SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ પુત્રી અનુક્રમે યૌવન અવસ્થા પામી. એકદા કલેશ કરનાર, બહુ લોકોને મારનારો, કોલાહલ પ્રિય, ભંડનપ્રિય, સાવદ્ય યોગવાન, શીયલપાલક નારદ ઋષિ પ્રતિવાસુદેવની સભામાં આવ્યા. સર્વ સભાએ ઉભા થઈ માન આપ્યું અને ડાભનું આસન નાખીને ઉપર બેઠા. રાજાએ પૂછ્યું કે હે સ્વામિનિ ! કયાંથી પધારો છો ! નારદ કહે છે કે –“શું પૂછ્યું ? સાધુને તો અનિયત વિહારીપણું હોય છે. જો એમ છે તો, હે સ્વામિનું ! કાંઇક અદ્ભુત વાર્તા કહો. તેથી નારદે કહ્યું કે હાલમાં સ્વર્ગને વિષે પણ અસંભવિત એક આશ્ચર્ય દેખેલ છે.” રાજાએ કહ્યું કે-“ક્યાં.'! તેથી નારદ કહે છે કે “આજ શોભાપુરીને વિષે અપરાજીત રાજા છે. તેના પુત્રો અનંતવીર્ય નામે તથા મહાવીર્ય નામે છે, તે જગતને તૃણ પ્રાયઃ માનતા મહાન ગર્વને વહન કરે છે. स्वचित निर्मितो गर्वः कस्य चित्ते न विद्यते । उत्क्षिप्य टिट्टिभः पादो, शेते भंगभयादिव ॥१॥ | ભાવાર્થ :- પોતાના ચિત્તને વિષે કરેલો ગર્વ કોના ચિત્તને વિષે થતો નથી, કારણ કે ટિટ્ટિભ નામનું પક્ષી આકાશ નીચે પડશે તો દુનિયા દબાઈ જશે, એવો ઇરાદો ધારણ કરી પોતાનો પગ ઊંચો રાખીને સૂવે છે પણ પોતાની પ્રતિજ્ઞાના પ્રતિપાલક તે બને છે. તે અનંતવીર્ય અને મહાવીર્ય નામના બન્ને ભાઈઓ પાસે બે ચિલાતી દાસી છે તે નાચ કરે છે, તે નૃત્ય દેવલોકમાં ઇંદ્ર મહારાજને પણ દુર્લભ છે. તમે તો વિજયધર્મ ચક્રી છો સૌધર્મ ઇંદ્રની પેઠે વિજયાઈ વસ્તુનું ભાજન તમારા સિવાય બીજો નથી.” એમ કહી નારદમુનિ આકાશમાં ગયા. તે સાંભળી દમિતારીએ શોભા નગરીને વિષે દૂત મોકલ્યો અને કહેવરાવ્યું કે-જે અદભુત હોય તે સર્વ પ્રતિવાસુદેવનું છે. માટે દાસીઓ બન્નેને જલ્દી ૨૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005487
Book TitleVividh Vishay Vicharmala Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnatrayvijay
PublisherRanjanvijay Jain Pustakalay
Publication Year2003
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy