________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ નથી” ત્યારબાદ રાજાને દુર્ગ આપી તથા તેનું બહુમાન સત્કાર કરી વિસર્જન કરેલ અમરગુરૂ પોતાની નગરી પ્રત્યે ગમન કરતો રસ્તામાં આશ્ચર્ય વશવર્તિપણાથી ચિંતવન કરવા લાગ્યો કે શરદઋતુના બાલચંદ્ર સમાન, નિર્મલકળા યુક્ત આ કન્યાના કલિકાલના ત્રણે પદાર્થો નષ્ટ થયા છે. મતલબ કે આ કન્યા છતાં પણ અને તે પણજ્ઞાન છતા પણ કલિકાલના ત્રણ પદાર્થો તેની અંદર વાસ કરી શકયા નથીતે જ આશ્ચર્ય છે, એક તો દશકાલના વ્યવહિત પદાર્થોને સૂચનારૂ (પ્રગટ કરનારૂ) પ્રથમ તો પ્રગટ જ્ઞાન આ કન્યાને છે. બીજું શરીરના સુંદર અવયવોની યથાયુક્ત શોભાથી પૂર્ણ તે કન્યાનું રૂપ છે. તથા મુનિયોના મનને પણ વિનોદ કરવાવાળું છે તથા ત્રીજું સ્ત્રીયોને વિશિષ્ટ જ્ઞાન થાય નહિ તને જો કદાચ થાય તો સ્ત્રીઓને તુચ્છ સ્વભાવ હોવાથી શાસ્ત્રની અંદર બીજાની અવહેલના કરે. પણ આ કન્યાનો શાસ્ત્રનો ઉત્તમ પ્રકારે પ્રગટ વિનય કરે છે અને બીજાને પણ જ્ઞાનગર્વી અહેલના કરતી નથી અર્થાત્ આ કન્યા ગંભીર અને વિનયી છે. માટે જાણું છું કે આ સર્વ વિધિનું કૌશલ્યપણું અભ્યાસથી કર્મને વિષે જોડાયેલું છે, મતલબ કે આ સત્કર્મવાળી છે. માટે કલિકાલના ઉપરના ત્રણ પદાર્થોનો પાર પોતે પામેલી છે. આવા પ્રકારનો વિચાર કરતો કુણાલા નગરીના સ્વામી અરિકેશરી રાજા પાસે અમરગુરૂ પહોંચ્યો અને કહ્યું કે-“તમારા પાસેથી હું લલિતાંગ રાજા પાસે ગયો. તેણે મારો આદર સત્કાર કર્યો, મેં તેમને આપનો આદેશ કહ્યો ત્યારે તેમણે કહ્યું કે આ સર્વ રાય પણતેમનું છે વિગેરે કહી મને દુર્ગ આપ્યો.' વિગેરે કરી ફરીથી અમરગુરૂ બોલ્યો કે હે મહારાજ ! આ દુનિયામાં અપત્ય (છોકરાવાળો) તો તેજ છે કારણ કે જેનાથી આ ભુવનને વિષે આભૂષણ સમાન ઉત્તમ કન્યાજન્મ પામી છે. તે કન્યા સમગ્ર કળાને વિષે કુશલપણુ ધારણ કરનારી છે, પરંતુ ચૂડામણિ
M૧૩૪
૧3૪
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org