SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ શીઘ્રતાથી પ્રાણ મુક્ત થયો સર્વે લોકોએ સર્વ જગ્યાએ શોધખોળકર્યા છતાં પણ પત્તો નહિ મળવાથી તેની માતા આદિ લોકોએ તારા પાસે તે સમાચાર કથન કરનાર માણસ મોકલ્યો છે, તે કુરંગ નામનો માણસ હમણાં જ તારા પાસે અહિં આવશે આવી રીતે કન્યા જયાં બોલી રહી છે તેવામાં જ પ્રતિહારે જણાવેલતે કુરંગ ત્યાં આવીને હાજર થયો. અને રાજાને તથા અમરગુરૂને તેને નમસ્કાર કરી સર્વ વાર્તા યથાસ્થિત કુમારીએ જે પ્રકારે કહેલી હતી તે પ્રકારે કહી આ સાંભળી આશ્ચર્યચક્તિ થઈ અમરગરૂ બોલ્યો કે “હે રાજન ! અજ્ઞાનરૂપી અંધકારનો નાશ કરનારી તથા ત્રણ જગતની સ્ત્રીઓના કરતાં પણ અધિકરૂપવાળી એવી સાક્ષાત્ આ સરસ્વતી તમારે ઘરે અવતરી છે.” એ પ્રકારે સભાને વિષે બેઠેલા તમામલોકો પ્રશંસા કરવા લાગ્યા તે વખતે પોતાના પિતાને પુછી કુમારી જેટલામાં ચાલવા માંડી તેટલામાં રાજાએ પોતાના અંગ ઉપર ધારણ કરેલ સમગ્ર અલંકાર અને લોકોએ પણ યથાયોગ્ય અલંકારો અધ્યાપક કુમુદચંદ્રને આપ્યા, તેમજ વિશેષમાં રાજાએ દારિદ્રને નાશ કરનાર લાખ સુવર્ણ આપ્યું તેથી ચંપકમાળાની પાછળ તે પણ પોતાના સ્થાન પ્રત્યે ગયો. હવે રાજાએ અમરગુરૂને કહ્યું કે “તારા પરિવારના લોકોને શાંતિ કરવા નિમિત્તે હાલમાં તારે કુણાલા નગરી જવું યુક્ત છે. માટે રાજાધિરાજનો જે આદેશ અમારા પ્રત્યે હોય તે સંક્ષેપથી જલ્દી જણાવી દે, ત્યારે અમર ગુરૂ બોલ્યોકે “તમારી સીમાને વિષે દુર્ગ છે તે અમોને આપો તેને ઉચિત જે ધન હોય તે અમારી પાસેથી લ્યો આવો આદેશ રાજાધિરાજનો છે તેવું સાંભળી રાજા બોલ્યો કે “અરિકેસરી રાજાનું આ સર્વ રાજય છે તો દુર્ગવડે કરીને શું?અર્થાત્ દુર્ગતો શું પણ આ સમગ્ર રાજય પણ તેમને જોઇયે તો આપવાતૈયાર છું ત્યારે અમરગુરૂ બોલ્યો “આ દુનિયાને વિષેતમારા સમાન બીજો એક સજ્જન ૧૩૩ ૧33 ~ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy