે બેઠો લોકો પુછે છે ત્યારે તેઓને કહે છે કે આ દારિદ્રયનીમૂર્તિ છે, અને આની કિંમત પણ લાખ સોનામહોર થાય છે, માટે જેને ખપ હોય તે લ્યો. એવી રીતે સૂર્યોદયથી સાયં સુધી બજારમાં રહ્યો, પરંતુ નગરના કોઈપણ લોકોએ તે લીધુ નહિ. તેથી રાજાના લોકોએ તે વાત વિક્રમ રાજા પાસે જઈને કહી, તેથી રાજા વિચાર કરે છે કે :
રાજય જાઓ, તથા લક્ષ્મી જાઓ, તથા વિનશ્વર પ્રાણ જાઓ, પરંતુ આ મુખથી બોલેલી શાશ્વતી વાણી કદાપિ કાલે ન જાઓ. એવું જાણીને તે રાજાએ તે ચંદ્રશ્રેષ્ઠિના કહ્યા પ્રમાણે લાખ સોનામહોર આપી તેદ્રારિદ્ર પુત્રને લીધો. આવી રીતે પુરાનો સ્વીકાર કરવાથી તેનો સમગ્ર પરિવાર તથા નગરના તમામ લોકો રાજાની નિંદા કરવા માંડયા કે અહો ! અમારો રાજા નિપુણ ચતુર છે, પણ દારિદ્ર પુકા લેવાથી
૨૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org