________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૧ કહ્યું છે કે – उपभुजिउं न आणेइ, ऋद्वि पत्तोवि पुण्णंपरिहीणो । भरिअं भिसरे जलेण, मंडलो लिहइ जिहए ॥१॥
ભાવાર્થ : ઋદ્ધિ પામેલો પણ પુન્યવિહીન માણસ લક્ષમીને ભોગવી શકતો નથી, કારણકે પાણીથી ભરેલા સરોવરમાં પણ કુતરો જીભથી જ ચાટે છે, માટે જો તું મારા વડે કદાચ વિલાસ કરીશ તો પણ તારા કપાળમાં ડામજ મળવાનું છે બ્રાહ્મણે કહ્યું કે તને હું પ્રાતઃકાલે ઘરે ઘરે ફેંકીશ લક્ષ્મીયે કહ્યું કે હું તને નિશ્ચય ડામ આપીશ મારું વચન સત્યકરીશ. એમ કહીને લક્ષ્મી ચાલી ગઈ.
ત્યારબાદ પ્રાતઃકાલે ઉદ્ધવ બ્રાહ્મણે શરીર પ્રમાણ સારા વસ્ત્રાલંકાર, મુદ્રિકા વગેરે આભુષણો ધારણ કરી દાનભોગાદિક વડે લક્ષ્મીનો વ્યય કરવા માંડયો ત્યારબાદ ઘરેથી ભોજન લઇને ક્ષેત્રમાં ગયેલી પોતાના માતાના મુખથી છોકરાઓએ પોતાના પિતાની વાત જાણી વિચાર કર્યો કે મંડપાચલથી આવતાં રસ્તામાં પિતાને ભુત વળગવાથી ગાંડો થઈ ગયેલ છે, તે માટે જો તેને ડામ દેવામાં આવે તો તે સારો થાય. જો આવો ગાંડો જ રહેશે તો જરૂર તમામ લક્ષ્મી ઉડાવી દેશે એવો વિચાર કરી-ઘરે આવી છોકરાઓએ ડામ દીધો, તેથી તેણે વિચાર કર્યો કે અહો ! લક્ષ્મીએ કહેલી વાત સાચી થઇ, માટે મારા ભોગ કર્મમાં આ લક્ષ્મી નથી, તેથી તે બોલ્યો કે હે પુત્રો ! આ વસ્ત્રાલંકાર આભુષણાદિકનો વેષ મને ઉચિત નથી, પણ અનુચિત જ છે. એવા શબ્દો સાંભળી જ “આ સારો થયો છે” એમ જાણી પુરોએ પિતાની છોડી દીધો માટે ભાગ્યમાં હોય તો જ લક્ષ્મી વપરાય છે.
૩૨૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org