________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ અને મારા વિના બીજું કોઈ ઘરમાં નહોતું મોટા દ્રવ્યનો નાશ થવાથી હિમ વડે બળેલી કમલીની પેઠે તે અત્યંત શ્યામ મુખવાળી થઈ હવે ભોજન કરવા આવેલ પોતાના સ્વામીને ધનશ્રીએ હારનું વૃત્તાંત કહ્યું તેણે સુરૂપાના પતિને કહ્યું અને સુરૂપાએ પણ પોતાના પતિના મુખથી વાર્તા જાણી અતિ ખેદ ધારણ કર્યો સુરૂપાના પતિએ પણ પોતાની સ્ત્રીને નિર્દોષ જાણી એકાંતરમાં સુરત્રાણ શેઠને કહ્યું કે – મારી સ્ત્રીએ તારો હાર લીધેલ નથી, છતાં પણ તારા ચિત્તમાં એવું જ સત્ય ભાસે તો તેના સમાન મૂલ્યવાળો મારો હાર તું લે એમ કહી પોતાની સ્ત્રીનો હાર તેને આપ્યો તેણે પણ તે હાર ગ્રહણ કર્યો એવી રીતે તમામ વાત ગ્રુપ્ત રહી.
એકદા તે ઘડામાંથી તેલ વેચવા માટે તેલ કાઢવાથી અને તેમાંથી હાર નીકળવાથી સુરત્રાણ શેઠ અત્યંત ખેદ કરવા લાગ્યો કે અહો ! પાપી દુર્ગતિ એવા મેં સતી સાધ્વીને ખોટું કર્મ કર્યું. પુણ્યવતી સુરૂપા પણ હારની પ્રાપ્તિથી, પોતાને માથેથી દૂષણ દોષ ઉતરવાથી ચિંતામણી રત્ન પેઠે બહુ ગુણયુક્તામાની, હર્ષને પામી, સ્વામીની સાથે દિક્ષા ને અંગીકાર કરી દુષ્કર તપને તપી સ્વર્ગે ગઈ.
(ધર્મને વિષે નિશક્તિ મુગ્ધભટ્ટનું દષ્ટાંતો O કોસંબી નગરીના સમીપ ભાગને વિષે રહેલ શાલિગ્રામમાં દામોદર સોમાનો પુત્ર “મુગ્ધભટ્ટ' નામનો બ્રાહ્મણ હતો તેને યથાર્થ નામવાળી સુલક્ષણા નામની સ્ત્રી હતી તે બન્નેનો કેટલોક કાળ સુખમાંગયો, અન્યદા પિતાની લક્ષ્મીક્ષીણ થઇ કારણ કે લક્ષ્મી કદાપિકાળે સ્થિર રહી નથી તેને નાના પ્રકારનું દારિદ્ર પ્રાપ્ત થયું કહ્યું છે
निर्द्रव्यो हियमेति हीपरिगतः प्रभवति तेजसा । निस्तेजा: परिभूयते परिभवान्निर्वेदमागच्छति ।
~~ -૧૨૦ ~~~
૧૨૦
~
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org