________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ બે હાથ વડે કરેલો નમસ્કાર ચાર અંગવડે કરી નમસ્કાર કરેલો કહેવાય છે, અને બે હાથ તથા બે ઢીંચણો તથા એક મસ્તક એમ પાંચ અંગોથી કરેલ નમસ્કાર પંચાગ નમસ્કાર કહેલ છે-૨.
એવી રીતે સાધુઓને પણ વંદના જે થાય છે તે પણ બહુ ગુણને માટે થાય છે, જે માટે ઉપદેશ માળામાં કહ્યું છેअभिगमण वंदण नमसण, पडि पुछणेण साहूणं । चिरसंचियंपिकम्मं, खणेण विरलतण मुवेइ ॥१॥
ભાવાર્થ :- સાધુઓના સન્મુખ જવાથી તથા તેમને વંદના નમસ્કાર કરવાથી તથા તેને પ્રતિપૃચ્છા કરવાથી લાંબા કાળથી સંચય કરેલું કર્મ પણ ક્ષણ માત્રામાં વિલય ભાવને પામે છે. O પંચાંગ પ્રણામ ઉપર સુરેંદ્રદત્ત કુમારનું દૃષ્ટાંત)
ભરતક્ષેત્રમાં મથુરાનગરીને વિષે સમરસિંહ નામનો રાજા હતો, તેને લલિતા નામની રાણી હતી તેમને સુરેન્દ્ર દત્ત નામનો પુત્ર હતો. તે એકદા વનને વિષે કીડા કરવા ગયો. ત્યાં બહુ શિષ્યોના પરિવારવાળા ગુણધર આચાર્યને નમસ્કાર કરીને તેમના પાસે ધર્મોપદેશ સાંભળવા બેઠો ગુરૂમહારાજે પણ નીચે પ્રમાણે ઉપદેશ કર્યો કે
“જે ભવ્ય પ્રાણી ઉત્તમોત્તમ બુદ્ધિને ધારણ કરીને પરમાત્માને પંચાગ પ્રણિતાતપૂર્વક નમસ્કાર કરે છે તે આ પૃથ્વીતલને વિષે પોતાના યશને વિષે કરીને અને દૂર્ગતિના દુઃખરૂપી વૃક્ષને કાપીને સદગતિ મેળવવા ભાગ્યશાળી બને છે, એટલું જ નહિ પણ તે આ લોકમાં મોટી રાજય લક્ષ્મીને મેળવે છે, એવી રીતે શ્રવણ કરી સુરેન્દ્રદત્તે જિનેશ્વર મહારાજ, તથા મુનિમહારાજને પંચાંગ પ્રણામથી વંદન કરવાનો અભિગ્રહ કર્યો. એકદા રાજસભામાં રાજા પાસે કુમાર બેઠો છે, તેવામાં દ્વારપાળ આવીને વિનંતી કરી કહે છે કે – “કુશવત્સલ નગરનો અધિપત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org